Category: જાતીય પ્રશ્નાવલી
જાતીય અજ્ઞાન, પાર્ટનર વગરની સેક્સ્યુઆલીટી અને લગ્નજીવનની જાતીય નીરસતા – આ ત્રણેય જાતીય જીવનની ગંભીર સમસ્યાઓ છે. તેના ઉકેલ માટે એકડે એકથી વીચારવું જોઈએ. સેક્સને નીરંકુશતા, દબાણ, શરમ, ગીલ્ટ વગેરેની બેડીઓમાંથી મુક્ત કરી સમજ, સ્વસ્થતા, સ્વીકૃતી જેવાં ઉપકરણોથી સજ્જ કરવાનો સમય આવ્યો છે. એ દીશામાં ડૉ. મુકુલ ચોકસીએ શક્ય એટલા વીવેકથી ‘જાતીય પ્રશ્નાવલી’ પુસ્તક લખવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની હારમાળા બીજા અને ચોથા સોમવારે ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર પ્રગટ થશે. આશા છે કે સમ્બન્ધકર્તાઓને તેમના જાતીય પ્રશ્નોના ઉકેલ તેમાંથી મળશે.