બુદ્ધનો રૅશનલ સંદેશ

 

હે લોકો,

હું જે કંઈ કહું તે પરમ્પરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.

તમારી પુર્વપરમ્પરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.

આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.

તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.

લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.

સુન્દર લાગે છે એમ જાણી ખરું માનશો નહીં.

તમારી શ્રદ્ધાને પોષનારું છે એમ જાણી ખરું માનશો નહીં.

હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં.

પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.”

– ગૌતમ બુદ્ધ