રાઓલજીની રૅશનલ સભા

ગાંધીનગર  જીલ્લાના માણસા ગામના વતની અને વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયેલા મારા રૅશનાલીસ્ટમીત્ર ભુપેન્દ્રસીંહ રાઓલજી દર રવીવારે અન્ધશ્રદ્ધા, અન્ધવીશ્વાસ અને અવૈજ્ઞાનીક માન્યતાઓ અંગે વીડીયો થકી વક્તવ્ય આપે છે. મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર 17 વીડીયોઝ માણવા મળશે.

‘મનોવીજ્ઞાન કહે છે અને આપણે વીચારીએ તો એવો નકકર અનુભવ પણ છે જ કે, બાળપણમાં પડેલા સંસ્કારો વજ્રલેપ હોય છે, આવા બધા સંસ્કારોને નાબુદ કરવા માટે પ્રચંડ સજાગતા, પુરુષાર્થ, તીવ્ર, સચોટ તથા તટસ્થ તર્કશક્તી તથા નીર્ભેળ વીવેકબુદ્ધી અનીવાર્ય છે.’પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

: રમણદાદાની વાતને સાયન્સની રીતે સમજીયે :

ધર્મગ્રંથોમાંથી ઐતીહાસીક તથ્યો શોધવાના ન હોય; સાર ગ્રહણ કરો

ભક્તી મોટી કે જ્ઞાન? ભક્તીમાં ભેજું ક્યાં વાપરવાનું છે?

કોઈ વીદ્યા/શાસ્ત્ર સમ્પુર્ણ નથી

IQ અને EQ ની રામાયણ

પ્રાર્થના પ્લસીબો(placebo) છે

સફાઈમાં શરમ અને ગંદકીમાં ઘર

બકરાં કપાય ત્યારે કેમ બોલતા નથી?

સ્ત્રીઓનું શોષણ

યજ્ઞ શું છે?

પાપ–પુણ્ય એટલે શું? કર્મના ફળ અને પુનર્જન્મ એટલે શું?

વૈજ્ઞાનીક અભીગમ/રૅશનલ સમજ કેળવશો તો, આપોઆપ ભુત, ભુવા, પાખંડી ગુરુઓના શોષણ તથા અન્ધશ્રદ્ધાના જગતમાંથી મુક્તી પામશો(ડીમ્પલ એક બેવાર બેભાન થઈ મામા–ભુવાજીએ વાસના સંતોષી લીધી  https://govindmaru.wordpress.com/2018/08/24/igp-24/ ) :

નાસ્તીકતા અને નૈતીકતા

શંકર શું છે?

સંસ્કાર એટલે શું? બાળકોમાં સંસ્કાર કઈ રીત આવે?

માણસ પશુ કરતાં પણ અધમ છે? 

જોહર કૉનસેપ્ટ

ચલમનો ભડકો