અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)

               હું ગોવીન્દભાઈ ભાણાભાઈ મારુ, 405, સરગમ કો– ઑપરેટીવ હાઉસીંગ સોસાયટી, કાશી બાગ, નવસારી, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ, એગ્રી. કોલેજ – 396 450 ખાતે કાયમી વસવાટ કરું છું. હું રૅશનલ વીચારસરણી સહીત રૅશનલ જીવન જીવતો આવ્યો છું અને હજીયે વધુ રૅશનલ જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે બાબતથી મારો પરીવાર, સગાં–સમ્બન્ધી, સમાજ અને મીત્રો વાકેફ છે. તેથી મારા અવસાન બાદ મારી આ વીચારસરણી વીરુદ્ધનું કાંઈ પણ ન કરવામાં આવે તેવી મારી તીવ્ર ઈચ્છા અને મારો મક્કમ નીર્ધાર છે. મારી વય 57 વર્ષની છે. મારાં પત્ની મણીબહેન મારી સાથે ઉપરોક્ત સરનામે વસવાટ કરે છે. મારો મોટો પુત્ર પવનકુમાર તેમ જ પુત્રવધુ સંઘમીત્રા પુના (મહારાષ્ટ્ર)માં નોકરી અર્થે હંગામી વસવાટ કરે છે. નાનો પુત્ર મયુર મુમ્બઈ (મહારાષ્ટ્ર)માં નોકરી અર્થે હંગામી વસવાટ કરે છે. મારું સ્વાસ્થ્ય એકંદરે ખુબ જ સારું હોવા છતાં; ગમે ત્યારે અચાનક કુદરતી કે અકુદરતી મૃત્યુ થાય તે સ્વાભાવીક છે. એ હકીકતને લક્ષમાં લેતાં હું મારા થનાર મૃત્યુના અન્તીમ દીવસો અને અન્તીમક્રીયા બાબતમાં મારી ઈચ્છાઓ આ વીલ–પત્ર દ્વારા સ્પષ્ટપણે જાહેર કરી રહ્યો છું. કોઈ પણ વ્યક્તીનો આગ્રહ કે દાબ–દબાણ કે દરમ્યાનગીરીને કારણે આ વસીયતના અમલમાં જરા સરખી પણ બાંધછોડ કે છુટછાટ ન લેવાની મક્કમ સુચના, હું મારા ઉત્તરાધીકારોને કરું છુ.

               આપણે જીવતા હોઈએ ત્યારે સમાજની સેવા કરીએ તે પ્રશન્સનીય છે. પણ મૃત્યુબાદ આપણું શરીર, મેડીકલના અભ્યાસ કરતા વીદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગી થાય; શરીરની રચના અને તેમાં થતા વીવીધ પ્રકારના રોગો અંગે નવા સંશોધનો દ્વારા નવી દીશા મળે તે માટે દેહદાન કરવું જરુરી છે. ઉપરાંત બ્રેઈન ડેડ થયા બાદ જો તુરત જ મૃતકના કેટલાક અન્ગો કાઢી લઈ જરુરીયાત વાળી વ્યક્તીઓના શરીરમાં આ અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો તેવી વ્યકતીઓને નવજીવન પ્રાપ્ત થાય છે. આમ મારા મૃત્યુ બાદ પણ મારા શરીરના અંગો કે મારો દેહ સમાજને ઉપયોગી થાય તેવી મારી  અન્તીમ ઈચ્છા છે.મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં કોઈ અકસ્માતથી અથવા અસાધ્ય બીમારીથી અથવા કુદરતી રીતે જો લાંબા સમય સુધી હું બેભાન અવસ્થા (કોમા)માં ચાલ્યો જાઉં, કશો નીર્ણય કરવા સક્ષમ ન રહું અને ડૉક્ટરો મારા મગજને મૃત(બ્રેઈન ડેડ) જાહેર કરે ત્યારે, મારા પુત્રો તેમ જ આ વીલ–પત્રના અંતે જણાવેલ મારા મીત્રો શ્રી નરેશભાઈ આર. દેસાઈ અને શ્રી શૈલેષભાઈ કનૈયાલાલ દવેએ નીષ્ણાત ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરીને, (જો મારા પુત્રો હાજર ન હોય તો શ્રી દેસાઈ અને શ્રી દવેએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી તેઓ જે નીર્ણય કરે તે મુજબ) મારાં ચક્ષુ, કીડની, લીવર, ત્વચા કે શરીરનું કોઈ પણ અંગ, જરુરીયાતવાળા દરદીને મળી શકે એ માટે વીશ્વાસપાત્ર હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સંપર્ક કરી દાન કરી દેવાં. જરુર જણાય તેવા સંજોગોમાં મારું મગજ (બ્રેઈન)ને પણ કોઈ સંશોધન કે યોગ્ય ઉપયોગ માટે મારા મૃતદેહમાંથી કાઢી લેવાની મારી ઈચ્છા પ્રગટ કરું છું. તેમને આ કાર્યમાં કોઈએ અવરોધ ઉભો કરવો નહીં; બલકે તેઓને સહકાર આપવો. કોઈ પણ સંજોગોમાં મારા શરીરનાં અંગોનું દાન શક્ય ના હોય અને દેહદાન પણ શક્ય ના બને તો મારા શરીરને યોગ્ય ઉંડાઈનો ખાડો ખોદીને દાટી દેવો. પર્યાવરણનું જતન કરવા માટે કોઈ પણ સંજોગોમાં તેને અગ્નીદાહ ના આપવાની મારી સ્પષ્ટ સુચના છે.

            હું જીવનભર સુધારક વીચારનો અને વીવેકબુદ્ધીવાદી રહ્યો છું.  માનવ પ્રત્યે સમ્વેદનાસભર હૈયું અને માનવ સાથે તેવો વ્યવહાર એ જ ધર્મ. એવા માનવધર્મ સીવાય અન્ય કોઈ ધર્મ પરત્વે મને લગાવ નથી. તેથી મારી સુચના છે કે–

            મારા મરણની ઘડીએ મોંમાં ગંગાજળ, તુલસીપત્ર, સુખડ–સુવર્ણ મુકવાની કે એવી કોઈ ક્રીયા કરવી નહીં કે મારા કાનમાં શ્લોક કે કોઈ ધાર્મીક પઠન કરવું નહીં કે પ્રાણપોક મુકવી નહીં. મારા મરણ પછી મારી પાછળ કોઈ પણ પ્રકારના ક્રીયાકાંડો, ઉત્તરક્રીયા, અસ્થીવીસર્જન, તર્પણ, શ્રાદ્ધ, દાન, પુણ્ય કે પારાયણ, વરસી કે એવો કશો પણ નીરર્થક વીધી કરવાની હું ચોક્કસ પણે મનાઈ કરું છું. ઉઠમણું, બેસણું, બારમું–તેરમું, મોં ઢાંકવું, સોગ(શોક) ભાંગવો, મટન–મીષ્ટાન્ન મોઢે કરવું કે એવું અને હજુ  પણ આ પત્રમાં જેનો સમાવેશ કરવાનું રહી ગયું હોય એવું, તથા સામાજીક કોઈ પણ ક્રીયા, રીત–રસમ તેમ જ મારી વીચારસરણીથી વીરુદ્ધનું હોય એવું, કંઈ પણ કરવાની મારી ચોખ્ખી મનાઈ છે. જો આપ મને ખરેખર ચાહતા હો તો હું વીનન્તી કરું છું કે આ પત્રમાં મેં વ્યક્ત કરેલી મારી ઈચ્છા પરીપુર્ણ થાય તેવું જ કરશો અને બીજું કોઈ તેમ થવા દેવામાં આડખીલી ઉભી કરે તો કડકપણે તેને તેમ કરતા અટકાવવા વીનન્તી છે.

            પ્રાધ્યાપકશ્રી, એનોટોમી વીભાગ, સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, ‘સ્મીમેર’ હૉસ્પીટલ, બોમ્બે માર્કેટની સામે ઉમરવાડા, સુરત તરફથી મૃતદેહનું દેહદાન નોંધણી નંબર: 05, તારીખ: 18/10/2011થી મારા મૃતદેહનો સન્કલ્પ પત્ર સ્વીકાર કરવામાં આવેલ છે. જેથી મારા મૃત્યુની જાણ જેને પણ સૌથી પહેલી થાય તેણે તેની ખબર તાબડતોબ મારા બે મીત્રો શ્રી દેસાઈ અને શ્રી દવેને કરવી અને મારા મૃત્યુના (06) કલાકમાં પ્રાધ્યાપકશ્રી, એનોટોમી વીભાગ, સ્મીમેર’ હૉસ્પીટલ, સુરત’ને મૃતદેહ પહોંચાડવા વીનન્તી છે.

મારા આ અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ) મારફત હું સમ્પુર્ણ સત્તા આપી જણાવું છું કે, નીચે જણાવેલી વ્યક્તીઓ મારા અંગત મીત્ર, શુભચીન્તક તથા ભરોસાપાત્ર હોઈ, તેઓ મારા આ અન્તીમ વીલની રુએ ફકરા નં. 02માં જણાવેલ સંજોગોમાં મારા શરીરના અંગોનું દાન અથવા દેહદાન કરવાની તમામ કાર્યવાહી કરવા હકદાર રહેશે.

[1]     શ્રી નરેશભાઈ આર. દેસાઈ, સેલફોન નં. 99989 49817, 102, સુગમ કો– ઑપરેટીવ હાઉસીંગ સોસાયટી, કાશી બાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એગ્રી. કૉલેજ – 396 450.

 [2]    શ્રી શૈલેષભાઈ કનૈયાલાલ દવે, સેલફોન નં. 98980 28400, ઘરનો ફોન નં. (02637) 234 5678 કાશીબાગ સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એગ્રી. કોલેજ – 396 450.

            મારા આ અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)ની મુળ નકલ તેમજ દેહદાન નોંધણી નંબર: 05, તારીખ: 18/10/2011ની અસલ પહોંચ શ્રી દેસાઈ અને શ્રી દવે પાસે છે. સંજોગોવશાત્ તે હાથવગી ન હોય તો તેની ફોટોકૉપી મારાં માતુશ્રી, પત્ની, પુત્રો–પુત્રવધુઓ, બહેન–બનેવી, વેવાઈઓ, મારા શ્વસુરપક્ષ, શ્રી રોહીદાસ વંશી સોરઠીયા સમાજ, નવસારીના હોદ્દેદારો તેમ જ મને યોગ્ય જણાઈ તેવી વ્યક્તીઓને, અગાઉથી, નીચે મારી અસલ સહી કરીને તેમની જાણ માટે આપી રાખી છે. કોઈને પણ આપેલી મારી અસલ સહીવાળી અન્તીમ વીલની નકલ અધીકૃત ગણી તેનો અમલ કરવાને તે પાત્ર ગણાશે.

            આ અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ) મેં મારી ઈચ્છાથી, સ્વસ્થ ચીત્તે, બીનકેફી હાલતમાં અને કોઈના પણ દાબદબાણ કે કોઈ પણ પ્રકારના પ્રલોભન વગર કર્યું છે.

નવસારી

તારીખ: 21મી ઓક્ટોબર, 2011                       સહી/-   (ગોવીન્દભાઈ ભાણાભાઈ મારુ)

સાક્ષીની સહી/–  ___________________________

નામ:      શ્રી સુરેશભાઈ શાન્તીલાલ દેસાઈ

સરનામું: 28/બી, અલકા હાઉસીન્ગ સોસોસાયટી, છાપરા રોડ, નવસારી.

સાક્ષીની સહી/–   ____________________________

નામ:      શ્રી ભુપેન્દ્રભાઈ ઝવેરભાઈ પટેલ

સરનામું: 102, શીવ કૃપા હાઉસીન્ગ સોસોસાયટી, ગડકરી માર્ગ, નવસારી.

દેહદાનનો સંકલ્પ પત્ર માટે અહીં ક્લીક કરો

સંકલ્પ પત્રની પહોંચ માટે અહીં ક્લીક કરો

વસીયતનામુંની પીડીએફ માટે અહીં ક્લીક કરો

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

‘અભીવ્યક્તી–ઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ કો–ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારીસેલફોન: 9537 88 00 66 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 02–112011

Will

68 Comments

  1. I Thank you for this supporting message. I have started writing one article on JIVANDAN. One of my friend’s wife received one lung as transplant. She got a new life. A friend got heart as transplant and he too is living a new life.
    I wrote,introduction and asked both to read and then to write their own feelings,emotions and the life they lived before and after the transplant. I also asked their spouses to write their experiences in their own words for the society.
    I am happy to inform our friends that my sister,Indira,my wife Hina and I have given written concent for DEHDAAN to the state of New Jersey in USA, through the Department of Transportation while applying for the driving licence.

    Govindbhai,

    By putting this great thought on your blog you have done a great service to the humanity and human society. HUMAN JAGRUTI jagavavi ae prabhubhaktij chhe.

    Aabhinandan. Prabhu tamari paase aava ghana kariyo karavto rahe avi aasha.

    Amrut (Suman) Hazari.

    Like

    1. આ કામ ત્યાં થાય અહીં મરતા પહેલાં ખાસી જાણકારી માંગે છે અને મારા જેવાને મધુપ્રમેહ(ડયાબિટીસ) હોવાથી અંગો બીન ઉપયોગી થઈ જાય છે,કેવળ અંદરનો સડો શીખવા જ મળે.

      Liked by 1 person

  2. અત્યંત સ્તુત્ય પગલું અને આપના બ્લોગ પર આ મુકવાથી ઘણા લોકોને એની પ્રેરણા તથા માર્ગદર્શન મળવાની શક્યતા છે. અહીં ન્યુઝીલેન્ડમાં પણ ડ્રાઈવીંગ લાયસન્સ લેતી વેળા શરીરના અમુક અંગોનું દાન કરવું હોય તો તે દર્શાવવાની સુવીધા હોય છે. ભાઈ શ્રી અમૃત (સુમન) હજારીએ બહુ સરસ રીતે બધી વીગતો જણાવી છે.
    Govindbhai, By putting this great thought on your blog you have done a great service to the humanity and human society. એમના આ વીધાન સાથે હું પુરેપુરો સહમત છું.
    હાર્દીક અભીનંદન અને આભાર ગોવીંદભાઈ.

    Liked by 2 people

  3. ………..મારો પરીવાર, સગાં–સમ્બન્ધી, સમાજ અને મીત્રો વાકેફ છે. તેથી મારા અવસાન બાદ મારી આ વીચારસરણી વીરુદ્ધનું કાંઈ પણ ન કરવામાં આવે તેવી મારી તીવ્ર ઈચ્છા અને મારો મક્કમ નીર્ધાર છે.

    સહી/- (ગોવીન્દભાઈ ભાણાભાઈ મારુ)

    Like

  4. i am agree with our body can help medical student after our deth.am also consider that our body parts help to needy people. unless that person can live life like you,with good attitude and lots of respect with nature.Govindbhai can you write me about if your eye and heart put in that person and after that person, drunk every day and abuse women or men every day, one day he murder other inocent person.how your atma feel.can you write somethings about please.with lots of respect to you Govindbhai.Peear.

    Like

  5. Dear Govindji,
    I am 100% AGREE WITH YOU and I have done it.
    In my Driving License of USA I am an organ donor’s note.
    Jai shri Krishna from HKG.

    Like

    1. Dear Hiralalji ,

      Most of us have organ donor stamp on our driving license or ID. It is not enough. If you really want to donate your body, please register with nearest medical facility or training institute who except body. Once you are registered, let your loved one know of your deed or make it as part of your WILL where after your depart, your wish can be fulfilled by your immediate…..

      IN USA, it is required. I actually have done this so as my wife. We both have created WILL similar to Marusaab (actually I was inspired by Marusaab few years back)….

      If you need help in finding nearest place please let me know via my email at ekrupyo@hotmail.com

      Liked by 1 person

  6. Organ Donation ની પ્રથા ઘણા દેશોમાં પ્રચિલિત છે. મુસલમાનોમાંના ઘણા રુઢિચુસ્ત ધર્મગુરૂઓ Organ Donation ને પાપ (ગુનાહ) માને છે. પરંતુ સત્ય તો એ છે કે અત્યારે ઘણા મુસ્લીમ સમજદાર ધર્મગુરૂઓએ Organ Donation ને એક પુણ્યનું કાર્ય કહેલ છે. આ વિષેનુ ૧૦૦ પ્રુષ્ઠનું એક ગુજરાતી પુસ્તક “ઇસ્લામી દ્ર્ષ્ટિએ આંખો નું દાન” પાકીસ્તાનના શહેર કરાચી માં ૧૯૮૬ માંપ્રગટ થયેલ છે, જે મારી પાસે છે અને તેમાં Organ Donation ને એક પુણ્યનું કાર્ય છે તે વિષે ઘણા મુસ્લીમ ધર્મગુરૂઓના મંતવ્યો છે. આનો પુરાવો આ છે કે મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં કહેવામા આવેલ છે કે જેણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો તો તેણે સમસ્ત માનવજાતનો જીવ બચાવ્યો લેખાશે.

    કાસીમ અબ્બાસ

    Like

  7. શ્રી ગોવિંદભાઈ,
    આપનો અંતિમ ઈચ્છા પત્ર વાંચ્યો. આમ તો નાદુરસ્ત તબિયત હોવાથી હમણાં કેટલાક સમય થયા બ્લોગ ઉપર કંઈ નથી લખી શક્યો કે નથી અન્યોની પોસ્ટ વાંચી પ્રતિભાવ જણાવી શકાતો. પરંતુ આ પત્ર વાંચી મેં પણ આપના જેવો જ નિર્ધાર કરેલ છે અને તે અંગે મારાં તમામ સ્નેહી મિત્રો-સગા-સ્નેહીઓને 2008ના ઓક્ટોબર માસમાં 70 વર્ષ પૂરા કર્યા ત્યારે જે પત્ર લખેલો તે અત્રે આપને અને અન્ય મિત્રોને જાણ માટે રજૂ કરેલ છે. મને વિશ્વાસ છે કે આપને મારો પત્ર વાંચવો ગમશે, આપના પ્રતિભાવની આતુરતા પૂર્વક રાહ જોઈશ !
    સ-સ્નેહ
    અરવિંદ
    Ph : 0288 2663397
    અરવિંદ અડાલજા 102, વિસામો ફલેટસ,
    78, ગૌશાળા પ્લોટસ. સરૂ સેક્શન રોડ,
    જામનગર (361002)
    તારીખ 9/ઓક્ટોબર/2008.
    મારા વ્હાલા સ્વજન અને સ્નેહી મિત્રો,

    14/ઓક્ટોબર/2008ને મંગળવારના શરદ્પૂનમ છે.આવી જ એક શરદ્પૂનમ 27/ઓકટોબર/1939ના રોજ ઉગેલી અને તે દિવસે મારો આ પ્રુથ્વી ઉપર જન્મ થયેલો. * આ શરદ્પૂનમે હું જીવનના સાતમા દાયકામાં પ્રવેશી રહ્યો છું ત્યારે મારાં 70 વર્ષના જીવનનું સરવૈયું કાઢી સરવાળા-બાદબાકી કરું છું ત્યારે સ્પષ્ટ રીતે જણાય છે કે સગીરવયના પ્રથમ 15 વર્ષનો સમય બાદ કરતા બાકી રહેલા 55 વર્ષમાંથી તકલીફ/મુશ્કેલી/પીડાના વધુમાં વધુ 10 વર્ષ ગણાવી શકાય.જ્યારે બાકીના 45 વર્ષ હું અમારા પરિવાર અને આપ સૌ જેવા સ્વજન-સ્નેહી મિત્રો સાથે ભરપૂર જીવન જીવ્યો છું.ઈશ્વર પ્રત્યે જીવન માટે કોઈ અસંતોષ્/ફરિયાદ નથી.સંપૂર્ણ જીવન ઈશ્વરને સમર્પિત કર્યું છે. * મુશ્કેલી/તકલીફના 10 વર્ષના ગાળાનો જ્યારે વિચાર કરુ છું ત્યારે માત્ર અમારાં જ કોઈ દોષ/ભૂલને કારણે કોઈ તક્લીફ/મુશ્કેલી કે કટોકટી ઉભી થઈ જણાતી નથી.તેમ છતાં જીવનના સાત દાયકામાં કોઈપણ વ્યક્તિ કે પરિવાર માટે એવો સમય તો આવતો જ રહે છે કે જેથી સુખ્-દુખ,પીડા કે ગ્લાનિ અને આનંદનો ભેદ યોગ્ય સંદર્ભમાં સમજી શકાય્ * મને યાદ છે ત્યાંસુધી મારાં શાળાના જીવન દરમિયાન અર્થાત 14/15 વર્ષની સગીર ઉંમર સુધી ધાર્મિક બાહ્યાચાર મારાં ઉપર હાવી થયેલા અને આ સમય દરમિયાન હું એકટાંણા-ઉપવાસ તથા પાઠ-પૂજા વગેરે પાછળ ખૂબ સમય વ્યતિત કરતો. આ જ સમય દરમિયાન સાથોસાથ મારાં વાચનના શોખને કારણે ધાર્મિક્-આધ્યાત્મિક્-સામાજીક અને ઐતિહાસીક સાહિત્ય નિયમિત રીતે વાંચતો રહેલો.- અને વિચારતો પણ રહેલો.આ વાચનને કારણે મારું મન અને માનસ PRE-CONDITIONED-થતું બચી ગયું અને હું મારા પોતાના મૌલિક વિચારો ધરાવતો થયો.મારાં ઘડતર/સમજમાં આ વાચને મહત્વનો ભાગ ભજવ્યો છે.આથી મને ધર્મને નામે થતા બાહ્યાચારની નિર્થકતા સમજાતાં તેમાંથી મુકત થઈ ગયો. * ઈશ્વરમાં અનન્ય અને અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા સાથે નિયમિત રીતે સ્મરણ કરતો થયો અને રહ્યો છું.ઉપરાંત અંતરાત્માના અવાજને જ પરમાત્માનો જ અવાજ સમજી તે દોરવે તેમ જીવનમાં ઉભા થતાં પ્રશ્નો/સમસ્યાઓ અંગે નિર્ણય કરતો થયો.મારાં અનુભવે એ સિધ્ધ કર્યું છે કે જ્યારે પણ અંતરાત્માના અવાજને અવગણી કોઈ પણ નિર્ણય કર્યો છે ત્યારે હંમેશા મુશ્કેલી/તક્લીફ સહન કરવી પડેછે અને પસ્તાવો થતો હોય છે.
    * આ ઉપરાંત મુશ્કેલી/તકલીફ /પીડા કે દુખમાંથી મુક્તિ મેળવવા મેં ક્યારે ય પનોતી કે કોઈ ગ્રહનું નડતર થતું હોવાનું સ્વીકાર્યું નથી કે કોઈ બાધા-આખડી રાખી કોઈ ગુરુ કે સાધુ-બાવા કે જ્યોતિષનું શરણું શોધ્યું નથી.જીવનમાં આવતા આવાં ચડ્-ઉતર તો જીવનનો એક સ્વાભાવિક અને અનિવાર્ય ક્રમ છે.અને જો આપણે એમ માનતા હોઈએ અને ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ હોઈ અને તેની ઈચ્છા વગર એક પાંદડુ પણ હાલી ના શક્તું હોય તો આવી બાધા-આખડી, જ્યોતિષ કે સાધુ -બાવા કે ગુરૂ તેમાં ફેરફાર કેવીરીતે કરી શકે? અને મારો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ/શ્રધ્ધા ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ ડગ્યો નથી.કદાચ આધ્યત્મિક્તા માનવીને પીડા કે દુખ આવે ત્યારે અંદરથી મજબૂત બનાવી દેતી હોવી જોઈએ.
    * જેમ વ્યક્તિના જન્મની ક્ષણે જ મૃત્યુનો સમય અને દિવસ આલેખાય જાય છે તેવું જ જીવનમાં આવનાર ચડ-ઉતર કે સુખ દુખ પણ આલેખાય ગયા જ હોય છે. અને એટ્લે જ તો ‘વિધાતાના લખેલા લેખ કોઈ મિથ્યા કરી શક્તું નથી.” તેમ કહેવાય છે.અને તો દુખ-પીડા-મુશ્કેલી-તક્લીફના નિવારણ માટે રાખવામાં આવતી બાધા-આખડી-ગ્રહના શાંતિ માટે કરવા/કરાવામાં આવતા જાપ કેટલે અંશે પ્રસ્તુત ગણાય? સાધુ-બાવા કે ગુરૂઓ પણ આ લેખ મિથ્યા કેવીરીતે કરી શકે ? શું તેઓ ઈશ્વરથી મોટી હસ્તિ છે ?
    * મારું દૅઢ રીતે માનવું છે કે કહેવાતા જ્યોતિષીઓ-સાધુ-બાવા-કે ગુરૂનું જ્યારે કોઈ વ્યક્તિ અવલંબન શોધવા તેમની પાસે જાય ત્યારે તે વ્યક્તિનો આત્મ વિશ્વાસ ડગાવી-ભયભીત કરતા રહે છે અને વ્યક્તિની પલાયનવાદી વૃતિને ઉત્તેજે છે કે જેથી આવી વ્યક્તિ આવા પરાવલંબીઓ માટે આજીવીકા મેળવવાનું સરળ અને સહેલું બની રહે. * અમારી તમામ પ્રાકારની મુશ્કેલી/તકલીફના સમય ગાળામાં હંમેશા અમારાં નિકટના સ્વજનો અને મિત્રોનો સહ્કાર-સહાય-અને લાગણી સભર હૂંફ મળતી રહી છે પછી ભલે તે મુશ્કેલી/તક્લીફ સામાજિક/પારિવારીક્/નોકરી/આર્થિક/કે કાયદાકિય કે શારીરિક પ્રકારની કેમ ના હોય? અને તે માટે ઈશ્વરનો અમારા પ્રત્યેનો વિશિષ્ટ અનુરાગ જ સમજું છું અને વધુ અને વધુ ઈશ્વરને સમર્પિત થતો રહું છું * મનુષ્યને જન્મ ધારણ કરવા માટે મા-બાપ કે સગાઓ પસંદ કરવાનો અધિકાર નથી.જન્મ સાથે જ મા-બાપ અને સગાઓ જેવાકે કાકા-મામા-દાદા-દાદી-નાના-નાની વગેરે આપોઆપ મળે છે અને તેજ રીતે જીવન સાથી પસંદગી કરવાનો અધિકાર મળ્યો હોવા છતાં તેની સાથે -IN LAWS-પસંદ કરવાનો અધિકાર નથી તે પણ આપોઆપ મળે છે.પરંતુ મિત્રો પસંદ કરવાનો અધિકાર વ્યક્તિને છે અને તે પસંદ કરવામાં ઈશ્વરના આશિર્વાદથી મને જે મિત્રો ઉપરાંત સગા પણ મળ્યા છે તે સ્વજન બની રહ્યા અને તેઓ પણ સગા કરતા વધુ મિત્રો બની રહ્યા અને આ તમામે મિત્રાચારી નિભાવી જાણી છે. અને મોટા ભાગના આ સ્વજન બની રહેલા સગાઓ સાથે તથા આ તમામ સાથે આ મિત્રાચારીના સબંધે અર્ધી સદી ઉપર સમય પસાર થઈ ગયો છે એટલું જ નહિ આ મિત્રાચારીનો દોર અમારા પછીની પેઢી સુધી સફળતા પૂર્વક લંબાયો પણ છે.અને આ સ્વજનો અને આ મિત્રોએ અમારી તમામ પ્રકારની મુશ્કેલી/તક્લીફ/પીડા/કે દુખમાં સહભાગી બની અમને લાગણીભરી હૂંફ-હિમત આપી જાળવી/સાચવી લઈ તૂટી પડ્તા બચાવી લીધા છે અને તે ઈશ્વરના આશિર્વાદ સિવાય સંભવી ના શકે તેમ હું દૃઢ રીતે માનું છું માત્ર એટ્લું જ નહિ પણ આવી સંવેદનશીલતા દર્શાવી આવા સંબંધને એક નવી ઊંચાઈ-નવું પરિમાણ આપ્યું છે. આવા પ્રેમાળ સ્વજનો અને સ્નેહાળ મિત્રો અમને જન્મોજન્મ મળતા રહે તેવી અંત:કરણ પૂર્વક ઈશ્વર સમક્ષ વારંવાર પ્રાર્થના કરતો રહું છું
    * આવું બધું લખવાનું અને આપ સૌને જણાવવા પાછળ ઈરાદો માત્ર આપ સૌ એ મારાં જીવનના સાત દાયકામાં મારી તમામ મર્યાદાઓ-હરક્તો-વિચારોમાં મતભેદો હોવા છતાં સહન કર્યો છે અને જે સહાનુભૂતી-લાગણી-પ્રેમ્-પ્યાર-વ્હાલ્-હૂંફ અને હિમત અવાર-નવાર આપ્યા છે તે બદલ કૃત્જ્ઞતા વ્યકત કરવાનો છે. * 70માં વર્ષમાં પ્રવેશતી વખતે એ વાત તો સ્પષ્ટ છે કે આ જે વર્ષો ઈશ્વરે આપ્યા છે તે બોનસના જ છે.ક્ષણ્-ભંગુર દેહ નો કોઈ ભરોસો નથી મૃત્યુ ગમે ત્યારે, ગમે તે ક્ષણે આવી રહેશે – કદાચ ટ્કોરા દઈ પણ રહ્યુ હોઈ શકે અને પછી સમય ના રહે અને મોડું થઈ જાય તો માટે કર્યું તે કામ અને શરીર આપણા ધાર્યા પ્રમાણે કામ કરતું હોય ત્યારે જ શક્ય તેટ્લા કાર્યો આટોપી લેવા તેવા વિચારથી આ લખી રહ્યો છું.મૃત્યુ માટે સંપૂર્ણ સજ્જ અને તૈયાર છુ. ઈશ્વરના આશિર્વાદથી અને કૃપાથી ભરપૂર જીવન જીવ્યો છું અને મનુષ્ય જીવન ભરપૂર માણ્યું છે.કોઈ ઈચ્છાઓ બાકી રહી નથી. * આગળ કહ્યું તેમ મૃત્યુ એ સિક્કાની બીજી બાજુ છે. જે લખાઈ ચૂક્યું છે, જેનું સર્જન છે તેનું વિસર્જન પણ નિશ્ચિત અને અનિવાર્ય છે. સિક્કાની બીજી બાજુ મૃત્યુ અંગે લખાયેલું છે તે વાંચવાની શક્તિ કોઈ જ્યોતિષ, સાધુ-બાવા કે ગુરૂ કે વિજ્ઞાન પણ આજ સુધી મેળવી શક્યું નથી. જેનો આરંભ થયો છે એ નો કયાંક અંત પણ છે જ. અને માટે મૃત્યુને સહ્જતા-સરળતાથી સ્વીકારવું રહ્યું. જેમ વ્યકતિ સુખનો સ્વીકાર કરે છે એમ જ દુખનો પણ સ્વીકાર કરવો રહ્યો-જન્મનો સ્વીકાર કરો તો મૃત્યુનો સ્વીકાર કરવો તે ધર્મ બની રાહે છે.સુર્યોદયના સમયે જ સુર્યાસ્તની આગાહી થઈ જતી હોય છે. * ઈશ્વરે માનવીનું સર્જન કર્યું હોય તેમ માનતા હોઈએ તો અને જીવનંનો કોઈ હેતુ હોય તો પીડાનો પણ કોઈ અર્થ હોવો જોઈએ.મનુષ્યને મૃત્યુનો આશિર્વાદ છે. ઈશ્વરને નથી-ઈશ્વર મરતો નથી-મરી શક્તો નથી.
    * આથી આ પત્ર દ્વારા આપ સર્વેને અંત: કરણ પૂર્વક કહી દઉં છું કે મારાં મૃત્યુનો કોઈએ શોક ના કરવો. આપણી માન્યતા પ્રમાણે જે ઈશ્વરપાસે –ઈશ્વરના ચરણમાં ચાલ્યા જાય છે અને બ્રહ્માંડમાં લીન થઈ જાય છે તેનો શોક શું કામ કરવો ? ઓશોના કહેવા પ્રમાણે તો “ મૃત્યોત્સવ “ માણવો જોઈએ. ઉપરાત ઈશ્વરને હું રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! આપને જ્યારે પણ મને મૃત્યુ આપવાનું મન થાય ત્યારે એક ઝાટકે આપી દેશો અને અંત સમયે એવી કોઈ માંદગી કે બીમારી નહિ આપતા કે સેવા-ચાકરી કરવા મારે કોઈની લાચારી કરવી પડે.આપ સૌને પણ મારી નમ્ર વિનંતિ છે કે આપ સૌ પણ્ મને મૃત્યુ એક જ ઝાટ્કે મળે તેવી મારી પ્રાર્થનામાં જોડાશો.
    * આપણે સૌ ઋણાનું બંધથી મળ્યા અને છૂટા પડીશું.પરંતુ મારાં મ્રત્યુ પાછળ રડ્વું કે કોઈપણ પ્રકારની લૌકિક વિધિ-કર્મકાંડ સહિતની ક્રિયાઓ કરવી નહિ તેવી સ્પષ્ટ સુચના આપુ છું. * જન્મથી આજસુધી જે કોઈનું જાણ્યે-અજાણ્યે દિલ કે લાગણી દુભાવી હોય, ક્યારેક અહંમવૃતિ પોષવા-કોઈ લાલસાથી અનર્થ કર્યો હોય તે સૌની ક્ષમા યાચના કરી ઉદાર દિલે ક્ષમા કરવા આપ સૌને પ્રાર્થના કરુ છું. મારે કોઈ સાથે વેર્-વિરોધ નથી. મારાં સંમ્પર્કમાં આવેલ સર્વે ઉતરોત્તર પ્રગતિ સાધે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે. * વધુમાં એક વાત જે કદાચ સૌથી અલગ પડ્તી જણાશે –પરંતુ આપની જાણ માટે લખી રહ્યો છુ.મેં ક્યારેય મોક્ષ મેળવવાની પરમાત્મા પાસે માંગણી/યાચના કરેલી નથી કારાણ્ કે હું મોક્ષ માટે ઈચ્છુક પણ નથી. મને આ પૃથ્વી ઉપરના જીવનનો વિશિષ્ટ પ્રકારનો સ્નેહ કે લગાવ પેદા થયો છે અને એટલે જો ખરેખર પુનર્જન્મની કોઈ સંભાવના હોય તો હું વારંવાર –ફરીફરીને પૃથ્વી ઉપર જન્મવા ઉત્સુક છુ.પછી ભલે ઈશ્વરને જે યોનિમાં જન્મ –મનુષ્ય સિવાયની પણ –આપવો હોય તેમાં આપતા રહે.અને ત માટે હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું. * તદુઉપરાંત એક આખરી વિનતિ છે કે આમ તો હું સમાજનું ઋણ ઉતારવા કાંઈ આપી શકું તેમ ના હોય પરંતુ જો મારું મૃત્યુ આકસ્મિક રીતે થાય અને ડૉકટરના કહેવા મુજબ બ્રે ઈન ડેડ થાય તો મારાં શરીરના જે કોઈ અંગ-ઉપાગ અન્ય કોઈને ઉપયોગી થઈ શકે તેમ જણાય તો તેવી વ્યકતિને સમર્પિત કરી દેવા અને જો કુદરતી મૃત્યુ થાય તો સમ્રગ દેહ મેડીકલ કોલેજના વિધાર્થીના અભ્યાસ માટે આપી દેવો. આ માટે મારો સહમતી પત્ર મેં જામનગર્ની એમ્.પી.શાહ મેડીકલ કોલેજમાં સપ્ટે. 2004મા જ આપી રાખેલ છે. * આ ઉપરાત મારી બેનની તથા મારી પત્નિ-કલ્પુ-ની ગંભીર માંદગીમા સારવાર કેટ્લી મોંઘી છે તેના સ્વ અનુભવમાંથી ધડો લઈ એક ફંડ ઉભું કરવાનું શરુ કરેલ છે.આ ફંડ્ની રકમમાંથી જરુરીયાત વાળા પરિવારને ગંભીર માંદગીમાં સારવારના ખર્ચને પહોંચી વળવા અંશત: સહાય કરી શકાશે તો પણ્ મને ખૂબ આનંદ સાથે શાંતિ પણ મળશે. આ ફંડની રકમમાં થી આર્થિક રીતે નબળા પરિવારના બાળકોના ઊચ્ચ અભ્યાસ માટે પણ સહાય કરવાનો ઈરાદો મેં સેવ્યો છે.અને મને શ્રધ્ધા છે કે અમારાં બાળકો મારી આ વાતને ગંભીરતા પુર્વક લઈ યોગ્ય પ્રયાસો હાથ ધરી આ ફંડમાં અવાર નવાર રકમ ફાળવતા રહેશે..
    * અંતમાં કોઈ સ્વજન –મિત્રો-મારાં મ્રત્યુનો શોક પ્રદર્શિત કરવા અમારાં બાળકો પાસે મુસાફરીનું કષ્ટ વેઠી સાંત્વના/આશ્વાસન આપવા રૂબરૂ આવવાનો આગ્રહ ના સેવે તેવી આપ સૌને મારી નમ્ર વિંનતિ છે. ———-અસ્તુ.
    ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
    હું છું આપની આખરી વિદાય માંગતો આપનો સ્વજન !11

    !!!!! અરવિંદ !!!!!

    Like

    1. મુ. શ્રી અરવિંદભાઈ,
      આખો પત્ર વાંચ્યો, ગળું ભરાઈ આવ્યું. લાગણીવેડા વિના સંપૂર્ણ સ્વસ્થતા અને સ્થિરતાપૂર્વક આ પત્ર લખીને તમે ખરેખર તો માત્ર મૃત્યુનો નહીં, જીવનનો પાઠ શીખવ્યો છે. પ્રણામ.

      Like

  8. Arvindbhai,
    GYAN-DEEP jalavnara Arindbhai jaldi jaldi tandurasti prapt kare evi subhechhao.
    Sundar vicharo. Vachnaro gyan prapt jarurthi karse.

    Amrut(Suman)Hazari.

    Like

  9. મારા વહાલા વાચક મીત્રો,

    મને સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે અન્તીમપત્રની પોસ્ટને તમારો આવડો સત્કાર મળશે.. હું તો ધન્ય થઈ ગયો ! તમારી કૉમેન્ટ મારી હયાતી બાદ પણ મારા પરીવારને મારા વીલ પ્રમાણે જ વ્યવહાર કરવાની પ્રેરણા આપશે..

    સાચું કહું તો મેં પુરા સંકોચ સાથે આ વીલની પોસ્ટ મુકી.. મને એવો ડર કે એ સ્વપ્રશંસા કે આત્મશ્લાઘામાં ગણાઈ જશે.. મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ શ્રી ઉત્તમભાઈ ગજ્જર (‘સન્ડે ઈ–મહેફીલ’વાળા)ના આગ્રહ અને સમજાવટથી જ મેં તે સસંકોચ મુકી.. મને ખાતરી થઈ કે આવું વીચારનારો ને આચરનારો હું એકલો નથી..

    દેહદાન તો હવે ઘણા કરવા જ માંડ્યા છે.. એ પહેલી આવશ્યકતા; પણ મારા મને તો મૃત્યુ બાદ કંઈ કેટલાંયે પરીવારો જમીન–ઘર વેચી કે ગીરવે મુકી વ્યર્થનાં કર્મકાંડો પાછળ પોતાની જીન્દગી બરબાદ કરે છે.. તે મુદ્દોયે મારે મન એટલો જ અગત્યનો હતો.. તેથી પ્રેમચંદજીની ‘ગોદાન’ને યાદ કરી, તે તે વીગતોને મેં વીસ્તારથી સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો..

    મીત્રો, હું આપ સૌનો ઋણી છું.. કેટલાક મીત્રોએ પોતાના બ્લોગ પર આ આખી પોસ્ટ મુકી મારા બ્લોગને ન્યાલ કરી દીધો.. કોઈ પણ બ્લોગર મીત્રને આ પોસ્ટ આખી ઉપાડી પોતાના બ્લોગ ઉપર તે મુકવાની છુટ છે.. મનાવકલ્યાણના નવીન વીચારો વહેંચાયેલા ને આચરાયેલા સારા.. આભાર.. આભાર.. આભાર..

    Like

  10. શ્રી ગોવિંદભાઈ,
    દેહદાનનો મહાસંકલ્પ કરીને સારો દાખલો બેસાડી રહ્યા છો. આપને લાખ લાખ ધન્યવાદ.
    આપના સંકલ્પની ઝેરોક્ષ કરાવીને મિત્રોને વાચવા માટે આપું છું. દેહદાન સંકલ્પનું કોરું ફોર્મ ઈ.મેઈલ પર મોકલવા વિનંતી છે.
    –ગિરિશ સુંઢિયા

    Like

    1. વહાલા શ્રી ગીરીશભાઈ,
      સુરત મ્યુનીસીપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, ‘સ્મીમેર’ હૉસ્પીટલ, સુરતના દેહદાનનો સન્કલ્પ પત્રની ફોટો કોપી ટપાલથી મોકલું છુ. મારા અન્તીમ ઈચ્છા (મરણોત્તર વીલ)ની ફોટોકોપી આપના મીત્રોને આપવાનું ઉત્તમ અને ઉમદા કાર્ય કરવા બદલ ખુબ ખુબ આભાર..
      વધુમાં જે તે વીસ્તારની મેડીકલ કોલેજમાં દેહદાનનો સન્કલ્પ પત્ર ભરીને આપવાનું હોય છે. જેથી આપના વીસ્તારની મેડીકલ કોલેજનો આ અન્ગે સમ્પર્ક કરવા વીનન્તી છે.. http://www.shatayu.org.in આ સાઇટની મુલાકાત લેજો.. તથા info@shatayu.org.in પર મેઈલ કરવાથી વધુ માહિતી મળશે.

      Like

  11. આદરણીય મિત્ર ગોવિ્દભાઈ,
    નમસ્કાર.
    આપનું આ અનોખું,અનુકરણીય અને આદર્શ વિલ વાંચી આપના પ્રત્યેના આદરભાવમાં વધારો થયો. મૃત્યું પછી પણ બીજાના ખપમાં આવવું એ જીવનની સાર્થક્તા છે. આપના પરિવારે પણ આપના ક્રાંતિકારી નિર્ણયોમાં હંમેશાં આપનો સાથ આપ્યો છે એ બદલ પણ આપના પુરા પરિવાર સુધી મારા અભિનંદન પહોંચાડશો. તમે સુરતની સ્મીમેર હોસ્પીટલમાં દેહદાન આપવાની વાત કરી છે, મારી દીકરી એ જ મેડિકલ કોલેજમાં ભણી છે અને મને ખબર છે કેટલીકવાર મૃતદેહ નહિ મળવાથી વિદ્યાર્થિઓને ભણવા..સમજવામાં મુશ્કેલી પડે છે.આપના આ ઉપયોગી,ઉમદા અને ઉપકારક વિચાર બદલ મારા વંદન.

    Like

  12. શ્રી ગોવિંદભાઈ,

    નમસ્કાર.

    તમારા આ કાર્યને શતષહ વંદન.
    ISHWAR PUROHIT

    Like

  13. Saheb !

    Aap ne dandvatt naman karu chhu… ne mara ma pan aavi shakti nu sarjan thaay… tevi prathna…

    Hardik Abhinandan….

    Like

  14. જીવનમા જરૂરિયાતમંદ વ્યકિતને અંગદાન આપવાથી વિશેષ રૂડું શું હોઇ શકે ? ચક્ષુદાન દ્વારા કોઇના જીવનમા રોશની ફેલાવવાના આ ઉમદા કાર્ય માટે અભિનંદન.
    આપનું આ વીલ મને પણ પ્રેરણાદાઈ નિવડશે. ધન્યવાદ.

    Like

  15. Dear Govindbhai ,

    My hearty compliments for wonderful thoughts ….

    Please continue writing such a beautiful articles, it is a great seva to society too,,,,

    keep it up…

    Like

  16. Dear Govindbhai.
    My heartfelt compliments for writing such beautiful WILL.
    I am 70 years old and a criminal lawyer by profession. I am resident of Mumbai. Before leaving Mumbai in Oct. 2011 to visit my son and grandson in Auckland, NZ, I planned to prepare the Will on the same line with same instructions as yours to my relatives but being poor in writing in Gujarati language because of ignorance of proper words, I decided to draft the Will in Gujarati and show it to Shri Gulabbhai Bheda of ‘Vivekpanthi’ for editing and use of proper Gujarati words after reaching Mumbai in last week of April 2012.
    Thank you very much because now I need not contact any person for drafting the Will. No Rationalist could have drafted the Will in a better way. I will now draft my Will on the same line using the same rich words and rich language..

    ANANDKUMAR THAKKAR
    E/98, Chhadva Nagar, H.P.K. Marg,
    Belgrami Road, Kurla (W), Mumbai 400070.

    Like

    1. વહાલા વડીલ શ્રી આનન્દકુમારજી,
      નમસ્કાર.
      અંગદાન/દેહદાનનું વીલ તૈયાર કરવાની આપની ઈચ્છા અને અરમાનને મારા કોટી કોટી વંદન.. આપને આ વીલ તૈયાર કરવા માટે મારું વીલ ઉપયોગી થશે તેનાથી હું આનન્દ અને ગૌરવની લાગણી અનુભવું છું… તમારી મેઈલમાંના તમારા શબ્દોએ મને ભારે બળ પુરું પાડ્યું છે..ધન્યવાદ..
      આ અંગે અંગ્રેજીમાં વધુ માહિતી/માર્ગદર્શન માટે http://www.shatayu.org.in આ સાઇટની મુલાકાત લેજો.. info@shatayu.org.in પર મેઈલ કરવાથી પણ વધુ માહીતી મળશે.
      વડીલ શ્રી ગુલાબભાઈ ભેડા મારા પણ આદરણીય વડીલ છે.. તેઓ તમારું વીલ મઠારી આપશે તે તો બહુ જ ગર્વની વાત છે ! હાલ તો આપ સંતાનો સાથે ન્યુ ઝીલેન્ડમાં છો ત્યાં ખુબ આનંદ માણજો.. એપ્રીલમાં આવો ત્યારે આપણે ફોન પર પણ મળીશું..
      અંતમાં નેટ જગતમાં વાંચેલી પંક્તી ટાંકી વીરમું છું.
      મૃત્યુ મળવું એ સમયની વાત છે,
      પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું;
      એ જીન્દગીમાં કરેલા સત્કર્મની વાત છે…
      તમારા શુભકાર્યને મારી શુભેચ્છાઓ..
      આપનો,
      –ગોવીન્દ મારુ

      Like

  17. મુ. શ્રી અરવિંદભાઈ,

    આખો પત્ર વાંચ્યો. You have charted the right way to lot of people like me. I am thinking seriously on the noble cause which you have done. In fact, I was discussing / talking to my family and friends about this since last couple of years, but today I found the precise way to Donate body after life. I am really thankful to you. Keep it up and spread such noble and humanitarian message to our society.

    I am indebted to you..

    Hope to meet you in my next visit to India as I am leaving in Surat.

    I hereby request you to kindly send me the pdf files of your earlier article. Iam sure, that will be very beneficial for me.

    Thank you, once again.

    Sincere Regards,
    Piyush

    Like

  18. તમારી અંતિમ ઇચ્‍છા પુરી થાય એવી શુભેચ્‍છા
    તમારા વિચારો સાથે સંમત છીએ
    તમારી ભાવનાની કદર કરીએ અને તમને મદદરૂ૫ થઇ શકીએ એજ ઘણુ છે.

    મલેક એન્‍ડ ફેમીલી,
    નવસારી

    Like

  19. Govindbhai;
    I have been reading & following your articles for quite some time now.I am afraid eventhough respecting your several views it’s difficult for me to get convince totally with all theories put forward by you under the banner of “rationalism”.However I salute you for firmly following what you believe in principle.The most wonderful will I have ever come across reflect you honesty;sincerity & determination.As a medical doctor my self I admire & appreciate your idea of donating all possible organs for the benefit of humankind.I wish you very long healthy & happy life but when & where ever it will come to an end I assure you all your friends;family & others will remember you as it is rightly said “every man who lives dies but not everyman who dies has lived”

    Like

  20. મારા વિચારો તમને તદ્દન મળતા આવે છે. તમે જે નિર્ણય લીધો છે એ પ્રશંસનીય છે. બીજા શબ્દો નથી મારી પાસે કંઇ કહેવા… આશા રાખુ તમારા જેવા લોકો વધુ અને વધુ આ પ્રકારના નિર્ણયો લે અને અમરતા મેળવે… તમે મારા માટે તો ઉદાહરણીય બની ગયા છો અને તમને હુ જિંદગીભર યાદ રાખીશ. તમે અમર રહેશો.

    Like

  21. “મૌત વહી હૈ જીસકા ઝમાના કરે અફસોસ,
    વારના સભી આતે હૈ મર જાને કે લીએ”
    ——
    I am impressed!!!
    rationality you’re talking about is flowing over yoru words and thoughts. Death in fact can become a new life only when it can give a new life to some needy person. mindblowing idea!!! Secondly, the idea of putting this will openly public on blog also is a different type of rationality in itself. The predicatability you have written with is also solid.
    salutable!!!!

    Like

  22. Adarniy Shri Abbasbhai , Could u send a copy of this book Islami drashtiye EYE Donation.TO USE IN OUR COMPANY – ETP PLANTS FOR 100 OC DEGREE TEMP. CARBON SOOT WATER , SIZE INNER DIA 200MM IN PLCE OF 8 ” SIZE CARN STEEL PIPE.

    Like

  23. Govindbhai aap nu will vanchine ankh mathi ansoo avi gaya.. Aap nahi ho to apni ketli khot amne lagse eni kalpna nahi thai sakti.. bas have vadhu sabdo nathi saheb.

    Like

  24. Dear Sir,,, Hraday Bharai Ave Che Tamara VIL thi…. Kabir Says,,,,, Kabira Jab Hum Paida Huve the Tab Hum Ro Rahe the or Jag Has Raha tha ,,, Aisi Karni Kar Chalo ki Hum Hase or JAG roye…. Yogendrasinh Raj

    Like

  25. Dear Shree Govindbhai Maru,
    As I wrote before that I am 79, born in India, Pardi, near Navsari, went to Africa in1947, before independent, spent 15 years there and came to London in 1962, spent 48 years there and since last three years I am in California, USA,with my wife and 3 sons family, BUT I HAD NEVER READ ANY WILL LIKE YOURS! I am very proud about you, really was fantastic thought. Even your Lekhs are so wonderful,
    So many many congratulations to you! From Maganbhai R. patel.

    Like

  26. ગોવિંદ કાકા, જ્યારે તમારી ઉંમર ના બધા જ વડીલો આવૉ વિચાર કરશે ત્યારે બહુ કેહવાતા મોક્ષની પ્રાપ્તી માટે કઠૉર તપસ્યા ની જરૂર નહી રહૅ. મારા પપ્પા, પ્રતાપભાઇ પડ્યાં એ પણ આ જ નીણ્ઁય કર્યૉ છૅ અનૅ મને એનો ગર્વ છૅ. તમારો બ્લોગ ખુબ જ સરસ છૅ. આવા સુદંર લેખો ને અમારા સુધી પહોંચાડ​વા માટે આભાર્. – ગોપી પંડ્યા.

    Like

  27. same thing i have done years before.. already told my this feelings ..my this wish to my children..
    abhinandan Govindbhai..
    we must follow this.. not just ..
    liked the article..that not enough..
    this is not article… this is inspiration..we must take..

    thanks for publishing this

    Like

  28. I have great deal of respact for those who think of other human being and donat or give whatever thay can afford to do so. I have scroll through number of comments follow by his wish.

    For those who lived in USA, please note that registering with driver license as organ donor does not make and may not be able to donate once your soul depart your body. Their has been number of institue where one can registered for this noble cause. Also, one must declare in their ‘last will and testement’ of your wish as well as decalre to immidiate family member of your wish. If possible, designate 2-4 of your close friends or family member to carry out this task.

    Me and my wife -Smita were inspired by Late Nathubhai Damaniya of Navsari who did this noble donation of his body to Surat Medical Institue 2 years back. Since then we both have declair and are registered with Medical institue who accept human body.

    Here is site where one can register or donate:
    http://www.biogift.org/04_donationProcess.html

    Also check with your state medical institute for procedure.

    One more pledge: If you are healthy, please donate blood atleast once a year.

    Fact about donating blood: It take 25 – 30 days to remake 1 pint of blood in body. Every drop of blood release from body will get replace by ‘fresh’ blood as human body require and hold maximum 6 pint of blood. In USA, one can donate 1 pint of blood every 57 days and cannot donate more than 2 pint at any given time.

    No matter where you are in world : donating blood is also noble cause… do it while you are living…

    Like

  29. Regularly I am receiving your mail & enjoying the same. on my requested you have sendt me few old PDF files and am very happy to see that now you have started uploading on your as ready reckoner. TUSI GREAT HO GOVINDBHAI

    Like

  30. આપના નિર્ણયને હૃદયથી બિરદાવું છું, બસ … શબ્દો નથી.
    ભારતીય બ્લોગ જગતમાં આવી પ્રથમ પોસ્ટ હશે. અભિનંદન.

    Like

  31. બીમારી વાળું શરીર જો થઇ શકે તો પૂરે પૂરું બળી જાય તો જ સારું…(આમાં વીજળી અને ગેસ થીજ શરીર પૂરેપૂરું બળી જાય એમ સમજવું)

    તમારી પર્યાવરણ ની જાણવાની નો વિચાર સરાહનીય છે જ…..
    હું ઇચ્છુ કે તમારે કોઈ બીમારી આવે જ નહિ અંતકાળે……

    પણ જો આવી અને દેહદાન ના થાય એવી પરિસ્થિતિ સર્જાય તો જમીન માં દફનાવા થી એ રોગ ના જંતુઓ નો નાશ નહિ થાય અને ઉલટાનું જમીન પ્રદુષિત થશે એ જીવાણુઓ થી…….

    આવી પરિસ્થિતિ માં એક જ ઉપાય છે હાલ ની પરિસ્થિતિ માં ; વીજળી થી શરીર બળતા સ્મશાન ગૃહ માં સંપૂર્ણ રીતે શરીર ને ભસ્મ કરી નાખવું, જેથી કરી ને બીમારી ના જીવાણુઓ મારી જાય……

    આમ તો હું તમારા થી ઘણો નાનો છું,
    પણ,
    તમારા પર્યાવરણ ની જાણવણી ના વિચારો જોઇને કેહવાનું મન થયું…….

    આ બાબતે વિજ્ઞાનીઓ પણ સંમત થાય છે…..

    તમે તમારી રીતે વિચાર્યું એમાં મારો આ વિચાર ઉમેરવા વિનંતી છે……

    Like

    1. વહાલા ઉર્જીતભાઈ,
      લાગણીથી છલકાતું અને પર્યાવરણલક્ષી તમારું સુચન ‘સર–આંખો’ પર… તમે આટલો રસ લઈ સુચન મોકલ્યું તે બદલ દીલથી આભાર..
      પણ સાચું કહું તો અમારા નવસારીમાં વીજળી કે ગેસથી ચાલતા સ્મશાનગૃહની સુવીધા નથી. જેથી મારા શરીરનાં અંગોનું દાન શક્ય ના હોય અને દેહદાન પણ શક્ય ના બને તો મારા શરીરને યોગ્ય ઉંડાઈનો ખાડો ખોદીને દાટી, પર્યાવરણનું જતન કરવા માટે કોઈ પણ સંજોગોમાં તેને અગ્નીદાહ ના આપવાની મારી સ્પષ્ટ સુચના અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)માં વ્યકત કરી હતી…
      હાલ, નીવૃતી બાદ સવાર, સાંજ અને રાતે એક–એક કલાક ચાલવા જાઉં છું અને તંદુરસ્ત છું. જો તમે વ્યક્ત કરેલ બીમારીનો પ્રસંગ ઉદ્ ભવશે તો તમારું સુચન પ્રમાણે સુરતના સ્મશાનગૃહની સુવીધા લેવા મારા વારસદારોને સુચના આપીશ.
      તમારા સુચન માટે ફરી આભાર…
      –ગો. મારુ

      Like

      1. વારસદારો, સગાવહાલા, મીત્રો, ઓળખીતા તો સમશાન સુધી આવશે. પછી એકલા જ જવું પડશે…

        Like

  32. Dear Govindbhai.
    The suggestion of Urjit is not correct. I am an environmentalist by profession and would like to clarify the matter.
    By burning the body with electricity also lot many gases go out in the environment through the chimney and spread into environment. Also in producing the electricity lots of energy is used and pollution is created (Carbon dioxide is produced by burning coal to produce electricity). So why waste electricity which is costly and in short supply. So burial is the best option. The fear of soil contamination is not true. The bacteria and other germs get died naturally or eaten away by higher life in the soil. Otherwise also the soil has large contaminants but do not do much harm unless comes in direct contact.
    I understand that while burring the dead body some good amount of salt is also put with dead body. So the germs are killed and the body gets dissolved quickly.
    Care should be taken to bury it deep so that wild animals, dogs, fox or cats do not get it out. It would be ideal to plant a tree over it so that it will get nutrients and protection from animals. Care should be taken to avoid any monument on the burial place like a tomb or statue or stone with memories.
    Hope this clarification will be useful to the readers.
    Jagdish Barot, PhD (Environmental Science)
    Professor of environment in Canada

    Like

  33. જીવન મા બહુ જ મુશ્કેલી થી લઈ શકાય તેવો નિર્ણય લઈ ને તમે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.અભિનન્દન..!

    Like

  34. Sir naman aapne….. very good sir , i proud of u.आपकी सोच को दिल से सलाम।
    આપના નિર્ણયને હૃદયથી બિરદાવું છું, બસ … શબ્દો નથી.
    HARSHVADAN MEET

    Liked by 1 person

  35. બહુ સારી વાત કરી છે તમે.
    તમારું સ્વાસ્થ્ય સારું રહે અને હજુ ઘણા બીજા વરસો તમે સમાજ માં ઉપયોગી કામ કરતા રહો તેવી શુભેચ્છાઓ

    Liked by 1 person

  36. DEAR GOVINDBHAI MARU, AND ALL RESPECTED READERS,
    GOVINDBHAI, TAMARA MARANOTAR WILL (AKHARI ICCHHA )
    TAMARI ANUMATITHI JE ANGDAN MATE TAMARII SAMANTI
    AAPINE SERVENE AAK DAKHLO AAPEL CHHE. DHANYAVAAD !!
    ICCHA MUJAB SERVEA AA PRAMANE KARVU JOEEA. AAM KARVATHI
    KOINI JINDGI SUDHARI JAI .
    UNITED KINGDOMA HAVE FARJIYAT KAYADO KADHYO CHHE KE
    TAMARI ICCHANI PEHELTHI JAHERAT KARI DEVI PADSHE KE
    TAMARE ANGDAN KARVANI ICCHA NA HOI TO KAI NAHI.
    KAYADA MUJAB HAVE JO AA PRAMANE KAI WILL NAHI BANAVO
    TO SARKAR TAMARA AANGNA KOI PAN SARA , MRUTU BAAD
    KADHI LESHE KE KOINE UPYOGI THAI.
    AA KAYADO BADHANE LAGU PADE CHHE.
    MARO POTANO ABHIPRAY CHHE, AA PRAMANE AKHI DUNIYAMA
    ANUMATI ANE ANUMATI NA HOI TO AA PRAMANE KARVU JOIA.
    AAKHRE MARNOTAR BAAD AAPNA AANGNO KOI BHHAG KOINE
    KAM AVE ANE AANGAT ICCHA HOI TO JINDGI TO SUDHHRE !!!

    Liked by 1 person

Leave a comment