પ્લાસ્ટીકનું લીંબુ અને મરચું એટલે અંધશ્રદ્ધાનું ઔધોગીકરણ

પ્લાસ્ટીકનું લીંબુ અને મરચું એટલે અંધશ્રદ્ધાનું ઔધોગીકરણ

અમારા એક પરીચીતનું નામ લલ્લુભાઈ. એ રહે લાખાવાડીમાં. (નામ, ગામ અને આખો કીસ્સો કાલ્પનીક છે) કારણ શું હશે તે ખબર નહીં; પણ ગામમાં બધા એમને ‘લલ્લુ લંગોટી’ કહેતા. પણ મુશ્કેલી એ હતી કે એમને ખુદને બીજાનાં એવાં ટીખળી નામો પાડવાની આદત હતી, એથી ગુસ્સો કરી શકાય એમ હતું નહીં; પણ શીક્ષક હતા, એટલે ભુલ સુધારતા હોય એ રીતે એક વાક્ય બોલ્યા: ‘લંગોટી’ શબ્દ સુરુચીનો ભંગ કરે છે. માળાઓ…, જરા શોભે એવું તો બોલો… !’ પછી એમની વીનંતીને માન આપીને લોકોએ નામ ફેરબદલી કરીને ‘લલ્લુ લખોટી’ રાખ્યું. અખબારમાં નામ બદલ્યાની જાહેરાત પણ આપી- ’હું લાખાવાડીનો લલ્લુ, ‘લલ્લુ લંગોટી’ તરીકે ઓળખાતો હતો તે હવેથી ‘લલ્લુ લખોટી’ તરીકે ઓળખાઈશ.’

ઉપરની કાલ્પનીક ઘટના વાંચી તમને થશે કે હું કોઈ હાસ્યલેખ લખવાની ચેષ્ટા કરી રહ્યો છું. પણ ના, વાત અંધશ્રદ્ધાની કરવી છે. એથી ગમ્ભીરપણે જો એમ કહું કે ‘લાખાવાડીનો લલ્લુ લખોટી લંડન જાય તો ત્યાં પણ બારસાખે લીંબુ અને મરચું લટકાવે…’ તો કોઈને આશ્વર્ય નહીં થાય. કેમ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે રીતે ‘લીંબુ અને મરચું’ ને આપણે આપણી અન્ધશ્રદ્ધાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી લીધું છે. હમણાં મુમ્બઈ જવાનું બન્યું. ત્યાં પણ મેં દુકાનમાં, કે ઘરોમાં લીંબુ અને મરચું લટકતાં જોયા ! (મી મુમ્બઈત અંધશ્રદ્ધા ચા ભાંડા ફોડુન ટાકલા… !)

શોધવા નીકળો તો દર દશમાંથી એક ઘરે અને દુકાને (અરે… હૉસ્પીટલોમાં અને સાયન્સની લેબોરેટરીના દરવાજે સુધ્ધાં..!) લીંબુ અને મરચું લટકતું જોવા મળશે. આ લખાય છે ત્યારે યોગાનુયોગ ‘ગુજરાતમીત્ર’ માં પ્રેમ સુમેસરા એક ચર્ચાપત્રમાં લખે છે- સુરત મહાનગરપાલીકાએ પચાસ કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનીક સાયન્સ સેન્ટરનું નીર્માણ કર્યું. એક અખબારી અહેવાલ અનુસાર એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે. આ જાણ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે બારાખડીમાં જ જોડણીની ભુલ કરવામાં આવી હોય.

હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પલાસ્ટીકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વીચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ. (આળસુ ભીખારી અબજોપતી બની જાય તો કારમાં ભીખ માંગવા નીકળે તેવો આ મામલો છે. આપણને કમ્પ્યુટર મળ્યું તો તેનો ઉપયોગ પણ આપણે અન્ધશ્રદ્ધાના ફેલાવા માટે કરી રહ્યા છીએ) વીજ્ઞાન અને ટૅકનોલૉજીમાં આપણે અદ્ ભુત પ્રગતી કરી છે. ભગવાનની આરતીનાં નગારાં હવે ઈલેક્ટ્રીક ઉપકરણ દ્વારા વાગે છે. મંદીરમાં દીવા હવે તેલ-ઘીને બદલે ઈલેક્ટ્રોનીક સીસ્ટમથી થાય છે. અન્ધશ્રદ્ધાને પણ આપણા વૈજ્ઞાનીક વીકાસનો લાભ મળી રહ્યો છે. આપણે એવો વીકાસ કર્યો કે અન્ધશ્રદ્ધાનું પણ પુનર્વસન થઈ શક્યું. ગમે તેમ, પણ પ્લાસ્ટીકનાં લીંબુને મરચાંથી નુકસાનના વેપલામાં પણ થોડો ફાયદો થાય છે. સાચાં લીંબુ અને મરચાં માનવીય આહારમાં કામમાં લેવાતી ઉપયોગી શાકભાજી છે. કરોડો રુપીયાના શાકભાજી નીરર્થક બારસાખે લટકીને કમોતે મરે તેનાં કરતાં પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં શાં ખોટાં ? એઈડ્સની કોઈ રામબાણ દવા ન જડી આવે ત્યાં સુધી નીરોધનો વીકલ્પ સ્વીકારવામાં સમજદારી છે. લીંબુ–મરચાં છાપ અન્ધશ્રદ્ધા નાબુદ જ ન થઈ શકવાની હોય તો એમ વીચારીને રાજી રહો કે દેવને બલી ચઢાવવા માટે જીવતાં મરઘાં કરતાં પ્લાસ્ટીકનો મરઘો શું ખોટો ? તેમાં કોઈ ઝંઝટ નહીં. પૈસા આપો, તૈયાર લીંબુનાં લટકણીયાં ખરીદો અને બારસાખે લટકાવી દો. બસ, આટલું કરો એટલે તમારા 84 લાખ અવતાર સફળ…! તમને કોઈની નજર ના લાગે… કોઈ નુકસાન ન થાય… કોઈ તમારું કાઈ બગાડી ના શકે… ધંધામાં બરકત રહે… દુર્ભાગ્ય સદ્ ભાગ્યમાં ફેરવાઈ જાય…! (પેલાં લીંબુ મરચાં સીવાય) જગતમાં સૌનું કલ્યાણ થઈ જાય… અમારા બચુભાઈએ ત્સુનામી વખતે કહેલું- ‘અટલબીહારી બાજપેયીની ભુલને કારણે આખો દેશ મુશ્કેલીમાં આવી પડ્યો. આપણા રાષ્ટ્રધ્વજની સાથે લીંબુ ને મરચાંનું માત્ર એક લટકણીયું લટકાવી દીધું હોત તો આખો દેશ ત્સુનામીમાંથી ઉગરી ગયો હોત…’

લીંબુ મરચાંની વાત છોડી માણસની અન્ય માન્યતાઓની થોડી ચર્ચા કરીએ. આપણે ત્યાં સોમનાથ સહીતના ઘણાં મંદીરોના દરવાજા બારથી ત્રણ સુધી બન્ધ રાખવામાં આવે છે. એક સ્થળે મન્દીરમાં મુર્તીને માથે પંખો ફરતો જોઈ મને નવાઈ લાગી. મેં કારણ પુછ્યું. તો પુજારીએ મારા અજ્ઞાન પર હસી કાઢતાં કહ્યું- ‘માણસને પંખાની જરુર હોય તો ભગવાનને નહીં…? એમને પણ તાપ તો લાગે જ ને, એને પણ જીવ છે.. !’ (એ વૃદ્ધ પુજારીને ન આપી શકાયેલો જવાબ આ રહ્યો. હું જાણું છું ત્યાં સુધી વનસ્પતીમાં જીવ છે એવું ડૉ. જગદીશચન્દ્ર બોઝે શોધેલું. પણ મુર્તીમાં જીવ છે એવી શોધ હજી સુધી થઈ નથી. વળી જેને પોતાને તાપ દુર કરવા માટે મેનમેઈડ પંખાની જરુર પડતી હોય તેવો ભગવાન માણસને સંસારના તાપમાંથી શી રીતે ઉગારી શકે ? તમે પ્રભુને માથે પંખો લટકાવીને તેમના અસામર્થ્યની પોલ ખોલી રહ્યાં છો).

એક શ્રદ્ધાળુ વૃદ્ધે ધાર્મીક યાત્રા ગોઠવી હતી. તેમને ખબર પડી કે પુરા સાડાત્રણ કલાક પછી મન્દીરના દરવાજા ખુલશે. જો ભગવાનના દર્શન કરવા હોય તો પ્રવાસનો એક દીવસ લમ્બાવવો પડશે. વૃદ્ધ સમ્પુર્ણ શ્રદ્ધાળુ હતા; છતાં તેમના મોઢામાંથી શબ્દો નીકળી ગયા- ‘ભગવાનને વળી આરામની શી જરુર… ?’ પછી તપાસ કરતાં ખરું કારણ જાણવા મળ્યું. પુજારીને જમ્યા બાદ આરામ કરવાની ટેવ હતી. એથી રોજ બપોરે મન્દીર બન્ધ કરી દઈ આરામ ફરમાવતા. આ જાણ્યા પછી કાકા શ્રદ્ધાળુ મટી વ્યવહારુ બની ગયા. ખીસ્સામાંથી સોની પાંચ નોટ કાઢીને (જાણે ભગવાનનો પ્રસાદ હથેળીમાં મુકતા હોય એવા શ્રદ્ધાભાવે) પુજારીના હાથમાં મુકી. પુજારીએ પ્રસન્ન થઈ દરવાજો ખોલી આપ્યો. અને ‘વ્હાઈટ’માં જે દર્શન શક્ય ન બની શક્યા તે ‘બ્લેક’માં કરીને એમણે મુસાફરીનો એક દીવસ બચાવ્યો. એમ કહો કે પાંચેક હજાર જેટલો વધારાનો ખર્ચ થનાર હતો તે એમણે પાંચસો રુપીયામાં પતાવ્યો (શુળીનું વીઘન સોયથી પતાવ્યું..!).

શ્રદ્ધાના કાળા બજાર પણ થઈ શકે. ખરીદતાં આવડે તો બધું જ ખરીદી શકાય. અને ઉઠાડતાં આવડે તો કુમ્ભકરણને શું ભગવાનને પણ ઉઠાડી શકાય ! શરત એટલી તમારા દીલમાં શ્રદ્ધા (?!) હોવી જોઈએ અને દીમાગમાં બુદ્ધી. શ્રદ્ધા બુદ્ધીના રૅપરમાં વીંટળાયેલી હોય તો જ તે ઉપયોગી નીવડી શકે. કો’કે એસ.એમ.એસ. મોકલ્યો હતો.સારો સ્વભાવ શુન્ય જેવો હોય છે. આમ તો એની કશી કીંમત નહીં; પણ એ જેની સાથે હોય તેની કીંમત વધી જાય છે.’ ચલણી નોટની ચાવીથી પુજારી મન્દીરનો દરવાજો ખોલી આપે એમાં વપરાતી બુદ્ધી શુન્ય જેવી ગણાય. બુદ્ધીનું સ્વતંત્ર અસ્તીત્વ શુન્ય જેવું હોય છે. પણ એ જેને સાથ આપે છે તેને માટે ભગવાનના દરવાજા પણ ખુલી જાય છે.


ધુંપછાંવ

એક ખેડુત પોતાની વાડીમાં લીંબુ અને મરચાંની ખેતી કરે છે. એમ. એસ. સી. થયેલા એ ખેડુતે એની વાડીના ઝાંપે લીંબુ અને મરચું લટકાવ્યું છે. બોલો શું કહેવું છે…? લીંબુ અને મરચાંની આખેઆખી વાડીને ઝાંપે પણ લીંબુ અને મરચું…??? !!! (ભીમની સુરક્ષા માટે બોડી ગાર્ડ ગોઠવવા જેવી આ વાત થઈ કે નહીં ?)

દીનેશ પાંચાલ

ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 13 ડીસેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508


ઈશ્વરની ખાનદાની

ઈશ્વર છે કે નહીં તેની ખબર નથી; પણ જો હોય જ તો એક વાત ચોક્કસ. એનામાં નહીં માનનાર પ્રત્યે પણ દયાળુ બની શકવા જેટલી ખાનદાની એની પાસે છે.

નાસ્તીક માણસ જો કોઈકને પ્રેમ કરી શકતો હોય તો ઈશ્વરના અસ્તીત્વ અંગે આગ્રહ રાખવાની જરુર હું જોતો નથી. એવા પ્રેમને ઈશ્વર ન કહીએ તેથી કંઈ ખાટુંમોળુ થતું નથી. મુળ વાત સત્યશોધનની છે. સત્ય હાથ લાગી જાય તો અને ત્યારે એને ઈશ્વર જ કહેવાનું કોઈને માટે ફરજીયાત નથી.

લેખકઃ ગુણવંત શાહ http://gunvantshah.wordpress.com/

પ્રેષક–શ્રી વીજય ધારીયાvdharia@hotmail.com/ – શીકાગો – અમેરીકા લેખકનો અને પ્રેષકનો દીલથી આભાર..

ગોવીન્દ મારુ તારીખ – 31-12-2009

28 Comments

  1. SUPERB LEKH CHE..AANKH KHOLI NAKHNARO LEKH…AGAR LIMBU MARCHA THI JO BADHU SARU THAI JATU HOI TO PACHI SAHU THI PAHELA LIMBU MARCHA NI JAROOR USA AND EURO NE CHE.KARAN MARKET SAV DOWN CHE..HAHAHA.

    Like

  2. વ્યવહારિક વિચારશૈલીનું સચોટ પ્રયોજન. આભાર અને અભિનંદન.
    નવા વર્ષની શુભકામનાઓ.
    -તેજસ

    Like

  3. સરસ પસંદગી ગોવીંદભાઈ. હાર્દીક આભાર આપનો તથા શ્રી દીનેશ પંચાલનો.
    ખરેખર હાસ્યલેખ જ લાગે તો છે. આ વીજ્ઞાનના સમયમાં પ્લાસટીકનાં લીંબુ-મરચું લટકાવવામાં આવે એ વાંચીને ખડખડાટ હસવુ જ આવ્યું.

    Like

  4. Dear Govindbhai Maru,

    I have been reading your articles regularly. Basically, human beings are fearful. If you get rid off fear from your life with understanding,then, you will find difference in your life.

    Pradeep H. Desai

    Like

  5. જેણે પોતાનામાં શ્રધ્ધા ગુમાવી દીધી છે તે અંધ જ છે.પછી “અંધ-અંધ અંધારે મળ્યા..”?જેવો ઘાટ થાય ત્યારે અંધશ્રધ્ધાને મોકળુ મેદાન મળે છે. આવા લોકો પછી પૈસા ખાતર બીજાને છેતરવા લાગે છે.

    Like

  6. મનનીય લેખ. આંધળું અનુકરણ ચાલુ રાખવાને બદલે અભ્યાસપૂર્ણ અને હિતાવહ

    કાર્યશૈલી ઉપયોગી છે.ઘણી વખત એવા બનાવો ઝીંદગીમાં બનતા અનુભવાય છે

    જેનાલીધે પરાપૂર્વથી માન્યતાઓ ઘર કરી જાય છે અને પરિવર્તન જરુરી હોય છે.

    માનવની પોતાની તૄટીઓ માટે પરમ શક્તિને ના પહેચાનવી એ પણ દોષારોપણ

    જેવું અનુભવાય છે.કર્મનાં બંધન માં ઈશ્વરીય શક્તિ દખલ કરતી નથી.

    ફક્ત માનસને ઘડવાથી જીવવાની પધ્ધતી બદલાય છે એવું હું વિચારું છું

    બીજાના મંતવ્યો જુદા હોય તો પણ વિચાર વિમર્શથી નિષ્કર્ષ એ ઉપયોગી છે.

    ગોવિન્દભાઈના સમાજ જાગૄતિ અભિયાન માટે અભિનંદન.નવા વર્ષની શુભેચ્છા.

    રમેશભાઈ પટેલ(આકાશદીપ)

    Like

  7. સચોટ પ્રયોજન. આભાર અને અભિનંદન.લીંબુ-મરચું લટકાવવામાં આવે એ વાંચીને ખડખડાટ હસવુ જ આવ્યું.સમાજ જાગૄતિ અભિયાન માટે અભિનંદન
    નવા વર્ષની શુભકામનાઓ.

    Like

  8. ગોવિન્દભાઈ.
    આભાર અને અભિનંદન.
    નવા વર્ષની શુભકામનાઓ.

    Like

  9. આ લેખમાં ખિમજીભાઈ કચ્છીની રચનાને આગળ વધારતા આધુનિક અંધશ્રદ્ધાની વિસ્તૃત સમજુતી આપી છે.જેમ જેમ વિજ્ઞાન આગળ વધતુ જાય છે તેમ તેમ અંધશ્રદ્ધા પણ આધુનિક થતી જાય છે.દિનેશ પંચાલની વાત સાચી છે કે “ભીમની સુરક્ષા માટે બોડી ગાર્ડ ગોઠવવા જેવી આ વાત”.૧૫ જાન્યુઆરીથી હરીદ્વારમાં અંધશ્રદ્ધાળુઓનો મેળૉ ભરાવાનો છે.
    અંધશ્રદ્ધા વિરુદ્ધના લેખો પ્રકાશિત કરતા રહેજો..અંધશ્રદ્ધા છે આંધળી..

    Like

  10. Hu Ek Dum Sahmat 6u, tamari vat ma anashardha aaj thi nahi pan sadiyo thi chali ave 6e.

    Ketul goswami
    9687397751

    Like

  11. ‘Lemon and chilly’ talisman goes plastic
    Indo-Asian News Service
    Jaipur, June 03, 2006
    First Published: 00:00 IST(13/1/2007)

    Like

  12. Respected GovinDbhai,
    I AM VERY SORRY TO TROUBLE YOU BUT I ADMIRE YOU VERY MUCH. I READ EVERY ARTICLE WHICH PUBLISHED BY YOU, AND I CONSIDER THAT YOU THE MOST TELENTED AND BRILENT PERSONALITY OF OUR GUJARATI SAMAJ. PLEASE KEEP TI UP.. YOUR ARTICLE LIMBOO-MARCHA IS SO NICE.
    – VINOD KHIMJI PRAJAPATI
    EDITOR, AGNICHAKRA
    3, VINOD KHIMJI ROAD, BHARAT COAL COMPOUND, BAIL BAZAR, KURLA WEST, MUMBAI-400 070 INDIA
    MOBILE NO. 9820373837 AND 9920373837

    Like

  13. ગોવીંદભાઈ,
    જ્યારે જ્યારે તમારા લેખો વાંચું છું ત્યારે ત્યારે મારાં કાર્ટુન્સ યાદ આવી જાય છે, આ સાથે નું કાર્ટુન કદાચ તમને માકલ્યું હશે, ફરી એક વાર.અહીં અમેરીકામાં પણ દેશમાંથી આવતા સાધુઓના પગ ધોઈ ને પીવાવાળ્યા પડયા છે! તમારો આર્ટીકલ સુદર છે. ગયા વર્ષે ટુરમાં કલકત્તા જવાનું થયેલ, મેં એક પણ એમ્બસડર ટેક્ષી
    ( કલકત્તામાં એમ્બેસેડર સીવાય કઈ દેખાતું જ નથી! ) એવી નહી જોઈ હોય, જેના વીંડશીલ્ડ પર મોગરાનો હાર, લીંબુ, મરચુ લટકતા ના હોય , અને ડેશબોર્ડ પર અગરબતી હોય! મારા સ્ટોરમાં ભારતીય ત્રણ એમ્પ્લોઈઝ હતા, એક ચુસ્ત વૈષ્ણવ, એક ચુસ્ત જૈન અને એક બાલાજી હૈદ્રાબાદી, ત્રણેને એક એક સ્ટોરના મનેજર બનાવેલ,સવારે સ્ટોર ખોલી ને ધાર્મીક વિધી કરી ને ડેઈલી હિસાબની નોટબુકમાં જે જેના ઈસ્ટ દેવો હોય એમનુ નામ લખી ને એ હીસાબો લખતા, દાઃત.., ” જય શ્રી ક્રુષ્ણ” અથવા ” જય જીનેન્દ્ર” વિગેરે વિગેરે! ત્રણે જણે મારુ બરાબરનું કરી નાખેલ! છેલ્લે એ લોકોને છુટા કરતા પહેલાં એમને મેં એક સલાહ આપેલ.., ” ભવિષ્યમાં તમારે મારી માફક કોઈનું કરી નાખવું હોય તો કરી નાખજો, પણ મહેરબાની કરીને તમારા ભગવાન અગર ઈસ્ટ દેવતા ને વચ્ચે ના લાવતા! ”
    કોમેન્ટમા કાર્ટુન પેસ્ટ કરવાનું નોલેઝ નહીં હોવાથી નથી કર્યું. mahendraaruna1@gmail.com પર વિનંતી કરવાથી મેળવી શકાશે.

    મહેન્દ્ર શાહ.
    http://www.isaidittoo.com

    મહેન્દ્ર શાહ.
    http://www.isiadittoo.com

    Like

  14. ખાલી ગુજરાત માં જ દર મગળવારે લીબું મરચા ટાંગે છે પણ મુંબઈ અને દિલ્હી માં રોજ ટાંગે છે તે પણ માણસ આવી ટાંગી જાય અને, બીજા દિવસે લય જાય તે લય ને મોટી કંપની માં આપી દે છે તેનું અથાણું બને છે કારણ કે એક દિવસ માં લીંબુ મરચા બગડતા નથી,
    તે જ રીતે પાલીતાણા અને અજમેર માં ગુલાબ ફૂલ ચડાવે છે તે પણ સેમ દિવસે ઉતારી ને કંપની માં જાય અથવા નાની ફેક્ટરી માં જાય,
    તેનું ગુલકંદ બને છે અને આપણે બધા તે પ્રેમ થી ખાય છી, યે ઇન્ડિયા હે જલસા કરો બાપુ તમારું કોય કઈ બગડી નય લે.

    Like

  15. This is the shortcut the gullibke people think that their problems will be warded off by the limbu and marchas though the fact remains that the merchants of same crops and cultivators do find themselves surrounded by numerous problems and some are so much unsurmountable trhat they commit suicide ! Yet people with brain but without mind go on pursuing such wrong notions about assumed divine virtues in the limbu and marchas ! Why that ? In Surat I found one interesting incident during 2002 riots and thjat was , a Ambama Temple situated at the cross road of Navsari Bazar came under heavy stone throwing by rioters, the Goddess who had an assumed history of killing some devils and had so many armaments in her hands including a sword, farsi , bhala and what not could not stir to life and kill any of her attacker , cvuld not defend herself against the attacks but for her protection a police contingent had to be deployed ! Now who is more powerful ? A deity or the police ? Yet police is forgotten the day attacks abate and the gullible start worshipping the deity who could not defend herself agaist stones and arson.I had written a letter th the Gujaratmitra on this those days but no andhsradhalu came forward to defend the deity even on paper !

    Like

  16. Govinbhai,

    Like I said in my comment, this is first time I have read your email and have really enjoyed reading it. Please send me more

    Regards

    Niru

    Like

  17. શ્રી ગોવિંદ ભાઈ
    મજા આવી ગઈ.લીંબુ મરચા ની વાત થી.ભૈલા ભણતર નું કામ જ નથી જ્યાં સુધી વૈજ્ઞાનિક અભિગમ ના આવે ત્યાં સુધી.તમે ગુણવંત શાહ ની લીંક મૂકી છે પણ આપોતે પી.એચ.ડી.થયેલો ડોક્ટર દંભી છે.સાહિત્યકાર છે માટે લખવાની ચાલાકી માં મહારથી છે.અભણીયા બાવાઓના પગમાં પડતો મહાદંભી છે.આ બધા બાવાઓના ચમચાઓ જ માત્ર છે.પણ શું થાય મોટા માણસો છે,એમની સામે કોણ બોલે?મારો ત્રીલક વખોડતા ત્રેપન થયા વાચી લેજો કોઈને છોડ્યા જ નથી.

    Like

  18. Superb article! Tsunami could have been prevented if we had “limbu-march” with national flag…..was so funny! I am still smiling while typing this. Thank you for refreshing but “tej Talwar” article!

    Like

Leave a comment