હળવાશ

હળવાશ

 અશ્વીન ન. કારીઆ

ગુજરાતી સાહીત્યના જાણીતા હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર દવે પોતાનાં કોઈ એક પુસ્તકમાં દીવસ શુભ હોવાની માન્યતા વીશે એક સરસ પ્રસંગ ટાંક્યો છે. તેઓ લખે છે કે પોતે એક વેપારીને ત્યાં બીલની રકમ ચુકવવા અર્થે ગયા. વેપારી રકમ સ્વીકારવાનો ઈનકાર કરતો હતો. મારે ઑફીસનું મોડું થતું હતું. તે કાંઈ એવો વ્યસ્ત પણ ન હતો. રકમનો અસ્વીકાર કરવા પાછળનું કારણ શ્રી જ્યોતીન્દ્ર દવેએ જાણવા માંગતા દુકાનદારે જણાવ્યું કે તેને શુક્રવાર સીવાયનો કોઈ દીવસ ફળતો નથી. તે દીવસે મંગળવાર હતો. તેણે કહ્યું તે પોતે શુક્રવારે મારી ઑફીસે આવીને લઈ જશે. શુક્રવારે તે વેપારી પૈસા લેવા મારી ઑફીસે આવ્યો. પરન્તુ લેખક લખે છે કે હું રજા પર હતો. તેથી વેપારીને ધક્કો પડ્યો. ત્યાર પછીના શુક્રવારે પણ તે ઑફીસે આવ્યો. પરન્તુ લેખક પૈસા સાથે લાવવાનું ભુલી ગયા હતા. વેપારીએ નારાજગીનો કોઈ ભાવ દર્શાવ્યા વગર આશ્વાસન આપતા કહ્યું, “કાંઈ વાંધો નહીં. મને શુક્રવાર જ ફળે છે. આવતા શુક્રવારે હું તમારી ઑફીસે આવીને લઈ જઈશ.”

શ્રી જ્યોતીન્દ્ર દવે આગળ લખે છે કે મારાથી પૈસા લાવવાના રહી ન જાય તેથી ગુરુવારે સાંજે જ મારા સહકર્મચારી મહેતાને મેં પૈસા આપી દીધા. મહેતાએ ઑફીસની તીજોરીમાં જ તે રકમ રાખી દીધી અને તેથી મને હાશકારો થયો. બીજા દીવસે શુક્રવારે વેપારી ઉઘરાણી માટે હાજર થયો. મેં મહેતાની સામે જોઈ તીજોરીમાંથી રકમ કાઢવા ઈશારો કર્યો. પોતાની બેઠક પરથી ઉભા થઈ મહેતાએ ચાવી માટે ખીસ્સામાં હાથ નાખ્યો. બધાં ખીસ્સાં ફંફોળ્યાં; પણ ચાવી ઘરે ભુલાઈ ગઈ હતી ! શ્રી જ્યોતીન્દ્ર દવેએ વેપારીને કહ્યું,

“ભાઈ, કોઈને અમુક દીવસ ફળે છે કે નહીં તે તો હું જાણતો નથી; પરંતુ તને શુક્રવાર ફળતો નથી તે વાત ચોક્કસ છે. જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી (એટલે કે લેખક જાતે રકમ ચુકવવા ગયા) ત્યારે તારી આ માન્યતા દુર કરીને તેં રકમ સ્વીકારી લીધી હોત તો તારે આટલી પરેશાની ભોગવવી પડત નહીં. હવે હું જ તને પૈસા આપવા કોઈપણ દીવસે તારી દુકાને આવીશ અને તેને શુભ ગણીને, દીવસનો કોઈ બાધ રાખ્યા સીવાય, તું તે સ્વીકારી લેજે. તેમાં જ તારુ ભલું છે.”

અશ્વીન ન. કારીઆ

7મી જુન, 2010ના રોજ પ્રકાશીત થયેલ યુવા વર્ગ માટે જીવનમાં નવો ઉત્સાહ રેડતું ગુજરાતી પાક્ષીક ‘કીમીયાગર’ (વાર્ષીક લવાજમ રુપીયા 120/-) (તન્ત્રી– રામજીભાઈ સોલંકી – 8/બી અક્ષય પાર્ક સોસાયટી, ગોરવા, રીફાઈનરી રોડ, પંચવટી, વડોદરા-390 016 સેલફોન- 99989 64060)ના 16 મા અંકમાંનો આ લેખ ‘‘કીમીયાગર’ ની તેમ જ લેખકની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

●● લેખક–સંપર્ક

અશ્વીન ન. કારીઆ

૧– શ્રીઆંગણ ફ્લેટ્સ, બી.જે. કૉલેજ પાછળ, વસ્ત્રાપુર, અમદાવાદ-380015 મોબાઈલ–9374018111

ઈમેઈલ: ashwinkaria01@gmail.com

●●●●●●લેખક પરીચય

લૉ કૉલેજ, પાલનપુર (જી. બનાસકાંઠા)ના નીવૃત્ત આચાર્ય અને હાલ એ જ કૉલેજના નીયામક તેમજ ગુજરાત – મુંબઈ રૅશનાલીસ્ટ એસોસીએશનાના પ્રમુખ. તેઓએ 60 જેટલાં પુસ્તકો લખ્યાં છે.

મુમ્બઈમાં તા. ૧૨–૧૩ જુન ૨૦૧૦ના દીનોમાં ‘વીવેકપંથી’ ના એકસોમા અંકના વીમોચન સમારોહમાં ભાઈ કીરણ ત્રીવેદીએ નીચેની સ્વરચીત કવીતા બોલી પોતાના વક્તવ્યની શરુઆત કરી હતી..

રેશનલ સમાજના સગડ ત્યારે દેખાશે, નવી જનરેશન જ્યારે પોતાનાં મા-બાપ, શીક્ષકો, મોટેરાંઓ અને સત્તાધીશોની આંખમાં આંખ નાખીને કહેતી થશે…

બુદ્ધુ ના બનાવ અમને

બુદ્ધુ ના બનાવ અમને
બુદ્ધીને રેડીમેડ ઘાસચારો નાખીને,
દોડવા દે, શોધવા દે મને ખુદને
રોક નહીં એટીકેટની ધુંસરી નાખીને…

ભલે ભાંગતી પરમ્પરા, ને છો ડોહળાતા ધરમ,
ખુદ ખોજેંગે મીલ-મીલાકે, નઈ દુનીયા, નયા કરમ
ભીરુ ના બનાવ અમને,
ભેજામાં અલ્લા-ઈશ્વર-ગોડ નાખીને,
છુટવા દે, ઉડવા દે અમને,
21મી સદીના રોકેટે ચડીને…
ઉંચ-નીચના ભેદભાવ ’ને રાજનીતીના ભેદભરમ,
ઈક્વલ વર્લ્ડ ઈઝ પોસીબલ, બોસ, કુછ તો કરો શરમ !


ઈર્રેશનલ ના બનાવ અમને,
ગળાકાપ રમત – ખુનખરાબા શીખવાડીને,
દુનીયાભરના થવા દે અમને,
ઘર-સમાજ-દેશના સીમાડા ભેદીને…
બુદ્ધુ ના બનાવ અમને, બુદ્ધીશાળી થવા દે અમને…

Kiran Trivedi

G-202, Satej Apt., Nr. Sanskar Tower,

Opp- Auda Sports, Thaltej, Amdavad-380 054

Mobile 92272 34815

eMailkirantrivedi.kt@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

ગોવીન્દ મારુ – નવસારી

પોસ્ટ તારીખ – 26/06/2010

 

 

19 Comments

  1. Everything depends upon you. Every day, month and year is good for us. Put your all efforts with honesty in life. Result will come.

    Thanks so much for your article.

    Pradeep H. Desai
    INdianapolis,USA

    Like

  2. ગોવીંદભાઇ, સરસ લેખ.
    કહેવત છે કે, “લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય”
    મારે પણ આજનો દિવસ ફળતો નથી ! આથી કોઇ સારા, ફળતા, દિવસે વધુ લખીશ !!!
    “બુદ્ધુ ના બનાવ અમને, બુદ્ધીશાળી થવા દે અમને…” મજાની રચના. આભાર.

    Like

  3. hi…
    jyotindra dave.. he is to good.. and so as your blog.. really good…
    actually im new to wordpress.. i also want to start blogging in gujrati.. but you know the problem is how to do it..?
    whatever i write becomes english.. even aftr selecting the blog language as gujrati.. i also tried copy and paste after typing in gujrati script… but that also dint worked…
    it would be really nice of you,if you can help me with this problem…
    waiting for your reply…
    vishal

    Like

    1. વહાલા વીશાલભાઈ,
      આપના પ્રતીભાવનું હાર્દીક સ્વાગત છે.. આનંદ થયો.. આભાર.
      સન્ડે મહેફીલ’ને કારણે માન. ઉત્તમભાઈ ગજ્જર, સુરતના પરીચયમાં આપ હશો જ . તેઓઅશ્રી મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ છે. તેઓશ્રીએ ‘લખે ગુજરાત’નું અભીયાન શરુ કર્યું છે. ગુજરાતીની સેવામાં.. બહુ જ સારો પ્રતીસાદ મળી રહ્યો છે.. તમે પણ ગુજરાતીમાં લખતા થઈ જાઓ ત્યાં સુધી તમારી સાથે રહેશે. આ મે ઈલની નકલ હું તેઓશ્રીને પણ મોકલી રહ્યો છું.
      ફરીથી આપનો આભાર.
      ..ગોવીન્દ મારુ

      Like

  4. લેખ સારો છે જ્યોતિન્દ્ર દવે હમેશા વ્યંગાત્મક હોય છે અને સાથે હળવું હાસ્ય પણ.

    Like

  5. વાહ વાહ ! ટૂંકમાં ઘણું બધું કહી દીધું. જયોતીન્દ્રભાઇના લખાણને તો સલામ જ કરવી પડે. ગોવિંદભાઇ આવું સારું સારું આપતા રહો. આનંદ અને સમજણ બંને મળે છે.

    Like

  6. આપનો લેખ ખૂબ જ સુંદર રહ્યો.

    આપની જોડણી મનને બહુ કઠી.

    Like

  7. સ્વામી સચિદાનંદ કહેતા “જીવનમા સુખી થવુ હોય તો ઘરમા પંચાંગ વસાવતા નહી”.
    દરેક વાર / દિવસ આપણુ કર્મ કરવા માટે સારો છે.

    Like

  8. ખૂબ જ સરસ લેખ.કિરણ ત્રિવેદીની રચના પણ ગમી.

    “બુદ્ધુ ના બનાવ અમને, બુદ્ધીશાળી થવા દે અમને…”

    Like

  9. આપનો આ લેખ ખૂબ જ સુંદર બહુ સુંદર રહ્યો
    વાહ ! ટૂંકમાં ઘણું બધું કહી દી

    Like

  10. ગોવિંદભાઇ આવું સારું . આનંદ અને સમજણ બંને આપતા રહો

    Ramesh Patel(Aakashdeep)

    Like

  11. It is always a pleasure to read Jyotindra Dave any no of times.Always enjoyable.He is a master of subtle humour.Very few like him in gujarati literature.
    But the pity is that despite efforts from authors like him & preachers like Swami Sachhidanand,disease of ‘andhashradhha’is not only not reducing but on the contrary is on the increase.
    Thanks for the nice article. Vinod D.Desai , Surat

    Like

  12. જ્યોતિન્દ્ર દવે એક અને અનન્ય છે ગુજરાતી સાહિત્યમાં તેમના જેવું વ્યંગાત્મક અને સાથે હળવાશ ભર્યું હાસ્ય વાચકને મરક મરક હસાવે છે. વ્હેમ તે વ્યક્તિ ગત અને સાપેક્ષ માન્યતા ગણાય દરેક વ્યક્તિની આ વિષે માન્યતા અલગ અલગ હોય છે. વ્હેમનું કોઈ ઓષડ નથી તેમ કહેવાય છે ! અને આપણાં દેશમાં તો બહાર નીકળતી વખતે સારા શુકન માટે જો આસપાસમાં ગાય ના હોય તો બાજુની શેરીમાંથી ગાયને મારી મારીને સામે લાવવામાં આવે છે. પોતાની દીકરીને ઘરમાંથી બહાર નિકળી સામેથી આવવા જણાવવામાં આવે છે તો કોઈ ક વખત આજ સમયે કોઈને છિંક આવે કે બિલાડી આડી ઉતરે તો ઘેર પાછા ફરી થોડી વાર બેસી ફરી બહાર નિકલવાનું કરાય છે. આ દેશના મોટા ભાગના લોકો આવા વહેમથી પિડાય રહ્યા છે અને તેમાંથી બહાર નિકળવાની કોઈ ચેષ્ટા પણ કરતા જણાતા નથી. સ્વામી સચ્ચિદાનંદે સાચું જ કહ્યું છે કે જો આવા વહેમોમાંથી છૂટવું હોય તો પંચાગ ઘરમાં વસાવવું નહિ ! જો આ શીખ માનવામાં આવે તો આ દેશના મોટા ભાગના સાધુઓ-બાવાઓ અને ગુરૂઓ નવરા થઈ જાય પણ વો દિન કહાં કી મીંયાકે પાંવમે જુતિયાં ! અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s