ચાણક્ય અને ચાર્વાક

ચન્દ્રકાન્ત બક્ષી

             હીન્દુ વીચારધારામાં વીરોધને સમ્પુર્ણ અવકાશ છે. તર્કની સામે પ્રતીતર્ક કે વીતર્ક, વાદની સામે પ્રતીવાદ, સાદની સામે પ્રતીસાદ, પક્ષની સામે વીપક્ષ, સંકલ્પની સામે વીકલ્પ, જેવા શબ્દો છે. માતાનો વીરોધી શબ્દ કુમાતા કે પુરુષનો વીરોધી શબ્દ કાપુરુષ કદાચ સંસ્કૃત સીવાય અન્ય પ્રમુખ ભાષાઓમાં આયાસ કરીને શોધવા પડે. આપણી સંસ્કૃતી માટે અપસંસ્કૃતી શબ્દ આપણે વાપરતા નથી. તર્કની સામે વીતર્ક કરનારને પણ આપણે સ્થાન આપ્યું છે અને એ જ આપણી શક્તી પણ છે અને અશક્તી પણ છે. ઈસ્લામમાં કુરાનની ખીલાફ કંઈ નથી, કંઈ થઈ શકે નહીં. કેથલીક વીચારધારા એટલી જ જલદ છે. સ્પેનમાં ૭૦૦ વર્ષો સુધી મુળ આરબોએ રાજ કર્યું; પણ સ્પેનમાંથી મુસ્લીમોને કાઢી મુકાયા; કારણ કે કેથલીક ધર્મ પણ સખત કટ્ટર હતો. પુરા દક્ષીણ અમેરીકાની પ્રજા લગભગ કેથલીક છે, સ્પેનીશભાષી છે; (માત્ર બ્રાઝીલ પોર્ટુગીઝ બોલે છે) પણ ત્યાં એ પુરા ખંડમાં, મુસ્લીમો નથી ! પશ્ચીમ અને ભારતવર્ષના ફરક વીશે એક વાર મારે ઈતીહાસકાર ડૉ. મોરાએસ સાથે ચર્ચા થતી હતી. મેં કહ્યું કે જોન ઓફ આર્કથી જ્યોર્ડાનો બ્રુનો સુધી, એ પહેલાં અને પછી પણ હજારો માણસોને પશ્ચીમે વીરોધ, વીતર્કી વીચારધારા માટે જીવતા સળગાવી મુક્યા છે. (એક કીસ્સામાં લોહી ન પડવું જોઈએ એ ‘દયાભાવ’ રાખીને એ ચીન્તકને જીવતો સળગાવ્યો હતો ! એ વખતે સ્પેનમાં ઈન્ક્વીઝીશન ચાલતું હતું.) હીન્દુઓએ વીતર્ક માટે કોઈને જીવતો સળગાવ્યો હોય એવું ઈતીહાસમાં પ્રમાણ મળતું નથી. પછી ઈતીહાસકાર ડૉ. એલ. બી. કેણી સાથે આ વાત કરતો હતો ત્યારે ડૉ. કેણીએ કહ્યું કે આપણે ત્યાં ચાર્વાકને જીવતો સળગાવ્યો હતો એવી કથા છે! ચીન્તક ચાર્વાક હીન્દુ પારમ્પરીક વીચારધારાથી બીલકુલ વીરોધી વીચારો ધરાવતો હતો. એના વીશે ચુપ રહેવાનું ષડ્યંત્ર આપણા આધ્યાત્મીકોએ સદીઓથી અપનાવેલું છે. ચાણક્ય બીજો એક ચીન્તક હતો; પણ તેની વીરોધીતા જરા નમ્ર પ્રકારની હતી, ચાર્વાક જેટલી ઉદ્દીપક ન હતી. ચાણક્યનાં ઘણાં કથનો આપણી પ્રણાલીકા માટે ખંડનાત્મક હતાં. આપણે ખંડનના નહીં; પણ મંડનના સંસ્કાર શીખ્યા છીએ અથવા આપણને પાવામાં આવ્યા છે. ચાણક્યને પ્રમાણમાં ઓછો અન્યાય થયો છે, ચાર્વાકને સમ્પુર્ણ અન્યાય કરવામાં આવ્યો છે.

                શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને પુરી ગીતા સંભળાવ્યા પછી કહે છે કે, ‘‘મેં તને ગુહ્યથી ગુહ્યતમ વાતો સમજાવી છે; પણ હવે તને યોગ્ય લાગે એમ જ કર(યથેચ્છસી કુરુ).’’ અન્ય ધર્મોમાં આ પ્રકારનું વ્યક્તી સ્વાતન્ત્ર્ય ઓછું અથવા નહીંવત્ જોવા મળે છે. આપણા ધર્મગ્રન્થો હમ્મેશાં નીર્વીકલ્પ સત્ય જ કહેતાં હોય એવી ધર્માચાર્યોની પ્રસ્તુતી હોય છે. એમાં ક્યારેક અપવાદ સ્વરુપ વીધાનો પણ મળતાં રહે છે, જે વીતર્કના પ્રાન્તમાં આવે છે. ચાણક્ય કહે છે કે જેને પોતાની બુદ્ધી નથી, એને શાસ્ત્ર પણ શું કરી શકે  (યસ્ય નાસ્તી સ્વયમ્ પ્રજ્ઞા શાસ્ત્રમ્ તસ્ય કરોતી કીમ્) ? સન ૬૦૦ની આસપાસ ધર્મકીર્તી નામક દાર્શનીક થઈ ગયા, એમનો એક શ્લોક મહાપંડીત રાહુલ સાંકૃત્યાયને એમના પુસ્તક ‘દોર્જેલીંગ પરીચય’માં મુક્યો છે : ‘વેદને અથવા કોઈ ગ્રન્થને પ્રમાણ માનવો, કોઈ ઈશ્વરને જગતનો સર્જનહાર માનવો, સ્નાનને ધર્મ માનવો, જાતીભેદને માનવો અને પાપમાંથી મુક્તી માટે ઉપવાસ આદી કરવા એ અક્કલ વગરના લોકોની જડતાનાં પાંચ લક્ષણો છે.’  જ્યાં સ્ત્રીઓનો આદર થતો હોય ત્યાં દેવતાઓનો નીવાસ હોય છે, એવું મનુસ્મૃતીમાં લખ્યું છે; પણ ચાણક્યનીતી કહે છે છળ તો સ્ત્રીઓ પાસેથી જ શીખવું (સ્ત્રીભ્ય: શીક્ષેત્ કૈવતમ્) સંસ્કૃત સુભાષીતો ક્યારેક યથાર્થવાદી બની જતાં  હોય છે.  દૃષ્ટાન્ત રુપે : ‘દૈન્યે, વીસ્મૃતીભોજન:’  એટલે કે દુ:ખી હાલત આવી પડતાં; જે ખાવું–પીવું ભુલી જાય છે એ મુર્ખ છે…

                ચાણક્યનીતીના કેટલાય શ્લોકો પ્રવાત બની ગયા છે અને સામાન્ય સ્વીકૃત જનમાન્ય સત્યથી વીપરીત છે. ચાણક્ય કહે છે :  ‘કુળના બચાવને માટે એકને, ગામના બચાવને માટે કુળને, દેશના બચાવને માટે ગામને અને પોતાના બચાવને માટે પૃથ્વીને પણ જરુર પડે તો ત્યજી દેવાં. વીદ્યાથી શોભતો હોય એવા દુર્જનનો પણ ત્યાગ કરવો; કારણ કે મણીથી શોભતો નાગ ભયંકર નથી ?… લોભીયાને ધનથી, અક્કડને હાથ જોડીને, મુર્ખને તેની મરજી પ્રમાણે ચાલીને અને પંડીતને યથાર્થપણાથી વશ કરાવા… બહુ લામ્બું ખેંચનારો નાશ પામે છે (દીર્ઘ સુત્રી વીનશ્યતી)… ધન, મીત્ર, પત્ની તથા પૃથ્વી એ બધું ફરીથી મળી શકે છે; પણ શરીર ફરીથી મળતું નથી… લોકો હમ્મેશાં ગતાનુગતીક એટલે એકની પાછળ બીજો એમ ચાલનારા હોય છે, વીચાર કરનારા નથી… રાજા સદાચારી હોય તો પ્રજા સદાચારી હોય છે અને રાજા પાપી હોય તો પ્રજા પાપ કરનારી બને છે. પ્રજા રાજાને જ અનુસરે છે, જેવો રાજા તેવી પ્રજા. (યથા રાજા તથા પ્રજા) !’

                વીતર્ક અને ભેદ લગભગ સગોત્ર છે. વીચારભેદ, રુચીભેદ, રસભેદ, મતભેદ, મનભેદ,  દૃષ્ટીભેદ જેવા વ્યક્તી અને વ્યક્તીની વચ્ચે ભેદો હોઈ શકે છે અને એ માટે ભારતીય સંસ્કૃતીમાં વ્યક્તીનું હનન કરવામાં આવતું નથી, આવ્યું નથી. મતભેદ છે એટલે આધુનીક લોકશાહી ઉભી છે, મતભેદ જ લોકશાહીની બુનીયાદ છે, લોકશાહીનો મુલાધાર છે. દરેક પ્રશ્નનો એકમાત્ર ઉત્તર જ હોવો જરુરી નથી, વીકલ્પ હોઈ શકે છે. તો જ નવા વીચારો પ્રગટી શકે છે. પશ્ચીમના ગમ્ભીર વીચારકો માને છે કે ઈસ્લામમાં માનનારાઓની 1૦૦ કરોડની આબાદી પૃથ્વી પર છે. મોરોક્કોથી અફઘાનીસ્તાન સુધીના ઈસ્લામી વીશ્વની સમ્પત્તી પુરા વીશ્વની સમ્પત્તી કરતાં વધી શકે છે; પણ એવું થયું નથી અને સૌથી પછાત આ ઈસ્લામી વીશ્વના દેશોના સમાજો છે, અશીક્ષીત, મુફલીસ, શોષીત, દીશાહારા, વસ્તુહારા. સ્ત્રીઓની પરતન્ત્રતા પણ એક પ્રમુખ નકારાત્મક આયામ છે, એવું ચીન્તકો માને છે. લગભગ બધા જ ઈસ્લામી દેશોમાં વીરોધપક્ષો કે વીરોધવીચારો લગભગ નગણ્ય છે. તર્કની સામે વીતર્ક નથી. એકતા છે; પણ અનેકતાને દબાવી દેવામાં આવે છે.

                ચાર્વાક વીશે બહુ સાહીત્ય પણ લભ્ય નથી. જ્યારે જ્યારે ચાર્વાકના નામનો ઉલ્લેખ આવે છે ત્યારે એક વાક્ય સાથે સાથે જ બોલાય છે, જે ચાર્વાકે કહ્યું હતું : ‘દેવું કરીને પણ ઘી પીવું !’ ચાર્વાક હેડોનીસ્ટ છે, એપીક્યુરીયન છે, આજની ભાષામાં કહીએ તો અંશત: એક્ઝીસ્ટેન્સીએલીસ્ટ અથવા અસ્તીત્વવાદી છે. જુના સન્દર્ભ પ્રમાણે કહેવું હોય તો સ્થાપીત મુલ્યો સામે નવાં વીપ્લાવક અને ક્રાન્તીકારક મુલ્યોની મશાલ પ્રગટાવનાર વીચારક છે. એ આવતી કાલ કે અનાગતમાં માનતો નથી, એનો અભીગમ જીવનવાદી છે. પ્રાચીન કાળમાં આવા વીચારો પ્રગટ કરતા રહેવાનું દુ:સાહસ ચાર્વાક માટે કુપરીણામ બની ગયું. કીમ્વદન્તી એવી છે કે ચાર્વાકને એના વીચારો માટે જીવતો સળગાવી દેવામાં આવ્યો. એનું સર્જન પણ ખાસ ઉપલબ્ધ નથી. શક્ય છે કે નાશ કરી નાખવામાં આવ્યું હોય; પણ જે પ્રાપ્ત છે એ સ્ફોટક છે. ચાર્વાકના સમય વીશે મતાન્તર છે. ડૉ. રાધાકૃષ્ણનના મતાનુસાર ચાર્વાકનો સમય ઈસા પુર્વ ૩૦૦થી ૨૦૦નો હોવો જોઈએ; પણ કેટલાક વીદ્વાનો આનાથી વીપરીત અભીપ્રાય આપે છે. અનાચાર, કામાચાર, વામાચાર ચાર્વાકના વીચારોમાંથી જન્મેલી વીરાસત છે એવો એક મત છે. ચાર્વાકની ફીલસુફીને સંપુણત: ચરીતાર્થ કરે એવો અતી પ્રસીદ્ધ શ્લોક છે. એ શ્લોકનો ભાવાર્થ : ‘જ્યાં સુધી જીવતા રહો, સુખથી જીવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ; કારણ કે ભસ્મ થઈ ગયેલા દેહનું ફરીથી આગમન કેવી રીતે થઈ શકે ?’ ચાર્વાકના વીચારો આજના યુગમાં પણ ક્રાંતીકારી અને ધારદાર મૌલીક લાગે છે તો એ ૨૨૦૦ કે ૨૩૦૦ વર્ષો પહેલાં કેટલા વીસ્ફોટક લાગતા હશે ?

                ચાર્વાકના કેટલાક વીચારોની સુચી એકત્ર થઈ શકી છે : ‘સ્વર્ગ નથી અને નર્ક નથી, પરલોકથી સમ્પર્ક કરી શકે એવો કોઈ આત્મા નથી. વર્ણાશ્રમ સમ્બન્ધીત ક્રીયાઓ પણ ફલપ્રદ નથી. અગ્નીહોત્ર, ત્રણ વેદો, ત્રીદંડ ધારણ કરવું, ભસ્મનો લેપ કરવો, આ બધું બુદ્ધીહીન અને પૌરુષહીન લોકોની આજીવીકા માટેનાં સાધનો છે. જો યજ્ઞમાં મારી નાખેલું પશુ સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પીતાને જ યજ્ઞમાં મારીને સ્વર્ગમાં કેમ મોકલતો નથી ? શ્રાદ્ધ મૃતકોને તૃપ્તી પહોંચાડતું હોય તો બુઝાઈ રહેલા દીપકને કેમ પ્રજ્વલીત કરી શકતું નથી ? અહીં કરેલું દાન જો સ્વર્ગસ્થ વ્યક્તીને મળી શકતું હોય તો મકાનના ભોંયતળીયે અપાયેલું દાન મકાનની અગાશીમાં બેઠેલાને કેમ પહોંચતું નથી ? મૃતકની પાછળ શ્રાદ્ધ એ બ્રાહ્મણોએ પોતાની આજીવીકા માટે ગોઠવેલું આયોજન છે. વેદની અન્દર જ એવું કહેવાયું છે કે અશ્વમેધીય અશ્વ–શીશ્ન યજમાનની પત્ની દ્વારા ગ્રાહ્ય છે.’ આવી ઘણી વાતો કહી છે.

                ચાર્વાકનું કહેવું છે કે : ‘પ્રત્યક્ષ એ જ પ્રમાણ છે. આત્મા નથી, શરીર એ જ આત્મા છે, સ્વર્ગ આદી પરલોક નથી. પુણ્ય અને પાપ જેવા શબ્દો પણ માન્ય નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર ઘટકો પુરુષાર્થના નથી. પુરુષાર્થના બે જ ઘટકો છે, અર્થ અને કામ. વીષયસુખ અને મરણ એ બે જ મોક્ષ છે. મન એક જ ઈન્દ્રીય છે. જ્ઞાન પણ તત્વત: એક પ્રકારની ક્રીયા જ છે.’ ચાર્વાકના તત્કાલીન વીચારો આજની અસ્તીત્વવાદી વીચારધારાની બહુ નીકટ આવી જાય છે. ચાર્વાક વીશે આપણી પાસે બહુ માહીતી નથી; પણ એ કદાચ આપણો સોક્રેટીસ હતો… !

: ક્લોઝ અપ:

શક્કર ઘોલે જુઠ કી, ઐસે મીત્ર હજાર,

ઝેર પીલાવે સાંચ કો, એ વીરલા સંસાર

(પ્રાચીન દુહો)

–ચન્દ્રકાન્ત બક્ષી

રવીવાર તા. 19 ફેબ્રુઆરીના 2005ના ‘દીવ્ય ભાસ્કર’ દૈનીકની રવીવારીય પુર્તી ‘રસરંગ’માંથી સાભાર..

આ દૈનીકના પહેલા અંકના પ્રકાશનથી જ બક્ષી બાબુ એના કટાર લેખક છે. આજે તો હવે એમ લખવું પડે છે કે હતા…..

(છેલ્લે છેલ્લે લખાયેલા અને હજી ગ્રંથસ્થ નહીં થવા પામેલા એમના કેટલાક લેખો આપવાની ઉમેદ છે. એક લેખ એટલે જાણે પાસાદાર અણમોલ હીરો ! હવે એમની પાસેથી થોડું કશું કંઈ મળવાનું છે ! જે છે તે જાણીએ–માણીએ..ઉત્તમ ગજ્જર..

સન્ડે ઈમહેફીલ વર્ષ: પહેલું – અંક: 049 –May 16, 2006ઉંઝાજોડણીમાં અક્ષરાંકન: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

()()()

 સન્ડે ઈ–મહેફીલના સમ્પાદકોની પરવાનગીથી સાભાર ….

♦  દર પન્દર દીવસે મોકલાતી ‘સન્ડે ઈ–મહેફીલ’ની  પીડીએફ મેળવવા લખો: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ ‘અભીવ્યક્તી’ :  https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી.396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29–122011

()()()()()

 

35 Comments

  1. ચાર્વાક વિશે ખાસ કઈં જાણવા મળતું નથી. હકીકતમાં એ અનાત્મવાદી ચિંતક હતો. એણે “ઋણં કૃત્વા ઘૃતં પિબેત” કહ્યું હોય એવો પુરાવો નથી. આ એની ટીકા કરવા માટે, એની ઠેકડી ઉડાવવા માટે કહેલી વાત છે. આપણે એના વિશે જે કઈં જાણીએ છીએ તે એની આલોચનાઓમાંથી જાણીએ છીએ. એ એક વ્યવસ્થિત વિચારધારા હતી એમ લાગે છે કારણ કે આત્માવાદીઓ દ્વારા એની આકરી ટીકા થઈ છે. આપણે ત્યાં સહિષ્ણુતા માત્ર વૈદિક પરંપરા સ્વીકારનાર માટે રહી.

    Like

  2. Charvak was real great rationalist. Even if he has said ‘Runamkrutva Dhrutam Peebat’, there is nothing wrong. He does not advise to steal Ghee or commit theft of Ghee. He propounds the theory that even if you have to incur debt, incur it for achieving worldly pleasures and happiness. In modern times, we all are incurring debts (Runa) by way of taking loans for acquiring worldly possessions like house, TV, fridge, computer, etc. It is not proper to criticise Charvak by literally interpreting his sayings.

    Like

    1. આનંદભાઇ,
      તમે કહો છો કે It is not proper to criticise Charvak by literally interpreting his sayings. પરંતુ, દુઃખની વાત છે કે આપણા આત્માવાદી ચિંતકોએ એની એ રીતે ટીકા કરી છે. એમણે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે ચાર્વાક લોકોને અનીતિને માર્ગે લઈ જવા માગે છે. અહીં શ્રી ગાંડાભાઈ વલ્લભની કૉમેન્ટ છે કે આ વિધાન જો ચાર્વાકનું હોય તો એને આપણે અપ્રામાણિક રૅશનાલિસ્ટ માનવો જોઇએ. એમની આ કૉમેન્ટ સાથે હું સંમત છું, કારણ કે ચાર્વાકે એમ કહ્યું જ નથી! માત્ર એના આલોચકોએ એના સિદ્ધાંતને આ રીતે વિકૃત કર્યો છે. ચાર્વાક ખરો રૅશનાલિસ્ટ હતો. એનો સિદ્ધાંત પ્રકૃતિ અથવા ’જડ’ને પ્રાથમિકતા આપે છે, જેના પ્રમાણે ચેતન જડનો વિકાસ છે.

      Like

  3. મને લાગે છે કે ચાર્વાકના ऋणं कृत्वा घृतं पीबेत કથનની ટીકા એટલા માટે કરવામાં આવે છે કે એની પાછળનો ધ્વની એવો છે કે દેવું કરીને પણ મઝા કરો, કેમ કે મર્યા પછી એ દેવું ચુકવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી-ચાર્વાકની વીચારસરણી મુજબ. આથી એ વીચાર અપ્રમાણીક છે, ભલે ચોરી કરવાનું સુચન એમાં ન હોય, પણ પારકું ધન ઓળવી જવાનો આશય રહેલો છે. આથી જો આ કથન ચાર્વાકનું હોય તો એને રેશનાલીસ્ટ કહેવો હોય તો પણ અપ્રમાણીક રેશનાલીસ્ટ.

    “(તસ્ય નાસ્તી સ્વયમ્ પ્રજ્ઞા શાસ્ત્રમ્ તસ્ય કરોતી કીમ્)? “ગોવીંદભાઈ, આ સંસ્કૃતમાં પહેલો શબ્દ‘તસ્ય‘આપે શરતચુકથી લખ્યો છે કે મુળમાં એ પ્રમાણે હતું? મને લાગે છે કે અહીં “યસ્ય નાસ્તી સ્વયમ્ પ્રજ્ઞા શાસ્ત્રમ્ તસ્ય કરોતી કીમ્“ હોવું જોઈએ.

    Like

  4. Our Scholar Shri Chandrakant Baxi has explained & discussed the philosophy very nicely in this article. He has quoted references which are convincing and catalytic & thought provoking.
    Charvak,it is said, have taught,

    “Yavat jivet sukham jivet
    runam krutva dhrutam pibet
    bhasmibhutasya dehasya, punaragaman kutaha?”

    Baxi Saheb has given us best sahitya which was enlightening and eye opening..
    I loved,
    his Books, CockTail , Starter, Vintage Wine, Bottoms up……and many many many more….These short assays/ stories are thought provoking.

    He has studied Western culture, Eastern culture and also the middle – muslim culture. Here we find the differences between the cultures.

    I am living in USA for last 20 years among eastern, Indian culture and western culture followers. Indians do not approve westerners daily life rituals/ habits and social structure.

    I always have seen this Western culture and life philosophy as CHARVAK-VAD. The detail study of daily life style of Black and white people will remind one that they do not worry about tomorrow. They enjoy every moment of their life. Dress well, eat well, drink well…( Start with starter, have vintage wine, go for cocktail and Bottom-up….)….They will see the future problem as ” DEKHA JAYEGA WHEN FACE.” Right now we do not have any problem so why worry?
    They may be by religion, Christians, but they do not bring / blend, religion in each of their daily routine activities. Exceptions are universal.

    Today, in 21st century…i.e. the century of science and technology, a research published by a scholar in his subject of expertise, has to be proved before the mass…i.e. the world. There may be more study done by some other scholar in the same subject, which is well proved and advanced, world will accept that. CHARVAK explained and questioned the, than existing philosophy of life by other scholars and gave his views on that subject. The questions could never be answered in PRACTICAL way. Only philosophical words could be delivered.

    Rationals, today , having convinced themselves, have started believing and practicing CHARVAK-VAD , living among DHARMIK-KRIYA-KARAM-VAD followers.

    WE HAVE FOLLOWERS OF CHARVAK, LIVING ON THE CRUST OF THIS EARTH.PEOPLE FROM COUNTRIES LIKE INDIA (with HINDU RELIGION BACKGROUND) see the average life of Americans as ” HAPPY.”

    This is my thinking. Exceptions are universal.

    Amrut(Suman)Hazari.

    Like

  5. Friends,
    To read more on CHARVAKA, please enter on the WEB,in your computer, writing, CHARAVAKA, and open the research paper by Wikipedia.

    Much more enlightening information are provided there.

    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

  6. ગોવિંદભાઈ:
    લેખકે મનુસ્મૃતિમાંથી સ્ત્રીઓના આદરથી દેવતાના વાસની વાત કરી છે તે હાસ્યાસ્પદ નથી લાગતું?
    આ સ્મૃતિની રચનાજ સ્ત્રીઓ અને મોટાભાગના લોકોને કાયમ માટે સામાન્ય અધિકારોથી વંચિત રાખવા થયેલ.
    કેશવ.

    Like

  7. S/Shri Gandabhai Vallabh and Dipakbhai Dholakia,
    Charvak is not known to have advised people ‘Not to repay debt’. It cannot be said that in modern times we are incuring debt with intention not to repay the debt till our death. Hope I have made myself clear.

    Like

    1. આનંદભાઈ,

      ચાર્વાકે લોકોને કરજ લેવાની સલાહ આપી હોવાનો પણ પુરાવો નથી!

      માણસ આ જન્મમાં જે કરે તેનો બદલો આવતા જનમમાં નથી મળતો, કારણ કે પુનર્જન્મ જેવું કઈં નથી એમ એનું કહેવાનું છે. આ વિચારને એક્સ્ટ્રીમ પર લઈ જઈને આત્માવાદીઓ કે પુનર્જન્મવાદીઓએ એના પ્રત્યે વ્યંગ કરતાં એવું ઠસાવવાનો પયત્ન કર્યો છે કે ચાર્વાકની વાત માનો તો પુનર્જન્મ ન હોય તો આ જન્મમાં દેવું કરો અને નહીં ચૂકવો તો પણ સજા નહીં થાય!

      ચાર્વાક શું માનતો એ તો આપણે માત્ર એના પર થતી ટીકાઓ પરથી જ જાણીએ છીએ. પરંતુ આ ટીકાઓ એટલું તો સિદ્ધ કરે જ છે કે એ materialist (પદાર્થવાદી કે પ્રકૃતિવાદી) હતો, ચેતનવાદી નહીં.

      ઘણી વાર મૅટીરિયાલિસ્ટનો અર્થ હેડોનિસ્ટ એટલે કે ’સુખોપભોગવાદી’ એવો જોવા મળે છે પણ એ સાચો અર્થ નથી. મૅટિરિયાલિઝમ (જડવાદ કે પદાર્થવાદ)ના વિરોધીઓ હેડોનિસ્ટને મૅટીરિયાલિસ્ટ ગણાવીને ગૂંચવાડો ઊભો કરે છે. એટલે ચાર્વાકને હેડોનિઝમના પ્રતીક આ વ્યંગમાં વપરાયેલા ’ઋણ’ના સીમાડાની બહાર ગંભીર ચિંતક તરીકે મૂલવવાની જરૂર છે.

      Like

  8. न सा सभा यत्र न सन्ति वृद्धा:

    न ते वृद्धा: ये न वदन्ति धर्महः /

    न तत् धर्महः यतर न सन्ति सत्यं

    न तत् सत्यं यत् छलेन विहीनः //

    તે સભા , સભા નથી જ્યાં જ્ઞાની વૃદ્ધ પુરુષો ના હોય ,

    તે વૃધો નથી જે ધર્મ વિષયક વાત ના કરતા હોય ,
    તે ધર્મ ,ધર્મ નથી જ્યાં સત્ય ના હોય અને તે સત્ય , સત્ય નથી જે છળ વાળું હોય .

    તો મિત્રો , કોઈ પણ વીચારને ભારતીય સંસ્કૃતિ એ સ્વીકારી તેને સમાજ સુધી પહોંચાડ્યો છે , તને ગમે તો આચર , બીજાને આ જ સત્ય છે તેમ કરવા આપણી સંસ્કૃતિ મના કરે છે , તેથી ઓ મારા દોસ્તો નાહક વિચાર ભેદ કેમ પ્રસરાવો છો ?

    બક્ષી અભિવ્યક્તિના પ્રહરી હતા . કોઈ એક મતના પ્રચારક ન હતા એટલે તેમને તો મુક્ત રાખીએ તો જ બુદ્ધિમાત્તતા .

    ઈશ્વર પુરોહિત

    Like

  9. અહી ચારવાક વિશે ઘણા અભિપ્રાયો મળ્યા કારણકે તેના વિષે કંઈ સાહિત્યજ નથી, એટલે ઘણા સજ્જનોએ તેમની માન્યતા મુજબ અભિપ્રાયો આપ્યા. મારી માન્યતા પ્રમાણે પ્રજા જો દ્રઢ પણે એવું માનતી થઇ જાય કે પાપ-પુણ્ય જેવું કશુજ નથી તો સમાજમાં અને દુનિયામાં એક મોટી અરાજકતા ફેલાઈ જાય. ચારવાકની આ વાત બિલકુલ છેડાની છે. કોઈપણ દેશ તેની સંસ્કૃતિ વિના ટકી શકે નહિ અને આ સંસ્કૃતિ, તેમના અનુસરાતા ધર્મમાંથી આવતી હોય છે પછી ભલે ગમે તે ધર્મ હોય. ધર્મ એ એક જાતનું પ્રજાને માટે બંધારણ છે.

    આસ્તિકોમાં નાસ્તિકતા સમાયેલી હોય છે અને નાસ્તિકોમાં આસ્તિકતા સમાયેલી હોય છે. દુનિયામાં મોટેભાગે તો આસ્તિકોજ રહે છે. જયારે આસ્તિકો નફાખોરી, ભેળસેળ, ટેક્ષમાં ગોટાળા વિગેરે કરે છે ત્યારે તેઓ ઈશ્વરને માનતા નથી એવું કહેવાય અને તેજ પ્રમાણે નાસ્તિકો જયારે માનવસેવાનું, સમાજસેવાનું કે દેશ સેવાનું કામ કરે તો તે આસ્તિકોના મત પ્રમાણે તો ઈશ્વરનુંજ કામ કરી રહ્યા છે, એમ કહેવાય.

    ચાણક્ય વિશે તો આખું પુસ્તક પ્રાપ્ત છે. ચાણક્ય જેવો મુત્સદ્દી અને દૂરંદેશી વ્યક્તિ આજસુધી ભારતના ઈતિહાસમાં શોધવો મુશ્કેલ છે. સરદાર પટેલને એ હરોળમાં મૂકી શકાય. અહિ વિષય “ચારવાક અને ચાણક્યનો” છે, તો સરખામણી કરતા દેશને માટે ચાણક્યના વ્યક્તિત્વનીજ જરૂર છે એવું હું માનું છું.

    શ્રી ચંદ્રકાંત બક્ષી બહુ મોટા સાહિત્યના સર્જનહાર છે. ચાણક્ય કહે છે : ‘કુળના બચાવને માટે એકને, ગામના બચાવને માટે કુળને, દેશના બચાવને માટે ગામને અને પોતાના બચાવને માટે પૃથ્વીને પણ જરુર પડે તો ત્યજી દેવાં. અહી કુળ, દેશ અને ગામની વાત તો બરાબર છે પણ “પૃથ્વીનો ત્યાગ” એટલે એનો સીધો અર્થ તો મરણજ થાય. મારું માનવું છે કે જે કંઈ સત્યથી વિપરીત લાગતું હોય તો જમાના પ્રમાણે અર્થઘટન કરી શકાય. જે પુસ્તક કે ગ્રંથ જે જમાનામાં લખાયેલો હોય ત્યારે તે જમાનાની પરિસ્થિતિને અનુલક્ષી ને લખવામાં આવ્યો હોય છે. નીચેના શ્લોકમાં આવું અર્થ ઘટન થયું હોય એવું લાગે છે.

    न दैवप्रमाणानां कार्यसिद्धि: II १२९ II …ચાણક્ય
    જ્યોતિષને પ્રમાણ માનીને ચાલનારાઓની કાર્યસિદ્ધિ થતી નથી.

    ઘણા લોકો ડગલે ને પગલે જ્યોતિષનો આધાર લેતા હોય છે, વાર-તિથી-ચોઘડિયા-મુહૂર્ત વગેરે જોઈ જોઇને કાર્ય કરતા હોય છે. આવા લોકોની કાર્યસિદ્ધિ થતી નથી, તેમ ચાણક્ય કહે છે. પાણીપતનું યુદ્ધ કરવા પેશ્વા એક લાખ મરાઠાનું લશ્કર લઈને આવ્યા, પણ જ્યોતિષીઓએ કહ્યું કે એક મહિના સુધી કોઈ સારું મુહૂર્તજ નથી, તેથી મોટું લશ્કર યુદ્ધ-કાર્ય વિના મેદાનમાં પડી રહ્યું. એક મહિનામાં અનાજ પાણી ખૂટવા લાગ્યાં. પછી સારું મુહૂર્ત કાઢીને યુદ્ધ કર્યું. ચારજ કલાકમાં પેશ્વા હારી ગયા – મરાયા – સેના ભાગી. એક લાખ મરાઠા મરાયા. જો આ લોકોએ મુહૂર્ત કાઢવામાં એક મહિનો ન બગડ્યો હોત તો કદાચ પેશ્વા હારત નહિ અને એક લાખ મરાઠા મરાયા ન હોત. એટલે રાજાએ કદી પણ વાર-તિથી-ચોઘડિયા, મુહૂર્ત કે કમુરતાં જેવા વહેમોમાં પડવું નહિ. જે સમયે જે કાર્ય કરવા જેવું લાગે તે કરી લેવું…. સ્વામી સચ્ચિદાનંદ

    Like

    1. વહાલા ભીખુભાઈ,
      ‘વીચારયાત્રા’ જેવા મારા–આપણ સૌના આ ‘અભીવ્યક્તી’ બ્લોગને, તમારા જેવા જ સઘળા અભ્યાસુ વીદ્વજ્જનોની જે નીયમીત કૉમેન્ટ્સ મળે છે તે, મારે મન મોંઘાં ઘરેણાં છે. કૉમેન્ટ્સનું સ્તર પણ એટલું ઉંચું, જ્ઞાનસભર, સૌજન્યપુર્ણ, અન્યોન્ય સમાદરભર્યું હોય છે કે હું નીરાંત અનુભવું છું. હા, લેખ પસંદ કરવામાં મારે જે સાવધાની કે ચીવટ રાખવી જોઈએ તે હું મારી સમજ અને ગજા મુજબ જાળવું છું.
      આ પ્રવૃત્તી કોઈનો અહમ્ કે કોઈનો મતાગ્રહ પોષવા કે કોઈની ટીકા કરવા માટે આપણે કરતા નથી; પણ આપણા વીચારો અને આચારને તર્કની એરણ પર ઘડી, તેને માંજીને ઉજળા કરવા માટે જ છે. પછી જ આચારમાં તે આવી શકે ને ? આચરેલી વાતનો પ્રભાવ છે તેટલો પ્રબોધેલી વાતનો નથી.
      મીસ્ત્રીસાહેબ, તમે સ્વામીજીના ચીન્તનનો લાભ આપ્યો તે ગમ્યું. ચાર્વાકના નામે ચડેલી આ ઉક્તી : ‘જ્યાં સુધી જીવતા રહો, સુખથી જીવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ’ એ ચાર્વાકની વીચાસરણીને નીચી પાડવા કે તેને હીણી ચીતરવા તેના વીરોધીઓએ પ્રક્ષેપીત કરી પ્રચલીત કરી હોવાની પુરી સમ્ભાવના છે. અથવા તો તે આલંકારીક ભાષા(અતીશયોક્તી અલંકાર)માં કહેવાયું છે એમ માનવું રહ્યું.
      વાચક મીત્રો, આપ સૌનો હું આભાર માનું છું.. આપ સૌની હાજરીથી ‘અભીવ્યક્તી’ રળીયાત છે.
      ધન્યવાદ..
      ..ગોવીન્દ મારુ

      Like

  10. આ ત્રણ માહિતીનો અભ્યાસ કરવો ગમશે…

    http://en.wikipedia.org/wiki/C%C4%81rv%C4%81ka

    http://www.hinduwebsite.com/history/athiesm.asp

    http://prateekraj.blogspot.com/2007/10/charvaka-philosophy.html

    મોટા ભાગના નાસ્તિક સાહિત્યનો નાશ કરવામાં આવ્યો હતો; આથી ખરેખર ચાર્વાક અને તેના ગુરૂ બૃહસ્પતિ શું કહેવા માંગતા હતા; તે વિશે અનુમાન કરવાનો કશો અર્થ નથી.
    —–
    પણ કોઈ જાતના ધર્મ કે વ્યવસ્થા વિનાનો સમાજ આ ૨૦૧૧ ની સાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે – અને કદાચ કહેવાતા સંસ્કૃત / સભ્ય સમાજ કરતાં વધારે સુખી સમાજ છે

    નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનના એક તજજ્ઞે છ મહિના એ સમાજમાં ગાળ્યા હતા; અને તે અનુભવના આધારે રિપોર્ટ બનાવ્યો હતો.
    એનો સારાંશ …

    હાદઝા….

    http://gadyasoor.wordpress.com/2010/02/05/hadza/

    Like

  11. સુરેશભાઈ તમારા મંતવ્યથી ઘણું જાણવા મળ્યું .
    ચાર્વાકે પાપના ભય થી લોકોને મુક્ત કર્યા .આ કારણે ચાર્વાક નિષ્ફળ ગયો . અને એના પુસ્તક “ચાર્વાક દર્શન “નો અને એનો પોતાનો નાશ થયો.

    Like

  12. I enjoyed this article by Mr Baxi & comments by mostly well educated & honest readers.
    It seems like restrain & refrain are the fading values of Kud-yug! Happiness is increasingly defined in terms of material means. Convenience has become a end goal for everything we do & everything we intend to do! Everything against convenience has become conspiracy theory! Some religions have accepted & adopted convenience in their core strategy to attract more followers. In my opinion difference of opinions, different mentalities, different thinking & different approaches were always admired, encouraged & acceptable ways of Sanatan dharma. Atheist thinking & way of living is thought provoking but is become increasingly socially acceptable!
    In general it is convenient not to believe in God! It is convenient to borrow & not to worry about paying back! It is convenient not to follow vedic traditions! But if one thinks little further though convenient thinking & living is stress & burden free, it eventually leads to immorality, insecurity & criminality due to self centered thinking! It eventually leads to rise of dictatorship, communism & concept of stronger will survive & rule and it further makes atrocities against weak & poor more acceptable! Lack of honesty & betrayal becomes
    core of those conveniently acceptable Charvak concepts!
    Regardless of faith (as I understood from Sanatan Dharma, “different faiths are different ways to reach to one & only god, some could be easy but longer & some could be difficult but shorter” ), I think religions are one of the core necessity of any civilization just like wearing clothes & following traffic laws & moral expectations of any civilization! We being civilized do not walk necked though it could be convenient not to buy & wear clothes. Different religions are like different brands of cloths different people wears though they all do same thing to cover our body & keep us civilized though those different brands of clothes may differ in price, color, strength & durability! It is convenient not to follow any traffic or any civil laws but if everybody behave drive like they want to without following traffic laws then traffic gets jammed because some people want to go to north on south bound lanes & nobody reaches nowhere! That is why it is convenient to follow traffic laws because it makes it easier for all of us to reach whereever we want to reach without getting hurt from accidents! Same way Religions expects us to follow further more moral, civil & human obligations not covered under any nation laws! Religions are our conveniences & it make our life easier giving it a more human touch than life we could have if we all follow Charvak thinking!

    Like

  13. સુંદર લેખ…
    ચાર્વાક વિશે સંશોધનાત્મક અભ્યાસની આવશ્યકતા છે.

    Like

  14. મિત્રો,
    ઘણાં વિદ્વાનોનું માનવું છે કે, દાર્શનિક ‘કપિલ’ની જેમ ‘ચાર્વાક’ પણ ‘ગૌતમ બુદ્ધ’નાં પહેલાનાં સમયકાળ દરમિયાન (આશરે ઈ.સ.પૂર્વે ૮૦૦) થઇ ગયા હોવા જોઈએ..

    ભારતીય ઇતિહાસની ઝાંખી આપણને બ્રાહ્મણો નિર્મિત વર્ણવ્યવસ્થાનાં પોષક અને પ્રચારક ‘કથિ…ત ધર્મશાસ્ત્રો’માં થાય છે..

    ‘મહાવીર-બુદ્ધ’નાં સમય પહેલાંનાં મોટાભાગનાં બ્રાહ્મણ નિર્મિત શાસ્ત્રોમાં ‘આર્ય-અનાર્ય સંઘર્ષ’ અથવા ‘સુર-અસુર સંઘર્ષ’ કે પછી ‘દેવ-દાનવ સંઘર્ષો’નાં વર્ણનો દ્વારા વાસ્તવિકતા જાણી શકાય છે..

    ‘મહાવીર-બુદ્ધ’નાં સમયકાળ પછી નો ઇતિહાસ તો સ્પષ્ટપણે ‘શ્રમણ-બ્રાહ્મણ સંસ્કૃતિ’ વચ્ચેનાં વાસ્તવિક સંઘર્ષોના ઈતિહાસનાં અંશોની ઘટનાઓથી ભરપુર એવો બ્રાહ્મણો દ્વારા સભાનપણે અને ષડયંત્રપૂર્વક વિકૃત કરી રચાયેલ શાસ્ત્રોમાં જણાય આવે છે..

    આશરે ઈ.સ.પૂર્વે ૧૮૭માં અંતિમ બૌદ્ધ રાજા બૃહદ્રથની હત્યા તેનાં જ સામવેદી બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શ્રુંગ દ્વારા ષડયંત્રપૂર્વક કર્યા બાદ થી લઇ છેક આઠમી સદીમાં થયેલ શંકરાચાર્યનાં અંત સુધી અસંખ્ય ‘બૌદ્ધ અને જૈન’ ધર્મના અનુયાયીઓની અને તેનાં ધર્મપ્રચારકોની કટ્ટરપંથી બ્રાહ્મણો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે હત્યાઓ કરવામાં આવી હતી.. અને આ સમયગાળા દરમિયાન જ જૈન અને બૌદ્ધ ધર્મનાં મૂળ ઉપદેશક ગ્રંથોનું વિકૃતિકરણ પણ બ્રાહ્મણો દ્વારા થયા હોવાનું અનુમાન લગાડી શકાય છે..

    આવા ભયંકર સમયકાળ દરમિયાન ‘ચાર્વાક અને ચાણક્ય’નાં મૂળ ગ્રંથોનું પણ ‘વિકૃતિકરણ’ એટલે કે, ‘બ્રાહ્મણીકરણ’ થયું હોવાની પૂર્ણપણે શંકા કરી શકાય..

    Like

    1. વિજયભાઈ, તમે ચર્ચાને સમયખંડમાં મૂકી આપી છે. તમારૂં અનુમાન સાચું લાગે છે, પરંતુ ચાર્વાક સાહિત્યનું બ્રાહ્મણીકરણ કઈ રીતે થયું એ જરા વિગતે સમજવાની ઇચ્છા છે.

      Like

  15. Friends,
    Here I have reference of Shri Keshav’s remarks on Manusmruti.
    I read one book by Swami Sachhidanand named “ADHOGATINU MUL, Varna-vyavastha.
    Here we get complete picture of what BHAGAVAN (?) MANU had designed for Hindu religion.
    PURUSHPRADHAN & BHRAHMANPRADHAN. Stree and Shudras were of no status. as per swamiji, the shlok on STREE and their praises is only one and was designed to please them.

    The book is throwing light on the VARNAVYAVASTHA created by Manu. I recommend to read.

    Thanks.

    Amrut(Suman)Hazari.

    Like

  16. ‘‘મેં તને ગુહ્યથી ગુહ્યતમ વાતો સમજાવી છે; પણ હવે તને યોગ્ય લાગે એમ જ કર(યથેચ્છસી કુરુ).’’

    સાથે સાથે એ પણ કહ્યું કે
    सर्व धर्मन्परित्यज्य मामेकं शरणं व्रज l
    अहं त्वा सर्व पापेभ्यो: मोक्षयिष्ये मा शुच:॥
    છતાં બિચારાને સદેહે સ્વર્ગમાં પ્રવેશ તો ના જ અપાવ્યો, વચન ના પાળ્યું.

    Like

  17. જે સમાજમાં લોકોને ઉકળતા તેલમાં નાખવામાં આવતા તે સમાજમાં વિચાર સ્વાતંત્ર્ય હતું તેમ માનવું અઘરું છે. બીજાઓએ તો પરધર્મીઓ પર અત્યાચાર કરેલા, આપણે તો સ્વધર્મીઓ પર કરેલા.

    Like

Leave a comment