સન્તોને બગાડવાનું બન્ધ કરો

[12મી જાન્યુઆરીએ સ્વામી વીવેકાનન્દની જન્મ જયન્તી છે. ભારતવર્ષ સ્વામી વીવેકાનન્દની 150મી જન્મજયન્તી ઉજવી રહ્યું છે. આ અવસરે ડૉ. ગુણવન્ત શાહનો આ લેખ, સાચા સન્તને ઓળખવાની આપણને દૃષ્ટી સાંપડે તેવી શુભેચ્છા સાથે પ્રસ્તુત છે..ગોવીન્દ મારુ]

સૌજન્ય: ગુગલ.કોમ

       મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.

         કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે. ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી. ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના  પી.આર.ઓ. ઈમેજ  બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી કરતા;  તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું, સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.

        કોઈ કહેવાતા લોભાનન્દજી કે લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’, ‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું. ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો, માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’  છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !

        રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ? એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચક્ચક્તો કરવાનો છે.

– ગુણવન્ત શાહ

ગરવી ગુજરાત સાપ્તાહીક – ૨૦૦૨ તેમ જ ‘અક્ષરનાદ.કોમ’ (http://aksharnaad.com/2009/01/19/do-not-spoil-saints-by-gunvant-shah/)વેબસાઈટ પર જાન્યુઆરી 19, 2009ના રોજ પોસ્ટ થયેલ આ લેખ લેખકશ્રી તેમ જ ભાઈશ્રી જીજ્ઞેશ અધ્યારુના સૌજન્યથી સાભાર….

લેખકસંપર્ક : શ્રી ગુણવન્તભાઈ શાહ, ટહુકો ૧૩૯ વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા ૩૯૦ ૦૨૦

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ12–01–2012

49 Comments

 1. સંતોને બગાડવાનું બંધ કરો તે કહેવા કરતાં કોઈક અપવાદ સિવાય બગડેલા, જીવનમાં નિષ્ફળ ગયેલાજ ઘણા માણસો સંત થતા હોય છે. ભણીને કંટાળી ગયેલા, ડીગ્રી લઈને ધંધે નહિ લાગેલા, ડોક્ટર થઈને કે અડધેથી અભ્યાસ છોડીને કે અમુક લોકો તો જેલમાં સજા ભોગવી આવ્યા પછી સંત થવાના દાખલાઓ આ હિંદુ સમાજમાં બન્યા છે. કોલેજમાં નહિ ભણતા વિદ્યાર્થીઓજ જનરલ સેક્રેટરી (GS) થતા હોય છે.

  વર્ષોથી અનેક ભગવાનોને, અનેક દેવોને, પ્રકૃતિને અને સિદ્ધો સહીત ભગત-ભુઆ અને તાંત્રિકોને પૂજતી આવેલી પ્રજા નજીકના ભવિષ્યમાં તો સુધરે એવું લાગતું નથી પરંતુ કાદવમાં ખુંપેલા માણસની જેમ અનેક પ્રયત્ને નીચે ને નીચે જતી હોય એવું લાગે છે.

  હિંદુ પ્રજા પાસે અનેક શાસ્ત્રો છે, તેનો ફાયદો એ થયો કે પ્રજા ફિલસુફી વાળી થઇ પરંતુ તેથી સ્વછંદી પણ થઇ. નરસિંહ મહેતાએ ગયું છે કે “ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી જેહને જે ગમે તેને પૂજે”

  શ્રી ગુણવંતભાઈ નો સરસ કટાર લેખ છે.

  Like

 2. If Sant can sell his art of spiritual living business why not?

  As long as people seek an easy way to moksha and liberation from birth and death this type of soul cleansing entertainments will go on. In a way it also keeps some people addiction free but not from external bodily pratiks

  People don’t want nirakar prayers looking at sky.

  Like

 3. પ્રજા સંતોથી દોરવાય છે માટે સંતોએ પ્રજાને બગડવાનું બંધ કરવું જોઈએ.
  વીક્રમ દલાલ (અમદાવાદ)

  Like

 4. અંધ શ્રદ્ધા કરતા અશ્રદ્ધા સારી .વિવેક બુદ્ધિ વાપરી ને કરેલો નિર્ણય અનિષ્ટ થી બચાવે છે .

  Like

 5. I LIKED THIS ARTICLE..GOOD WITH WELL EXPLAINED MANY POINTS.

  MANY COMMENTS ARE TRUE AND SHOULD BE ACCEPTED.

  THANKS.

  Like

 6. Thanks so much for this article. The author has said truthfully. We all should learn and implement in our life. It is applied to all sects of religion.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 7. હજુ મારે થોડું ઉમેરવાનું બાકી રહી ગયું છે.

  આપણે ત્યાં “સાવધાન” શબ્દ સાભળીને લગ્નનો મંડપ છોડીને ભાગનારા સંતો પણ થયા છે અને તે મહાન પણ બન્યા છે. સ્ત્રી તો મંડપમાંજ “વિધવા” થતી હોય છે. તેનો કોઈએ વિચાર કર્યો લાગતો નથી. એક સંત ઘરબાર છોડીને ભાગ્યા અને ઘણા વખણાયા. ગુજરાતમાં એક બહુ મોટા સંત થયા તે થોડા વર્ષો પહેલા દેવ થયા. એમની તોલે અત્યારના કોઈ સંત નહી આવે, તેમણે લગ્ન પત્યા પછી ચોરીમાંથીજ ગૃહ ત્યાગ કર્યો હતો. “વિધવા” થયેલી બ્રહ્માણીને પરિવારના એક મિત્રે દર મહીને ૩૫૦ રૂપિયાની જીવે ત્યાં સુધી મદદ કરી હતી. મૃત્યુ પછી આ ભાઈ મરનાર વ્યક્તિની મના કરવા છતાં લોકલાજે અગ્નિદાહ કરવા ગયા હતા.

  વ્યસની સંતો પણ થયા છે. એક દેવ થયેલા “હોકલીવાળા” થયા. આ સંતે હજ્જરોનું ટોળું ઊભું કર્યું છે અને તેના કરોડોના મંદિરો આજની તારીખમાં બંધાય છે. જે વ્યક્તિ હોકલી ન છોડી શકે તે શું સંસારની માયા-મમતા છોડાવવાનો હતો? એક “બીજ્લીવાળા” સંત થયા, તેઓ બેટરી છુપાવીને રાખતા. એક ગાળો દેનારા થયા છે અને લોકો તેની ગાળો સાંભળી ધન્યતા અનુભવતા. ગુફામાં ભરાઈને ઊંઘ કાઢતા તો અનેક સંતો થયા. કશું નહિ આવડે એવા મૌની બાબા, પાગલ બાબા વિગેરે અનેકો થયા અને સંત શબ્દને એવો નકામો કરી દીધો છે કે, સાભળીને લોકોને એલર્જી થવા માંડે છે.

  સેક્ષની બાબતમાં જ્ઞાન ધરાવતા પણ એક સંત થયા. બહુ વખણાય છે. અનેક પુસ્તકો લખ્યા છે અને આજે પણ તેની બોલબાલા છે. આ સંત પૈસાદારના સંત કહેવાય છે. U-tube પર આ વૈભવી સંતની વિડીઓ જોવા મળશે. નામ દઈને લખીએ તો એમના ચેલાઓને ખોટું પણ બહું લાગે છે એટલે હવે થી મેં નામ લખવાનું બંધ કર્યું છે.

  ૧૯૭૫-૭૬માં હું પોતે ૧૨૫ ડોલર આપીને ન્યુ યોર્ક સ્ટેટમાં એક શિબિરમાં ગયો હતો. આ સંત(મહારાષ્ટ્રના) લગભગ ૨૦૦ જેટલા ટોળાને સમાધિમાં બેસાડે પછી દરેક વ્યક્તિના માથા પર હાથ ફેરવે એટલે કોઈને કશું થાય અને ઉભ્ભા થઇ જાય. મને કશું થયું નહિ એટલે મેં તે બાબતે તે સંતને જણાવ્યું. બીજે વખતે મને જરા જોરથી માથા ઉપર હાથ ફેરવ્યો પણ કશું થયું નહિ. અંતે પૈસા અને પેટ્રોલ ખર્ચીને NJ ઘરે પાછો આવી ગયો. કદાચ ફરિયાદ કરીએ તો એવો પણ જવાબ મળે કે “નાસ્તિક હોય તેને અસર નહિ થાય.”

  Like

 8. શ્રી ગુણવંત શાહનો લેખ સારો છે, પણ સંતોને જાણે આપણે બગાડતા હોઈએ તેવું કેમ લખતા હશે? સંતો પ્રજાને બગાડે છે. હે સંતો પ્રજાને ભરમાવાનું બંધ કરો. શ્રી ભીખુભાઈ પેલા ચોરીમાં નવોઢાને વિધવા બનાવનારા સંત નો કહેવાય. કદાચ ડોંગરેજી હોવા જોઈએ. સેક્સની બાબતમાં જ્ઞાન ધરાવનારા સંત તો રજનીશ હતા. અને આપે ૧૨૫ ડોલર બગાડ્યા તે મુક્તાનંદ બાબા હોવા જોઈએ. હવે એમની ચેલકી ન્યુયોર્કમાં સંભાળે છે. જો કે મેં તો અનુમાન લગાવ્યા છે. લગભગ ખોટો નથી. જેને ખોટું લાગે તે બે રોટલી વધારે ખાય.

  Like

 9. Excellent article Gunvantbhai once again-It is sad that in this day and age the so called educated people have become ultra fanatic religious and blindly follow such saints and give them whatever they want!The same is true for the head of our Dawoodi Bohra community leader Syedna Burhanuddin whose followers consider him a saint and shower him with all short of Nazranas and gifts that he and his family is extremely rich with vast holdings of money and properties.It is high time that the govt step in and investigate these so called saints and bring them to justice!

  Like

 10. ગુજરાતી સાહિત્ય બગાડી નાખનારા સંત વિષે કેમ નથી લખતા કશું ગુણવંતભાઈ-તમારોય એમાં હાથ હોવો જોઇએ.

  Like

 11. ભૂપેન્દ્રભાઈના અનુમાનો સાચા છે. પત્ની- છોકરાનો ત્યાગ કરનાર સ્વામી રામતીર્થ, બહુ મહાન થયા. વિવેકાનંદ પહેલા સ્વામી રામતીર્થ અમેરિકા પહોંચ્યા હતા. સ્વામી રામતીર્થ સૂર્ય – ચંદ્રને ચેલેન્જ આપતા કે તે તેમની શક્તિથી પ્રકાશે છે. પડતા ધોધમાં એક પત્થરની શીલા પર સ્નાન કરતા પગ લપસ્યો અને મરણ ને શરણ થયા.

  ગુફામાં નાની રૂમ બનાવી પડી રહેનાર બહું પૂજાયા પરંતુ પૂરતો પ્રાણવાયુ ન મળવાથી અકાળે મૃત્યુ પામ્યા. બહું કષ્ટદાયી અને જરૂર કરતા વધારે યોગના આસનો કરવા વાળા અસાધ્ય રોગમાં સપડાઈને જલ્દી મૃત્યુને ભેટ્યા. કહેતા ગયા કે મારું અનુકરણ કરશો નહિ.

  હજુ હોક્લીવાલાનું નામ શોધવાનું બાકી રહ્યું. મારા મિત્રના બાપે ૫૦,૦૦૦ ડોલર એપાર્ટમેન્ટ માટે આપેલા છે. સાભળ્યું કે બહુજ નાનું છે. એમની અનુયાયીનું મૃત્યુ
  પ્લેનમાં થયું હતું. એવું સાભળ્યું કે લોકોને સુરત સ્ટેશનના એક ચોક્કસ બાકડા પર બેસવાથી જ્ઞાન થતુ હોય છે. શ્રી ગોવિંદભાઈ જો એ બાંકડો શોધી કાઢે તો જયારે દેશ પાછો જાઉં તો ત્યાં બેસવાનો વિચાર છે. અત્યાર સુધીમાં ઘણા કાગળાઓ ત્યાં બેઠા હશે અને તેઓ બીજા જન્મમાં ધર્મગુરુઓ થશે. આતો બહું ધીગતો ધંધો છે. હવે તો મને બાકડા પર બેસવાની બહુ ઉતાવળ થાય છે. આ ઐતિહાસિક બાંકડો ચોરી જાય તે પહેલા શોધી કાઢો ભાઈ, બ્રાહ્મણો યજમાનને પાટલે બેસાડે છે તો આપણે પણ આપણા યજમાનોને બાંકડે બેસાડીશું તો બહું થોડા સમયમાં માલામાલ થઇ જઈશું.

  Like

 12. શ્રી.ગુણવંતભાઈના લેખો મને ગમે છે.એમણે ઘણી સુંદર બાબતો અહીં જણાવી છે, કમનસીબ એટલું જ કે એનો અમલ ભારતમાં કોણ જાણે ક્યારે થશે, અને કદાચ થશે કે કેમ એ પણ શંકાસ્પદ લાગે છે. એક જ બાબતનો ઉલ્લેખ કરું-અસ્પૃશ્યતા. ગાંધીજીએ એમના સમગ્ર જીવન દરમીયાન એ માટે કામ કર્યું, પણ એમના ગયા પછી આટલા વર્ષે પણ કહેવાતા અસ્પૃશ્યોને સળગાવી મુકવાના પ્રસંગો બને છે.
  સરસ લેખ મુકવા બદલ ગોવીંદભાઈનો હાર્દીક આભાર.

  Like

 13. સુન્દર, ખુબ સરાહનીય લેખ.
  કમનશીબી એજ કે, આ બધુ વાચવા કે સમય પસાર કરવા પુરતુ જ !
  ફરી પાછા અધશ્રધ્ધાના ખુટેથી ન છુટવાની પાકી ખાત્રી.

  Like

 14. govindbhai,

  first I thank you to print this nice article in your block & request you to pass many thanks to gunavantbhai. I always read his articles in CHITRLEKHA. The articles are very well written & give a new view.
  & regarding the so called SANTS I say that “DUNIA JUKATI HAI JUKANEWALA CHAHIE”
  madhu

  Like

 15. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે. એમના પી.આર.ઓ. ઈમેજ બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં અધાર્મીક કશું નથી.
  સરસ લેખ Pradip Brahmbhatt

  Like

 16. Vivekanandji aa vat kahi shakiya karanke teo saacha sant hata.

  VALIANE VALMIKI BANAVAVA MATE NARADMUNIJ JOIYE. AAPNA BADHAMA / SAUMA NARADMUNI KETLA?

  CHRIST said, Pahelo pathhar te mare jene pap na kariu eke.

  Chalo ATMAKHOJ KARIYE.

  SUDHARO ‘SWA’ THI SARU KARIYE.

  Aajna Bapuo, santo, Shri,Shrio, Bhagavano, Pandito, Shashtrio….Multimillionaire chhe. Temne badhi suvidhao aapnar ke apavnar agent ke swarthi lokoj chhe, Apne badha chiye.

  Dharmik andhshraddha, Pap,Puniya,Swarg,Narak….ane SUKHni sodh, Dukhthi chhutkaro…Are Doctors,Engineers,Ph.Do, Graduates,Master degree holders, Sahityakaro badha aa lebhaguone promote kare chhe.

  AATMAKHOJ KARO.

  AATMAKHOJ KARO. SHARUAT ‘SWA’ THI KARO. Bhasanothi ke article thi kai nathi sudharwanu. SMASHAN VAIRAGYA SHIVAI KAI NATHI UGAVANU.

  TAME POTE (Including myself) VALIYA CHHO. NARADMUNINI SHODH KARO.

  Amrut(Suman)Hazari.

  Like

 17. Je sudharelo chhe te SANT. Je sudhareloj nathi tene SANT banavnar prajaj chhe.

  Jenama BUDHHI che, Je Jagrut chhe te sha mate kahevata SANT pase sansari sukh manava jai?( Koi panthma aandhari dharmikta aa badhu shikhave chhe evu sambharelu chhe) Je jai chhe te Jagrut nathi. Kahevato SANT game tetala natako kare, je gnani che te sha mate tene Bhagavan banavava jai chhe?

  Ek samaina primary school teacher aaje Karodo ma aarote chhe. Ek divas evo hato ke gharne mate teoe steelna thali vatka mumbaithi temna mitra pasethi mangavela. Aa mitra ke jeo temne phelivar mumbai lai gaela ane potane ghare rakhela. Temna vyakhiyano gothavela. Ek gharma saathe sutela,khadhelu…ane swarth hato tya sudhi prem rakhelo. Moti hasti bani gaya ane “TERA TEL GAYA,MERA KHEL GAYA”. TU KON ?

  Jemne angari aapine mota kariya te bhaini wifene Ben, Ben kaheta ane lettersma emotions batavta. Have same aave to …TU KON ?

  A kardona malik na hathe lakhela lettersni copio mari pase chhe.

  AVO SANT BANO ANE MILLIONAIRE bano. Ramayan ane Mahabharatni ghasai gayeli records vagadnar to sekdo thai gaya. Ullu banavnar hosiyar hoi to gheta to lakho mali rahe.

  Swami Sachhidanandjini book, ADHOGATINU MUL, VARNAVYAVASHTHA..Hinduo ni aajni paristhitine samjave chhe..Aaje. tena prinamo bhogaviye chie.

  Like

 18. અને કોઈક કોમમાં તો બાવો પીવડાવવાનો રીવાજ છે,લગ્ન પછી નવોઢાએ પ્રથમ રાત્રી બાવા સાથે ગુજારવાની પછી જ પતી સુખ માણી શકે! ( સાંભળેલ )

  Like

 19. It reminds me when I attended a meeting in New Jersey, as a press representative, where the highly educated followers of Sri Sri Ravishankar were briefing the meet about the meeting Sri Sri Ravishankar was to address.

  In praise they told the meet how much busy Sri Sri Ravishankar is meeting the world leaders and the head of big nations. They said SSR is consulted by the heads of the nations, for their problems. And many many more praises……

  Than they invited press to ask questions.

  I asked,” If Sri Sri ravishankar is that influential and is being consulted by the heads of the nations, than why he can’t convince them to stop the war/s and help establish the PEACE in the world?

  They did not have answer. They closed the Q A session.

  Amrut(Suman)Hazari.

  Like

 20. Dear Govindbhai

  After long long time I have received your post.
  My comment is only EXCELLENT
  Regards

  Like

 21. સુરતના બાંકડે બેસી જ્ઞાન થયેલું તેતો દાદા ભગવાન, ભક્તોના કપાળે પગનો અંગુઠો લગાવી જ્ઞાન પ્રવાહ ભક્તની અંદર વહેતો કરતા. મોરારીબાપુ આજે ધનના ઢગલા ઉપર બેઠેલા છે, છતાં રોજ પાંચ કે દસ ઘેર ભિક્ષા માંગીને ખાય છે, વર્ષો જૂની ટેવ શેની ભુલાય?? વળી આ વાત જાણીને લોકો અહોભાવમાં ગદગદિત થઇ જાય કે આટલો મોટો સંત હજુ કેવો ભિક્ષા માંગીને ખાય છે? જે આવક થાય છે તેમાંથી દસ ટકા જ રાખીને બધું ટ્રસ્ટમાં આપી દે છે, પણ આ ટ્રસ્ટ કોનું?? એમનું જ ને? આ કરોડપતિ ભિખારી બાવાઓના ટ્રસ્ટોને ટેક્સમાં રાહત મળે છે અને પૈસાવાળા લોકોના બ્લેક મની વ્હાઈટ કરવાના સ્કેન્ડલ ચલતા હોય છે. પેલા કિરીટભાઈજી એમાં સપડાયેલા. બીજા કોઈ શ્રદ્ધેય મહારાજ પણ સ્ટીંગ ઓપરેશનમાં પકડાયેલા. આજકાલ ધર્મ એ તો લાઈસન્સ છે લોકોને છેતરવાનું.

  Like

 22. Pela famous Kathakar Bhupendrabhaine 2010 ke 2011ni saalma mumbai khatena temna bulglow (?)ma TEMNA PATNI ANE DIKARIOE etlo METHIPAK aapelo ke lohiluhan thai gayela.(kathakaro mumbaima bunglow na malik ?) (Aapna best sahityakaro ketlu kamai chhe ? Sahityakaro paase pan etluj gnan hoi chhe ke jetlu ek kathakar paase. To Sahitykaro GARIB KEM?)

  Methipak khavdavine Bunglowni bahar feki didhela. Aa samachar darek Gujarati news paper ma aavela. Bhupendrabhaie temna ek mitrane radata radata phone karine bolavela ane te mitra temni saathe lai gayela.

  Methipak jamadvanu Reason / karan kahevatu hatu ke Bhupendrabhaine Americama ranglila ramanta temni nathani khovani.

  Aa prasangne chhavarine Bhupendrabhaini image sudharwana mota mota lekho lakhnaroe paperoma chhapavela.

  Aa one sided game kahevai. Koiye temni wife ane dikarioni vaat lakhi na hati. Temni mansik sthitino vichar sudhha nahi karelo. SANT PASSE CHAMCHAONI VAKHAR BHARELI PADELI HOI CHHE.

  Jai ho raas lila…raas ramanta jo nathani khovai to chinta saani kare ? Bachav karnara vakilo to EK DHUNDHO HAZAR MILE, DUR DHUNDHO PAAS MILE.

  Amrut Hazari.

  Like

 23. I request all my friends to read Gandhiji’s ” SATYANA PRAYOGO athava AATMAKATHA. Shri Gunavantbhai pan Gandhiji saathe sahmat thase evu maru manvu chhe.

  Chapter No: 10: DHARMANI JHANKHI.

  ” Chha ke saat varshthi mandine have sol varshno thaio tyan sudhi abhiyash kariyo, pan kyaye dharmanu shikshan nisharma na pamiyo. Shikshko passethi saheje malvu joiye te na maliu em kahevai. Em chhata vatavaranmaathi kaik ne kaik to maliyaj kariu. Ahi dharmano udar arth karvo joiye. Dharma etale Aatmabhan, aatmagnan.

  Maro janma vaishnav sampradaima, etale havelie javanu vakhato vakhat bane. Pan tene vishe shradhha utpanna na thai. Havelino vaibhav mane na gamiyo. Havelima chalti anitini vato sambharto tethi tene vishe man udash thai gayu. Tyanthi mane kaij na maliu.”

  Aa vat aapne saue aatmakhoj mate potane mate vaparvi joie. Aapne saue SATYANA PRAYOGO fakta nathi jkarvana pan jivanma utarvana chhe.

  Aabhar.

  Amrut Hazari.

  Like

 24. સન્તો કોને કહેવાય ? એની ખરી ઓળખ કે વ્યાખ્યા મળવી મુશ્કેલ છે……!
  જુઓ તાજી જ ઘટના. ઓસ્ટીન, ટેક્ષાસ નજીક ૨૦૦ એકરના પરિસર ‘બરસાનાધામ’ મા,
  રાધારાણિનુ મદિર સ્વામી પ્રકાશાનન્દ સરસ્વતીએ ૧૬ વર્શ પહેલા બનાવેલુ.
  ત્રણેક વર્શ પહેલા આ ડિવાઇન “સન્ત” મહાત્માનો પશ્ચાત વર્શોનો સગીરબાળાઓ જોડેના રન્ગરેલીયાનો પર્દાફાશ થતા એમની સામે સેકસ ઓફેન્ડરનો ક્રીમીનલ કોર્ટ કેસ થયો. જેમા બે મિલીયન ડોલરના બેલ ઉપર તમામ કોર્ટ હીયરીગમા આ “સન્ત” હાજર રહેતા, પરન્તુ. કેસની આખરી સુનાવણીના દિવસથી આ સન્ત લાપત્તા બનતા એફ.બી.આઈ.એ એમને ” ” મોસ્ટ વોન્ટેડ, ભાગેડુ ” ” જાહેર કરેલા છે અને શોધમા છે.
  હવે તો આ પરિસરનુ નામ પણ બદલીને ” રાધામાધવ ધામ ” કરવુ પડ્યુ છે.
  જેથી કહેવાનુ મન થાય કે ” વન્ઠેલા સન્તોને, હવે વધુ બગાડી બહેકાવવાનુ બન્ધ કરો.

  Like

 25. Manji manjine kacharo saaf karine vasan chak-chaktu rakhavu padase…Who will take leadership ? He who has suggested this is being requested to take leadership and we shall follow. Will he take the leadership?

  JA BILLI KUTTE KO MAAR.

  Vivekanandji had taken leadership and proved his leadership.

  Like

 26. “નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’ છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !” — સચોટ વાત !

  શ્રી. ગુ,શા. અનુભવસિદ્ધ લેખક ગણાય અને માટે આ લેખનો શબ્દે શબ્દ પ્રમાણિકતા સભર છે. ધોખો એ વાતનો કરી શકાય કે આવો લેખ લખાયા, વંચાયાને આટલા (દશેક તો ખરાને !) વર્ષ થયા પછી પણ બગાડપ્રવૃત્તિ ઘટવાને બદલે વધતી જ ચાલે છે ! કદાચ યોગ્ય વાતને યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં જ વિદ્વાનો ક્યાંક થાપ ખાય છે. કે પછી નિષ્ઠા ખૂટે છે !

  પરંતુ આપની નિષ્ઠાને સલામ ગોવીંદભાઈ. ખારા સમંદરમાંથી આવા કિંમતી રત્નો શોધતા, વહેંચતા, રહેજો. ક્યાંક તો અસર થશે જ ને. આભાર.

  Like

 27. ગોવિંદભાઈ
  ગમે તેટલું કહો આપણી અર્ધ શિક્ષિત પ્રજા સુધરવા માગતી જ નથી,
  ભગવાન ખુદ જમીન પર આવી ને કહે કે શેતાન ને ભગવાન માનવા ની ભૂલ ન કરો,
  પણ જેને સાંભળવું જ નથી , એમના માટે તો પથ્થર ઉપર પાણી ,
  એ લોકો તો સમજે છે કે તમે કહેતા ભલા ને અમે સુનતા ભલા,
  હમ નહિ સુધરે ગે, જેને સારા ખોટા ની સમાજ નથી એને તો વળી શું સલાહ હોય,
  ને કહેવાતા આ સંતો ખુબ સારી રીતે જાણે છે,
  કે જેના માં બુદ્ધી નથી એને સુધારી શકાય,
  જેના માં બુદ્ધી છે એને સમજાવી શકાય,
  પણ જે અજ્ઞનાની છે એ આપણાં કહેવા ઉપર જ ચાલશે,
  એટલે તો ઘેટા ની જેમ અજ્ઞનાની શેતાની સંતો ના પગ ધોઈને પીવે છે,

  Like

  1. આપની વાત સાથે હું બિલકુલ સહમત છું. મારો એક સ્કૂલ સમય નો મિત્ર જે electronics engineer છે તે ગુજરાત ના એક ખુબજ નામચીન સંત (પોતાની જાત ને કહેવડાવતા ) નો અનુયાયી છે. તે એમના એટલા બધા પ્રભાવ માં છે કે પોતાનું કૌટુંબિક જીવન પણ ખોરંભે પાડી દીધું છે. જે વ્યક્તિ એક સમયે ગુજરાત ના બોર્ડ માં નંબર લાવેલ તે હવે બધું તેના ગુરુ કારણેજ છે તેમ માને છે.

   Like

 28. “નવી પેઢી બ્લુ ફીલ્મ ‘જુએ’ છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !” — સચોટ વાત !……….
  may the that’s why most of Sadhus want Laptop as a gift for personal use.

  તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે…………………..

  Why do they need women if they can do Shaktipat by themselves?

  બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે……………………..
  yes,As long as they preach about love.

  પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે………………….
  stop donating money if not spend for good deeds.Look at their past history.Inquire about trust and ask questions to trusties.

  Like

 29. Its too nice and real fact. Unless and untill people will keep faith in these sadhus, we will never uplifted…

  Like

 30. ભુપેન્દ્રભાઈ…ગમે તે થાય પણ આ કહેવાતા શિક્ષિતો (માનસિક લકવાગ્રસ્ત) બાવાઓને માથે મુકીને નાચવાનુ બંધ નહિ કરે…જ્યારે ડોક્ટરો..ડેન્ટિસ્ટો..એન્જિનીયરો આ ચુંગાલ મા ભરાયેલા જોવા મળે છે ત્યારે માણસ હોવા પર નફરત થઈ જાય છે.

  Like

 31. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ?…………

  you may read what this web site says about CHARAN SPARSH.

  http://www.swaminarayan.org/faq/charansparsh.htm

  other links…….
  http://www.homeofbeliefs.com/touch-feet-tradition/
  http://www.indiaparenting.com/indian-culture/71_835/touching-feet.html

  Like

 32. Dear Friends,
  In the year 2011, Ashok Dave had written one article in his column “BUDHVARNI BAPORE” in GUJARAT SAMACHAR.
  The title was “Ek khullo patra; Aapana swamijione” This throws light on the same subject that Gunvant Shah has touched. The article by Ashok Dave is exposing the RAVANLILA or LAMPATLILA of the swamijio.
  Please findout the article and read.

  Gujarat Times printed one VACHAKONA PATRO…on August 5, 2011, with the title, “Vyaktipuja ane Murtipuja. Here the writer Chandrakant Raval from Tevrez,Florida, has exposed the Lampatlila of Hindu Gurujio,Swamijio,etc…Here the language it self is hot and burning.
  Please read it.

  Both the articles are not requesting..like Gunvant shah is doing. Is this a situation in our society that is to be uprooted by requests?

  Thanks.
  Amrut(Suman)Hazari.

  Like

 33. Dear Govindbhai Maru and Rationalist Friends:
  Thank you vey much for your article by Gunvantbhai Shah after quite a long time. It is a fact that people spoil Gurus, Pundits, Sadhus, Sadhvis, etc. through their LEADERS (?) who are there acting as Agents. In U.S.A., in Summer many such Hawkers come to Sell their Stale Material to Hungry People who are Busy making Money. This does Not Happen among Hindus only. It also Happens among JAINS also. These People are relatively richer and therefore they can Throw away some bits to Dogs to Wash their SINS. In reality No One Believes anything in this. It is Alllla
  known fact to All. Religions through Temples and Worshipping IDOLS made out of Marbles do the Trick. This is The Biggest Community Activity going on in entire North America (U.S.A. and Canada) and U.K. Therefore, One can Conclude that Knowledge and Money Plays the GAME. Religion and Gurus are the biggest Problem for India and Indians around the world. Blind Faithhh and Closed Minds living in the Past Outdated Traditions. Therefore, The Most effective Way is to BoyCott these Temples and their Activities and DON’T pay to them a Penny for Anything, including Building TraditionalTemples, etc.. We have to go in the Direction of Services to the Living People (GODS -SOULS), like Day Care Centers, Schools, Colleges, Hospitals, Retirement Communities, etc. Christians, Jews and Others are Doing this Kind of Services and therefore Growing in their Supporters around the World. Hindus aand Jains and Others are losing their Followers everyday. I will be Happy if they get eliminated and that will be the Biggest Service to of the Community. Let us GO to The Root Cause and Eliminate The Fake Gurus and Leaders.

  JAI AHINSA

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, MD 20706.
  U.S.A.

  America (U.S.A. and Canada) and U.K.

  Like

 34. મારી ૭૨ વર્ષની ઉમ્મરમાં આજ સૂધીમાં મેં કોઈ સંતને સેવ્યા નથી. એક વાર સુરતમાં શ્રી ડોંગરે મહારાજને એકાદ કલાક, ન્યુયોર્કમાં મોરારીબાપૂને અને ન્યુ જર્સીમાં કલાક દોઢ કલાક આશારામ ને સાંભળ્યા હતા. ખરેખર તો તેમને જોવા ગયો હતો. કોઈથી પ્રભાવિત થયો નથી. એક વાત સ્વીકારવા જેવી છે. બધાજ વક્તાઓમાં ટોળાને મંત્રમુગ્ધ કરવાનું વાક્ચાતુર્ય છે. તેઓ ટોળાઓના માનસશાસ્ત્રમાં પારંગત છે. ભારતની ખબર નથી. છેલ્લા ૪૨ વર્ષથી બહાર છું. અહિ અમેરિકામાં દર મહિને કોઈને કોઈ સામાજિક કે ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ આવા કથાકારો કે બાવાઓના વ્યક્તિત્વને વેચીને પોતાના અંગત લાભ માટે મુર્ખ જનસમાજના ગજવા ખંખેરે છે.
  સંતોની કે કથાકારોની લીલાઓ કરતાં તેમને સંત તરીકે લોકમાનસમાં સ્થાપીત કરનારાઓની લીલાઓ અને કૌભાંડો અનેક ગણા છે. આવા લોકોજ અપવાદરૂપ સંનિષ્ટ સંતને પણ વટલાવે છે. ગુણવંતભાઈની વાત સાચીજ છે. એમના લેખો ચિંતનાત્મક અને માહિતી સભર હોય છે.
  ભ્રષ્ટાચાર, ક્રિકેટ,બાવાઓ અને બોલિવુડ સિવાય ભારત પાસે બીજું શું છે?
  ખર્વો ખર્વો રૂપિયા અને મેન અવર્સનો બગાડ!

  Like

 35. Gunwant bhai Shah’s comments are correct, almost all religion heads are corrupt, money is prime factor for them. In novels and stories, describes Lord Shiv used to smoke Marijuana, so Bawaji must use smoke pipe of ‘grass’. Muslims and sub cast of Muslims like Bohras are not par from religious hypocritical beliefs.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s