માન્યતાની બીજી બાજુ

અહીંસાની આગેકુચ…

ખાસ વીનન્તી :

આ લેખ અહીંસાને કેન્દ્રસ્થાને રાખી વાંચવાનો છે. પોતાની માન્યતાથી ભીન્ન રજુઆત વાંચવાથી જેમની લાગણી દુભાતી હોય એમના માટે આ લેખ ન વાંચવો હીતાવહ રહેશે…..

રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં એટલું તો સ્વીકારીએ કે સો કરોડ લોકોની સંસ્કૃતી અને જીવનપદ્ધતી પર સૌથી વધુ પ્રભાવ આ બે મહાગાથાઓનો છે. એટલે રામાયણ અને મહાભારત વાસ્તવીક હોય યા ન હોય, એમને અવગણી તો ન જ શકાય.

આ મહાકાવ્યોનું અસલી સંસ્કૃત લખાણ તો સાવ ઓછા લોકોએ વાચ્યું હશે. જૈન રામાયણ અને મહાભારત છે એવું સાંભળ્યું છે, એ જોયું કે વાચ્યું નથી. અત્યારે જનસામાન્યના મનમાં જે સ્વરુપે છે તે મુખ્યત્વે રામાનન્દ સાગર અને બી. આર. ચોપરાની રજુઆતનું છે. નીચેનું લખાણ એના સંદર્ભમાં છે.

પ્રચલીત માન્યતાની તરફેણમાં લખવું સહેલું અને સુરક્ષીત હોવાથી એવું ઘણું લખાય છે. માન્યતાની બીજી બાજુ રજુ કરવાનો આશય આંધળા વીરોધનો લગીરે નથી. તે વીષયને બીજા દૃષ્ટીકોણથી તપાસવાની–જોવાની કોશીશ છે. વૈચારીક તેમજ સાંસ્કૃતીક વીકાસ માટે તે જરુરી છે.

આ મહાકાવ્યોમાં વર્ણવાયેલ બધું તત્કાલીન સમાજની વાસ્તવીકતા હશે. અત્રે એને મુલવવાની કોશીશ નથી કરી; બલકે આજનાં જીવનમુલ્યો, સાચાં–ખોટાંની આપણી સમજ, માનવતા વગેરેના સંદર્ભમાં વીચારતાં આ મહાકાવ્યોના કેટલાક પ્રસંગો મનને મુંઝવતા પ્રશ્નો ઉઠાવે છે. એમાંથી થોડાને અહીં અહીંસાના માપદંડથી જોઈએ.

(1)   રામાયણનો સૌથી વધારે જાણીતો પ્રસંગ છે રામ–રાવણનું યુદ્ધ. દર દશેરાએ એની યાદ તાજી કરાય છે તેમ જ અન્ય કેટલાયે પ્રસંગે એનો ઉલ્લેખ થાય છે.

કોઈનું અપમાન કરવું હોય, કોઈ વાતનો બદલો લેવો હોય તો એનો સૌથી અકસીર રસ્તો છે એની પત્નીનું અપહરણ કરવાનો. એ અનુસાર રાવણ સીતાનું અપહરણ કરે છે. સ્ત્રીના અપહરણનો આ પહેલો પ્રસંગ નહીં હોય, અને છેલ્લો તો નહોતો જ.

આને બે વ્યક્તીઓ વચ્ચેનો અંગત મામલો કહેવાય. સામાન્ય રીતે જ્યારે આવો બનાવ બનતો ત્યારે બે જણ વચ્ચેના દ્વન્દ્વ દ્વારા એનો ઉકેલ લવાતો.

શ્રીરામ સામાન્ય રાજા નહોતા. એમના મનમાં પોતાની પ્રજા ઉપરાન્ત સમસ્ત સૃષ્ટીનું હીત રહેલું હતું. વીષ્ણુના અવતાર એવા ત્રીકાળજ્ઞાની રામને ખબર હતી કે પોતે અજેય છે તેમ જ તેમના સીવાય રાવણને બીજો કોઈ હરાવી કે મારી શકે એમ નથી. યુદ્ધના અન્તે રામ–રાવણ સામે સામે આવે જ છે. યુદ્ધનો અન્ત પણ એમના દ્વન્દ્વથી જ આવે છે. એ દરમીયાન બન્ને બાજુના કેટલા બધા સૈનીકોનું મૃત્યુ થાય છે ! શું આટલા લોકોની આહુતી જરુરી હતી ?

જે કથાને આધારે સંસ્કૃતી રચાય છે અને ઘડાય છે તે કથા માત્ર રસપ્રદ હોય એ પુરતું નથી. એનો દરેક પ્રસંગ આદર્શ હોવો જરુરી છે.

શાન્તીકાળમાં દરેક દેશના સૈન્યમાં સ્વેચ્છાએ ભરતી થયેલ સૈનીકો હોય છે. જ્યારે કોઈ દેશ યુદ્ધે ચઢે છે કે પરાણે ચડવું પડે છે ત્યારે, સૈન્યમાં યુવાનોની ફરજીયાત ભરતી કરવામાં આવે છે. અર્વાચીન ભારત ક્યારે પણ મોટા યુદ્ધમાં સંડોવાયું નથી. ભારતની વસતી અને ગરીબીને લીધે ફરજીયાત ભરતીની જરુર ઉભી થઈ નથી એટલે આપણને એનો ખ્યાલ ન હોય. આવી રીતે ફરજીયાત જોડાયેલ સૈનીકો અને ધન્ધાકીય રીતે જોડાયેલ સૈનીકોમાં ફરક હોય છે.

રાવણની સેનામાં તે સમયે આવા ફરજીયાત ભરતી કરેલા સૈનીકો હશે જ. સુગ્રીવની પુરી સેનાને (વાનરસેના) આ યુદ્ધ સાથે શી નીસબત હતી ? યુદ્ધમાં જે સૈનીકો મરે છે એનાં કુટુમ્બો નીરાધાર થાય છે. યુદ્ધનો અન્ત કેવી રીતે આવવાનો છે એની રામને ખબર હોવા છતાં; યુદ્ધમાં આટલી બધી નીર્દોષ વ્યક્તીઓનો ભોગ આપવાનું કારણ શું હતું ?

આજે સમગ્ર વીશ્વ ઈરાક–અમેરીકાના યુદ્ધનો વીરોધ કરે છે. ખુદ અમેરીકાની બહુમતી પ્રજા, જે શરુઆતમાં યુદ્ધને ટેકો આપતી હતી તે, આજે યુદ્ધ આટોપવાની તરફેણમાં છે; કારણ કે બધાને ઈરાકના નાગરીકોની યાતના નજર સામે દેખાય છે. ભુતકાળનું જે દેખાતું નથી એનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું.

યુદ્ધ એ રાજકારણનું વીસ્તૃતીકરણ ગણાય છે. મહત્ત્વાકાંક્ષી નેતાઓના અંગત એજન્ડા માટે કેટલાયે નીર્દોષ લોકો ખુવાર થઈ જાય છે. આજે આ બધું સ્પષ્ટ દેખાય છે. પહેલાં એવું નહોતું એમ માની ન લેવાય.

(2)   મહાભારતની કથા ધર્મયુદ્ધના નામે ઓળખાતા કરુક્ષેત્રના યુદ્ધ આસપાસ વણાયેલી છે. યુદ્ધ નીવારવાના બધા પ્રયાસો નીષ્ફળ જતાં, અન્તે કૌરવ–પાંડવ યુદ્ધમેદાનમાં સામસામે આવી જાય છે. બધા સ્વજનોને સામે ઉભા જોઈને વીવશ અર્જુનને શ્રીકૃષ્ણ જે બોધ આપે છે તે શ્રીમદ્ ભગવદગીતા નામે હીન્દુ વીચારધારાનો પાયાનો ગ્રંથ બની જાય છે. અન્તે યુદ્ધ થાય છે. આઠ જણ સીવાય બન્ને બાજુના બધાનો એમાં નાશ થાય છે.

અહીં પણ મન મુંઝાય છે અને પ્રશ્ન ઉઠે કે શું યુદ્ધ નીવારવા બધા પ્રયત્નો સાચે જ થયા હતા ?

રાજવંશની વ્યકતીઓ માત્ર રાજ કરે; બીજું કંઈ ન કરે એ ત્યારની પ્રથા હશે. આ પ્રથા એટલી સબળ હોય કે એના માટે સર્વનાશ વહોરી લેવાય ! મીત્રરાજ્યમાં પાંડવો એક વર્ષ માટે અજ્ઞાતરુપે સામાન્ય નાગરીક થઈને રહ્યા હતા. હવે તો અજ્ઞાતવાસનો સવાલ નહોતો. પ્રતીષ્ઠા સાથે મીત્રરાજ્યમાં રહી શક્ત. અંતર્યામી કૃષ્ણને યુદ્ધનાં પરીણામ વીશે બધી ખબર હતી. એમણે સર્વનાશ નીવારવા આ પ્રયાસ કર્યો હતો ?

યુધીષ્ઠીરને બધા ભાઈમાં સૌથી વધુ ધીરગમ્ભીર, નમ્ર, માયાળુ, ભાવનાશીલ વગેરે બતાવવામાં આવે છે. યુદ્ધ મેદાનમાં જે રીતે અર્જુન વીવશ થાય છે તેમ યુધીષ્ઠીર પણ થયા હશે. યુદ્ધ નીવારવાની એક વધુ શક્યતા તપાસીએ.

યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનને બદલે યુધીષ્ઠીરને ઉપદેશ આપે છે. એ કાલ્પનીક તેમ જ વૈકલ્પીક ઉપદેશનો સાર યુધીષ્ઠીરના શબ્દોમાં જોઈએ. કૌરવ પક્ષમાં ઉભેલા વડીલોને પ્રણામ કરી યુધીષ્ઠીર કહે છે: ‘અમે અહીં અમારી સાથે થઈ રહેલ અન્યાય સામે લડવા આવ્યા છીએ; આપ સાથે લડવા કે આપને મારવા નથી આવ્યા. અમે મરવાથી પણ નથી ડરતા. એક ક્ષત્રીય તરીકે અમે હવે યુદ્ધભુમી છોડીને પણ નથી જવાના; તેમ જ કૃષ્ણની જેમ અમે પણ શસ્ત્રો વાપરવાના નથી. જ્યાં સુધી અમને અમારો હક ન મળે ત્યાં સુધી અમે પાંચ ભાઈઓ અન્નજળનો ત્યાગ કરી અહીં જ ઉભા રહીશું.’

પછી પોતાના પક્ષના બધા યોદ્ધાઓ અને સૈનીકોનો આભાર માની કહે છે, ‘તમને બધાને પોતપોતાના ઘરે પાછા જવાની છુટ છે. તમારા પર યુદ્ધભુમી છોડી જવાનું કલંક નહીં લાગે. સત્યવક્તા યુધીષ્ઠીરનું આ વચન છે.’

ફરી પાછું કૌરવો તરફ વળીને કહે છે, ‘આપ પણ આપના સૈનીકોને પાછા જવાની છુટ આપી શકો છો; પણ આપ સૌ મહારથીઓને યુદ્ધભુમી છોડી જવાની છુટ નથી. આપને યોગ્ય લાગે તો અમને હણી શકો છો. આપ સૌને અહીં જ રહેવાનું છે.’ વગેરે વગેરે સમ્પુર્ણ ‘ગાંધીગીરી’ કરે છે.

દુર્યોધનને તો વગર યુદ્ધે જોઈતું મળી જાત; પણ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે મહારથીઓના પ્રત્યાઘાત કેવા હોત અને એનું પરીણામ શું આવત એ વાચકો પોતાની રીતે વીચારી લે. બીજું કંઈ નહીં તોયે; લાખો નીર્દોષ સૈનીકો બચી ગયા હોત. પાંડવોના વારસાગત હક માટે લાખો સૈનીકોનાં જીવનનો મુળભુત હક છીનવાયો ન હોત. એમનાં પરીવાર નીરાધાર ન થયાં હોત. કે પછી ત્યારની સમાજવ્યવસ્થામાં સૈનીકો અને એમનાં પરીવારનાં જીવનની કંઈ કીંમત જ નહોતી !

(3)   પત્નીને એટલા માટે અર્ધાંગના કહેવામાં આવી છે કે તે પતીની મર્યાદાઓની પુરક બને. (આમ તો પતી–પત્ની બન્નેએ એકબીજાનાં પુરક બની, પાર્ટનર બની, સંસારના પ્રશ્નો ઉકેલવાના હોય છે.) અન્ધ રાજકુમાર સાથે વીવાહ નક્કી થતા આંખે પાટા બાંધી સ્વેચ્છાએ જીવનભરનો અંધાપો સ્વીકારી લેનાર ગાંધારીને મહાસતીનું બીરુદ મળ્યું છે. શું એનું આ પગલું વાજબી હતું ? પતીની ખામી પ્રત્યેની સહાનુભુતીથી પોતે પણ એની મજબુરીનો અહેસાસ કરી કદાચ પત્નીધર્મ (!) નીભાવ્યો હોય. એના બદલે મહારાજ ધૃતરાષ્ટ્રની આંખો બની મહારાણી તરીકેની ફરજ બજાવવી એ વધુ જરુરી નહોતું ? એ રીતે કેટલાંયે સંકટો નીવારાયાં હોત.

(4)   પીતાની એક ઈચ્છા પુરી કરવા પુત્ર દેવવ્રત આકરી પ્રતીજ્ઞા લઈ ભીષ્મ તરીકે પ્રસીદ્ધ થયા. એ પ્રતીજ્ઞા પાળવા એમણે કંઈ કેટલીયે બાંધછોડ કરી. કોઈ ચોક્કસ સંજોગોમાં લીધેલી પ્રતીજ્ઞા સંજોગો બદલાતાં પણ તોડી ન શકાય એવી સમજ ત્યારે દૃઢ બનેલી હશે. દેશના હીતમાં, માનવસમાજના હીતમાં ગાંધારીએ તેમ જ ભીષ્મ પીતામહે પોતાની પ્રતીજ્ઞાઓ તોડી હોત તો કેટલો વીનાશ ટાળી શકાયો હોત ! આજના સંદર્ભમાં કોઈ એક વ્યક્તીની પ્રતીજ્ઞા કે વચન આટલા માનવસંહાર કરતાં વધારે અગત્યનાં હોઈ શકે ?

(5)   મહભારતના યુદ્ધ દરમીયાન ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, અભીમન્યુ, દુર્યોધન, પાંડવપુત્રો વગેરેને મારવા માટે બન્ને બાજુના યોદ્ધાઓએ પોતાના ક્ષત્રીયધર્મનું તેમજ યુદ્ધના નીતીનીયમોનું ઉલ્લંધન કર્યું હતું. જીતવા માટે નીયમોનો ભંગ વાજબી હતો પણ સંહાર અટકાવવા પ્રતીજ્ઞાનો ભંગ વાજબી નહોતો લાગ્યો ?

       થોડા સમય પહેલાં પસાર થયેલી ગાંધીજીની ૬૦મી પુણ્યતીથી નીમીત્તે એમના વીશે સમાચારપત્રોમાં ઘણું લખાયું હતું. એમાંનો એક લેખ ખાસ ધ્યાન દોરી ગયો. ‘મોહનથી મોહન, વાયા મહાવીર’ એ લેખમાં શ્રીકૃષ્ણ (મોહન), મહાવીર અને ગાંધીજી(મોહનદાસ)ના વીચાર અને જીવનની સરખામણી કરી હતી. આપણે એમને થોડા જુદા દૃષ્ટીકોણથી જોઈએ.

પાંડવોને એમના રાજ્યનો હીસ્સો અપાવવા માટે કૃષ્ણને, વીષ્ટી નીષ્ફળ જતાં યુદ્ધ અનીવાર્ય લાગ્યું. એમને અત્યારે અહીંસક વીકલ્પો યોગ્ય લાગ્યા નહીં કે પછી સુઝ્યા નહીં ?

મહાવીર અને બુદ્ધ, બન્નેએ બીજાનાં દુ:ખો નીવારવા પોતાના હકનાં રાજપાટ હતાં તે છોડ્યાં. દુનીયાને અહીંસાનો માર્ગ બતાવ્યો. જો કે એમની અહીંસા વ્યક્તીગત અજમાયશ પુરતી સીમીત રહી છે. સાર્વજનીક રીતે જનસમુદાય જેટલી વીસ્તૃત ન બની શકી. એમના ઉપરાંત ઘણા સાધુસંતોએ પણ અહીંસાનો વ્યક્તીગત અમલ કર્યો છે.

ગાંધીજીની અહીંસાનો વીસ્તાર સાર્વજનીક હતો. એમણે સત્તારુઢ શાસકોને શાસન છોડી જવાની ફરજ પાડી, સત્ય અને અહીંસાને માર્ગે ગાંધી કોઈ અવતારી પુરુષ નહોતા. આપણી જેમ જ સામાન્ય વ્યક્તી તરીકે જનમ્યા અને ઉછર્યા હતા. એમણે ઘણી ભુલો પણ કરી હતી અને જાહેરમાં એનો એકરાર પણ કર્યો હતો આટલી ઉન્નત અને વીસ્તૃત હોવા છતાં એમની અહીંસાના પ્રયોગની પણ મર્યાદા હતી. એ અંગ્રેજો સામે કામ આવી; પણ પોતાના જ દેશબાંધવો સામે કામ ન આવી શકી. દેશના ભાગલા વખતે ફાટી નીકળેલાં કોમી રમખાણોને અટકાવવામાં એ નીષ્ફળ નીવડી. ગાંધીજી લાંબું જીવ્યા હોત તો આવા બનાવોને કારણે એમની પાછલી જીન્દગીમાં તેઓ સાર્વજનીક અહીંસાના સફળ પુજારી ગણાયા હોત કે નહીં એ એક પ્રશ્ન રહી જાય છે. કમનસીબે અહીંસાના પુજારીનું મૃત્યુ કુદરતી નહોતું, હીંસક હતું. દેશ તેમ જ એમના ચાહકો માટે તે દુ:ખદ ઘટના હતી. એમના ભોગે અહીંસાની શાખ જળવાઈ કહેવાય ?

આવા સંવેદનશીલ વીષય પર અલગ મંતવ્ય રજુ કરવાનો એક અર્થ એ કરી શકાય કે લખનારને આવા બનાવો પાછળના ગુઢ સંદેશ વીશે કંઈ સમજ નથી એ હોઈ શકે છે. બીજો અર્થ એ પણ હોઈ શકે કે માનવ સંસ્કૃતી ધીરેધીરે વીકાસ પામી રહી છે. સાંસ્કૃતીક વીકાસનાં આ પગથીયાં છે.

આડેધડ યુદ્ધ કરવા કરતાં એને નીવારવા પ્રયાસ કરવા અને ન છુટકે જ યુદ્ધનો આશરો લેવો એ અહીંસાનું પહેલું પગથીયું હતું. કોઈ પણ સંજોગોમાં યુદ્ધ ન કરવાનો, બદલો ન લેવાનો, ક્ષમા કરવાનો મહાવીરનો સંદેશ એ અહીંસાનું બીજું પગથીયું હતું. જ્યાં સમયનો બાધ ન હોય ત્યાં અહીંસક રીતે અન્યાયી સત્તા સામે લડતા રહેવું એ ગાંધીજીનો માર્ગ ત્રીજું પગથીયું હતું. જ્યાં એક એક ક્ષણ અગત્યની હોય એવા યુદ્ધ મેદાનમાં, આક્રમણખોર સામે અહીંસા અજમાવવી એ માનવજાતની અહીંસાવૃત્તીનું ચોથું પગથીયું હશે. (નાના પાયે  પ્રયોગ સફળ રીતે અજમાવાયો હોય એવા દાખલા વર્તમાનમાં નોંધાયા છે.)

એ ભુલવું ન જોઈએ કે પહેલાં પગથીયાંની અગત્યતા પછીનાં પગથીયાં કરતાં જરાય ઓછી નથી. એના વગર બીજાં પગથીયાંનું અસ્તીત્વ શક્ય નથી. એટલે જ જુદેજુદે તબક્કે અહીંસા આચરનાર બધા મહાપુરુષો વંદનીય છે.

આગળ ચર્ચેલાં મહાકાવ્યોનાં દૃષ્ટાંત ઉપરાંત અન્ય કેટલીક વીસંગતતાઓ તે જ અન્ય પુરાણો કે દંતકથાઓ વીશે પણ મનમાં પ્રશ્ન ઉઠે છે. વાલ્મીકી કે વેદવ્યાસ કોઈ પ્રકારે આપણી પાસે આવી શકે તો બધા પ્રશ્નો સરસ રીતે ઉકેલી શકાય. પણ એ શક્ય નથી. જો કે આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા અગત્યના નથી અને જરુરી પણ નથી. અગત્યની વાત એ છે કે બે ત્રણ હજાર વરસ પુરાણી વીચારધારાનું આંધળું અનુકરણ આજે ન કરાય. એને વર્તમાન સંજોગોમાં તપાસવી જરુરી છે. દરેક વીષયની માવજતની સમજ ઘણી વધી છે. રોજરોજ બનતી કેટલીયે ખરાબ ઘટનાઓ ઉપરાંત વર્તમાન સમાજ એકંદરે સંસ્કારી છે. રામનું એકપત્નીવ્રત એક આદર્શ ગણાતું, આજે તે એક સામાન્ય બાબત ગણાય છે. કહેવાતા સતયુગમાં પ્રચલીત એવા વર્ણભેદ, જાતીભેદ ઘટી રહ્યા છે. દાસ–દાસી જેવા શબ્દો ભુંસાતા જાય છે. ગુલામી નાબુદ થઈ છે. સામાન્ય માણસની જીન્દગીની પણ કદર થાય છે.

આ તો એક જ સદીનો પ્રતાપ ગણાય; પાંચ – છ સદીઓ પછી તો શુંનું શું થઈ શકે છે….

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 ઈ–મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્રપગદંડી માસીકના ૨૦૦૮ના જુન માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના ૨૦૧૨ (http://www.kutchijainahd.org/mangal_mandir.htm) ના જુલાઈ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:

https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 11–102012

52 Comments

  1. It is a good article for reading & thinking too. I appreciate author for this good article. We should apply good principles according to time & place.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

    1. In today’s world,this article needs great minds to apply.If Shee Ram & Shee Krishna being Gods knowing the end results of the fight, why have they not stopped it?May be the ego was not averted.World has changed a lot thenafter.Bad remains bad always.We need to change in our thinking & stopped playing in past where we don’t find the road ahead.A book namely “CULTUTE CAN KILL”by S.SUBODH.says How Beliefs Blocked India’s Advancement.A worth reading book in english to understand the subject.

      Like

  2. Oh!my!God!!!!!!!
    In 21st century, result to a problem is based on asking scientific, logical and practical questions & a discussion among the involved parties bring unanimous and amicable decision.
    In light of this…..Ramayan and Mahabharat…looks like a FICTION, that too illogical and not practical. Religious people will accept it.
    As in the film OMG, it is rightly said by Mithun Chakravarti to Paresh Raval, in the end, that ” They are not God loving people, they are God fearing people and they will come back.” Blind faith is the reason.
    My grandson today will not blindly accept what i narrate from Ramayan or Mahabharat. He will ask 100 questions and believe what i naratted, if he is convinced.
    “Hinsha’ is in the blood of animals. Man is also one of them. For food and for propagation, man always have used violence. Darwin said, High rate of birth, Struggle for existance and survival of the fittest….Here’ fittest’means ‘mightiest.’
    Ramayan,Mahabharat,India’s struggle for independence, World war I, World war II., Iraq………and so on….are the example of violence…..
    Mohandas Gandhi, Martin Luther King and many advocates of ‘NON VIOLENCE” were killed……
    It looks like man’s geneetic code carries one code of ‘violence’ which is imseparable
    Non-Violence’s theory worked at its befitting time. Gandhiji also have advocated violence in circumstances where it is extremely necessary.
    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

    1. શ્રી અમૃતભાઈ, આપની બધી વાત સાથે સમત થાઉં છું, પરંતુ એક વાત સાથે સંમત થવાનું અઘરૂં જણાય છે. એ આ પ્રમાણે છેઃ “and survival of the fittest….Here fittest means mightiest.” હું સમજું છું ત્યાં સુધી ‘ફિટેસ્ટ એટલે જેના જીન્સ બદલાયેલા પરિવેશ એટલે કે બદલાયેલા સામાન્ય જીવનસંયોગો પ્રમાણે બદલાયા હોય તે. આમાં તાકાતનો સવાલ નથી. એટલે ફિટેસ્ટનો અર્થ માઇટિએસ્ટ નથી. વંદા છ કરોડ વર્ષથી અસ્તિત્વમાં છે, પણ માઇટિએસ્ટ નથી. આ જ કારણસર વંદા ઉપરાંતની ઘણી પ્રજાતિઓ અસ્તિત્વમાં આવી.
      બાકી મારી મૂળ કૉમેન્ટમાં લખેલું જ છે એટલે અહીં કશું ઉમેરતો નથી.

      Like

  3. શ્રી પ્રદીપભાઇ કહે છે તેમ શ્રી મૂરજીભાઈ ઘણા નવા વિચારોની દિશા ખોલી આપે છે. કેટલાયે વિકલ્પો હતા પણ વિનાશકારી યુદ્ધો અટકાવવાની બાબતમાં બન્ને મહાગાથાઓમાં કશું મળતું નથી.

    માનવજાતની વિડંબના એ જ રહી છે કે બધાં સસ્તન પ્રાણીઓમાં માનવી શરીરે બહુ સશક્ત નથી રહ્યો, જૈવિક રીતે એનું નિર્માણ એવું છે કે સહકારથી રહીને, એકબીજાના સાથથી રક્ષણ મેળવીને જ એ પોતાની વંશવૃદ્ધિ કરી શકે.પરંતુ એ હિંસા જ કરતો રહ્યો છે.અહિંસા સિદ્ધાંત તરીકે સ્થાપિત થઈ તેને ઘણો સમય નથી થયો. અઢી હજાર વર્ષ પહેલાં બુદ્ધ અને મહાવીરે અહિંસાને સ્વીકારી, પણ તે પછીયે એમના જ અનુયાયી રાજાઓ લડતા રહ્યા. હિંસાનું ચક્ર ચાલતું જ રહ્યું.

    છેક મહાત્મા ગાંધીએ એનો સામૂહિક પ્રયોગ કર્યો. પણ મારૂં માનવું છે કે અહિંસા કરતાં અભયનો એમનો સંદેશ મુખ્ય હતો. ગાંધીવાદીઓ કદાચ મારી આ વાતથી નારાજ થશે ગાંધીનું મૂળ હથિયાર maas mobilization હતું. આખી જનતા અન્યાય સામે ઊભી રહે તો હથિયારની જરૂર ન પડે.

    આજે દુનિયામાં આપણે જનશક્તિનો પ્રભાવ જોઈ શકીએ છીએ. હિંસા વિરુદ્ધના અવાજો પ્રબળ બનતા જાય છે..આપણા દેશમાં તો મોટાભાગની હિંસા સમાજવ્યવસ્થાની અંદર વણાયેલી છે.

    લેખના ઉપસંહાર સાથે હું સંમત છું અને માનું છું કે દુનિયા વધારે સારી થતી જાય છે. વ્યક્તિગત સ્તરે એનાં ફળ હજી દેખાતાં નથી, પણ દુનિયા સારી થતી જાય છે એમાં શંકા નથી.

    Like

    1. Dear Dipakbhai,

      Progress of the language tells us something about the progress of the civilization. Let us consider the words “Hinsa” and “Parigragh”. In today’s context, these are not desirable acts yet those are base words. Their opposite words, Ahinsa and aparigrah are more desirable acts but they are derived words meaning they were coined later as their importance was recognized. A Society coins a base word for What it considers to be normal.

      On the other hand, words like Satya and Pramanikta are base words and also desirable traits in people. their opposite words Asatya and apramanikta are derived and not desirable. They had to be coined because of the necessity. In english, there are some independent words like true and false, Same for Gujarati as Gujarati language came to being much later.

      Like

    2. શ્રી મૂરજીભાઈ,
      તમારૂં હિંસા-અહિંસા, સત્ય-અસત્ય વિશેનું ભાષાકીય વિશ્લેષણ સચોટ છે. સમય સાથે નવી આવશ્યકતાઓ ઊભી થાય ત્યારે ભાષા પાછળ રહી જતી હોય છે અને નવા શબ્દો બનાવવાની જરૂર પડે છે. અહિંસા એટલે હિંસાનો નકાર. દેખીતી રીતે જ આ શબ્દ સમાજની નવી જરૂરિયાત પ્રમાણે બન્યો છે. આભાર.

      Like

  4. શ્રી મુળજીભાઈ: આપનો બ્લોગ વાંચ્યો, સરસ લખાણ છે। આપ તો રેશનલ છો, કેમ ભૂલો છો કે રામ, લોકોના જણાવ્યા પ્રમાણે 5000 વર્ષ પહેલા થઇ ગયા, કાપડ ને શોધાયે હજી 3700 વર્ષ જ થયા છે, જે જમાનામાં કપડા પામ ન હતા ત્ર જમાનામાં લગ્ન જીવન તો નહિજ હોય, કદાચ ઉત્તર આર્યો એ પ્રનાલીકાના શરૂઆત ના તબક્કામાં હશે, પણ દક્ષિણમાં નહિ હોય્મ કારણ કે વળી અને સુગ્રીવ નું યુદ્ધ, પણ પત્ની ઉપાડી જવા માટે જ હતું, એમ રાવણ પણ સ્ત્રીને જોઇને લોભાયો હશે, આ વસ્તુ માટે આપ કહો છે એમ માં અપમાન નો પ્રશ્ન હશે જ નહિ, સૈનિકો ની બાબતમાં તો બળવાન ની ટોળી હશે અને એજ લડતી હશે, કોઈ ભાડુતી સૈનિકો હોય તે તો પરિકલ્પના છે,
    મહાભારત ની વાત કરીએ તો તે પણ આવા જ સમયગાળામાં વાત થઇ ગઈ, એમાં એક પતિ હોય કે પાંચ બધી ને સતી કહી, મિલકત તરીકે ગણી ને જુગારમાં મુકાઇ, પાંડવો જ્યાં પણ ગયા લગ્ન કર્યા, વંશ વધારવા માટે પરપુરુષનો આશરો લેવાયો, અંધ ને ગાદી ન મળે કહીને બીજાને ગાદી આપવી,આપવી કહેતા પચાવી કહેવું જોઈએ, આ બધું શું પૂર્ણ સંસ્કૃતિના લક્ષણ છે?
    આ અને આવી માન્યતાઓનું વિશ્લેષણ આપ જેવા રેશનાલને શોભે છે? આપ જ વિચારો,

    Like

    1. Dear kavyendu,
      I believe you have totally misinterpreted my article. I was showing how non-violence has progressed with the time and civilization. For that, I have used events from the lives of well known personalities.

      Your claim that Ramayan is 5000 years old is one belief. Historians say these are only epics and not the history. On the other hand people like Ramdeo Baba claims it to be 50 million years ago. That was the time when dinosaurs were roaming the earth.

      My article says, “રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં એટલું તો સ્વીકારીએ કે સો કરોડ લોકોની સંસ્કૃતી અને જીવનપદ્ધતી પર સૌથી વધુ પ્રભાવ આ બે મહાગાથાઓનો છે. એટલે રામાયણ અને મહાભારત વાસ્તવીક હોય યા ન હોય, એમને અવગણી તો ન જ શકાય.”

      I never said that was a perfect civilazation. Instead I said, “જે કથાને આધારે સંસ્કૃતી રચાય છે અને ઘડાય છે તે કથા માત્ર રસપ્રદ હોય એ પુરતું નથી. એનો દરેક પ્રસંગ આદર્શ હોવો જરુરી છે”.

      I fail to see the relevance of your comment, “આવી માન્યતાઓનું વિશ્લેષણ આપ જેવા રેશનાલને શોભે છે?

      Like

  5. Shri Deepakbhai,
    Yes, for biological evolution, Darwin did say….survival of fittest. I was refering to “HUMANS” I agree with your other thoughts.
    Thanks.
    Amrut(Suman)Hazari

    Like

  6. શ્રીમૂરજીભાઈ,
    રામાયણ કે મહાભારતમાં શું થયું એ જોવાને ના બદલે અત્યારે શું થઇ શકે અનેશું કરવું જોઈએ એની ચર્ચા કરવાથી જ ફાયદો થશે. કારમાં પણ આગળ નું જોવા માટે મોટી સાઇઝ નો કાચ હોય છે જયારે પાછળનું જોવા માટે ખુબજ નાની સાઇઝ નો મીરર મુકવામાં આવેલ હોય છે એ બતાવે છે કે પાછળ નું ઓછું જોવું જોઈએ અને આગળ વધારે જોવામાં જ હિત છે.
    બીજા ધર્મ ના લોકો પોતાનાં ધર્મ ગ્રંથોની ટીકા કરતાં નથી. જયારે આપણા ધર્મ ની જ આપણે ટીકા કરીએ એ ખોટું છે. આ મારા અંગત વીચારો છે.

    Like

    1. Dear Mr. Rajaram,

      Everyday, dozens of people constantly debate on current issues on TV and news papers. They are supposed to be experts on those subjects. If we want to join those people, there are many other avenues to do so. This blog does not entertain such topics.

      I am not criticizing OUR or any other religion at all. I am using examples from our scriptures to show the propogetion of non-violence as described on the other comment. Even if it sounds as criticism to you, we can say that everything in there is not perfect in view of the ideal of non violence and state judicial system we have established to be followed today.

      I know I am going to hear a lot on our present breakdown of law and order system, like it happened once before. So, I repeat “ state judicial system we have established to be followed today.”

      Like

      1. A progressive society periodically re-evaluates its value system and then makes necessary changes. A regressive fundamentalist societies like to stick to their age old values. We can find these groups in every religion. We should not compare ourselves with such groups. Accepting our obsolete ideas and then replacing those as needed is a path to betterment.

        Like

    2. શ્રી રાજારામજી,

      તમે કહો છો કે “બીજા ધર્મ ના લોકો પોતાનાં ધર્મ ગ્રંથોની ટીકા કરતાં નથી. જયારે આપણા ધર્મની જ આપણે ટીકા કરીએ એ ખોટું છે.”

      બીજા ધર્મો પોતાના ધર્મગ્રંથોની ટીકા નથી કરતા, એ વાત ખોટી છે. બાઇબલની ટીકાઓ તો ઇંટરનેટ પર મળી જશે.

      વળી, ધર્મગ્રંથોનું વાચન કરીને દરેક જણ પોતાની રીતે પ્રતિક્રિયા આપે જ.વાંચ્યા પછી વિચાર ન જન્મે તો વાંચવાની જ શી જરૂર?

      જે વાંચે છે તે વિચારે છે, નથી વાંચતો તે કોઈકે કહેલું માનીને ચાલે છે.

      Like

  7. Mr.M.Gada’s article is an example of reality prevailing today. He is right when he says that more and more people throughout the world are now realising the futility of violence and importance of non-violence. At the same time one sees and sometime experiences the increase in violence too. In the case of wars in Afghanistan and Iraq and perhaps in near future in Iran there were real absence of the intentions of avoiding them. The so called ‘All options’ were no doubt discussed and debated but the main thin was and is the intention of going to war i.e. violence. One thing is also very clear. Without the existence or the practisnig of violence (By a very few) we won’t realise the true importance of non-violence. Please don’t get me wrong. I am NOT advocating the violence.

    There are many reasons people go for violence. If the wisdom of seniors ad valour of youth joins hands together to work for non-violence wars between countries and fights between groups can be avoided. And this is happening.

    Firoz Khan
    Sr. Editor,
    Hindi Abroad weekly
    Toronto, Canada.

    Like

  8. Shri Rajaram,
    Shri Gada saheb has done a great and wonderful service to our religion and humanity by starting “ABHIVYAKTI.”
    You thought that the article is a critisizing thought process of our religion. Here is a universal thinking and truth, a key to succeed:” If you want to improve, you must see your own shortfalls. Find out your shortfalls and than its remedies., and implement the solutions.” Let others work on their own religion. Even in my personal life, I have to worry about my own shortfalls and rectify those.
    We have a saying…” Sub subki samhalo…me meri fodata hun.” This is the truth.
    We have to improve. Our next generation has to improve. They have to stand among others and survive.
    Let us work to gether to findout our shortfalls and find their remedies. Let us start……..
    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

  9. દેશ અને કાળ પ્રમાણે આચાર, વિચાર અને વ્યવહાર ન બદલાય તો સમાજમાં સડો પેસી જાય. નવા વિચારો, નવા આચારો અને નવા વ્યવહારો દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવા જ જોઈએ.

    જે લોકો કહે કે અમે કહીએ તે આખરી છે તો તેમની વાત માની ન શકાય. જે લોકો કહે કે અમારી પછી હવે કોઈ આ જગતમાં સુધારાઓ લાવવા આવવાનું જ નથી તો તેમની વાત ખોટી જ ગણવી જોઈએ.

    હિંદુ ધર્મના સિદ્ધાંતો તો કહે છે કે આપણે વધુ ને વધુ વિકસવા માટે દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે ફરી ફરી ને અવતરીએ છીએ અને વધુ ને વધુ પુર્ણતા પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે અવતરવું જોઈએ.

    આપણો ધર્મ કહે છે કે કાળ જવાથી જે તે સમયના રીત રીવાજો અને ઋઢીઓ ન ચાલે અને એટલે આપણાં ઈશ્વર કહે છે કે :

    દુષ્ટોના વિનાશ માટે અને સાધુ પુરુષોના રક્ષણાર્થે હું ફરી ફરીને અવતાર ધારણ કરું છું.

    એટલું જ નહીં આપણાં ઈશ્વર કહે છે કે માત્ર હું નહીં તમે પણ આ રીતે વધુ ને વધુ ઉન્નત બનવા માટે ફરી ફરીને અવતરો છો.

    આપણે ત્યાં ક્યાંય અટકવાની વાત નથી આપણે તો હંમેશા “સંભવામી યુગે યુગે” ગાનારી પ્રજા છીએ અને એટલે જ સડીજવું, ગંધાઈ જવું, કટાઈ જવુ, બટાઈ જવું આપણને ન પોસાય.

    મારા વ્હાલા મિત્રો ચાલો ગાઈએ “સંભવમી યુગે યુગે” અને ફરી ફરીને નવપલ્લવિત થઈએ.

    Like

  10. ચાલો આનંદ થયો કે હિંદુ ધર્મના સિદ્ધાંતોનો થોડો ગણો તો કોલમ માં સમાવેશ થયો.
    રામાયણ અને મહાભારત ની અસર છે તેનો સ્વીકાર જ ઘણું કહી જાય છે.
    હા પણ ભગવાન ના મંદિર પણ ઘણું કહી જાય છે પણ લોકો ત્યાં ફક્ત દર્શન કે પ્રાર્થના
    માટે જાય છે તેમાં થોડું ખુંચે છે. મંદિર ના અર્થ પણ કહું કહી જાય છે.
    જેમ કે શંકર ના મંદિર માં પ્રવેશદ્વારે પોઠીયો હોય છે તે કહે છે કે માનવી તું તારી
    મદમસ્તતા અહી છોડી ને અંદર જા ત્યારબાદ કાચબો હોય છે તે કહે છે માનવ તું તારા
    અભિમાન અને ગુમાન અંદર સંકેલી ને જા. ત્યાર બાદ ઉંચો પાળિયો હોય છે તે
    જીવન વિકાસ નું પ્રતિક છે અને ત્યાર બાદ મંદિર માં જોઈએ છીએ કે એક ગોળ
    ફરતું વર્તુળ હોય છે અને તેમાં શિવ નું લિંગ હોય છે. આ પ્રતિક કહે છે કે હે માનવ
    તું તારા જીવન નો લિંગ ની જેમ ઉર્ધ્વગતિએ વિકાસ કરજે પણ વર્તુળ ની જેમ
    તારી મર્યાદા રહીને.
    શિવ મંદિર નો આ ભાવાર્થ છે.

    Like

  11. I was expecting a charged up discussion on this article. That is one of the reason I wrote,”રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં…….”
    Since that did not hapen, I believe this is a right time to look into the probability of Ramayan and Mahabharat being somewhat historical or are they pure fiction. Everything there can not be history as there are too many events which just do not make any sense as we understand the world today. At best the epics may be based on certain historical characters while many other characters being purely fictional.
    Any takers?

    Like

    1. રામાયણ અને મહાભારતમાં સમય સમયે વધારો થતો રહ્યો છે. પુરાતત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ રામાયણનો પુરાતત્વની દૃષ્ટિએ અભ્યાસ કરીને દેખાડ્યું છે કે મૂળ કથા નાની હોઈ શકે, પરંતુ પ્રજા પર એની ઊંડી છાપ પડી હોય અને કથાઓ લાંબા વખત સુધી લોકજીભે રહી હોય. આથી દરેક જમાનામાં એમાં કથાકારોએ વિસ્તાર પણ કર્યો હોય.

      એમાં નવાં પાત્રો ઉમેરાયાં હોય એ પણ શક્ય છે અને કેટલાંયે પાત્રો મૂળ કથામાં હોય પણ આગળ જતાં એ માત્ર પડછાયા જેવાં બની ગયાં હોય એ પણ શક્ય છે. આમ બન્ને શક્યતાઓ જણાય છે. દાખલા તરીકે રામાયણમાં શત્રુઘ્નનું પાત્ર એવું જ છે. રામ વનમાંથી પાછા આવે છે તે પછી શત્રુઘ્નનું નામ વીર સેનાપતિ તરીકે આવે છે. તે પહેલાં? લક્ષ્મણની માતા સુમિત્રા, પત્ની ઉર્મિલા અથવા ભરત અને શત્રુઘ્નની પત્નીઓ માંડવી અને શ્રુતકીર્તિનાં પાત્રોનો માત્ર ઉલ્લેખ જ છે. કાં તો કથામાં શત્રુઘ્નનો પ્રવેશ પાછળથી થયો હોય અથવા એનું મહત્વ ઘટી ગયું હોય.તે સાથે એની પત્નીનું પણ માત્ર નામ રહ્યું હોય.

      એ જ રીતે મહાભારતમાં કૌરવ પક્ષે દુર્યોધન અને દુઃશાસન અને ધૃતરાષ્ટ્રની વૈશ્ય રાણીના પુત્ર વિકર્ણનાં જ નામ આપણે જાણીએ છીએ. (વિકર્ણ ૧૦૧મો પુત્ર હતો? કે ૧૦૦ની સંખ્યા આમ જ અનેક રાણીઓથી થઈ?) બાકીના ૯૯ કે ૯૮ ભાઇઓ તો માત્ર સંખ્યા છે! શક્ય છે કે આ આંકડો કથાનો ફુગાવો હોય. દુર્યોધનની ભાનુમતી નામની બહેન પણ છે. હું ન ભૂલતો હોઉં તો કદાચ જયદ્રથ એનો પતિ હતો (કોઈ મિત્ર ભૂલ સુધારશે કે પુષ્ટિ કરશે તો આનંદ થશે). બસ. એકની એક બહેન સાથે ભાઇઓના સંબંધની ક્યાંય વાછંટ પણ નથી મળતી!

      પાંડવ પક્ષે માદ્રીના પુત્રોમાં સહદેવ ત્રિકાળદર્શી છે અને નકુલ અશ્વવિદ્યાનો જાણકાર છે, બસ, આથી વધુ એમની ભૂમિકા શી રહી?

      બન્ને કથાઓમાં ઘણાં પાત્રો પડછાયા જેવાં છે, અમુક સમયે એમનો ઉમેરો થયો હોય પરંતુ પાછળના કવિઓએ એમની હાજરીની નોંધ ન લીધી હોય એ શક્ય છે. આવાં કેટલાંયે પાત્રો મળી આવશે.

      Like

      1. ધૃતરાષ્ટ્ર મોટા છે પણ અંધ હોવાથી નાના ભાઈ પાંડુને રાજગાદી સોંપવામાં આવે છે. પાંડુને પાંડુરોગ હોવાથી તે રોગની સારવાર અને હવાફેર માટે વન વિહાર કરે છે. ઋષિ દ્વારા આપવામાં આવેલ વરદાનના મંત્ર પ્રયોગના માધ્યમથી દેવતાઓ દ્વારા કુંતી ૩ પુત્રો અને માદ્રી બે પુત્રો પ્રાપ્ત કરે છે. યુધિષ્ઠીરનો જન્મ થાય છે તે વખતે ગાંધારી ગર્ભવતી હોય છે. યુધીષ્ઠીરનો જન્મ પહેલા થયાના સમાચાર સાંભળીને તેને એટલું બધું દુ:ખ થાય છે કે તે પોતાનું પેટ કુટવા લાગે છે અને તેનો ગર્ભ જન્મ ધારણ કરવાના સમય પહેલાં બહાર સરી પડે છે. વેદવ્યાસજી તેના ૧૦૦ ટુકડા કરીને ૧૦૦ જુદા જુદા કુંડામાં કોઈ ઔષધીમાં ડુબાડી રાખે છે. સહુ પ્રથમ જ્યારે કુંડમાંથી પુત્ર જન્મે છે ત્યારે ચારે બાજુ અપશુકન થવા લાગે છે. શિયાળીયાઓ લાળી કરવા લાગે છે. કુતરાઓ રુદન કરવા લાગે છે. પશુ પંખી અને દિશાઓમાં સન્નાટો છવાઈ જાય છે. વેદવ્યાસજી કહે છે કે આ એક પુત્રને જવા દ્યો તે તમારા કુળનો નાશક થશે પણ અંધ ધૃતરાષ્ટ મોહાંધ પણ હતા અને છેવટે તેમનો પુત્ર પ્રત્યેનો અતીપ્રેમ કુળ નાશક બને છે.

        મહાભારતની કથા ખરેખર મહા ભારત જેટલી મોટી અને અનેક શાખાઓમાં વિસ્તૃત છે. વેદવ્યાસજીને અનેક પ્રકારની વિદ્યાઓથી સંપન્ન બતાવાયા છે. જેમ કે એક જ ગર્ભની ઓરમાંથી ૧૦૦ બાળકો જન્માવવા, સંજયને દિવ્યદૃષ્ટિ આપવી. નિયોગ દ્વારા રાણીઓને સંતાન પ્રાપ્રિ કરાવવી. આવી કથા લખાવવા માટે ગણપતિજી જેવા લહીયાને રાજી કરવા વગેર વગેરે.

        પાત્રો તો બધા આ સમય દરમ્યાન પોત પોતાની રીતે જીવતા જ હોય પણ મુળ કથા સાથે જેટલા પાત્રો વિશેષ સંકળાયેલા હોય તેમનો ઉલ્લેખ વધારે થાય.

        તેવી રીતે શત્રુઘ્નનો ઉલ્લેખ ઘણો ઓછો છે. કદાચ જેમ લક્ષ્મણજી રામજીનો પડછાયો બનીને રહેતા હતા તેમ તેઓ ભરતજીનો પડછાયો બનીને રહેતા હશે. ઉર્મીલા, માંડવી અને શ્રુતકિર્તિ પણ સીતાજી કરતા ૧૦૦માં ભાગનીયે પ્રસિદ્ધિ મેળવી શક્યાં નથી.

        આ કથાઓનું સાંપ્રત સમયમાં મુલ્ય કેટલું? વ્યવહારીક દૃષ્ટિએ? ધાર્મિક દૃષ્ટિએ ? સામાજીક દૃષ્ટીએ? આધ્યાત્મિક દૃષ્ટિએ ? આ બધી બાબતોની યે ચર્ચા થવી જોઈએ. કથાકારો નવ નવ દિવસ સુધી આ પ્રકારની કથા કર્યા કરે તો તેનાથી લોકોના વ્યક્તિત્વનો કેટલો વિકાસ થયો તેનો યે અભ્યાસ થવો જોઈએ.

        રાજકારણીઓએ કથા વાર્તાઓમાં અને સાધુ સંતો પાસે લોક પ્રસિદ્ધિ મેળવવા પહોંચી જાય છે પણ તેમના ભ્રષ્ટ અને દુષ્ટ માનસ કેમ સુધરતા નથી?

        Like

      2. શ્રી અતુલભાઈ,
        તમે કથાની રસપ્રદ વિગતો આપી છે. બધી માઇથોલૉજી આવી જ હોય છે, ગ્રીક કથાઓ પણ આવી જ હોય છે. એટલે એમને હું કથા માનીશ અને તર્ક-વિતર્ક નહીં કરૂં.

        મૂળ તો મને તમારા સવાલ ગમ્યા. આ કથાઓનું આજે શું મહત્વ? જમાનો તદ્દન બદલાઈ ગયો છે એટલે આ કથાઓને કથાઓ જ માનવી જોઇએ. મહાભારતમાંથી કઈં શીખવા જેવું હોય તો “શું ન કરવું” તે છે. લોભ, મદ, અદેખાઈ આ દુર્ગુણોનાં પરિણામોની કથા મહાભારતમાં છે.

        મૂરજીભાઇએ હિંસા-અહિંસાની ચર્ચા કરવાના ઉદ્દેશથી લેખ લખ્યો છે. એમનું કહેવું છે કે આવું વિકરાળ યુદ્ધ અટકાવવા ખરા હૃદયથી પ્રયત્નો થયા હોત તો? ઘટના તો ઘટી ચૂકી એટલે “આમ થયું હોત તો…” જેવા સવાલ આપણને નવી રીત વિચારવાની તક આપે છે. હું ન ભૂલતો હોઉં તો હરિવંશમાં એક કથા છેઃ કૃષ્ણ વિષ્ટિ માટે જાય છે ત્યારે દુર્યોધનના મહેમાન બનવાને બદલે વિદુરને ઘરે રહે છે. વિદુરને લાગે છે કે વિષ્ટિ સફ્ળ નહીં થાય અને કૃષ્ણ વ્યર્થ મહેનત કરે છે.કૃષ્ણ આનો જવાબ આપે છે તે યાદ રાખવા જેવો છે. એમણે કહ્યું હું જાણું છું કે વિષ્ટિ સફળ નહીં થાય. હું જો યુદ્ધ રોકવાનો પ્રયાસ નહીં કરૂં તો ઇતિહાસ પૂછશે કે કૃષ્ણ જેવો માણસ હયાત હતો પણ એણે યુદ્ધ અટકાવવા કઈં કેમ ન કર્યું? (આ કથા ક્યાંક છે ખરી, સ્રોત ભૂલી ગયો છું. તમે મદદ કરીને શોધી આપશો?)

        શ્રી મૂરજીભાઈનો સવાલ કૃષ્ણને જેની પરવા છે તે ઇતિહાસનો જ સવાલ છે. ઇતિહાસે તો કૃષ્ણની ધારણાથી પણ વધારે કઠોર સવાલ પૂછ્યો છે – શું આ પ્રયત્ન પૂરતો હતો? કૃષ્ણે ભલે માન્યું હોય કે એ જઈ આવ્યા એટલે બસ. ઇતિહાસ તો આપણને સૌને આ જ સવાલ પૂછશે – સમાજમાં આવું હતું ત્યારે તમે શું કરતા હતા? કહે છે કે કયામતના દિવસે અલ્લાહ સૌનો હિસાબ માગશે! આ બધી એક જ વાત છે ને? સમાજ પ્રત્યેની જવાબદારીથી આપણે કોઈ બચી શક્તા નથી, આપણો ધર્મ ગમે તે હોય.

        આ સંદર્ભમાં જોઈએ તો મહાભારતની કથા દેખાડે છે કે હિંસાનાં દુષ્પરિણામોથી વિજેતા પણ નથી બચતો! સરવાળે મહાભારતનાં યુદ્ધે અસંખ્ય સ્ત્રીઓને વિધવા બનાવી, અસંખ્ય બાળકોને અનાથ બનાવ્યાં. તે પછી અર્થતંત્ર પણ કથળી ગઈ હશે. લોકોને ચીજ વસ્તુઓની અછતનો પણ સામનો કરવો પડ્યો હશે. આમાંથી કરપ્શન પણ ફેલાયું હશે. આમ યુધિષ્ઠિર જેવા સંત રાજવી સામે ખરા યક્ષપ્રશ્નો તો યુદ્ધ પછી ઊભા થયા હશે.

        બીજી બાજુ માત્ર ૩૦-૩૫ વર્ષમાં યાદવો અંદરોઅંદર મરીને ખપી ગયા! ઝાડ નીચે નિરાશ, વૃદ્ધ ક્રુષ્ણને પારાધિનું તીર લાગ્યું ત્યારે એ આ બધું વિચારતા નહીં હોય? એમને વિચાર નહીં આવતા હોય કે ધર્મની સ્થાપના માટે એમને લીધેલો રસ્તો બરાબર હતો કે નહીં? એનાં પરિણામો અધર્મના રસ્તા જેવાં જ ન આવ્યાં? કૃષ્ણને ચિંતક માનો તો એમણે આત્મનિરીક્ષણ નહીં જ કર્યું હોય શું?

        તમે નવ નવ દિવસની કથાને અંતે ચારિત્ર્ય પર શી અસર પડી હશે તેનો પણ અભ્યાસ કરવાની જરૂર પર ભાર મૂક્યો છે. સાચો સવાલ છે.. અરે કથાકારો પોતે આખું વરસ કથા કરતા રહે છે, એમના ચારિત્ર્ય પર શી અસર પડતી હશે? બાકી રાજકારણીઓ તો હેતુસર જ જતા હોય છે, ભક્તિભાવથી નહીં. ધર્મગુરુઓ પણ એમનું સ્વાગત હેતુસર જ કરતા હોય છે.

        Like

  12. Friends,
    Ramayan and Mahabharat are of critical importance to understand almost every aspect of Indian life. As we all know, they are ancient and unwritten, derived through memory of generations. The stories generate thousands of questions and contradictions.

    So we need to find out the real truth as to which parts are true and which are fiction. I suggest everyone to visit the wonderful blog of our writer here, Shri Dipak Dholakia.
    We also need that Shri Gada saheb or Dipak Dholakia or someone else write on this blog, summarizing modern research on this very important question.
    Thank you. —Subodh Shah

    Like

  13. શ્રી દિપકભાઈ,

    હવે આપણે બીજી બાજુ વિચારીએ. ધારોકે અર્જુન યુદ્ધ છોડીને ચાલ્યો જાય છે. યુધિષ્ઠીર તથા અન્ય ભાઈઓ તેમના સસરા દ્રુપદના આશ્રીત તરીકે અથવા તો તેમની પાસેથી કે અન્ય રાજવીઓ પાસેથી થોડી જમીન મેળવીને રહેવા લગે છે. દુર્યોધનને રાજ્ય મળી જવાથી તે મદથી છકી જાય છે અને વધુને વધુ સ્વછંદી બની જાય છે. પાંડુઓનું વારે તહેવારે અપમાન કરે છે. મહાન યોદ્ધા હોવાથી તેઓ આવા અપમાન સહન નથી કરી શકતા અને સમસમીને બેસી રહે છે. સતત અપમાન અને અવહેલના સહન કરવાથી તેમને અંત:કરણમાં અત્યંત પીડા થાય છે પણ અનેક લોકોના સુખ કાજે તેઓ કશુ બોલતા નથી.

    વગેરે વગેરે

    અહીં શ્રીકૃષ્ણ ભગવદ ગીતામાં માનવ સ્વભાવ પર સુંદર વિશ્લેષણ કરતાં કહે છે કે હે અર્જુન જે લોકો તને માન આપતા હતા તેઓ હવે તને તુચ્છ ગણશે. તારી શક્તિની નિંદા કરશે અને તે નિંદાને લીધે તને જીવતા જીવ મરવા જેવું થશે.

    અત્યારે કેશુબાપા અને બીજા અનેક રાજકારણીઓને જોઈ લ્યો. શું તેઓ શાંતીથી બેસી શક્યાં છે? એક વખત જે ક્ષેત્રમાં કોઈ પ્રવેશે પછી તેમને બહાર કાઢવા અતીશય મુશ્કેલ.

    ધારોકે પાકિસ્તાન આપણી જમીન પચાવી પાડે ત્યાર બાદ આપણે શાંતિની વાત કરીએ અને કહીએ કે અનેક સ્ત્રીઓ વિધવા થઈ જશે. અર્થતંત્ર હચમચી જશે માટે યુદ્ધ ન કરવું જોઈએ. પાકિસ્તાન કે ચીન આપણું સઘળું પડાવી લે અને આપણે શાંતીની વાતો કર્યા કરીએ કે અહિંસાના ગાણા ગાઈએ તો આપણી સધવાઓએ લુંટાઈ જાય, આપણાં દેશમાં આપણે ગુલામની જેમ રહેવું પડે, ગુલામી તો આપણે અનુભવી ચુક્યાં છીએ. પાંડવોની સામે ભરસભામાં દુર્યોધન દ્રૌપદીને તેના ખોળામાં બેસવા માટે ઓફર કરી ચુક્યો છે તેથી કૌરવોના ચારિત્ર્ય વિશે ય વિચારવું જોઈએ.

    આદર્શવાદ અને વાસ્તવિકતા માં બહુ ફેર હોય છે.

    Like

    1. ઇતિહાસને હમેશાં ‘જો’ અને ‘તો’નો સામનો કરવો પડે છે, અતુલભાઈ.
      ખરેખર તો પાંડવો કે કૌરવોમાથી કોઈ જ ખરો કુરુ નહોતો એ વાત પણ ન ભૂલીએ.ખરો કુરુ એક જ હતો, ભીષ્મ પિતામહ. ચર્ચા બહુ આગળ ગઈ છે એટલે લેખનો સંદર્ભ તાજો કરવાની જરૂર લાગે છે. ભીષ્મ પિતામહ (એકમાત્ર ખરા કુરુ) વિશે લેખમાં આ સવાલ છે –
      “પીતાની એક ઈચ્છા પુરી કરવા પુત્ર દેવવ્રત આકરી પ્રતીજ્ઞા લઈ ભીષ્મ તરીકે પ્રસીદ્ધ થયા. એ પ્રતીજ્ઞા પાળવા એમણે કંઈ કેટલીયે બાંધછોડ કરી. કોઈ ચોક્કસ સંજોગોમાં લીધેલી પ્રતીજ્ઞા સંજોગો બદલાતાં પણ તોડી ન શકાય એવી સમજ ત્યારે દૃઢ બનેલી હશે. દેશના હીતમાં, માનવસમાજના હીતમાં ગાંધારીએ તેમ જ ભીષ્મ પીતામહે પોતાની પ્રતીજ્ઞાઓ તોડી હોત તો કેટલો વીનાશ ટાળી શકાયો હોત ! આજના સંદર્ભમાં કોઈ એક વ્યક્તીની પ્રતીજ્ઞા કે વચન આટલા માનવસંહાર કરતાં વધારે અગત્યનાં હોઈ શકે ?”

      Like

      1. શ્રી દિપકભાઈ,

        ભીષ્મ પિતામહ કાઈ માનવસમાજના હિત માટે અવતર્યા ન હતા. તેઓ તો ઋષીની કામધેનુ ચોરવાના ગુન્હા સબબ સજા ભોગવવા માટે અવતર્યા હતા. તેમને તો આ સજા ભોગવીને પાછા દેવલોકમાં ચાલ્યાં જવું હતું. શ્રીકૃષ્ણ માનવસમાજના હિત માટે અવતર્યા હતા અને તેથી તે ભીષ્મની પ્રતિજ્ઞા જાળવવા પોતાની પ્રતિજ્ઞા તોડે છે. માનવ સંહાર આપણને અકારો લાગે છે પણ આપણે કાર્ય કારણના નિયમો જાણતા નથી. જન્મ પહેલા અને મૃત્યુ પછીનું આપણને જ્ઞાન નથી.

        બુશે તેમના પિતાના અપમાનનો બદલો લેવા માટે ઈરાકનો ખુરદો બોલાવી દીધો. શું તેઓ અપમાન ગળી જઈને માનવ સંહાર ન અટકાવી શક્યાં હોત?

        Like

  14. Friends,
    Please go to search….”Are mahabharata and Ramayana true or fiction?…Yahoo! Answers India.
    You will find different interesting logical and otherwise informations in form of comments by historians and some common people.
    Also other headings are also dealing in the same subject.
    This is adding to our knowledge.
    Thanks.
    Amrut.

    Like

  15. Ancient Greek also had many very interesting epics / stories. They have accepted those as mythology. Many in India like to believe our epics as history. It is important to note that there are many similarities between ancient Greek stories and our epics. Let us examine only one of those, Helen of Troy. Beautiful Helen, a queen of one of the Greek king, elopes with Paris, a prince of Troy. Troy was very wealthy city state across an ocean. Obviously, a king with his more powerful brother and along with several other kings invades Troy. They have to cross the see which they do in hundreds of boats (no bridge was built like Ramayan). The fort of Troy was almost unbreakable, just like Lanka. Several characters of this epic were also fathered by Gods. Some of them also had “vardans and Shraps”. Achilles was one such character.

    There are so many similarities here, that we just can not ignore them. Nationalists would like to say that they copied from our epics and wrote theirs. Possible. But then it could be other way round as well. There could more likely be a third possibility that the ancient Greeks and Aryans migrated to their new lands from a third common place in central Asia. People took their folklore with them and some genius wrote beautiful stories based on these folklores. Homer is well known Greek who wrote Odyssey and Iliad. I am not sure about Troy.

    Let the discussion continue.

    Like

    1. શ્રી અતુલભાઈએ કથામાંથી નવું ઉદાહરણ આપ્યું છે. કૃષ્ણે શસ્ત્ર ન ઉઠાવવાની પોતાની પ્રતિજ્ઞા તોડી. કામધેનુ ચોરવાની વાત મઝેદાર છે. આભાર.

      શ્રી મૂરજીભાઈએ ગ્રીક કથાઓ અને ભારતીય કથાઓ વચ્ચે સામ્ય દેખાડીને એક ત્રીજી શક્યતા દર્શાવી છે કે કદાચ ગ્રીકો અને આર્યો એક જ જગ્યાએથી નીકળ્યા હશે. આ શક્યતા દેખાડવા બદલ શ્રી મૂરજીભાઈને અભિનંદન આપવાં જોઈએ.કારણ કે લોકમાન્ય તિલક પણ એમ જ માને છે. એમનું પુસ્તક ‘ઓરાયન'(Orion) વાંચવા જેવું છે. એમણે ગ્રીક, ઇરાની અને ભારતીય કથાઓની તુલના કરીને સમાનતા સાબીત કરી છે. ઓરાયન એટલે વ્યાધ (શિકારી)ના તારાની આ કથા છે, મૃગશીર્ષ નક્ષત્ર એટલે હરણનું માથું. આ જ જાતની કથા ઇરાનમાં પણ છે અને ગ્રીસમાં પણ છે. શિકાર, હરણ અને એનું માથું ત્રણેય દેશોની કથાનાં સમાન લક્ષણ છે.

      આના ઉપરથી તિલક એ તારણ પર પહોંચ્યા કે ત્રણેય જૂથો કોઈ સમયે એક સાથે હતાં. ઓરાયન લખતી વખતે તિલક માનતા હતા કે મધ્ય એશિયામાં આજના કિર્ગીઝસ્તાનમાં એમનું મૂળ વતન હતું. ( તે પછી એમણે ઉત્તર ધ્રુવનો નવો હાઇપોથિસિસ રજૂ કર્યો).

      ગ્રીક અને સંસ્કૃત વચ્ચે પણ ઘણી સમાનતા છે. ગ્રીક સરનેમ ‘દ્રિત્સાસ’નું ઉદાહરણ જોવા જેવું છે. એક ગ્રીક ઇ-મેઇલ મિત્રને આ અટકનો અર્થ પૂછ્યો. એને ખબર નહોતી. મેં કહ્યું કે સંસ્કૃતના દૃષ્ટા શબ્દ સાથે એને સંબંધ હોય એમ લાગે છે. એણે અર્થની તપાસ કરીને મને અભિનંદન આપ્યાં ‘દ્રિત્સાસ; એટલે મોટી નાવના ખુવાથંભ પર ઉપર બેસીને સમુદ્રને જોનારો માણસ! અહીં પણ બન્ને શબ્દોમાં ‘જોવું’ અર્થ ટકી રહ્યો છે,

      વળી, મારૂં અનુમાન છે કે ગ્રીક નામો પહેલી વિભક્તિમાં ‘સ’ (સોક્રેટિસ) અથવા ‘ઓ’ (પ્લેટો) કે ‘ઉ’ (પાપાન્દ્રેઉ)માં સમાપ્ત થાય છે. સંસ્કૃતમાં જે વિસર્ગ છે તે જ આ ‘સ’, ‘ઓ’ કે ‘ઉ’ છે. સંસ્કૃતમાં પણ દેવઃ થાય તેમ એનાં ‘દેવસ્’ અને ‘દેવો’ રૂપો પણ છે. એ જ રીત વીનસ અને પુરાણોના વેન રાજાની કથા અથવા નામમાં પણ સમાનતા છે (ફરી જુઓ વેન એટલે વિસર્ગ સાથે વેનઃ, વેનસ્).
      આમ ગ્રીક, હારતીય આર્ય અને ઈરાની આર્યો એક જ છે. કથાઓની નકલ કોઈએ નથી કરી,એ એમનો સમાન વારસો છે. માત્ર તે પછી સ્થળ અને સમયના પ્રભાવ નીચે એમાં તફાવતો આવ્યા છે.

      શ્રી મૂરજીભાઈનું અનુમાન સાવ સાચું છે.

      Like

    2. Gada saheb and Dipakbhai,
      I am usually averse by nature to writing about myself. But your original ideas and Dipak Dholakia’s enlightened reply below prompt me to write this:

      Chapter 3 of my book (‘Culture Can Kill’ ) titled “The Vintage Mirage or Vanity for a vanished Age” has discussed this whole subject in ample detail with well established historical data. The titles themselves will tell a lot.
      Thanks. — Subodh Shah —

      Like

  16. રામે રામરાજ્યની સ્થાપના કરી એમાં એમને કોઈજ અનુકુળતા મળી નહોતી
    કૃષ્ણનું આખું જીવન સંઘર્ષ , વેદનાથી ભરેલું હતું .લોકો માને છે કે ગાંધીજી
    જે પરિસ્થિતિમાં જે કામો કર્યા એ આજે પણ આશ્ચર્ય માં તો નાખે છે ને ?
    આવું માનસ કરી શકે ? તો પછી રામાયણ અને મહાભારત ના પાત્રો માં
    શંકા શાને ?
    આ ગ્રંથોના પાત્રો કહે છે કે મનુષ્ય કોઈપણ સંકલ્પ કરે તો તેનાથી મોટી
    કોઈ શક્તિ નથી.સાચા ગ્રંથો જીવનનો આદર્શ ઘડે છે. મુશ્કેલીયો સામે કેમ
    ઝઝૂમવું ,દુખો અને નિરાશામાંથી કેવી રીતે છુટાય.
    ગીતા, મહાભારત કે રામાયણ માત્ર મનોરંજન માટે નથી કે ચર્ચા કરી
    સંતોષ માટે નથી પણ તેમાંથી આપણે જીવવાનું બળ મળે છે , રસ્તો
    મળે છે અને દીવો મળે છે તે પણ તેટલું જ સાચું છે.
    ગાંધીજી ના ભાગલા ના વિચારોથી હિન્દુઓની કત્લેઆમ થઇ
    અહિંસાના પુજારી એ હિંસા થવા દીધી. આ બધું આપણે માનીએ છીએ.
    મહાભારતમાં દૃપદી ના ચીર હરણ થયા પછી તે વધારે
    આત્મશક્તિથી પાર ઉતરી.
    મુશ્કેલીયો તો વિકાસ પામતા જીવનની પરીક્ષાઓ માત્ર છે . જેમ જેમ
    પાસ થતા જઈ એ તેમ તેમ ને વધારે મુશ્કેલી ની પરીક્ષાઓ આપવી જ પડે.
    એ રામે આપી કૃષ્ણએ આપી દ્રૌપદી એ પણ આપી

    Like

    1. ભાઈશ્રી શબ્દસૂર,
      તમારૂં કહેવું છે કે ” ગાંધીજી ના ભાગલા ના વિચારોથી હિન્દુઓની કત્લેઆમ થઇ અહિંસાના પુજારી એ હિંસા થવા દીધી.”
      ગાંધીજીના ભાગલા વિશેના વિચારો જણાવવા વિનંતિ છે. જે કઈં કહો તેની સાથે પુસ્તકનો સંદર્ભ આપવા વિનંતિ છે, જેથી જરૂર પડ્યે એ પુસ્તક પણ વાંચી શકાય.

      Like

    2. Shri Shabdasoorji,
      You speak about RamRajya, just as everybody keeps talking about it in India.

      What was it? When was it? Is there any historical reference for it? Or just folklore and stories? Please let us know. Thanks. — Subodh Shah

      Like

  17. ગાંધીજી ને હું મળ્યો નથી કે જોયા નથી પણ જેમણે જોયા નથી તેવા
    પણ મોટે ભાગે કટ્ટર અનુયાયીઓ છે.તે જમાનાની ઘટનાઓને ઢાંકપીછાડો
    કરવામાં કોન્ગ્રેસ સફળ રહી. આ વિષયે પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ હતું પણ
    પ્રતિબંધોના લીધે તે સાર્વજનિક નહિ શક્યું.અને જે સાહિત્ય છે તેમાં કાતો
    રસ નથી અથવા લેખક ને વખોડવામાં આવે છે.કેમ કે આપણને ફક્ત એક પાસું
    જોવાની દ્રષ્ટિ જ આપી છે. સાહિત્ય વાંચીએ તો છીએ તેના વિષે પણ
    સમજાતું નથી તે સત્ય છે. બધા લોકો તેમની નિષ્ફળતાઓ ઢાંકવા માં જ વ્યસ્ત છે
    આપણે તે કોચલામાંથી બહાર નીકળી જઈએ તો ઘણુબધું જે ક્યારેય સમજાયું
    નહોતું તે સમજાય. દિનકર જોશી કૃત નવલકથા ” પ્રકાશનો પડછાયો “માં ઘણો
    પ્રકાશ ફેક્યો છે..

    Like

    1. કયા પુસ્તક પર પ્રતિબંધ છે તે કહેશો? નામ તો જાણતા હશો. તમે એક પુસ્તક વાંચી લેશોઃ Murder of the Mahatma and other cases by G. D. Khosla. આ પુસ્તક ઉપર પ્રતિબંધ નથી.એના પરથી તમે સમજી શકશો કે બીજા કોઈ પુસ્તક પર પ્રતિબંધ ન હોય. આ કઈં આજનું પુસ્તક નથી. મેં ૧૯૬૫-૬૬માં વાંચ્યું છે. અને જેમની પાસે પ્રતિબંધિત પુસ્તક હોય તે ઇંટરનેટનો ઉપયોગ કરી શકે છે. આવું પ્રતિબંધિત પુસ્તક મળે તો અપલોડ કરી દો. તમે મૂળ વાત પર ટકી રહો તો સારૂં. હકીકતમાં તમે માત્ર વાતો સાંભળી છે. આર. એસ. એસ. પ્રેરિત ઘણી વેબસાઇટો પર ગાંધીજીની ટીકા થાય છે, એને માપદંડ ન ગણાવી શકાય. આથી જ હું પુસ્તકની વાત કરૂં છું…

      Like

      1. ભાઈ શબ્દ્સૂર,
        તમારો જવાબ ન મળતાં આશ્ચર્ય થયું. મને આશા હતી કે તમે કઈંક વિગતે લ્ખશો. ગાંધીજી વિશે લખાયેલાં હજારો પુસ્તકોમાંથી ગણ્યાંગાંઠ્યાં પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો હશે અને એની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એમ છે.

        ગુજરાતમાં જોસેફ લેલિવેલ્ડના પુસ્તક પર પ્રતિબંધ મુકાયો છે, પણ ન મુકાયો હોત તો તમે એ વાંચી લીધું હોત એવી શક્યતા કેટલી? શ્રી જસવંત સિંહના પુસ્તક પર પ્રતિબંધ ગુજરાત પૂરતો જ છે. ભાગલા વિશેની વિગતો તમને ‘ગાંધીજીનો અક્ષરદેહ’માંથી મળશે.. તે ઉપરાંત, પ્યારેલાલનું ‘પૂર્ણાહુતિ’ પણ છે. અંગ્રેજી પુસ્તક Last Phaseનો એ અનુવાદ છે. એમાંથી પણ જાણવા મળશે.

        ‘પ્રકાશનો પડછાયો’ ગાંધીજીના પુત્ર શ્રી હરિલાલ્ભાઈ વિશેનું પુસ્તક છે. ભાગલા એનો વિષય નથી. આના આધારે ફિલ્મ પણ બની છે – ‘ગાંધી વર્સસ ગાંધી’.

        પહેલાં પણ મેં એક અંગ્રેજી પુસ્તકનું નામ આપ્યું છે. ગોડસેનો એમાં કેસ છે અને આજે તમે એના વિશે જે કઈં જાણતા હશો તે એ પુસ્તકમાંથી જ લેવાયેલું છે. આ ઉપરાંત. ગાંધી ખૂન કેસ ચાલતો હતો ત્યારે આખી દુનિયાનાં છાપાં આ સમાચાર આપતાં હતાં.

        ખરેખર તો મૂળ ચર્ચાના વિષયથી હટવું ન જોઇએ. એટલે તમે ભાગલાને બદલે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતની તરફેણમાં અથવા વિરુદ્ધમાં બોલ્યા હોત તો એ બરાબર હોત. તો ચર્ચા થાત,ગાંધીજીની બધી વાતોનાં વખાણ જ કરવાં જોઈએ.એવું જરૂરી નથી પણ તમે તદ્દન અસંગત વિષય લઈ આવ્યા છો.

        Like

  18. Regardless of how much we agree of disagree with Gandhi’s ideology, one thing no one can deny that his life was an open book. He is the only one who, having such high exposure, has publicly acknowledged his limitations and mistakes. There has not been an honest man of his level in recent history, if not ever.

    Gandhi bashing has become a fashion in recent times. One Jain Muni has written very irrelevant and false stories about Gandhi in Gujarat Samachar in order to glorify another Jain Muni who lived in Gandhi’s time. I have written an article rebutting these articles for our Jain magazine. Let us see whether the editors print my article. In any case, I plan to send it to Govindbhai for Abhivyakti.

    Like

  19. મૂળ વાત મહાભારત ના યુદ્ધ ની છે અને તેને નિવારવાનો કેટલી હદ નો પ્રયત્ન થયો હતો તેની છે. પણ તેને જ સંલગ્ન એક બીજો વિચાર પણ રસપ્રદ છે. હસ્તિનાપુર પર રાજ કરવાનો હક્ક ખરેખર કોને હતો? ભીષ્મ (દેવવ્રત), કૌરવો, કે પાંડવો? ધ્રુતરાષ્ટ્ર અને પાંડુ બંને વેદ વ્યાસથી પ્રાપ્ત થયેલ પુત્રો હતા, શાન્તાનુંના પૌત્રો નહિ. પાછા, એમના પુત્રો પણ એમના નહોતા. કૌરવો “ટેસ્ટ ટ્યુબ બેબી” (સાચા કે કલ્પનાશીલ) હતા અને પાંડવો પણ કૈક એવું જ. માટે કુરુ વંશના તો કોઈ જ નહોતા, સિવાય કે દેવવ્રત, જે રાજ ના કરવાનું પ્રણ લઇ બેઠા હતા. તો પછી કોણ રાજ કરે? (તેવી જ રીતે અયોધ્યા પર રાજ કરવાનો હક્ક કોને – રામ કે ભરત? એક ને જન્મસિદ્ધ અધિકાર હતો તો બીજાને ગાદી આપી ચુકાઇ હતી.)

    જો આજની આપણી સમજણ વડે મુલાવીયે તો કદાચ એમ થાય કે એમાંથી કોઈનેય રાજ કરવાનો હક્ક કેવી રીતે ગણી શકાય? આજે આપણને બધાને ખબર છે કે રાજા ગમે તેવો સારો હોય, રાજાશાહી એ ખરાબ પદ્ધતિ જ છે. લોકશાહી જ સારામાં સારી પદ્ધતિ છે (હા, તેનામાં પણ ઘણી ખામીઓ છે, પણ બીજી બધી પદ્ધતિઓ કરતા તે સારી છે). તો આપણે એવું કેમ ના વિચારી શકીએ કે આખરે આમાંના કોઈ રાજગાદીના અધિકારી નહોતા. ખરેખર તો રાજ કરવાનો અધિકાર તો પ્રજા દ્વારા ચૂંટાયેલ વ્યક્તિનો જ હોવો જોઈએ. જો ખરેખર એમને પ્રજાની પરવા હોત તો પંચ બેસાડી ને તેમને રાજ આપી દીધું હોત. એટલે ઊંડાણથી વિચાર કરીએ તો આ બધી પૈસાદાર / વગદાર લોકોની અંદર-અંદર ની હુંસાતુંસી જ છે. એમાં થી મોરલ મુલ્યો શોધવાની જરૂર શાથી?

    બીજી એક આડવાત – ક્યાંક એવું વાંચ્યું છે કે યાદવોમાં અમુક અંશે લોકશાહી જેવું હતું (પ્રાચીન ગ્રીસ સાથે સંબંધ પણ કદાચ હતો), અને “રાજા” એ આજના વડાપ્રધાન જેવો હતો. પણ કંસે એ લોકશાહી વિખેરીને પોતાની સરમુખત્યારશાહી જાહેર કરી હતી. એટલે એ વખતનું મથુરા આજના અમુક દેશો જેવું નહિ?

    પણ એ વખતે ફક્ત મથુરામાં થોડોઘણોએ લોકશાહીનો અભિગમ હશે તોએ પાછો હજારો વર્ષો માટે વિલીન થઇ ગયો હતો. એ આપના દેશના કમનસીબ.
    A. Dave (દવે)

    Like

  20. શ્રી દવેજી,
    પાંડુરંગ શાસ્ત્રીએ કૃષ્ણ વિશે એક પુસ્તક લખ્યું છે તેમાં કંસ વિશે તમે કહો છો તે જ છે. પાંડુરંગ શાસ્ત્રીએ કૃષ્ણનુ સામાજિક મૂલ્યાંકન કર્યું છે. એમની ચર્ચા બુદ્ધિને સ્પર્શ કરે તેવી છે.

    પહેલાં તો ગણ રાજ્યો હતાં એમાં કોઈ રાજા નહોતો. કંસના પિતા ઉગ્રસેન રાજા નહોતા, માત્ર મુખી હતા. રાજગાદી વંશવારસામાં ન મળતી. લોકો રાજાને પસંદ કરતા. (બુદ્ધના સમયમાં વજ્જીઓ અને લિચ્છવીઓ(?) વચ્ચે યુદ્ધ થવાનું હતું ત્યારે વજ્જીઓનું શું થશે એમ કોઇએ બુદ્ધને પૂછ્યું તો એમણે સામા સવાલો કર્યા -શું હજી વજ્જીઓ સભામાં એકત્ર થાય છે? ચર્ચાઓ કરીને નિર્ણય લે છે? તો એમનો પરાજય નહીં થાય, રાજાશાહીમાં તો આવા સંવાદ અપ્રસ્તુત છે. બુદ્ધના પિતા શુદ્ધોદન પણ મુખી જ હતા અને ખેતી કરતા).

    મથુરામાં કંસે આ પરંપરા પોતાના સ્વાર્થ માટે તોડી. આથી લોકોમાં અસંતોષ હતો.

    મથુરાની આસપાસ પશુપાલકો રહેતા હતા અને એમનુ જીવન ડેરી પ્રોડક્ટો પર નભતું. એ લોકો મથુરામાં આવીને દૂધ, દહીં, માખણ વગેરે વેચીને ગુજરાન ચલાવતા, પણ કંસે પોતાની આર્થિક શક્તિ વધારવા માટે એમના પર ટેક્સ નાખ્યો. આનો ગામડાંઓમાં વિરોધ હતો. યાદ કરો ગુજરાતીનું એક રાસગીત…”મહીડાંનાં દાણ અમે નહીં દઇએ રે…”

    કૃષ્ણે નાની ઉંમરે જ આ વિરોધનું નેતૃત્વ સંભાળ્યું. કંસના અંગત બોડીગાર્ડ બે મલ્લ (મલ્લ પોતે પણ ગણરાજ્ય હતું) ચાણૂર અને મુષ્ટિકને એમણે મારી નાખ્યા. જનતામાં તો આક્રોશ હતો જ, એટલે જનતા પણ એમાં સામેલ હતી જ. આમ કૃષ્ણે કંસને મારીને ઉગ્રસેનને કેદમાથી છોડાવીને ફરી મુખી બનાવ્યા. પરંતુ કૃષ્ણ પર લોકોનો વિશ્વાસ એટલો બધો હતો કે એ ડી’ફૅક્ટો મુખી રહ્યા.

    Like

  21. રામાયણ અને મહાભારતના સાચાપણા માટે વીવાદ ઉઠતો રહે છે. આપણે એમાં ન પડતાં એટલું તો સ્વીકારીએ કે સો કરોડ લોકોની સંસ્કૃતી અને જીવનપદ્ધતી પર સૌથી વધુ પ્રભાવ આ બે મહાગાથાઓનો છે. એટલે રામાયણ અને મહાભારત વાસ્તવીક હોય યા ન હોય, એમને અવગણી તો ન જ શકાય.

    Like

  22. માનનીય દીપકભાઈ
    તમે ખૂબ જ રસપ્રદ રીતે કંસ અને યાદવોના ગણરાજ્ય તેમ જ કૃષ્ણ વિશે સમજાવ્યું. મને આટલી ઊંડાણ થી ખબર નહોતી. બહુ જ સરળતાથી સમજી શક્યો. ધન્યવાદ.

    મારો બીજો મુદ્દો હજુ એમ જ છે કે મહાભારત ની આખીયે વાત થોડા પૈસાદાર / વગદાર લોકોના (પોતાના નહિ તેવા) વારસદારોના અંદર અંદર ના ઝગડાની જ છે. તેમાં પ્રજાનું ભલું ક્યાંથી આવ્યું? દુર્યોધન રાજ કરે કે યુધીષ્ઠીર, બેમાંથી કોઈ ચૂંટાઈને આવેલા નહોતા. તો એના કરતા આજની લોકશાહીની પ્રથા વધુ સારી નથી? અને જો એમ માનીએ, તો પછી એ કથામાં નૈતિક મુલ્યો શોધવા જવાની શી જરૂર છે?

    આપનો તેમ જ બીજા મિત્રો નો અભિપ્રાય જણાવો ગમશે.
    સાદર,
    A Dave (દવે)

    Like

    1. મહાભારતમાંથી એક જ સાર ગ્રહણ ક્રરવાનો છે કે શું ન કરવું. આમાં પતન ભણી ધસમસતા સમાજની કથા છે. કોઈ પણ પાત્ર લાંછનથી મુક્ત નથી. કૃષ્ણ પણ partisan નેતા તરીકે પ્રતિપક્ષની ટીકાનું નિશાન બન્યા છે. દરેકનું વર્તન મહાભારતની અંદર જ ટીકાને પાત્ર બન્યું છે. નૈતિક મૂલ્યો તો આદર્શ સ્થાપિત કરતી કથામાંથી શોધાય, સમાજજીવનની વાસ્તવિકતા દર્શાવતા ગ્રંથમાથી તો બોધપાઠ મળે કે શું ન કરવું.

      Like

  23. In Mahabharat, almost everyone is seeking a revenge against someone else. All that gets fulfilled in the war. The first and foremost message I get from Mahabharat is that the strong urge to take revenge ultimately brings total destruction, the “sarvanash”. This is my take from Mahabharat and not the Dharmayudha as it is popularly preached.

    Like

    1. To add to what Shri Murjibhai and Dipakbhai have said, I’d repeat that it is just a tale of privileged rich people fighting among themselves to gain power, fame and money, when none of them actually had a right to govern, even by the monarchy standards of that era, and certainly not by the democracy standards of the modern era.

      Like

  24. Friends,
    R and M both are epic poems. How much of them is a factual account? Nobody can prove or even know that. Very little is history except the main events of two big wars and two great heroes doing great deeds. Though Rama and Krishna must be real, not imaginary personalities, the epics are written by poets with lots of add-ons throughout history. A very large part is obviously poetic fiction.
    It is not reasonable to discuss a work of fiction, citing who said what and when. Two examples to make this clear :
    1. Munshi’s heroic couple in Gujaratano Naath— Kaka and Manjari– is great but their exploits and dialogues are entirely imaginary. To question why Kaka said and did this or that does not make sense at all. It is Munshi who said or did it, not the hero.
    2. Homer’s Odyssey is an account of the exploits of Hercules. Nobody in other countries discusses what and why Hercules did this or that. It just does not make sense to hang our modern day beliefs and backgrounds on historical stories. We are doing even worse— with pre-histioric and fictional details of our Gods. I give up.
    —Subodh Shah.

    Like

  25. “Gujaratno Nath” was our text book in Inter Science of that time. We were told that Kak and Manjari both were fictional characters (along with several others) to make the novel interesting.

    In R & M, even both the heroes and the villains could be imaginary. It can not be proved either way. The reason we are debating all this is because these epics have influenced millions of people over the generations. That is why they become so relevant even today.

    Like

    1. રામાયણ અને મહાભારતમાં ઉમેરા થયા છે એ જ હકીકત દેખાડે છે કે લોકોના મનમાં એ હંમેશાં રહ્યાં છે. ઇન્દ્ર, વરુણ વગેરે આજે માત્ર માઈથૉલૉજિકલ પાત્ર રહ્યા છે. એમની કથાઓમાં ઉમેરો થવાની પ્રક્રિયા તો બહુ પહેલાં જ સમાપ્ત થઈ ગઈ. સૂર્યદેવ પણ ગયા જ સમજો. ઊષા, સિનીવાલી, રાકા આ દેવીઓને ભૂલી ગયા છીએ. આ બધાં શુદ્ધ માઇથોલૉજિકલ પાત્રો છે. રામ અને કૃષ્ણનું એવું નથી. ખરેખર તો એમણે મૂળ દેવ વિષ્ણુને પણ પાછળ રાખી દીધા. બ્રહ્મા પણ મૈથોલૉજિક્લ દેવ રહ્યા છે.

      આમ છતાં કથાઓ એટલી વિસ્તરી છે કે અસલી રામ કે અસલી કૃષ્ણ શું કરતા હતા તે સ્પષ્ટ કહી શકાય તેવું નથી રહ્યું.એમની પણ એક માઇથોલૉજી પેદા થઈ છે. આમ માઇથોલૉજિકલ ભાગને અલગ તારવવાનું જરૂરી છે.
      મુનશીની કૃષ્ણાવતાર પુસ્તક શ્રેણી આજના સમયની છે. પાંચસો-આઠસો વર્ષ પહેલાં મુનશી પેદા થયા હોત તો એમની કૃષ્ણાવતારને જ આપણે સાચી કથા માનતા હોત! આ કથાઓ બીજરૂપમાં સાચી હોવી જ જોઇએ. તે સિવાય કથા ન બને. સંપૂર્ણ કવિકલ્પના ન હોઈ શકે. એનો કોઈને કોઈ આધાર હશે. એટલે વાલ્મીકિ રામાયણની રચના સાથે રામ પ્રત્યેની ભાવના વધારે પ્રબળ બની હશે અને એની લોકપ્રિયતા એટલી રહી કે બધા કવિઓએ કથાને લાડ લડાવ્યાં.

      Like

  26. Ram and Krishna could not have been imaginary. Period.
    The basic point is this: Huge amounts of fiction has surrounded the minute grains of truth of their original existence. And it is very important to separate the chaff from the grain, though the task is very difficult. Doing this is more important than debating the details of their supposed lives.
    No good principles can be or should be established from fictional details because we do not even know them. Let us stick to known facts as far as possible.
    Mythological Hinduism is very different from Upanishadic Hinduism which is again very different from Vaidic Hinduism. And Mythological Hinduism is now the current status of our religion, unfortunately. Thanks. — Subodh.

    Like

    1. Moral values, social science, mythology, religion all come to us rolled into one pack called religion. This needs to be dissected and separated. Pure values without the support of mythology have to be re-established.

      Example –
      Krishna goes to Kauravas before MB war for conciliation. This is the value part.

      Duryodhana attempts to arrest him. This is the story part.

      But he shows his Viraat roopa and every one is frightened an leaves him alone. This is mythological part.

      First part is most important. the second is OK. After all, the story-teller needs to have some freedom of presentation since he is not writing a scientific paper devoid of any dramatic effect. (just as MUnashi did). The last part is unnecessary. If I do not accept this part, it should not be taken as an affront to the mainstream religion.

      Like

      1. “Pure values without the support of mythology have to be re-established.” Very good, Dipakbhai. That’s exactly the point.
        Others have done it. Why can’t we?

        Religion in those ignorant ages was an umbrella that included everything — morality, ethics, sociology, psychology, you name it. Today they are huge and independent sciences. They can stand on their own legs without the support of mysticism and mythology. When we Hindus will learn to learn life from Reality (not from film, fiction and fantasy), then only we will graduate into the real world.
        Thanks. — Subodh Shah —

        Like

  27. Subothbhai said, “Religion in those ignorant ages was an umbrella that included everything — morality, ethics, sociology, psychology, you name it.

    Religion even went beyond that. It included history, Geography. Architecture, even science in it. I have been trying hard to get these subjects our of religion in my several articles. Getting morality out of religion will be the hardest. They think it is only their prerogative on morality.

    You are right, we have to keep trying in getting everything out of religion which does not belong there. So, the question is, what is religion after all?

    Like

Leave a comment