ભીખારી અને ભીખારીવૃત્તી

–સખા બોરડ

જેટલા ભીખારીઓ આપણા દેશમાં છે તેટલા દુનીયાના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ આપણી વીપુલ જનસંખ્યા માનવામાં આવે છે. પરન્તુ અસલ કારણ તો આપણા દેશની ધાર્મીક અને આર્થીક પરીસ્થીતી છે કે જે માત્ર ભીખારીઓની સંખ્યા જ વધારતી નથી; પણ તેને પ્રોત્સાહન પણ આપે છે. વસતી ચીનની પણ વધુ છે; પણ ત્યાં ભીખ માંગવા પર પ્રતીબંધ છે.

આપણે ત્યાં ઘણા પ્રાચીન સમયથી વર્ણવ્યવસ્થા ચાલી આવે છે. આ વ્યવસ્થા પ્રમાણે સમાજને ચાર વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યો. આ વર્ગો એટલે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર. ક્ષત્રીય રાજ્યનો કારભાર સંભાળે, યુદ્ધ કરે અને લોકોના જાનમાલનું રક્ષણ કરે. વૈશ્ય વેપાર અને અર્થવ્યવસ્થા સંભાળે અને શુદ્ર અન્ય વર્ગોની સેવા કરે. હવે બાકી રહ્યો બ્રાહ્મણ; અને એ બ્રાહ્મણે જ ભીક્ષાવૃત્તીનું બીજારોપણ કર્યું છે. આમ તો એમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયાં, જેમાં શારીરીક મહેનત અને પરીશ્રમ ઓછામાં ઓછો હોય.

સમાજ એ યુગની જરુરતને અનુરુપ રીતે ચાલે એવો જ એનો પ્રારમ્ભીક ઉદ્દેશ હશે; કારણ કે ત્યારે સમાજ આટલો વીકસીત નહોતો. આજની ગતી અને આજની ઝડપ પણ ત્યારે નહોતાં. લોકોનો જીવનવ્યવહાર સાંકડી મર્યાદાઓ વચ્ચે ચાલતો હતો. પરન્તુ જેમને બૌદ્ધીક અને માનસીક કામ સોંપાયું એ લોકો જ નીયામક હતા તેથી સાથેસાથે જ એવી વ્યવસ્થા ગોઠવવામાં લાગી ગયા, જેનાથી એમની (મફતનું લેવાની) વૃત્તીને પણ પ્રતીષ્ડા મળે. ધર્મ અને નીતીમત્તા પણ આ જ વર્ગના ભેજાની નીપજ છે.

મોક્ષપ્રાપ્તી માટે દાન

ધાર્મીક કર્મકાંડો અને રીતરીવાજોની આડશમાં દાનદક્ષીણાની પરમ્પરા અહીંથી જ ઉતરી આવી છે. મફતમાં તો કોઈ કોઈને કંઈ પણ આપવા ઈચ્છતું નહીં હોય અને એટલા જ માટે કાલ્પનીક ભય પેદા કરવામાં આવ્યો અને અનેક જાતની લાલચો આપવામાં આવી. કહેવામાં આવ્યું કે અમુક વર્ગના(બ્રાહ્મણો–સાધુઓ) લોકોને જેટલું દાન આપશો તેનાથી અનેકગણું પરલોકમાં મળશે અથવા દાન દેવાથી પુણ્ય એકઠું થશે. જેનાથી મોક્ષની પ્રાપ્તી થશે. કેટલાકે ક્યારેક ક્યારેક વીરોધ કર્યો પણ ખરો; તો સત્તાધારીનો સાથ લઈને એ વીરોધ દબાવી દેવામાં આવ્યો.

આ વર્ગે જ્યારે જોયું કે અરે વાહ ! આવી કોરી કલ્પનાઓના આધાર પર તો સહેલાઈથી પેટ ભરી શકાય છે એટલું જ નહીં; પણ ધનસંચય પણ થઈ શકે છે ત્યારે એ લોકોએ એક ધંધાના રુપમાં એ વ્યવસ્થાને પ્રતીષ્ઠા અપાવી દીધી. ઠેકઠેકાણે ધર્મ(કર્મકાંડ)ની તરેહતરેહની દુકાનો ખુલવા માંડી અને ભીક્ષાની વૃત્તી ફુલવા–ફાલવા માંડી. ભારતનું વધુમાં વધુ શોષણ જો કોઈએ કર્યું હોય તો આ ધંધાના ધંધાદારીઓએ જ કર્યું છે અને આપણું જીવન આજે આટલું ભ્રષ્ટ થઈ ગયું છે તે પણ એ લોકોની ‘મહેરબાની’નું જ ફળ છે.

ભીખારીવેડા વધારવામાં ધાર્મીક શોષણ જેટલું જ આર્થીક શોષણ પણ જવાબદાર છે. ખાસ કરીને આધુનીક યુગમાં તો આ વૃત્તીમાં ધાર્મીક શોષણ ઓછું અને આર્થીક શોષણ વધુ છે.

આપણી આ ચર્ચામાં આપણે ભીખ માગનારાઓને ઉપલક વીચારે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧. ધર્મના નામે ભીખ માંગનારા અને ૨. ગરીબીના કારણે ભીખ માંગનારા. લક્ષ બન્નેનું એક જ છે – કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારના શ્રમ વીના પોતાનું પેટ ભરવું; પરન્તુ બન્નેની રીતો અલગ લગ હોઈને બન્નેની કક્ષાઓ વચ્ચે ફરક દેખાય છે.

સાધુ–સંતોની જમાતનો જ દાખલો આપણે લઈએ. આ લોકો ભીખ માંગીને જ પોતાનું પેટ ભરે છે. પરન્તુ જ્યારે એમની ગણના ભારતના સાઠ–સીત્તેર લાખ ભીખ માગનારાઓમાં કરવામાં આવે છે ત્યારે એમને માઠું લાગે છે – અરે ભાઈ, તમે તો પોતે જ પોતાની જાતને ભીક્ષુ–ભીક્ષુક અથવા ભીખ્ખુ તરીકે ઓળખાવો છો.

પરન્તુ જ્યારે એમને સડકછાપ સાધારણ ભીખારીની તુલનામાં મુકવામાં આવે છે ત્યારે એમને નાનમ લાગે છે. ખોટા આદર્શોના ચકરાવામાં ફસાયેલા રહેવાને કારણે એ લોકો પોતાની ભીક્ષાવૃત્તીને પણ ઉચ્ચ આદર્શ માને છે અને એવી જ આશા રાખતા હોય છે કે લોકો એમની પુજા કરે.

ભીખની પદ્ધતીઓ

હકીકત તો એ છે કે આ જાતના ઉંચા દરજ્જાના ભીખારીઓ અને સડકો ઉપર હાથ લંબાવીને ભીખ માંગનારા ભીખારીઓ વચ્ચે કોઈ ફરક નથી.

એક ધર્માચાર્યને જ્યારે મેં આમ કહ્યું ત્યારે એ વીફર્યા અને બોલ્યા, ‘તમે અમારી ગણના એવા ભીખ માંગનારાઓમાં કરી જ કેમ શકો ? શું અમે બૌદ્ધીક અને માનસીક પરીશ્રમ નથી કરતા ? અમે તો લોકોને અધ:પતનમાંથી ઉપર ઉઠાવીએ છીએ, એમના આત્માને સન્માર્ગે વાળીએ છીએ અને એ રીતે માનવજાતનું કલ્યાણ કરીએ છીએ. આ શું એક મહાન કાર્ય નથી ? શું એમાં અમને મહેનત નથી પડતી ?’

મારો સ્પષ્ટ જવાબ હતો, ‘ના. તમારું કાર્ય મહાન નથી અને એમાં કોઈ જાતની મહેનત પણ નથી. વ્યર્થ વાણીવીલાસને પરીશ્રમ કહેવાય નહીં. સંસારત્યાગનું નાટક પણ તમે મહેનત અને પરીશ્રમથી બચવા માટે જ કરો છો. તમારા ઉપદેશોથી સમાજને કે દેશને કોઈ ફાયદો થતો/થયો નથી. એ તો પેટ ભરવા માટેનું એક તીકડમ્ જ છે. તમારી નૈતીકતાની પણ કોઈ કીંમત નથી. કેમ કે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મની જે કલ્પનાને કેન્દ્રમાં રાખીને એનો ઉદ્ભવ કરવામાં આવ્યો છે તે કલ્પના પોતે જ તથ્યહીન, નીરાધાર, અવૈજ્ઞાનીક અને અસત્ય છે. આ જાતનાં છળ–કપટથી કરવામાં આવતી મહેનતને મહેનત કહેવાય જ નહીં; એ તો એક જાતનું શોષણ જ છે. દીલ અને દીમાગનું શોષણ, વ્યક્તીનું અને સમાજનું શોષણ’

ઘડીભર માની લઈએ કે એ લોકો જે કંઈ કરી રહ્યા છે તેનાથી લોકકલ્યાણ સધાઈ રહ્યું છે; તો પણ એનાથી ભીક્ષાવૃત્તીનું ઔચીત્ય તો સીદ્ધ નથી જ થતું. તમે ચોરી એટલા માટે કરો કે ચોરીથી મેળવાયેલા માલથી કોઈક અભાવગ્રસ્ત વ્યક્તીને મદદ કરી શકાય, તો તેથી કંઈ ચોરીનું કામ નૈતીક બની જતું નથી. એથી ભીક્ષાવૃત્તીનું સ્તર ભલે ગમે તેવું હોય; પણ એ અનીષ્ટ જ છે. સાધન ને સાધ્ય – બન્નેની શ્રેષ્ઠતામાં જ કાર્યની નૈતીકતા છે.

 કેટલાક લોકો ગૃહસ્થના વેશે પણ એ ધંધો કરતા હોય છે. પંડીતો, કથાકારો અને પુજાપાઠ કરતા – કરાવતા લોકોને પણ દાનદક્ષીણાના રુપમાં સારી દાનપ્રાપ્તી થતી હોય છે.

દેશના વીભાજન પછી એક બે પ્રાંતોમાં નીરાશ્રીત બનીને જુદી જાતની ભીખ માંગનારા પણ ઉપર તરી આવ્યા હતા. સરકારી સહાય માંગતાં–માંગતાં એ લોકોની મહેનત કરવાની મનોવૃત્તી ખતમ થઈ ગઈ છે અને આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ એ લોકો અહીંતહીં ભટકીને હાથ લંબાવતા નજરે ચડે છે.

દાનનું વરવું રુપ

ભીખમંગાઓની સંખ્યામા થઈ રહેલી અવીરત વૃદ્ધીનું એક મહત્ત્વનું કારણ આપણી દાનપરમ્પરા છે. એક જમાનામાં દાનનું મહત્ત્વ ભલે સ્વીકારાયું; પણ આજે એનું જે રુપ જોવા મળે છે તેમાં તો ભીખારીવૃત્તીને જ પોષણ મળી રહ્યું છે અને મનુષ્યત્વનું અપમાન થઈ રહ્યું છે. જેમ કે રોટલીઓ વેચવાવાળાની દુકાનેથી રોટલીઓ ખરીદીને દાનીઓ ભીખારીઓમાં વહેંચે છે. આવી કાચીપાકી રોટલીઓ માટે સેંકડો ભીખારીઓ ત્યાં લાઈન લગાવે છે. એવી એક એક રોટલી માટે એ લોકો વચ્ચે જે ઝપાઝપી, મારામારી અને ગાળાગાળી થતાં હોય છે તે જોઈને કોઈ પણ સંસ્કારી માણસનું – સંસ્કારી સમાજનું માથું શરમથી ઝુકી જાય. પરન્તુ દાન આપનારો ‘દાની’ એના માટે સંતોષ અને ગૌરવની લાગણી અનુભવતો હોય છે. એ જ પ્રમાણે ગ્રહણ ટાણે ભીખમંગાઓની ભીડ ઠેરઠેર જોઈ શકાય છે.

ઘણી વખત વીદેશી યાત્રીકો અને પત્રકારો આવા ભીખારીઓની તસવીરો પાડીને લઈ જતા હોય છે. કોઈકવાર આપણા દેશવાસીઓ આવી તસવીરો લેનારનો વીરોધ કરતા હોય છે. પણ એ રીતે શું આપણે એ કડવા સત્ય પર પડદો પાડી શકીશું ?

ભીક્ષા શું ધર્મસંગત છે ?

ભીક્ષાવૃત્તીને આપણે ધાર્મીક દરજ્જો આપી રાખ્યો છે. દાન ભીક્ષાના મહીમાથી આપણા પ્રાચીન ગ્રંથો ભર્યા પડ્યા છે. ધાર્મીક સંસ્કૃતીનો તકાદો છે કે ભીખ આપી આપીને પુણ્યનું ભાથું બંધાતું રહે અને મોક્ષદ્વારે પોતાની જગ્યા સુરક્ષીત થઈ જાય.

ધાર્મીક સંસ્કૃતીની આ કેવી વીચીત્ર બાજુ છે ! પુરવાર નહીં થયેલાં અને પ્રામાણીત પણ નહીં થયેલાં, આત્મા–પરમાત્માનાં મુલ્યો માટે આપણે લાખો લોકોને ગરીબી અને દારીદ્રના અભીશાપથી મુક્ત થવા દેવા નથી માગતા ! સામે ભીખ પામનારો પણ આ વીચારને ચીટકેલો એટલા માટે રહે છે કે ચાલો, વગર મહેનતે, હાથ–પગ હલાવ્યા વીના જ ખાવાપીવાની સમસ્યા તો હલ થઈ જાય છે !

ભીખારીવૃત્તીથી છુટકારો મેળવવા માટે આપણી આર્થીક વ્યવસ્થામાં તો પરીવર્તન કરવું જ પડશે; પણ એનીય પહેલાં જરુરી એ છે કે આપણે અવૈજ્ઞાનીક અને જુનવાણી માન્યતાઓને જડમુળથી ઉખેડીને ફેંકી દઈએ અને એ અનીષ્ટને પોષનારા વર્ગને ખતમ જ કરી નાખીએ.

– સખા બોરડ

હીન્દી પુસ્તક ‘સરીતા–મુક્તા’ના એક પ્રકરણનો અનુવાદ જે ‘વીવેકપંથી’  માસીક(તંત્રી: ગુલાબ ભેડા 2/C/1-Asmita Mogra, Dutta Jagdamba Marg, Sher-e-Punjab Colony, Andheri(East) Mumbai – 400 093 Phone: 022-2838 8891 )ના 2005ના ઓગસ્ટ માસના અંકમાં 41 પ્રકાશીત થયેલો. ‘વીવેકપંથી’ના એક સોમા અંક પ્રાગટ્ય નીમીત્તે જે દળદાર અંક નામે ‘વીવેકપંથે વીચાર–સફર’ (સમ્પાદક: કીરણ ત્રીવેદીkirantrivedi.kt@gmail.com) તૈયાર થયો તેમાં પાન ૧૨૮ ઉપર તે સંઘરાયો છે. તે જ આ લેખ તંત્રીશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર…

♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 ઈ.મેઈલ:   govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 18/01/2013

Untitled

37 Comments

 1. ભારતમાં ભિખારી અને એમની ભિખારી વૃતિ એ એક પાયાનો પ્રશ્ન છે .
  સરકાર ગરીબાઈ હટાવવાનાં બણગાં ફૂંકે છે પણ વર્ષો પછી પણ ત્યાના ત્યાં જ છીએ .
  ભીખારીઓ દેશમાં મુલાકાતે આવતા વિદેશીઓની પાછળ પડી જઈને એમને કનડે છે
  અને આ વિદેશીઓ દેશ માટે ખોટી છાપ લેતા જાય છે .

  Like

 2. ગીતામાં લખેલ છે કે દાન આપનારનું કલ્યાણ થાય છે સાથે સાથે લેનારનું પણ કલ્યાણ થાય છે. કર્ણના કુંડલ ઈદ્ર દાનમાં લઈ ગયો અને કલ્યાણ થયું……

  વાહ વાહ ……..દાન આપનારો ‘દાની’ એના માટે સંતોષ અને ગૌરવની લાગણી અનુભવતો હોય છે.

  Like

 3. “ના. તમારું કાર્ય મહાન નથી અને એમાં કોઈ જાતની મહેનત પણ નથી. વ્યર્થ વાણીવીલાસને પરીશ્રમ કહેવાય નહીં. ”
  100% accurate! Excellent! Perfect response to those religious leaders who waste time and money, and then claim we should be praising them!
  A. Dave (દવે)

  Like

 4. ૧. ભીખ માંગવી તેને અપરાધ ગણવો જોઈએ અને તેને માટે તાત્કાલિક સજાની જોગવાઈ થવી જોઈએ.

  ૨. બેકારોને સરકારે કામ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.

  ૩. ભીખ મંગાઓને પ્રજોત્પતિ કરવા પર પ્રતિબંધ મુકવો જોઈએ.

  ૪. સાધુ થઈને ભીક્ષા માંગનારા ગમે ત્યા નહીં માત્ર તેમના અશ્રયદાતાઓ પાસે જ ભીખ માંગી શક્તા હોવા જોઈએ.

  ૫. અશક્તોને માટે સરકારે આશ્રય સ્થાન અને ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ અને જ્યારે તેઓ સશક્ત થાય ત્યારે તેમની પાસેથી યે યોગ્ય કામ લેવુ જોઈએ.

  જ્યાં સુધી ભીખ માંગવી તેને અપરાધ ગણવામાં નહીં આવે ત્યાં સુધી ભીખારી વૃત્તિ બંધ નહીં થાય.

  મેં અહીની ભાવનગર – બોટાદ લોકલ ટ્રેઈનમાં એક નીયમીત ભીખારીને જોયો છે કે જેની પાસે ઘરનું ઘર છે, કુટુંબ છે અને છતાં ભીખ માંગવી તે તેનો વ્યવસાય છે. એક વ્યવસાઈકની જેમ તે નીયમીત રીતે ભીખ માંગે છે અને કોઈ સરેરાશ કામ કરનાર કારીગર કરતાં રોજની વધારે ભીખ મેળવે છે.

  ભીખની સાથે કુમળાં બાળકોને અપહરણ કરવાના અને જ્યારે તે થોડા મોટા થાય ત્યારે તેને વેશ્યાવૃત્તિમાં જોડવાના કાર્યોએ સંકળાયેલા છે.

  ભીખ માગવી અને ભીખ આપવી તે એક પ્રકારની લાંચ માગવી અને લાંચ આપવા જેવું જ કૃત્ય છે.

  ભીખ માગવી અને મદદ માગવી તેમાં તફાવત છે. જરુરીયાતમંદને મુશ્કેલીના સમયે મદદરુપ થઈને બેઠો કરવો તે સમાજ અને સરકારનું ઉત્તરદાયીત્વ હોવું જોઈએ.

  ભીખમંગાઓ માત્ર વિદેશીઓને જ નહીં દેશવાસીઓનેય ત્રાસરુપ છે.

  નાનપણના ભીખરીઓ મોટ પણે આસાનીથી ગુન્હેગાર બની જતાં હોય છે.

  સરકારે તાત્કાલીક ભીખારીઓ પર પ્રતીબંધ મુકવો જોઈએ.

  આ ઉપરાંત શેરીમાં રખડતા ઢોરો પણ એક જાતના ભીખારીઓ છે. જેઓ આખા ગામમાં ત્રાસ ફેલાવે છે. જેઓ પાલતુ ઢોરોને રખડતાં મુકી દે તેમને શીક્ષા થવી જોઈએ અને રખડતા ઢોરોને વ્યવસ્થા તંત્રએ પકડી પકડીને ગામ અને શહેરોને ઢોર મુક્ત કરવા જોઈએ.

  આ ઉપરાંત મચ્છર અને ઉંદરોનો ત્રાસ સર્વત્ર હોય છે.

  પહેલા ભીખારીઓ પછી રખડતા ઢોરો અને ત્યાર બાદ ઉપદ્રવી જીવ જંતુઓનો નીકાલ કરવાની જરુર છે.

  Like

 5. આદરનીયશ્રી. ગોવિંદભાઈ

  ભીખ માગવી અને મદદ માગવી તેમાં તફાવત છે.

  જરુરીયાતમંદને મુશ્કેલીના સમયે મદદરુપ થઈને બેઠો કરવો

  તે સમાજ અને સરકારનું ઉત્તરદાયીત્વ હોવું જોઈએ.

  નાનપણના ભિખારીઓ વગર મહેનતે પ્રાપ્ત થતુ હોવાથી

  આસાનીથી અવળે માર્ગે વળી જતા હોય છે.

  સરકારે આ દિશામાં વિચારવું જોઈએ.

  ” પણ એ લોકો જ કૌભાંડ કરીને નવરા પડે પછે વિચાર કરશે.

  આપે સુંદર રજુઆત કરેલ છે.

  Like

 6. ભિખારીવૃતિ એટલે કે મફતમાં મેળવવાની વૃતિ પૈસાપાત્ર લોકોમાં ય જોવા મળે છે તો પછી ગરીબને જ દંડ શા માટે? બ્રાહ્મણો કે જે સમાજનો બુદ્ધિજીવી ગણાતો તેમણે આજીવિકાની શરૂઆત તો ગુરૂદક્ષિણાથી કરી હશે અને તેમાં ય પૈસાને પ્રાધાન્ય ન આપીને વિદ્યાદાનના બદલામાં ખુશીથી જે મળે તેમાંથી ગુજારો કરી સંતોષ માનવાની વૃતિ પાયામાં હશે પણ પછી આપે કહ્યુ તેમ આ ઉચ્ચવર્ગની ભિખારીવૃતિએ દક્ષિણા મેળવવાના અન્ય નુકશાઓ પણ શોધી કાઢ્યા હશે અને ત્યારથી બ્રાહ્મણોનું અધ:પતન પણ શરૂ થયુ હશે. હજુ ય આ દક્ષિણાઓ સ્વેચ્છાએ અપાતી હોવાથી સમાજની જાગૃતિ એ પ્રથમ પગલું હોવું ઘટે. નબળા લોકોને દાન આપવામાં અને ભિખારીવૃતિને પોષતી દક્ષિણામાં બહુ મોટો ફર્ક છે. સમાજના લોકો જ્યારે નબળાને ભિખારી માની ધુત્કારતા હોય અને તગડાને દક્ષિણા આપી પ્રસન્ન થતા હોય ત્યારે ભિખારીવૃતિ નાબૂદ કરવાનૂં કાર્ય ઘણુ અઘરૂં થઈ જાય. સુધારાની શરૂઆત ઉપલા(પૈસાપાત્ર)વર્ગથી થાય તો જ પરિણામ મળી શકે.ધનનો સંચય અને મફતમાં મેળવવાની વૃતિમાંથી કહેવાતા સંતો કે જેને સમાજ પૂજે છે તે ય બાકાત નથી તો પછી વસ્તીવધારાને કારણે કામ ન મળવાથી લાચાર એવા દયાપાત્ર ભિખારીઓના નાના વર્ગને દંડ કરવો એ તો સુધારાની અવળી અને અન્યાયભરી દિશા જ થાય.

  Like

  1. “સુધારાની શરૂઆત ઉપલા(પૈસાપાત્ર)વર્ગથી થાય તો જ પરિણામ મળી શકે.ધનનો સંચય અને મફતમાં મેળવવાની વૃતિમાંથી કહેવાતા સંતો કે જેને સમાજ પૂજે છે તે ય બાકાત નથી તો પછી વસ્તીવધારાને કારણે કામ ન મળવાથી લાચાર એવા દયાપાત્ર ભિખારીઓના નાના વર્ગને દંડ કરવો એ તો સુધારાની અવળી અને અન્યાયભરી દિશા જ થાય.”

   જે સાધુ સંતો અને રાજકારણીઓ પાસે જરુરીયાત કરતાં વધારે જમીન છે તે હડપ કરીને નબળા વર્ગને વહેંચી દેવી જોઈએ. વધુ કમાતા ઉધ્યોગપતિઓ પાસેથી વધારે કર વસુલીને નબળા વર્ગને રોજી રોટી આપવા માટે સરકારે અથવા NGO એ લઘુ ઉધ્યોગો સ્થાપવા જોઈએ અને નબળા વર્ગને ભીખ માંગતા રોકીને તેમાં કામે લગાડવા જોઈએ. તેથી નબળા લોકોમાં આત્મ સન્માન આવશે, દેશમાં ઉધ્યોગ ધંધા અને કાર્યક્ષમ રોજગાર વધતા વિકાસ વધશે.

   Like

 7. દરેક બાબતમાં સરકારને માથે જવાબદારી નાખવી જોઈએ નહીં . વળી, કાયદો કરવાથી કોઈ સામાજીક સમસ્યા ઉકેલી શકાતી નથી. જ્યાં સુધી આપણે ભીખ આપ્યા કરીશું ત્યાં સુધી ભીખારીઓ રહેવાના જ છે . એક બાજુથી આપણે ભીખ આપીને ભીખારીઓને પોશવા અને બીજી બાજુથી સરકારને કાયદો કરવા કહેવું એ વાજબી નથી.

  Like

  1. દયામણાં મો કરીને લોકોના કપડા પકડી પકડીને ને હાથે પગે લાગીને ત્રાસ ઉપજાવતા ભીખારીઓ, મંદીરની બહાર પંગત લગાવીને બેસતાં ભીખારીઓથી પીછો છોડાવવા કમને ય કેટલાક લોકોને ભીખ આપવી પડતી હોય છે. કેટલાક દિવસના ભીખારીઓ રાત્રે ગોરખ ધંધા કરતા હોય છે આ બધાને કાયદો જ સીધા કરી શકે.

   લાંચ ન આપવી અને લાંચ ન લેવી તેવો કાયદો છે તો યે કોણ તેનું પાલન કરે છે? સજા વગર કશુએ વળતું નથી કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે ય ભ્રષ્ટ છે તો પ્રજા ક્યાં જાય? એક બાજુ ભીખારીઓ, એક બાજુ લુંટારાઓ, કાયદો અને વ્યવસ્થાના નામે રામ રામ.

   જે વિદેશીઓ ભીખારીઓના ફોટા પાડીને લઈ જાય છે તે જ વિદેશીઓને મેં ૧૦૦, ૧૦૦ રુપીયાની ભીખ આપતા જોયા હતા. એક્ને ભીખ આપી એટલે તેની પાછળ ટોળું પડ્યું પછી તો તે વિદેશીને ભાગવું યે ભોં ભારે થઈ પડ્યું.

   લેખ લખવાથી કે આક્રોશ ઠાલવવાથી કશું વળે છે? જેઓ સુધરીને આગળ વધ્યાં છે તેમણે લેખ લખવા સીવાય અને બળાપો કરવા સીવાય બીજું શું કર્યું છે? સમાજની વચ્ચે જઈને કોઈ કામ કરવા તૈયાર છે?

   Like

 8. દાન લેનાર અને દેનાર બંને ગુન્હેગાર છે .એવી જોગવાય કાયદામાં હોવી જોઈએ અને એના માટે કડક સજા થવી જોઈએ

  Like

 9. This subject is painful. India is world’s second or third economically progressive country. Indians are proud of their progress……………..

  (1) Begging has been permitted and encouraged by the religion, particularly, Hindu religion. Parsi, Zorastrians do not encourage. They have their own way to help poor in their community. I do not want to discuss about other religions. “Sub subki samhalo, me meri fodata hun.” I am by birth a Hindu. I look at my feet and I want to improve myself. Let others take their own care.

  (2) Begging is done using various ways. Have you seen film “Slumdog Millioniare?” Goondas capture poor children and make them APANG, and ask them to beg for them…GOONDAS. Our politicians are the biggest beggers. Their Swiss Bank accounts are full with Citizen’s money. Their begging is done by stealing. How can we expect them to work to create laws to end the
  begging ?

  (3) Let us talk some positive aspects of the human character. I have seen a 13 – 14 year old boy working on a Tea vendor’s lari. I also have seen two young ones, a boy and a girl selling KANDA – BATAKA in a market in Mandavi township in Navsari District, in Gujarat. This is the noble character of te family…parents and children themselves. A will will find a way is the application in real life by the family.

  (4) Our traditional problems like begging is existing since ages. We and the whole world knows it. Why discuss ? This is time to start THE FIELD WORK to erradicate this shameful problem of begging.

  (5) In this noble field work of erradicating problem of begging, the best activists, i see in those do DHARMIC PRAVACHANO like SHRI SHRI SHRI MORARI BAPU, SHRI SHRI SHRI ASHARAM BAPU, SHRI SHRI BHUPENDRA PANDYA, SHRI SHRI RAVISHANKAR and CARRIERS OF DIFFERANT PANTH>>>Vaishnav, and others which are building big big temples in the whole world by spending corrors of rupees…..There can be many more suggestions……from our readers………..

  Let this discussion continue……..Let there be light…let the darkness of “AGNAN” be removed./ irradicated.

  Amrut(Suman) Hazari.

  Like

 10. It is a good article. The author is pretty much right. Thanks for this article.

  Pradeep H. Desai
  USA

  Like

 11. અનીતિથી કમાઇને દાન કરવાથી કોઇ પુણ્ય મળતું નથી એ સાદી વાત સમાજ જેટલો વહેલો સમજે તો ઘણું બધું.તમારો લેખ લોકોની આંખ ઉઘાડે તેવો છે અભિનંદન.

  Like

 12. આવો આજથી નક્કી કરીએ કે ભીખારીને ભીખ આપીશું નહી પણ જરુરતમંદને મદદ કરીશું અને તે પણ કોઈ જાતની આશા વગર.

  Like

 13. આપણા પ્રશ્ન અને પ્રવૃત્તિ વિશે સારુ એવુ વાંચવા મળ્યું..હું પણ કદાચ ભીખારી થઈ જઊં આવા લેખો માંગવા માટે…

  Like

 14. In English language there are three words which can be linked to explain the meaning of begging.
  (1) Corruption (2) Expectation & (3) Anticipation.

  (1): Corruption 😦 Wikipedia Dictionary). In philosophical, theological, or moral discussions, corruption is spiritual or moral impurity or deviation from ideal. Corruption may include many activities including bribery and embezzlement. Government, or ‘political’ corruption occures when an office holder or other governmental employee acts in an official capacity for his or her own personal gain. Dishonest or fradulent conduct by those in power.
  This dishonest act by a person in power is corruption and this act can easily be defined as indirect begging.( Asking for a favor)
  “ONE OF THE WORST THINGS THAT CAN HAPPEN IS THAT YOU MAKE A HABIT OF ASKING FAVOR.”……BEGGING…….

  ( Philosophy of Life: We all are in a way are beggers. We have expectations & anticipations for whatever act we perform in our life for our own or some one else. And even God, we pray and ask for His favor or Blessings. we beg his favor. Is not it ? )

  (2) Expectation: (The free Dictionary). The act or the state of expecting ; anticipation. i.e.In anticipation ,asking for a favor from a person for doing a job for that person. To expect some illicit favor or reward for doing a job.

  (3) Anticipation : (The free Dictionary). One of the meanings . The use of assignment of funds, especially from a trust fund, before they are legitimately available for use.

  It is very interesting to study ADHYAYA-17 of SHRIMAD GHAGAVAT GITA.
  ” SHRADDHATRAYVIBHAGYOGA” Shloka No: 20 to 28. Here Krishna explains the different meanings and forms of DAN. (Donation). This provides a very good subject of study.

  Bhikhari, Bhikhari vrutty, Dan, Daneshwar,…………………………………….

  Our present article includes ‘Dan’ as one of the main features.

  In other words or meaning these three (Words), actions are a different form of begging. Corruption (i.e expectation or / Anticipation) has ruined India.

  Amrut Hazari.

  Like

 15. Incidentally, a few months ago, there was an article in a Gujarati newspaper about a begger who has a bunglow and had NRI children and is begging just for fun or timepass.

  I agree with the author and many of the comments. However, we do have to differentiate between beggers.

  1. There are genuinely poor people who have been dealt a large dose of bad luck. They may have tried to look for work but not found it, may have a sickness, may have been physically or psychologically damaged, or just do not know any better. i would think it is okay to show kindness to them. If a child has genuinely not eaten for a couple of days, it is difficult to say no to them when they beg. Of course, one should try to help them more than that, but everyone has their constraints.
  2. Then there are the “professional” beggers. Some may have been drafted into the field in their childhood. Others may have learnt the craft on their own. They are really exploiting the society. They may be inherently lazy and unwilling to work, looking for easy money. Also, they may easily engage in illegal activities. They definitely need to be eradicated or at least contained. However, there is a big problem – how to differentiate between them and the first category?
  3. And then there are the real professional beggers. We usually don’t think of them as beggers because they come in imported cars and wrap themselves in saffron (or green, or black, depending upon the religion). They promise a glorious eternal life, or better luck in this life, or a hundred other things, and take as much money from us as they can, and then ask for more. For all their proliferation, the beggers of type 1 and 2 are nothing compared to these! These type 3 beggers probably take a thousand or a million times what the other two categories of beggers take. And we happily give it, in hope for the good marks, the good spouse, the next promotion, the ideal children, the business success, the good health, the eternal life, the Moksha! In my humble opinion, these beggers are a far bigger parasite on the society than the other two types. However, there is not much anyone can do about them, except stop giving them money and spread some awareness of doing the same. It may take a hundred years, but eventually, enough people will awaken and the income of these beggers may slow down to a trickle.
  Well, one can hope… 🙂
  A. Dave (દવે)

  Like

  1. What I meant to say, is that there is nothing wrong in showing a bit of sympathy and kindness or even pity for some people who may be badly in need of help or even a square meal. That is category 1. But the other two types are what we need to watch out for. And think about it – how much do we actually give to types 1 and 2, vs. to type 3, which includes Jyotishis, religious leaders (of every religion), politicians, and the like. That is the real problem!
   A. Dave (દવે)

   Like

 16. દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના ને
  લાખ ખાંડી લુંટનારા મહેફીલે મંડાય છે
  ( ભ્રષ્ટ રાજકારણીઓ / ભ્રષ્ટ અધીકારીઓ / ભ્રષ્ટ ઉધ્યોગપતિઓ / ભ્રષ્ટ વેપારીઓ વગેરે વગેરે.)

  એકાંતે સાધન કરે – આત્મજ્ઞાનીઓ / અલ્લાના બંદાઓ / ઈશ પ્રેમીઓ
  લાખોને ઉલ્લુ બનાવે – ઢોંગી બાવાઓ / મુરખ મુલ્લાઓ / દંભી પાદરીઓ

  મોટી તકલીફ તે છે કે બધી ભેળસેળ થઈ ગઈ છે. લોકો કપડાં, બાહ્ય દેખાવ, વાક પટુતા વગેર જોઈને અંજાઈ જતા હોય છે જ્યારે ખરેખર બીજી વ્યક્તિને જાણવા માટે તેના આંતરીક ગુણો અને તેના વ્યવહારનું બારીકાઈથી નીરીક્ષણ કરવું જોઈએ.

  સાધુને દીવસે ય જોવો જોઈએ અને રાતેય જોવો જોઈએ (રામકૃષ્ણ પરમહંસ:)

  Like

  1. વાહ વાહ !!! અતુલ ભાઈ

   દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના ને, લાખ ખાંડી લુંટનારા મહેફીલે મંડાય છે

   …. બધી ભેળસેળ થઈ ગઈ છે. લોકો કપડાં, બાહ્ય દેખાવ, વાક પટુતા વગેર જોઈને અંજાઈ જતા હોય છે

   Like

 17. તમારો લેખ લોકોની આંખ ઉઘાડે તેવો છે
  ખુબ ખુબ અભિનંદન.
  આવા લેખ સમાચાર પત્રો માં પણ આપવા જોઈએ જેથી મોટી માત્રામાં લોકોને જાણ થાય જેથી આ બાબતે લોકો સુધારાત્મક પ્રયત્નો તરફ આગળ વધે.
  ફરીથી, ખુબ ખુબ અભિનંદન !!!

  Like

 18. It is wrong to put beggers and Brahmins [ True Brahmins] in the same bracket.You are right about India having largest numbers of beggers.Was this the fact,say during Harrappan or Maurayan periods? What are the forces of history that have reduced us to the levels of beggary and vagrancy? In 1947,80% of us were poor.Now that number is reduced to 25% [40% BPL is the figure created by those running “poverty industries”] May be by 2025, things would improve further.
  Both, Christianity and Islam call upon their adherents to donate 10 % of their income towards charities.Are we Hindus doing this? Time we did.For the simple reason that we are not THAT poor now.Refer to Mr Muskesh Ambani’s Rs.5000 crore house in Mumbai.Mukeshbhai is the grand son of a teacher.
  While we shun a beggar, should we encourage or discourage some one from giving up everything and taking to mendicancy? How do we want to view so many RISHI KULS or composers of Upnishads and Aranyaks ?or activities of Ram Krishna Mission? or Jalaram Trust at Virpur? or those serving free meals to pilgrims on their way to Vaishnodevi?

  Like

  1. Dear Desai Saheb:
   I humbly disagree to some of the points you make in your comment. If you notice, it is not about hindus or muslims or christians. It is about those who are doing something for the society versus those that are simply living at the expense of the society, like parasites. And the beggers that come as the religious leaders are much worse beggers than the poor people on the street.
   You are right, it is wrong to put beggers and “True Brahmins: in the same category. The street beggers at least are honest – they do not pretent to be something they are not. Whereas the so called ‘True Brahmins” are the real parasites on the society, claiming to be doing prayers or ceremonies to help you, when all those things do is help them take your money. They are in fact much worse than the common variety street beggers. They exploit you lifelong, and make you thank them for being exploited!
   A. Dave (દવે)

   Like

 19. Friends,
  The discussion is so interesting that munching on the subject brought an illustrious example before my eyes. How will we categorise this illustration ?

  This example is from our religion. Sudama was a poor bhrahmin. He had trouble feeding wife and children. His wife asked him to go to his schoolmate, Krishna, the king of Dwarika for help. He refused. He did not want to present himself as an YACHAK, before Lord Krishna.

  Still his wife insisted. He made up his mind to go to Dwarika and meet Krishna, but not to ask for help. He went to Dwarika and met Krishna. Did not unfold the purpose of his visit.

  Anteryami Krishna, could know the situation. He entertains Sudama as his close friend as a personal guest. After sometime they parted. Having reached home Sudama finds a palace where his hut was. He finds his family living in that palace.

  Is it a Dan ? or a begging ? or any other form of help ? A personal help ? or………………………………………………………………………………………………

  Thanks.

  Amrut Hazari.

  Like

  1. Dear Hazari Saheb:
   You pose an interesting question. However, it is a hypothetical situation. It is believed that there was no real person like Sudama, and he is an imaginary character added in much later, during the “bhakti” period.

   His stories make it clear that he did go to Krushn to ask for help (at his wife’s insistance), but then he was too embarrassed to actually ask for it. Eventually, Krushn helped him without him asking for anything. So perhaps it was simply personal help. After all, they were friends.

   It is a nice story. but if you dig deeper, the underlying reality is not so pleasant. He was Krushn’s friend, and had even helped Krushn study during the schooling days, so he was relatively smart and well educated. Then why was he still so poor? perhaps he lived in a small village where there were no jobs for a teacher. Could he not have worked as an accountant for some shop-keeper? Could he not have worked as a farmer’s helper? or a cowherd? Any of those jobs would have paid money. Perhaps his village was too small to have those jobs. Well, why did he not move? He had obviously travelled before – going to his Guru’s place and travelling with Krushn as well. Did he not know of other villages or cities where we could go and earn a living? Was there a nationwide recession going on?

   When you think critically about these issues, several facts emerge. One, either he was too set in his ways, or considered it beneath him to do the non-Brahmin jobs. Or perhaps the society would not let him do those, even if that means he and his family would go hungary, because of the norm that Brahmins were not supposed to certain kinds of work. That certainly hurt him. Two, he certainly did not consider moving somewhere to improve his life, but chose to continue begging in his village, and then forcing his wife to manage the household from that little money. Three, at that time, of course, the society did not permit women to work outside – to do a job – so his wife could do nothing to help him. So in many ways, his poor situation was brought about by idiotic societal and religious norms, and perhaps he was as bound by those as anyone else.

   Evidently, these stories work only when you accept the underlying assumptions. Once you start looking at them critically, they lose their charm!
   With respect,
   A. Dave (દવે)

   Like

 20. Why do we often go in to the distant past, even a mythological past, to cite examples of something believed to be good? We live in present times and talking about present problems. It would be nice to be focused on that.

  Like

 21. Begging is a big problem for ages not only in India. You find this in the most advanced countries like America, Canada, France and other European countries too. In India when travel by a car or taxi and if it stopped by the signal we see many beggars approaching us. We call them ‘Bhikharis.’ Here in the West they are called ‘Pan Handlers.’ In India bhikaris beg for food but here in the West panhandlers ask money for wine and cigars!!

  Our God men are thriving because of our blind belief. In fact these people have snatched away our sense of judgement. We don’t realise the real ‘Priorities.’ They follow a principle of ‘Rob Peter and pay Paul.’ Collect from many give away to a very few. Karl Marx has said that the religion is like ‘Afim.’

  I smile and some time laugh on the ignorance of some people when I see them throwing money (Coins) in rivers and wells. Do these people realise how much shortage of coins they create? What kind of a religious offering is this? Is it ‘Shradhha’ or ‘Andh shradhha?’

  Don’t give anything to any beggars. Ask a begging person to do some work for you. If he does give him some money.By this way you encourage him to work and earn respectfully. I don’t claim that by doing so we will eradicate begging and beggars but at least a few will be taught to live with respect.

  Like

 22. After ALL the Comments,of which some making BEGGING a CRIME…some making it a PARTIAL CRIME..and a few treating with some compassion.
  Firstly…POVERTY is a FACT of Life for some. The Poverty is not confined to INDIA…but seen WORLDWIDE.
  NOW…What to do ?
  Do we do as INDIVIDUALS or the GOVERNMENT be involved ?
  I think the SOLUTION lies in BOTH.
  If the Goverment screens all the Beggers (eg India) & if there is an evidence to show that “begging is his/her BUSINESS” then appropriate steps can be taken & this will send the MESSAGE to ALL.
  If the Begger is REAL, the Government can GUIDE/ASSIST as indicated.
  NOW…as regards the INDIVIDUALS !
  I see myself as a HUMAN….I must frist see the OTHER as the Human too. After, this I can make the judgement of the “real or unreal”based on the observations. If I think I am facing “a person in real need”I can give what is possible…& I may well know at that time that his/her PROBLEM is not totally solved. Now even if I can not help, I can pray for better life for him.
  It is NOT EASY to say who is real or unreal. Let your HEART do some work & leave the ACTION as guided by the heart. One can be wrong or right in the action taken for that particular momment.
  For me, I can not see BEGGING as a CRIME …It is an UNFORTUNATE STATE of a HUMAN….which can be REAL or UNREAL (when practised as the Business). To change the status quo…INDIVIDUALS & GOVERNMENT both have the role to play !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai & ALL are invited to my Blog Chandrapukar….Hoping to see SOME soon !

  Like

 23. જગતની કોઇ પણ સરકાર, કોઇ પણ કાળખંડમાં પોતાના તમામ નગરિકોને રોજી રોટી હજી સુધી આપી શકી નથી અને આપી શકશે પણ નહી. બહુ બહુ તો બેકારી ભથ્થા નામની ભીખ જ આપી શકે, જે અપાય પણ છે પચ્ચિમના દેશોમાં.

  ભારતમા આ સમસ્યાનો ઉકેલ ધર્મ દ્વારા કરવામાં આવ્યો. ભીખને ભિક્ષા જેવુ રૂપાળુ નામ આપ્યુ જેથી કોઇ સ્વાભિમાની માણસને ખરાબ દિવસો દરમ્યાન દાન સ્વિકારવાનો વારો આવે તો એને ખંચકાટ ના થાય અને ભૂખમારીથી એ મરી ના જાય. દાન આપનારને પુણ્યની લાલચ આપી જેથી માણસ દાન કરવા પ્રેરાય.

  માણસ ભુખમારીથી મરી ના જાય કે જીવવા માટે કોઇ રોજી ન મળતા ચોરી કે લૂટફાટના રસ્તે ના ચડી જાય તે માટે ભિક્ષાની વ્યવસ્થા કરી હોવી જોઈએ.

  કંઈ પણ લખતા પહેલા લખનારે ભુખ્યા અને પેટ ભરેલા, બન્ને ની બેસીને વિચારવું જોઈએ. જ્યારે જગતની બધી જ સરકારો દેવાના ડુંગર નીચે દબાઈને પોતે ભીખારી બની ગઈ છે તો એ સરકારો તેમના તમામ નાગરિકોને રોજી રોટી કે બેકારીભથ્થા ક્યાંથી પૂરી પાડી શકે.

  કબૂતરને ચણ નાખનાર કે કુતરાને બિસ્કિટ ખવરાવનાર સક્ષમ નાગરિક અક્ષમ અને ગરીબ માણસને રોજી તો ના આપી શકે રોટી તો જરૂર આપી શકે છે. કબૂતર કે કુતરાથી ગરીબ માણસ જરા પણ ઉતરતી કક્ષાનો નથી જ.

  ભીખ નો ત્યારે જ વિરોધ થઈ શકે જ્યારે સામે કોઇ વિકલ્પ હોય.

  Like

 24. મારો જાત અનુભવ છે કે જયારે જયારે મેં સશક્ત ભીખારીઓને કામ આપવાની વાત કરી છે ત્યારે ત્યારે તેઓએ ચાલવા માંડ્યું છે.

  Like

 25. સાહેબ શ્રી આપણો ભિખારી ઓં માટે નો લેખ વાચ્યો ખુબ ગમ્યો,હું ભિખારી માટે કઈક કરવા ઈચ્છા ધરવું છું, મને ભિખારી માટે ના કાયદા ની જાણકારી નથી જો {બેગર એક્ટ}ભિખારી માટે નો કાયદા ની જાણકારી હોય તો જાનકરશો મો-૯૩૭૪૭૨૯૧૩૧,

  Like

  1. વહાલા ભાઈશ્રી નીતીનકુમાર,
   ‘અભીવ્યક્તી’ બ્લૉગની પોસ્ટ ‘ભીખારી અને ભીખારીવૃત્તી’ને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગોવીન્દ મારુ

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s