કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે !

limbu-copy1.jpg

દીનેશ પાંચા

માણસના દેહમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનું સ્થાન જાણી શકાય છે; પરન્તુ બુદ્ધી મગજના ચોક્કસ કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વીકાસ થતાં માણસની બુદ્ધીનું અનેક વીદ્યાઓમાં રુપાન્તર થયું. એ વીદ્યા એટલે વીજ્ઞાન ! જીવવીજ્ઞાન, ખગોળવીજ્ઞાન, શરીરવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન જેવાં વીવીધ નામોથી એ ઓળખાય છે. માણસ ધીમે ધીમે અનેક વીદ્યાઓમાં મહારત હાંસલ કરતો ગયો અને એ રીતે એને જીવનનું વીજ્ઞાન આવડી ગયું. માણસનું સર્વોત્ત્તમ જીવવીજ્ઞાન એટલે રૅશનાલીઝમ !

સુરતમાં વર્ષો પહેલાં શ્રી. રાવ નામના કમીશ્નર પદે સુરતને ‘સ્વચ્છનગરી’નો ઍવોર્ડ મળ્યો હતો; પરન્તુ તે એક અલગ સીદ્ધી હતી. આપણી પાર વીનાની અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરીવાજો, વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારીક ગંદકીનો પ્રશ્ન હજી ઉભો છે. ઘરનાં બારીબારણા ચોખ્ખાં રહે એટલું પુરતું નથી; એ બારણે મરચું અને લીંબુ લટકાવેલું હોય ત્યાં સુધી એ સ્વચ્છતા અભીયાન અધુરું લેખાય. સંભવત: વર્ષો પુર્વે સુરતની ‘સત્યશોધક સભા’એ સુરતમાં અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન આરંભ્યું હતું; પરન્તુ એ મનોશુદ્ધી અભીયાનને કમીશ્નર રાવ જેટલી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.

શ્રી. રાવનું લક્ષ્યાંક શહેરને સ્વચ્છ બનાવવાનું હતું. પ્રમાણમાં તે સહેલું હતું. ‘તમારી ગલી સ્વચ્છ રાખો’ એવું લોકોને કહેવાનું સહેલું છે; પરન્તુ ‘ગલીગલીમાં ગણપતી ના માંડો’ એમ કહેવાનું અઘરું છે. ગણેશવીસર્જન કે તાજીયાના જુલુસથી કલાકો સુધી મેઈન રોડનો ટ્રાફીક જામ થઈ જાય છે તે આજની દુ:ખદ વાસ્તવીકતા છે. ‘જાહેર માર્ગો પર એવા સરઘસ ના કાઢો’ – એવું કહી શકે એવો કોઈ ‘રાવ’ હજી પાક્યો નથી. લોકો અન્ધશ્રદ્ધાને બાપદાદાની મીલકત સમી ગૌરવશાળી અને જતનતુલ્ય સમજે છે.

માણસ રોજ સવારે ઉંબર ધુએ છે, ઠાકોરજીની મુર્તી ધુએ છે, શીવલીંગ ધુએ છે, હમામ સાબુથી કપાળ ધુએ છે અને ત્યાર બાદ ખરો ખેલ શરુ થાય છે. કપાળ કંકુથી ગંદું કરે છે. મુર્તી જો હનુમાનની હોય તો તેને તેલસીંદુરથી ખરડે છે. શંકરની હોય તો તે પર દુધ, દહીં, મધ વગેરેની રેલમછેલ કરે છે. આટલી ભક્તી પછી પણ માણસનો ‘કપટનો ખેલ’ અને ‘મનનો મેલ’ અકબંધ રહે છે. લાખો કરોડોનો લાભ થઈ શકે એમ હોય તો માણસ એ મુર્તીના તમે કહો તેટલા ટુકડા કરી આપવા તૈયાર થઈ જાય છે. નવસારીમાં કોઈકે હનુમાનજીની આંખો ફોડી નાખી હતી. હું ધન્યવાદ આપું છું નવસારીની શાણી પ્રજાને કે એ કામ મુસ્લીમોનું છે એમ માની કોમી રમખાણો ન ફાટી નીકળ્યાં !

મેં ઘણા એવા વડીલો જોયા છે જેઓ સન્તાનોને ધાર્મીક પુસ્તકો નીયમીત વાંચવાની કડકાઈપુર્વક ફરજ પાડે છે. પરન્તુ તેમનો સંસ્કારમય ઉછેર કરવા અંગે લગીરે ધ્યાન આપતા નથી. કોઈ દીકરો ગીતાના બે અધ્યાય નીયમીત વાંચતો હોય; પણ રોજ ગુટકાની એકવીશ પડીકી આરોગી જતો હોય તો તેના ગીતાપાઠથી હરખાવા જેવું ખરું ? નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો કોઈ માણસ વેપારમાં પડે એટલે સમજો કે ‘કડવી તુમડી લીમડે ચઢી’ ! બચુભાઈનો ભત્રીજો એ જ પ્રકારનો સર્વદુર્ગુણ સમ્પન્ન માણસ છે. એણે વેપારમાં ઝુકાવ્યું ત્યારે બચુભાઈ એક કહેવત બોલેલા– ‘મુળે કલ્લુભાઈ કાળા અને વેપલો શરુ કર્યો કોલસાનો !’ ગલ્લા પર બેસીને ગ્રાહકોને બેફામ લુંટતા કોઈ ‘શ્રદ્ધાળુ શેઠીયા’ કરતાં ભગવાનના માથા પરનો સુવર્ણ મુકુટ ચોરનાર કોઈ ‘ગરીબ ચોર’ મને ઓછો ગુનેગાર લાગે છે.

એક દુકાનદારનો મને પરીચય છે. એ પોતાની દુકાનમાં નોકરો પાસે આખો દીવસ સખત હાથે કામ લીધા પછી તેને સાંજે મજુરીના પૈસા ચુકવવામાં ઈરાદાપુર્વકનો વીલંબ કરીને તેની પાસે એકાદ કલાક વધુ કામ કરાવી લે છે.  એ વેપારી દર મહીને સવા એકાવન રુપીયાનો મનીઓર્ડર ગોંડલ – ભુવનેશ્વરીમાતાને મોકલે છે. માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દંભથી બચવાનું છે. તેમાં શ્રી. રાવ જેવા કોઈ મ્યુનીસીપલ કમીશ્નર આપણી કોઈ મદદ કરી શકે તેમ નથી.

દર સોમવારે અને વીશેષત: શ્રાવણ માસમાં ગુજરાતભરમાં શંકર ભગવાનના શીવલીંગ પર દુધનો અભીષેક કરવામાં આવે છે. આ અભીષેક એટલા મોટા પ્રમાણમાં થાય છે કે એ સઘળું દુધ ભેગું કરી ગરીબોનાં બાળકોને આપવામાં આવે તો લાખો ભુખ્યાં બાળકોનાં પેટનો જઠરાગ્ની તૃપ્ત થઈ શકે અને શંકર ભગવાનનેય સાચો આનન્દ થાય ! પરન્તુ એવું થતું નથી. થશે પણ નહીં. ક્યારેક તો પુરા કદની આખી જીન્દગી વીતી જાય છે; તોય માણસને સાવ સીધી વાત નથી સમજાતી કે ‘શીવ’ને નહીં ‘જીવ’ને દુધની સાચી જરુર હોય છે.

સમગ્ર દેશમાં મન્ત્રતન્ત્રમાં વપરાતા દોરા–ધાગાઓ, ધાર્મીક કર્મકાંડોમાં વપરાતી કંઠીઓ કે નાડાછડીઓ, તથા વટસાવીત્રી જેવા વ્રતોમાં વેડફાતું બધું સુતર ભેગું કરવામાં આવે તો સેંકડો ગરીબોનાં નગ્ન બાળકો પહેરી શકે એટલી ચડ્ડીઓ બની શકે. દર શનીવારે હનુમાનજીના મન્દીરે તેલ ચઢાવવામાં આવે છે તે સઘળું તેલ એકત્ર કરવામાં આવે તો કરોડો ભુખપીડીત ગરીબોને એક ટાઈમ ફાફડા ખવડાવી શકાય ! પરન્તુ આપણે અબીલ, ગુલાલ અને કંકુમાંથી ઉંચા નથી આવતા. ક્યારેક વીચાર આવે છે : આ અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર વગેરેનો ધાર્મીક વીધીઓ સીવાય અન્ય શો ઉપયોગ થતો હશે ? ઓસ્ટ્રેલીયા, જાપાન કે અમેરીકામાં કંકુનાં કારખાનાં હશે ખરાં ? ત્યાં તો વૈજ્ઞાનીક શોધોય વધુ વાસી થાય તો ફગાવી દેવામાં આવે છે !

બચુભાઈ કહે છે : ‘મારું ચાલે તો દેશભરમાં બારસાખે લટકતાં લીંબુઓ ભેગાં કરી સીવીલ હૉસ્પીટલના ગરીબ દરદીઓને લીંબુનું સરબત પાઉં ! બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે નીરર્થક લટકી રહેવા કરતાં ગરીબોની તૃષાતૃપ્તી ખાતર નીચોવાઈ જવાનું જ વધુ ગમે !’ શ્રી. ગુણવંત શાહે સુરતમાં કહ્યું હતું: ‘મદ્રાસમાં કોઈ ઠેકાણે ચોખામાં ભેળવવાની કાંકરીનું આખું કારખાનું ચાલે છે !’ મને ખાતરી છે આપણે ત્યાં પણ કો’ક ઠેકાણે માંદળીયાં કે તાવીજ બનાવવાની બહુ મોટી ફેક્ટરીઓ ચાલતી હશે. લોબાન શબ્દ હું માંદળીયાં સાથે જ સાંભળતો આવ્યો છું. એની સુગંધ મને ગમે છે. પરન્તુ એ જન્તરમન્તર, ભગત–ભુવા કે મેલીવીદ્યાની સાધનામાં જ ખાસ વપરાય છે એવું જાણ્યું ત્યારે અત્ત્તરની બોટલ જાજરુના ટબમાં ઠાલવવામાં આવતી હોય એવું લાગ્યું.

લોબાન અને માંદળીયાંનાં ગોત્રનો જ એક અન્ય પદાર્થ છે – પીંછી ! ગામડાંમાં આજેય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરનાં રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગતભુવાઓ સીવાય અન્ય કોઈને કામ આવતી નથી. એક વાર એક મેળામાં પીંછીઓ વેચતા એક માણસને પુછતા તેણે જવાબ આપ્યો હતો : ‘હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરું છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેનાં પીંછાંઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું !’ કલ્પી શકાય એવી બાબત છે. આજપર્યંત કેટલા મોર મર્યા હશે ત્યારે એક અન્ધશ્રદ્ધા જીવીત રહી શકી હશે ? જોયું ? આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કરતાં આપણી અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન કેટલી ઉંચી છે ?

..દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી શ્રી. દીનેશ પાંચાની લોકપ્રીય કટાર જીવન સરીતાના તીરેમાંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ, ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક: સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત 395 001 ફોન: 0261–259 7882, 0261–259 2563 મેઈલ: sahitya_sankool@yahoo.com પ્રથમ આવૃત્તી: 2007, પૃષ્ઠસંખ્યા: 113, મુલ્ય: 90/-) માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર.

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B – Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Gaon, KOPARKHAIRNE. Navi Mumbai 400 709  સેલફોન:  8097 550 222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 14–03–2014

       

 

19 Comments

  1. પાંચાલ સાહેબ,
    કેટલીક નહીં, બઘી જ અંઘશ્રઘ્ઘાઓની કોસ્ટ ઓફ પ્રોડક્સન ફક્ત ઉંચી જ નહીં પરંતુ ઘાતક પણ હોય છે. અંતમા તે મોઘી તો પડે જ છે અને સાથે સાથે જીવ લઇને પણ જાય છે.

    ગાંઘીજી કહેતા કે, ” Faith…must be enforced by reason…when faith becomes blind it dies.”

    Albert Einstein said,” Blind belief in authority is greatest enemy of truth.”

    Some other quotes….
    .
    ” The scientific method yields closer and closer approximations to the truth.”
    and,
    ” Science is not a body of knowledge, it is a process and a way of thinking.”
    and,
    ” Science is the search for facts, not blind belief.”

    ડો. નરેન્દ્ર દાભોળકરને અંઘશ્રઘ્ઘાના સ્થાપિત હિતો જ ભરખી ગયા હતા. ( કેટલી મોટી કિંમત ? )
    અંઘશ્રઘ્ઘાના બીજા વિરોઘી છે…શ્રી અતુલ બોરડ. તેઓ કહે છે……..
    વહેમ કે અંઘશ્રઘ્ઘા મીનીંગ….બુઘ્ઘિહિન વ્યવહાર અને તજજન્ય વિપ્પતિ.
    અંઘશ્રઘ્ઘા મીનીંગ….શ્રઘ્ઘાજન્ય ગુલામીની મનોદશા.
    કર્મનો સિઘ્ઘાંત : કપોલ કલ્પિત માન્યતા.
    ફળજ્યોતિષ : હાનિકારક કુવિદ્યા.

    મારા અંગત મિત્ર, શ્રી કૌશિક અમીને સ્મશાનમાં સળગતી ચિતા ઉપર ચા બનાવીને પીઘી છે.
    સ્મશાનમા રોજીંદુ ભોજન કીઘું છે. આ બઘુ તેમણે મોરબીમાં થયેલી હોનારતના સમયે મૃત્યુને ભેટેલાઓનિ અંતીમ ક્રિયા કરતાં કરતા કર્યુ હતું. તેઓ તે ઘરમાં રાતવાસો કરીને રહેલાં કે જે ઘરમાંથી રાતે પુસ્તકો અને બીજી બઘી વસ્તુઓ બહાર ફેંકાતી હોય છે તેવું કહેવાતું. તેમને કોઇ ભૂત કે ડાકણ હજી મળી નથી. તેઓ તે બન્નેની શોઘમાં હજી ફરે છે.

    ગણેશ વિસર્જન કે તાજીયા વિસર્જન…કેવું હાલાકી ભરેલું વાતાવરણને જન્મ આપે છે ?

    આપણામાંથી કોઇ પણ ભાઇ કે બહેને પારસીઓને કોઇ ઘર્મ કે ઘર્માંઘતા / શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘાના નેજા હેઠળ રસ્તા ઉપર આવીને વાતાવરણને બગાડતા જોયા છે ? તેમના ઘર્મસ્થાન, અગીયારીમાં સ્પીકરો કે ઘંટાઓ મુકેલાં જોયા છે ?

    અભિવ્યક્તિના નેજા હેઠળ અંઘશ્રઘ્ઘાના વિષય ઉપર ઘણા ઘણા લેખો ચર્ચાઇ ગયા છે.
    જિનેટીક ડીઝીઝ કોઇ દિવસ સુઘરી શકે કે ?
    ભણેલા અને અભણ….૭૦, ૮૦ વષૅના ઘરડાંઓ આજે અંઘશ્રઘ્ઘાના શક્તિશાળી વાહકો છે. તેમની બીજી પેઢી….૪૫, ૫૫ વષૅનાઓ તેમના બાળકોને, ઇવન ઇન અમેરિકા….અ.ઘશ્રઘ્ઘાળુઓની જમાતમાં દાખલ કરાવવાની તાલાવેલીમાં હોય છે. માંના દુઘમાં જ અંઘશ્રઘ્ઘા ભળેલી હોય છે.

    ઓલ ઘી બેસ્ટ………

    Like

    1. દિનેશભાઈ તો ધોકે ધોકે મારે છે તમે પણ બાપલીયા ચાબુકે ચાબુકે બહુ મારો છો…

      Like

  2. OMG…… This year during MahaaShivraatri function, we only provide 6oz mixture of milk & water for abhishek. Many devotee (or I should say “so called devotee”) brought gallons of milk for abhishek yet we prevent it from getting wasted.

    If everyone try their best to prevent activities like what we did,someday we may win battle……

    One only can hope!

    Like

  3. aje Savare J Ek Bhai (brahman Hase K Nai A Nathi Khbar) Hanumanji Mate Tel Leva Aavi Pahochya. . .ane Mara aunty A Apyu. . . p6i Me Kahyu Aa Tel Hanumanji Su Karvana . . ? Kaij Ans. Na Malyo. . . p6i Mane Daravanu Chalu Karyu mangal grah Pervanu Kahyu. . . Aavi Rite J Loko Ne Daravi Ne Jivto Mari Nakhva Ma Aave 6e. . .

    mane Aa Blog Ni duniya khub Game 6e. . .jivan ni Sachi Hakikat Batave 6e. . .

    Like

  4. સદીઓ જુના અંધ્ધશ્રધ્ધા, વહેમ અને ખોટી માન્યતાઓના ભમ્મરીયા કુવામાથી બહાર નીકળવા ઈચ્છતા લોકોને રાહબર બને એવો ખુબ જ સુંદર, સચોટ અને વાસ્તવીક વિચાર. તાતી જરુર છે ! સમાજને જાગ્રુત કરનારા વધુને વધુ આવા લેખકોના લેખોની. વાંચો બે સત્યઘટ્નાઓ !!!

    દસ-બાર વર્શ પહેલા એક વાર સાધુના વેશમા ભીખારિ મને રુદ્રાક્ષનો ખરબચડો થળીઓ આપતા કહેવા લાગ્યો ” આ પવિત્ર રુદ્રાક્ષને તમારા ગલ્લા(કેશરજીસ્ટરમ) રાખો. તમને ધંધામા ખુબ ફાયદો થશે અને સારી ધન પ્રાપ્તી થશે, મને તમારી ઇ્ચ્છાનુસાર ૫-૨૫-કે ૫૦ ડોલર તો આપો. આમા મને તો કોઇ ફાયદો થાય તે પહેલા જ ખોટનો ધંધો લાગ્યો !! મે પૂછ્યુ તારિ પાસે આવા કેટલા ઠ્ળીયા છે? એ કહે મારી પાસે ઘણા બધા છે!
    મને સમજાવ એક આવા ઠ્ળિયાથી કેવી રિતે લાભ થવાનો ? તારી પાસે તો આવા ઠળીયા ખુબ છે, છતાં તારે આ રીતે ભીખ માંગવી પડે છે ? લે આ તારો ઠળિયો અને ચાલતી પકડ.

    ગત વર્શે ૧૨૫થી વધુ હિન્દુભાઇ બહેનો હવાઇ ક્રુઝ્મા ગયા હતા. જ્યા એક આઇલેન્ડ ઉપર રુદ્રાક્ષના ઝાડો છે. ત્યાંથિ મોટેભાગના લોકો વીણાય એટ્લા રુદ્રાક્ષ વીણિને બસમા બેઠા. જ્યારે સાંજે ક્રુઝ્મા બોર્ડ થયા ત્યારે આ સઘળા પવિત્ર રુદ્રાક્ષોને, અપવિત્ર ગંધાતી કચરાપેટીમા સિક્યોરીટિએ નંખાવી દીધેલા.

    Like

  5. એકદમ સમજાય એવી તદ્દન સાચી વાતો છે. પણ ‘ઘેટાં’ ક્યારે સમજશે?

    Like

  6. You hit it right on nail. This is one of the incidences in religious beliefs. Thank you for sharing.

    Like

  7. સમાજમાં પ્રવર્તતી અંધશ્રધા ઉપર પ્રકાશ પાડતો શ્રી દિનેશભાઈનો એક વધુ રેશનલ

    વિચારોનો લેખ ગમ્યો . આવા લેખો અંધ શ્રધાને ડામવામાં ઉપયોગી બને છે .

    Like

  8. જયારે બ્રાહમણીઝ્મ નષ્ટ થશે ત્યારે વેદિક હિન્દુઈઝમ નો ઉદય થશે.

    Like

  9. It is a thoughtful article. We all should think about this and implement in our life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  10. આપણી આ પૃથ્વિમાતાને માટે આપણા હિંદુ ઘરમમાં કેટલું બઘુ લખાયુ છે. કેટલી ભક્તિ, પૂજા, પૂજ્ય ભાવનાના નિયમો બતાવાયા છે. આ જ પ્રુથ્વિ યાને કે અર્થ યાને કે Earth……માટે થયેલી રીસર્ચનો મોટો રીપોર્ટ April’2014na Popular Science ના અંકમાં આવ્યો છે. વિજ્ઞાને કરેલી શોઘ પૂરે પૂરી વિગતે આપી છે. સાચી માનવી કે પછી નકારી કાઢવી કે પછી તેને ખોટી પાડવા આરગ્યુમેન્ટ કરવાં તે દરેક વાચકનો જન્મસિઘ્ઘ અઘિકાર છે. રીપોર્ટ અંગ્રેજીમાં છે.If, this you find long…I am sorry.
    THE INNER EARTH. Know your Planet.
    Article written by. Valerie Ross.
    Note:
    (પૃથ્વિના મઘ્યથી તે ઉપરના લેયર..જ્યાં આપણે રહિયે છીયે ત્યાં સુઘીમાં ત્રણ ભાગો પાડવામાં આવેલાં છે. ( Core, Mantle and Crust.)

    Plate tectonics : The theory that explains the sinking, spreading, and slip-sliding of big chunks of Earth’s surface- is a bedrock of geology. But it can’t explain what happens to plates once they sink, or account for the forces that drive many of the planet’s volconic hotspots. Today, advances in seismology, geochemical analysis, and computer modeling have enabled researchers to collect a wealth of new geological data about our planet and form a complementory theory of what’s going on beneth it’s surface. ( મારી કોમેંટ : આ બઘી રીસર્ચ વિજ્ઞાનીઓઅે બ્રાહમણો
    પાસે પૂજા પાઠ કરાવ્યા વિના જ શરુ કરેલી હતી.)
    Three features describe what scientists now know about the exchange of material between Earth’s layers.
    (1) Slabs:
    When one tectonic plate is forced beneath another, forming a subduction zone – the cause of many earthquakes – its leading edge sinks deeper into the mantle. The slab descends slowly, mixing molten rock as it goes, and as it nears the core, it partially melts.
    (2) Plumes :
    Most volcanoes begin in the relatively cool upper mantle and shoot up along the rims of tectonic plates. But geologists now think many of Earth’s hotspots ( In Iceland, for example) are powered by mantle plums. These plumes rise in columns from the very bottom of the mantle, some 1800 miles down, and carry heat from near the core to the crust.
    (3) Piles :
    Plumes originate along the edges of two vast areas – commonly known as piles – that lie opposite one another on the equator, one under Africa and the other under the South Pacific. Both piles contain materials that seems to have remained in the deep mantle for about four billion years ( perhaps because of its high Iron content.)

    AS OF JANUARY, WE’VE GOTTEN CLOSER TO THE MANTLE THAN EVER: THE JAPANESE VESSEL ‘CHIKYU’ DRILLED 1.9 MILES UNDER THE SEAFLOOR.

    Now we know our Planet : COMPOSITION LAYERWISE….
    ( 1) CRUST :
    The relatively thin and cool crust forms Earth’s surface.
    TEMPERATURE: Ranges from surface temperature near the top to 1600 ‘F at the bottom.
    THICKNESS: About 5 miles under the oceans and 25 miles under the continents.
    COMPOSITION: Silicates that take the form of granite and basalt rocks.
    (2) MANTLE:
    Two thirds of the planet’s mass, the mantle is the source of molten rock that rises to the surface during volcanic eruptions and when plates spread apart.
    TEMPERATURE: About 1600 deg F at the top and 4000 deg F at the bottom.
    THICKNESS: Approximately 1800 miles.
    COMPOSITION: Largely silicate rocks containg more iron than those in the crust.
    (3) CORE:
    The ultrahot, mettalic core sits at the planet’s center.
    TEMPERATURE: About 4000 deg F. at the outer edge to 9000 deg F at its center.
    THICKNESS: The outer core is 1400 mile thick. The inner core has a 700 miles radius.
    COMPOSITION:
    Predominantly iron, with some nickel and other elements; the outer core is molten, and inner core is solid.

    હિંદુ ઘરમમાં કહેવાય છે કે પૃથ્વિને ત્રણ પગલાંમા માપવામાં આવેલી.( ઉપરની જમીનને.)પાતાળની પણ વાતો કરેલી. પાતાળના લોકોની પણ વાતો કરેલી.

    આજના વિજ્ઞાનિકોઅે પણ ત્રણ ભાગમાં વહેંચી છે.;..ક્રસ્ત, મેન્ટલ અને કોર…પૃથ્વિની જીંદગીના વર્ષોની,..આજના વિજ્ઞાને, તે તે વિભાગની થીકનેશ અને તે તે જગ્યામાં ટેમ્પરેચર અને તે તે વિભાગો શાના શાના બનેલા છે તે પણ કહ્યુ. સાબિતિઓ સાથે.

    તેને પાતાળ કેવી રીતે ગણવું? ત્યાં તો સળગતો લાવારસ છે જે લોહથી બનેલો છે.

    અમેરિકા અને રશીયાના ચંદ્રયાનો પૂજાપાઠ કે નાળીયેર ફોડવા વિના જ ચંદ્ર ઉપર મોકલાવેલા અને સફળ થયેલાં અને ત્યાં કોઇ પણ જીવ જોવા મળ્યો ન્હોતો. તેજ રીતે મંગળ ઉપર ઉતરેલા યાનને મંગળ ગ્રહ નડેલો નહિં…તેની ઘરતી ઇપર યાન ઉતારનારનો ગુસ્સાથી નાશ નથી કર્યો. નાસા સંસ્થાને મંગળ નડતો નથી. નાસામાં કામ કરતાં હિંદુઓને પણ દુષ્ટ મંગળ આજ સુઘી નડતો રહ્યો નથી.તેઓ તો મંગળ ઉપર નવાં નવાં પ્રયોગો કરવાનાં પ્લાનીંગ કરી રહ્યા છે. કદાચ જો પૃથ્વિ ઉપર રહેવાનું ભારે પડશે તો મંગળ ઉપર રહેવા જવાનાં પ્રયત્નો પણ કરવાનાં છે.

    The Editor of the magazine, POPULAR SCIENCE, quotes, Einstein…..
    ” Albert Einstein had no shortage of colorful quotes., but my favorite is perhapes his best known. In a letter to the biographer Carl Seeing in 1952, he wrote, ” I have no special talent. I am only pssionately curious.”

    YES ! ONE HAS TO BE CURIOUS LIKE CHILDREN. Ask questions and you will get knowledge…………….THE TRUTH…….

    Amrut Hazari.
    New Jersey, 08830, USA.

    Like

  11. Friends,
    I hope you would like to know when POPULAR SCIENCE monthly magazine was started ?
    Guess !
    1872.
    It was sold for 25 cents.& has offered $ 1000 in cash prize…
    This is called people’s turn around & started believing in SCIENCE. ( Going away from BLIND BELIEFE )
    There is one section in current issues, ” Ask Anything.” Answered by Daniel Engber.
    The question asked this month is, ” Wind chill ? Heat index ? Can’t we combine them ?”
    Do we have any device or publication which can help science change atleast educated blind minds ?
    Let bus popularise science by writing or by showing films for free in poor, uneducated areas to enlight minds. Let famous ACTORS and ACTRESSES handle this popularisation of science. Actors & Actresses are peoples beloved, no body will try to kill them.
    Why discuss Vedas and their effects today ? LIVE IN 21st CENTURY.
    There is another article which opens reader’s eyes and mind. ” INVISIBLE WORLD” Noah Fierer wants to map the hidden universe of microbes – starting in your kitchen.
    Conclusion is that we are living with thousands and thousands of different variety of microbs.
    He says,” A teaspoon of dirt contains 50 billion microbes, more than seven times the number of people on EARTH.
    This shows the importance of cleanliness. We are known to create more dirtiness. e.g. In KUMBHMELA…millions get together. Take bath to gether. No body knows how many are taking bath to wash away their skin diseases.Many take this sacred(?) water as ” life saver and giving MOX.
    Hindus or Jains or Muslims..and other religion people,

    ..Please walk with the time, Please live with the time.

    Why discuss old scriptures ? Live with todays time and be prepared for tomorrow’s new scientific achivements…….

    Thanks.

    Amrut Hazari.

    Like

  12. Well informative Amrutkaka.

    3 part of Earth as per scientist have discovered, also were mention ages ago in Veda.

    Then again as you have mention, we must live with time.

    As I read recently on FB: Did Bill Gate did Laxmi Pooja? or Did Einstain did Sarasvati Pooja ?

    Like

  13. Now chinese have put in our market plastic limboo-marcha ! I have seen people useing it. What a mockery of old useless irrational belief. Dr.Bipin Desai

    Like

    1. Dr bipin desai
      Tamari kem j me jate America ma jya nana town ma fresh limbu marcha nathi malta tya lomone(lndlan) plastic na limbu marcha bandhata joya chhe bhartiyo jevi. Andhshraddha no joto vishva ma jadvo muskel chhe.

      Like

  14. Frinds,
    Since few years, Indian and American-Indian markets are overflowing with hindu Gods and Godesses MADE IN CHINA. They are cheap cost wise.It is the case with Indian markets in England, Canada and everywhere where there is Indian market and Hidu religian being practiced.
    GODS, MADE IN CHINA….( Cheaper than made in India !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!)
    Amrut Hazari.

    Like

  15. મિત્રો,
    મલેયેશીયા અેરલાઇન્સનું વિમાન ગુમ થયુ છે. તે વિમાનમાં પાંચ ભારતીયો પણ હતા. કદાચ તેમાં હિન્દુઓ પણ હશે. ચાલો માની લઇઅે કે હતાં.
    તેઓ જો પ્રભુને પ્યારા થઇ ગયા હશે તો તો હિન્દુ માન્યતા મુજબ તેમના જીવ અવગતે ગયા કહેવાય. તેમની મનની બઘી જ ઇચ્છાઓ પૂરી નથી થઇ…અને તેમના જીવ આ યોનીમાં રખડતાં…ફરતાં રહેશે.
    હવે શું ?
    તેમના જીવને નરકની આગમાં જતાં બચાવવા અને મોક્ષ અપાવવા શું શું કરવું પડશે ?
    કુલ ૨૪૯ પ્રવાસીઓ હતાં.જુદા જુદા ઘરમના હતાં. તો બીજા ઘરમોના પેસેંજરો માટે શું ?
    ઘણા ઘણા સવાલો ઉઠે છે………..

    પેલા સસ્તા ભાવના ભગવાનોથી ચલાવી લેશે કે કોઇ ઓરીજીનલ, પત્થરના કે પછી કોઇ આસારામ જેવા જીવતાં ભગવાનોથી કામ ઉકલી જશે ? કોઇને તો ભગવાન બનાવવા પડશે ને ? યમનો રોલ કેવો હશે ?

    માટે જ કોઇઅે કહ્યુ છે કે, ’ હે ભગવાન, તું કેટલો નસીબદાર છે કે તને બનાવવાવાળા તૈયાર ભક્તો તને બીજે ક્યાંથી મળવાના ?

    અમૃત હઝારી.
    યાચના. : આ વખતે ઘણું ઘણું લખી નાખ્યું છે તો મનથી માફી માંગી લઉ છું.
    અ.હ.

    Like

Leave a comment