રૅશનાલીઝમ

વીવેકવીજય
વીવેકવીજય

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી

[1.] ‘રૅશનાલીઝમ એક એવો માનસીક અભીગમ છે કે, જેમાં વીવેકશક્તી તથા તર્કશક્તી (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે, જે અધીકારી મનાતાં કોઈ પણ વ્યક્તી કે ગ્રંથ (ઑથોરીટી)ની એકપક્ષી માન્યતાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવીક અનુભવ–પ્રયોગ દ્વારા ચકાસી સત્ય યા અસત્ય સીદ્ધ કરી શકાતી હોય.’

ઉપર્યુક્ત વ્યાખ્યા લંડનના રેશનાલીસ્ટ એસોસીએશને ઘડેલી છે અર્થાત્ અંગ્રેજીભાષીઓ વડે રચીત છે; છતાં એમાં ક્યાંય ‘બુદ્ધી’ શબ્દ (intellect કે intelligence) પ્રયોજવામાં આવ્યો નથી. એને સ્થાને  ‘વીવેક’ (રીઝન) શબ્દ જ પ્રયોજાયો છે. એનું કારણ એ જ કે માણસજાતની બધી જ સીદ્ધીઓ, તેમ બધાં જ અનીષ્ટોનું મુળ તેની બુદ્ધી જ છે; કારણ કે બુદ્ધી અવળે માર્ગે પણ ગતી કરે છે. ત્યારે તર્કવીવેકથી એને રોકવી તેમ જ ઉચીત માર્ગે વાળવી રહે છે; કારણ કે ‘વીવેક’ એટલે ‘શું સત્ય અને શું અસત્ય ?’ તેમ જ ‘શું સારું અને શું ખરાબ ?’– એ નક્કી કરનાર નીરક્ષીરવીવેકની શક્તી. બાકી તો ઈશ્વરની કલ્પનાથી માંડીને તે સત્યનારાયણની કથા, મન્દીરો–ધર્મસ્થાનોનું બાંધકામ, ભુતપ્રેતની માન્યતા અને એને કાઢવાના ઘોર ક્રુર વીધીઓ, ઉંચનીચના ભેદો અથવા આત્મા–પરમાત્માની ફીલસુફી ને કર્મકાંડ આદી તમામ માન્યતાઓ અને વીધીનીષેધો એ માણસની બુદ્ધીનું જ સર્જન–કુસર્જન છે; કારણ કે ઈતર પ્રાણીઓ તો ભગવાનને ભજતાં નથી યા તો ભુત ધુણાવતાં નથી, જેનું કારણ એ જ કે તેઓમાં બુદ્ધીનો અભાવ છે.

[2.] રૅશનાલીઝમ બાબતે જે સૌથી મોટો કે ભયંકર ભ્રમ પ્રવર્તે છે તે એ છે કે રૅશનાલીસ્ટો એટલે લાગણીન, જડસુ, જીવનના સુક્ષ્મ આનન્દો મુદ્દલે નહીં સમજનારા એવા જડભરત–પશુવત્ માણસો, જેઓ કેવળ એટલું જ સમજે છે કે ‘ફક્ત પેટ ભરવાથી જીવન પુર્ણ બની જાય.’ વાસ્તવમાં, આ હાડોહાડ જુઠી કે અવળી માન્યતા છે. કારણ કે રૅશનાલીઝમ તો જીવનના પરમ તથા એકમાત્ર ધ્યેય તરીકે આનન્દને જ પ્રસ્તુત કરે છે અને પ્રબોધે છે: ‘જીવનના તમામ આનન્દો –સુક્ષ્માતીસુક્ષ્મથી માંડીને તે સ્થુળતમ સુધીના – સમ્પુર્ણત: માણી લો. કોઈ અન્યને લેશ માત્ર હાની તથા મુશ્કેલી પહોંચાડ્યા વીના, જીવનને તેની પુર્ણતામાં માણી લેવું એ જ જીવનધ્યેય, એમ ભારપુર્વક રૅશનાલીઝમ કહે છે અને માનવીની વીવેકબુદ્ધીથી ચકાસતાં એ વાત જ સત્ય પ્રતીત થાય છે.’

[3.] ‘Rationalism may be defined as the mental attitude which unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and independent of all arbitrary assumptions of authority.’

લંડનના રૅશનાલીસ્ટ એસોસીયેશને ‘રૅશનાલીઝમ’ની વ્યાખ્યા ઉપર મુજબ આપી છે. જેનો ગુજરાતી અનુવાદ પ્રારમ્ભે આપ્યો, એને આધારે ‘રૅશનાલીઝમ’ શબ્દનો ગુજરાતી પર્યાય નીશ્ચીત કરીએ. અને એ અનીવાર્ય છે; કારણ કે સુશીક્ષીતો તથા વીદ્વાનો સહીત સામાન્ય જાણકાર, બધા જ આ શબ્દનો અર્થ કરતાં, એની વીભાવનાને બુદ્ધી સાથે સાંકળે છે અને ‘બુદ્ધીવાદ’ ‘બુદ્ધીનીષ્ઠતા’ જેવા અર્થો બનાવી કાઢી, રૅશનાલીસ્ટ વ્યક્તીને ‘બુદ્ધીવાદી’ – ‘બુદ્ધીનીષ્ઠ’ કહી ઓળખાવે છે; પરન્તુ પ્રારમ્ભે ટાંકેલી વ્યાખ્યામાંથી એક સ્પષ્ટ હકીકત સીદ્ધ થાય છે કે એમાં ક્યાંય ‘બુદ્ધી’ એટલે કે ‘ઈન્ટેલીજન્સ’ શબ્દ જ પ્રયોજાયો નથી, અર્થાત્ રૅશનાલીઝમને બુદ્ધી સાથે એના ચાલકબળરુપે કોઈ નીર્ણાયક સમ્બન્ધ નથી.

સ્પષ્ટ જ છે કે રૅશનાલીઝમનો જીવાતુભુત સમ્બન્ધ બુદ્ધી સાથે નહીં; પરન્તુ ‘રીઝન’ એટલે કે ‘વીવેકશક્તી’ સાથે છે. અલબત્ત, ગુજરાતી ભાષામાં ‘વીવેક’ શબ્દનો અર્થ ‘વીનય કે વીનયી વ્યવહાર’ એવો જે કરવામાં આવે છે એ અર્થમાં અત્રે એને સમજવાનો નથી; પરન્તુ સંસ્કૃતમાં આ શબ્દનો મુળ અર્થ જે એવો છે કે ‘સત્ય–અસત્ય, સારું–ખોટું અથવા તો વસ્તુને યથાર્થ રીતે પારખવાની, પ્રમાણવાની શક્તી તે વીવેક’. દા.ત. ‘નીર–ક્ષીર–વીવેક’ એટલે પાણી અને દુધને ઓળખી, અલગ તારવવાની આવડત, ‘વીવેચન’ શબ્દને પણ આ જ અર્થમાં ‘વીવેક’ શબ્દ સાથે સમ્બન્ધ છે, મતલબ કે બન્ને શબ્દનું મુળ એક જ છે. સારાંશ એ જ કે રૅશનાલીઝમનો પાયો માણસની ‘બુદ્ધી’ (ઈન્ટેલીજન્સ) નહીં; પણ ‘વીવેકબુદ્ધી’ (રીઝન) છે. માટે જ ઓક્સફર્ડ ડીક્શનરી પણ બરાબર આવો જ અર્થ આપે છે: Theory that reason is the foundation of certainty is knowledge અર્થાત્ ‘જ્ઞાનની પ્રાપ્તીનો પાયો વીવેકબુદ્ધી છે એવો સીદ્ધાન્ત તે રૅશનાલીઝમ.’

[4.] જડ અને ચેતન એ બે ભીન્નભીન્ન પદાર્થો છે એવો ખ્યાલ આદીમ માનવને આવે એ આમ સાવ સ્વાભાવીક હતું અને એમાં ચેતન તે ઉચ્ચતર તત્ત્વ હોવું જોઈએ એમ પણ સ્વાભાવીક રીતે જ કલ્પાય; કારણ કે ચૈતન્ય વીના તમામ પદાર્થો કેવળ અર્થહીન બની રહે છે. આમ, પ્રકૃતી અને પુરુષ એવા બે સ્પષ્ટ વીભાગો પર આધારીત તત્ત્વવીચાર – ફીલસુફીનો ઉદ્ભવ થયો. શાસ્ત્રો એને અંધ–પંગુ ન્યાય પણ કહે છે. અર્થાત્ પ્રકૃતીની મદદ વીના પરુષ (એટલે કે દેહ વીના આત્મા) સ્વયમ્ કશું જ કરી શકતો નથી; એ જ રીતે પુરુષ અર્થાત્ ચૈતન્ય વીનાની પ્રકૃતી સ્વેચ્છાએ, ચોક્કસ હેતુવાળું કોઈ પણ કાર્ય કરવા અસમર્થ જ રહે છે, અને છતાં પ્રકૃતી એના પોતાના નીયમો અનુસાર તો વળી કાર્ય કરતી જ રહે છે; પણ એનામાં આવશ્યક–અનાવશ્યકનો કે સારા–નરસાનો વીવેક નથી હોતો. જેમ કે, નદી વહે, વરસાદ પડે, રેલ આવે, વીજ ત્રાટકે, સહ્ય–અસહ્ય ગરમી–ઠંડી વરસે, સમુદ્રમાં ભરતીઓટ ચાલ્યા કરે, જેનો લાભ મનુષ્ય ઉઠાવી શકે; પરન્તુ તે માનવીના લાભાર્થે જ છે એવું પુરી પ્રતીતીપુર્વક સીદ્ધ ના થાય; કારણ કે, ઘણીય વાર તે માનવીને ગમ્ભીર હાની પણ કરી જાય. આમ, પ્રકૃતી અન્ધ છે અને પુરુષ પંગુ છે એવો સીદ્ધાન્ત આદીમ મનીષીઓએ તારવ્યો. એ છે, શાસ્ત્રોક્ત ‘અન્ધ–પંગુ ન્યાય’; જે શબ્દભેદે કે અલ્પ તર્કભેદે સંસારભરના તત્ત્વવીચારમાં પ્રવર્તે છે. દા.ત., ફ્રી વીલ – માનવીની મુક્ત કાર્યેચ્છાનો સીદ્ધાન્ત વગેરે.

[5.] હકીકતે રૅશનાલીસ્ટ થવા માટે પ્રચંડ ચીન્તનશક્તી તથા સબળ, શુદ્ધ તર્કશક્તી જોઈએ. દા.ત., આ દુનીયા જો ઈશ્વરે જ બનાવી હોય તો પછી આમ કેમ, તેમ કેમ ? – એવો સંશય જેના ચીત્તમાં પ્રગટ્યા જ કરે અને શુદ્ધ લૉજીક તથા સાક્ષાત્ અનુભવ દ્વારા પુર્ણત: સત્ય જ્યાં સુધી પ્રતીત ન થાય ત્યાં સુધી તે વીચારતો જ રહે; ત્યારે જ તેનાથી રૅશનાલીસ્ટ બની શકાય. હું આવી પ્રગતીને, સત્ય પ્રતીની ગતીને ‘રૉકેટ–ઉડ્ડયન’ સાથે સરખાવું છું. પ્રથમ તો, આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણનાં બન્ધન ત્યજી અવકાશને આંબી શકવા માટે ચોક્કસ વેગવાળો પ્રાથમીક ધક્કો અનીવાર્ય રહે. એ પછી વીવીધ સ્તરો ભેદતાં આગળ ને આગળ ગતી કરવી પડે, જેવા કે હવામાનના સ્તરો–સ્ટ્રેટોસ્ફીયર, આયનોસ્ફીયર વગેરે. જે હોય તે. અંતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણનુંય પડ ભેદીને જ્યારે રૉકેટ બહાર નીકળી જાય, પછી તે મુક્ત અવકાશમાં અનાયાસ ગતીપ્રગતી કરી શકે. માનવચીત્તમાં જામેલા સ્તરો તે વારસાગત સંસ્કાર, ધાર્મીક માન્યતાઓ, શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓ, અસત્ય કેળવણી વગેરે ભેદાય તો જ સત્યની, અર્થાત્ રૅશનલ અભીગમની અવકાશી મુક્તી પ્રાપ્ત થાય.

નાસ્તીક યા રૅશનલ અભીગમ એ કોઈ એક જ દેશ યા ચોક્કસ વીસ્તારના દેશનો જ ઈજારો નથી. આપણે ખોટી રીતે માની લઈએ છીએ કે વીજ્ઞાનમાં આગળ વધેલા દેશો, જેમ કે પશ્વીમના દેશોની પ્રજા વૈજ્ઞાનીક માનસવાળી, વીવેકબુદ્ધીવાદી જ હોય. એથી ઉલટું, જો તમે યુરોપ–અમેરીકામાં સજાગ ચીત્તે ફરો, તો જોઈ શકશો કે ત્યાં પણ આપણા જેટલી જ મુર્ખાઓની બહુમતી છે. હા, શીક્ષણાદી પ્રસારને કારણે થોડોક ફરક પડે, જે બહુધા તો વળી જીવનરીતીનું જ પરીણામ હોય; રૅશનલ અભીગમનું નહીં. જીવનરીતીનો આવો ભેદ તે શું ?  એક દાખલો ટાંકી લઉં: અમેરીકામાં એક બાજુ કરન્સી નોટ પર છાપવામાં આવે કે ‘અમને ઈશ્વરમાં શ્રદ્ધા છે’ અને બીજી બાજુ વળી સજાતીય સમ્બન્ધ માટે કાયદેસરની માન્યતા મેળવવાનાં આન્દોલનોય ચાલતાં હોય !

રમણ પાઠક

 ‘ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી. વીજય ભગતે: vmbhagat@gmail.com ) વીવેકવીજય’ (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈમેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના પ્રકરણ: 01માંથી ઉપરોક્ત મુદ્દા ક્રમાંક: 01 થી 05 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો વીવેકવીજય ગ્રંથ વીશે વધુ જાણકારી મળશે :

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખકસંપર્ક: 

પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ,  બારડોલી  394 641 ફોન: (02622) – 222 176 સેલફોન: 99258 62606

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450  જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 06/02/2015

20 Comments

  1. Ghana samay pachhi Raman pathak ne vanchvano lahavo malyo aagal me emnu Vivek vallabh pustal vanchyu chhe have vivek vijay ma Raman Bhai ne manva malse
    Govind Bhai dhanyavad Raman Bhai ne vanchvano lahavo aapva badal.

    Like

  2. Well defined. સત્ય જ્યાં સુધી પ્રતીત ન થાય ત્યાં સુધી તે વીચારતો જ રહે; ત્યારે જ તેનાથી રૅશનાલીસ્ટ બની શકાય I beleive, in order to be rationalist, one must be OPEN MINDED and EXCEPT only thing thing that is provan to them. True rationalist will never make assumption without having sufficient proof.

    It is true that western country also have many many belief and are not rationalist even though they are advance through science. In USA: religion and its belief play major role during presidancy election.

    Like

  3. મિત્રો,
    લેખ વાંચ્યો. વિચારીને વાંચ્યો. વિચારોની સાથે લોજીક પણ વાપર્યુ. આ બઘું મેં મારું મગજના ઉપયોગથી કર્યુ. બ્રેઇન…મગજ…જો નહિ હોય તો આ બઘું કેવી રીતે થાય ? અેટલે કે મગજ…બ્રેઇન માનવ શરીરનું અેક અેવું અંગ છે કે જેના ઉપયોગ વિના…તેમાં રહેલાં રસાયણો વિના…કે જે રસાયણો તેને કાર્યક્ષમ રાખે છે અને અંતે તે માનવીને કાર્યક્ષમ રાખે છે…કહેવાનો મુદ્દો અે છે કે મગજ….બ્રેઇન. અને ફક્ત મગજ..વિના માનવી વિચારી પણ નહિ શકે કે તેના શરીર દ્વારા થતાં કાર્યો પણ કરી નહિ શકે. જે વ્યક્તિને મગજ કાર્યક્ષમ નથી હોતું તેને પ્લાંટ અથવા વેજીટેબલ કહે છે.( વિજ્ઞાનની રીસર્ચ પ્રમાણે આ પણ સાચુ નથી. આ વિષય પાછળથી જોઇશું…..આ કાર્યશક્તિ કરવા માટે મગજની જરુર પડે છે…તે માટે રેશનાલિઝમની ( વિવેકબુદ્ઘી)( સારા નરસાનો વિવેક કે તેની સમજ ) વ્યાખ્યા કરવા માટે મગજ …બ્રેઇન શબ્દ વાપરવાની જરુરત નથી.
    આજના લેખમાં મુખ્ય ત્રણ શબ્દો છે જેના પાયાની શક્તિ ઉપર આખો લેખ લખાયો છે….(૧) ઇન્ટેલીજન્સ અથવા બુદ્ઘી (૨) વિવેક (૩) વિવેકબુદ્ઘી…..ઇન્ટેલીજન્સ ઉર્ફે બુદ્ઘીના ફળ વિવેક અને વિવેકબુદ્ઘી બતાવાયા છે.
    અંગ્રેજી ડીક્સનરીમાં બતાવાયેલી વ્યાખ્યા પણ બતાવાઇ છે.
    Let us see what is the definition of the word INTELLIGENCE is given in the Wikipedia dictionary……
    “Intelligence has been defined in many different ways such as in terms of one’s capacity for logic , abstract thought, understanding, self awareness, communication, learning, emotional knowledge, memory, planning creativity, and problem solving. It can also be more generally described as ability to perceive and / or retain knowledge or information and apply it to itself or other instances of knowlrdge of information creating referable understanding models of any size, density or complexity, due to any conscious or subconscious imposed or instruction to do so..
    This was a general definition……Now…..

    HUMAN Intelligence….માનવીય બુદ્ઘી……સારા નરસાનું ભાન કે સમજ…….
    Human intelligence is the intellectual capacity of humans, which is characterized by perception, consciousness, self-awareness, and volition. Intelligence enables human to remember descriptions of things and use those descriptions in future behaviors. It gives human the cognitive abilities to learn, form cocepts, understand and reason, including the capacities to recognize patterns, comprehend ideas, plan, problem solve and use language to communicate. Intelligence enables human to experience and think. ( અહિં જ્યાં જ્યાં ઇન્ટેલીજન્સ શબ્દ વપરાયો છે ત્યાં ત્યાં બુદ્ઘી શબ્દ અર્થ તરીકે સમજવો. અને તે મગજ ઉર્ફે બ્રેઇનનું કામ છે.)

    હવે જેને આપણે વેજીટેબલ અથવા પ્લાંટ કહીયે છીઅે તેના વિષે વિજ્ઞાન શું કહે છે તે જોઇઅે……..અેનીમલ અને પ્લા.ટને પણ ઇન્ટેલીજન્સ અથવા બુદ્ઘિ હોય છેંં……..સનજશક્તિ હોય છે……
    વિકીપીડીયા ડીક્સનરીમાં તેનો વઘુ અભ્યાસ કરવા વિનંતિ કરું છું……વિષયનું હેડીંગ….
    Please read….” Animal and Plant intelligence. ( Animal cognetive and plant intelligence.”
    Also please read….
    ” Artificial Intelligence…Computer Science….”
    And most important subject to read and munch is…..
    ” Culture’s influence on intelligence.”
    This is the subject which involves religion….human behavior and everything we would like to learn about RATIONALISM…..the understanding of good and bad in human life…..
    Basic is that the main organ in the human body is BRAIN…that acts to make human understand what is GOOD and what is BAD,….It is every individual who makes him or her to decide his or her intelligence…બુદ્ઘી…..Rationalism is defined as….સ્વાતંત્રબુદ્ઘિવાદ…..પૂર્વગ્રહવિના વારેલું મગજ…જે ખરું કે ખોટું ની સમજ આપે છે. ઇમોશનલ થઇને બુદ્ઘીનો ઉપયોગ ખોટે માર્ગે લઇ જાય…દા.ત. ઘર્માંઘતા…….આભાર…અહિં અટકવાની વિવેકબુદ્ઘી વાપરીને વિરમું છું.
    અમૃત હઝારી.

    Like

  4. મિત્રો,
    Rationalism means બુદ્ઘીસ્વાતંત્રવાદ… સ્વતંત્ર બુદ્ઘીનો કોઇ પણ પૂર્વગ્રહ વિના કરીને ખરાં ખોટાની સમજ , સમજવું.
    અમૃત હઝારી.

    Like

  5. સાદી ભાષામાં “રેશનાલિઝમ” ઍટલે “બુદ્દિ નો ઉપયોગ, વિજ્ઞાન નો સ્વિકાર, અંધશ્રદ્ધા થી સો જોજન દુર તથા સો ટકા સત્ય”

    કાસીમ અબ્બાસ

    Like

    1. qasim bhai sahmat tamari vat sathe duniya na koi dharma granth uthlavavani koi jarur nathi jo aatlu aacharan ma mukiye to…..

      Like

  6. In our Gujarati language, we have no real good words for Rationalism and Reason. (Does it hint at something about us?) A lot of confusion has been caused because of this limitation in language.

    Discrimination is “Vivek ” in Sanskrit and Gujarati.
    Intelligence is “Buddhi”.
    So what is Reason? And what is Rationality?
    We need to coin new words for them.
    Or, we must adopt old words and establish agreed interpretations of those old words.

    In that spirit, I am very happy to read this article in Abhivyakti. Let us all accept this very clear interpretation or definition given by Pathak Saheb, who is the very “Bhishma-Pitamah” of Rationalism in Gujarat. I welcome this and salute him. Thank you Vijay Bhagat, and thank you Govindbhai !
    —-Subodh Shah — NJ, USA.

    Like

  7. મને લાગે છે કે ‘કોઠાસુઝ’ શબ્દ ઘણો મળતો આવે છે. કારણ કે તે વ્યક્તીનીષ્ઠ હોય, બધાની કોઠાસુઝ એક સરખી ના હોય.
    પ્રા. પાઠકના લેખ સાથે સહમત થવા છતાં મને ભય છે કે રેશનાલીઝમ પણ ધર્મનું સ્વરૂપ પકડતું જાય છે. કેટલાક જાણીતા રેશનાલીસ્ટ મહાનુભાવોને ‘ઈશ્વર’ શબ્દની એલર્જી છે તે તેનું લક્ષણ છે. જેવી રીતે ઈશ્વર નકારક મહાવીર અને બુદ્ધના વિચારો ધર્મ બની ગયા તેવી રીતે રેશનાલીઝમ પણ ક્યાંક ધર્મ ના બની જાય તેની તકેદારી રાખવી જરૂરી જણાય છે. નહિ તો ધર્માન્ધતા કાઢવા જતાં તર્કાન્ધતા ઘુસી જશે.

    Liked by 1 person

  8. મિત્રો,
    ગુજરાતી ભાષા પાસે ૨૧મી સદી સુઘીમાં વિકસેલાં જ્ઞાન અને વિજ્ઞાનની સાથે તાલ સાથે તાલ મીલાવીને ચાલી શકાય તેટલાં પર્યાય શબ્દો નથી. રેલ્વે સ્ટેશનને જો ‘ અગ્નિરથવિરામ સ્થાન‘ કહેવું પડે તો પછી મુંબઇ જવા માટેની રેલ્વેની ટીકીટને ‘મોહમયી નગરીની અેક મૂલ્યપત્રીકા‘ કહીને સંબોઘન કરવું પડે.
    ડોક્ટર અને ઇન્જીનીયર બનવા માટે અને મોલેક્યુલર બાયોલોજી કે ક્વોન્ટમ મીકેનીક્સના વિષયના અભ્યાસ માટે શું શું કરવું પડે ? અંગ્રેજી ભાષામાં રોજે રોજ સંશોઘન થતું રહે છે. સેક્સપીયરના જમાનામાં તેમાં જેટલું શબ્દભંડોળ હતું તેના કરતાં સેંકડો ઘણું શબ્દભંડોળ આજે છે. તેઓ ભારતીય ભાષાના શબ્દો પણ સ્વીકારે છે…યોગ…કર્મ…અને અેવાં તો કેટલાં…….
    ‘કોઠાસુઝ‘ અેટલે શું ? ‘કોઠાસુઝ‘ તો અમારાં ગામડામાં વાત વાતમાં વપરાતો શબ્દ અને તેને કારણે વ્યુત્પત્તી પામેલા તળપદી શબ્દો અને ભાષા……કોઠાસુઝની પાછળ કોઇ સાહિત્યિક કે જ્ઞાનના વિષયના નિયમો નથી હોતા.
    મઝા આવે છે.
    અમૃત હઝારી.

    Like

  9. Pathak Saheb has clearly translated and defined the word Rationalism above. It is this: “સારાંશ એ જ કે રૅશનાલીઝમનો પાયો માણસની ‘બુદ્ધી’ (ઈન્ટેલીજન્સ) નહીં; પણ ‘વીવેકબુદ્ધી’ (રીઝન) છે. માટે જ ઓક્સફર્ડ ડીક્શનરી પણ બરાબર આવો જ અર્થ આપે છે: Theory that reason is the foundation of certainty is knowledge અર્થાત્ ‘જ્ઞાનની પ્રાપ્તીનો પાયો વીવેકબુદ્ધી છે એવો સીદ્ધાન્ત તે રૅશનાલીઝમ.”
    I agree with him 100 percent.

    Now, I don’t see any reason why all of us need to coin new words, unless we disagree with him. I suggest that we accept the word ‘વીવેકબુદ્ધી’ .
    Thanks. —Subodh Shah —

    Like

  10. પૃથ્વી ગોળ છે એ દુનીયાને ખબર પડી એના પછી ૨૦૦ વરસ સુધી આપણે સ્વીકારવા તૈયાર ન હતા. દુનીયા આખીમાં શીતળા નાબુદ થઈ આપણે સૌથી પાછળ રહી ગયા. મુહમ્મદ ગજનવી અને મુહમ્મદ ગોરે હુમલા કે લુંટ કરી અને પોતાના સુબા નીમ્યા. આપણે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કર્યું અને ૧૯૯૨માં પત્થર પુજા માટે હીન્દુઓના જનુની ટોળાએ અયોધ્યામાં બાબરી ઢાંચાને તોડી નાખ્યું. મુરબ્બી રમણભાઈએ સમજાવ્યું છે કે બુદ્ધી પ્રમાણે નહીં વીવેક પ્રમાણે વરતવાનું છે. બુદ્ધી બાબા, ગુરુ, મુની, આચાર્ય કે અજમેર સરીફ દરગાહ પાસે ગીરવી મુકી દીધી હોય તો ઝનુનીઓ પાસે વીવેક કેમ આવે?

    Liked by 1 person

  11. અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં નવ ન્યાયાધીશો હોય છે. તેઓ બધા વર્ષોના અનુભવી, અભ્યાસી અને પ્રખર વિદ્વાનો હોય છે. તેમ છતાં લેખિત બંધારણના અર્થઘટન વિષે સહમત થઇ શકતા નથી. હમણાંથી તો મોટા ભાગના તેમના ચુકાદા પાંચ વી. ચાર ની બહુમતીથી આવે છે. કારણકે પોતપોતાના ગમા અણગમા જતા કરવાનું માનવો માટે શક્ય નથી હોતું. તેથી મતભેદો તો રહેવાના જ . મોટા પાયે ચાલતી જનતાની છેતરપીંડી અટકાવી શકીએ તો યે ઘણું. તે સિવાય તો રેશનાલીઝમ અને ઈર્રેશનાલીઝમની ભેળસેળ ચાલ્યા કરવાની. વિવેક ક્યાંથી લાવી શકીશું?

    Like

  12. મિત્રો, રેશનાલીઝમના વિષયને લઇને તેના ઊંડા-ઊંડા અર્થઘટનો કરવાની આ કસરત જરૂરથી એક ચોક્કસ માર્ગની દિશા બતાવે છે, અને તે માર્ગ છે- પરંપરાઓ અને ઘેટાંશાહીમાંથી મુક્તિ. આ મુક્તિ ક્યારે અને ક્યાંથી મળે? જંગલના વાનરો જોડે ઉછરનાર બાળક ભલે વાનરની જેમ કૂદા-કૂદ ન કરી શકે પણ વાનરની જેમ અને વાનર ખાય છે તેવુ પોતે ખાવાનુ શીખી શકે છે. માણસના મગજમાં રહેલી વિચારશક્તિ તેની આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિને કારણે , સજીવની વૃધ્ધિને આધારે વિકાસ પામતી રહે છે. અને તેને આપણે ‘ બુધ્ધિ આવી ‘ એવુ કહીએ છીએ. માત્ર વાનર જોડે જ ઉછરીને વૃધ્ધ થનાર માનવને કોઇક તો ચકાસી જોજો કે- તેનામાં ‘ બુધ્ધિ આવી ‘ છે ખરી? મને શ્રધ્ધા છે કે એ વૃધ્ધ માનવ ભાષા બોલી નહીં શકે, જિંદગીનો અર્થ નહીં સમજી શકે અને ધર્મ નામની વસ્તુને તે ‘ બલા’ જ જાણશે. પરંપરાઓ આપણા પૈતૃકો અને પરિવારમાંથી મળી છે. આપણે પૈતૃકો અને પરિવારને ત્યાગી ન શકીએ, પરંતુ તેમણે શીખવેલી પરંપરાઓ તો ત્યાગી શકીએ ને ! પરંપરાઓ અને ઘેટાંશાહીમાંથી મુક્તિ બીજે ક્યાંયથી નહીં મળે , માત્ર પોતાની બુધ્ધિને વિવેકમાર્ગે વાળવાની જરૂર છે. રેશનાલીઝમનો ગુજરાતી અર્થ – ” વિવેકમાર્ગ” રાખીએ તો ! અને આ માર્ગે ચાલનાર – રેશનાલીસ્ટને આપણે ગુજરાતીમાં ” વિવેકમાર્ગી ” કહીએ તો ! સૌ પૃથ્વીવાસી મનુષ્યો જ્યારે આ માર્ગે ચાલતા થશે ત્યારે આપણે સૌ શબ્દોના સંશોધનોમાં નહીં પડીએ, જિંદગાનીને જ માણતા રહીશુ….. માણતા રહીશુ .
    શબ્દોના સંશોધક વડીલ રમણ પાઠક અને અભીવ્યક્તી દ્વારા વિવેકમાર્ગે આંગળી ઝાલનાર ગોવંદભાઇને ઘણી ખમ્મા !!!!
    લિ. અંધશ્રધ્ધાનો વેરી , માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ‘ કર્મ ‘ , હિંમતનગર

    Like

  13. આપણી વચ્ચેની વાતચીતમાં આપણે ગમે તે શબ્દ વાપરીયે તોયે એનો અર્થ સમજાઈ જાય છે. સવાલ અંધશ્રદ્ધાળુઓ સાથેની વાતચીતમાં/લખાણમાં વાપરવાનો છે.
    રૅશનાલીઝમનો ગુજરાતી પર્યાય/શબ્દાર્થ “વિવેક્બુદ્ધીવાદ” વાપરવામાં મારો અનુભવ બહુ સારો નથી રહ્યો. એક સામાજીક મેગેઝીનમાં મેં એ શબ્દ પ્રયોગ વાપર્યો હતો. કેટલાક લોકો વીવેક્નો અર્થ વિનય કરે છે. અતિ શ્રદ્ધાળુ લોકોને બુદ્ધિ શબ્દની એલર્જી હોય એમ મને લાગ્યું છે. પરીણામે હું ત્યાં “પીટાઈ” ગયો હતો. ત્યારથી હું ગુજરાતીમાં પણ રૅશનાલીઝમ શબ્દ વાપરું છું. જેમના માટે એ શબ્દ નવો છે એમને એનો અર્થ સમજાવવાનું વધુ સહેલું છે. અત્રે સુચવેલા કોઈ પણ શબ્દ કરતાં રૅશનાલીઝમને એમને એમજ ગુજરાતીમાં વાપરવું વધુ યોગ્ય લાગે છે. એવા કેટલાય શબ્દો આપણે અપનાવ્યાજ છે. હઝારી સાહેબે થોડા દાખલા આપ્યા છે.

    Like

  14. એ વાત તદ્દન સાચી છે એ એકલી બુદ્ધી બરાબર કાર્ય નથી કરી શક્તિ વિવેક બુદ્ધી બહુ જરૂરી છે .

    Like

  15. પ્રિય ગોવિંદભાઈ બહુ બહુ જ્ઞાન વર્ધક લેખો વાંચવા આપો છો મને બહુજ ગમે છે .

    Like

    1. મુરબ્બી આતાજી,ધન્યવાદ… ..ગો.મારુ.. GOVIND MARU   Cell: 9537 88 00 66405, Saragam Apartment, Opp. Agril.  University, Vijalpore. PO: ERU A.C.-396450 Dist.:NavsariWebsite : http://www.govindmaru@wordpress.com

      Like

  16. અમારી હાર્દિક શ્રધ્ધાંજલી સાથે કેટલીક યાદ
    મા શ્રી રમણભાઇ ની બધી વાત સાથે સંમત ન હોઇએ . તેઓનો પણ એવો આગ્રહ નથી. મતભેદ અંગે ચર્ચા થાય ત્યારે કોઈ પણ વખત મનભેદ ન થાય વર્ષોથી તેમના લેખો માણ્યા છે,તેમની આગવી શૈલીમા પ્રવચન આપતા સાંભળ્યા છે અને તેમના ઘેર તેમનું સ્વાગત પણ માણ્યું છે. અમારી દિકરી યામિનીએ અમારી સાથે લાકડી મોકલી હતી તો તે અંગે તેમણે ગુ મિત્રમા રમુજી લેખ લખ્યો હતો. ‘વિવેક વલ્લભ’ મંગાવી વસાવીશું સ્નેહી મિત્રોને વંચાવીશું.અમારા સૂ શ્રી સુનીલભાઇ આવા બીજા લેખોના સંકલન પુસ્તકો પ્રસિધ્ધ કરશે તેવી આશા

    Raman Pathak | Gujarat Sahitya Academy … – YouTube
    Video for Raman Pathak Youtube► 11:26► 11:26

    Aug 12, 2011 – Uploaded by Maulik Bhuptani
    સર્જક અને સર્જન ગુજરાતી સાહિત્યકાર રમણ પાઠક પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી મહામાત્ર ગુજરાત .
    આ વીડીયો માણશો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s