તમારાં સન્તાનોનું ફ્યુચર જાણવામાં રસ છે તમને ?

Future

–રોહીત શાહ

પશુ–પક્ષીઓ અને જીવજન્તુઓ બાળકને જન્મ તો આપે છે; પરન્તુ પોતાના બાળકની જન્મકુંડળી કે જન્મપત્રીકા બનાવડાવતાં નથી. મોટા ભાગના માણસો પોતાનાં સન્તાનોનાં જન્મ પછી તરત તેનું નામ પાડવા માટે રાશી જાણવા ઉત્સુક બને છે. તેનું ફ્યુચર કેવું હશે એ જાણવા જન્મપત્રીકાઓ તૈયાર કરાવે છે. કેટલાક પેરન્ટ્સ તો પોતાનાં સન્તાનો માટે બે, ત્રણ કે વધારે જ્યોતીષીઓ પાસે જઈને તેમની જન્મપત્રીકાઓ બનાવડાવે છે. પોતાનું સંતાન કેવું પાકશે, તે સુખી થશે કે દુ:ખી, તેનું આરોગ્ય કેવું હશે, તે એડ્યુકેશનમાં સક્સેસ રહેશે કે નહીં, તેની મૅરીડ લાઈફ કેવી હશે, તેની આર્થીક સ્થીતી કેવી હશે, તેનું આયુષ્ય કેટલું હશે વગેરે જાણવાની ક્યુરીયોસીટીથી પ્રેરાઈને કેટલાક લોકો જન્મના ગ્રહો અને એના ફળાદેશ વીશે જાણવા ઝંખે છે. પશુ–પંખીઓ આવી બેહુદા–વાહીયાત ક્યુરીયોસીટીથી પર હોય છે એથી તેમને ન તો જ્યોતીષીઓનાં જુઠ્ઠાણાં સાંભળવાની પરવા રહે છે ન તો જન્મપત્રીકાઓ કઢાવવાની ઉત્સુકતા રહે છે. માણસ સીવાયના તમામ જીવો કુદરતી જીવન જીવે છે.

જ્યોતીષશાસ્ત્ર મને હમ્મેશાં મજાકનું અને મૅજીકનું શાસ્ત્ર જ લાગ્યું છે. હું મારી લાઈફમાં સક્સેસ થઈશ કે નહીં, મારી મૅરીડ લાઈફ કેવી હશે, હું કેટલાં વરસનું આયુષ્ય ભોગવીશ – એ બધું આકાશના ગ્રહો રીમોટ કન્ટ્રોલથી ચલાવે છે ?

મૅરેજની વ્યવસ્થા તો માણસે ઘડી કાઢી છે, એ કાંઈ કુદરતે રચેલી વ્યવસ્થા નથી. મૅરેજને અને ગ્રહોને કઈ રીતે કશોય નાતો હોઈ શકે ? સપોઝ મેં એક કાગળ પર કોઈ લેખ–કવીતા કે સ્ટોરી લખી હોય તો એ કાગળનું શું થશે એ કાંઈ આકાશના ગ્રહો થોડા નક્કી કરે ? મારે એ કાગળ કયા તન્ત્રીને મોકલવો, કયા પબ્લીશરને આપવો એ હું જ નક્કી કરીશને ? મારી ક્ષમતા અને આવડત પ્રમાણે એ સ્વીકૃત થશે અથવા અસ્વીકૃત થશે. કોઈ વૈજ્ઞાનીકે નવી લાઈટની કે નવા મોબાઈલની શોધ કરી હોય તો એનું ફ્યુચર ગગનમાં વીચરતા ગ્રહોના હાથમાં થોડું હશે ? જે વસ્તુનું નીર્માણ જ કોઈ માણસ દ્વારા થયું હોય એનું ફ્યુચર નક્કી કરવા ગ્રહો–નક્ષત્રો પ્રગટ થશે ? મૅરેજની વ્યવસ્થા માણસે ગોઠવેલી છે, એમાં કાંઈ કુદરતની પરમીશન લેવાતી નથી. તો પછી ગ્રહો શા માટે એમાં પોતાની ટાંગ અડાડવા આવે ? મંગળ, ગુરુ વગેરે ગ્રહોનું આપણે શું બગાડ્યું છે કે એ આપણું કશુંય બગાડે ?

જ્યોતીષીઓ આપણી જીજ્ઞાસાઓ અને આપણા ડર વીશે ખુબ સાઈકોલૉજીકલ રીઍક્ટ કરતા હોય છે. દુનીયાનો એક પણ જ્યોતીષી કદી છાતી ઠોકીને ભવીષ્યવાણી ઉચ્ચારતો નથી. તેની તમામ આગાહીઓ ગોળ–ગોળ હોય છે. જો એ આગાહી સાચી પડે તો એનો યશ પોતે લેશે અને તેની આગાહી ખોટી પડે તો એનાં પચાસ કારણો–બહાનાં રજુ કરશે. જ્યોતીષવીદ્યાના નામે કેટલાક ધંધાદારીઓ આપણને કેવા બેવકુફ બનાવે છે એ જાણવાના મેં વારંવાર પ્રયોગો કર્યા છે. આજે એમાંથી બે–ત્રણ પ્રયોગો તમારી સાથે શૅર કરું છું.

એક પ્રખર જ્યોતીષીને મળવા હું મારી વાઈફ સાથે ગયો હતો. મેં એ જ્યોતીષીને કહ્યું કે મારી સાથે મૅરેજ કરવા કોઈ છોકરી તૈયાર નથી થતી. મારી ઉંમર પાંત્રીસ વરસની (એ વખતે) થઈ ગઈ છે. હવે મારાં મૅરેજ થવાનું પૉસીબલ ખરું ? કે પછી મારે પ્રયત્નો છોડી દેવા ? જ્યોતીષીએ લાંબી પ્રસ્તાવના અને ચર્ચા પછી કહ્યું કે તમારા માટે તો લગ્નના કોઈ યોગ–સંયોગ નથી !

મારા એક મીત્રના દીકરાનું ફ્યુચર જણાવતાં બીજા એક જ્યોતીષીએ લીખીતમાં જણાવ્યું હતું કે તે મોટો બીઝનેસમૅન બનશે. આજે એ દીકરો એક સ્કુલમાં પ્યુનની જૉબ કરી રહ્યો છે.

મારા એક સ્નેહીની દીકરીને જોડીયા દીકરા (ટ્વીન્સ) છે. એ દીકરી માટે એક જ્યોતીષીએ કહેલું કે તેને સન્તાનયોગ નથી. જો તેને સન્તાનસુખ જોઈતું હશે તો તેણે ફલાણી–ફલાણી વીધી કરાવવી પડશે. જ્યારે આ ભવીષ્યવાણી કરવામાં આવી એ વખતે ઑલરેડી તેણે ટ્વીન્સને જન્મ આપી દીધેલો હતો.

તમે પણ તમારા જીવનની આવી અનેક ઘટનાઓમાં જોયું હશે કે જ્યોતીષીની આગાહીઓ બકવાસ પુરવાર થઈ હોય; છતાં નબળા મનના લોકો, આત્મવીશ્વાસ વગરના બેવકુફ લોકો જ્યોતીષવીદ્યા પાછળ શ્રદ્ધાથી દોડતા રહે છે. ‘ભાગ્યમાં લખ્યું હોય એમ જ થાય’ એવું રટણ કરતા રહે છે. ભાગ્ય ક્યાં લખેલું હોય છે ? કોણે લખેલું હોય છે ?

ભાગ્ય એટલે શું એ તમે જાણો છો ? જેનો ઉપાય આપણા હાથમાં નથી, જે ચીજ આપણે પરાક્રમ કે પુરુષાર્થ દ્વારા મેળવી શકતા નથી એને સૌ ભાગ્યના ખાનામાં ગોઠવી દે છે. ‘મેં તો મહેનત કરી, પણ મારા ભાગ્યમાં સફળતા નહોતી’ એવું બોલનારા લોકો એ રીતે માત્ર મીથ્યા આશ્વાસન મેળવતા હોય છે. એમાં સત્યનો છાંટોય નથી હોતો.

આપણી નીષ્ફળતાઓને ટીંગાડવા માટે એક ખીંટી જોઈતી હોય છે અને એ ખીંટીનું નામ છે ભાગ્ય.

આપણી સફળતાનો અહંકાર આપણને ડુબાડે નહીં એ માટે પણ ક્યારેક સફળતાનો યશ ભાગ્યને આપવામાં આવે છે. બહુ ઓછા લોકો એવું સ્પષ્ટ કબુલતા હોય છે કે મેં હાર્ડ વર્ક કરીને સફળતા મેળવી છે. ક્યારેક આપણી સફળતામાં મીત્રો–સ્વજનોનો સહયોગ હોય છે; તો ક્યારેક તદ્દન અજાણ્યા સજ્જનોનો સહયોગ પણ એમાં નીમીત્ત બને છે. આપણો પુરુષાર્થ, બીજા લોકોનો સહયોગ, ચીવટ–ચોકસાઈ અને પ્રામાણીકતા, મળેલી તકનો યોગ્ય ઉપયોગ વગેરેનું ટોટલ કરીને સૌ એને ભાગ્ય કહે છે.

કુદરતની એક બાબતના આપણે સૌ ઋણી છીએ કે એણે આપણા ભવીષ્યને ગુપ્ત અને ખાનગી રાખ્યું છે. જરા કલ્પના તો કરી જુઓ કે જો આપણને આપણા ભવીષ્યની તમામ બાબતો વીશે રજેરજ જાણકારી (જ્ઞાન) હોત તો આપણી કેવી ભુંડી દશા થાત ? જેઓ સફળ અને સુખી થવાના હોત તેઓ કોઈને ગાંઠતા ન હોત અને જેઓ નીષ્ફળ તથા દુ:ખી થવાના હોત તેમણે આત્મહત્યા કરી લીધી હોત ! જગતમાં અવ્યવસ્થા અને અંધેર વ્યાપી વળ્યાં હોત ! સન્તાનો વંઠી જવાનાં છે એની ખબર હોત તો પેરન્ટ્સ તેમનું જતન ન કરતા હોત અને પેરન્ટ્સ વારસામાં દેવું મુકીને જવાના છે એની ખબર હોત તો સન્તાનો તેમનો રીસ્પેક્ટ ન કરતાં હોત ! લાઈફ–પાર્ટનર બેવફા બનશે એવી ખબર હોત તો મૅરેજ કરવા કોઈ તૈયાર ન થાત. સંસાર આટલો રળીયામણો અને રોમાંચક ન હોત ! હું તો મારા સંસારને અને મારી લાઈફને ડીસ્ટર્બ કરે એવા જ્યોતીષશાસ્ત્રથી દુર જ રહેવાનું પસંદ કરું છું. તમે શું કરશો ?

–રોહીત શાહ

લેખક–સંપર્ક :

શ્રી. રોહીત શાહ, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડ–ડે’ (17 જુન, 2015)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર સોશ્યલ સાયન્સ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

અભીવ્યક્તીઈ.બુક્સ

મારા બ્લોગના મથાળે  અભીવ્યક્તીઈ.બુક્સ વીભાગ  https://govindmaru.wordpress.com/e-books/ માં અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી પાંચ ઈ.બુક્સ મુકી છે. 2nd ઓગસ્ટ, 2015 દીવસે પ્રકાશીત થયેલી બે ઈ.બુક્સ ‘વીવેકવલ્લભ’ અનેવીજયવીવેક પણ ત્યાં છે જ..  સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 21/08/2015

18 Comments

  1. સમગ્ર ઋષિ સમુદાયે હિંદુ પ્રજાનું સૌથી મોટું અહિત જ્યોતિષ વડે કર્યું છે. નિર્જીવ ગ્રહો સજીવ માનવોનું ભવિષ્ય નક્કી કરે તે વિચાર જ વાહિયાત છે. પણ આપણા મહાન કહેવાતા ઋષિઓએ સૌને જ્યોતિષીઓના ગુલામ બનાવી દીધા. કોઈ પણ કામ કરતા પહેલા મુહૂર્ત જોવડાવવાની ટેવ પાડી દીધી, જોશીઓને આવકનું સાધન કરી આપ્યું. તેમના નવ ગ્રહોમાંથી બે, રાહુ-કેતુ, તો છે જ નહિ, કેવળ કાલ્પનિક ગ્રહો છે. તે વળી આપણું શું બગાડી શકવાના? પણ તેમનો ભય ઉભો કરી પૂજા કરાવવી જ પડે તેવી અસહાયતા પેદા કરી. જે બીજા સાચા ત્રણ ગ્રહો છે, યુરેનસ, નેપ્ચુન અને પ્લુટો, તેમનો તો ભારતીય જ્યોતિષમાં કશો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો.
    એક બીજું તુત આ લોકોએ ચાલુ કરેલું તે છે વર કન્યાની કુંડળીઓ મેળવાનું. સાવ અજાણ્યા બે જણાની કુંડળીઓનો મેળ ખાતો હોય તો તે બે નરનારી સુખી થાય પણ વર્ષોથી એકબીજાને જાણતા યુવકયુવતીની કુંડળીઓ ના મળે તો તે દુખી થાય તે વાત કેવી રીતે માની શકાય? તેમાં પણ કોઈની કુંડળીમાં ‘મંગળ’ હોય તો તેને માટે ‘ મંગળ’વાળું જ પાત્ર જોઈએ તેવી માન્યતાને લીધે કેટકેટલાના જીવન આ જોશીઓએ બરબાદ કરી નાખ્યા છે તેનો કોઈ હિસાબ છે?
    સૌથી વધુ હાસ્યાસ્પદ પૂજા છે ગ્રહશાંતિ. દક્ષિણાભિલાષી ગોર મહારાજ અગડંબગડમ શ્લોકો બોલે તેનાથી યજમાનને નડતા ગ્રહો નડવાનું બંધ કરી દે તે મનાય જ કેમ કરીને? છતાં બધા જ પ્રસંગોએ ગ્રહશાંતિ તો કરાવવી જ પડે અને ગોરોના તરભાણા ભર્યા જ કરવાના. અને જો ગ્રહોની શાંતિ થઇ શકતી હોય તો ‘મંગળ’ની કેમ નહિ? ફલજ્યોતિષ કદાચ સાચું પડતું હોય તો પણ નડતા ગ્રહોને શાંત કરવાના ઉપાયો તો નિરર્થક અને છેતરપીંડી જ ગણી શકાય.

    Liked by 1 person

  2. If I had this article 10 years ago, I may have different opinion to it. I used to believe and have pick Astrology as Hobby in past. As I grew, I realize that their are on 12 raashi. It means on average 1 out 12 human will have that raashi, combined with Naxatras and other formulas, 1 out every 24 to 36 people will have common or similar set. So does that mean that 1 out of 24 human will have same success?

    Most astrological prediction or horoscope has 70% common. For normal human this is lot more than what they think, their fore they will autometic believe that my horoscope or Kundli is ture….. I can sit here and write as many kundli and make them believe that it is true kundli because I know whatever I write or say 70% of that is going to be true.

    Most common fear in Indian (Hindu) community is that Saturn and Mars (Sani and Mangal) where they are and how every they are on individual! Well If I look at my wife’s Kundli, I would never had think of married her….. but, we been married for 30 years now and going strong. And I do not believe in naming child by raashi. Name your chile whatever you like…after all it is your product.

    Liked by 2 people

  3. Fari thi ek comment Lakhvanu man thayu paisa parmeshwar grah nakshtro dakan bhut vagere jal sthal vayu aa trane jagya par vasta lakho jiv mathi fakt manushyo nej kem padi te vicharo karanke bakina badha jivo pan kudarati jivan jivej chhene. aatlu vicharvu purtuchhe e samajva mate ke aabadhu ek chokkas tarkat rachvama aavyuchhe ek chokkas samudai dwara.

    Liked by 1 person

  4. I do not believe in Jyotish but in ceremonies for the satisfaction and cooperation of other family members we go to find Muhurt of occasion like marriage. No jyotish had forcasted murder of Mahatma Gandhi or Smt. Indira Gandhi.

    Liked by 1 person

  5. અપના મન છલનેવાલોં કો ચૈન કહાં…. આરામ કહાં…….. વેપારી અને ઘરાક બન્ને પોતાના મનને મુર્ખ બનાવે છે…. બન્ને પોતાની જાતને છેતરી રહ્યા છે….જેમાં અેક સામેવાળાને મુર્ખ બનાવીને કમાય છે જ્યારે બીજો પોતાની જાતને છેતરીને પૈસા ગુમાવે છે.
    અા ખેલ ફક્ત ભારતમાં જ છે અેવું નથી…પૃથ્વિ ઉપરના પ્રેક્ટીકલી બઘા જ દેશોમાં છે……પૃથ્વિ ઉપરનાં જ માણસોની વાત છે. વિશ્વની વાત કરું તો હું મને પોતાને મુરખ બનાવું છું તેવું સાબિત થાય. 2015ની સાલમાં જે પરિસ્થિતિ છે તે 2030માં નહિ હોય….જ્યોતિષિ કદાચ ઓછી થઇ હશે. આજે તો અવકાશમાં મીસાઇલ મોકલનાર ભારતીય વિજ્ઞાની પણ જ્યોતિષ……ઘર્મમાં માને છે પૂજા પાઠ કરે છે અને કરાવે છે…..ડોક્ટરો…છરી ફેરવવા પહેલાં તેના ભગવાનની પરમીશન લે છે….સેલ્ફ કોન્ફીડન્સ ?????????
    તું જ તારા જીવનનો ઘડવૈયો છે તારણહાર છે અને તું જ તારા જીવનનો હત્યારો…મારક છે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. આપણી નીષ્ફળતાઓને ટીંગાડવા માટે એક ખીંટી જોઈતી હોય છે અને એ ખીંટીનું નામ છે ભાગ્ય.

    આ એક જ વાક્યમાં લેખકે ઘણું બધું કહી દીધું છે .

    ભાગ્ય બીજો કોઈ નહિ પણ આપણે જાતે આપણું ભાગ્ય બનાવી શકીએ છીએ. આપણે જ આપણા ભાગ્ય વિધાતા બીજું કોઈ નહી.

    Liked by 1 person

  7. આજ સુધી ગમેતેવા કપરા સમયમાં પણ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ બેઠો નથી ક્યારેય જ્યોતિષનો આશરો લઈ ઉભી થયેલ પરિસ્થિતિ કે સંજોગો માટે ગ્રહો કે પનોતી વિષે વિચાર્યું પન નથી. અને અમારાં બાળકો પણ એજ રીતે આત્મ વિશ્વાસથી ભરપૂર જીવન જીવી રહ્યા છે. ક્યારે ય કોઈના ગ્રહો મેળવ્યા સમસ્યા ઉકેલવા કે લગ્ન જેવા પ્રસંગો માટે પણ જ્યોતિષ પાસે મૂર્હતો કઢાવ્યા નથી. આ એક તરક્ટ માનીએ છીએ અને જ્યોતિષને પોતાની રોજી રોટી પકાવવાનું આ શાસ્ત્ર હોવું જોઈએ તેમ સ્પષ્ટ જણાય છે.
    આ પોસ્ટને મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      આપના પરીવારનો રૅશનલ સ્પીરીટને સહસ્ર સલામ…
      ‘તમારાં સન્તાનોનું ફ્યુચર જાણવામાં રસ છે તમને ?’ લેખને આપના બ્લોગ પર ખુશીથી ‘રીબ્લોગ્ડ’ કરો…
      ધન્યવાદ..
      ..ગો.મારુ..

      Like

  8. હું તો મારા સંસારને અને મારી લાઈફને ડીસ્ટર્બ કરે એવા જ્યોતીષશાસ્ત્રથી દુર જ રહેવાનું પસંદ કરું છું. તમે શું કરશો ?——+++++ આ વાક્યનો જવાબ——— ++++++++++++
    માનનીય રોહિત શાહ ના આ લેખના વિચારો સાથે હું ખૂબ નાનપણથી જ સંકળાયેલો છું. કદાપિ જ્યોતિષમાં માનતો નથી. કુંડળી કરતા ડુંગળી સારી. નંગ પહેરવાથી ઢંગ બદલાય છે ખરો? રાશિ ભવિષ્ય લખનારાને ગ્રહોના વૈજ્ઞાનિક ખ્યાલ છે ખરા? ગ્રહો નડવાનો આગ્રહ રાખનારા જ વિગ્રહ કરતા હોય છે. જ્યોતિષ એક બકવાસ છે, લોકોને બેવકૂફ બનાવવાનો સફેદ ધંધો છે. જ્યોતિષિઓ પાસે જનારા દુ:ખી નથી, માનસિક વિકલાંગ છે. એવા જ્યોતિષિઓનું ભવિષ્ય જોનારા આપણે રેશનાલીસ્ટો ઓછા છીએ , તેનુ ભારોભાર દુ:ખ છે. ગ્રહો ના નડે, દુરાગ્રહો નડે. છાપાઓમાં દરરોજ અપાતુ રાશીભવિષ્ય જ કેટલી બધી અગત્યની જગ્યા રોકે છે? તે જગ્યા અમને રેશનાલીસ્ટોને આપો……………….
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી.
    @ રોહિત દરજી ” કર્મ” , હિંમતનગર

    Like

  9. જ્યોતિષશાસ્ત્રમાં નિયમો કરતાં અપવાદ વધારે છે. અનેક જગ્યાએ નિયમોમાં વિરોધાભાષ છે. એક જગ્યાએ કહે છે, સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, મંગળ સેનાપતિ છે… વગેરે વગેરે. બીજી જ્ગ્યાએ કહે છે કે ગુરૂની પત્નીને ચંદ્રે ભોગવી અને એનાથી બુધ ઉત્પન થયો, એટલે ચંદ્ર અને ગૂરૂ શત્રુ છે. હવે જો ચંદ્ર રાણી હોય તો ગુરૂની પત્નીને કેવી રીતે ભોગવે?
    આવું આવું તો ઘણું છે.

    Like

Leave a comment