અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?

‘વીવેકવીજય’

‘મણી ઈ.બુક્સ પ્રકાશન’ મારફત તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે ‘જીવનભારતી સભાખંડ’, નાનપરા, સુરત ખાતે ‘વીવેક–વલ્લભ’  ‘ઈ.બુક’ની સાથે જ ‘વીવેકવીજય’ ‘ઈ.બુક’નું પણ ‘લોકાર્પણ’  થયું હતું.. તે અવસરની વધુ ત્રણેક તસવીરો અહીં આપી છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો ડાઉનલોડ કરી શકે તે માટે બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ ( https://govindmaru.wordpress.com/e-books/ )માં ‘વીવેકવીજય’ ગ્રંથની ઈ.બુક  મુકી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ડાઉનલોડના વીધીની ફાવટ નથી તેથી ઈ.મેઈલ સાથે પણ તે મોકલી છે…

તે દીવસના આખા કાર્યક્રમનો વીડીયો :

સૌજન્ય : યુ–ટ્યુબ

ભાઈ વીજયનું ટુંકું; પણ સામાન્ય માણસને પણ સમજાય તેવી રૅશનાલીઝમનની વ્યાખ્યા બાંધતું વક્તવ્ય; અતીથીવીશેષ યઝદી કરંજીયાનું ખડખડાટ હસાવતું મસ્તીભર્યું સમ્બોધન અને રમણભાઈના જીવનનાં અજાણ્યાં પાસાંને સ્પર્શી, તેમના વ્યક્તીત્વને સજીવ કરી આપતું વલ્લભ ઈટાલીયાનું લાગણીસભર વ્યાખ્યાન જોઈ–સાંભળી શકાશે. સરસ ઓડીયો ક્વૉલીટી ને સુન્દર પીક્ચ્યુરાઈઝેશન, તે દીવસે હાજર ન રહેવાયાનો કે મોડા પડ્યાનો તમારો રંજ પણ દુર કરશે..

એન્જૉય… 

ધન્યવાદ..

..ગોવીંદ મારુ

‘પ્રા. ર. પા. વ્યાખ્યાનમાળા’ના કન્વીનર અને ‘વીજયવીવેક’ના સંપાદક શ્રી. વીજય ભગત (કંસારા)

ડાબેથી સર્વશ્રી વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુઅભીવ્યક્તી

 

(ડાબેથી સર્વશ્રી ઉત્તમ ગજ્જર, યજદી કરંજીયા,

વલ્લ્ભ ઈટાલીયા, વીજય ભગત(કંસારા) અને ગોવીન્દ મારુ)

મંચસારથી શ્રી. પ્રેમ સુમેસરા

લો, હવે વાંચો આજની પોસ્ટ સુશ્રી. કામીની સંઘવીનો લેખ ‘અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?

–કામીની સંઘવી

છેલ્લા દસ પન્દર દીવસમાં ઘણા તહેવારો આપણે ધામધુમથી ઉજવ્યા. જેમાં જન્માષ્ટમી જેવાં ધાર્મીક તહેવારોથી લઈને રાષ્ટ્રીય તહેવાર પન્દરમી ઓગસ્ટ એટલે કે સ્વતન્ત્રતા દીવસ સુધીના તહેવારોની વાત આવી જાય. તે દરેક તહેવાર, પછી તે રાષ્ટ્રીય તહેવાર હોય કે ધાર્મીક, અલબત્ત, હર્ષોલ્લાસથી તો ઉજવાયા; પણ એક કોમન વસ્તુ તે દરેક તહેવારોની ઉજવણીમાં ઉડીને આંખે વળગી. આપણા દરેક તહેવારો સાથે અમુકતમુક પ્રકારની વાનગીઓ જોડાયેલી હોય છે. જેમ કે ઘરે માતાજીની આરતી કે સ્થાપના હોય તો ગોળપાપડી કે ખીર. ગણેશ ચતુર્થી પર લાડુ કે મોદક કે મોતીચુરના લાડુ. નવરાત્રીમાં પેંડા કે લાપસી કે પછી હવે કેટલાંક વર્ષોથી જે નવો ટ્રેન્ડ શરુ થયો તે બજારુ મીઠાઈનો. ચાલો, એ પણ ખોટું નથી. બધી મીઠાઈ બધાને બનાવતા આવડતી જ હોય તે જરુરી નથી અને દરેક વખતે ઘરે બનાવવી પણ શક્ય હોતી નથી ને ! પણ આ તહેવારોમાં જે જોયું તે ખોટું લાગ્યું અને તે હતો અન્નનો વ્યય. ખોટો બગાડ કે પછી દેખાદેખીને કારણે કરેલું અન્ન પ્રદર્શન !

ગુજરાતીઓમાં શ્રાવણ માસની વદ ચોથ, બોળચોથ તરીકે ઉજવાય છે. કુટુમ્બની વડીલ સ્ત્રી સગાં–સંબધીઓમાંથી પોતાનાથી નાની ઉમ્મરની વહુવારુઓને ઘરે બોલાવીને બોળચોથની વાર્તા કરે અને બધાં સાથે બેસીને મગ–બાજરીનો રોટલો ખાય. તે દીવસે ચપ્પુ-છરીથી કાપેલી વસ્તુ ન ખવાય તેવું વ્રત બધી જ સ્ત્રીઓ પાળે. એકટાણું કરે અને સર્વનું માંગલ્ય ઈચ્છે. બોળચોથની વાર્તામાં ભારોભાર અન્ધશ્રદ્ધા અને અવાસ્તવીકતા છલકાય છે અને તે વીશે અનેકવાર લખાઈ ગયું છે. પણ ઘઉં સીવાયના અનાજની પણ ગણના કે મહીમા થાય તે પ્લસ પોઈન્ટ. પણ બોળચોથની ઉજવણીમાં અન્નનો મહીમા કરવાના દીવસે પણ અન્નનો બગાડ ?  થયું એવું કે એક પરીવારમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી. સહેજેય દસ–બાર, નાની–મોટી ઉમ્મરની સ્ત્રીઓ સાથે જમી. બધાં જમી રહ્યાં પછી જે કાંઈ વધ્યું તે કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્યું. કારણ ? તો યજમાન મહીલાએ જણાવ્યું અમારે ત્યાં સવારનું સાંજે કોઈ ખાય નહીં ને બહેનને તો બોળચોથનું એકટાણું છે. એટલે આ વધેલું તો કોણ ખાય ?

ચોથ પછીનો દીવસ એટલે નાગપાંચમ. બધી જ એડ્યુકેટેડ સ્ત્રીઓ જાણે છે કે નાગ કે સાપ કયારેય દુધ પીતા નથી. પણ પાંચમના દીવસે હાથમાં દુધ લઈને નાગને પીવડાવવા નીકળી પડે. વળી તે ઓછું હોય તેમ તે દીવસે પણ ઉપવાસ. જેથી ઘરનાં કોને પણ નાગ દંશે નહીં. આ વસ્તુ ખવાય ને તે ના ખવાય તેવા નીયમો ઘરેઘરે જુદા. બાજરાના લોટમાં ધી–ગોળ મેળવીને કુલર બનાવવામાં આવે ને ગામમાં નાગ દેવતાના મન્દીરમાંની મુર્તી પર કુલરનો ઢગલો થાય. અનેક માણસનું પેટ ભરાય તેટલાં બધા અન્નનો બગાડ ! હા, જે કુલર પ્રસાદ રુપે વધી હોય તે સાંજ પહેલાં ખાઈ જવાની; નહીં તો ગાયને ખવડાવી દેવાની; નહીં તો જમીનમાં દાટી દેવાની; નહીં તો નાગ દેવતા કોપાયમાન થાય !

પાંચમ પછીનો દીવસ રાંધણછઠ. ને નામ તેવા જ તે દીવસના રુપ ! એટલે સવારથી સાંજ સુધી બહેનો જાતજાતનું રાંધ્યા જ કરે. કારણ કે બીજા દીવસે શીતળા સાતમ અને તે દીવસે તો ગરમ ખવાય નહીં ને ! જાતજાતની અને ભાતભાતની વાનીઓ બને. પછી સાતમને દીવસે શીતળામાના દર્શન કરીને આખો દી’ ખવાય ને રાતે જમ્યા પછી વધે તે ફેંકી દેવાય. આફટર ઓલ, વાસી ખોરાક કેટલા દીવસ ખાવો ? વળી બીજા દીવસે તો જન્માષ્ટમી ! એટલે બધા ઉપવાસ કરે. તે દીવસે ફરી, નવી ફરાળમાં ખવાય તેવી વાનગીઓ બને કે બહારથી તૈયાર લાવવામાં આવે. નોમના દીવસે સવારે હવેલીમાં કૃષ્ણજન્મ છડીનોમના નામથી ઉજવાય. કાનુડાનાં બાળસ્વરુપને દુધ–દહીં–ઘી–મધ અને સાકરથી બનાવેલાં પંચામૃતથી સ્નાન કરવાય. પછી પંજરીનો પ્રસાદ વહેંચાય. ને નન્દઉત્સવમાં દર્શાનાર્થીઓ પર પ્રસાદની વર્ષા થાય. ગળ્યા સક્કરપારાંસાકરમીસરીમઠરીમોહનથાળબુન્દી ભક્તો પર ફેંકાય. લોકો પ્રસાદ ઝીલવા પડાપડી કરે. અડધો ઝીલાય ન ઝીલાય અને હવેલીની ફરશ પર પડે. ભક્તોના પગે કચરાય. પણ તેથી શું આ તો આપણી પરમ્પરા છે ને છડીનોમના દીવસે તો પ્રસાદનો વરસાદ થવો જ જોઈએ ને !

સુરતના એક ઔદ્યોગીક ગૃહમાં પન્દરમી ઓગસ્ટની ઉજવણી ધામધુમથી થઈ રહી હતી. ત્રીરંગાને પુરા માન–પાન અને ઠાઠથી સલામી અપાઈ. રાષ્ટ્રજોગ સારું કામ કરનારને માન–અકરામથી નવાજવામાં આવ્યા. બાળકોએ દેશપ્રેમનાં ગીતો ગાયાં. સાંસ્કૃતીક નૃત્ય અને રાસ ગરબાની રમઝટ થઈ. દીલ તો રાષ્ટ્રપ્રેમની દીલરુબા સાંભળીની દેશપ્રેમમાં ડુબાડુબ થઈ ગયું ! છેલ્લે જલપાનની વ્યવસ્થા હતી. વી.આઈ.પી. સ્ટેન્ડમાં બધા ગેસ્ટ્સને હાથોહાથ જલપાન સર્વ થયાં. પ્રોગ્રામ પુરો થયો અને મંડપો ખાલી થઈ ગયા હતા; પણ ત્યાં સર્વ થયેલી નાસ્તાની પ્લેટો ભરેલી પડી હતી. ભાગ્યે જ એકાદ પ્લેટ એવી હતી જેમાં કોઈ વસ્તુ છાંડવામાં આવી ન હતી.

આપણો દેશ વીકાસશીલ દેશ છે. હજુ આપણે વીકાસ કરવાનો છે, તેવી વાતો કરતા આપણે થાકતા નથી. અરે, ઘણીવાર તો અપચો થઈ જાય તે રીતે ગાઈ–વગાડીને વીકાસ વીકાસની રટ માંડીએ છીએ. પરંતુ જે દેશના કરોડો લોકોને બે ટંક અન્ન મેળવવાના ફાંફાં હોય, તે દેશમાં આવો અન્નનો બગાડ કેમ આપણને કઠતો નથી ? શા માટે આપણા કોઈ પણ તહેવારની ઉજવણી અન્નના દુર્વ્યય વીના શકય ન બને ? વર્ષે 44,000 કરોડ ટન અનાજ, ફળ–ફળાદી–શાકભાજીનો બગાડ આપણા દેશમાં થાય છે. તે માટે સરકાર એકલી તો જીમ્મેદાર નથી ને ? એક અન્નનો દાણો પણ વેસ્ટ જાય તો તે રાષ્ટ્રીય શરમ લેખાવી જોઈએ. કારણ કે કોઈ પણ દેશ કે રાષ્ટ્રનો વીકાસ તો જ શકય બને, જો સરકારની સાથે નાગરીક પણ ખભેખભા મીલાવીને કામ કરે. માત્ર દેશના લોકો કે સરકાર એકલા હાથે આ કામ કરી ન શકે. સહીયારી ભાગીદારી હોય તો જ વીકાસ શક્ય બને. પણ તે માટે સૌથી જરુરી છે કે આપણે કુદરતી સ્રોતનો બચાવ કરવો. આખરે અનાજના એક દાણાને ઉગવા માટે માટી–ખાતર–પાણી–પરસેવો આપવાં પડે છે. તો તમે એક દાણાનો વ્યય કરો તે કુદરતી સ્રોતનો વ્યય કરવા બરાબર છે. આ દેશમાં એવો કાનુન કેમ ના બને કે અન્નના એક દાણાને પણ વેડફે તેને ગમ્ભીર ગુનો ગણવામાં આવે ? હજુ આપણાં ઘરોમાં સ્ત્રી જ અન્નપુર્ણાનું રુપ છે; તો અન્નપુર્ણાને હાથે જ અન્નનો વ્યય તે કેટલું યોગ્ય ?

એક મીત્રએ વૉટ્સઍપ પર એક મેસેજ શેર કર્યો હતો. યુરોપ ખંડનો દેશ જર્મની વીકસીત દેશની યાદીમાં આવે છે. ત્યાં એક રેસ્ટોરન્ટમાં બે–ત્રણ ભારતીય જમવા ગયા. ઓર્ડર પ્રમાણે ડીશીસ સર્વ થઈ ગઈ. બધી જ વસ્તુ ખાઈ ન શકાઈ એટલે તેને એમ જ ટેબલ પર છોડી દીધી. તે ભારતીયની બાજુમાં ડીનર લઈ રહેલાં એક જર્મન બહેને તેમને ટોક્યા કે તમે આટલું ભોજન કેમ છોડી દીધું છે ? તે વાત પેલા ભારતીયને કઠી. તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપી દીધો કે આ બાબતમાં તમારે પંચાત કરવાની જરુર નથી. એ ભોજન અમે ઓર્ડર કર્યું હતું ને બીલ અમે ચુકવવાના છીએ. ટુંકમાં કહીએ તો, ‘ઈટ્સ નન ઓફ યોર બીઝનેસ’ તેવું કંઈ સંભળાવ્યું. પેલી જર્મન લેડીએ આ વાતની જાણ રેસ્ટોરન્ટના મેનેજરને કરી. મેનેજરે તરત પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને પેલા ભારતીય ગેસ્ટ્સને સો યુરોનો દંડ કર્યો. કારણ કે જર્મનીમાં અન્ન છાંડવું કે પડતું મુકવું તે ગુનો ગણાય છે. આખરે અન્ન પણ કુદરતની દેણ છે ને ! તેથી કુદરતના કોઈપણ રીસોર્સીસનો બગાડ કે વ્યય કરવાનો અધીકાર માનવને નથી જ; કારણ કે કુદરતે આપેલાં કણકણ પર કીડીથી લઈને હાથીનો હક્ક છે, તે વાત આપણે અન્નનો વ્યય કરતી વખતે કેમ ભુલી જઈએ છીએ ? જો જર્મની જેવો વીકસીત દેશ પોતાના કુદરતી સોર્સને બચાવવાની આટલી ખેવના કરતો હોય તો ભારત જેવા વીકાસશીલ અને ગરીબ દેશને તો અન્નનો આટલો બગાડ કેમ પોસાય ? 

એક પડોશીને ત્યાં માતાજીનું સ્થાપન હતું. ખાસ ભાર આપીને કહ્યું હતું કે અમારે ત્યાં ‘ચણા ઉછળશે’ તે જોવા આવજો. દેશી ચણાને, મીઠું નાંખીને પકવીને, પ્રસાદરુપે ધરાવાયા હતા. પછી બધા આમન્ત્રીતોની હાજરીમાં તેને લીટરલી ઉછાળવામાં આવ્યા ! જે હાથમાં ઝીલી શકયા તે પોતાને અહોભાગી માનતા હતા અને તેથી તેમના ચહેરા પર વીજયી સ્મીત અને જે તેમ ન કરી શકયા તે પોતાને કમનસીબ માને ! પણ અન્ન ઉછળે છે કે તેનો બગાડ થાય છે, તે માટે કોઈના ચહેરા પર અફસોસનો ભાવ ન હતો. અન્નપુર્ણા જ અન્નનો વ્યય કરતી અટકે તો જ અન્નનો મહીમા થયો ગણાય.

–કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 21 ઓગસ્ટ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271-39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14/08/2015

19 Comments

  1. કામીનીબેનની વાત સાચી છે. વિકાસના નામે વિવેક અને વિનય ભુલાયા છે, ખાસ કરીને અન્નના બગાડમાં. ભગવાનના મંદિરોમાં ધરાવાતા વિવિધ વાનગીઓના ઢગલા-અન્નકૂટ – શા માટે? શુ તે બધી જ વાનગીઓ તાજી ને તાજી માનવોને ખાવામાં વપરાય છે ખરી? વાનગીઓનુ પ્રદર્શન ગોઠવવા બીજી કોઇ જ્ગ્યા ના મળી? ઘણા મંદિરોમાં નારીયેળના ઢગલા જોવા મળે. અરે! ભાઇ! તેને ફોડીને ખાવાનુ હોય, પરંતુ માતાજીની આગળ રમતુ મુકવાની બાધા હોય એટલે કેવી રીતે ખાય? યજ્ઞમાં હોમી દેવાતી ખાદ્ય સામગ્રી પણ બગાડ જ છે. દીવો કરવા પાછળ મહીને કીલો ચોખ્ખુ ઘી વાપરી નાખનારા આ દેશમાં બહુમતીમાં છે. WHY? ક્યું? કેમ? આ પ્રશ્નો અંધશ્રધ્ધાળુને કેમ નથી થતા? અભિષેકને નામે પથ્થરની મુર્તિઓ ઉપર દૂધ,મધ,તેલ જેવી કિમતી ખાવાની ચીજો વેડ્ફી નાખનારા પણ , ગતિશીલ ગુજરાતીઓ અને ભાગ્યવિધાતા ભારતવાસીઓ જ ને! ગુજરાતની રાજધાની પાસેના રૂપાલ ગામે નવરાત્રી વખતે હજારો કીલો ચોખ્ખુ ઘી વેડફાય છે ને વેડફાતુ રહેશે. આપણે રેશનાલીસ્ટોમાં તાકાત છે તેને રોકી શકો? સરકારની બગલમાં સરેઆમ અન્નપૂર્ણાદેવીના વસ્ત્રો ખેંચાતા હોય એવુ આપણને લાગે! એ લોકોને-શ્રધ્ધાળુઓને નહીં અને ગુજરાતી સરકારને પણ નહીં!!!!!!!!!!!!!!!
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    ROHIT DARJI ” KARM”, HIMATNAGAR

    Like

  2. This has to start in our home. We must practice to take only what we can eat. Once it is in our plate, we must finish. We must teach this ethic to our children so as they graw up they would value and appriciate. Also, one should not be shamed off or hasitant to eat any leftover. We have facilities like deep freeze. Freeze it up and eat week later…..

    Their is nothing wrong with having special or different items in name of Tiyohar or Holiday, however, what ever is made must be consumed.

    Liked by 1 person

  3. સરસ લેખ બન્યો છે. લેખમાં બધું કવર કર્યું છે. વધુ ઉમેરવાની જરૂર નથી. હું એમની વાતો સાથે સંમત છું.ગોવિન્દભાઈને આવા સરસ લેખ મુકવા બદલ અભિનંદન.

    Liked by 1 person

  4. Khub saras lekh

    Kharekhar sarkare kadak kayada banavava ni jarur chhe samajik ke dharmik karyo na jamanvar temaj kriyakand na name anna ke bija dravyo no bagad shivai kasuj nathi jarur chhe RATIONAL ABHIGAM DHARAVTI sarkar ni.

    Liked by 1 person

  5. સરસ અને સુંદર લેખમાં જે વાત લખી છે તે સમજવાની કોને પડી છે ? અંધ શ્રધ્ધા મોટા ભાગના લોકો ઉપર એવી તો હાવી થઈ છે કે જે કોઈ આવી વાત કરે તેને નાસ્તિક ગણાવી દેવામાં આવે અને કાગને બેસવું અને ડાળને પડવું એવું કેંઈ આ સમય દરમિયાન પેલાના જીવનમાં બને તો તેની સાથે જોડી અંધ શ્રધ્ધા વધુ મજબૂત બનાવી જાહેરાત કરતા રહેવું. પેલા નાસ્તિક ગણાયેલી વ્યકતિને પણ આ બબાતમાં પળોટવા પ્રયત્ન કરાય. પેલાનો આત્મ વિશ્વાસ કેમ નબળો પડે તે માટે તમામ પ્રયત્નો કરવામાં મચી પડે !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘અન્નપુર્ણાને હાથે અન્નનો વ્યય ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો.મારુ..

      Like

  6. પ્રિય કામિની બેન સંઘવી
    તમારો અન્ન નાં બગાડ વિશેનો લેખ શ્રી ગોવિંદ ભાઈમારુ
    તરફથી વાંચવા મળ્યો .
    બેન મનેતો કોઈ વસ્તુનો બગાડ થાય એ ગમતું નથી ,હાલ હું અમેરિકામાં રહું છું .અમેરિકામાં મારા ભાઈનું ઘર ન્યુ યોર્ક સ્ટેટના ઉત્તર વિભાગમાં છે ,આ પ્રદેશમાં એટલી બધી ગીચ ઝાડીં હોય છે કે ઝાડીમાં પ્રવેશ કરવો બહુ મુશ્કિલ હોય છે . ત્યાં સીનીયર સીટીઝન સેન્ટરમાં વ્રુક્ષ રોપણ નો દિવસ ઉજવતા હતા અને ભાર દઈને કહેતા હતા કે દરેકે એક ઝાડ વાવવું અને તેને ઉછેરવું .
    હાલ હું મારા પોત્રને ઘરે આવ્યો છું . મારા પોત્રને 11 – 10 વરસના દીકરો-દીકરી છે એની માં અમેરિકન છે .એ જે ખાધ્ય પદાર્થનો વ્યય કરે છે . એ જોઈ ત્રાસી જવાય છે . ઘરમાં રેગ્યુલર દુધને બદલે બદામનું દૂધ વપરાય છે . છોકરાંઓ મોટો ગ્લાસ દુધનો ભરે અને થોડોક પી એ અને બાકીનો પડતો મુકે . એની માં કે બાપ જરાય સમજાવે નહી પોત્રની મા પણ અમેરિકન છે . એક વખત મેં બાળકની માને દેખતા બાળકોનું એંઠું દૂધ હું પી ગયો બાળકની માં કહે શા માટે તમે બાળકોનું એંઠું દૂધ પી જાઓ છો બીજું દૂધ રેફ્રીઝેટરમાં ઘણું છે . મેં કીધું બાળકોના એઠા દુધને હું ભગવાનનો પ્રસાદ સમજુ છું એ ગટરમાં જાય એ મને નથી ગમતું .

    Liked by 1 person

  7. અન્નનો બગાડ તો નિંદનીય છે જ. સાથે સાથે વસ્ત્રના બગાડનો પણ વિરોધ કરવો જોઈએ. આપણા પહેરવેશમાં કેટલું બધું કાપડ વપરાઈ જાય છે! ધોતિયું , ખેસ, શેરવાણી, સાડી, અનારકલી, દુપટ્ટા વગેરે બધામાં અનેક મીટર કાપડ બગડે છે. ભારતની ગરીબીનું એક કારણ આ બગાડ પણ છે.

    Like

  8. સરસ. કામિનીબેનનો લેખ બને અેટલી ભારતીય ભાષામાં તરજુમો કરાવીને દેશભરમાં વહેંચવો જોઇઅે. જે દસ બાર…પંદર ટકાને સમજ પડશે અને જીવનમા. ઉતારાશે તે ફાયદો.
    ઘાર્મિક પ્રસંગોમાં થતાં અન્નના બગાડની વાત જાણી અને તે અસહ્ય છે.
    બીજી અેક સરકારી વ્યવસ્થા છે જ્યાં અેકી વખતે હજારો ટન અન્ન બગડી જાય છે અને તે ઇવન પ્રાણિઓના ખોરાક તરીકે પણ કામમાં આવતું નથી. તે છે સરકારી ગોદામો. અપુરતી વ્યવસ્થાને કારણે, અપુરતી મેનેજમેન્ટને કારણે, સરકારી નોકરોની બેજવાબદારીને કારણે ઘઉ, ચોખા કે બીજા ખોરાક વરસાદ કે બીજા કુદરતી કોપમાં હજારો કે પછી લાખો ટન અનાજ કોહવાય જાય છે. કોનો વાંક ? કોને જવાબદાર ગણવાં ?
    કામિનીબેને કહ્યુ તે ટીંપે ટીંપે સરોવર જેટલો બગાડ કાયમી ઘોરણે થઇ રહ્યો છે. સરકારી બેદરકારીને કારણે મોટા પાયે બગાડ. આ બન્નેનો સરવાળો ક્યાં જઇને ઉભો રહે ?
    અભણ કે ભણેલાં બઘા જ બગાડ કરવામાં ઉચ્ચ પ્રકારનાં અેક્ષપર્ટ……..અેક બાજુ દાણા દાણા માટે તરસતાં બાળકો અને બીજી બાજુ અન્નનો બગાડ. કેવી વિચીત્ર પરિસ્થિતિ ?
    સરકારની આ વિષયે કેટલી જવાબદારી ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. જર્મનીના દાખલામાં મને યાદ છે કે તાતાના જીવનનો આ પ્રસંગ હતો.(સાચુ ચકાસી લેવું)
    ભણેલાંઓ…સ્ત્રી અને પુરુષો પણ, ઘરમને નામે હજી અભણ જ છે. તે ભારતીય પછી ભારતમાં હોય કે અમેરિકામાં………બાળકોને આજે ૨૦૧૫ના વરસમાં પણ સદીઓ પુરાણી રીતો અને રસમો શીખવવામાં આવે છે ……છોકરાંઓ તેને પાળે પણ છે……ઘર્મ નામનો આ અશહ્ય વાડો બંઘ નહિ થાય ત્યાં સુઘી કોઇ ઉઘ્ઘાર દેખાતો નથી.
    અમૃત હઝારી.

    Like

  9. SUNDER LEKH. ABHINANDAN – KAMINIBAHEN ANE AAPNE PAN.
    I fully agree with the views expressed in the article & in responses. Right from our childhood in Karachi we have been taught not to waste food in any form in any way. That is the tradition every one follows in the family including our grandchild — in home, in restaurant/s or in public functions. ‘Take whatever you can eat & see that the your plate is clean at the end’ is the lesson given to all..
    The example of restaurant is very good & is liked so much that after reading the same sometime back, I tell people that such rule should be followed/adopted here too.
    Had felt very bad when read sometime back about tons of pulses being thrown in Kolkata sea as spoiled due to not unloading in time.
    Hope eyes of people open by such articles. –Navin Nagrecha, Pune.

    Like

  10. Friends,
    Because this a serious problem for Inda and Indians, I tried to collect some practical data on the subject. And the result has shocked me.
    REF: The CSR Journal.
    Article : Food wastage in India, A serious concern.
    Writer: Kanhaiya Singh.

    Few important statements….of the article.

    Indians waste as much food as the whole of United Kingdom consumes……….
    Wedding, canteens, hotels,social and family functions, households spew out so much food. According to United Nations Development Programme, upto 40% of the food produced in India is wasted. About 21 million tonnes of wheat are wasted in India and 50% of all food across the world meets the same fate and never reaches the needy. In, fact, according to the agriculture ministry, Rs. 50,000 crore worth of food produced is wasted every year in the country…….

    India ranks 63 among 88 countries in Global Hunger index………

    I think these facts are enough to move emotionally a person of concern…..

    I feel, that the Rs.50,000 Crore wastage figure itself is indicative of creating a separate and independent ministry to solve this problem. 63 / 88 is a shameful figure., when the wastage of food is as much as Rs. 50,000Crores.

    The past is gone. No ruling party has done anything to solve this serious problem.

    Narendra Modi is in charge today. He should not have promised of “Aachhe Din Aane wale Hai.” It is not late….He should tackle this problem on HIGH EMERGENCY base.. This solution itself will be the solution to reduce the ratio…to…30 / 88…..or lower than that….and it will help reduce the hagh & costly living standard. No imports….Low price indsex…..Healthy citizen….improoved economy index…..less number of polluting industries ……..and so on……

    If, possible let us send these facts to Narendra Modi….Hope his eyes, heart and brain will give positive response………

    Best wishes to citizens of democratic India on this 69th Independence Day….Bharat Mata ki Jay…
    Let Bharat Mata brainwash the politicians of India to favor the needy poor of India.

    Amrut Hazari.

    Like

  11. Very good article. Everybody must be very conscious about food. We should try to understand that how many people make an effort before it comes 0n your dining table. Food waste is very common in commercial places. Where there is unlimited food for one price you may see a lot of waste. People are worried that some good item will run out, so they take too many items. Some people are lazy and think of not getting for second time. Another reason is our poor social customs and they want to show that they are superior. So they make a lot of food. End result is a lot of waste. We should be thankful to farmer and Ma Annapurna for food on our plate. Pray to God everyday that I will not waste any food.
    Once we are thankful to Kaminiben Sanghvi/Govind Maru for bringing such a nice article for food awareness.

    Rohit Patel, Cherry Hill NJ USA

    Like

  12. It is a very god article. I agree with Kaminiben and all comments.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Like

  13. મારો પ્રતિભાવ કામીનીબેનના લેખ માટે નથી પણ તેની ઉપરના સમાચાર માટે છે.

    સ્વ. (રેશનાલીસ્ટ વ્યક્તિ માટે ‘સ્વર્ગસ્થ’ સંબોધન અનુચિત છે પણ વિકલ્પ સુઝ્યો નહિ) શ્રી રમણ પાઠક માટે મને ઘણું માન છે. છતાં મને વિસ્મય થાય છે કે ક્યાંક આપણે તેમને પણ પૂજનીય તો નથી બનાવી દીધા ને!

    Like

Leave a comment