શનીદેવ અને સત્યશોધક સભા

–દીનેશ પાંચાલ

વીજાપુર જીલ્લાનું મહુડી ગામ શ્રી. ઘંટાકર્ણ મહાવીરદાદાને કારણે જાણીતું બન્યું છે. ત્યાં એવી માન્યતા છે કે દાદાની ડેરીની બાજુમાં ઘંટ છે. તેનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા વીસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ઉપદ્રવો થતાં નથી. શ્રી. ઘંટાકર્ણદાદા લોકોનાં સંકટો દુર કરીને તેમને સમ્પત્તીવાન બનાવે છે. દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે. આ માન્યતાને પ્રયોગની એરણ પર ચકાસવા માટે અંક્લેશ્વરની ‘સત્યશોધક સભા’ના પ્રમુખ શ્રી. અબ્દુલ વકાની તથા ગોધરાની ‘હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ સોસાયટી‘ના પ્રમુખ શ્રી. મુકુન્દ સીંધવ ત્યાં ગયા હતા. ‘વીજ્ઞાનમંચ’, નવસારીના સેક્રેટરી અને ચર્ચાપત્રી મંડળ, નવસારીના ટ્રેઝરર શ્રી. ગોવીંદ મારુએ પણ ત્યાં જઈને તપાસ કરી હતી; પણ એ માન્યતા જુઠી હોવાનું જણાતાં શ્રી. મારુએ તારીખ 09 જુલાઈ, 1997ના ‘ગુજરાતમીત્ર’માં એક ચર્ચાપત્ર લખીને જાહેર કર્યું હતું કે એ બધી જ વાતો જુઠી છે. અમે સ્વયમ્ ત્યાં જઈને સુખડીનો પ્રસાદ ઘર સુધી લઈ આવ્યા હતા. પણ ન તો અમને કોઈ માનસીક વીકૃતી આવી હતી કે ન તો અમારી બસને કોઈ અકસ્માત નડ્યો હતો.

દોસ્તો, આ વાત એટલા માટે યાદ આવી કે મહારાષ્ટ્રના અહમદનગરથી 35 કીલોમીટર દુર આવેલા શીંગણાપુર ગામમાં શનીદેવનું મન્દીર આવેલું છે. ત્યાંના શનીદેવ વીશે પણ આવી જ લોકવાયકાઓ પ્રવર્તે છે. કહે છે કે ત્યાં શનીદેવનો એવો પ્રતાપ છે કે વર્ષોથી ગામમાં ચોરી થઈ નથી. ગામમાં લોકો રાત્રે પોતાનાં ઘર ખુલ્લાં રાખીને સુએ છે. બલકે ત્યાં ઘરને બારી–દરવાજા જ નથી ! કોઈ યાત્રાળુ અખતરો કરવા માટે ત્યાંથી માટીનું એક ઢેફું પણ કારમાં લઈ આવે તો કારને અચુક અકસ્માત થાય છે. (આ અંગે સત્યશોધકોએ ત્યાં જાતે જઈને સત્ય શોધવું જોઈએ)

રૅશનલ અભીગમ દ્વારા પૈસાનો વ્યય અટકી શકે

દોસ્તો, અન્ધશ્રદ્ધાળુ લોકોની પાયાની તકલીફ એ છે કે તેમની આગળ જે કાંઈ રજુ કરવામાં આવે તે બધું જ તેઓ આંખો મીચીને સાચું માની લે છે. ભક્તી અને ધર્મના અફીણી નશામાં તેઓ એવા ચકચુર હોય છે કે લુંટાઈ ગયા પછી પણ તેમને ભુલનું ભાન થતું નથી. (આસારામનો ભોગ બનેલી એક મહીલાએ પોલીસને કહ્યું હતું, ‘અમારી પાસે બીજું શું હતું…? એક શરીર હતું. ઈશ્વરે આપેલું.. એ શરીર ઈશ્વરના ચરણે સમર્પીત કરીને અમે આ ભવ સુધારી લીધો…!’) આવી આંધળી શ્રદ્ધાએ ધર્મ ભેગું સમાજને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એ કારણે આજે સમાજને મન્દીરો કરતાં સત્યશોધક સભાની વીશેષ જરુર છે. દેશભરની તમામ સત્યશોધક સભાઓ લોકોને અન્ધશ્રદ્ધાથી મુક્ત થઈને, નક્કર સત્યોના આધારે રેશનલ જીવન જીવવાનો સંદેશો આપે છે. તાજેતરમાં જ તેમણે રોડ પર નીકળતા લગ્નના વરઘોડા વગેરેનો વીરોધ કર્યો. આપણે ત્યાં જાહેર માર્ગો પર હવે તો ધર્મગુરુઓની પાલખી પણ નીકળે છે. દશ હજાર ફટાકડાની લુમ ફોડવામાં આવે છે. લોકો જાહેર રસ્તા વચ્ચે ડીસ્કો કરે છે… ગરબા ગાય છે અને રાહદારી તે જોવા ત્યાં ઉભા રહી જાય છે. એ કારણે ટ્રાફીક જામ થઈ જાય છે અને લોકોની પરેશાનીનો પાર રહેતો નથી. કંઈક એવું સમજાય છે કે દેવદર્શન દ્વારા જે શાન્તી પ્રાપ્ત થાય છે તે કેવળ મનોવૈજ્ઞાનીક શાન્તીની ભ્રાન્તી હોય છે. બાળપણથી આપણને એ પ્રકારની ખોટી સમજણ વારસામાં પ્રાપ્ત થઈ છે. એથી દેવીદેવતાના ફોટાઓને આપણે દુઃખ મીટાવનારા ભગવાનો ગણીએ છીએ. તેમના ફોટા કે મુર્તી જોઈને આપણને થોડી આભાસી શાન્તી મળે છે; પણ એ શાન્તી મનમાં ફીટ થયેલી પુર્વધારણાઓને કારણે મળતી હોય છે. આફ્રીકાના જંગલી આદીવાસીઓને શ્રી ગણેશજી કે શ્રી રામચન્દ્રજીની મુર્તી બતાવો તો તેને શાન્તી નહીં મળે; કેમકે તેમના દીમાગમાં રામચન્દ્રજી વીશે કોઈ પુર્વધારણા બંધાયેલી નથી. આપણે ત્યાં વર્ષભર અનેક જાહેર યજ્ઞો થતા રહે છે. એક યજ્ઞમાં લાખો રુપીયા હોમાય છે; પણ એ યજ્ઞથી માણસના કેટલાં દુઃખ–દર્દો દુર થઈ શક્યાં તેના ‘પ્રોફીટ એન્ડ લોસ’ જાણી શકાયાં નથી. બૌદ્ધીકો એથી જ કહે છે કે અંધારામાં છોડાતા તીર જેવી ભક્તી પાછળ સમય અને નાણાંની બરબાદી કરવાને બદલે, જીવનની નક્કર સમસ્યાઓ પાછળ સમય આપવો જોઈએ. તાત્પર્ય એટલું જ, આ દુનીયાને ‘આસારામ’ કરતાં ‘આઈન્સ્ટાઈન’ વધુ ઉપયોગી છે.

શનીદેવમાં 144મી કલમ

શનીદેવની મુળ વાત પર આવીએ. અત્યારે મહારાષ્ટ્રમાં ત્યાંની સરકારે 144મી કલમ લાગુ પાડી છે. કારણ એ છે કે મહીલાઓને ત્યાં શનીદેવના મન્દીરમાં પ્રવેશ ન મળતો હોવાને કારણે તેઓ આન્દોલને ચઢ્યાં છે. ‘આર્ટ ઓફ લીવીંગ’ના શ્રી શ્રી રવીશંકરજીએ કહ્યું કે દેશના બંધારણે સર્વને સમાન અધીકાર આપ્યો છે, એથી મહીલાઓને પણ મન્દીરમાં પ્રવેશ મળવો જોઈએ. પણ મન્દીરના વહીવટીતન્ત્રને એ નીર્ણય મંજુર નથી, તેથી ગજગ્રાહ હજી ચાલુ છે. ભુમાતા રણરાગીણી બ્રીગેડના તૃપ્તી દેસાઈએ કહ્યું છે કે ‘અમને પુજાનો અધીકાર ન આપવામાં આવશે તો અમે નરેન્દ્ર મોદીજી પાસે જઈશું !’ અહીં એ નારીવાદી બહેનોને પુછવાનું મન થાય છે કે તમને આખરે દેખાયો દેખાયો ને માત્ર ભક્તીનો અધીકાર જ દેખાયો ? તમે છાસવારે નારીના હકો માટે ઝંડો લઈને નીકળી પડો છો. તમારી ઘણી ફરીયાદો સાચી હોય છે તેની ના નથી; પણ જરા વીચારો, શું ભક્તી કરવાનો અધીકાર મળશે એથી તમારું કલ્યાણ થઈ જશે ? તમે મોદી સાહેબ સુધી જવા માગો છો તે તમારી ખુમારી ગમે છે; સ્‍ત્રીઓ પોતાને થતા અન્‍યાયો માટે આટલી જાગૃત થઈ છે તે આનન્દની વાત છે. બસ, સ્‍ત્રીઓએ હવે પુરી તટસ્‍થતાથી પોતાના નારી જીવનના પ્‍લસ માઈનસનો અભ્‍યાસ કરવો જોઈએ. સ્‍ત્રીઓ સંસારમાં હૃદય જેવું મહત્ત્વનું સ્‍થાન ધરાવે છે એ કારણે સ્‍ત્રીઓની જવાબદારી વધી જાય છે. એથી તેમણે તેમની મર્યાદાઓ પણ નજરમાં રાખવી જોઈએ. આ વાત માત્ર સ્‍ત્રીઓની જ નથી, તમામ ધાર્મીક સ્‍ત્રી–પુરુષોને સરખી રીતે લાગુ પડે છે.

સ્ત્રી–પુરુષોને પુજા કરવાનો સમાન અધીકાર હોવો જોઈએ એવો શ્રી શ્રી રવીશંકરજીનો મત આવકારદાયક ગણાય. સન્તો એટલે ટોળાની આગળ ચાલતું પહેલું મોટું ઘેટું. એ ઘેટું જો ભીંત ભુલશે તો આખો સમાજ ખોટા માર્ગે ચાલશે. સમાજની બૌદ્ધીક તન્દુરસ્તી માટે ધર્મગુરુઓની મનદુરસ્તી રહે તે જરુરી છે. કેમ કે કુવાના પાણીની ગંદકી દુર નહીં થશે તો આખા ગામે ગંદુ પાણી પીવું પડશે. હમણાં થોડા સમય પુર્વે ટીવી પર દેશના સાત મોટા ધર્મગુરુઓ તથા જ્યોતીષીઓ વચ્ચે એક ચર્ચા યોજાઈ હતી. તેમાં શનીદેવ, દેવ નહીં; માત્ર એક ઉપગ્રહ છે એવો પ્રધાન સુર વહેતો થયો હતો. આપણા સમાજ પર સદીઓથી આંધળી ધાર્મીક્તાનો પ્રભાવ રહ્યો છે. પણ એકાદ–બે ભગવાધારી સન્તો પણ હવે સત્યશોધક સભાનું કામ કરી રહ્યા છે તે આનન્દની વાત ગણાય. વેલ ડન સન્તો…! બસ, હવે શનીદેવની આ ‘પનોતી’ ઉતરે એટલે બીજું અભીયાન એ ચલાવો કે- ‘ઈશ્વર છે કે નહીં…?’

ધુપછાંવ

એક શ્રદ્ધાને ખાતર ધરમ કેટલા…?

એક ઈશ્વરને માટે મમત કેટલો…?

–બરકત વીરાણી બેફામ

– દીનેશ પાંચાલ

તાજા સમાચાર :

લેખક શ્રી. દીનેશ પાંચાલે ઈન્ટરનેટ જગતમાં ‘જી.મેલ’, ‘ફેસબુક’ અને ‘વોટ્સએપ’ સાથે હાલ નાતો બાંધ્યો છે. અને પોતાનો બ્લોગ પણ શરુ કર્યો છે. એમના વાચક અને ચાહક મીત્રો  બ્લોગ : dineshpanchalblog.wordpress.com ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com અને    ફેસબુક : https://www.facebook.com/search/top/?q=dinesh%20panchal%20posts પર તેમનો સમ્પર્ક કરી શકે છે.

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 13 માર્ચ, 2016ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’માંથી, લેખકના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે  સતત સક્રીય લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તીબ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચક મીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01/04/2016

13 Comments

  1. ગોવિંદભાઇ, સારો લેખ પસંદ કર્યો. અભિનંદન.પહેલાં અત્યારે અેક જ વાત કરવી છે. આસારામ નામના અેક મોટા ઘેટાંને સત્યશોઘક સભા તેમના સાથીદારો સહિત ભેગા થઇને ગુનેગાર થરાવીને વહેલામાં વહેલી સજા કરાવવાની ઝુંબેશ કેમ નથી ઉપાડતા ? કરોડો અને અબજો રુપિયા સરકારને મળશે….સરકારને નહિં….નાગરીકોને મળશે. અેટલી મોટી ઝુંબેશ..દેશવ્યાપી બનાઓ કે સરકાર જેનાં કેસો દબાવીને બેઠી છે તેનો ત્રણ મહિનામાં નિકાલ આવે. બચાવ પક્ષ માટે જે વકીલ જાય તેને અેકલાને જવા દો પરંતુ તેના બાકીના કુટુંબીઓને તમારી સાથે લઇ લો. મોટા હોદ્દાવાળા કોઇ પોલીટીશીયનનો આમાં જરુરથી હાથ છે જે તેને બચાવ્યા કરે છે. જાહેરમાં લોકો આ બઘુ જાણે છે. Strong agitation….જે મોદી સરકારને આ બાબતે તુરંત નિર્ણય લેવા ફરજ પાડે….આસારામના કરોડો રુપિયા પરદેશમાં પણ છે તે લઇ આવો…તે તો સ્વીસ બેંકમાં નથી. નાગરીકોનું તુરંત ભલુ થવા માંડશે જો તે રુપિયા સમાજકામમાં વપરાતા થઇે. બીજુ અંઘશ્રઘ્ઘા દૂર કરવામાં મદદ થશે. આસારામ જેવા પાખંડીઓ તો બીજા હજારો હશે…..લોકોને સમજાવો , સહમત કરો….અેક્સન લો…..થોક કામ કરો….પરિણામ જનક કામ કરો…..પોલીટીશીયનોને નાગરીકના કાબુમાં રહેવું જોઇઅે અને નહિ કે નાગરીકોઅે પોલીટીશીયનોના હાથમાં કાબુમાં….શની અને મંગળ કે રાહુ….બઘા શાંત થઇ જશે….અબજો રુપીયા આવા સાઘુઓ ભેગા કરીને બેઠા છે અને હજી કરી રહ્યા છે તેને પકડો તો ભાજપની સરકાર ફરી ચૂંટાઇ આવશે….કાંઇ સોલીડ કરી બતાઓ…સ્વીસબેંકવાળા દાદ દેવાના નથી…ઘરમાં બેઠેલાં ચોરોને પકડો…..તમારા આપેલાં વચનો પણ પૂરા થશે. રીસર્ચ કરો…પરિણામ જાહેર કરો અને પાંચ વિકમાં ભૂલાઇ જશે…અેક બનીને અેટલો મોટો વિરોઘ કરો કે બે વીકમાં સરકાર પોઝેટીવ નિર્ણય લેવાને મજબુર બને…બે વીકમાં વરસોનું કામ સમેટાઇ જશે. આસારામને પીઠબળ આપનાર પોલીટીશીયનને પહેલાં ઉઘાડા પાડો પછી જૂઓ શું થાય છે..તેજ રીતે બીજા સાઘુઓને પીઠબળ આપનારને ઉઘાડા પાડો….ટૂંકમાં પોલીટીશીયનો જ ચોર છે…નાગરીકોની પડેલી હોત તો આવાં હલ કરી શકાય તેવાં કેસોનો છ મહિનામાં નિકાલ કરી લીઘો હોત……સાઘુડાઓને કન્સલ્ટ કરીને પોતાની પોલીટીકલ કેરીયર ઘડનારા પોલીટીશીયનો જ આ સાઘુડાઓને માથે ચઢાવીને રાખે છે…..પછી અાકેસો કેવી રીતે સોલ્વ થાય? અે બુક વાંચવાની ભલામણ કરું છું….વ્હેમ…અંઘશ્રઘ્ઘા નિષેઢ…લેખક: ડો. જેરામ. જે. દેસાઇ. સ્ત્યશોઘ બરાબર છે…શોઘ થયા પછી શું ? અમૃત હઝારી.

    Liked by 2 people

  2. વઘુ…….આજે સૌથી વઘુ લોકોની અંઘશ્રઘ્ઘા તેમના પોલીટીશીયનોમાં છે. તેઓ જ લોકોને લુટી રહ્યા છે. પછી તે કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે પછી બીજો પક્ષ…..લોકોને સાચુ વિચારતાં કરવાં સત્યશોઘકોઅે મોટા પાયા પર પોલીટીશીયનોને ઉઘાડા પાડવા રહ્યા….નવી યુવા સરકાર અને તે પણ સો ગળણે ગાળેલી આવશે તો જ ભારતનું ભલું છે…વચનો આપીને પાળવા નહિ તે તો કૃષ્ણના વચનથી શરું થયેલું છે…..તે પણ કહેવાય છે કે મોટો પોલીટીશીયન હતો….તેનામાં લોકોની વ્યથા હોત તો નહેરુને ભારતને મારવાવાળો બનાવ્યો નહ હોત…નહેરું તો જન્મો જન્મના માલીકો મુકતા ગયા…….તેમને જોઇને બીજા શીખ્યા…..અેક જમાત ઉભી કરી ગયા….કલીયુગ ? ને ડામ દેવો કે માણસને ?

    અમુત હઝારી.

    Liked by 3 people

  3. મને દિનેશ પંચાલનો લેખ બહુ ગમ્યો. આ માટે હું તેમને અને ગોવિંદ મારુ ને ધન્યવાદ આપું છું..

    કેટલાક માણસો દેવ દેવતાઓના ચમત્કારોની વાતો ફેલાવતા હોય છે. હું બે વરસ પહેલા ભારત ગયેલો ત્યારે એક સગાને ઘરે બેઠો હતો ત્યાં એનો ખાસ સ્નેહી મને મળવા આવ્યો. એણે મારી આગળ એક દેવની વાત કરીકે આ દેવતાનો એક ઉત્સવ આવે છે ત્યારે નવ ગાડામાં ભરેલું અનાજ રેલ્વેના ડબાની જેમ એક પછી એક નવ ગાડાં જોડ્યા હોય. અકેક ગાડામાં વીસથી પચ્ચીસ મણ અનાજ ભરેલું હોય. આવા ગાડાની લાઈનને બે માણસો ખેંચી જાય .
    હવે મારો પોતાનો દાખલો આપું છું. વર્ષો પહેલા હું મારે ગામ દેશીંગા ત્યાં મારો એક અતિ પ્રેમાળ મિત્ર છે. તેની સાથે હું પાણી નો કળશયો ભરીને ગામ બહાર જાજરૂ જવા ગયો. અને મિત્ર દુર ઉભો રહ્યો. અને હું જાજરૂ જવા બેઠો તુર્તજ મિત્રે બુમ મારીકે ત્યાં દેવસ્થાન છે. જે દેખાતું નથી કેમકે તે નદીના કાંપે દાટી દીધું છે. ત્યાં તમે જાજરૂ જશો તો જમીનને ચોંટી જશો બેઠા નહિ થઇ શકો. મેં એને કીધું કે તો તો મારે અહીં જ જાજરૂ જવું પડશે. અને હું ત્યાંજ બેઠો, હજી સુધી મને આ ગુપ્ત દેવનો ચમત્કાર અનુભવવા મળ્યો નથી.
    મને મારો એક સગો મહુડી ઘંટાકર્ણ ધનુષધારી જૈન તિર્થંકરનાં દર્શને લઈ ગયો. અમારી સાથે એક બીજો ઓળખીતો પણ હતો. મારા ઓળખીતાએ પોતાનો અહમ્ પોષવા 51 રૂપિયાની સુખડીનો ઓર્ડર આપ્યો. . હવે આ સુખડી ત્યાં જ ખાઈ જવાય બહાર લઇ ન જવાય. મેં એમને કીધું આપણા ત્રણથી આટલી સુખડી ખૂટશે નહિ. હું લઇ જઈશ મને ભલે પાપ લાગે. તો ત્રીજો ભાઈ બોલ્યો તમારી સાથે અમારું પણ ઘંટા કર્ણ દાદા ધનોત પનોત કાઢી નાખે. આખરે મારે નમતું જોખવું પડ્યું અને સુખડી ત્યાના માણસોને આપીને ખાલી વાસણ લઈને આવેલા.

    Liked by 2 people

  4. કરોડો વરસોથી અા પૃથ્વિ ઉપર પ્રાણિ જન્મે છે અને મરે છે. પૃથ્વિની અેક પણ ઇંચ જગ્યા ખાલી નહિ હોય કે જ્યાં કોઇ ને કોઇ પ્રાણિ મરેલું અને દટાયેલું નહિ હોય. અને તે પણ થરોના થરો…..અરે ૬૦ વરસ પહેલાં અેક વખત બાળ શ્મસાણ હતું ત્યાં મેં, વલસાડમાં, કોલોની બંઘાયેલી અને છોકરાંઓને રમતાં જોયા છે. વઘુ ઉડાણમાં વિચારીઅે તો આ બઘી જ જગ્યાઓમાના હસ્તિ ઘરાવતાં અેક વખતના કુવાઓના પાણી પણ પી ને ત્યાં જ જન્મીને મોટા થયેલાં અને પાછળથી કસેથી મૂવ થઇને રહેલાં લોકો મોટા નથી થયા ? ઘરતી ઉપર ક્યાં ખેતરો નથી ? તે આજના ખેતરોની જગ્યાઅે ૫૦…૧૦૦ ….૨૦૦….૫૦૦ વરસો પહેલાં શું હતું તે કોણ જાણે છે ? પરંતુ આજ ઘરતીમાતાના શરીર પર ઉગાડેલાં અન્ન, ઘાન ખાઇને જ તો આપણે મોટા થઇ રહ્યા છીઅે ને? કોણ દેવ અને કોણ દાનવ , કોણ અપશુકનીઅાર અને કોણ શુકનીઅાર ? હે, પામર પ્રાણિ…તું જ તો અપશુકનીઅાર છે અને તું જ તો શુકનીઅાર છે….તું જ તારો તારક અને તું જ તારો મારક….તારા મગજમાં કોઇ ભૂત રમે છે….તું જ બતાવ કે તેં કોઇ ભૂત જોયો છે ?…નહિ જોયો હોય તો તને તારી જાતને જોઇ લે……

    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. આ લાંબા ભજનની 67 મી કડી છે .
    दिल्ही में जिसका जन्म हवा वो मुशर्रफ पाकिस्तान जाई
    पाकिस्तानका हाकम बना फिर घर कैदमें जाई …सन्तोभाई समय बड़ा हरजाई ..६७

    Liked by 1 person

  6. Reblogged this on and commented:
    મારા બ્લોગ ઉપર રીબ્લોગ કરું છું. આભાર ગોવિંદભાઈ, શ્રી દીનેશ પાંચાલનો સુંદર લેખ લાવવા બદલ.

    Liked by 1 person

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘શનીદેવ અને સત્યશોધક સભા’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  7. દિનેશ પંચાલનો લેખ બહુ ગમ્યો. આ માટે હું તેમને અને ગોવિંદ મારુ ને ધન્યવાદ આપું છું..
    જ્યાં સંમત થતા હોઈએ ત્યાં શું લખવાનું

    Liked by 1 person

  8. એવી માન્યતા છે કે દાદાની ડેરીની બાજુમાં ઘંટ છે. તેનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા વીસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ઉપદ્રવો થતાં નથી. શ્રી. ઘંટાકર્ણદાદા લોકોનાં સંકટો દુર કરીને તેમને સમ્પત્તીવાન બનાવે છે. દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે.

    Ghantakarna Mahavir’s Pratishtha was done by Buddhisagar Maharaj. He was patel’s son but jain sadhu recognize that he can be great scholar, so educated him and made sadhu. On those days people were keeping Badha of Mira Datar near Unjha and sacrifice goat and other animal. So he establish Ghantakarna Mahavir. That area was poor, so Budhisagar suggested to consume prasad in Mahudi only, to help local poor people. with the time people started such rumors like દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે. When prasad is more Jain pedhi send it to local school.

    Budhisagar was man of future and you can learn more from author/ Prof. Kumarpal Desai

    I know some but lazy person to write.

    Like

  9. “સન્તો એટલે ટોળાની આગળ ચાલતું પહેલું મોટું ઘેટું. એ ઘેટું જો ભીંત ભુલશે તો આખો સમાજ ખોટા માર્ગે ચાલશે. સમાજની બૌદ્ધીક તન્દુરસ્તી માટે ધર્મગુરુઓની મનદુરસ્તી રહે તે જરુરી છે. કેમ કે કુવાના પાણીની ગંદકી દુર નહીં થશે તો આખા ગામે ગંદુ પાણી પીવું પડશે.” સાવ સાચી વાત. પણ ધ્યાન રહે કે બધા ધર્મગુરુઓ સંતો નથી હોતા.

    “આ દુનીયાને ‘આસારામ’ કરતાં ‘આઈન્સ્ટાઈન’ વધુ ઉપયોગી છે.” ના. આઈનસ્ટાઇને તો અમેરિકન પ્રમુખ ફ્રાંકલીન રુઝવેલ્ટને એક નહિ પણ ચાર પત્રો લખીને એટમબોંબ બનાવવાનો આગ્રહ કર્યો હતો. તેના ખરાબ પરિણામો હજુ પણ માનવજાતને ભોગવવા પડે છે. વિજ્ઞાનનો પણ અતિરેક ના કરવો જોઈએ. વિજ્ઞાન માહિતી આપે છે. તે માહિતીનો સદુપયોગ કરવાનું ડહાપણ નથી આપતું.

    Like

  10. आ शनीदेव होय के मांढरदेव, देव होय के देवी होय… बधा तुत समजवा. आ पत्थर पुजाने कारणे ईश्लामनो उदय थयो अने हवे वळी मक्का के मदीना नवुं बने एवा एंधाण देखाय छे.

    पृथ्वीराज चौहाण मुहम्मद गोर सामे हारी गयो अने कत्ल थई छतां आपणे चंद बारोटनी भाटाई सांभळवामांथी उंचे नथी आवता.

    मुहम्मद गजनवी ठेठ गजनीथी सोमनाथ आव्यो पण वेर वीखेर हीन्दुओने जरापण बोधपाठ मळेल नथी. हालनी सरकारने रथ यात्राओ काढी सत्ता हांसल करवामां रस छे.

    रोज छापामां समाचार आवे छे ईश्लामना अनुयायीओ चाल्या जाओ. क्यांक एवुं न बने मुहम्मद पयंगम्बरने पाछो भारतमां अवतार लेवो पडे?

    मुसलीम देशोमां पाकीस्तानमां लश्करनुं मोटुं मथक बने के कारोबार चाले एमां साउदी अरेबीयाने रस छे. उत्तर कोरीया तो घणुं दुर कहेवाय… ए हीसाबे रावलपींडी तो पांच के वीस कीलोमीटर दुर समजवुं….

    आ गुरुदेव, शुक्रदेव के शनीदेव पोताना ज कर्मे बधाने धर्म परीवर्तन करावशे?

    Liked by 1 person

  11. પ્રિય ગોવિંદ ભાઈ
    તમે તમારો કીમતી સમય લઈને જ્યાં ત્યાંથી ઉત્તમ સાહિત્ય મેળવો છે . અને લોકો સુધી પહોંચાડો છો . એ કાર્ય કરવા માટે જે તમારો ઉત્સાહ છે . એ ઉત્સાહ પરમેશ્વર ટકાવી રાખે . કેટલી આકાશો છે . આ દેખાય છે એનાથી ઉપરા ઉપરી એની ગણતરી લોકોએ કરી એ આકાસોમાં કેટલા સ્વર્ગ નર્ક છે . એના નામો ક્યાં સ્વર્ગમાં કેવા પ્રકારની સુખ સગવડો છે .અને ક્યા નરકમાં કેવા પ્રકારના દુ :ખો છે અને એ દુ : ખોના નામો એ ની શોધ કરનારા બધા આસ્તિકો અને ભારતના સમર્થ તત્વવેત્તા ગુરુ બૃહસ્પતિએ બધા સ્વર્ગ નરકનો છેદ ઉડાડી નાખ્યો . અને જનતા આગળ એને લાગી એવી સત્ય વાત લાગી એ રજુ કરી એ માણસ નાસ્તિક શું દુનિયા છે . બૃહસ્પતિએ કીધું કે છ શાસ્ત્રો છે એમાંનું કોઈ શાસ્ત્ર વિશ્વસનીય નથી . ફક્ત માણસની બુધ્દ્ધીજ વિશ્વાસ પાત્ર છે . પુરાણોમાં કીધું કે ચંદ્ર અમૃતથી ભરેલો છે . અને માણસની બુદ્ધિએ નક્કી કર્યું કે ત્યાં ધૂળ અને કાંકરા છે . હવે વ્યાસ મુનીએ લખેલા પુરાણો સાચા કે માણસ ચંદ્ર ઉપર જઈને જાત તપાસ કરી આવ્યો એ સાચો ? હવેતો કોઈ યુવતીને ચંદ્ર મુખી કહો કે માહજબીંka તો ખીજાય જાય એમ છે .

    Liked by 1 person

Leave a comment