યુવાપેઢી અને રેશનાલીઝમ

7

યુવાપેઢી અને રૅશનાલીઝમ

દીનેશ પાંચાલ

થોડા મહીના પુર્વેનો એક લગ્નપ્રસંગ સાંભરે છે. ગ્રહશાંતેક થઈ રહી હતી. યજ્ઞમાં ઘી હોમવાનો સમય આવ્‍યો એટલે બ્રાહ્મણે કન્‍યાના માબાપની પાછળ તેમના કુટુમ્બીઓને એકમેકને અડીને ઉભાં રહેવા જણાવ્‍યું. આ વીધી કુતુહલભાવે નીરખી રહેલા પન્દરેક વર્ષના એક કીશોરને પ્રશ્ન થયો– આ રીતે એકબીજાને હાથ અડાડીને ઉભા રહેવાનો શો મતલબ? એમ કરવાથી શો ફાયદો? એવું ના કરીએ તો શું નુકસાન થાય? છોકરાએ તેના પીતાને પ્રશ્ન પુછી તંગ કરી નાખ્‍યા. એમણે કંટાળીને મને ખો આપતાં કહ્યું– ‘આ અંકલને પુછ, એ તને બધું સમજાવશે!’

મેં એ છોકરાને તેના તમામ પ્રશ્નો સહીત બચુભાઈને હવાલે કર્યો. બચુભાઈએ તેની સાથે થોડી રોકડી વાતો કરી. ‘બેટા, તને તારા પ્રશ્નોનો સાચો જવાબ કોઈ નહીં આપે. કેમ કે જે સત્‍ય છે તે સ્‍વીકારવાની હીમ્મત કોઈ પાસે નથી. સાંભળ, સાચો જવાબ એ છે કે આવા ધાર્મીક કર્મકાંડો નર્યા અર્થહીન છે. બધું જ બોગસ છે. પરમ્પરાગત છે. ગ્રહશાંતેક વેળા બધાં એકમેકને અડીને કેમ ઉભાં રહે છે એ પ્રશ્ન પછી આવે, હું તો કહું છું આ ગ્રહશાંતેક જ શા માટે કરવામાં આવે છે? શો ફાયદો થાય છે એનાથી? શું ગ્રહશાંતેક સાંસારીક સુખશાંતીની ગેરન્‍ટી બની શકે છે? સીવીલ મેરેજ કરનારા ક્‍યાં ગ્રહશાંતેક કરાવે છે? વીદેશોમાં લગ્નવેળા આવી કોઈ ગ્રહશાંતેક કરાવવામાં આવતી નથી. તે સૌના લગ્નો શું નીષ્‍ફળ જાય છે?  કોઈ વડીલને પુછીશ તો તે એવું સમજાવવાની કોશીષ કરશે– કુટુમ્બના સર્વ સભ્‍યો સુધી ગ્રહશાંતેકનું ફળ પહોંચી શકે તે માટે સૌ એકમેકને અડીને ઉભા રહે છે!’ કેમ જાણે યજ્ઞનું પુણ્‍ય એ વીદ્યુતનો કરન્‍ટ ના હોય? તું કદી આવી વાતોમાં વીશ્વાસ કરીશ નહીં. આ બધાં  પરમ્પરાગત કર્મકાંડો જીવનના સુખદુઃખ પર રજમાત્ર અસર કરતાં નથી!

ખબર નહીં છોકરો બચુભાઈની વાતો કેટલી સમજી શક્‍યો હશે; પરન્તુ તે પ્રશ્ન પુછતાં અટક્‍યો. સદ્‌ભાગ્‍યે ઉગતી પેઢીમાં રૅશનલ અભીગમનો વીકાસ થઈ રહ્યો છે. નવી પેઢીના બાળકો સમાજના અન્ધશ્રદ્ધાયુક્‍ત વીચારો કે રીવાજો સાથે સમ્મત થતાં નથી.

નાનપણમાં મને માદળીયું પહેરાવવામાં આવતું. હું તે ચુપચાપ પહેરી લેતો. મારે માટે કેવળ એટલું પુરતું હતું કે એ માદળીયું મારા માવતરે મને પહેરાવ્‍યું છે. અને મારે તે પહેરી રાખવાનું છે. હવે સમય બદલાયો છે. આજે હું મારા દીકરાને એવું માદળીયું પહેરાવું તો તે દશ સવાલો કરશે. આ શું છે? મારે તે શા માટે પહેરવાનું છે? એ માદળીયું કંઈ રીતે દુઃખો મટાડી શકે છે? એ રીતે દુઃખો મટી શકતા હોય તો ડૉક્‍ટરો દવાને બદલે માદળીયાં કેમ નથી આપતા? આવા પ્રશ્નો વાલીઓને અકળાવે છે. મારા માવતરને હું નાનપણમાં વધુ ડાહ્યો ડમરો અને આજ્ઞાંકીત લાગ્‍યો હોઈશ; પણ મારી તે આજ્ઞાંકીતતામાં અજ્ઞાન હતું. કદાચ માનસીક રીતે આજના બાળકો ઘણાં તેજસ્‍વી હોય છે. તેમને પ્રશ્નો બહું થાય છે. તેમના એ પ્રશ્નો વાલીઓને જીવનનાં નક્કર સત્‍યોની સન્‍મુખ ખડાં કરી દે છે.

એક પરીચીત કુટુમ્બમાં 80 વર્ષના વૃદ્ધનું અવસાન થયું. ઘરના વડીલો શ્રાદ્ધ વગેરેની તૈયારીમાં પડ્યા. એ કુટુમ્બની બે દીકરીઓ કૉલેજમાં ભણે. તેમણે એ શ્રાદ્ધ ક્રીયાનો વીરોધ કરતાં કહ્યું : ‘પપ્‍પા, પૈસા અને સમયની બરબાદી સીવાય આનો કશો અર્થ નથી. માણસને જીવતાં જીવત જે સુખો આપી શકીએ તે જ સાચાં. મરણ પછી કાંઈ ઉપર પહોંચતું નથી. એને બદલે દાદાના નામે સ્‍કુલોમાં કે બ્‍લડબેંકમાં થોડું દાન કરશો તો તે વધારે ઉપયોગી થશે!’

અલબત્‌એ જુદી વાત હતી કે વડીલોએ દીકરીનું માન્‍યું નહીં, અને તમામ ખર્ચાળ મરણોત્તર શ્રાદ્ધ ક્રીયા કરાવી. પરન્તુ દીકરીનો આવો વૈચારીક વીરોધ આશાનું કીરણ જન્‍માવે છે. આજના બાળકો સમાજમાં દીમાગ ખુલ્લું રાખી બધું જુએ છે. જોઈને વીચારે છે. આંખ મીચીંને કશું સ્‍વીકારી લેતાં નથી. તેમને પ્રશ્નો ઉદ્‌ભવે છે ત્‍યારે તેઓ ચુપ બેસતાં નથી. વડીલોને પ્રશ્નો પુછીને મુંઝવી નાંખે છે. વડીલોના સ્‍પષ્ટીકરણથી તેમને સંતોષ ના થાય તો વાત માનવાનો સ્‍પષ્ટ ઈન્‍કાર કરી દે છે. દીમાગનું જનરેટર જીવન્ત હોય તો જ પ્રશ્નો થઈ શકે છે.

એ સન્દર્ભે સ્‍વામી સચ્‍ચીદાનન્દજીએ એક સુન્દર પ્રસંગ ટાંક્‍યો છે. ‘આપણે અને પશ્ચીમ’ નામના તેમના પુસ્‍તકમાં ‘દુધની ધારા’ શીર્ષક હેઠળ તેઓ લખે છે. ‘એક પરીચીત કથાકાર મળ્‍યા. તેમણે એક સ્‍વાનુભવ ટાંકતાં કહ્યું : ‘જૈનોની સભામાં મેં કહ્યું કે ભગવાન મહાવીરને ચંડકોશીયો નાગ કરડ્યો અને લોહીની જગ્‍યાએ દુધની ધારા છુટી. શ્રોતાઓ તો રાજી રાજી થઈ ગયા. શ્રોતાઓના ઉમળકાથી વક્‍તાને ઉત્‍સાહ આવતો હોય છે. એટલે મેં પણ માન્‍યું કે પ્રવચન ખુબ જામ્‍યું. પણ રાતના અઢી વાગ્‍યે એક જૈન સજ્જનનો ફોન આવ્‍યો. તેમણે કહ્યું કે ‘તમારું પ્રવચન સાંભળવા મારો ચૌદ વર્ષનો પુત્ર પણ આવ્યો હતો. સર્પ કરડવાથી લોહીની જગ્‍યાએ દુધની ધારા છુટી તે  વાત તેના મગજમાં ઉતરી નથી. તે મારું માથુ ખાઈ ગયો કે પપ્‍પા, શું આવું બને ખરું? જો નસોમાં લોહીની જગ્‍યાએ દુધ ફરે તો માણસ જીવી જ ના શકે વગેરે વગેરે અનેક પ્રશ્નો પુછે છે. અત્‍યારે અઢી વાગ્‍યે પણ તે ઉંઘતો નથી કે ઉંઘવા દેતો નથી. હવે તમે જ તેનું સમાધાન કરો એમ કહીને તેમણે રીસીવર પુત્રને આપી દીધું. હું શું સમાધાન કરું? આજ સુધી સેંકડો વાર કથામાં મેં આ પ્રસંગ કહ્યો હશે પણ આવું તો કોઈએ પુછ્યું જ ન હતું. બધાં રાજી રાજી થઈ જતાં. એ બાળકને હું શો જવાબ આપું? મેં રીસીવર મુકી દીધું. કારણકે મારી પાસે જ એનો ઉત્તર નહતો!’

અમારી મીત્રમંડળીમાં આ ઘટના જાણી બચુભાઈએ ક્‍યાંક વાંચેલો એક પ્રસંગ કહ્યો. એ પ્રસંગ આમ તો બાળકનો એક રમુજી ટુચકો માત્ર છે; પરન્તુ દોરા ધાગા કે તાવીજ પહેરનારા માણસો પર એમાં હળવો વ્‍યંગ છે. એ સંવાદ આ પ્રમાણે હતો.

સ્‍કુલેથી ઘરે આવેલ સંજુને મમ્‍મીએ પુછયું– ‘સવારે તારા ગળામાં મેં તાવીજ પહેરાવ્‍યું હતું તે ક્‍યાં ગયું? સંજુએ કહ્યું, ‘મમ્‍મી, તેં કહ્યું હતું કે એ તાવીજ પહેરવાથી કોઈ દુઃખ આવવાનું હોય તો ટળી જાય છે. એથી મેં તે દીપકને આપ્‍યું છે!’

મમ્‍મીએ પુછયું, ‘દીપકને કેમ આપ્‍યું? ‘

સંજુ બોલ્‍યો– ‘આજે ક્‍લાસમાં એ હોમવર્ક કર્યા વીના આવ્‍યો હતો!’

‘ઓહ બબુચક! ઘરે આવતી વેળા એની પાસેથી તે લઈ લેવું હતું ને?’

‘મમ્‍મી, સ્‍કુલમાં દીપક સીગારેટ પીતાં પકડાયો હતો. ટીચરે એના પપ્‍પાને કડક કાગળ લખ્‍યો છે. એથી સાંજે ઘરે પણ દીપકને એ તાવીજની જરુર પડવાની છે!’

મમ્‍મીએ કપાળે હાથ દેતાં કહ્યું, ‘હું તો પરેશાન થઈ ગઈ છું તારાથી… એક તો આજે ટીવી તુટી ગયું છે. તારા પપ્‍પા જાણશે તો બહું ખીજાશે!’

‘ચીંતા ના કર મમ્‍મી, હું હમણાં જ પેલું તાવીજ દીપકને ત્‍યાંથી લઈ આવું છું. એને કહીશ, અમારે ત્‍યાં તાવીજની ખાસ જરુર ઉભી થઈ છે!

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ સતમો લેખ, પુસ્તકનાં પાન 29થી 31 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત. સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06–11–2017

 

16 Comments

 1. અશ્વગંધાની બે જાહેરાત જોઈ. રેશનાલીઝમ માટે કોઈ ગોળીઓ મળે છે?<

  Liked by 1 person

 2. THE HOLY MARRIAGES ARE THE GREAT HOLY LESSON FOR OUR YOUTH.THIS AGE IS The
  stage of to know the facts,two day the all systems are curved,we fail to
  teach us holy history of SOLEH SANSKAR?
  6 નવેમ્બર, 2017 06:19 PM

  Like

 3. ધર્મના નામે જે અધર્મો અત્યારે જગતમાં થઈ રહ્યા છે, તે સર્વે ધર્મો ને લાગુ પડે છે. તેમાં સમય, પરસેવાની કમાણી પૈસા તો બરબાદ થાય છે, સાથે સાથે નવી પેઢી માટે પ્રશ્નો ઉભા કરી જાય છે. વારે તહેવારે આવા “ધર્મ ના નામે ધતિન્ગ” જેવા અવસરો પાછળ કરોડો રૂપિયા નો ધુમાડો થાય છે, અને તેમાં પન્ડિત, મહંત, પૂજારી, મુલ્લા, મોલવી, પાસ્ટર વગેરે ને ઘીકેળા થઈ જાય છે, જેથીજ આવા ધતિન્ગો ચાલ્યા જ કરે છે, અને ચાલ્યા જ કરશે, અને આપણે રેશનાલીસ્ટો ઍ વિષે લખતા જ રહેશું.

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 4. સુજ્ઞ દિનેશભાઇ, તમારી વાત સાચી છે. આમ જુઓ તો માનવસ્વભાવ બધે જ સરખો જ છે. લગભગ બધા જ સમાજમાં ઓછેવતે અંશેઆવી અંધશ્રધ્ધા કે માન્યતાઓ જોવા મળે છે. જિસસ કે મોઝીઝની કથા કર્ણ ને કૃષ્ણને મળતી આવે છે.અહી પણ જીવતા ન જાણેલા ને ન જાળવેલા માબાપની કબર પર એમની જન્મતિથી કે નાતાલના તહેવારોમાં કાર્ડ મુકાય છે. કબરની વિઝિટ કરાય ને ફુલો ચડાવાય છે. ફરક એટલો જ કે એ વ્યકિગત વસ્તુ છે. જાહેર જીવન પર એની કોઇ અસર નથી. દેખાડો નથી. લોકોના રોજબરોજના જીવનમાં અસર નથી.લોકો માત્ર અઠવાડીયામાં એક વખત ચર્ચમાં જાય બે ચાર કલાક પુરતુ. બીજી વાત આપણા ધાર્મિક પાત્રોના ચમત્કારિક જીવનની. જે આપણા બાળકોને સમજાવવી અધરી પડે છે. જો જુગારને કસીનો તરીકે, બ્રહ્માસ્ત્રને અણુબોંબ, મહાભારતના યુધ્ધને પ્રથમ કે બીજા વિશ્ર્વયુધ્ધ તરીકે,એવા ઘણા પ્રસંગોને નવા સંદર્ભમાં સમજાવો તો એ કદાચ બાળકોને ગળે ઉતરે. આમ પણ દરેક યુગમાં સરખી જ કહાની છે. ઇતિહાસનુ પુનરાવર્તન જ થતુ હોય છે. કારણ હજારો વર્ષો પછી પણ મુળભુત માનવ સ્વભાવની ખુબી ને ખામી માં જરાય ફેરફાર થયો નથી. પછી એ પરશુરામ હોય, ચંગીખખાન હોય, હિટલર હોય કે સદામહુસેન.
  એ જ..
  -વિમળા હિરપારા

  Liked by 1 person

 5. The first generation was t by ur parents not to question and do as told. The second generation is taught to listen and use their logic. If we do not accept this culture the first generation will have hard time.

  Liked by 1 person

 6. આલે જોરદાર માં બાપો સ્વીકારે એટલે સારું

  Liked by 1 person

 7. સરસ લેખ. આપણે સૌ આપણા પ્રશ્નો તો જાણીઅે જ છીઅૈ. અંઘશ્રઘ્ઘા જેને આપણે કહીઅે છીઅે તેના બઘાજ…લગભગ બઘા જ સ્વરુપોને અાપણે સૌ જાણીઅે જ છીઅે. હવે જરુરત છે આ પ્રશ્નોના નિરાકરણનો. અહિં કહેવાયુ છે કે આજની પેઢી સવાલો પુછે છે અને જ્યાં સુઘી તમની જીજ્ઞાસુપણાને સંતોષ ના થાય ત્યાં સુઘી પીછો નથી છોડતાં. ઘે આર ઇન્ક્વિઝીટીવ….જીજ્ઞાસુ…સત્ય જાણવાની તાલાવેલીવાળા…અને જ્યાં સુઘી તેમના મનને સંતોષ ના થાય ત્યાં સુઘી અંઘશ્રઘ્ઘાના પાણીમાં ડૂબકી મારતાં વડીલોની ઉંઘ હરામ કરનારા. હું તેઓને સલામ કરું છું. કારણ કે હું આ પરીક્ષા રોજે અાપુ છું. મારી સાડાત્રણ વરસની ગ્રાન્ડ ડોટર મારી પરીક્ષા લેતી હોય છે…જ્યારે હું તેને તેની મોન્ટેસરી શાળામાં મુકવા અને લેવા જાંઉ છું. મને પાસ થવાનો અાનંદ પણ થાય છે. ઘાર્મિક અંઘાપો મનમાં સવાલો ઉઠતાં હોય તો પણ સવાલ પુછવા દેતો નથી….કેમકે તે પોતે બીકણ છે….સત્યને દૂર રાખવાની રમતો રમે છે….અને તે આપણને ગળથૂથીમાંથી પીવડાવવામા આવે છે. ડોક્ટરો, વકીલો અને શાળામાં ભણાવતાં વિજ્ઞાનના શિક્ષકો…..ક્લાસમાં ભણાવે કાંઇ અને ઘરે પ્રેક્ટીસમાં મુકે કાંઇ…..
  દીનેશભાઇ, હજી સવાલો પુછવાવાળાઓની સંખ્યા મોટી નથી થઇ…ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં…..આવા સવાલો પુછવાવાળાઓની સંખ્યા વઘારવી તે આપણા સવાલોનો જવાબ છે.
  અને જ્યારે આ સવાલોના પુછનારા જાગશે…પુરે પુરા જાગશે ત્યારે કુટુંબ…સમાજ….ગામ….શહેર…..તાલુકો….જીલ્લો….રાજ્ય અને બીજા રાજ્યો મળીને દેશ જાગશે…ત્યારે દેશ સાચી દિશામાં પ્રગતિ કરશે.
  આ માટે શિક્ષણ…સાચા શિક્ષણની જરુરત છે….૧૦૦ ટકા શિક્ષણની જરુરત છે. જેને માટે રાહ જોવી રહી….કેટલાં વરસો ? ?????????????
  સાચુ શિક્ષણ કોને કહેવાય તે તો હવે કોને પુછવા જવું ? નકારાત્મક વાત નથી કરતો…પોઝીટીવ થિંકિંગ કરું છું.
  જે જે દેશમાં સાચા શિક્ષણ કરતાં ઘરમનો શંખ વઘુ ફુકાંતો હોય છે તે દરેક દેશની પરિસ્થિતિ ભારત જેવી જ છે.
  અને આવી પરિસ્થિતિમાં દરેક મા..બાપ, પોતાની જવાબદારી સમજીને પોતાના બાળકને સાચુ શિક્ષણ આપવાનું કર્મ કરનારા બની રહે .
  સવાલોને ઘુટતાં રહવાથી પ્રશ્ન સોલ્વ નથી થવાનો….જવાબ શોઘીને તેને અમલમાં મુકવાથી થાય છે.
  ભારતમાં સંસ્કૃતિના નામે કેટલાં મેનઅવર્સ વેડફાય છે ? છોકરાંઓના શિક્ષણો અદલાય છે ? સરકાર અેટલે કે પોલીટીકલ પાર્ટીઓ…ઘર્મના નામને લોકોને પોષીને…પોતાના કામો કરાવી લે છે…રાજ કરીને માલેતુજાર બની જાય છે.
  મોરારીબાપુ , રમેશભાઇ ઓઝા, જેવા બીજા કથાકારો શું આ મહાયજ્ઞને સફળ બનાવવા લોકો સાથે થશે ? તેમની કથાના પાત્રોને છોડશે ? બાળકોની જીજ્ઞાશાને સંતોષશે ? વિજ્ઞાનની આજની વાતને સ્વિકારશે ? અને હા હોય તો ગણપતિને કેવી રીતે સમજાવશે ?

  આજની વાત કરીઅે. આજના વિજ્ઞાને જે આપ્યુ છે તેને માનીઅે. તેનો ઉપયોગ કરીઅે.જેની કોઇ સાબિતિ નથી તે કોઇ કાળની વાતો વિષયે સવાલો પુછીઅે….જેમ આજના બાળકો કરે છે….

  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. ”કદાચ માનસીક રીતે આજના બાળકો ઘણાં તેજસ્‍વી હોય છે. તેમને પ્રશ્નો બહું થાય છે. તેમના એ પ્રશ્નો વાલીઓને જીવનનાં નક્કર સત્‍યોની સન્‍મુખ ખડાં કરી દે છે.”-શ્રી પાંચાલ

  મારાં પોતરાં સાથેના જાત અનુભવથી કહી શકું કે આ એક સત્ય હકીકત છે .આપણા અષ્ટમ પષ્ટમ જવાબથી એમને સંતોષ થતો નથી.

  એક વખત મારા પૌત્રના અમેરિકન મિત્રે મને પ્રશ્ન કર્યો કે દાદા ગણપતિનું માથું એલીફન્ટનું કેમ છે. મેં આપણી પુરાણ કથા કહી એને સમજાવ્યો.પણ મારા જવાબથી એને કે પૌત્રને સંતોષ ના થયો. મારા જવાબ સામે એણે જે સામી દલીલ કરી એ સાંભળી હું બે ઘડી વિચારતો થઇ ગયો. એણે કહ્યું કે આ તે કેવા ગોડ કહેવાય કે ગુસ્સામાં પોતાના પુત્રનું જ માથું કાપી નાખે અને પછી હાથીનું માથું કાપી એને પુત્રના માથે ચાંટાડી દે. પોતાના પુત્રનું માથું ફરી પાછું કેમ ચાંટાડી ના શકે. બિચારા હાથીનું માથું કાપી એની હત્યા કરે એ કેવા ગોડ કહેવાય !

  બોલો,એની દલીલ સામે તમે શું જવાબ આપી શકો.ભગવાનની લીલાની આપણી લુખ્ખી
  દલીલ એના ગળે કેમ કરીને ઉતારવી !

  Liked by 1 person

 9. દિનેશભાઇ, ખુબ સરસ લેખ. આવા ને આવા રેશનલ વિચારોનાં પુસ્તકો લખો અને સમાજમાંથી અંધશ્રધ્ધા દૂર કરો.
  નવીન બેન્કર

  Liked by 1 person

 10. Nice article –Congrats !
  The younger generation may or may not be more intelligent. But it asks questions because it is exposed to more science in everyday life than the older generation. A questioning mind is an intelligent mind.

  Science education trains the mind to understand cause and effect relationship. Our ancient Pauranik stories were written when modern science was not even born. We need to know more of true history also.

  If we want to make progress, we must stop spreading ancient Pauranik stories.
  Thanks. —Subodh Shah — USA.

  Liked by 1 person

 11. i am sorry but I fail to understand the significance of citing a few random illustrations of teenage queries, qualifies as sound arguments in support of
  the hypothesis of rationalism or the lack thereof among today’s youth. Asking questions and not getting rational answers follows the process of arriving at own conclusions has been ongoing for time immemorial and will continue unabated.

  The real question is intent of this article. If it is to highlight the present day psyche of young folks then for me, this article, in my opinion, fails the test.

  Like

 12. અંધશ્રદ્ધા નો કોઈ ઉપાય દેખાતો નથી પણ નેપોલિયન એમ કહ્યું છે કે જે દેશમાં સ્ત્રી શિક્ષણ વધારે
  તે દેશને સમાજ વધારે સંસ્કારી એજ એનો ઉપાય મને લાગે છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s