ગાઝા-પેલેસ્ટાઈનમાં માનવસંહાર બંધ કરવા વીશ્વના ખુણે ખુણેથી વીજ્ઞાનીઓની અપીલ!

ગાઝામાં નીર્દોષ લોકોની હત્યાઓ થઈ રહી છે. હત્યાઓને રોકવા, તાત્કાલીક યુદ્ધ વીરામ અને શાંતીની સ્થાપના માટે દુનીયાભરમાંથી રોજેરોજ અનેક વીજ્ઞાનીઓ અને વીજ્ઞાનપ્રેમીઓ વારંવાર અપીલ કરી રહ્યા છે. આવી ઘણી બધી અપીલો પ્રસીદ્ધ થઈ છે તેમાંથી એક અપીલ અહીં સાદર છે.

ગાઝાપેલેસ્ટાઈનમાં માનવસંહાર બંધ કરવા
વીશ્વના ખુણે ખુણેથી વીજ્ઞાનીઓની અપીલ!

   સંપાદક, વીજ્ઞાન ચેતના

આજે 8 નવેમ્બર, 2023. ઈઝરાયેલ દ્વારા ગાઝામાં સામુહીક માનવસંહારને આજે બરાબર એક મહીનો પુરો થયો. છેલ્લાં સમાચાર મુજબ ગાઝામાં અત્યાર સુધીમાં 10,000થી વધુ નીર્દોષ લોકોના મૃત્યુ થયા છે. અલબત, હમાસે કરેલા પ્રથમ હુમલાના કારણે ઈઝરાયેલ આ માનવસંહારને વાજબી ઠેરવી રહ્યું છે; પરન્તુ એ વાત જગજાહેર છે કે હમાસ– પેલેસ્ટાઈનના લોકોનું લીઝ પ્રતીનીધીત્વ કરતું નથી.

આ માનવસંહારને તાત્કાલીક રોકવા માટે ઈઝરાયેલ સહીત દુનીયાના મોટાભાગના દેશોમાં ખુબ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે અને જબરદસ્ત વીરોધ પ્રદર્શનો કરી રહ્યા છે, જેમાં પ્રસીદ્ધ વીજ્ઞાનીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ગયા વર્ષે રશીયાએ યુક્રેન ઉપર યુદ્ધ કર્યું ત્યારે પણ ખુદ રશીયાના વીજ્ઞાનીઓએ યુદ્ધ વીરામ માટે જાહેર અપીલ પ્રસીદ્ધ કરી હતી. આ અપીલને દુનીયાભરમાંથી હજારો વીજ્ઞાનીઓનું સમર્થન મળ્યું હતું.

આ અગાઉ પણ પ્રથમ અને બીજા વીશ્વયુદ્ધ સમયે, દુનીયામાં જ્યારે જ્યારે કોઈ એક દેશ દ્વારા અન્ય દેશ પર આક્રમણ થયું છે ત્યારે, પરમાણુ શસ્ત્રોના વીરોધ માટે તથા સૈન્ય બજેટમાં બેફામ વધારાની સામે વીજ્ઞાનીઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જેમાંના સી. વી. રામન, મેઘનાદ સાહા, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાય, વીક્રમ સારાભાઈ, અબ્દુસ સલામ, સ્ટીફન હોકીંગ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, બર્ટ્રાન્ડ રસેલ, રોબર્ટ ઓપનહાઈમ૨, મેડમ ક્યુરી, ઈરવીન સ્ક્રોડીન્જર, મેક્સ બોર્ન, મેક્સ પ્લાન્ક, કાર્લ લીનસ પૉલીંગ, ફ્રેડરીક જોલીઓટ-ક્યુરી, લીઝ માઈટનર વગેરે જેવા અનેક વીજ્ઞાનીઓના નામ જાણીતા છે. તેઓએ યુદ્ધ અને માનવસંહાર માટે વીજ્ઞાનનો દુરુપયોગ બાબતે હમ્મેશાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે. આજના વીજ્ઞાનીઓએ પણ આ પરંપરાને અનુસરતા ગાઝામાં નીર્દોષ લોકોની હત્યાઓ થઈ રહી છે તેની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તથા તાત્કાલીક યુદ્ધ વીરામ અને શાંતીની સ્થાપના માટે વારંવાર અપીલ કરી રહ્યા છે. આવી ઘણી બધી અપીલો પ્રસીદ્ધ થઈ છે તેમાંથી એક અપીલ અહીં સંપાદકીય તરીકે પ્રસીદ્ધ કરી રહ્યા છીએ. જેમાં વીશ્વના ખુણે ખુણેથી વીજ્ઞાનીઓએ પોતાના હસ્તાક્ષર આપ્યા છે. આ અપીલ નીચે મુજબ છે :

સ્નેહીશ્રી,

અમે દુનીયાભરના વીજ્ઞાનીઓ, એન્જીનીયરો, ગણીતશાસ્ત્રીઓ અને વીદ્વાનો, ગાઝામાં થઈ રહેલી જાનમાલની તારાજી બાબતે ખુબ રોષ વ્યક્ત કરીએ છીએ. અને આ પહેલી વાર નથી. ભુતકાળમાં પણ યુદ્ધ વગેરે જેવી કટોકટીભરી પરીસ્થીતીમાં જ્યારે જ્યારે વીજ્ઞાનનો દુરુપયોગ અને બદનામી થયા છે ત્યારે ત્યારે યુદ્ધો અને લોકોના જીવનની તારાજી સામે લોકોનો મત એકત્ર કરવા તેમ જ વીરોધ દર્શાવવામાં વીજ્ઞાનીઓએ ક્યારેય પાછી પાની નથી કરી. અત્યારે પણ જ્યારે ગાઝામાં જંગલીયતભર્યા બળો દ્વારા જે મોટાપાયે માનવખુવારી થઈ રહી છે, ત્યારે આપણે ચુપ કેવી રીતે રહી શકીએ?

આપણે ચોક્કસપણે હમાસ દ્વારા ઈઝરાયેલના નાગરીકો પરના હુમલાને અને નાગરીકોને બાનમાં લેવાની બાબતને એટલું જ વખોડીએ છીએ. પરન્તુ, બદલારુપે ઈઝરાયેલ તો ગાઝાના શાંત અને નીઃશસ્ત્ર નાગરીકોને સામુહીક સજા કરી રહ્યું છે. અને તેમની આડેધડ હત્યાઓ કરી રહ્યું છે, જેમાં ત્રીજા ભાગના નાગરીકો તો બાળકો છે. 7 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર, 2023ના ગાળામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં 4,000થી પણ વધુ લોકો માર્યા ગયા છે, જેમાં 60 ટકા બાળકો અને મહીલાઓ છે (આજે 8 નવેમ્બરે આ મૃત્યુઆંક 10,000થી પણ વધુ થયો છે). ઈઝરાયેલના હવાઈ હુમલાઓએ મોટા જમીનપટ્ટાને મલબામાં ફેરવી નાખ્યો છે. હૉસ્પીટલો પણ તેમાં બાકાત નથી. અને હવે ઈઝરાયેલ ખુલ્લેઆમ લાખો નાગરીકોને સલામત જગ્યાનો કોઈ પણ વીકલ્પ આપ્યા વગર ત્યાંથી ખસી જવાનું કહી રહ્યું છે. તેણે તમામ માનવીય કાયદાઓનો ભંગ કરીને ગાઝામાં વીજળી, પાણી, બળતણ અને તબીબી પુરવઠો અટકાવી દીધો છે.

અમે સંયુક્ત રાષ્ટ્ર સંઘને આની સામે કડક અને શીસ્તબધ્ધ પગલાં લેવા વીનંતી કરીએ છીએ. અમે એ પણ વીનંતી કરીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રસંઘ આ યુદ્ધને તાત્કાલીક અટકાવે તથા ગાઝાના બંધક અને લાચાર લોકો માટે રાહત સામગ્રી તેમજ તબીબી મદદ માટેનો રસ્તો મોકળો કરે.

અમે દુનીયાભરના નીસબત ધરાવતા નાગરીકોને અપીલ કરીએ છીએ કે તેઓ વીરોધનો અવાજ ઉઠાવે, ગાઝાના લોકોની પડખે ઉભા રહે અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તથા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના લોકો શાંતી અને સુમેળથી સાથે રહી શકે તે માટે સત્તાધીશોને ફરજ પાડવા માટે પણ અવાજ ઉઠાવે.

આભાર સાથે,

લી. અમે છીએ…
લીસ્ટમાં દુનીયાભરમાંથી રોજેરોજ અનેક વીજ્ઞાનીઓ અને વીજ્ઞાનપ્રેમી જોડાઈ રહ્યા છે. (સ્રોત : https://breakthroughindia.org/appeal-to-stop-war/) તે તમામનો સમાવેશ કરવો અહીંયા શક્ય નથી. ક્ષમસ્વ… 🙏 –ગોવીન્દ મારુ

   સંપાદક, વીજ્ઞાન ચેતના

યુનીવર્સ સાયન્સ ફોરમનું ઈ-મેગેઝીન ‘વીજ્ઞાન ચેતના’નો 65મો અંક (નવેમ્બર, 2023)માંથી; ‘વીજ્ઞાન ચેતના’ અને તેના સમ્પાદકશ્રી તેમ જ Breakthrough Science Society, Indiaના સૌજન્યથી સાભાર…

વીજ્ઞાન ચેતના–સમ્પર્ક : usfgujarat@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને આતુરતા નકામી નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–11–2023

8 Comments

  1. Every one oppose the violence in Gaza but no one suggests solution. Here is
    1) Both side should accept that they have right to exist2) No one has right to kill any one3) both side has made historical mistakes so best way to forget and forgive. 4) Now , redesign boundary of Palestine and Israel with independent democratic govt with pledge not to interfere in management of country . 5) any violation of treaty will be dealt by “ peace committee of international eminent jurist having authority to give mandate binding to both country .

    Liked by 2 people

  2. ખોરાક,પાણી,દવાઓ,રહેણાક જેવી માનવીય સહાય તો દરેકને મળવી જોઇએ બાકી
    વૉરના સમાચાર તો કોણ આપે છે અને કઇ સ્થિતીમા આપે છે તે આધારીત છે.પોલીટીક્સમા તો ઝાઝી ગતાગમ નથી
    મા અકબર ઇલાહાબાદી કહે છે તેમ
    ‘ પ્રેસ બ્યુરોકી રીપોર્ટસે યે જાહીર હોતા હૈ
    ફતેહ સરકારકી હોતી હૈ , કબ્જા ઉનકા હોતા હૈ’
    દરેક પોતાને ફાવતી સ્થિતીમા યુધ્ધ વિરામ કરવાનુ કહે તે વાતે તો બન્ને પક્ષોના વિચાર રજુ કરવાની તક મળવી જોઇએ નહીં તો ભગવતગીતાના શ્લોકમા-
    અહીંસા પરમો ધર્મ નો પ્રચાર થાય
    બાકીનો શ્લોક ધર્મો હીંસા તથૈવ ચ ભુલી જવાય.

    Liked by 1 person

  3. SHREE GOVINDBHAI,
    AAJE DUNIYAMA AAPANE JOI SHAKIA CHHEEA KE KIYAY SHANTI NATHI. AAPNE JOI SAKIA TO MAANAVO MATE PURTI VASTU MADI RAHE AATLU GHANU CHHE PAN MANE LAGE CHHE KAY HAVE BHAGVAN PAN THAKI GAYA HASHE. MANAV ANE DEV VACHE AAPNE BAROBARI KARI RAHYA CHHE. ISHWAR DHARE TO
    DUNIYANO ANTA LAVI SAKE. DUNIYAMA PEHLA JAVI RAHI NATHI. MARU TARU ANE SWARTH BHARI THAI GAYI CHHE.
    TONKMA AAJE GAZAMA JE MANAVSANHAR THAY RAHYO CHHE . JAMIN MATE AAK BIJA ZAGDA KARI RAHYA CHHE . JATLI PRAGATI THAY RAHI CHHE ATLIJ DURGATI. BHUMI PAN KHEDAN MEDAN, MANAVANI RAHEVA KARVANI JAGANO NAASH, HATIARO PAN KETLA BHAYANKER VAPRI RAHYA CHHE.
    HATIARNO VAPAR CHHALE CHHE, ANE JOVA JAV TO HATIARNO SANGH THAI CHHE. AAMA GARIB DESHO PAN HATHIRO LAI RAHYA CHHE. BHOROSHO KOI NO KARVA JAVO CHHE ? SAACHU KAHU TO HAVE DUNIYA VINASH THATO; MARI DRASTITHI NIHALI RAHYO CHHOO.
    MARI ISHWARNE AAK PRATHNA CHHE KE DUNIYAMA AATLI SARAS PRAGTI THAY CHHE TENO VINASH THAVO NA JOYIA. AA LADAI THAI RAHI CHHE, ANE JO KOINU MAGAJ FATKSHE TO TRIJI DUNIYANI LADAI SHARU THAI TO JAPANMA JE THAYU HATU AVU NA THAI TE JAROORI CHHE.
    HARI BOL HARI BOL ANE PRATHRNA AAPNI SAMAJ PRAMANE KARIA.

    SERVENE , MANAVA SAMUDAYANE NAVA VARSHNI SUBHEXA !!!!!!!!!!!!!!!!!

    Liked by 1 person

  4. गाजा के नागरिको के प्रति पूरी हमदर्दी रखते हुए हमें सबसे पहले हमास द्वारा 7 अक्टूबर 2023 को किए गए क्रूरतापूर्ण हमले की निंदा करनी चाहिए। इस्राइल को आत्मरक्षा का पूरा अधिकार है।

    लेखक का यह कहना भी सही नहीं है कि हमास फिलीस्तीन के लोगों का प्रतिनिधित्व नहीं करता। अगर हमास फिलीस्तीन के लोगों का प्रतिनिधित्व नहीं करता, तो क्या वह बांग्लादेश के लोगों का प्रतिनिधित्व करता है? या चीन, जापान के लोगों का प्रतिनिधित्व करता है? फिर 7अक्टूबर के हमले की गाजा और वेस्ट बैंक में खुशियाँ क्यों मनाई गई? वास्तविकता यही है कि हमास गाजा के लोगों का सबसे लोकप्रिय संगठन है, जो हिंसक संघर्ष में यकीन रखता है। वेस्ट बैंक में भी काफी संख्या में फिलीस्तीनी इसके समर्थक मोजूद हैं। ऐसे में आतंकवादियों और नागरिकों में स्पष्ट भेद करना कठिन हो जाता है।

    इसमें दो राय नहीं है कि गाजा-इस्राइल युद्ध शीघ्रातिशीघ्र समाप्त होना चाहिए, निर्दोष बच्चों की जान नहीं जानी चाहिए, लेकिन हमास के द्वारा अपहृत लोगों की बिना शर्त वापसी की मांग का लेखक ने कोई संज्ञान नहीं लिया है। दुनियाभर में फिलीस्तीन के पक्ष में लोगों ने विशाल प्रदर्शन किए, लेकिन अपहृत इस्राइली नागरिकों के मामले पर सबने चुप्पी साध रक्खी है।

    हमास, हिजबुल्ला, ईरान आदि इस्लामिक आतंकवादियों के लिए मानवाधिकार, शांति, सहअस्तित्व आदि उच्चतर मूल्यों का कोई महत्व नहीं है। ये केवल शक्ति की भाषा ही समझते हैं। कहा भी गया है:- शठम शाठयम समाचरेत। लातों के भूत बातों से नहीं मानते हैं।

    इस्राइल चारों ओर से शत्रु देशों से घिरा हुआ है। ये इस्राइल का अस्तित्व तक स्वीकार नहीं करते। इस स्थिति में हम मानववादी लोगों की पूर्ण सहानुभूति इस्राइल की ओर होनी चाहिए।

    मनोज मलिक, चंडीगढ़

    Liked by 1 person

Leave a comment