બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વીજ્ઞાન

બૌદ્ધ તત્ત્વજ્ઞાન’ના મહત્ત્વપુર્ણ સીદ્ધાંતો જેવા કે ‘પ્રતીત્યસમુત્પાદ’ (Cause and Effect), ‘નામરુપ’ (Form and Mind), પ્રાકૃતીક કર્મસીદ્ધાંત તથા સમ્યક સમાધી (ધ્યાન) અંગેના તથાગત બુદ્ધના મહત્ત્વપુર્ણ વીચારોને વૈજ્ઞાનીક દૃષ્ટીકોણથી અને તાર્કીક રીતે પ્રસ્તુત પુસ્તકમાં સમજાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. મનુષ્યના વર્તમાન જીવનમાં જ દુઃખ મુક્ત થવામાં બુદ્ધના વીચારોની ઉપયોગીતા પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો છે, જે વીશેષ ધ્યાનાકર્ષક છે.

વાચકો જોગ

 ડૉ. હિતેશ શાકય

બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વીજ્ઞાન’ પુસ્તકમાં આધુનીક વીજ્ઞાનની મદદથી સજીવની ઉત્પતી અને ભૌતીક અસ્તીત્વના મુળભુત કણો અંગે થયેલા સંશોધનો અને બૌદ્ધ તત્ત્વજ્ઞાન વચ્ચે શું સામ્યતા જોવા મળે છે, તેની આછેરી ઝલક ચોક્કસ પણે જોવા મળશે, તેમાં કોઈ બે મત નથી. સામાન્ય સજીવથી લઈને ‘હોમો સેપીયન્સ’ સુધીની ક્રમશ: વીકાસની યાત્રાને સમજવા માટે જૈવીક ઉત્ક્રાંતી વીશે જરુરી અને પ્રયાપ્ત માહીતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં ખાસ કરીને મનુષ્ય જીવનમાં સતત અનુભવાતા દુઃખ અને તેના માટે કારણભુત પ્રાકૃતીક પસંદગી મુજબ આપણાં મગજની ડીઝાઈનને મનોવૈજ્ઞાનીક દૃષ્ટીકોણથી સમજાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનને કઈ રીતે સમજી શકાય. તે માટે બુદ્ધના મન અને ધ્યાન સમ્બન્ધીત ઉપદેશો અને તેનું સ્પષ્ટ વીવરણ તથા ધ્યાન સાધનાની મુળભુત ટેકનીક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મારા મતે લોકોમાં માનસીક બદલાવ લાવવા માટે ધ્યાન એક વૈજ્ઞાનીક અભીગમ સાથેની માનસીક પ્રક્રીયા છે. ધ્યાનથી દરેક વ્યક્તીમાં હકારાત્મકતાના બીજ વાવી શકાય તેમ છે. હું ચોક્કસ પણે માનું છું કે બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વીજ્ઞાન બન્ને સમાંતર ચાલી રહ્યા છે. બુદ્ધના વીચારોની મહાનતા અને ગહનતાના કારણે આજના આધુનીક વીજ્ઞાનની કસોટીઓમાં પણ બુદ્ધના વીચારો સત્ય સીદ્ધ થઈ રહ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં રજુ થયેલા વીચારો લોકોમાં માનસીક પરીવર્તન કરવામાં મદદરુપ થઈ શકે તેમ છે. તેથી, મારો દૃઢ વીશ્વાસ છે કે લોકોના માનસીક પરીવર્તન દ્વારા માનવતાને અવશ્ય સમૃદ્ધ કરી શકાશે.

મારા મતે એક લેખક તરીકે મારી પવીત્ર ફરજ છે કે તમે આ પુસ્તક વાંચો, તે પહેલા નીચેની કેટલીક બાબતો તરફ તમારું ધ્યાન દોરવું ખુબ જ જરુરી અને આવશ્યક છે.

1. હું સ્પષ્ટ રીતે માનું છું કે જીવન કોઈ ચમત્કાર નથી. પરન્તુ, જીવનની ઉત્પતી પણ આકસ્મીક રીતે થઈ ગઈ હશે, તેવું પણ કઈ રીતે માની શકાય? કારણ કે બુદ્ધના ‘પ્રતીત્યસમુત્પાદ’ (કાર્ય–કારણ)ના સીદ્ધાંત મુજબ કોઈ પણ ચીજ કોઈ પણ કારણ વીના થવી સંભવ નથી. તેથી, આ પુસ્તકમાં જીવનની ઉત્પતીને લગતા બુદ્ધના પ્રાકૃતીક સીદ્ધાંતોને આધુનીક જીવવીજ્ઞાન અને ભૌતીકશાસ્ત્રની મદદથી સમજાવવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી, વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પુસ્તકમાં જીવનની ઉત્પતી અંગે રજુ કરવામાં આવેલા વીચારોમાં કોઈ પણ પ્રકારની અન્ધશ્રદ્ધા કે કોઈ ધાર્મીક પક્ષપાતને બીલકુલ મહત્ત્વ આપવામાં આવ્યું નથી.

2. સામાન્ય પ્રકારના એક કોષીય સજીવથી શરુ થઈને બહુ કોષીય, બહુ આયામી તથા સૌથી વધુ બુદ્ધીશાળી ગણાતા સાંપ્રત સમયના મનુષ્ય સુધીની ખુબ લાંબી જૈવીક અસ્તીત્વની યાત્રા વાસ્તવમાં ખુબ જ રોમાંચીત છે. આ પુસ્તકમાં સજીવની જૈવીક યાત્રાની સાથે પૃથ્વી પરના સમગ્ર પ્રાણી જગતમાં સર્વોચ્ચ ગણાતા અને એક હથ્થું શાસન કરતા ‘હોમો સેપીયન્સ’ના જીવનની વાસ્તવીકતા શું છે? તે અંગેના વૈવીધ્યપુર્ણ વીચારોને બૌદ્ધ તત્ત્વજ્ઞાનના સહારે ન્યુરોસાયન્સ અને આધુનીક મનોવીજ્ઞાનની કસોટીમાંથી પસાર કરીને ખુબ સુંદર રીતે સમજાવવા પ્રયત્ન કર્યો છે, જે ખરેખર આ પુસ્તકની વીશેષતા છે.

3. હું ચોક્કસ પણે કહીશ કે આ પુસ્તકમાં ખુબ જ વીચારણીય અને કેટલાક અંશે ગંભીર કહી શકાય તેવા વીવીધ મુદ્દાઓ પર ખુબ સુંદર ચર્ચાઓ કરવામાં આવી છે. તથા આ તમામ ચર્ચાઓ સંપુર્ણ રીતે તટસ્થ, વૈજ્ઞાનીક અને તાર્કીક દૃષ્ટીકોણ સાથે કરવા ઉમદા પ્રયત્ન કર્યો છે, જે સૌથી વધુ ધ્યાનાકર્ષક છે

4. હું સારી રીતે જાણું છું કે આધુનીક ભૌતીકશાસ્ત્ર (ક્વાંટમ ફીઝીક્સ), આધુનીક જીવવીજ્ઞાન (ન્યુરોબાયોલૉજી), આધુનીક માનોવીજ્ઞાન અને સાયકો–ન્યુરો ઈમ્યુનોલૉજી જેવા ખુબ જ નવા વીજ્ઞાનના ક્ષેત્રોમાં ઘણા સંશોધનો થઈ રહ્યા છે. બધા જ સંશોધનો સમજવા અને આ પુસ્તકમાં રજુ કરવા લગભગ અશક્ય છે, છતાં આ બધા જ સંશોધનોને ખુબ જ બારીકાઈથી સમજીને વાચકોને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાનને ધ્યાનમાં રાખીને કેટલાક સંશોધનોને ખુબ જ સરળ અને મૌલીક શૈલીમાં રજુ કર્યા છે. મને લાગે છે, વાચકોને તે જરુરથી ગમશે.


પુસ્તક પ્રાપ્તી સ્થાન
સુશ્રી ઉષાબહેન શાક્ય, 6,
પંજુરી પાર્ક–2, સાંગોડપુરા રોડ, આણંદ.
સેલફોન : 87800 09611
ઈ.મેલ :  ushashakya1977@gmail.com
મુલ્ય : રુપીયા 225/- પાનાં : 212

5. આધુનીક રસાયણશાસ્ત્રના પીતા અને ફ્રેંચ વૈજ્ઞાનીક એન્ટોની લોરેંટ લવોઈઝરે સાબીત કર્યું હતું કે ‘સૃષ્ટીની દરેક વસ્તુ (સજીવ કે નીર્જીવ) હમ્મેશાં એક સ્વરુપમાંથી બીજા સ્વરુપમાં રુપાંતર થતી રહે છે’. અર્થાત્ દરેક વસ્તુ સ્થીર કે સ્વતંત્રપણે અસ્તીત્વ ધરાવતી નથી તથા એક બીજા સાથે ગહન રીતે જોડાયેલી હોય છે. આ પુસ્તકમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાન મુજબ પ્રત્યેક પદાર્થોના સહ–અસ્તીત્વ અને સહ–ઉત્પતીના સીદ્ધાંતને સમજાવીને આપણાં જીવન અને આપણી આસપાસની સમગ્ર સૃષ્ટી સાથેના આપણાં વ્યવહાર અને વર્તન વીશેના બીન–પ્રાકૃતીક દૃષ્ટીકોણને પ્રાકૃતીક દૃષ્ટીકોણમાં બદલવામાં મદદરુપ બની શકે, તેવો સંનીષ્ઠ પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જે પુસ્તકની સૌથી મોટી વીશેષતા છે.

6. હું બીલકુલ દાવો કરતો નથી કે આપણાં જીવન અને તેના સમ્બન્ધીત બધા જ પ્રશ્નોના સંપુર્ણ જવાબો આ પુસ્તકમાંથી મળી જશે, પણ હું સ્પષ્ટ પણે માનું છું અને મારો દૃઢ વીશ્વાસ છે કે આ તમામ પ્રશ્નોનાં જવાબો શોધવાની દીશામાં પ્રસ્તુત પુસ્તક સુજ્ઞ વાચકમીત્રોને એક અસરકારક માર્ગદર્શીકાના રુપે ચોક્કસ પણે મદદરુપ બની શકશે.

7. જો હું કહું કે સંપુર્ણ બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને આધુનીક વીજ્ઞાનના તમામ ક્ષેત્રોને આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે, તો તે અતીશ્યોક્તી કરી કહેવાશે. કારણ કે બૌદ્ધ તત્ત્વજ્ઞાન મહાસાગર સમાન ખુબ જ વીશાળ અને અતી ગહન છે તથા વીજ્ઞાનના પણ અસંખ્ય ક્ષેત્રો છે અને દરેક ક્ષેત્રોમાં રોજબરોજ સંશોધનો થતાં રહે છે. છતાં, મને અતુટ વીશ્વાસ છે કે બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વીજ્ઞાનના કેટલાક મહત્ત્વપુર્ણ સીદ્ધાંતોને સામાન્ય લોકો પણ સમજી શકે, તેવી સરળ છતાં તાર્કીક શૈલીમાં રજું કરવા પ્રયત્ન કર્યો છે, તે વાચકોને અવશ્ય ઉપયોગી થશે.

 ડૉ. હિતેશ શાકય

કૃષી ઈજનેરીના મદદ. પ્રાધ્યાપક ડૉ. હીતેશ શાક્યે વીવીધ વૈજ્ઞાનીક સીદ્ધાંતોને બુદ્ધના વીચારો સાથે સાંકળીને સામાન્ય વ્યક્તી સમજી શકે તેવી સરળ શૈલીમાં લખેલ ચોથું પુસ્તક ‘બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વીજ્ઞાન (પ્રકાશક : મૈત્રી ગૃપ, આણંદ ISBN : 978-93-92926-61-7 સેલફોન : 87800 09611 ઈ.મેલ :  ushashakya1977@gmail.com પ્રથમ આવૃત્તી : 2024 પાનાં : 212 મુલ્ય : રુપીયા 225/-)માંથી; લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. હીતેશ બી. શાક્ય, 6, પંજુરી પાર્ક–2, સાંગોડપુરા રોડ, આણંદ. સેલફોન : 97123 28103 ઈ.મેલ :  shakya1970@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23/05/2024

12 Comments

  1. ‘બૌદ્ધ તત્ત્વજ્ઞાન અને વીજ્ઞાનના કેટલાક મહત્ત્વપુર્ણ સીદ્ધાંતોને સામાન્ય લોકો પણ સમજી શકે, તેવી સરળ છતાં તાર્કીક શૈલીમાં રજું કરવા પ્રયત્ન કર્યો છે, તે વાચકોને અવશ્ય ઉપયોગી થશે.’ધન્યવાદ
    આ અંગે અભ્યાસ કરવો પડશે ,
    સામાન્ય ચર્ચામા સમજાય– બૌદ્ધોની ચાર ધારોમાંથી એક ધારા વિજ્ઞાનવાદી કહે છે કે વિજ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. આ જગત તો માત્ર તમારી કલ્પના છે, એમાંથી શંકરનું અદ્વૈત નીકળ્યું એમ લોકો માને છે પણ વાતો તો બંનેની સરખીજ છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું દર્શન છે એ સ્વપ્નને વધુ મહત્વ આપે છે. આલોક્ભોગ્ય વિષય નથી. પેલો કહે છે, न अभाव उपलब्धे, એની ઉપલબ્ધી છે, એનો અભાવ નથી. અને એના ઉપર પછી ભાષ્યો લખાય છે. આ જે જગતના અસ્તિત્વને નહિ માનનારું જે દર્શન છે, એ સ્વપ્નને બહુ મહત્વ આપે છે. તરતજ એના ઉપર સુત્ર લખે છે, वैधरम्याच न स्वप्ना दिवत – આત્મા શું છે? એણે લખ્યું अथातो ब्रह्म जिज्ञासा. અને તરતજ કહ્યું બ્રહ્મ શું છે? એણે કહ્યું, जन्माद्यस्य्त: એટલે यत्: जन्मादि ततब्रह्म. બર્ટન રસેલે આજ પ્રશ્ન મુક્યો. એણે કહ્યું જો આ સૃષ્ટિનો ઉત્પન્ન કરનારો ભગવાન હોય તો પછી ભગવાનનો ઉત્પન્ન કરનારો કોઈ હોવો જોઈએને? અહીં પેલા દાર્શનિક “બર્ટન રસલ” સાથે પ્રત્યક્ષનો વિરોધ આવે છે ,
    બૌદ્ધ તત્ત્વજ્ઞાનમા વિપશ્યના – આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની અત્યંત પુરાતન સાધના પદ્ધતિ છે. તે બૌદ્ધ સાધના ના ત્રણ અંગો શીલ, સમાધિ (ધ્યાન) અને પ્રજ્ઞા પૈકી ત્રીજુ અંગ છે. લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે સાધનાની આ રીતની શોધ ગૌતમ બુદ્ધ દ્વારા સ્વપ્રયત્નોથી કરવામા આવી હતી.

    આ આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના અંગે અમારા જેવા અનેકોના ખૂબ સરસ અનુભવો છે.કદાચ મેડીકલ ફાર્મસી-માફિયા વિરોધ કરે..

    Liked by 1 person

Leave a comment