‘માતાજી’ને અમેરીકાનું આમંત્રણ

અમેરીકાથી શ્રી દીપકભાઈ લલ્લુભાઈ પટેલ ( મુળ ફવા ગામ, તાલુકો બારડોલી )નો પત્ર છે; જે અત્રે હું, વ્યવસ્થીત લખાણના સંદર્ભે જરુરી સુધારા-વધારા સાથે, લગભગ શબ્દશ: પ્રસ્તુત કરું છું- ભાવકોની જાણ માટે તથા સંબંધીતોની આવશ્યક નોંધ અર્થે શ્રી દીપક પટેલ લખે છે:

હવે ‘ગુજરાતમીત્ર’ અખબાર અમે તમારા કરતાંય પહેલાં- અહીંના દીવસન લગભગ બપોર બાદ જ વાંચી શકીએ છીએ, અને એથી ખુબ ખુશ છીએ; કારણ કે, દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ અમારું માનીતું અખબાર રહ્યું છે. આવી વ્યવસ્થા બદલ અમે તંત્રીશ્રીના ખરેખર ઋણી છીએ.

એ મુજબ, ગયા શુક્રવારની સાંજે અમે શનીવાર તા.૧૨, સપ્ટેમ્બરના અંકમાં એક સમાચાર વાંચ્યા, અને આનંદ, આશ્વર્ય તથા કુતુહલ-જીજ્ઞાસાથી અમે રોમાંચીત થયા. એ સાથે જ અમને થયું કે, આ બાબતે કંઈક સક્રીય આગળ કરવું જોઈએ; કારણ કે, આવી ઘટના જો સત્ય હોય તો, એ ખરેખર જ અમારા વહાલા વતન ભારતની પ્રાચીન સંસ્કૃતીની અને એના યોગશાસ્ત્રની મહાનતા છે અને આજનું ગૌરવ છે. માટે પ્રસ્તુત સમાચાર દુનીયા આખીએ જાણવા જ જોઈએ. સમાચાર છે:

“…..આબુ-અંબાજી સ્થીત ગબ્બર પાસેની ગુફામાં રહેતા ૮૨ વર્ષીય પ્રહલાદભાઈની જાની (ચુંદડીવાળા માતાજી) છેલ્લાં ૭૨ વર્ષથી અન્ન-જળનો ત્યાગ કરી, સ્ત્રીવેશે અંબાજી માતાની ભક્તી કરી રહ્યા છે. શ્રી જાનીની આ રહસ્યમય અને અલૌકીક શક્તીએ વીજ્ઞાન અને મેડીકલ સાયન્સને પણ માથું ખંજવાળતા કરી મુક્યા છે… ‘હું કઈ રીતે જીવન જીવી રહ્યો છુ?- એની તબીબી ચકાસણી અત્યાર સુધી ૨૫ વખત થઈ છે…’ ને આગળ તેઓ કહે છે; ‘માતાજી’ જ્યારે અગીયાર વર્ષનાં હતા, ત્યારે ત્રણ દેવીઓ અને ત્રણ દેવતાઓએ એમને ક્રમશ: દર્શન આપ્યા… તેમના એક સ્પર્શથી હંમેશ માટે ભુખ-તરસ લાગતી બંધ થઈ ગઈ અને મુખમાંથી અમૃત ઝરવા લાગ્યું.”

એ પછી, પોતાના તરફ્થી ટીપ્પણ કરતાં, શ્રી પટેલ લખે છે કે, જો અમારા અમેરીકામાં આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી હોય તો, પત્રકારો અને વીજ્ઞાનીઓ બધા જરુર દોડાદોડ મચાવી મુકે ! કયા તબીબો તથા કયા વીજ્ઞાનીઓએ આ ‘માતાજી’ની અલૌકીક શક્તીની ચકાસણી કરી, એમને શોધે, મળે, પુછે અને તેઓનો વીગતે ઈન્ટરવ્યુ લે, અને જાણવા જેવું કે જે સત્ય લાગે તે વ્યાપક રીતે પ્રગટ કરે ! આપણા ભારતીય પત્રકારો કેમ આવા ફરજપરસ્ત કે સક્રીય નથી, એમ અમે વીમાસણ કરીએ છીએ. આવો કોઈ ઈન્ટરવ્યુ કે ચકાસણી કરનારા વીજ્ઞાનીઓ કે તબીબોના અભીપ્રાય તો શું, નામઠામ પણ ક્યાંય વાચવા મળ્યાં નથી ! આમ કેમ ? જો આ હકીકત સત્ય હોય તો, અમને લાગે છે કે, ભારતનું નામ જગતભરમાં રોશન કરનારી આ મહાન સીદ્ધી છે.

હવે બીજી વાત: તે જ દીવસે, એ સમાચાર સાથે જ, પ્રસ્તુત અલૌકીક ઘટનાનું રહસ્ય જણાવતી એક નોંધ પણ પ્રગટ કરવામાં આવી છે; જે જણાવે છે કે, ‘કુંડલીનીના ઉત્થાન અને યૌગીક શક્તીથી પ્રાપ્ત થતી આવી સીદ્ધીને વીજ્ઞાન પણ ઉકેલી શકતું નથી !’

અહીં નમ્રતાપુર્વક જણાવવાની રજા લઉં કે, હું વીજ્ઞાનરસીયો છું અને મારો જીવનવ્યવહાર બધો એકંદરે હું વૈજ્ઞાનીક અભીગમથી જ ચલાવું છું. પરીણામે આ બીજા સમાચાર અને એની વીજ્ઞાન વીષયક ટકોરથી મારી જીજ્ઞાસા સળવળી ઉઠી. બીજું કે, યોગવીદ્યા તથા એવાં ભારતીય દર્શનોમાં પણ મને રસ છે, લગાવ છે અને એની અમુક બાબતો પ્રત્યે મને પુરો આદર પણ છે. એથી આ ‘માતાજી’ના સમાચાર વાંચ્યા, એ પહેલાં પણ યૌગીક વીદ્યાના ચમત્કારો, એનું શાસ્ત્ર, એના હેતુ અને એથી મળતી સીદ્ધીઓ વીશે ચર્ચાવીચારણા, ચકાસણી કે જે ગણો તે, એ માટે અહીંના પ્રતીષ્ઠીત વીદ્વાનો, વીજ્ઞાનીઓ તેમજ ખાસ તો જ્ઞાની તબીબોને મેં પુછપરછ કરી જ હતી. ત્યારે તબીબો અને વીજ્ઞાનીઓનો તો ભારપુર્વકનો એકંદર જવાબ એવો જ હતો કે, અમે હજારો માનવદેહ જોયા છે, ચીર્યા છે, કાપ્યા છે, એનાં અંગપ્રત્યંગ અને સુક્ષ્મ કોશો સઘળું જ ઝીણવટથી, પાકું અને પુરું જોયું છે, બરાબર તપાસ્યું છે. પરંતુ માનવશરીરમાં ક્યાંય અમને ‘કુંડલીની’ જેવો કોઈ અવયવ, એવી ઉર્જા કે એવી કોઈ શક્તી બીલકુલ જોવા મળી નથી ! એ જ રીતે, શરીરમાં જુદા જુદા સ્થાને અમુક જે ‘ચક્રો’ હોવાની વાત યોગમાં આવે છે, એ મુલાધારચક્ર, અનાહતચક્ર, આજ્ઞાચક્ર કે સહસ્ત્રદળચક્ર અર્થાત્ બ્રહ્મરંધ્ર જેવાં કશાં અંગો, એવી કોઈ વીશીષ્ટ રચના કે કાણાં (રંધ્ર) મુદ્દલેય જોવા મળ્યાં નથી. અરે, એવો કોઈ અણસાર સુધ્ધાં મળ્યો નથી ! બીજી બાજુ, ‘માતાજી’વાળી અલૌકીક ઘટના બાબત એમ જણાવવામાં આવે છે કે, મુલાધારચક્રમાંથી વીદ્યુત્ વેગે નીકળતી કુંડલીનીની ઉર્જા તાળવામાંથી બ્રહ્મરંધ્રને ભેદી શકે છે.

‘માતાજી’ના તાળવામાં કાણું છે, જ્યાંથી બ્રહ્મરંધ્રમાંથી નીકળતું કોઈ પ્રવાહી તેઓને નવજીવન આપતું રહે છે. આ પ્રમાણે ઝરતું પ્રવાહી ‘અમૃત’ છે, એમ પણ જણાવવામાં આવ્યું છે…

વીજ્ઞાનીઓ અને તબીબો સાથે આ બાબતે જે તાત્કાલીક અને તાત્ત્વીક ચર્ચા થઈ, એમાં તેઓનું કહેવું છે કે, દેહની અંદર જ આવું કોઈ જીવનદાયી પ્રવાહી વર્ષો સુધી આપોઆપ ઉત્પન્ન થઈ શકે જ નહીં. માનવદેહના સંચાલનમાં અમુક ઉર્જા વપરાઈ જાય છે, અને વીજ્ઞાનના નીયમ મુજબ, આ પ્રમાણે વપરાઈ જતી ઉર્જા માટે બહારનો ઉર્જા સપ્લાય અનીવાર્ય જ બની રહે છે. દેહમાં ક્યાંય એવા ઉર્જાના અખુટ ભંડારો ભરેલા કદીય જોવા મળ્યા નથી વગેરે… વીદ્વાનો વળી એમ કહે કે, યોગવીદ્યાના કેટલાક દાવા શંકાસ્પદ હોય છે: દા. ત. અહીં વસતા મહેશ યોગી હવામાં અધ્ધર થવાની યોગસીદ્ધીની વાત કરે છે ખરા; પરંતુ ક્યારેય એનો વીશ્વાસપાત્ર પ્રયોગ બતાવી શક્યા નથી. મેં સ્વામી આનંદનું એવું લખાણ વાંચ્યાનું પણ યાદ છે કે, ‘હું હીમાલયમાં ૩૦-૪૦ વર્ષ(કે જે આંકડો તેઓએ લખ્યો હોય તે યાદ નથી) રહ્યો, પણ કેવળ હવા ખાઈને જીવતો યા એવી કોઈ દૈવી શક્તી ધરાવતો એક પણ યોગી મેં જોયો નથી !’

તો, ‘માતાજી’ની અલૌકીક શક્તીના સમાચાર વાંચતાં, અમને અહીંના બુદ્ધીનીષ્ઠોને એક વીચાર આવ્યો છે કે, જો ‘માતાજી’ને અહીં અમેરીકાના તબીબો તેમજ વીજ્ઞાનીઓ સમક્ષ રજુ કરીએ અને સાક્ષાત્ દાખલો બતાવીએ કે, ‘જુઓ, ભારતીય યોગવીદ્યાનો આ ચમત્કાર !’ તો વીજ્ઞાન સમક્ષ એક અભુતપુર્વ પડકાર ભારતીય સંસ્કૃતી તથા એની પ્રાચીન વીદ્યાઓની વીશ્વમાં અજોડ એવી શક્તીઓ અને સીદ્ધીઓ  દ્વારા રજુ કરી શકાય; જેથી ભારતની મોટી નામના થાય, એનું અમે ગૌરવ અનુભવીએ. એટલું જ નહીં, દુનીયાના વીજ્ઞાન માટે પણ એક નવી જ દીશા ખુલે. અમારો હેતુ ફક્ત માદરે વતન-ભારતની શાન બઢાવવાનો જ છે.

તો આ સાથે, અમે ‘માતાજી’ને અહીં અમેરીકા પધારવાનું હાર્દીક નીમંત્રણ પાઠવીએ છીએ.

તેઓશ્રી અહીં આવીને, બેત્રણ અઠવાડીયાં કે એકાદ મહીનો રહી જાય, એનો તમામ ખર્ચ તેમ જ બધી જવાબદારી અમારે માથે ! તો આ દીશામાં સક્રીય વીચારણા કરવા લાગતાવળગતા સૌ અગ્રણીઓને અમારી વીનંતી છે… આ વચન અમે ગંભીરતાથી, સચ્ચાઈપુર્વક આપી રહ્યા છીએ.

:ભરત વાક્ય:

આ નીમંત્રણ કે એ બાબતે કોઈ પણ વ્યક્તી જો કોઈ પણ મુદ્દે વાતચીત કે ચર્ચા કરવા ઈચ્છતી હોય, તો તેણે શ્રી દીપક એલ. પટેલનો સીધો સંપર્ક (અમેરીકા) સાધવો. સરનામું નીચે મુજબ છે:

Deepak  Patel,

4577–HWY, 20E. NICEVILIE, FL. 32578- USA.

Ph. (001) 850-685-4878

પ્રા. રમણ પાઠક

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૯ની) લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’માંથી સાભાર..

સૌજન્ય–’ગુજરાતમીત્ર’, સુરત..

સંપર્ક:

પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી 394 641 ફોન: (02622- 222 176)

40 Comments

 1. “માતાજી” માટે જબરજસ્ત પડકાર!! વિશ્વ પ્રસિદ્ધ થવાની આટલી સરસ ઓફર અને તેમની સિદ્ધી માટે એક પડકાર છે, તેમની સત્યતા માટે પડકાર છે, પણ મને ગળા સુધી વિશ્વાસ છે કે આ ઓફર આપણા માતાજી નહીં સ્વીકારે!!
  -અને સ્વીકારે તો મને યાદ કરજો!!…જય માતાજી!!

  Like

 2. Mera Bharat Mahan!
  A ava dhutaraone orakhva maate maahan Bharatne
  bija ek hajar varsh joeshe !
  Congratulation to Deepakbhai & Govindbhai
  and, to Ramanbhai too.

  Shashikant Shah

  Like

 3. કુંડલીની વીશેનો મારો પોતાનો અનુભવ એવો છે કે એ સાવ ગપગોળા તો નથી જ! વળી, એ આપણા શાસ્ત્રો મુજબના સુક્ષ્મ શરીરમાં હોવાથી આપણા દેહની ચીરફાડ કરવાથી મળવાની નથી. આપણી મર્યાદા ત્રણ પરીમાણોની છે. સમયનુ પરીમાણ અનુભવી શકીએ છીએ. જ્યારે બધાં 10 કે 11 પરીમાણો અનુભવી શકીશું ત્યારે આપણે દેખાતું વીશ્વ જુદું હોવાની પુરી સમ્ભાવના છે.

  વાત રહી માતાજીના ચમત્કારની તો એના માટે તબીબો અને વૈજ્ઞાનીકોની પૅનલ જાગ્રુત નાગરીકો બનાવે અને તપાસ કરે. જ્યાં સુધી ખરાઈ સાબીત ના થાય ત્યાં સુધી હકાર કે નકાર બન્ને ત્યજવા જોઈએ.

  જૈનોએ અમદાવાદમાં અઠ્ઠાઈ કરતાં લોકો પર પ્રયોગ/પરીક્ષણ શરુ કર્યાં એ મુજબનું ચીત્રલેખાના તાજેતરના એક અંકમાં વાંચવા મળ્યુ છે. આવું કંઈક દરેક અવૈજ્ઞાનીક દાવાઓ વીશે કરીને સચ્ચાઈ જાણવી જોઈએ.

  Like

 4. આ દેશમાં ધતિંગ એટલા ચાલે છે કે આવી કોઈ બુદ્ધિમાં ન ઉતરે એવી વાત પાછળ સત્ય કરતાં ચાલાકી અને દંભ હોવાની શક્યતા વધારે હોય છે એટલે બુદ્ધીજીવી વર્ગ તેમને ઉઘાડા પાડવામાં સમય અને શક્તિનો વ્યય સમજીને જ વર્તે છે. વળી કદાચ વાતમાં કંઈક તથ્ય હોય તો પણ પછી તો ગાડરીયો પ્રવાહ અને અંધશ્રધ્ધાનું જોર વધી પડે છે જે અંતે તો હાનીકારક જ છે. અમેરીકાની પ્રજામાં જે નિર્મળતા છે તે અહીં જોવા મળતી નથી અને અંધશ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચેની ભેદરેખા પણ પ્રજાના માનસમાં સ્પષ્ટ નથી. એકવાર સાચી કે ખોટી પ્રસિધ્ધિ મળે એટલે વૈજ્ઞાનિક સત્ય બહાર આવે ત્યાં સુધી તો દલ્લો ભરવા તરફ જ ધ્યાન અપાય છે. શેતાન સાધુનો સ્વાંગ સજીને છેતરે એ આપણા દેશમાં સાવ સામાન્ય ઘટના છે. અમેરીકામાં આવી ઘટના નથી બનતી એવુ નથી પણ મિડિયા અને પ્રજાના પ્રત્યાઘાતોથી જાગૃતિ વધે છે. પૈસા કે સતાના જોરે ઢાંકપીછોડા નથી થતા. મને યાદ છે 1990ની આસપાસના સમયમાં ચર્ચના એક પાદરીએ તેના મૃત મિત્રની પુત્રી પર બળાત્કાર કરીને મારી નાખી પોતાના ઘરના ભોંય તળીયે દાટી દીધી હતી. અને પછી ગુનેગારને શોધવા માટે તે એટલો સક્રીય હતો કે કોઈને તેના પર જરા પણ શંકા ન જાગે. વળી મિત્રના મૃત્યુ વાદ તેની પત્નીની તે ખુબ સંભાળ લેતો અને ખુબ ભરોસાપાત્ર વ્યક્તિ તરીકેની છાપ ધરાવતો હતો. તેની બહારગામ ગયેલી પત્નીને બેડરૂમની પથારી પરથી સ્ત્રીનો એક વાળ મળ્યો તે પરથી તેને પોતાના પતિ પર શંકા જાગી અને પોલીશને બોલાવી ઘરની તલાશી લેવડાવી ત્યારે ભોંયરામાંથી શબ નીકળ્યુ હતુ. આ બનાવ પછી પત્રકારો અને સતાધારીઓએ જે રીતે લોકોને સંબોધીને ફરી આવુ ન બને તે માટે જાગ્રુતિના જે પ્રયત્નો કર્યા તે પ્રસંશનીય હતા. અને પત્નીએ ખુદે ગુનાગારને સજા કરવામાં સાથ આપ્યો. આપણા દેશની પતિવ્રતાઓ તો આ વાતને નીંદનીય માને અને ઢાંકપીછોડો ઘરમાંથી શરૂ થાય તે પ્રધાનો સુધી સાથ મળી રહે. અમેરીકન પ્રજાની સરખામણી આપણી પ્રજા સાથે કરવી તે વાઘ અને બકરી ની સરખામણી જેવી વાત છે. ભાઈ, આ ચુંદડીવાળા માતાજીની બાબતમાં પણ પ્રજાને છેતરનારી વાત હોય તો જરા ય નવાઈ ન લાગે. કોણ માથાકૂટમાં પડે ? શા માટે પત્રકારોને દોષ દેવો ? સત્યની ખાતરી વગર આવી વાતોને આ રીતે પ્રસિદ્ધિ આપવી એ પણ યોગ્ય નથી. ક્ષણભર માનો કે આ વાત સાચી માનો તો પણ માનવજાતના કલ્યાણ માટે કઈ પ્રવૃતિ આ દિવ્ય શક્તિ કરે છે? તે વાત અગ્રસ્થાને હોવી ઘટે. વ્યક્તિપુજામાંથી આપણે ક્યારે બહાર આવીશુ?

  Like

 5. હે પ્રભુ રક્ષા કરજે !!
  શ્રધ્ધા અને અંધશ્રધ્ધાનુ આ ચક્કર ક્યાં અટકશે ! જન વિજ્ઞાન જાથાના સભ્યો કદાચ અમેરીકા પહેલા હિન્દુસ્તાનમાં જ આ અવૈજ્ઞાનિક વાતની તપાસ માથે લઈ શકે અને જો પૂરવાર કરી શકે તો સમાજ પર ઉપકાર રહેશે. બાકિ કદાચ જો હિન્દી ન્યુઝ ચેનલો કે મિડીયા આ લેખ વાંચશે તો આપણને એક દિવસ આજ ન્યુઝ સહન કરવા પડશે !! આફટર ઓલ ટી.આર.પી નો સવાલ છે. !!

  Like

 6. લો એમા શુ છે! મારા બે વર્ષના છોકરાને પણ જ્યાં ત્યાં જુદા જુદા cartoon charectersના દર્શન થાય છે, અને એ એલોકો ની જોડે વાતો પણ કરે છે!

  આ ચુંદડી વાળા ભાઈ (કે બહેન) ને internet ઉપર આટલી પ્રસીદ્ધી આપવાનો સમય શા માટે બરબાદ કરવો? 🙂 જન વીજ્ઞાન જાથાના સભ્યોને પણ આપણે જરા વધુ અઘરા લક્ષ્ય આપીએ, જેમ કે:

  – પુષ્કળ પ્રમાણમા વ્રુક્ષારોપણ
  – નવી generationને પરંપરાગત શીક્ષણની ગોખણપટ્ટી માથી છુટકારો અપાવે અને creativity અને self-confidenc વધારે એવા પ્રયોગો, સેમીનાર્સ, કેમ્પ્સ વગેરેનુ આયોજન

  In short, let’s ourselves also leave these stupidity behind and do what really matters.

  Like

 7. ગોવિંદભાઈ,

  તમારો ઇ-મેલ મળ્યો અને તમે સૂચવેલ સામગ્રી રસ પૂર્વક વાંચી ગયો.

  આ આખા લખાણમાં કાકાનું ઓપરેટિવ વાક્ય આ છે —

  ‘હું કઈ રીતે જીવન જીવી રહ્યો છું?- એની તબીબી ચકાસણી અત્યાર સુધી ૨૫ વખત થઈ છે…’

  આમાંથી કેટલાક પ્રશ્ન થાય છે —

  આ ચકાસણી ક્યારે ક્યારે થઈ?
  આના સાક્ષી કોણ કોણ?
  આ ચકાસણી ક્યાં ક્યાં થઈ?
  બે-ચાર ચકાસણીથી ન પત્યું, તે પચીસ પચીસ વખત ચકાસણી કરવી પડી?

  ભલભલી આંટીઘૂંટીવાળી ચકાસણીઓમાં પાંચ પ્રયત્નો તો બહુ થઈ ગયા!

  અમુક દિવસો, અઠવાડિયા કે મહિના સુધી ઉપવાસ કરીને રહી શકાય. જૈનોમાં એક મહિનાના ઉપવાસ કરનારા સેંકડો ભાવિકો છે. ત્રણ ચાર માસના ઉપવાસ કરનારા પણ મળે, પણ આ સંખ્યા બહુ રેર હોય. આ ઉપવાસમાં ફરાળ-બરાળ કંઈ ન હોય. માત્ર અને માત્ર ઉકાળેલું પાણી વાપરી શકાય. એ પણ દિવસ દરમ્યાન નિયત કલાકોમાં જ, સૂર્યાસ્ત પછી તો નહીં જ. પાણી વાપર્યા વગર પણ લાંબા ઉપવાસ કરનારા વિરલાઓ હોય છે. પણ એનો ક્યાંક તો અંત આવે જ છે. વળી આવા ઉપવાસ મુનિવરોની અને સંઘની સાક્ષીએ જ કરવાના હોય છે. થોડાક દિવસના ઉપવાસમાં જ એના શરીર ઉપર અસર દેખાય. લોકોને ખાતરી થાય કે ‘પાકો ઉપવાસ’ છે.

  ગમે તેમ, પણ એનો અંત તો આવે જ આવે.

  …પણ પ્રસ્તુત કિસ્સો થોડો વિચાર માગી લે છે.

  યોગ, સાધના, મંત્ર, ઉપાસના, આરાધના આ બધાનું મર્યાદિત મહત્ત્વ પોતપોતાની જગ્યાએ હોઈ શકે. પણ ૭૨ વરસ સુધી કોઈ વ્યક્તિ ખાધા-પીધા વગર રહે અને આટલાં વરસ દરમ્યાન કોઈને ખબર પણ ન હોય એ કેવું આશ્ચર્ય. દેશ અને દુનિયાની વાત જવા દઈએ, પરંતુ ગુજરાતમાં ય આ મામલે માહિતગાર કેટલા?

  દસ વરસની નાની વયથી લઈને ૭૨ – ૭૨ વરસનાં વહાણાં વાઈ જાય ત્યાં સુધી ખાવા-પીવાનું બંધ હોય તો આખી દુનિયામાં ઉથલપાથલ મચી જવી જોઈએ. હાહાકાર થઈ જવો જોઈએ. ૧૩ વરસનો છોકરો એમ. ડી. થાય, છ વરસનો છોકરો કાર ચલાવે, ૧૨ વરસનો છોકરો ધુંઆધાર ભાષણ આપે, સાત વરસનો છોકરો સ્ટેજ-પ્રોગ્રામ કરે વગેરે વગેરે બાબતો આખી દુનિયામાં ગાજે છે. અમારે ત્યાં છ-સાત વરસનાં છોકરાં અટ્ઠાઈનું તપ કરે (આઠ ઉપવાસ, અગેઇન, માત્ર ઉકાળેલા પાણી ઉપર) ત્યાં તો આખા સંઘમાં તેનો જયજયકાર થઈ જાય છે અને આ મહાનુભાવ ૭૨ – ૭૨ વરસથી ખાધા-પીધા વગર રહે છે અને દુનિયાને ગંધ સુદ્ધાં નથી. હમણાંનો જ દાખલો લઈએ. આપણી ૧૩ વરસની ઢીંગલી જેવી યુગરત્નાએ ઓબામા સહિતના મહાનુભાવો સામે ભાષણ આપ્યું એમાં તો આખી દુનિયામાં તેના ફોટા પ્રખ્યાત થઈ ગયા અને આ બાબતની વિશ્વવ્યાપી નોંધ લેવાણી.

  આ કાકાના કેસમાં, વધુ વિચાર કરીએ, તો આઝાદીના આંદોલન જેટલી જૂની, આ ઘટના થઈ ગણાય અને ગામની ચકલીનેય ખબર ન હોય એ કેવું. એ યુગના ખમતીધરો ગાંધી, નહેરૂ, સરદાર ઉપરાંત ધાર્મિક આગેવાનોમાંથી આ ભક્ત અંગે માહિતગાર કેટલા?

  માન્યું કે કાકા ગુપ્ત તપસ્યા કરવા ઇચ્છતા હતા તો હવે જાહેરાત કરવાની શી જરૂર પડી? હિમાલયમાં કે અન્યત્ર સેંકડો વરસોનું તપ કરનાર કોઈ હોય કે ન હોય, એ તપ કરનાર પોતે કોઈ દિવસ કહેવા આવે છે ખરો? કે આપણે જ લઈ મંડ્યા હોઈએ છીએ?

  સ્ત્રીવેષે ભક્તિ કરવાનું શું પ્રયોજન હશે એ આપણને કોઈ સમજાવશે તો આનંદ થશે. પુરુષને સ્ત્રીનાં કપડાં પહેરવાનું મન થાય એનાં મનોવૈજ્ઞાનિક કારણો છે એની ચર્ચા કરવાથી ગેરસમજો ઊભી થવાની સંભાવના છે. એટલે એ વાત આગળ નથી કરતા. ઋજુદિલ વ્યક્તિ ઘણીવાર સ્ત્રીની જેમ વર્તે એમ બની શકે, પરંતુ તે સ્ત્રીનાં કપડાં પહેરવા તો ન લાગે.

  કોઈ સાધનાગ્રંથમાં સ્ત્રીના વેષે ભક્તિ કરવી એવું લખ્યું નથી. (ગોપીભાવે કૃષ્ણને ભજી શકાતા હશે, પણ એ બધા કંઈ ગોપીનાં લૂગડાં પહેરવા ન લાગે!) કોઈક તાંત્રિક વિધિમાં કેટલીક ક્ષણો માટે સ્ત્રીનો વેષ ધારણ કરવાનો હોય એમ બને. યાદ રહે, વિધિના ભાગ રૂપે, નહીં કે ભક્તિના હેતુસર.

  અમારે જૈનોમાં હમણાં એક માણસે તિકડમ ચલાવ્યું હતું. હજારો માણસોને એક સાથે રોગો મટાડવાનું તિકડમ. વિદ્વાન અને સમજદાર ગણાતા આચાર્યાદિ મુનિઓ પણ એના સરઘસમાં સામેલ થઈ ગયા હતા. અમે લાલ આંખ કરી તો લાળા ચાવવાનું શરૂ થઈ ગયું. ૨૦ પ્રશ્નોની યાદી હાથોહાથ મોકલેલી. એકેનો જવાબ આપવાની હિંમત ન થઈ. એને ક્યાંકથી ખબર પડી ગયેલી કે આ મિત્રાનંદસાગર સાથે તું કામ નહીં પાડી શકે. હું કંઈક પગલાં લઉં એ પહેલાં તો કુદરતે જ એવી ગોઠવણ કરી કે ભાઈ સાહેબની દુકાન જામતાં પહેલાં જ બંધ થઈ ગઈ. મારે મિડિયામાંના મિત્રોને સલાહ આપવી પડેલી કે છાપાં ન વેચાય તો કંઈ નહીં, પરંતુ મહેરબાની કરીને આ માણસના તિકડમને હવા ન આપશો. છાપામાં પોતાના ચમત્કારોની વાતો છપાવવાનો એટલો બધો ધખારો કે છેવટે એક નામાંકિત અખબારે અમુક આગેવાનોના દબાણથી એના વિષે થોડું લખ્યું પછી જ એને હાશ થઈ.

  કહેવાની વાત એ છે કે દરેક ધર્મમાં આવા લોકો હોય છે અને આવા લોકોના કારણે જ જતે દિવસે સાચો ધર્મ પણ વગોવાય છે. આ બાબત દુનિયાના તમામ ધર્મોને એકસરખી લાગુ પડે છે.

  ઘણા બધા પ્રશ્નો ઉઠાવી શકાય એમ છે, મારા બ્લોગ (http://munishrims.wordpress.com)માં ક્યારેક વિગતવાર ચર્ચા કરીશ. અન્યથા મૂળ કરતાં પ્રતિભાવ લાંબો થઈ જશે. આમાં વૈજ્ઞાનિકો સુધી કે અમેરિકા સુધી લાંબા થવાની જરૂર જ નથી. એ લોકો નિષ્ઠાથી જે કરી રહ્યા છે એને ડિસ્ટર્બ ન કરીએ એમાં જ મજા, પરંતુ હું આપું એવા પાંચ (હા, માત્ર પાંચ જ) પ્રબુદ્ધજનોની સાક્ષીએ આપણી નજર સામે, માત્ર ૭૨૦ દિવસ સુધી આ કાકા ‘અન્ન-જળ વગર’ ભૂખ્યા ને તરસ્યા રહી બતાવે. જેણે બહોંતેર વરસ ખાધા-પીધા વગર કાઢી નાખ્યા છે એની માટે ૭૨૦ દિવસની શી વિસાત. આમેય ‘૨૫ વખત’ તો એમનું કથિત ‘તબીબી’ પરીક્ષણ થઈ જ ચૂક્યું છે. એક બાર ઓર સહી.

  એક ચોખવટ કરી દઉં, ‘અન્ન-જળ વગર’ એટલે કશુંયે ખાધા-પીધા વગર એમ હું સમજ્યો છું. ન ફ્રૂટ, ન જ્યૂસ, ન પાણી, ન દૂધ, ન ચા-કોફી. ટૂકમાં કશું જ નહીં. બાકી ‘અન્ન-જળ વગર’નો અર્થ ‘અનાજ-પાણી વગર’ એટલો જ થતો હોય તો આ સમાચારનો કોઈ અર્થ સરતો નથી. ફ્રૂટ, જ્યૂસ કે દૂધ વગેરેના સહારે તો જિંદગી ખુશીથી ખેંચી શકાય. મુંબઈમાં સી.પી. ટેન્ક ઉપર મેં એક ભાઈને જોયા હતા, જે માત્ર દૂધ ઉપર જ જીવતા હતા. માતાજીની કોઈ ભક્તિ, ચમત્કાર, દર્શન, સ્પર્શ-બર્શ કંઈ નહીં. માત્ર તબીબ કારણોસર.

  બાકી, આમાં તબીબો અને વૈજ્ઞાનિકોનો મૂલ્યવાન ટાઇમ બગાડવાની જરૂર જ ક્યાં છે?

  આ કાકા એક કામ ન કરી શકે? : આપણો દેશ આમ પણ ભૂખ-તરસથી પીડાય છે. પેલા છ દેવી-દેવતાઓને રિક્વેસ્ટ ન કરી શકે, કે મારાં ભાંડુડાઓને પણ જરા સ્પર્શ કરી દો ને! એમની ભૂખ તરસનો કાયમી અંત આવી જાય…

  શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર.

  Like

  1. પરમ આદરણીય મુનીશ્રી મીત્રાનંદસાગરજી ,
   બહુજન સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી વૈચારીક ક્રાન્તી લાવવાના ‘અભીવ્યક્તી’ બ્લોગના વીનમ્ર પ્રયાસને આપશ્રીના હકારાત્મક પ્રતીભાવથી મારા પ્રયત્નને બળ ને ટેકો મળ્યો છે.
   શત શત વંદન..
   ગોવીન્દ મારુ

   Like

 8. 1. Thre is a old man in Mumbai.Name : Mr. Haranandini.What he claims and put into practice is that;”Stand in the open air on turf with bare feet in the early morning and Stare at the rising Sun for few seconds.Do this for few days.After doing it; get suffient energy that you will need to take nothing as meal,not even a cup of tea or coffee,for years to come.”
  Source : ‘The Times Of India.’Few years ago.

  2.There is a family in Kolkatta. In the kichten fire never lighted. But they do take meals.Menu includes raw vegetables and fruits.
  Source : A TV shaw.

  Like

 9. જો કે મેં મૂળ લેખ વાંચ્યો નથી..પન આશ્ચર્ય પમાડે તેવી વાત છે…યોગશાસ્ત્ર અએ આધ્યાત્મિક વિજ્ઞાન છે તેની પાસે ભૌતિક વિજ્ઞાન પણ હાથ ધોઈ બેસે છે તેવા યોગીઅઓની સિદ્ધિ મેં ઘણી વાંચી છે પૌલ બ્રન્ટનની ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં વાંચવા ભલામણ છે..મારી સમજ મુજબ આધ્યાત્મીક માર્ગ માટે વધુ ઉપયોગી છે ભૌતિક સંશોધન સાચુ પડે કે ન પડે…

  Like

  1. માનનીય અમીતભાઈ દેસાઈ,
   આપના પ્રતીભાવનું હાર્દીક સ્વાગત છે..
   આપશ્રીની સાથે ફોન ઉપર વાત થયા મુજબ વડોદરા ખાતે ‘માતાજી’ની ચકાસણીનો કાર્યક્રમ નક્કી જ હોય તો અમોને એક અઠવાડીયા પહેલાં નીશ્વીત સ્થળ અને સમય જણાવશો કે જેથી દીવ્ય ભાસ્કરમાં જણાવ્યા (મુંબઈમાં સર જે.જે. હોસ્પિટલમાં ૪૫ દિવસ રાખી ડોકટરો તેમની પરીક્ષા કરી ચૂક્યા છે.) મુજબ સત્ય શોધક સભા, સુરતના મેડીકલ ડોક્ટરોની ટીમ પણ ત્યાં ૪૫ દીવસ પરીક્ષા કરી શકે તેવી વ્યવસ્થા કરવાઆપશ્રીના સહકારની અપેક્ષા છે.
   આભાર.
   ગોવીન્દ મારુ

   Like

 10. bhai aa madi bapu ne streevesh paridhan karvana shokh che karan mataji e bachpan thi j tene chundadi bhet api che. (lagta varagata ne janavvanu ke aa bapu ma kyak bachpan thi j stree lakhshan nathi ne). khair khadha pidha vagar manav ketlo samay jivi sake te aapne j nakki karvanu che. to chalo bdha taiyar thai jav. hu 3divas khadha vagar kadhi saku pachi maru ram nam satya thai jai…hare aa topic kharekhar vicharva jevo che. bhai aane vadhare prasidhi na apavo baki rato rat ghana ne labh (karodo ma) thai jase.

  maru to manvu che ke badha besi ne j suve che. direct koi nathi sui sakvano. hare…mataji mane vadhare sadbuddhi aape..

  Like

 11. jay mataji,

  chundiwala mataji chalange for all world sciencetist pl come at my gufa at ambaji and see what is nature? people belive or not but this is fact.

  Like

 12. i really liked the stories wrote by you…….really loving & caring stories to show us the actual value of the parents …i appreciate yor for such kind of things done, for guiding others the real physical GOD in our life actualy given by GOD to take care….

  Like

 13. dear govindbhai

  i am haveing matati’s book in my hend.

  it’s prove lot’s

  no need of any body’s coment.

  if any 1 want 2 prove something , pl. come forward & go 2

  mataji’s plece , talk 2 him, pl.

  4 evry body’s kind information……mostly on 15th november-

  2009, at m.s.university,baroda,mataji will chq. by dr.abdul

  kalam saheb .

  – amit desai ( journalist – surat )

  Like

 14. Hello Mr. Govind,

  visited your blog site and story was really amazing.(!!)

  now here is my personal thoughts.

  Some Scientist / doctors / yoga people will make a team and visit that place and check for truth. I dont know Mataji is having real power or not… but

  If its real then we can solve India’s most buring issue that is food issue.

  If its not real then open that person in public so it will open pulic eyes and not encourage issues like this. Also try to know why he/she is doing this and what benefits he/she is having !

  Believe it or not but Science is having its own limit and after that limit where God/ some hiddend entity entrance start.

  I was reading about press notes “Amartva” , science will make this thing happen in next 20 years by developing neno steam cell technology which will repair damage cell by itself and people will be younger for always ( good news for Mr. Dev Anand – film star) 🙂

  But Science is having its limit, although they develop neno technology and automatically repair damage cell still there are puzzled about “Life” “Soul” where it comes from and where it goes … science dont have that answer……….

  Like to know about others view for the same.

  Have a good time ahead….

  Like

 15. સરસ માહિતી…. અને પ્રતિભાવો વાંચીને પણ ઘણું જાણવા અને માણવા મળ્યું.

  સાંપ્રતકાળમાં ધર્મ અને સિદ્ધીઓને નામે ધતિંગો ચાલે છે. એટલે આપણા જેવા સામાન્ય માણસને તો સાચા સિદ્ધયોગીને ઓળખવું ઘણું જ મુશ્કેલ છે. પણ એનો અર્થ એ ના કરવો જોઇએ કે કરી શકીએ કે આ બધું ધતિંગ જ હશે. જે-તે વ્યક્તિ ખોટી હોઇ શકે સિદ્ધિ કે કુંડલિની શક્તિ પણ ….?????

  તમારો પ્રયત્ન સારો છે કે, તમે જે-તે ખોટા માણસોથી લોકોને દૂર રાખો પણ વેદોએ જે કહ્યું છે તે સાચું છે એમ સાબિત કરવાનો પ્રયત્ન પણ કરવો જોઇએ. અને કુંડલિની શક્તિ વિષે જાગરુકતા દાખવી વધુ માહિતી અને પ્રકાશ પૂરો પાડવો જોઇએ. આદરણીય મુનિશ્રી મિત્રાનંદસાગરજી તે અંગે જણાવે તો ગમશે. ધર્મ અને વિજ્ઞાન એ તો જીવનરુપી સિક્કાની બે બાજુ છે. એક બાજુ જોઇએ તો બીજી બાજુ ના જ જોઇ શકાય પણ તો પણ… તેની બન્ને બાજુ ચકાસવી જરુરી જ છે.

  જોકે, આમ પણ, ઇન્ડિયન્સને આદત છે કે, કોઇ પરદેશી મુગટ પહેરાવે ત્યારે જ એક સાચા માણસની, I mean ભારતીયની કદર થાય. અગર જો માતાજી સાચા પુરવાર થશે તો મને તો ચોક્કસ આનંદ થશે. કારણકે, માત્ર તેઓ જ નહિં, આપણી સંસ્કૃતિ અને વેદ સાચાં ઠરશે. બાકી, ધતિંગોને પ્રોત્સાહન આપવાનું તો હું પણ પસંદ નહિં જ કરું.

  Like

 16. સ્વામી રામે ઘણા હેરતઅંગેજ કારનામા કરી દેખાડ્યા હતા. હૃદય પાસે આવેલ એક ચક્રનો photograph પણ છે. આખુ પુસ્તક વાંચવું પડે એમ છે. પશ્ચિમના થપ્પા વગર કોઈ પણ વસ્તુ ન સ્વીકારનારા મિત્રો, ફૂલ નહી ને ફૂલની પાંખડી રૂપે આટલું તો વાંચો જ: http://www.geocities.com/swamiramabio/ResearchSwamiRama.htm

  આ બધુ એમણે કઈ રીતે કર્યું એનું “વૈજ્ઞાનિક પૃથ્થકરણ” કરીને સમજાવશો તો ગમશે. પણ જો કે એ તો વૈજ્ઞાનિકો માટે પણ શક્ય બનેલ નથી. કહેવાતા બુદ્ધિવાદીઓ પણ એમ કરવામાં નિશ્ફળ જાય તો એમણે – “આજ સુધી વિકસેલા વિજ્ઞાનના દાયરાની બહાર કંઈક સત્ય અને તથ્ય હોઈ શકે” – બસ આટલો સ્વીકાર કરવાની બૌદ્ધિક ઉદારતા દાખવવી રહી.

  અંધશ્રદ્ધા એ માનવ સ્વભાવ છે, બહુજન ભારતિય સમાજ માટે એનો આધાર ધર્મ છે તો કહેવાતા બુદ્ધિવાદીઓ માટે એનો આધાર વિજ્ઞાન છે. 🙂

  Like

 17. જેમણે Autobiography of a Yogi નામનું જાણીતું પુસ્તક લખ્યું છે એ પરમહંસ યોગાનંદનું શરીર મૃત્યુ પછી ૨૦ દિવસ જેમનું તેમ રહ્યું હતું.

  http://en.wikipedia.org/wiki/Paramahansa_Yogananda#Bodily_incorruptibility લિન્ક વાંચો.

  કાં વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કે આમ કેમ થયું અથવા સ્વીકારો કે ભારતીય યોગશાસ્ત્રમાં જીવનનું એવું કોઈ મહત્વનું તથ્ય છૂપાયેલું છે જે આજના વિજ્ઞાનની પહોંચથી બહાર છે.

  Like

 18. dear Gobid Maruji.
  Mataji is very close in our relation.
  as per my experence it is true,,,he lives
  without food & water..Few years ago he was
  examined in sterling hospital Ahemdabad..
  By divya drasti a man can see..unseen universe
  Prakashbhai……
  ***

  Like

 19. 9th October, 2009

  I read your email regarding an invitation MATAJINE AMANTRAN to USA. I think it is not necessary for sending Mataji to USA. for exposure of this systematic and well organised fraud.

  It has been said that this MATAJI has been put to test and examination by scientists and medical doctors. They have not been able to find out the mystery behind this Remaining Alive without Food and Water. Fine !!

  At the outset I do not want to put to test this FRAUD. But I put a very simple question. For a moment I accept that suppose this ramaining alive without food and water is a fact then I request the Scientists and Medical persons to find out the factors behind keeping the MATAJI alive.

  We all know that it is a simple truth that this body requires several types of nutrients like Vitamin, Proteins, Sugar, Carbohydrates, etc and certain quantity of water to sustain it. If Food and Water are not available then after a few hours in case of water and after a few days in case of food the body dies in absence of Food and Water. But the body of Mataji sustains without Food and Water from last several years. This is possible only when the body of Mataji has a capacity to generate the nutrients and water from its own structure like the fact that a camel can survive without water for many days.And the fact is that even in case of this divine mystery the Mataji is to die some day.

  Then it is my request to the devotees of Mataji to find out how the required elements are generated in the body of Mataji automatically.. If the devotees of Mataji find out the process of self generation it will be a very important scientific discovery/ invention. If Indian devotees do this they can certainly be recommended for award of NOBEL PRIZE. Because if this process is found out then the self generating elemnts can be manufactured in a factory and the problem of HUNGER will be completely solved. If we can produce the self generating elements in factory then we need not take Food, these capsules, tablets will fulfill the need of food for sustaining the body. The problem of hunger will be eliminated from this world.

  We request the Mataji and his/her devotees to look into this matter and we shall accept the Mysterious Power of Mataji.

  Dr.B.A.Parikh
  President,
  Satya Sodhak Sabha,
  Surat

  Like

 20. “We all know that it is a simple truth that this body requires several types of nutrients like Vitamin, Proteins, Sugar, Carbohydrates, etc and certain quantity of water to sustain it.” – Dr.B.A.Parikh

  –> Who taught us this SIMPLE TRUTH? Our common experience? Science? And how are we so sure that this is an ABSOLUTE TRUTH?

  I want to bring to your attention the two comments I put just above yours. They contradict following, which would come under your definition of SIMPLE TRUTH:

  1) Body decays after death.
  2) It is not possible to move things from a distance as moving anything requires physical force.
  3) It is not possible to create visible light at will. (please read through the link I have mentioned)

  Though these things classify as simple TRUTH, they have been violated and there are “scientific evidences” for that.

  So, we must understand that these SIMPLE TRUTHS are not infallible. Just because such instances are uncommon, very rare or Just because science can not explain it, they do not become false.

  I am not saying MATAJI’s case is TRUE, neither I am saying it is FALSE. I have seen one such case in serial “MAANO YAA NA MAANO” produced by Siddharth Kaak (Surabhi fame), in which they interviewed the doctors who examined the person who had not eaten or drunk for past several years. They seemed quite puzzled on his case.

  All I would like someone to do is to carry out an investigation, bearing in mind that there is more to world than science, as of today, can see.

  Like

 21. ghanu thaiyu , bhai shree govindbhai 15-11 ne jaji var nathi. pls mari requist che ke tame khud m.s. ma jai ne jojo ke shu sachu che. ane apna pratibhav aapjo.

  kash mataji khare khar khadha vagar rahi sakta hoi ane pruv thai to hu tarat teno bhakta bani jaish …page padi ne kahish ke aa badhu je gadheda ni jem vaitru karu chu te papi pet matej karu chu pls mane pan tamaro bhakta banavo ane aaj thi khava-pivani janjat mathi chodavo.

  are ha ek vat no kyai ullekh nathi.

  mataji savare shauch karm (sandas) karva jai che ke nahi ? te to tapas karo. karan kai khai nahi to tene sandas peshab thi pan mukti mali gai hase.

  ama koi ni lagani dubhavvano hetu nathi. pan jo aaj no budhijivi manas avi vato ma manto hoi to kharekhar sarm nak vat che.

  Like

  1. કાકાના અનુયાયીઓ એક પત્રકારમીત્રને પેલા પરીક્ષણો અંગે વડોદરામાં ક્યારે અને કયા સ્થળે મળવા માટે 13 નવેમ્બરે આ લખનારે ફોન કર્યો હતો. પરંતુ તેઓની પાસે આ અંગે કોઈ વીગત ન હતી.
   આ અગાઉ તા.21/10/2009ના રોજ હું અને મારા મીત્રો અંબાજી ખાતે કાકાને મળાવા ગયા હતા. તેઓ મુંબઈ ગયા હોવાનું તેમના અનુયાયીયે જણાવેલ. પરંતુ ત્યાં કામ કરતી આદીવાસી બહેનોએ ‘માતાજી’ અંદર જ હોવાનું જણાવેલ. આમ આ કાકા અને તેઓના અનુયાયીઓ જુઠ્ઠા હોવાનું ઉપરોક્ત બન્ને કીસ્સાઓ ઉપરથી કહી શકાય..

   Like

  1. તા.21/10/2009ના રોજ હું અને મારા મીત્રો અંબાજી ખાતે કાકાને મળાવા ગયા હતા. તેઓ મુંબઈ ગયા હોવાનું તેમના અનુયાયીયે જણાવેલ. પરંતુ ત્યાં કામ કરતી આદીવાસી બહેનોએ ‘માતાજી’ અંદર જ હોવાનું જણાવેલ. આમ માતાજી-બાતાજી કાંઈ નથી.. એ કાકો એરકંડીશનમાં જલસા કરે છે.
   વડોદરા ખાતે કોઈ ચકાસણી કાર્યક્રમ યોજાયેલ નથી.

   નવલા વર્ષ 2010ના ખુબ ખુબ અભીનન્દન…

   Like

 22. જૈન લોકો માં સંથારો કરવામાં આવે છે.એમાં ધીમે ધીમે ખોરાક પાણી છોડી દેવામાં આવે છે અને સ્વૈચ્છિક મૃત્યુ ને વરવામાં આવે છે.ચર્ચા વાંચી ને ખુબ રમુજ ઉપજી.અભણ તો મૂરખ હોય પણ ભણેલા એ અભણ હોય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s