અતીધાર્મીકતા અને અતીહીંસા

છેંતાળીસ વર્ષીય આપણા યુવાન વીજ્ઞાનશીક્ષક અને ઉગતા ગઝલકાર (કવીતાનો ‘ક’) મીત્ર, શ્રી. સુનીલ શાહ એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતમાં સેવા કરતા હતા, તે જ હાઈ સ્કુલમાં તા. ૬ અક્ટોબર ૨૦૦૯ને મંગળવારથી આચાર્યનો હોદ્દો સ્વીકારશે.. આપણા સૌના એમને ખુબ ખુબ અભીનન્દન..

આજની આ પોષ્ટ આચાર્ય શ્રી સુનીલભાઈ શાહને અર્પણ કરું છું.

ગોવીન્દ મારુ


અતીધાર્મીકતા અને અતીહીંસા

‘દીકરા, તું ચેતન તરીકે ઓળખાતો હતો અને અનેક આસુરી તત્ત્વોને મારવાને બદલે, માતાજીના આ ભક્તોએ તને જ મારી નાંખ્યો…! અરેરેરે…!!’ કોઈ એક નામ માત્રથી ઓળખાવા બદલ, કોઈ પણ વાંકગુના વીના પાલરોડ, સુરતના એક કૉલેજ યુવાનનું ઢીમ ઢાળી દીધું. થોડા મહીના પહેલાં સીટીલાઈટ રોડ, સુરત પર અભણ, ગરીબ વૉચમેનનો,  શીક્ષીત-સંસ્કારી ગણાતા ઘોડદોડ રોડ, સુરતના નબીરાઓ કથીત અપમાન બદલ જીવ કાઢીને જ જંપ્યા ! શરમ, સંસ્કાર, પોલીસ અને કાયદા-વ્યવસ્થાની ઐસીકી તૈસી…!!

કોઈનો લાડકવાયો ચાલ્યો ગયો, કેટકેટલી આશા-અપેક્ષાએ ઉછેરેલાં સંતાનો !… આ સંસ્કારી-શીક્ષીત નગરી, જ્યાં મુલ્યો, વ્રતો, ઉપવાસો, વરઘોડા અને આધ્યાત્મીકતાની વાતો કરતા કોઈ થાકતું નથી. એક ખુબ મોટી યુનીવર્સીટી અને સેંકડો સ્કુલો-કૉલેજો, સંસ્કારભવનો અહીં છે; છતાં આ શું ?!

હમણાં જ તો શ્રાવણ-રમઝાન માસમાં ધાર્મીકતાનું પુર આવી ગયું. મળસ્કેથી જ અલ્લાહની સાથે ડાયરેક્ટ સંપર્ક કરતા અવાજોએ બધાની ઉંઘ હરામ કરી. ઉપવાસ કરવાના, વળી આત્મા અને મોક્ષ માટે અપાસરા ગમી દોડાદોડી અને પવીત્ર થવા ઉપવાસની, યાચનાના ફોટાઓ, દશેરાને દીવસે રામાયણના દૃશ્યો ભજવાયાં અને શૈતાન ગણાતા રાવણનું પુતળાદહન ટોળેટોળાંની હાજરીમાં જ થયું ! ‘અવેરે જ શમે વેર’ની રામાયણની શીખ તો પોથીમાંનાં રીંગણાં જ ને ! મારા, મારા મહોલ્લાના, મારી જ્ઞાતી-પેટા જ્ઞાતીના, મારા ધર્મના કહેવાતા અપમાન બદલ, ચામડાના પટ્ટા, દોરડાં, ચપ્પાં, દંડા અને તલવારો લઈને યુવકો બહાર નીકળી પડે અને કોઈને મોતથી જરા પણ ઓછી સજા તેઓ કરતા નથી ! ચપટી વગાડતાં જ બધા તૈયાર ! હીંસા આચરવામાં કોઈ પાછું વળીને જોતું નથી.

અરે, સુધારાવાદી વીર નર્મદના ઘરની નજીક જ, ચાર દીવસ પર, ગોપીપરા, સુરતમાં એક ટોળામાંથી પુરુષો પોતે આગળ આવી, કેડ પર દોરડા વીંઝાવી પોતાની બાધા મુકે છે !

સવાલ એ થાય છે કે અતીધાર્મીકતા અને અતીહીંસા આટલી બધી જોડાજોડ કેવી રીતે નભતી હશે ? આખા ગુજરાતની બધી બહેનો નવરાત્રી દરમીયાન ઉપવાસ કરીને માતાજીની ભક્તી કરવા હીલોળે ચડે છે, તો બીજી તરફ એ જ ગુજરાતમાં વધતા જતા બળત્કાર, સ્ત્રીઓનાં અગ્નીસ્નાન, આપઘાત, કૌટુંબીક હીંસા અને વીવીધ પ્રકારની અવમાનના ! આ અતીશક્તીમાન માતાજીના આટલા બધા ભક્તીભાવ પછી પણ હીંસા સામે સ્ત્રી સાવ ની:સહાય કેમ?

આપણા જાહેર અને સામાજીક જીવનમાં હીંસા રગેરગમાં પેસી ગયેલી જણાય છે. સંસ્કાર, નીતી, શીક્ષણ, મુલ્યો વગેરેની બધી વાતો બકવાસ પુરવાર થઈ રહી છે. માનવતાનો સહેજ પણ છાંટો હોત તો ચેતન ઉર્ફે દીનેશ કે પેલા વૉચમેનભાઈ કે પૈસા વાંકે પોલીસે ન છોડેલા પાંડેસરા, સુરતના રાજેશ પાટીલ જીવ ગુમાવત નહીં, અને આ સમાચાર વાંચી સાવ મુંગામંતર, ચુપ, નીષ્ઠુર અને સંવેદનશુન્ય શીક્ષીતોને અને કટારલેખકોને શું કહીશું ?!

પ્રા. બાબુભાઈ ધી. દેસાઈ, સુરત

(અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોનો પર્દાફાશ કરતી સંસ્થા ‘સત્યશોધક સભા’, સુરતના મંત્રી અને નીવૃત્ત પ્રાધ્યાપક છે. આ જ સંસ્થાનું રૅશનલ સામયીક ‘સત્યાન્વેષણ’ ના સહતંત્રી/સહસંપાદક પણ.)

સંપર્ક: 3–અભીનવ પાર્ક, ઘોડદોડ રોડ, સુરત– 395 001

Mobile – 92279 06656 ઈ મેઈલ: professorbddesai@yahoo.com

સુરતના દૈનીક “ગુજરાતમીત્ર”ના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.3/10/09ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર; ચર્ચાપત્રી–લેખક તેમ જ ‘ગુજરાતમીત્ર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

14 Comments

  1. ખૂબ સરસ વાત, જગતના બધા નહીં તો મોટાભાગના ધર્મોનો વિકાસ હિંસા અને અતિધાર્મિકતા જેને હવે કટ્ટરવાદનું મહોરૂ પહેરાવાય છે તેના લીધે જ થયો છે, આ તો એવી વાત થઇ કે અહિંસાનો સંદેશ શીખવવા હિંસા કરવી પડે.
    અતિધાર્મિકતા દંભના ઓછાયા નીચે વિકસે છે તો અતિહિંસા અતિધાર્મિકતાની આંગળી પકડીને ચાલે છે. આ જોડકું છે. જો કે આ ટોળામાં કોઇને ધર્મની સહેજ પણ ચિંતા છે કે કેમ એ શંકાનો વિષય છે. તેમને ચિંતા છે પોતાના દંભને, અભિમાનને પોષવાની. હું હિંદુ ધર્મ માં માનું છું એટલે નહીં પણ હું હિંદુ છું એટલે……. બસ આટલો જ ફરક છે, પણ એ આટલોબધો છે.

    Like

  2. ધાર્મિકતા ? વાતોમાં ધર્મની અને ધાર્મિકતાનો દંભ કરનાર આ દેશમાં મોટા ભાગના લોકોને ભરમાવે છે આ દેશના કહેવાતા સાધુ-સંતો-બાવાઓ અને પોષણ આષે છે કથાકારો અને વ્યાખ્યાન કરનારો ઉપ્રરાંત આજના થઈ પડેલા રાજકારણી નેતાઓ. લોકોના અજ્ઞાન અને અબુધતા કાયમ રહે તે માટે તમામ પ્રયાસો આ તમામે તમામ તત્વોની મીલીભગત વૈદ-ગાંધીનું સહિયારું ચાલ્યા કરે છે. કોઈ અટકાવી શકે તેમ નથી. નસીબમાં લખ્યું હશે તેમ થાશે તેવી માન્યતા એટલીતો મજબૂત રીતે ઠાસોંઠાસ મગજમાં ભરવામાં આવે છે કે સામાન્ય લોકો જીવનભર અંધશ્રધ્ધામાં જ જીવતર પૂરું કરી નાખતા હોય છે. શિક્ષણની પણ પાડ પીટી જ નાખી છે ને આ રાજકારણીઓ એ ?એક વાત નક્કી છે કે જ્યાં સુધી સામાન્ય લોકોમાં જાગૃતિ નહિ આવે ત્યાં સુધી આવા દંભી અને પાખંડી લોકો તેમનો પોતાના હિતો જાળવવા ઉપયોગ કરતા રહેશે અને તેમને ઈશ્વર પણ નહિ બચાવી શકે ! અસ્તુ !

    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  3. શ્રી સુનીલભાઈને હ્રદયપુર્વક અભીનંદન.

    જે રીતે આપણાં દેશમાં હત્યાઓ થાય છે અને બધે બધુ ભીને ભીનું સંકેલાઈ જાય છે તે જોતા કાયદો અને વ્યવસ્થા ઘણાં જ કથળ્યાં છે તે હકિકત છુપાવી શકાય તેમ નથી. સારા અને સંસ્કારી માણસોએ સ્વસ્થતાથી જીવવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડે છે. વધતા જતા અને કાબુમાં ન રખાઈ રહેલા આ આસુરી તત્વોને નાથવામાં દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને નિષ્ઠાવાન અમલદારોની આવશ્યકતા છે પણ સહુને પોતાની ખુરશી સાચવવી છે અને પોતાના બંગલા મોટા કરવા છે. આમ નાગરિકે સંગઠીત થઈને લડત આપવી જ પડશે નહીં તો રોજે રોજ એકલ દોકલ વધેરાતા રહેશે. આવી વધારે ને વધારે સત્યશોધક સંસ્થાઓની અવશ્યકતા છે. અલબત્ત દરેકે દરેક બાબતમાં ધાર્મિકતા અને ઈશ્વર પ્રત્યે ની આસ્થાને ભાંડવાની આ પ્રકારની સંસ્થાઓની કાર્યપદ્ધતિ અરૂચીકર અને ઘણીયે વાર સત્યથી વેગળી ચાલી જતી હોય છે તે પણ ધ્યાનમાં રાખવા જેવું ખરું.

    Like

  4. My analysis is that the so-called religious ppl, especially those who are member of “organized religion” get in to this psyche that by following their rituals, their social and moral obligations are met — and so, there’s no need to go “extra mile” to be nice outside the books.

    That the only way you can explain religious extremism & violence associated with it.

    Like

  5. We requried SAINT Here to guide as per advance age.

    All should awake with support.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  6. અતિ રુપેણ સીતા હ્રુતા

    આતિ ગર્વેણ રાવણ

    અતિદાનેન બલીરાજા

    અતિ સ્ર્વત્ર વર્ર્જયેત્

    Like

Leave a comment