આપણને ભગવાનની ગરજ વીસર્જન સુઘીની જ છે ?

આપણને ભગવાનની ગરજ વીસર્જન સુઘીની જ છે ?

Picture-1

સુરતીઓ ઉત્સવપ્રીય પ્રજા છે. તે શહેરી છે તે કરતાં લહેરી વઘારે છે. તેના તહેવારો લાંબા અને બેવડા હોય છે.  સુરતીઓને એક જ દીવસમાં તહેવાર પતે તે મંજુર નથી. તેની બળેવ ત્રણ, સંક્રાન્ત બે, દીવાળી પાંચ, પૌંઆ પુનમ બે, રાંધણ છઠ, શીળીસાતમ બે, નવરાત્રી બે, તેમાં આસો માસની તો 10 દીવસની, મોટી અગીયારસ બે, તહેવારો જોડીયા આવે. ગોકુળ આઠમ, છડીનોમ, ગણપતી ચોથ, ઋષીપાંચમ દરેક તીથી તહેવારરુપે વર્ષમાં બે વાર તો આવે જ. ધનતેરસ–મહાશીવરાત્રી, પડવા બે– નવું વર્ષ– ચંદની પડવો.

કોઈ શહેર એવું યાદ નથી આવતું જે તહેવારો નીમીત્તે મીઠાઈઓ ખુટાડી દે. બળેવમાં આ વખતે સુરતમાં મીઠાઈઓ ખુટી પડી ! રાખડીની આટલી દુકાનો ને દીવસો સુઘી ચાલતો તેનો આટલો ઉપાડ, વીશ્વભરમાં બીજે નહીં હોય. સુરતીઓ ‘ખાઉ‘ પ્રજા છે; પણ તે સ્વાદપ્રીય પણ એટલી જ છે. ખુબીની વાત તો એ છે કે શહેરમાં આયાત થયેલી પ્રજા પણ ‘સુરતી રંગે’ રંગાઈ છે અને મન મુકીને ઉજવતી કે ખાતી થઈ છે ! સાઘારણ રીતે નોનવેજ કે ફાસ્ટફુડ કે મદ્રાસી, ચાઈનીઝ ઝાપટનારી પ્રજા ગળપણ પ્રેમી ઓછી જ હોય છે. બઘા પ્રકારનું નમકીન ઝાપટ્યા પછી પણ ગળ્યું ખાવાનું બચતું નથી, તે બતાવે છે કે સુરતીઓ ‘આદુ ખાઈને સ્વાદુ’ ભોજનમાં માને છે.

મોહરમ, રમઝાન, પતેતી, ઝુલેલાલ જયંતી, ગુડ ફ્રાઈડે જેવા તહેવારોમાં બહુ ઉછાળ નથી; પણ મોહરમ ઉજવનારા કે તેની માનતા માનનારા હીન્દુઓ વઘારે છે. પારસીનો ‘મલીદો‘ ઝાપટનારા હીન્દુઓ પણ છે, મુસ્લીમો પણ છે – કારણ, પ્રજા વચ્ચે મૈત્રી છે. નુતન વર્ષાભીનન્દનના એસ. એમ. એસ. તમામ કોમના મીત્રોના હોય છે. એમ જ હીન્દુમીત્રો પણ અન્ય કોમના તહેવારો નીમીત્તે તેમને શુભેચ્છા, અભીનન્દનો પાઠવે છે.

સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા, હવે બંદર તો રહ્યું નહીં; પણ 84 કોમોના તહેવારો અહીં ઉજવાતા હોય તો નવાઈ નહીં !

સુરત કામચોરોનું નગર નથી. અહીંની પ્રજા કામગીરી ન હોય તો ટકી ન શકે. કામઢી કોઈ પ્રજા સુરતમાંથી પાછી ગઈ નથી. સીંગ–ચણા વેચનારો પણ મીઠાઈ ખાઈ શકે તેટલું કમાઈ લેતો હોય છે.  સુરતીઓ લહેરી, આળસુ છે; પણ કામચોર નથી. ઘરતીકંપ આવે કે રેલ કે પ્લેગ, તેનો સ્વભાવ રાખ ખંખેરીને બેઠો થવાનો છે. આ રોતલ પ્રજા નથી. તેણે ઘણું ભોગવ્યું છે; પણ રોદણાં રડ્યાં નથી. તે હસતી–હસાવતી પ્રજા છે. ખાતી– ખવડાવતી પ્રજા છે. ઘેલી–સહેલી પ્રજા છે. સુરતીઓ નવી પ્રજાથી ‘સુધર્યાં‘ હોય તો ફેર પડ્યો હશે; પણ તે કપટી પ્રજા નથી. તે મદદમાં રહેનારી પ્રજા છે. ફરીયાદ ન કરનારી પ્રજા છે. બાકી, કમીશ્નરો, સ્કુટર પર કે સાઈકલ પર લાલબંગલાથી મલ્હાર કૉમ્પલેક્સ સુઘી જાય તો ખબર પડે કે આટલા પટ્ટામાં સડકો શોઘી જડતી નથી. કમરની કચુંબર કરનારી સડકો, ઓવરબ્રીજની સાઈડ ઈફેક્ટ્સ છે ને તે જીવલેણ છે ને સુરતીઓ બબડતાં–ફફડતાં પાર કરી દે છે કે તરત જ પછી ભુલી જાય છે. બબડે ખરાં; પણ પછી કંઈ નહીં ! એટલે જ શાસકો અહીં સચવાઈ રહેલા છે. બીજા શહેરમાં આવું ‘શાસન‘ ઉચાળા ભરાવે તે નક્કી !

આ શહેર ગંદું શહેર હતું, બઘાંએ તેની ગંદકી વખાણી છે; પણ બેચાર કમીશ્નરો સારા આવ્યા. તેમણે પ્લેગ વખતે શહેરની બરાબર ઘુલાઈ કરી નાખી ને સુરતને શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન મળ્યું. સુરતીઓ બદલાવા તૈયાર છે; પણ જાતે બદલાવા તૈયાર નથી. તેમને કો’કે બદલવા પડે ! લહેરી ખરા ને ! એમને સમજાવા પડે. જડસુ નહીં; એટલે સમજે ય ખરા ! જેમ કે એમને કહેવું પડે કે  સુરત પાસે બઘું મળીને પુરાણકાળથી વહેતી એક જ નદી છે–તાપી. એ નદીએ રેલ આપી છે; તો રેલમછેલ પણ આપી છે. તેને કમોતે મરવા ન દેવાય. જે શહેરોને નદી નથી એમને પુછીશું તો સમજાશે કે બઘી સમૃદ્ધી છતાં તે કેટલાં નીસ્તેજ છે ! આવી તાપી માતાની દુર્દશા ન થવા દેવાય.

આપણે ઉત્સવોમાં ભાન ભુલ્યા છીએ. ખબર છે કે પ્લાસ્ટીક, પ્લાસ્ટર ઓફ પેરીસ પાણીમાં ન ઓગળે. પોલીથીન બેગ ખાવાથી ગાયો મૃત્યુ પામી છે ને ગાયને તો આપણે માતા કહી છે. પાકીસ્તાન ગોમાંસ પીરસે તેનો વાંઘો પડે છે; પણ આપણું પ્લાસ્ટીક ખાઈને ગાય ગુંગળાઈ મરે છે તેનો વાંઘો નથી પડતો. આપણે જેને દેવ માનીએ છીએ તેની સાથે દાનવોની જેમ વર્તવાની આપણને શરમ નથી. ‘ગણેશોત્સવ‘, ‘જન્માષ્ટમી‘, ‘નવરાત્રી‘, ‘દશામા ઉત્સવ‘, જેવા તહેવારો નદી સાથે સંકળાયેલા છે; કારણ આ તહેવારો પતે પછી આપણે મુર્તીઓ નદીમાં વીસર્જીત કરીએ છે. પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તી વીસર્જીત કરી કરીને આપણે તાપીની જન્મતીથી નહીં; પણ પુણ્યતીથીની સ્થીતી ઉભી કરી છે. નદી મરવા પડી છે ને આપણે તેનાં કળતરમાં વઘારો જ કરી રહ્યા છીએ.

ગણેશોત્સવ વખતે પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તીઓ મુકવા પર પ્રતીબંઘ મુકાયો છે અને આપણે છાને ખુણે પ્લાસ્ટર ઓફ પેરીસનો મહીમા કરીએ છીએ. આ ઘર્મ નથી; પાપ છે. નદીને પ્રદુષીત કરીને ઘર્મ ન બજાવાય. મુળ વાત તો ભાવના સાથેની છે. ગણપતી છ ફુટના હોય કે એક ફુટના; ગણપતી તો ગણપતી જ રહે છે. રોજના ઘરમંદીરમાં આપણે ગણપતીની ટચુકડી મુર્તી મુકીએ છીએ, તો ગણપતીની કૃપા ટચુકડી થઈ જાય છે ? વાત માનવાની છે, લાગણીની છે. ગણપતી નવ ફુટના થાય એટલે સમ્વેદના નવ ફુટની નથી થઈ જતી. તે તો અનેક ફુટ ઉંચી જ રહે છે; સાવ નાની હોય તેમ જ !

આપણને કૃષ્ણ, નવદુર્ગા, દશામા જેવા દેવી–દેવતાઓનો વાવર ઉપડ્યો છે. આ બઘાની મુર્તી અત્યારે તો ઓછી છે; પણ તે ઓછી રહેવાની નથી. એ બધી મુર્તીઓ પણ, વધારે ઉંચી થઈને, નદીમાં વીસર્જીત થતી રહેશે તો એ વીચાર્યું છે કે નદી ક્યાં જશે ? બીજા કોઈ શહેર કરતાં અહીં પાણીનો ઉપયોગ છુટથી થાય છે તે બન્ઘ કરવો છે ? શાસકો જો નહીં ચેતે તો તાપી નદી પુરેપુરી ‘પ્લાસ્ટર‘માં હશે તે નક્કી છે. આપણે સુરતીઓ એ દીવસો યાદ કરીએ કે શાસકોને સહકાર આપીને, આપણાં પોતાનાં બાંધકામને જાતે પણ ડીમોલીશન કરીને સુરતને નંબર વન શહેર બનાવ્યું છે. હવે શાસકોને જગાડીને, તેમને સહકાર આપીને, તાપીને જીવતી કરવાની છે, રાખવાની છે. આપણે અડીયલ અને સડીયલ પ્રજા નથી જ ! આપણે ઘારીએ તો અહીં સ્વર્ગ ઉતારી શકીએ અને ઘારીએ તો અહીંથી સ્વર્ગે મોકલી શકીએ. આપણે શહેરને બદથી બદતર બનાવી શકીએ; પણ આપણે નદીનો જીવ ન લઈ શકીએ.

Picture-2

ગણેશોત્સવ નજીકમાં જ છે. દશામા ઉત્સવ નજીકમાં જ ગયો. તેમાં જે જોવાનું આવ્યું, તેણે આપણી ઘર્મભાવના કેટલી તકલાદી છે તેનો પુરાવો આપ્યો છે. દશામાની દુર્દશા આપણે કરી. નદી કાંઠાઓ અડધીપડધી દશામાઓથી કેટલું કકળ્યા હશે તે આક્રંદ સાંભળવાની પણ આપણે પરવા કરી નથી. વીસર્જીત થયા પછી દશામાની મુર્તી ભરતીમાં પાછી કાંઠે આવી ગઈ કે આપણા ભાવીકભક્તો જ તેને ગરજ પતી એટલે કાંઠે રઝળતી મુકી ગયા એ બંને સ્થીતી શક્ય છે; પણ વાત તેની નથી. ભગવાનની આપણને ગરજ કાયમી છે કે તહેવાર પતે ત્યાં સુઘીની જ છે ? જે દશામાનું કે ગણપતીનું ભાવપુર્વક આપણે સ્થાપન કરીને તેનું દીવસો સુઘી લાલનપાલન કરીએ, તેની વીદાયથી આપણી આંખો છલકાતી હોય તો એવી રીતે કેમ વર્તી શકાય કે વીસર્જનની ગરજ  જાણે આપણી ન હોય તેમ તેને કાંઠે છોડીને ઘરભેગા થઈ જઈએ ? ગણપતી, દશામાએ બધા હાથો વડે આપણને આશીર્વાદ આપ્યા હોય ને તેના હાથ નદી કાંઠે કાદવમાં છુટા પડેલા દેખાય ને આપણને અરેરાટી ન થાય તે કેવી રીતે સ્વીકારવું ? જે ગણેશની મુર્તીને તીલક કરી કરીને નાકલીટી તાણી હોય, તે ગણપતી એટલા નકામા કેવી રીતે થઈ જાય કે તેનું માથું રસ્તે રઝળતું હોય ને આપણી ચામડી ન તતડે ? આ ઘર્મ છે કે ગરજ ? ગણપતી કે દશામાએ આપણને કંઈ ચોખા નથી મુક્યા કે અમારું સ્થાપન કરો. આપણે આપણી ગરજે સ્થાપના કરીએ છીએ ને તેને અછોવાના કરી આશીર્વાદ માટે મથીએ છીએ. પછી તેની વીદાય વખતે આપણે એટલા ગરજાઉ કે બેશરમ કઈ રીતે થઈ શકીએ કે તેને રસ્તા વચ્ચે જ નીરાઘાર છોડીને ‘पुढच्या वर्षी लवकर या‘ કરીને ઘરે દોડી આવી?  જરા એ તો વીચારીએ કે આટલી દુર્દશા પછી શું વઘારવા ગણપતી કે દશામા આવતે વર્ષે જલદી આવે? નવરાત્રી વખતે પણ ઠેર ઠેર કપાયેલી કુમળી કુમળી લીલાશ જોઈને કાળજું ચીરાઈ જતું હોય છે. જ્વારાનો મહીમા છે ખરો આપણને ? સ્થાપના જેટલા ભાવથી આપણે કરીએ છીએ તેટલા ભાવથી તેનું ઉત્થાપન થતું નથી, તે આપણી નીર્લજ્જતાનો ને ગરજાઉપણાનો નમુનો છે. સત્તાવાળાઓએ વીસર્જન નદીમાં કરવા પર જ પ્રતીબંઘ મુકવો જોઈએ. પાંચ ફુટની કે પચાસ ફુટના કે નાનકડી એક ઈંચની મુર્તી પણ તાપીમાં નહીં ! જેમણે વીસર્જન કરવું છે તે દરીયામાં કરે. બધા જ ભક્તમંડળોએ પ્રતીજ્ઞા લેવી જોઈએ અને ગણેશોત્સવ સમીતીએ તેમને ફરજ પાડવી જોઈએ કે કુછ ભી હો જાય, ‘વીસર્જન તાપી નદી મેં નહીં હોગા’ ! મુર્તીના કદનો ઝઘડો પણ જશે ને તાપીકાંઠે થતી મુર્તીઓની અવદશા પણ જશે. જેમને ભગવાનની ગરજ છે તેમને ફરજ પાડવી જોઈએ કે વીધીવત વીસર્જનની તૈયારી ન હોય તો કૃપા કરીને સ્થાપના જ રહેવા દો. વીસર્જનથી જેટલા કોપાયમાન થશે, તેના કરતાં સ્થાપના નહીં થવાથી ભગવાન ઓછા જ કોપાયમાન થશે. સુરતીઓ વીસર્જનનું લાંછન દુર કરો, પ્લીઝ !

–રવીન્દ્ર પારેખ

તા.28 ઓગસ્ટ, 2010ના સુરતના ગુજરાત મીત્ર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટારખબરઅંતરમાંથી, લેખકશ્રી અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર..

લેખકનો સંપર્ક:

શ્રી રવીન્દ્ર પારેખ, 1- યુનીયનધારા, સર્જન સોસાયટી પાછળ, મોદી–બંગલા, અઠવા લાઈન્સ, સુરત395 007

ફોન–0261-225 5356 મોબાઈલ 93779 39123 ઈ–મેઈલ: ravindra46@yahoo.com

(એમ.એ., એલએલ.બી. થયેલા, યુનીયન બૅન્કના નીવૃત્ત અધીકારી, જાણીતા સાહીત્યકાર અને નર્મદ ચન્દ્રક વીજેતા, લેખક શ્રી રવીન્દ્રભાઈ હાલ ગુજરાત મીત્રદૈનીકના તંત્રીમંડળના વરીષ્ઠ સભ્યપદે સક્રીય છે.)

અક્ષરાંકન: ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

ચીત્ર નં. 1: ‘Reflectionsપ્રતીબીંબ’ બ્લોગમાંથી આ ચીત્ર લીધેલ છે. જે બ્લોગની લીંક નીચે મુજબ છે:

http://gu.girgit.chitthajagat.in/gajesingh.blogspot.com/

આ બ્લોગ અને બલોગરમીત્ર શ્રી ગજેન્દ્ર બીષ્ટના સૌજન્યથી સાભાર…


ચીત્ર નં. 2: ટ્રેક.ઈનઈન્ડીયા બીઝનેસ બ્લોગમાંથી આ ચીત્ર લીધેલ છે. જે બ્લોગની લીંક નીચે મુજબ છે:

http://trak.in/Tags/Business/ganesh-visarjan/

આ બ્લોગ અને બલોગરમીત્ર શ્રી અરુણ પ્રભુદેસાઈના સૌજન્યથી સાભાર…

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/


આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુ નવસારી

પોસ્ટ કર્યા તારીખ2/09/2010


24 Comments

 1. સદીઓ થી ચાલતું આવતું અ ધર્મ ના નામે ધતીંગ સુરત પુરતું મર્યાદીત નથી. પુરા જગત માં આ ભયંકર રોગચાળો લેભાગુઓ અને સ્વર્ગ / જન્નત ની આશા રાખતા ધર્મઝનુનીઓ અને ભોળાભાઈઓ ના લીધે ફેલાઈ ગયો છે.

  ઈશ્વર / અલ્લાહ ને ખુશ કરવા માટે અબજો નો ધુમાડો કરી નાખતા આ ધર્મઝનુનીઓને ને કોણ સમજાવે કે મરતી અને સિસકતી માનવતા ની સેવા જ સાચો ધર્મ છે અને ઈશ્વર / અલ્લાહ ને પણ પસંદ છે.

  કાસીમ અબ્બાસ

  Like

 2. Very true…some thing should be done by govt. or NGO

  We are and our think makes such dirty river.. Its not good

  Prakash

  Like

 3. dear readers, Let me present you my thinking with respect this article.

  In India there are more than 360 days in a year labelled to celebrate to find excuse in job or duty for average Indian . It is the reflection of lack of true knowledge to live for self for others and nation & world as whole. We are miopic in vision, selfish and never think of others while celebrating any day whether religeous (e.g. JANMASTHMI) . national ( e.g.independance day) social ( e.g. marriage celebration ) or personal (e.g. birth day . We are so much involved by blind faith that we make others suffer while we enjoy our celebrations in our ways.A good citizen always thinks of enjoyment of others’ right first than his in all these celebrations.
  I have seen even muslim session judge on frieday after joining duty at 11.00 am. finds religeous ground for excuse of not peforming his duty , perofms NAMAJ in his pesonal chambers, shifting the dates of all cases of that day to the next dates and not attending even expert professionals summoned from outside for deposion. If such highest post enjoying person is taking advantage on religeous ground than what to think of others who are iliterate, poor, dragged by their selfish leaders for showing their majority to other nationals for their wasted interests. We should learn from UK USA citizen how they behave with fellow citizen socially taking care not to interfere in enjoyment of their basic rights during such celebrations.
  It requires revolution to educate people by leaders of the quality of SARDAR PATEL / GANDHI/ SHASHTRI etc. who thought of nation first as a whole in any activity wherein personal interest is not considered at all even though they have to sufer. We are over populated now produced value less youths where in you dont find qualities seen in leaders of the past.It is lacking in political, religeous ,leaders the will for that too. We live for self interest , grabbing social political posts for monetary gains only. We have no empathy of MOTHER TARESHA. We are most suferrer for these chaos and suferr more in future unless some revolution takes place for the change.

  Like

 4. હંમેશા કલ્પનાઓ માં જીવતા મહાન ભારતીયો છીએ આપણે.નાં કોઈ ગણેશ છે,નાં કોઈ દશામાં.બસો ,પાંચસો કે હજાર માઈલ પછી યુનિવર્સ માં શું છે?who knows ?એક સ્ત્રી સ્નાન કરવા બેસે,અને નાના દીકરાને ચોકી કરવા બેસાડે કે જોજે કોઈ આવી નાં જાય,અને એનો બાપ આવી ને ઘરમાં ઘુસવા જાય,દીકરો રોકે એનું માથું કાપી નખાય બાપ દ્વારા?બાપ ને ખબર નાં હોય કે મારો દીકરો છે?અને પ્રાણીઓ ના વાલ્વ કે બીજું કશું હવે મેડીકલ સાયંસ વાપરતા શીખ્યું છે,પણ આખું હાથી નું માથું માણસ નાં ધડ ઉપર કેમનું ફીટ થાય?જરા કોઈ બ્લોગર ડોક્ટર મિત્રો જણાવશો?એક તો માથું જ નહોય તો ધડ માં કોઈ સેન્સ રહે ખરી?જીવંત રહે ખરું?આવી આવી કાલ્પનિક વાર્તાઓ માં હંમેશા જીવતા મહાન ભારતીયો છીએ આપણે..સ્વચ્છતા,પ્રદુષણ,પર્યાવરણ વિષે ચિંતા કરવી તેવું કોઈ ધર્મ ભારત માં શીખવે છે ખરો?કે કોઈ મૂરખ મહાન ગણાતો ગુરુ શીખવે છે ખરો?જુઓ અને બળ્યા કરો…

  Like

  1. I had read one interesting news item some time back which stated that the famous siddhivinayak temple had got the ornaments of the deity insured with some insurance company and wondered myself, who is “Vignaharta”? The deity or the Insurance Co.? If one wants to understand the truth, such small news items can also go a long way in providing the acid test of reality and myth. All one needs is an open mind – nothing more and at the same time, nothing less.

   Like

 5. Dear friends,

  I fully agree with Rajendra’s views. We should learn self dicipline. Charity begins from home.

  Thanks for this good article.

  Like

 6. Sidhi saadi vat apne samjva khabar nahi kem taiyaar nathi. Apnaj angan maa pan Bapa ni murti todi fodi ne muki jay to apane gamshe? jara pan nahi.

  “Swartha jad na machhalane parmarth ni kalpna kyanthi hoy” aa Sarvati chandra navalakathana lekhake
  lakhelun je taddan saachung chhe.

  Sawrth khatar, punya melavava na name lakhlut kharch kari Bapa ni murti lavi Puja kari. “Dard matyun ke Vaid veri” evi halat Ganapati Bapa ni thay chhe.

  Mansai nathi jadsai ganay. Andh shrddha muko tatha mukavo. Nani murti dekhati nathi elet dekhad maate moti murti. Mandi nanun chhe etle jakh mari nani murti.
  Pais avedfo te kartan jarurat chhe teo ne apo. Bhega thai bhandol ubhun kari dhandho karavo tethi vadhu punya mlia shake. Jago, ku riti bandh karo ne karavo

  Like

 7. જાગૃત સમાજે આ વિચારો સ્વીકારેલા છે જ
  અમલીકરણમા અજ્ઞાનતા અને સ્થાપિત હીતો વધુ નડૅ છે.
  એક વસ્તુ તો સહજ સમજાય છે કે રૂઢી ધર્મ કરતા બલવતર છે

  Like

 8. ભારોભાર તથ્ય છે આ વાતમાં, આપણે બધાં ફકત એક જ વાત સમજીયે કે ધર્મ તે બીજાને દેખાડવાની ચીજ નથી, કે દંભ પોષવાનો જરિયો નથી.

  ધર્મ તો મનની ભાવના-આસ્થા નો વિષય છે, સાચો ધર્મ તો માનવધર્મ છે, બીજાની લાગણીઓ ને સમજવો તે છે, અને જ્યાં ‘બહુજન હિતાય’ વિષે વિચારાય, તે ધર્મ છે – જો પ્રજા આ બધું જાતે જ ના સમજે તો મારી માન્યતા પ્રમાણે તેને કાયદાકીય સ્વરુપ આપવા માટે વિચારવા જેવું ખરું.

  અહીં કેનેડામાં કેટલી મોટી નદીયો છે, અને દુનિયાના મોટામાં મોટા સરોવરો (લેક્સ) છે, હજૂ હમણાં જ મારા પપ્પા ભારતથી અહી મુલાકાતે આવ્યા છે, અને અમે આલ્બર્ટાનાં જાસ્પર-બાંફ નેશનલ પાર્ક માં ફરી એક વાર ફરવા ગયેલાં, ત્યાં એટલાં સરોવરો છે, અને તેની સુંદરતા, ચોક્ખાઈ અને પાણીનો નીલો રંગ જોઇને તમે જરુર ધન્યતા અનુભવો – તમને લાગે કે તમે સ્વર્ગમાં જ છો – એટ્લી સુંદર રીતે આ જગ્યાઓનૂ સરકાર તો જતન કરે જ છે, પણ એક નાનૂ છોકરું પણ એ વાતાવરણમાંથી આવેલૂં હોય છે કે તેને ખબર છે કે અહીં કોઇ પણ જાતની ગંદકી કરાય જ નહીં!

  મારા પતિ હંમેશા આ જોઈને એક વાત અચૂક કહે – કે આ જ વસ્તુ જો ભારતમાં હોય, તો તમને આ રુપ શોધ્યે પણ મળવું અઘરું છે -તેમાં કેટલી બીજી વસ્તુઓ દેખાય – ભગવાન નાં ફુલો, હાર-તોરાં વિ. તો હોય જ અને ઉપરથી ભગવાનો અને માતાજીઓની મુર્તિઓ.

  આજે તમારો આર્ટિકલ વાંચીને મને તે જ યાદ આવ્યું…

  Like

 9. ભાઈશ્રી રાજેન્દ્રની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. એક વાત તરફ ધ્યાન દોરું તો કમભાગ્યે આપણાં મોટા ભાગના લોકોને ગંદકી કોને કહેવાય તેની પ્રાથમિક સમજ જ નથી અને આજ સુધી કોઈ સાધુ-સંત-મહંત કે ગૂરુઓએ આ વાત ક્યારે ય સમજાવી હોય તેવું જાણ્યું નથી. ઉપરાંત આપણાં દેશના લોકો મૂળભુત રીતે ઉત્સવ પ્રિય છે અને કોઈ ને કોઈ બહાના હેઠળ ઉત્સવ ઉજવતા રહે છે અથવા તે રીતે સાધુ-સંતો વગેરે તરફથી અને હવે રાજ્કારણીઓ તરફથી આ વૃતિને માત્ર પોષવામાં જ નથી આવતી પણ ઉત્તેજન પણ આપવામાં આવે છે કે જેથી લોકો પોતાની અંગત સમસ્યાઓ ભૂલી જાય ! કાયદાઓ તો અનેક કરવામાં આવે છે પરંતુ અમલી કરણમાં મોટું મીંડુ રહે છે ! અનેક કાયદાઓ અસ્તિત્વમાં હોવા છતાં સરેઆમ તેનો ભંગ થયા કરે છે અને તેની પાછ્ળ સત્તાધીશોના આશીર્વાદ રહેલા હોય છે. ઉલ્ટાનો કાયદો જેટલો કડક તેટલી ભ્રષ્ટાચારમાં મોટી રકમ મળે તેવી અમલદારોની માનસિકતા છે અને તેમને પોષે છે આજના સત્તાધીશો ! વળી એક વાત જેમણે પણ શાસ્ત્રો વાંચ્યા છે તેમાંના કોઈ કહેશે કે આ સંતોષીમા અને દશામા વગેરે ક્યારે અસ્તિત્વમાં આવેલા ? ગણેશ કે ગણ પતિ વિષેની સ્પષ્ટ વિભાવના સમજ્યા વગર માત્ર સ્થુળ ભાવે મૂર્તિ બનાવી સ્થાપના કરી પૂજા કરવામાં આવે શું તે જ માત્ર ઉદેશ રહ્યો છે ?
  મારા બ્લોગ ઉપર મેં ગણપતિ વિષે એક લેખ મૂકેલ છે જેમાં ગણપતિ એટલે કોણ તે વિષે નવા અભિગમ દ્વારા અર્થઘટન કરી જણાવ્યું છે આ ઉપરાંત ગંદ્કી ઉપર પણ લેખો મૂકેલા છે ! અરે અમારા શહેરમાં તમામ મંદિરો-શાળાઓ-કોલેજો અને તમામ ધાર્મિક સંસ્થાઓને સુધરાઈને આ વિષે પત્ર દ્વારા જણાવેલ છે પણ આજ સુધી કોઈ તરફથી કોઈ કાર્યવાહી શરૂ કર્યાની જાણ નથી. આપણે સૌ ગંદકીથી એટલા ટેવાયેલા છીએ કે ગંદકી ક્યારે ય ગંદકી જણાતી જ નથી. મેં તો અંતિમ વાદી બની ત્યાં સુધી લખ્યું છે કે દુનિયા ભરમાં મૃત્યુ પામતા ભૂંડો આપણાં દેશમાં મનુષ્ય તરીકે જન્મે છે.
  માત્ર મૂર્તિઓ બનાવી વિસર્જન કરવી તે ખૂબ જ સહેલી અને સરળ હોઈ લોકો તે માર્ગે પોતાની જાતને ધાર્મિક તરીકે સમાજમાં ઓળખાવી પ્રતિષ્ઠા મેળવતા રહે છે ! અસ્તુ !

  Like

  1. गगें च यमुने च,,જ્યા મળવિસર્જન ત્યાં મુર્તિ વિસર્જન,ત્યાં શબ વિસર્જન,શરીર મેલ વિસર્જન.મળ,મેલ,મુર્તિ,શબ દરેક મા બ્રહ્મ છે.अहं ब्रह्मास्मि।सर्व खलु इदम ब्रह्म!!!હ!હ!હ!હ!હ!હાઆઆઆ!यहि है मेरा भारत,जो कि महान है।હ!હ!હ!હાઆઆઆઆ!!!!What is સ્વચ્છ્તા?એ કઇ બલા નુ નામ છે?plz tell me my dear Arvindbhai!!!!!

   Like

 10. Basically psyche of almost every one of Indian subcontinent is faulty. We go for illusions and put faith in hallucinations. We are hurt by truth. We cannot accept it. Hardcore, harmfull imhibitions have made us inssensible and incensitive. Well, unless younger cadre of all political parties and social organizations resolve to go to the poorest and the downtrodden for reforms, nothing is gone change. Our media aggrevates the problem…!

  Like

 11. શ્રી ગોવીંદભાઇ, રવિન્દ્રભાઇ. વિચારણીય લેખ છે.
  હું વધુ નહીં કહું ફક્ત થોડા દિવસ પહેલાની સત્ય ઘટના જ લખીશ, કદાચ મિત્રોને ગમે, જેમાં મેં મારાથી બનતો નાનકડો પ્રયાસ કર્યો.
  એક સંબંધીને ત્યાં સત્યનારાયણ કથા હતી, જેમાં પૂજામાં કંઇ ૧૦૦૦ જેટલા તુલસીના પર્ણ ચઢાવવામાં આવે છે. (એ ઉપરાંત તો ઘણું ફળ-ફૂલ વગેરે હોય છે) પૂજાવિધી પત્યા બાદ આ બધું લગભગ તો કોઇ વૃક્ષના ખામણામાં, ગંધાવા માટે, ફેંકી દેવાય છે. તુલસીના આટલા બધા પાન, આમ ગેરવલ્લે જતા જોઇ (તેના ઔષધિય ગુણની જાણકારીને કારણે) દુઃખ થયું. એટલે ત્યાં સર્વને કહ્યું કે ચાલો આ તુલસીના પાનનો ઉકાળો બનાવીએ અને તે બધા પ્રસાદરૂપે ગ્રહણ કરીએ !!! (ચોમાસામાં જે ફાયદો થયો તે !) અને થોડી ભેજામારી પછી બધા સંમત થયા !! (થોડું શાસ્ત્રજ્ઞાન ઉપયોગી તો ખરૂં !)
  આગુ સે ચલી આતી હૈ નું નાળું પકડી રાખવા કરતાં દરેક બાબતનો બહુઉપયોગી એવો કોઇ ઉકેલ શોધતા જઇએ તો સુધારો થતો જશે. હા, ટાણે કંઇક અલગ વિચારવાની, રવિન્દ્રભાઇની જેમ, દૃષ્ટિ કેળવવી જરૂરી. આભાર.

  Like

 12. તહેવારો હવે ઉત્સવ રહ્યા નથી, ‘માર્કેટ’ બની ગયા છે. તહેવારોમાં કરોડો/અબજોના ટર્નઓવર થતા હોય છે.

  અણસમજુ પ્રજા જ આંધળુકિયા કરી દેખા-દેખી કરતી હોય છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં વર્ષોથી (પાંચ વર્ષથી હું જોઉં છું) ગણેશ વિસર્જન થતું નથી, મોટા મોટા મંડળોની મૂર્તિ વિસર્જનના સ્થળ સુધી લઈ જઈ પડદાથી ઢાંકી પાછી લઈ જવાય છે.

  આવું બીજા શહેરોમાં ન થઈ શકે?

  Like

 13. શ્રી રવિન્દ્રભાઈના ચોટદાર લેખ બદલ અભિનંદન………..
  ગણેશોત્સવ માત્ર દેખાવો છે.લોકમાન્ય તિળકે પ્રજાની એકતા માટે ગણેશની સ્થાપના કરી હતી.પણ આજે તદ્દન ઉલ્ટુ છે.એક શેરી-મહોલ્લામાં એક ગણપતિની સ્થાપના કરી શકાય.પણ દેખાદેખીને કારણે એક શેરીમાં-મહોલ્લામાં ૩-૪થી વધૂ ગણેશની સ્થાપના કરવામાં આવે છે.આ કેવી એક્તા ?
  બધા જાણે છે કે તાપી સુરતની જીવાદોરી સમાન છે.પણ આજે તાપીની દૂર્દશા કઈ ઓર છે.તાપી એકદમ છિછરી થઈ ગઈ છે.બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ફ્લડ ગેટ બંધ કરવા પડે.છતા જો સુરતીલાલાઓ ન જાગ્યા તો ભવિષ્ય ખતરનાક હશે તેમાં કોઈ શંકા નથી.
  હિન્દૂ વિધી મુજબ કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યાર બાદ ગાયને પૂછડે પાણી રેડવામાં આવે છે અને ત્યાંરે ગાયના કાનમાં કઈ પણ બોલો તે સ્વજન સુધી પહોચી જાય. 🙂 પછી તે ગાય બીજા દિવસે દરવાજા સામે આવે તો ?
  ગૌ પુજનના દિવસે શાકમાર્કેટમાં રખડતી ભટકતી ગાયોને ઘસડી ઘસડીને મંદિરે લઈ આવે.પછી મંદિરના કંમ્પાઉન્ડમાં બાંધીને પુજા કરે.બીજા દિવસે મંદિરના કમ્પાઉન્ડમાં આવે તો ?
  આપણે ભાગવાની ગરજ ક્યાં સુધીની ? જવાબ પ્રેક્ટીકલ છે.

  Like

 14. લેખકનું નામ વાંચતા પહેલા જ ખ્યાલ આવી ગયેલો કે આટલા માર્મિક ચાબખા તો રવીન્દ્રભાઇના જ હોય. અશોકભાઇએ હિમત કરીને જે પગલું ભરાવ્યું એ બહુ જ સારું કર્યું. વિનયભાઇની વાત ચોક્કસ અનુકરણીય છે. આખું વરસ આઠ–દસ ફૂટના ભગવાનને સાચવવાની જવાબદારી આવશે તો જ લોકોને ભાન થશે કે ભગવાનને સાચવવા કેટલા અઘરા છે.

  Like

 15. વાહ સરસ લેખ આપ્યો છે, શ્રી ગોવિદભાઈ અને શ્રી રવિંદ્રભાઈને ધન્યવાદ.
  આ તો આવનારા તહેવારના એંધાણ છે પણ હજુ ગઈકાલે જ ગયેલા મટકી ફોડ ગોવિંદાઓ વિશે શું કહેવુ છે? ૭૫ લાખની મટકી તે વળી હોઈ શકે?? અને એ પૈસા કોના, મુંબઈમાં વસતા ગુજરાતીઓના જ ને કે બીજા કોઈના?? ધારો કે કોઈ મટકી વગર ઈનામે ૫-૬ માળ ઉચે બાંધી હોય તો ત્યા આટલી ભીડ થશે??

  Like

 16. I fully agree with the views of Ravindrabhai.Phir bhi ham
  nahi sudharenge!!
  Shashikant Shah

  Like

 17. મારૂ સાહેબ આભાર !

  ખાસ તો શ્રી રવીન્દ્રભાઈ જે હાલ ‘ગુજરાત મીત્ર’ દૈનીકના તંત્રીમંડળના વરીષ્ઠ સભ્યપદે હોય અને તેણે લોકો સુધી આ વાત પહોંચાડી તે બદલ ધન્યવાદ. સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેણે ફોટા પાડી જાણ કરી તે બદલ તેઓને પણ ધન્યવાદ….

  આપણે એક વાત જણીએ છીએ કે, જે નકારી પણ શકાતી નથી કે લોકમાન્ય તિલકે જે આ ઉત્સવ લોકોની સામે મૂક્યો હતો તે એક પ્રશંસ્નિય હતો કે કુટુંબ, સગા સભંધી, ભાઇ મિત્રો વગેરે એ બહાને ભેગા થાય અને કલાકારને પણ રોજી રોટી મળી રહે. પણ ભગવાનની આ વિચિત્રતા જોતાં ખરેખર દૂ:ખ થાય છે.

  લી.પ્રફુલ ઠાર

  Like

 18. Now I feel that Govt. should or must take serious action to avoid ruin of Ocean and Dharti Maa. Allow only pictures of Bapa and then let it be shredded away and recycle. Artists may suffer but think of world at large. Or for that matter scients to come in fore finding a replacement; perhaps all papers only to make Bapa’s murti which then could be recycled avoiding all these malice. All the related materials be good enough to recycle including colours. This I see the best way out to save artists and so called Bhata Jano. Why so called Bhakat a Jano? On those days many are without job, income and a square meal for every day. That is not Bhakt which starves people at large.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s