એક રૅશનાલીસ્ટનું મનોમન્થન

એક રૅશનાલીસ્ટનું મનોમન્થન

વીક્રમ દલાલ

સામાન્ય રીતે એમ મનાય છે કે ‘ભ્રમ’ એ દુર કરવા લાયક પડદો છે; કારણ કે તે સત્યને ઢાંકે છે. આ જ કારણથી રૅશનાલીસ્ટો વહેમને દુર કરવા તથા કહેવાતા ચમત્કાર પાછળ કામ કરતાં વૈજ્ઞાનીક કારણો લોકો આગળ રજુ કરવા પ્રયત્નશીલ રહે છે. ભ્રમનીરસન એ રૅશનાલીસ્ટોના કાર્યક્ષેત્રની અગત્યની પ્રવૃત્તી છે.

કોઈ પણ વ્યક્તી જાણી જોઈને દુ:ખી થવા ઈચ્છતી નથી તેવી ધારણા જો પાયાના સત્ય તરીકે સ્વીકારીએ તો, દુ:ખ ઉત્પન્ન થવાનાં કારણોને નીવારવા અને તે શક્ય ન હોય તો તેને સહન કરી શકાય તે માટેનાં ઉપાયો વીશે વીચારવું એ મનુષ્ય માત્ર માટે જરુરી બને છે;  કારણ કે દુ:ખનો અનુભવ સૌને થાય છે.

આપણે એક સાથે બે જગતમાં જીવીએ છીએ. એક છે બાહ્યજગત અને બીજું છે અંતર્જગત. બાહ્યજગત પ્રત્યક્ષ છે. બાહ્યજગતમાં રહેલાં પદાર્થો અને શક્તીઓને માપી શકાય છે અને કેટલીક વખત ઉપયોગમાં લઈ શકાય છે તથા તેની લેવડદેવડ થઈ શકે છે. પદાર્થો અને શક્તીનો ઉપયોગ કરીને જીવનને વધારે સગવડભર્યું બનાવવાની તેમાં ક્ષમતા રહેલી છે.

અંતર્જગતને જોઈ શકાતું નથી. તેમાં પ્રેમ અને ધીક્કાર, ગમો અને અણગમો તથા સુખ અને દુ:ખ જેવી લાગણીઓ, શાંતી જેવી મનની સ્થીતી તથા બુદ્ધી જેવી માપી ન શકાય; પણ અનુભવી શકાય તેવી અમુર્ત રાશીઓનો સમાવેશ થાય છે.

બાહ્યજગતનો પ્રભાવ અંતર્જગત ઉપર પડે છે; પરંતુ માણસમાં જીવન વીશેની સમજણ જેમ વધે તેમ બાહ્યજગતનો પ્રભાવ ઘટે છે. જે વ્યક્તીમાં પુરતી સમજણ પેદા થઈ હોય તેનાં અંતર્જગત ઉપર બાહ્યજગતનો પ્રભાવ પડી શકતો નથી. બીજા અર્થમાં કહીએ તો આવા માનવીમાં સુખદુ:ખની લાગણી જન્માવવા માટે બાહ્યજગત અસમર્થ હોય છે.

બહુજન સમાજમાં આવા પ્રકારની સમજણનો અભાવ હોય છે. પરીણામે તેના અંતર્જગત ઉપર બાહ્યજગતનો ઘણો પ્રભાવ પડે છે. આવી વ્યક્તીઓ અગવડ અને દુ:ખ વચ્ચેનો ભેદ પારખી શકતી નથી. તેથી પ્રામાણીકપણે માને છે કે સગવડો ઉભી કરવાથી દુ:ખને દુર કરી શકાશે. સગવડો મેળવવા માટે નાણાંની જરુર પડે છે, એટલે સારાંનરસાંનો વીવેક રાખ્યા વગર કોઈ પણ રીતે નાણાં એકઠાં કરવાં એ એમનાં જીવનનું એક માત્ર ધ્યેય બની જાય છે.

દુ:ખ એટલે આવી પડેલી અણગમતી પરીસ્થીતીનો સ્વીકાર કરવાની મનની આનાકાની. ગમે તેવું દુ:ખ હોય; પણ અંતે તો મનને તે સ્વીકારવું જ પડે છે. તેથી કહેવત છે કે ‘દુ:ખનું ઓસડ દહાડા’. જેમ સમજણ વધારે તેમ આનાકાનીનો સમય ઓછો. જેનામાં પુરતી સમજણ પેદા થઈ છે તે પરીસ્થીતીને અત્યન્ત ઝડપથી સ્વીકારી શકે છે માટે તેને દુ:ખ થયું હોય તેમ બીજાને જણાતું નથી.

પરીક્ષામાં નપાસ થવાથી, પ્રેમમાં નીષ્ફળતા મળવાથી, વેપારમાં ખોટ આવવાથી, જીવનસાથીની બેવફાઈથી, આપ્તજનના મૃત્યુથી કે ધન મેળવવા આખી જીન્દગી સુધી ઢસરડો કર્યા પછી ધનથી સુખ નથી મળી શકતું તેનું ભાન જીવનનાં પાછલાં વર્ષોમાં થવાથી, માણસ દુ:ખી થાય છે.

દુ:ખી વ્યક્તીઓ ભાંગી પડે છે. મનોવીજ્ઞાનની ભાષામાં તેને ‘ડીપ્રેશન’ કહે છે. અમેરીકા, જાપાન અને સ્વીડન જેવાં સમૃદ્ધીમાં આળોટતા દેશોમાં પણ દુ:ખ ભુલવા માટે ફાંફાં મારતા સમાજથી આપણે અજાણ્યા નથી. દુ:ખ ભુલવા માટેના તેમના ઉપયોગમાં તમાકુ, દારુ, કે ચરસ જેવાં વ્યસનો, જુગાર અને ગુંડાગીરી જેવી અસામાજીક પ્રવૃત્તીઓ અથવા તો ગુઢવીદ્યા જાણતા હોવાનો દાવો કરતા લેભાગુ સન્તો, ચમત્કારો, ઈશ્વર કે આત્મહત્યા તરફ ઢળતા હોય છે.

દુ:ખ ખમી લેવા જેટલી સમજણ ઉગવી એ મનની ઉત્તમ સ્થીતી છે; પરંતુ આવી સમજણ બહુ ઓછી વ્યક્તીઓમાં હોય છે. એક રૅશનાલીસ્ટ તરીકે હું વીચારું છું કે, જેઓ માત્ર ઉંમરે જ મોટાં થયાં છે; પરંતુ જેમનામાં સમજણ ઉગી નથી તેવી દુ:ખી વ્યક્તીઓ, ઉપર જણાવેલા ઉપાયોમાંથી ‘ઈશ્વર’ તરફ ઢળે તો તેની તરફનો આપણો અભીગમ કેવો હોવો જોઈએ ? સીગારેટ અને માળા વચ્ચે, દારુ અને પ્રસાદ વચ્ચે અથવા ક્લબ અને મંદીર વચ્ચે જ જો પસંદગી કરવાની હોય તો શાની પસંદગી થવી યોગ્ય છે ? શેનાથી વ્યક્તી અને સમાજને ઓછામાં ઓછું નુકસાન થાય તેમ છે ? કઈ પ્રવૃત્તી શારીરીક અને આર્થીક રીતે પોષાઈ શકે તેમ છે ? ‘ઈશ્વર’નો ભ્રમ દુર કરીને વ્યક્તીને બીજા નુકસાનકારક વીકલ્પો તરફ અભાનપણે પ્રેરવી એ રૅશનાલીસ્ટ માટે યોગ્ય કહેવાય ? સુખની ભ્રમણા ભાંગીને તેને સત્યની કઠોરતા તરફ ધકેલવામાં રૅશનાલીટી છે ? શું રૅશનાલીસ્ટ માનવતાવાદી નહીં; પરંતુ કટ્ટરવાદી હોવા જોઈએ ?

વળી રૅશનાલીસ્ટ શું ભ્રમ માત્રને ત્યજવા યોગ્ય ગણે છે ખરો ? એસ્પીરીન અને અન્ય દર્દશામક દવાઓ હકીકતમાં શું છે ? ગણીત જેવા માત્ર સત્યને જ વરેલા વીષયમાં પણ ‘બીન્દુ’, ‘અનંત’ અને ‘લીમીટ’ જેવી ભ્રમણાઓનો ઉપયોગ કરવો પડે છે. સીનેમા અને ટીવીમાં એક સેકન્ડમાં અનુક્રમે ૨૪ થી ૨૫ તદ્દન સ્થીર ચીત્રો દ્વારા ઉભું કરાતું હલનચલન પણ ભ્રમણા જ છે ને ? આ બધી ભ્રમણાઓ ‘ઉપયોગી’ હોવાને કારણે આપણે ચલાવી લઈએ છીએ.

છેલ્લાં કેટલાંક વખતથી (૧૯૯૦)થી ઉપરના વીચારો મારા મનમાં ઘોળાયા કરે છે. પરીણામે હમણાં સુધી ઈશ્વરવાદીઓની હું જે ઠેકડી ઉડાડતો હતો તેમાં મારી ભુલ હતી એમ મને લાગે છે. જેમ બોખા માણસો માટે દાંતનું ચોકઠું અને નબળા શરીર માટે લાકડી ઉપયોગી છે; તેમ માનસીક રીતે નબળી વ્યક્તીઓ માટે ‘ઈશ્વર’ એ ભ્રમ હોવા છતાં ‘ઉપયોગી’ છે. તેમને માટે એક ટેકો છે, એક સહારો છે. ‘નીર્બલ કે બલ રામ’ને આ સંદર્ભમાં મુલવવું જોઈએ. લાકડીના ટેકે ચાલતા વૃદ્ધને જોઈને જેમ સહાનુભુતી પ્રકટે છે; તેમઈશ્વર’ના સહારે જીવન જીવતી વ્યક્તીઓ તરફ હવે મને સહાનુભુતી થાય છે. શું તેમને ‘મુર્ખ’ ને બદલે ‘બીચારા’ ગણવા વધારે યોગ્ય નથી?

મારા બદલાયેલાં અભીગમને મારી વધતી જતી વય સાથે સાંકળાવાનું કેટલાકને ગમશે; પણ મને કહેવા દો કે હું સૌ પ્રથમ માનવતાવાદી છું. દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસવો તેનું નામ જ રૅશનાલીટી. કટ્ટરતાને તેમાં સ્થાન હોઈ શકે જ નહીં. હજી પણ હું નાસ્તીક જ છું.

–વીક્રમ દલાલ

સંપર્કઃ 2/15 – કલ્હાર બંગલોઝ, શીલજ, અમદાવાદ–380 058 ફોન– (079) 6542 7508

લેખકના ‘મારી તતુડી’ (‘ઉંઝાજોડણી’માં) પહેલી આવૃત્તી : ૧૯૯૪, બીજી : ૨૦૦૪, પ્રકાશક : વીક્રમ દલાલ, ૨/૧૫–કલ્હાર બંગલોઝ, શીલજ, અમદાવાદ૩૮૦ ૦૫૮ પુસ્તકના પાન ૬૧, ૬૨, ૬૩ ઉપરથી સાભાર…

આ જ લેખ, શ્રી. ઈન્દુકુમાર જાની સંપાદીત :રૅશનલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક:નયા માર્ગટ્રસ્ટ, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ–380 027 ફોન: 779-2755 7772 પ્રથમ આવૃત્તી: નવેમ્બર ૨૦૦૭, પાન: ૮૦, સહયોગ રાશી: રુપીયા ૪૦)માંથી લેખક, સંપાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર

પાલનપુર ખાતે ગુજરાત–મુંબઈ રૅશનાલીસ્ટોના અધીવેશન નીમીત્તે નયામાર્ગ’નો વીશેષાંક પ્રગટ કરવામાં આવેલો. તેમાંથી આ પુસ્તીકાનું સંપાદન નયામાર્ગ’ના તંત્રી શ્રી ઈન્દુકુમાર જાનીએ દીર્ઘદૃષ્ટીથી બખુબી નીભાવ્યું છે.

‘સન્ડે ઈ–મહેફીલ’ વર્ષઃ પાંચમુંઅંકઃ 171-2 – August 02, 2009

‘ઉંઝાજોડણી’ અને ‘શ્રુતી’ ફોન્ટમાં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર uttamgajjar@hotmail.com

અને છેલ્લે

મંદીરોને ખરો ભય

મંદીરમાં પાંચ વાત હોવી જોઈએઃ

મંદીરમાં ભલે અનેક દેવ–દેવીઓ પધરાવ્યાં હોય; પણ તે બધાં એક જ બ્રહ્મનાં માનવરુચીને પોષવા કરાયેલાં પ્રતીકો છે તેવું લોકોને ઠસાવવામાં આવે.

મંદીર આડંબર વીનાનું, સીધીસાદી પ્રાર્થના કરવાનું કેન્દ્ર બને.

મંદીરમાં દર્શનાર્થીઓ સાથે પુરી સમાનતાનો વ્યવહાર થાય, ધન કે વર્ણના નામે ભેદભાવ કરવામાં ન આવે.

મંદીરો વ્યક્તીપુજાથી મુક્ત થાય.

મંદીર માત્ર પ્રાર્થના–કેન્દ્ર ન રહેતાં તે માનવતાવાદી પ્રવૃત્તીઓનું પણ કેન્દ્ર બને. અર્થાત્ લોકહીતની પ્રવૃત્તીઓને પરમાત્માની ઉપાસના માનવામાં આવે. મંદીરની આવક ગરીબ અનુયાયીઓનાં શીક્ષણ, આરોગ્ય તથા અન્ય કલ્યાણ પ્રવૃત્તીઓમાં વપરાય.

મઠો, મંદીરો, આશ્રમો, છપ્પનભોગ, સોનાના કળશો, સોના–ચાંદી મઢ્યાં બારણાં અને બારસાખો, સામૈયાઓ, ભવ્ય વરઘોડાઓ – આ બધું હોય; પણ જો માનવતા ન હોય, તમારા જ ધર્મ તથા સમાજનાં અંગભુત અનાથ બાળકો કે લાચાર વીધવાઓ માટે જો કાંઈ ન થતું હોય તો તે બધાં ધાર્મીક જડતાનાં ચીહ્નો છે.

આપણા ધર્મને ખરો ભય વીધર્મીઓથી નહીં; પણ આપણી અવ્યવસ્થા, કુવ્યવસ્થા તથા દુકાનદારીપણાથી છે. ધર્મને બચાવવો હોય તો મંદીરો આ દુષણથી મુક્ત થવાં જ જોઈએ.

હે પ્રભો ! અમારાં મંદીરો હવે દુકાનો બની રહ્યાં છે. કારણ કે ધર્મના વ્યાપારીઓના હાથમાં તે પડ્યાં છે. અન્ય વસ્તુઓની માફક તારો પણ વ્યાપાર થાય તે તને ગમે છે ?

–સ્વામી સચ્ચીદાનંદજી (દંતાલીવાળા)

વાચનયાત્રાનો પ્રસાદ સંપાદક મહેન્દ્ર મેઘાણી પાન 460 ઉપરથી  સાભાર…

(પ્રકાશક lokmilaptrust2000@yahoo.com પાન–512 મુલ્ય–રુપીયા 75)

‘સન્ડે ઈ–મહેફીલ’ વર્ષઃ પાંચમું અંકઃ 171-2 August 02, 2009

‘ઉંઝાજોડણી અને ‘શ્રુતી’ ફોન્ટમાં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જરuttamgajjar@hotmail.com

દર પખવાડીયે મોકલાતી ‘સન્ડે ઈ–મહેફીલ’ની આ વીવીધરંગી વાચનયાત્રા માણવા ઈચ્છતા મીત્રોએ uttamgajjar@gmail.com ને માત્ર પોતાનું સરનામું મોકલવું પુરતું છે.

●♦●♦●♦

Articles of ‘Sunday eMahefil’ can easily be downloaded from website: http://www.gujaratilexicon.com/index.php?action=downloadSeM

♦●♦●♦●♦●♦

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

 ‘આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. હું આ લેખની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.’

ળી, જીજ્ઞાસુઓ માટે અને આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભ–સંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ: govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 29/04/2011

75 Comments

  1. કોઈ પણ પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને માણસ હોવો જોઈએ – પછી ભલેને તમે સામાજિક હો, બૌદ્ધિક હો, શ્રમજીવી હો, રેશનાલિસ્ટ હો, અધ્યાત્મિક હો, ધાર્મિક હો, કોઈ પણ દેશ, ભાષા કે પ્રાંતના હો, આસ્તિક હો કે નાસ્તિક હો, વૈજ્ઞાનિક હો કે ઈજનેર હો કે કશાં જ લેબલ વગરના માત્ર ને માત્ર માણસ હો.

    Like

  2. It is a very good article by Vikram Dalal. To understand why we become unhappy in our life. Gautam Buddha’s Theory will surely help in this regard.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. મંદિરો તથા મસ્જીદો વિષે કહેવામાં આવે છે કે તેમાં પરમેશ્વર વસે છે. તે અનુસાર પરમેશ્વરના આ નીવાસ્થાનો પરમેશ્વરના ભકતોના કલ્યાણ કાજે પણ વાપરવા જોઈએ,

    ઉત્તર અમેરીકામાંની અમુક મસ્જીદોમાં આવા કલ્યાણ કેન્દ્રો મેં પોતે જોયા છે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

  4. ‘તેમને માટે એક ટેકો છે, એક સહારો છે. ‘નીર્બલ કે બલ રામ’ને આ સંદર્ભમાં મુલવવું જોઈએ. લાકડીના ટેકે ચાલતા વૃદ્ધને જોઈને જેમ સહાનુભુતી પ્રકટે છે; તેમ ‘ઈશ્વર’ના સહારે જીવન જીવતી વ્યક્તીઓ તરફ હવે મને સહાનુભુતી થાય છે. શું તેમને ‘મુર્ખ’ ને બદલે ‘બીચારા’ ગણવા વધારે યોગ્ય નથી?

    મારા બદલાયેલાં અભીગમને મારી વધતી જતી વય સાથે સાંકળાવાનું કેટલાકને ગમશે; પણ મને કહેવા દો કે હું સૌ પ્રથમ માનવતાવાદી છું. દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસવો તેનું નામ જ રૅશનાલીટી. કટ્ટરતાને તેમાં સ્થાન હોઈ શકે જ નહીં. હજી પણ હું નાસ્તીક જ છું.”
    માનવતાવાદી અભિગમને વંદન

    Liked by 1 person

  5. તર્કને શ્રદ્ધા કરતાં વધારે મહત્વ આપતા હોય એમને માટે ‘દ્વિધા, સંશય અને પરિવર્તન’ સ્વાભાવિક છે. માત્ર ઈશ્વર, ધર્મ વિશેની લોકોની વિભાવનાઓ સમજવાથી કામ નથી ચાલતું. લોકો એમાં શા માટે માને છે એનાં મૂળ કારણો અને ઉપરછલ્લાં કારણોની પણ ચર્ચા કરવાનું જરૂરી છે. કારણ કે ધર્મની વિભાવના લોકો દ્વારા જ વ્યક્ત થાય છે.

    આમ છતાં ભ્રમનિરસનનું કાર્ય પણ મહત્વનું છે, કેમ કે ઈશ્વરમાં માણસની શ્રદ્ધાને ન પડકારીએ તો પણ આ શ્રદ્ધાની આજુબાજુ કર્મફળ, એમાંથી પ્રગટતી પુનર્જન્મની ધારણા વગેરે ઘણી માન્યતાઓ વણાયેલી છે. સામાજિક સ્તરે આનો દુરુપયોગ પણ ખૂબ થયો છે. આ બાબતમાં વિચારવું એ પણ માનવતાવાદી દૃષ્ટિકોણ છે.

    Like

  6. માનવતાવાદીઓ ધીમે ધીમે ‘ઈશ્વર’ને હવે પાછલા બારણેથી
    પેસવા દેવાની ચાલ ચાલી રહ્યા છે.તે ખોટું પણ નથી જો બધાજ
    નાસ્તિક બની જશે તો ‘અરાજકતા’ આવવાની ભીતિ છે જ.
    માની લોકે ”આસ્તિકતા’ માણસમાં એક જાતની ‘ઈશ્વર’ની ભીતિ
    લાવીને તેને સારા કામ કરવાની પ્રેરણા આપે છે.
    અંતે તો સાચી અનુકંપા અને દયા જ સારું કામ કરવાની
    સૂઝ આપે છે.
    નાસ્તિક અને આસ્તિક્નો જંગ તો આદિકાળથી ચાલે છે
    જે કદી જીતાય તેમ નથી!
    સહુને સારા વિચારો આવે ને સંસ્કાર સિંચાય એવું શિક્ષણ
    જો સમાજમાં મળતું હશે તો ‘ઈશ્વરવાદ’ કે ‘નિરીશ્વરવાદ’
    નો આ ઝગડો ખતમ થઇ જશે!

    Like

    1. જેલના કેદીઓ, ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને ગુંડાને પણ સારા કહેવડાવે તેવા ધર્મગુરુઓ ઈશ્વરવાદીઓ હોય છે. ખરેખરતો ઈશ્વરની ભીતી ઈશ્વરવાદીઓને પણ લગતી નથી. નાસ્તીક એટલે ખરાબ અને આસ્તીક એટલે સારા એમ માનવું બરાબર નથી.
      વીક્રમ દલાલ

      Like

  7. માનવીની તમામ પ્રવૃતિનુ મુખ્ય કેંદ્ર માનવતા હોવું જોઈએ !
    સ્વામી સચ્ચિદાનંદ્જીના મંદિર અને માનવતા કેન્દ્રી અભિગમ સાથે સંપૂર્ણ સહમત છું.

    “મઠો, મંદીરો, આશ્રમો, છપ્પનભોગ, સોનાના કળશો, સોના–ચાંદી મઢ્યાં બારણાં અને બારસાખો, સામૈયાઓ, ભવ્ય વરઘોડાઓ – આ બધું હોય; પણ જો માનવતા ન હોય, તમારા જ ધર્મ તથા સમાજનાં અંગભુત અનાથ બાળકો કે લાચાર વીધવાઓ માટે જો કાંઈ ન થતું હોય તો તે બધાં ધાર્મીક જડતાનાં ચીહ્નો છે.

    આપણા ધર્મને ખરો ભય વીધર્મીઓથી નહીં; પણ આપણી અવ્યવસ્થા, કુવ્યવસ્થા તથા દુકાનદારીપણાથી છે. ધર્મને બચાવવો હોય તો મંદીરો આ દુષણથી મુક્ત થવાં જ જોઈએ.

    હે પ્રભો ! અમારાં મંદીરો હવે દુકાનો બની રહ્યાં છે. કારણ કે ધર્મના વ્યાપારીઓના હાથમાં તે પડ્યાં છે. અન્ય વસ્તુઓની માફક તારો પણ વ્યાપાર થાય તે તને ગમે છે ?”

    Like

  8. “તેમ માનસીક રીતે નબળી વ્યક્તીઓ માટે ‘ઈશ્વર’ એ ભ્રમ હોવા છતાં ‘ઉપયોગી’ છે.”

    I will say that this is arrogance. By describing people as “માનસીક રીતે નબળી વ્યક્તીઓ”, do you mean “rationalists” are powerful?

    While I am not a believer, I don’t find it worthwhile to tag myself in any *ist/*ism. Because humans are born to live/work in groups & hence, “rationalists” are one group among many who think they have moral authority/duty to prove others wrong.

    ‘ઈશ્વર’ના સહારે જીવન જીવતી વ્યક્તીઓ તરફ હવે મને સહાનુભુતી થાય છે. શું તેમને ‘મુર્ખ’ ને બદલે ‘બીચારા’ ગણવા વધારે યોગ્ય નથી?

    Have you done anything for those ((‘ઈશ્વર’ના સહારે જીવન જીવતી વ્યક્તીઓ other than putting them into “બીચારા” basket?

    Only in nature, one can find no difference between a cactus and a lotus. As humans, we are blinded to differentiate between good (us) and bad (them).

    Like

      1. Dear Vikrambhai;
        Love;
        Go to the website and download Gujarati Type pad. It is free. The type pad is self explanatory and most easy to write several Indian languages along with Gujarati. I hope this information will help others also, who face similar problem.
        His Blessings;
        Sharad Shah

        Like

  9. વિક્રમભાઈના બહુંજ સારા વિચારો છે, ઘણું લખવાનું બાકી રહી જાય છે, જયારે સમય મળશે ઉમેરો કરીશું.

    માનવતાવાદમાં ઈશ્વરવાદ છુપાયેલો હોય છે.

    જે કોઈ વ્યક્તિ માનવતાનું કામ કરે અને તે ભલે ઈશ્વરમાં માને કે નહિ માને તો પણ તેને ઉત્તમજ સમજવો.

    નાસ્તિક શબ્દ ખરાબ નથી. રેશનાલીસ્ટ એટલેકે નાસ્તિક થવું એ બહાદુરીનું કામ છે, કારણકે તેને પોતાના પ્રશ્નો પુરુષાર્થથી જાતેજ ઉકેલવાના હોય છે એવું સ્વામી સચ્ચીદાનાન્દજી કહે છે.

    ઈશ્વરવાદીઓ ઈશ્વરને દરેક કામમાં સાથે રાખીને જીવતા હોય છે. તેમને એક બહુ મોટો સહારો મળતો હોય છે. જો કોઈ ઈશ્વરવાદી પુરુષાર્થી હોય અને માનવસેવાનું કામ કરતો હોય તો “સોનામાં સુગંધ મળ્યા જેવું ” કહેવાય. પોતાને આર્થિક લાભ માટે માનવસેવાનું કામ કરનાર વ્યક્તિ ઢોંગી અને પાખંડી કહેવાય પછી ભલે તે દેખાડવા માત્રનો ઈશ્વરનો પરમ ભક્ત હોય.
    જીવનમાંથી ઈશ્વરને કાઢી નાંખો તો કશું રહેતું નથી. જીવન શુષ્ક અને ગતિ શૂન્ય થઇ જાય છે એવું અમે ઈશ્વરવાદીઓ માનીએ છીએ. અંત કાળે જ્યારે ઘડપણ આવે અને કોઈ પ્રવૃત્તિ થઇ શકે નહિ ત્યારે માણસોની દુર્દશા થતી હોય છે, તે કોઈ સહારો શોધતો હોય છે ત્યારે કયો વાદ કામ આવે તે સમજી લેવું. અસ્તુ.

    ભીખુભાઈ મિસ્ત્રી
    હ્યુસ્ટન, ટેક્ષાસ, અમેરિકા
    ફોન: ૨૮૧ ૮૭૯ ૦૫૪૫

    Like

  10. નીબલ કે બળ રામ કહી લોકોને ઓર નિર્બળ બનાવો.આમેય રામ જાતે કોઈને મદદ કરવા આવતો જ નથી.જે મદદ મળે તે બીજા લોકો જ કરતા હોય છે.આમેય ભારત વ્યર્થ આર્તનાદો કરી કરી કાયર બની ચૂક્યું છે.એમાં હવે રેશનાલીસ્ટ પણ જોડાઈ જાવ.રામ તો બળવાનના હોય નિર્બળના નહિ.લોકો ઓર કમજોર બનવાના.
    બીજું મને એ સમજાતું નથી કે ‘ઈશ્વરની ભીતી વડે લોકો સારા કાર્યો કરે.’ઈશ્વરની ભીતી ભારતમાં છે ખરી?ભારતમાં ઈશ્વરનો ભય છે ખરો?મહાન ધાર્મિક દેશના ૧૫૦૦ બિલિયન ડોલર્સ ઈશ્વરના ભય વગર સ્વીસ બેન્કોમાં કેમ પડ્યા છે?આપણે દુનિયાની સૌથી વધારે ભ્રષ્ટ પ્રજા છીએ,ક્યા ગયો ઈશ્વરનો ભય?આપણા ધર્મગુરુઓ સૌથી વધુ ભ્રષ્ટ છે,ક્યાં ગયો ઈશ્વરનો ભય?પાછલા બારણે આ બાવાઓ સાવ હરામીઓ છે,ક્યા ગયો ઈશ્વરનો ભય?અરે મારા ભાઈ ઈશ્વર કોઈને ભય પમાડતો નથી.અરે ઈશ્વરનો ભય બતાવી બતાવી અહીં આ ગુરુઓ ધનના ઢગલા કરે રાખે છે.ઈશ્વરના નામે આ દેશમાં શોષણ થાય છે તેટલું બીજા કોઈ દેશમાં થયું નથી.એક મૂર્ખ બાવાને વર્લ્ડ રેકોર્ડ કરવો છે,મંદિરો પર મંદિરો વિશ્વમાં બાંધે જાય છે,સ્વામી સચ્ચિદાનંદના મંદિરો વિશેના ખયાલો ક્યા પુરા થવાના હતા?શું ઈશ્વર મંદિરોમાં જ વિરાજમાન છે? આ બાવાઓને ભૂખ્યા બાળકોમાં ભગવાન દેખાતો નથી.
    ચાલો નિર્બળના બળ રામ હતા તો મુરખો, દેશ ૯૦૦ વર્ષ ગુલામ કેમ રહ્યો?ઈશ્વર બચાવવા કેમ ના આવ્યો?ખોટો માનસિક સધિયારો મનાવી મનાવી ઈશ્વર મદદ કરવા આવશે તેવી રાહ જોવામાં ૯૦૦ વર્ષ અસ્મિતા વગર ચેતના વગર જીવતા રહ્યા.અને હજુ ગુલામી માનસિકતા જતી નથી.અગ્રેજો ગયા,તો ઘરના નેતાઓ અને સાધુઓની ગુલામી ચાલુ છે.એક મચ્છર(કસાબ કે અફજલ)આખા દેશને હીજડો બનાવી રહ્યો છે.ભાઈ મારા બળવાન કે બળ રામ એવા સુત્રો આપો તો દેશમાં જરા લોકોમાં હામ આવે કે ભાઈ પોતાની લડાઈ જાતે લડો કોઈ કાકોયે ઈશ્વરના નામે બચાવવા આવતો નથી.

    Liked by 1 person

  11. વીક્રમભાઈનો પરીચય વર્ષો જુનો છે. તેઓ અંગે ટુંકમાં લખવું શક્ય નથી. એમની ફોટોગ્રાફી અને તે અંગેનું તેમનું ટેકનીકલ જ્ઞાન કેવળ ‘અદ્ભુત’ શબ્દથી જ સમજાવી શકાય. એવું જ એમના અત્યંત ધારદાર વીચારો અંગે કહી શકાય.

    એમણે આ લેખમાં બતાવેલા પોતાના આંશીક વીચાર–પરીવર્તન બાબતને બહુ મોટી વાત ગણવી રહી.

    ધર્મ શું કે તર્ક શું, બધે જ ક્યાંકને ક્યાંક મધ્યમમાર્ગ અપનાવવો જ રહ્યો. બન્ને પક્ષે આત્યંતીકતા કદી લાભ આપવાની નથી. ગમે તેટલી જુની વાત કેમ ન હોય, ગમે તેટલી બહુમતી ધરાવનારી વાત કેમ ન હોય, ગમે તેટલી વૈજ્ઞાનીક બાબત કેમ ન હોય પણ તેનાથી જો વીખવાદો અને અંધાધુંધી જ ફેલાવાની હોય, કલુષીતતા જ પ્રસરવાની હોય, એનાથી સામાજીક ભેદો જ ઉભા થવાના હોય તો તેવી વાતોનું કોઈ મુલ્ય નથી.

    પોતાનો માર્ગ જ સાચો અને અન્યનો ખોટો એ વાત જ પાયામાંથી ખોટી ઠરે છે. ગમે તેટલા દાખલાઓ આપો, ગમે તેટલી ઉગ્રતા અપનાવો, ગમે તેટલી બહુમતી પોતાના પક્ષે હોવાની રાડો પાડો તેથી પોતાનો પક્ષ સાચો સાબીત નહી કરી શકાય.

    સૌને ક્યારેય સાથે રાખી શકાવાના નથી. તુંડેતુંડે મતીર્ભીન્ના એ વાત એકદમ વ્યવહારુ છે. કહેવાતા અવતારો પણ કાયમી ઉપાયો/સુધારાઓ કરાવી શક્યા નથી. કોઈ હીરો/અવતારો કે ઈશ્વર જગતને સંપુર્ણ સુખી બનાવી શક્યું નથી.

    એટલે જુની વાતોને નામે કે આધુનીક સુધારાને નામે ગાળાગાળી સુધી પહોંચી જવામાં કોઈ જ તર્ક કે શ્રદ્ધા – કોઈ બુદ્ધીપ્રતીભા કે જ્ઞાન પ્રગટાવી શકાશે નહીં.

    વીક્રમભાઈના લેખ દ્વારા એક બહુ મોટી તટસ્થતા, બહુ મોટી જાગ્રુતી, એક સબળ મધ્યમમાર્ગની વીચારણા મળી છે. તેમણે પોતે હજીય નાસ્તીક જ હોવાનું પણ કહ્યું છે તેને પણ ધ્યાને લઈને એમને ધન્યવાદ.

    Like

    1. શ્રી જુગલભાઈ,
      શ્રી વિક્રમભાઇના વિચારોમાં પરિવર્તન આવ્યું હોય એમ તો નથી જણાતું, કારણ કે એમણે પોતાને નાસ્તિક તરીકે જ ઓળખાવ્યા છે. માત્ર એમના અભિગમમાં પરિવર્તન જણાય છે. હવે તેઓ સહિષ્ણુતાપૂર્વક પ્રતિક્રિયા આપે છે.વિવેક્બુદ્ધિવાદી માટે પરિવર્તન સ્વાભાવિક છે. એટલે નાસ્તિક વ્યક્તિ આસ્તિક બની જાય એ શક્ય છે.

      પરંતુ રેશનલિઝ્મને અનિવાર્યપણે એથીઝ્મ(નાસ્તિકવાદ) માની લેવાની આપણે ભૂલ કરીએ છીએ. પશ્ચિમી તત્વદર્શનના પિતા મનાતા દ’કાર્તે રેશનલિઝ્મના પ્રણેતા હતા અને એમણે ઈશ્વરનું અસ્તિત્વ તર્ક દ્વારા સિદ્ધ કર્યું છે. બીજા નાસ્તિક રેશનલિસ્ટ પણ હતા. આમ રેશનલિઝ્મનો મૂળ ઝઘડો ઈશ્વર સાથે નથી, તર્કહીન શ્રદ્ધા સાથે છે. ઇશ્વરનું અસ્તિત્વ તર્ક દ્વારા સિદ્ધ થવું જોઈએ. દ’ કાર્તે તો પોતાને રોમન કેથોલિક તરીકે ઓળખાવતા.

      તમારી વાત મનનીય છે કે “ધર્મ શું કે તર્ક શું, બધે જ ક્યાંકને ક્યાંક મધ્યમમાર્ગ અપનાવવો જ રહ્યો.” વ્યવહારમાં તો આપણે મધ્યમમાર્ગી જ હોઇએ છીએ, કારણ કે આપણે સૌ સમાજની વચ્ચે રહીએ છીએ. ઈશ્વર સંબંધી વૈચારિક મતભેદને કારણે આભડછેટ પાળવા લાગીએ તો એ આત્યંતિકતા છે. એક માણસ કોઈને આડે આવ્યા વિના ઈશ્વરમાં માનતો રહે ત્યાં સુધી તો એની સાથે માથાફોડ કરવાની જરૂર નથી હોતી અને આપણે કરતા પણ નથી હોતા. પરંતુ સૈદ્ધાન્તિક સ્તરે પણ સમાધાન કરી લેવાની અનિવાર્યતા જણાતી નથી.

      આમ જૂઓ તો ઈશ્વર વિશેની માન્યતા એકલી તો ઊભી નથી.એની સાથે ઘણુંબધું છે. ભૂપેન્દ્રસિંહભાઈએ જે ઉદાહરણો આપ્યાં છે એ વ્યાવહારિક સ્થિતિની અવગણના પણ ન કરી શકાય. આ બધું ઈશ્વર સંબંધી માન્યતામાંથી પ્રગટે છે. તે ઉપરાંત, ધર્મ માત્ર થિયરી નથી, પ્રૅક્ટિસ પણ છે. પ્રૅક્ટિસના નિયમો પણ છે અને નિયમોના ‘જાણકારો’ પણ છે.આમાંથી એક પરંપરા ઊભી થાય છે. એ પરંપરાની અંદર હોય એમની એક કોમ બને છે, જે એક આઇડેન્ટિટી આપે છે. અને આ આઇડેન્ટિટીને કારણે એની જ અંદર ઉત્પન્ન થયેલી કેટલીયે સબ-થિયરીઓ દ્વારા અમુકનું શોષણ થાય છે, લાખો લોકો લુંટાય છે, ધુતારાઓ ફાવી જાય છે. બે અલગ આઇડિન્ટિટીઓ સામસામે લડે છે. પોતાને શ્રેષ્ઠ ઠરાવે છે. એકબીજાનું નિકંદન કાઢી નાખવાની વાતો કરે છે. એનું કારણ એ કે આ આઈડેન્ટિટીઓ (અસ્મિતાઓ) એનાં મૂળથી દૂર સ્વાયત્ત રૂપે કામ કરવા લાગે છે. આ સ્થિતિ આજે આપણ દેશમાં અને આખી દુનિયામાં છે. સારો સુતાર જાણે છે કે ક્યાં કરવત ચલાવવી, પરંતુ જે સુતાર લાકડા પર દયા ખાય એ કશું બનાવી શકશે નહીં.

      ઇશ્વરપ્રાપ્તિ વ્યક્તિગત ધ્યેય હોઈ શકે. પરંતુ મોક્ષ માટે સમાજથી દુર થઈ જવું, માત્ર વ્યક્તિ તરીકે વિચારવું એમાં માનવતાવાદ તો નથી. એટલે ધર્મની સામાજિક, જૂથવાદી અને રાજકીય ભૂમિકા તથા તર્કરહિત શ્રદ્ધા વિશે માનવતાવાદી દૃષ્ટિકોણથી સતત વિચારતા રહેવું જરૂરી જણાય છે.

      Like

      1. અંધશ્રદ્ધાળુઓ આત્યંતીક હોય પણ બુદ્ધીવાદીઓ પણ આત્યંતીક બની જાય ત્યારે શું સમજવું ? ધાર્મીકોને બુદ્ધી વીનાના કહેવા અને બુદ્ધીવાદીઓ પોતે આત્યંતીક ઉગ્રતાથી સમાજના એક મોટા વર્ગને ધુત્કાર્યા કરે….

        નાનાનાના પ્રસંગો દ્વારા અંધશ્રદ્ધાને ખુલ્લી પાડવા કરતાં મોટી કથાઓમાં જઈને ત્યાં વીરોધ કરવો જોઈએ. ભ્રષ્ટાચાર સામે પણ દોડવું જોઈએ. ઈશ્વરનો વીરોધ મુળમાં નહોતો છતાં આજે તો એકમેવ વીરોધ ઈશ્વર સામે જ થાય છે. ઈશ્વરને જ ટાર્ગેટ બનાવાય છે. ઈશ્વર કોઈ બે, ચાર કે હજાર હાથવાળો નથી પણ ઈશ્વરીતત્ત્વ છે એવી વાતો કોઈ સાંભળતું નથી. અંધશ્રદ્ધા તો રહેવાની, રહેવાની ને હજાર વાર રહેવાની જ. એનાથી થનારા નુકસાન કરતાં હજારો ગણું નુકસાન કથાકારો, બાપુઓ કરે છે તેને પડકારનારા કેટલા ? રાષ્ટ્રધ્વજનું અપમાન થયું તો એની સામે થનારા કેટલા ? કોણે ઝુંબેશ ચલાવી નેટ ઉપર ???

        છેવટ તો આ બધું અરણ્યરુદન અને ચર્ચાઓની માથાંફોડી જ રહેવાની છે.

        Like

      2. ધર્મ અને સંપ્રદાય બે જુદા છે. ધર્મ કહે છે, ” જે સારા તે મારા “. સંપ્રદાય કહે છે, ” જે મારા તે સારા ” .
        વીક્રમ દલાલ

        Like

  12. Yes ! There is a big difference between physical maturity and mental maturity.
    Maturity is the key which opens the doors to knowledge and knowledge teaches what is wrong and what is right.

    Thanks.

    Amrut(Suman)Hazari

    Like

  13. પ્રિય વિક્રમભાઈ;
    પ્રેમ;
    વિચારો,મંતવ્યો, અને મુલ્યો પણ ઉંમર અને અનુભવે બદલાતા રહે છે. જ્યાં સુધી આ પરિવર્તન પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી સમજવું કે હજી આપણે રેશનલ નથી. શક્ય તેટલા જલ્દી “હું રેશનાલિસ્ટ છું” તેવા ભ્રમમાંથી બહાર નીકળી જવું તે જ રેશનાલીસ્ટ તરફની યાત્રાનુ પ્રથમ પગથીયું છે.બીજાના ભ્રમ ભાંગવા કરતાં આપણે જે ભ્રમણાઓ જાણે અજાણ્યે (બેહોશીમાં) સેવે રાખીએ છીએ, તેમાંથી મુક્ત થવામા જ સાચી રેશનાલીટી છે.આપણે પોતે કેવી કેવી ભ્રમણાઓમા ફસાયેલા છીએ તેનુ મંથન તો આપણે કરતા જ નથી અને બીજાઓને કે જે આપણા કરતાં જુદી ભ્રમણાઓમા ફસાયા છે તેઓને મુર્ખાઓ કે બિચારાઓના ઇલ્કાબથી નવાજવા માં રેશનાલીટી નહી પણ અહંકાર વધુ છતો થતો હોય છે.
    પાછો આ અહંકાર એટલો મજબુત રીતે ઘર કરી ગયો છે કે આપણે ખુલ્લા મને કાંઈપણ સાંભળવા જ તૈયાર નથી.ગમ્મે તેમ તતુડિ વગાડિએ પણ એક જ સૂર નીકળ્યા કરે છે કે, “હું સાચો અને બધા જ મુર્ખા”. છગનભાઈને એક મુર્ખતા વળગી છે તો મગનભાઈને બીજી અને મને ત્રીજી. પણ છગનભાઈની કે મગનભાઈની મુર્ખતા તો આપણને દેખાય છે આપણી આપણને દેખાતી નથી. જે દિવસથી આપણી પોતાની મુર્ખામીઓ દેખાવા માડે ત્યારથી રેશનાલીટીની શરુઆત થઈ તેમ સમજવું. બાકીતો બુધ્ધપુરુષો સિવાય બાકીના બધા જ મુર્ખાઓની જમાત જ છે.કેટલાંક બુધ્ધપુરુષોએ પરમાત્માને નકારી કાઢ્યો છે જેમકે મહાવીર કે ગૌતમબુધ્ધ. તમે કદાચ તેમને નાસ્તિકની કોટિમાં મુકી શકો. પણ તેમ છતાં તેઓ રેશનલ છે કારણ્કે તેમને પરમાત્માને જાણીને નકારવો ઉચીત સમજ્યા. જ્યારે કેટલાંક બુધ્ધપુરુષોએ (નારદ,કૃષ્ણ, શંકર) પરમાત્માના અસ્તિત્વનો સ્વિકાર કર્યો છે, પરંતુ કોઈ શાસ્ત્રો વાંચીને નહી પણ પરમાત્માનો સાક્ષાતકાર કરીને કે તેને જાણીને. અને એટલે તેઓ રેશનાલીષ્ટ છે. જ્યારે આપણે જેને નાસ્તિક કહીએ છીએ કે આસ્તિક કહીએ છીએ તેઓ બન્ને આંધળા છે. બન્નેમાથી કોઈનો અનુભવ નથી અને બન્ને દાવાઓ પોતે સાચા હોવાના કરે છે.અસલ રેશનાલીસ્ટમાં અને નકલી રેશનાલીષ્ટમા ફરક અનુભવનો છે. આંધળાઓની પ્રકાશની વ્યાખ્યા કરવાની ચર્ચાનો અંત શું હોઇ શકે? જરુર છે આંખના ઇલાજની. પણ તે સમજાતું જ નથી.જે દિવસે સમજાઈ જશે તે દિવસથી રેશનાલીસ્ટની યાત્રા શરુ થશે.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ.

    Like

  14. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    અહી ઘણા બધા મિત્રો એક યા બીજા સ્વરુપે માનવતાવાદની તરફેણ કરતા વિચારો રજુ કરે છે અને મંતવ્યો આપે છે. જેમકે ધર્મ માનવતાવાદી હોવો જોઈએ. મદિરોમા માનવતાવાદી પ્રવૃત્તિઓ થવી જોઈએ.હું માનવતાવદી છું કે માનવતાવાદને અભિનંદન. માનવતાવાદનો હું વિરોધિ નથી પરંતુ આપણે એ યાદ રાખવું ઘટે કે આ પૃથ્વી ફક્ત માનવો માટે નથી જ.માનવસૃષ્ટિ સિવાય અહીં જળચર, પશુ, પ્રાણી, પક્ષી અને વનસ્પતિ સૃષ્ટિ પણ છે. અને આમાંથી એક પણ સૃષ્ટિની બદબાકી થઈ જાય તો આ પૃથ્વી રહેવા લાયક રહે કે કેમ? કલ્પના કરો કે આ પૃથ્વી પર ફક્ત માનવ જ માનવ હોય તો આ પૃથ્વી અને નરકમા ફેર શું રહે? માનવ આ સૃષ્ટિની સર્વોત્તમ રચના છે કારણે એક માનવ બીજમાં જ સંભાવના છે માનવમાથી દાનવ થવાની કે દેવ થવાની. એક માનવી જ છે જે ને પસંદગીનો અવકાશ છે. જ્યારે અન્ય કોઈને પણ નથી. લિમડો લાખ કોશિશ કરે તો આંબો ન થઈ શકે કે બાવળ ન થઈ શકે. પવિત્ર ગણાતી ગાય પણ ગમે તેવા પ્રયત્ન પછી સિંહ ન બની શકે કે ન તો ડુક્કર બની શકે. અને આ ને કારણે જ માનવ સૃષ્ટિનું મહત્વ છે. પણ મહત્વની સાથે સાથે એક જવાબદારી પણ છે કે અન્ય સૃષ્ટિનું યોગ્ય રક્ષણ કરવું અને તેને વિકસવા માટેનું વાતાવરણ પુરું પાડવું. કોરો માનવતાવાદી અભિગમ તો સ્વાર્થીપણાનુ અને મુર્ખામીનુ લક્ષણ છે.
    પણ અત્રે મંતવ્યો અને અભિપ્રાયો આપવાવાળા બધા માનવો છે, કોઈ ગાય કે ભેંસ કે બાવળિયો મંતવ્ય આપવાનો નથી, એટલે બધાને આવા મંતવ્યો અને અભિપ્રાયો મીઠા લાગે છે. ભલે પછીતે ઘાતક પણ હોય.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ.

    Like

    1. શ્રી શરદભાઈ

      આપે કહ્યાં તે મુદ્દાઓ મારા ધ્યાનમાં છે – અત્યારે પ્રથમ આવશ્યકતા માનવીને માનવ બનાવવાની છે – જો માણસ માણસ હશે તો અને તો જ અન્ય પ્રાણીઓનું રક્ષણ થઈ શકશે. અત્યારે તો બીજાં પ્રાણીઓને કેમ કાપીને ખાઇ જવા તેનું ચિંતન મનુષ્યદેહધારીઓ કરે છે તેમને સહુથી પહેલા માણસ બનાવવા અતીશય આવશ્યક છે – જો માણસ માણસ બનશે તો અને માત્ર તો જ સમગ્ર જિવ સૃષ્ટિ ટકી શકશે.

      Like

      1. પ્રિય અતુલભાઈ;
        પ્રેમ;
        તમે માનવ છો કે તમારે હજી માનવ બનવાની જરુર છે? જરા વિચારીને જવાબ આપશો.

        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

      2. શ્રી શરદભાઈ

        હું છું – શું એટલું પુરતું નથી?

        હું કોણ છું તેની શોધમાં નીકળ્યો છું – ઘણી શોધ કરી છે – હજુ આ શોધ અધુરી છે.

        જ્યારે હું મને મળીશ ત્યારે તમારા પ્રશ્નનો જવાબ મળશે – આ પ્રશ્નનો જવાબ વિચારવાથી મળે તેમ નથી.

        તેને માટે – દિલ દરિયામાં ડૂબકી મારવી પડે – અને તે પણ અન્યના દિલમાં નહીં પણ પોતાના દિલમાં.

        Like

      3. પ્રિય અતુલભાઈ;
        પ્રેમ;
        મારો પ્રશ્ન જરા ઈરીટેટીંગ છે. તમને પણ થયું હશે કે આનો જવાબ શું આપવો? ખેર જે જવાબ આપ્યો છે સરાહનીય છે. બીજી સૌથી ખુશીની વાત એ છે કે તમે પણ એ મૂળસ્રોત શોધી રહ્યા છો જે આપણા દરેકની શોધ છે. ભલે તેની આપણને ખબર હોયકે ન હોય. ભલે આપણે સ્વિકારેલો રસ્તો સાચો હોય કે ન હોય. પણ દરેકે દરેક મનુષ્યની એક જ ખોજ છે તે નિશ્ચિત છે. અને એ જ આપણી બધાની ડેસ્ટિની પણ છે. ક્યારે પહોંચશું તે ખબર નથી.કોઈ બે વર્ષે તો કોઇ બે જન્મે કે કોઈ બસ્સો કે બેહજાર જન્મે.આ જ નિયમ છે.
        હવે મૂળ મુદ્દા પર આવીએ. દરેક માણસને એમ જ હોય છે કે તે સાચો માનવ છે અને બીજા માનવોને સુધારવાની જરુર છે.બસ અહીથી જ શરુ થાય છે અહંકારનો પ્રદેશ. અને આપણા અહંકારને આપણે ઓળખી જ નથી શકતા. થોડો થોડો ઓળખાવા પણ માંડે કે તે તરત જ સુક્ષ્મ અને અતિસુક્ષ્મરુપ ધારણ કરતો જાય છે અને આપણી પકડમાંથી તે દુર જતો જાય છે. અહંકારનો આ ખેલ નિરાલો છે.જેમ જેમ ભિતરની યાત્રા સઘન થતી જશે તેમ તેમ હું કહું છું તે સમજાતું જશે. એટલે જ હું વારંવાર કહું છું કે બીજાઓને સુધારવાની જગ્યાએ ખરેખર આપણે જાતે સુધરવાની જરુર હોય છે.મારા ગુરુ કહેતા,” પરિસ્થિતિઓ સુધારવાની તમારા હાથમાં નથી. પણ તમે મનોસ્થિતિ અવશ્ય સુધારી શકો છો.”
        શેષ શુભ.
        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

      4. જો રસ્તામાં ચારે બાજુ ઝાડી જાંખરા અને કાંટા પથરાયા હોય તો સમગ્ર રસ્તે ચામડું ન મઢી શકાય – આપણે બુટ – ચપ્પલ પહેરી લેવા પડે. આખા રસ્તે તડકો લાગતો હોય તો બધે મંડપ ન નખાય આપણે છત્રી ઓઢી લેવી પડે. આપના પ્રશ્નમાં ઈરીટેટીંગ જેવું કશું નથી લાગતું કારણ કે આ પ્રશ્ન મારી જાતને વારંવાર પુછીને હું ઈરીટેશનથી પ્રુફ થઈ ગયો છું. જેવી રીતે આક્ષેપો, અવહેલના અને સતત શાબ્દિક પ્રહારો હવે મને અસર કરતાં નથી કોઈના તલવાર જેવી કલમે લખાયેલા લેખ સામે હવે હું આરામથી હસી શકું છું.

        મનોસ્થિતિ સુધારવા માટે હું હંમેશા તત્પર હોઉ છું પણ મન ઉપર બીજા લોકોએ કબજો જમાવ્યો છે. આ પ્રશ્ન આટલો વકર્યો ન હોત જો મન સ્વતંત્ર હોત. જે લોકો પરાધીન છે તેને મુક્ત કરવા માટે બહુ ધીરજની જરૂર પડે છે.

        Like

    2. તમારી વાત સાચી છે. તમે ફલક વિસ્તાર્યું છે. આભાર.

      Like

  15. dear vikrambhai,

    1.
    let me quote you, so that you and other readers can have handy reference :

    ‘બાહ્યજગતનો પ્રભાવ અંતર્જગત ઉપર પડે છે; પરંતુ માણસમાં જીવન વીશેની સમજણ જેમ વધે તેમ બાહ્યજગતનો પ્રભાવ ઘટે છે. જે વ્યક્તીમાં પુરતી સમજણ પેદા થઈ હોય તેનાં અંતર્જગત ઉપર બાહ્યજગતનો પ્રભાવ પડી શકતો નથી. બીજા અર્થમાં કહીએ તો આવા માનવીમાં સુખદુ:ખની લાગણી જન્માવવા માટે બાહ્યજગત અસમર્થ હોય છે.’

    this is a classic case of neo-spiritualism, neo-mysticism and therefore quite contrary to the rational approach of looking at the બાહ્યજગત and અંતર્જગત.

    2.
    and another quote :

    ‘દુ:ખ એટલે આવી પડેલી અણગમતી પરીસ્થીતીનો સ્વીકાર કરવાની મનની આનાકાની.’
    you mean to say the moment one accepts such પરીસ્થીતી, there won’t be any ‘દુ:ખ’? it will evaporate r, the way god-men do by miracles?

    3.
    one more :

    ‘ઈશ્વર’ના સહારે જીવન જીવતી વ્યક્તીઓ તરફ હવે મને સહાનુભુતી થાય છે. શું તેમને ‘મુર્ખ’ ને બદલે ‘બીચારા’ ગણવા વધારે યોગ્ય નથી?’

    ‘જેમ બોખા માણસો માટે દાંતનું ચોકઠું અને નબળા શરીર માટે લાકડી ઉપયોગી છે; તેમ માનસીક રીતે નબળી વ્યક્તીઓ માટે ‘ઈશ્વર’ એ ભ્રમ હોવા છતાં ‘ઉપયોગી’ છે. તેમને માટે એક ટેકો છે, એક સહારો છે.’

    ‘શું રૅશનાલીસ્ટ માનવતાવાદી નહીં; પરંતુ કટ્ટરવાદી હોવા જોઈએ ?’

    yes, they are ‘બીચારા’ indeed, but they are ‘મુર્ખ’ no doubt. and it is the humanitarian duty of the rationalist to tell them they are wrong and any illusion can’t be their solace or healing or cure. there is no question of being ‘કટ્ટરવાદી’ ,
    it’s a question of being true humanitarian.

    let me tell you the unsavory truth , it is your senility that drives to be so compromising.

    neerav patel

    Like

  16. I AM GLAD THAT YOU BELIEVE IN SUPPORT VASTU,JYOTISH,DARSHAN,PRATHNA ETC ALL HAVE MOTIVATING FACTOR. IT GIVES HOPES AND WITH ALL FAITH ,ONE START WORKING FOR GOAL AND MOST OF THE TIME THEY SUCCEED.THEY GIVE CREDIT TO MOTIVATING FACTORS AND NOT AMOUNT OF HARD WORK PUT IN.
    IT IS ANDHSHRADHA FOR US,BUT FOR THEM IT IS MOTIVATION AND FAITH.

    Like

  17. પ્રિય સ્વામી સચ્ચિદાનંદજી;
    પ્રેમ;
    મંદિરો પરમાત્માને નામે ખુલેલી હાટડિઓ છે જે આપ પણ સ્વિકારો છો. અને આ મદિરોનો વહિવટ ચાલાક દુકાનદારોના હાથમાં છે તે પણ તમે સ્વિકારો છો. સ્વાભાવિક છે કે કોઈપણ દુકાનદારનો મુખ્ય ધ્યેય વધુને વધુ ગ્રાહકોને પોતાની દુકાન તરફ આકર્ષવાનો અને વધુને વધુ નફો મેળવવાનો જ હોય. મંદિરના આ દુકાનદારો એ જ કરી રહ્યા છે. તરહ તરહની તરકીબથી લોકોને આકર્ષે છે લાખો અને કરોડો રુપિયા મેળવીને હજારોનુ દા કરે છે અને તમે જેને માનવતાવાદી પ્રવૃતિ કહો છો તે પણ કરી રહ્યા છે. કારણકે લૂટની રકમમાંથી થોડી રકમ કહેવાતા દાન પુણ્યના કામમા ન વાપરો તો તમારે દુકાન બંધ કરવી પડે. આવી માનવતાવાદી પ્રવૃતિઓ તરકીબનો એક ભાગ જ હોય છે. સત્યસાંઈબાબાથી માંડી દ્વારકાધીશના મદિર (હાટડી) પર માનવસેવા/ગૌસેવા/ કે અન્યસેવા કેંદ્રોના પાટિયાં જ મારેલા છે. નહી તો લોકો ફસાય કેવી રીતે? કહેવાતા રેશનાલીસ્ટોને પણ સાચવવા પડેને? આ ખુબ સીધું સાદુ ગણિત છે અને દરેક કુશળ દુકાનદારને તેની ખબર હોય જ છે.
    હવે તમે ઉભા કરેલા પાંચમુદ્દાઓનુ અમલીકરણ કોણ કરવાનું છે? જેમની દુકાન છે તે મુર્ખાઓ તો નથી જ કે પોતાના જ પગ પર કુહાડી મારે. તમે ને હું તો આ પાંચ મુદ્દાનો કાર્યકમ અમલમા મુકી શકવાના નથી. કારણકે નથી તમે ને હું આ મંદિરોના માલિક કે ટ્રષ્ટિઓ કે નથી આ દેશના સત્તાધિશ. તો અમલ કરશે કોણ? ધારો કે આ બધા દુકાનદારોને એકવાર તગેડી મુકીએ તો પછી આ બધી દુકાનોનો વહિવટ સોંપવો કોને? અને જેને વહિવટ સોંપીએ તે શું કરશે તેની કાંઈ ખાત્રી ખરી? તમે રોજ બરોજ જીવન મુલ્યોનુ ધોવાણ થતું જોઈ રહ્યા છો, ત્યારે કોની પર ભરોસો કરશો? તમારા જ દંતાલીના આશ્રમનો વહિવટ તમારા પછી કોને સોંપવો તે પણ કદાચ પ્રશ્ન હશે ત્યાં ભારતમાના લાખો મંદિરોનો વહિવટ કોને સોંપવો તેમ નક્કી કેમ કરી શકાશે? ફરી એકવાર તમારા મુદ્દાઓને તપાસી લેજો કદાચ તેમા ફેરફાર કરવાનુ મન થાય.
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ.

    Like

    1. શ્રી શરદભાઈ,
      આ હાટડીઓ વિષે બહુ તાર્કિક માર્મિક વાતો લખી છે.કોઈ જાતે પોતાના પગ ઉપર કુહાડો મારે નહિ.પણ એક કામ કરી શકાય,દુકાનો જ બંધ કરી દઈએ તો કેવું?કોઈને વહીવટ સોપવો જ ના પડે.આ બધી દુકાનોની જગ્યાએ કોલેજીસ,સ્કૂલ્સ બનાવી દેવાય.રીસર્ચ સંસ્થાઓ બનાવી શકાય.

      Liked by 1 person

      1. પ્રિય ભુપેન્દ્રસિંહજી;
        પ્રેમ;
        ટાટા, બીરલા, અંબાણી કે કદાચ બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ ભેગા કરીને પણ જે રોજગારી ઉભી નથી કરી શક્યા તેટલી રોજગારી આ મંદિરોની હાટડિઓએ, કરી છે. એ બધું બંધ કરીદો તો આ બધા બેકારોને આપણે નાંખશું ક્યાં? એક સર્વે મુજબ આ દેશમાં ૬૦લાખથી વધુ બાવા, સાધુઓ છે. એ સિવાય ન જાણે કેટકેટલાં રીક્ષાવાળા, હોટલવાળા, ગાઈડો, પંડાઓ, ટ્રાવેલ્સ વાળા, કુલીઓ, મજુરો, હેન્ડિક્રાફ્ટવાળા, મુર્તિ, ફોટાઓ, માળાઓ પૂજાની સામગ્રિ વેચવા વાળા લોકો આ માંદિરોની હાટડિઓ પર જ નભે છે. એ બધાનુ શું કરશું? કરોડો લોકોને કાંઈ ગોળીએ તો નથી દઈ શકવાના.
        કેટલીક વાતો બોલવામાં તો સહેલી લાગે છે પણ અમલીકરણમા અશક્ય હોય છે.બીજું આપ કહો છો કે આ બધી હાટડિઓની જગ્યાએ સ્કુલ, કોલેજ કે રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ઉભી કરી નાંખવી જોઈએ. સ્કુલ કોલેજોમાં ભણાવાતા શિક્ષણે બહુ ઝાઝો શક્કરવાળ કાઢ્યો છે કે રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની શોધોએ માનવીના જીવનને આનંદ ઉલ્લાસથી ભરી દીધું છે એવું નથી. હા કેટલીક સગવડો અને સુવિધાઓ જરુરથી વધી છે. પણ સાથે સાથે સમગ્ર માનવજાતને ભય અને હિંસાની આગમાં ઝોંકી દીધી છે. આખરે આ તમામ શોધો ના અસલી માલિકો તો રાજકારણીઓ જ છે. તેમની સત્તા અને આધિપત્ય જાળવવામાં જ તેનો ઉપયોગ કરવાના છે. મંદિરમા ભગવાનના નામે કે સેવાના નામે તો લોકો દાન કરશે પણ વૈજ્ઞાનિકોના પગાર કરવા કેટલા લોકો દાન આપશે? દુનિયાભરની બધીજ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સરકારી ખર્ચે જ નભે છે એટલે બધી જ શોધો પર પહેલો અધિકાર સત્તાધીશોનો જ રહે છે. ૧૯૮૮મા છપાયેલ એક અહેવાલ મુજબ આપણી પૃથ્વી જેવાં ૭૦૦ ગ્રહો પર જીવન નષ્ટ કરી શકાય તેટલી યુધ્ધ સામગ્રિ આપણે(બધા દેશો) ઉભી કરી ચુક્યા હતા. આજની તારીખમા કેટલી હશે તેનો અંદાજ લગાવી લેજો. ક્યાં ગયું શિક્ષણ? આને શિક્ષણ કહેવું કે ગાંડપણ. દરેક પાસાઓને વિચારવાની અને નિષ્પક્ષ મુલવવાની જરુર છે નિર્ણયો લેતાં પહેલાં.
        શેષ શુભ;
        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

  18. શ્રી શરદભાઈએ શ્રી સચ્ચિદાનંદજી સમક્ષ તાર્કિક સવાલો મૂક્યા છે. દુકાનદારો પોતાની દુકાનો બંધ કરે ત્યારે ને? એટલું જ થઈ શકે કે આપણે પોતે ન જઈએ.

    આ પહેલાં પણ આ પૃથ્વી માત્ર માનવ માટે નથી એ વાત લખીને શ્રી શરદભાઈએ જીવસૃષ્ટિની પ્રાકૃતિક સમતુલા જાળવી રાખવાને માનવધર્મમાં સમાવી લેવાનું સૂચન કર્યું છે.

    અહીં માંસાહારનો વિરોધ હશે પણ માંસાહાર વિના પણ માણસની લોભવૃત્તિને કારણે વેરાન થતાં જંગલો અને અદૃશ્ય થતી જીવ સૃષ્ટિની વાત મુખ્ય છે. માનવતાવાદી દૃષ્ટિકોણમાં એને પણ સ્થાન આપવું જોઇએ. કારણ કે ‘વાઘ-સિંહતાવાદ કે ગાય-ભેંસતાવાદ’ જેવું કઈં કદી શરૂ નહીં થાય.

    Like

  19. શ્રી જુગલભાઈ
    આપની વાત સાચી છે બુમો પાડવાનો કોઈ અર્થ જ નથી,આસ્થાના પુમડા કાનમાં ખોસીને જો લોકો બેઠા છે.જુઓને આપણે જેને જાદુગર અને મદારી કહેતા તે સત્યસાઈ કયા દેશના રાષ્ટ્રપતિ હતા?કયા શહીદી વહોરેલા સેનાના જવાન હતા?જુઓ એમના શબ ઉપર રાષ્ટ્રધ્વજ મુકયો અને ૨૧ તોપોની સલામી અપાઈ.

    Liked by 1 person

    1. સાચ્ચે જ રાષ્ટ્રધ્વજ ઓઢાડાયો તેથી બહુ દુઃખ થયું છે. આટલા બધા પ્રથમકક્ષાના નેતાઓ અંજલી આપવા–દર્શન કરવા જાય !!

      પ્રથમ રાષ્ટ્રપતીશ્રી સોમનાથ મંદીરનાં દર્શને જાય તેનો ઉહાપોહ થાય પણ આમાં કોઈને કાંઈ દુઃખ ન થાય ! ધ્વજ ઓઢાડાયો તેનો વીરોધ કેટલા રૅશનલોએ કર્યો ?!

      આ બધું છેવટ નીરાશા જન્માવનારું જ બની રહે છે. આપણી ચર્ચાઓ અરણ્યરુદન જ બની રહે છે. કોઈ અર્થ નથી.

      વીકીલીક્સ, હજારેજી, મુરલી મનોહર જોશીનો કાલે મુકાયેલો રીપોર્ટ એ બધું એક બાજુ છે ને બીજી બાજુ કસાબ જેલમાં મહેલ બનાવીને જલસા કરે છે !!

      ખરી કામગીરી તો આ બધાંનો વીરોધ કરવામાં રહેલી છે. મોટા મગરમચ્છો રંજાડે છે ને આપણે માછલીઓ ચર્ચાઓ કર્યા કરીએ છીએ.

      Like

    2. પ્રિય ભુપેન્દ્રસિંહજી;
      પ્રેમ;
      શ્રિ સત્ય સાંઇબાબા ના અનેક ભક્તો ઉચ્ચ શિક્ષણ ધરાવતા હતા. તેમના પાર્થીવ દેહના દર્શન અર્થે લાગેલી લાંબિ કતારોમાં કેટકેટલાંય ડોકટરો, વૈજ્ઞાનિકો, ભાષા શાસ્ત્રીઓ, અર્થ શાસ્ત્રીઓ, વકીલો, હાઈકોર્ટના અને સુપ્રિમ કોર્ટના જજો, એન્જીનીયરો, ઈતિહાસકારો, અને સમાજના પ્રતિષ્ઠીત ગણાતા રાજકારણીયો સામેલ હતા. આ બધા ના શિક્ષણનુ શું થયું? મારી સ્પષ્ટ સમજ છે કે આપણુ શિક્ષણ ગમે તેટલા ઉચ્ચ દરજ્જાનુ હોય પણ તે માણસને વિવેક બુધ્ધ કે ઘણીવારતો સામાન્ય બુધ્ધી પણ નથી આપી શકતું. અને તમે કહો છો કે મંદિરો, મસ્જીદો તોડિને શાળાઓ, સ્કુલો અને વિશ્વવિદ્યાલયો ઉભા કરી દઈએ. જરા ફરી વિચારી જૂઓ આ શૈક્ષણીક સંસ્થાઓ મુઢ ના મુઢ જ પેદા કરવાની હોય તો તેની ુપયોગીતા કેટલી રહેશે? અને કદાચ અભણ મુઢને તો પહોંચી પણ વળશો પણ આ વકીલો, જજો, ડોકટરો, અને ઉચ્ચ શિક્ષણધારીઓને કેમ પહોંચશો?
      પ્રભ્શ્રિના આશિષ;
      શરદ.

      Like

      1. શરદભાઈ, તમારા અવલોકન સાથે હું સંમત છું કે મોટા ડૉકટરો, વકીલો છે. એ બધા ઉપરથી ઊતર્યા હોય તેમ છતાં પણ આવું કરતા હોય તો નવાઈ લાગે. પરંતુ એ લોકો પણ એ જ પુરાતનપંથી સમાજની પેદાશ છે.એટલે મૂળથી જ નવું શિક્ષણ આપવું જોઇએ. આ શિક્ષણ સમાજલક્ષી હોવું જોઈએ, વ્યક્તિલક્ષી નહીં. તો જ મંદિરોમાં ભીડ ઓછી થશે.

        Like

  20. પ્રિય શરદભાઈ,
    તમે શ્રી ભૂપેન્દ્રસિંહભાઈને જવાબ આપતાં લખ્યું છે કે “ટાટા, બીરલા, અંબાણી કે કદાચ બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ ભેગા કરીને પણ જે રોજગારી ઉભી નથી કરી શક્યા તેટલી રોજગારી આ મંદિરોની હાટડિઓએ, કરી છે. એ બધું બંધ કરીદો તો આ બધા બેકારોને આપણે નાંખશું ક્યાં?”
    મંદિરો વિના બેકારીની સમસ્યા વકરશે એમ માનવું યોગ્ય છે? બેકારી દુર કરવા માતે યોગ્ય આર્થિક નીતિઓ જોઈએ. જેટલાં મંદિરો છે તેના કરતાં અર્ધી સ્કૂલો બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધરીએ તો પણ બાંધકામ ક્ષેત્રમાં કરોડોને રોજગાર મળશે. હજારો નવા શિક્ષકોને નોકરી મળશે. બાળકો માટે પ્રાથમિક શાળાઓ બનશે. શિક્ષણ વધશે.કઈં બધા દેશોમાં મંદિરો નથી અને તેમ છતાં ત્યાંની સરકારો રોજગારના પ્રશ્નો ઉકેલે જ છે. આપણા કહેવાથી મંદિરો બંધ નહીં થાય. સ્વામી દયાનંદ સરસ્વતી પણ મૂર્તિપૂજા બંધ ન કરાવી શક્યા તો આપણે તો કોણ? પરંતુ, સાચું વિચારવાની છૂટ તો છે જ. એ વખતે બેકારીના ઉપાય તરીકે મંદિરોની ઉપયોગિતા માનવી કે નહીં એના પર ફરી વિચાર કરવા જેવું તો ખરૂં.
    એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે ટાટા, બિડલા, અંબાણી કે બીજા ઉદ્યોગપતિઓ રોજગારી ઊભી કરવાના પવિત્ર ઉદ્દેશથી ઉદ્યોગો નથી ચલાવતા. જરૂર કરતાં એક પણ વધારાના માણસને નથી રાખતા. એમનો હેતુ નફો રળવાનો છે.

    Liked by 1 person

    1. પ્રિય દિપકભાઈ;
      પ્રેમ;
      तस्सवुर* तो कोई बुरा नही है गालीव;
      बुरी है हकीकत, बुरा है जमाना.
      (*तस्सवुरः कल्पना)
      હું પણ જ્યારે મીઠી નિંદરમા સપનાઓ જોતો હોઉં કે જાગતા જાગતા કલ્પનાઓના ઘોડાઓ દોડાવતો હોઉં છું ત્યારે મને પણ આવા બધા જ વિચારો આવે છે, કે મંદિરો, મસ્જીદો, ગીરજાઘરોને તોડી સ્કુલો અને બાગ બગીચા બનાવી દઉં, આ બધા બાવા, સાધુ, સંત મહંતોને અને અન્ય આળસુ જનોને રસ્તા, બંધો, નહેરો, ગટરલાઈનો, સ્કુલો અને બાગ બગિચાના નિર્માણમાં લગાવી દઉં. ધર્મના નામે ચાલતા બધા ધતિંગો બંધ કરાવી દઉં. પણ જેવી આ સપના અને કલ્પનાની દુનિયામાંથી બહાર આવું છું ત્યારે ખબર પડે છે કે, આ મંદિર મસ્જીદ તોડવા માટે ચુકવવાની મજુરી માટે પાંચીયું ખરચવાની કે જાતે કોદાળી હાથમા લઈને તોડવા નીકળવાની મારી ત્રેવડ કે હિંમત તો છે નહી. ત્યાંઆ બધા મંદિરો તોડી તેમાં સ્કુલો ને બાગ બગીચા બનાવવાનો ખર્ચ જે અબજોમા થાય તે કોણ આપશે? જે લોકો લાખો રુપિયા મંદિરમાં દાન કરે છે તે તો નથી આપવાના. જે લોકો મારા જેવા વિચારો ધરાવે છે મારી માફક જ કલ્પનાઓ કરે છે તેમની આશા કેટલી રાખી શકાય? તે બધા પણ મારી માફક જ કલ્પનાઓના ઘોડા દોડાવવામાં જ પાવરધા છે. એકે ય મારા સુવિચારોના પ્રભાવમા આવી ઘરમાંથી કોદાળી કે પાવડા લઈને મંદિર કે મસ્જીદ તોડવા નીકળવાનો નથી. ત્યારે મને વાસ્તવિક દુનિયાનુ ભાન થાય છે અને સમજાય છે કે ભાઈ, એક સ્વાસ પણ મરજીથી લઈ નથી શકતો તો અમથા ધમપછાડા શા માટે કરે છે? ખુદ પણ શાંતિથી ઉંઘતો નથીને અન્યને પણ શાંતિથી ઉંઘવા દેતો નથી ને નીત નવા બખેડાઓ ઉભા કર્યે રાખે છે.. પરમાત્માને એનુ કામ કરવા દે, જે તારા હાથમાં નથી એની પાછળ નાહક શા માટે સમય અને જીવન બરબાદ કરે છે.” પછી હું વાસ્તવિક દુનિયામા આવી જાઉં છું. કદાચ તમે પણ વાસ્તવિક દુનિયામાં આવી જાઓ.
      શેષ શુભ.
      પ્રભુશ્રિના આશિષ;
      શરદ.

      Like

      1. શરદભાઈ,
        મારી કૉમેન્ટ ફરી વાંચી જવા વિનંતિકરૂં છું? મેં કહ્યું છે કે સ્વામી દયાનંદ સરસ્વતી પણ મૂર્તિપૂજા બંધ ન કરાવી શક્યા તો આપણે કોણ. એટલે ‘ખ્વાબ’ અને ‘તસવ્વુર’ની વાત મને લાગુ નથી પડતી. તમે કહ્યું છે કે મંદિરો બંધ થશે તો બેકારો વધી જશે. મેં સામે એવું કહ્યું છે કે બેકારી દૂર કરવાનો ઉદ્દેશ હોય તો શાળાઓ બાંધીએ તો પણ રોજગારી ઊભી થાય. મેં ખોટી આર્થિક નીતિઓ તરફ ધ્યાન દોર્યું છે.તમે મારા આ મુદ્દાઓને તો સ્પર્શ પણ નથી કર્યો. હવે આ મુદ્દાઓને પણ આવરી લેવા વિનંતિ છે. કઈં નહીં તો એટલું કહો કે સૈદ્ધાન્તિક રીતે તમે શું માનો છો – મંદિરોની સંખ્યા વધવી જોઈએ કે સ્કૂલો અને હૉસ્પિટલોની? (મંદિરો તોડવાની વાત નથી કરતો). આ તો સિમ્પલ અભિપ્રાય જ પૂછું છું.

        વિશાળ બહુમતીને આપણે જીવવાલાયક જીવનસંયોગો ન આપીએ તો એ લોકો ભગવાન ભરોસે જ જીવશે.એમનો વાંક નથી.

        સામાન્ય જનતાના હાથ સશક્ત બને એ સપનું ખોટું નથી, વાસ્તવિક દુનિયામાં એવું નથી એટલે જ આ સપનું બનીને આવે છે. સપનાં જોવાં એ હંમેશાં ખોટું નથી હોતું. તમે પણ ‘ધ્યાન’ને માર્ગે પોતાની જાતને ઓળખવાનું સપનું સેવો છો ને? તમારાં સપનાથી તમને કદાચ આત્માનુભૂતિ થશે અને જે શોધો છો તે મળી જશે તો તમને લાભ થશે પણ મારા સપનાથી મને પોતાને કઈં લાભ નહીં થાય.

        Like

    2. પ્રિય દિપકભાઈ;
      પ્રેમ;
      તમે મારી વાતનો મર્મ નથી પકડતા. ખેર! તમને સીધી વાત કરું.
      પ્રશ્ન-૧)મંદિરો વિના બેકારીની સમસ્યા વકરશે એમ માનવું યોગ્ય છે?
      જવાબ-૧) આ દેશમા જ્યાં કરોડો લોકો માટે મંદિરો, મસ્જીદો અને ગીરજાઘરો રોજગારીનુ સાધન છે ત્યાં તે બંધ કરતાં બેરોજગારીની સમસ્યા અવશ્ય વકરશે તેમ મારું સ્પષ્ટ માનવું છે.
      પ્રશ્ન-૨)બેકારી દુર કરવા માતે યોગ્ય આર્થિક નીતિઓ જોઈએ.
      જવાબ-૨) કઈ કઈ આર્થિક નીતિઓ અયોગ્ય છે તે જણાવો? અને તમારી દ્રષ્ટિએ યોગ્ય આર્થિક નીતિ કઈ અને કેવી હોય તે દર્શાવો, એટલે તેમા આપણે ફેરફાર કરી નાંખીએ.
      પ્રશ્ન-૩)જેટલાં મંદિરો છે તેના કરતાં અર્ધી સ્કૂલો બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધરીએ તો પણ બાંધકામ ક્ષેત્રમાં કરોડોને રોજગાર મળશે. હજારો નવા શિક્ષકોને નોકરી મળશે. બાળકો માટે પ્રાથમિક શાળાઓ બનશે. શિક્ષણ વધશે.
      જવાબ-૩)મંદિરો બાંધવાના નાણા તો આ બધા ધાર્મિક (તમારી ભાષામા મુર્ખાઓ કે અંધ શ્ર્ધ્ધાળૂઓ) આપે છે. આ શાળાઓ બાંધવાના નાણા કોણ આપશે? બાંધકામ ક્ષેત્રમા હજી ઘણી બધી પાયાની જરુરીયાતો જ સંતોષાઈ નથી જેમકે રસ્તાઓ, ગટરો, બંધો, નહેરો, રેલ્વે લાઈનો અને બીજી ઘણીબધી સુવિધાઓ બાકી છે તેના નાણા નથી. બાકી નાણા હોય તો બાંધકામ ક્ષેત્રે રોજગારી ઉભી કરવા કાંઈ સ્કુલો જ બાંધવી જરુરી નથી. બીજી પાયાની જરુરીયાતો ઉભી કરી રોજગારી ઉભી કરો. તમને કોણે રોક્યા છે? નાણાના અભાવે? તો આ નાણા ક્યાંથી ઉભા કરશો? હાલનુ શિક્ષણ માણસમાં સામાન્ય બુધ્ધી પણ નથી આપી શક્યું તો તેનો વ્યાપ વધારી શું કરશો?
      પ્રશ્ન-૪)કઈં બધા દેશોમાં મંદિરો નથી અને તેમ છતાં ત્યાંની સરકારો રોજગારના પ્રશ્નો ઉકેલે જ છે.
      જવાબ-૪) બધા દેશની વસ્તી દોઢ અબજ નથી કે જ્યાં ૨૫થી ત્રીશ કરોડ લોકોને રોજગારી પુરી પાડવી પડે. હા. ચીનમા કહી શકાય કે ભારત જેટલી કે તેથી પણ વધુ વસ્તી છે. પરંતુ ત્યાંની રાજકિય તેમજ સામજીક વ્યવ્સ્થ તદ્દન જુદી છે. ટમે રસ્તો બનાવતી વખતે વચ્ચે આવતાં બે મકાનો ૧૦વર્ષ કોર્ટમા લડ્યા સિવાય તોડી નથી શકતા. તમે અફઝલ કે કસાબ જેવાને ગુનેગાર પુરવાર થયાને ૨૦-૩૦ વર્ષ સુધી ફાંસી નથી આપી સકતા. જ્યારે ચીનમા શાંઘાઈ પોર્ટ બનાવવા માટે એક સાથે આઠ વર્ગ માઈલનો ભરચક રહેણાંક વિસ્તાર ચાર મહીનામા જમીન દોસ્ત કરી નાંખેલ. તમે રોજગારીની પ્રગતિની વાતો કરો છો પણ આ દેશની મુળભુત સમસ્યા શું છે તે તમારા ધ્યાનપર આવે છે ખરી?
      પ્રશ્ન-૫) સ્વામી દયાનંદ સરસ્વતી પણ મૂર્તિપૂજા બંધ ન કરાવી શક્યા તો આપણે તો કોણ?
      જવાબ-૫) સારી ભાષામાં આપણે આદર્શ વિચારકો. આ દેશના શુભ ચિંતકો. અને ખરાબ ભાષામાં ચોવટિયાઓ. કે કાઠીયાવાડીમા નવરીનાઓ.
      પ્રશ્ન-૬)પરંતુ, સાચું વિચારવાની છૂટ તો છે જ
      જવાબ-૬) સાચૂ શૂ ખોટું પણ વિચારવાની આ દેશમા છુટ છે. લોકશાહી છે.
      પ્રશ્ન-૭) એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે ટાટા, બિડલા, અંબાણી કે બીજા ઉદ્યોગપતિઓ રોજગારી ઊભી કરવાના પવિત્ર ઉદ્દેશથી ઉદ્યોગો નથી ચલાવતા. જરૂર કરતાં એક પણ વધારાના માણસને નથી રાખતા. એમનો હેતુ નફો રળવાનો છે.
      જવાબ-૭) તમે એમ સમજો છો કે મંદિરોનો ઉદ્દેશ્ય નફો રળવાનો નથી?
      મને લાગે છે હવે તમારા બધા પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપી દીધા તેમ લાગશે.
      પ્રભુશ્રિના આશિષ;
      શરદ.

      Like

      1. પ્રિય શરદભાઈ,
        મને મર્મ પકડતાં જરા વાર તો લાગે છે અને ક્યારેક તો તદ્દન નિષ્ફળ રહું છું. તો ક્ષમા કરશો. ખેર.
        મારા બીજા પ્રતિભાવમાં મેં વિનંતિ કરી હતી કે મારી કૉમેન્ટ ફરી વાંચશો. ખેર, મેં પોતે જ ફરી વાંચી. તમે જે રીતે પ્રશ્નો રજૂ કરીને જવાબો આપ્યા છે એવો એક પણ પ્રશ્ન મને મારી બન્ને કૉમેન્ટ્સમાં જોવા ન મળ્યો. તેમ છતાં આ પ્રશ્નોત્તરીની શૈલી આકર્ષક તો છે જ.
        ૧. મારા પહેલા ન પૂછેલા પ્રશ્નના જવાબમાં તમે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. પરંતુ મારો ખરો પ્રશ્ન એ હતો કે સૈદ્ધાન્તિક રીતે તમે શું માનો છો – સ્કૂલોની સંખ્યા વધવી જોઈએ કે મંદિરોની? એનો જવાબ તમે નથી આપ્યો, તો હવે આપશો.
        ૨. આ મારૂં કથન છે. પ્રશ્ન નહોતો. પરંતુ તમારા જવાબમાં જ પ્રશ્ન છે. એના જવાબમાં કહું છું કે જે નીતિઓને કારણે બેકારી વધતી હોય એ નીતિઓ અયોગ્ય છે.
        ૩. આ મારૂં કથન છે. પ્રશ્ન નહોતો. આ કથન વધારે ભાર પૂર્વક કહું તો – કોઈ પણ જ્ગ્યાએ ચણતરકામ થાય તો બાંધકામ ક્ષેત્રમાં રોજગારી વધે જ. નિશાળો બને તો શિક્ષકો પણ નિમાય. એમને પણ રોજગારી મળે. આમાં શંકા ન હોવી જોઇએ. આ ન પૂછેલા પ્રશ્નનો તમારો જવાબ ચર્ચા માગી લે છે. રસ્તાઓ, ગટરો, બંધો, નહેરો, રેલવે લાઇનો અને બીજી ઘણીબધી સુવિધાઓ પણ બાંધવી જોઇએ. એમાં વિવાદ છે જ નહીં. મેં તો નથી કહ્યું કે માત્ર બાંધકામ ક્ષેત્રે જ રોજગારી ઊભી કરવી જોઇએ અને માત્ર સ્કૂલો બાંધવી જોઈએ. એ તો ચર્ચાનો સંદર્ભ જે પ્રમાણે છે તેમાં તો મંદિર વર્સસ સ્કૂલ છે. રોજગારીનો મુદ્દો સૌ પહેલાં તો તમે ઊભો કર્યો છે.
        આ જવાબની ચર્ચા આગળ ચલાવું તો – તમે કૌંસમાં લખ્યું છે કે “તમારી ભાષામાં મુર્ખાઓ અને અંધશ્રદ્ધાળુઓ”. આ શબ્દો મારા પ્રતિભાવમાં મને નથી જડ્યા. તમે અંડરલાઇન કરી આપો તો સારૂં. નાણાં ક્યાંથી અને કેમ આવે એ કામ નાણા મંત્રી બરાબર જા્ણતા હોય છે. નાણાં ક્યાં જાય છે એની પણ એમને ખબર રહેતી હોવાના આક્ષેપોય થાય છે.
        આમાં તમે વળી એક સવાલ પૂછ્યો છે કે તો તેનો વ્યાપ વધારીને શું કરશો? ” હાલનું શિક્ષણ માણસમાં સામાન્ય બુદ્ધિ પણ નથી આપી શક્યું તો તેનો વ્યાપ વધારીને શું કરશો?” મને પણ થાય છે કે તમારી વાત સાચી છે, મારાં બાળકો તો થાળે પડી ગયાં છે, હવે સ્કૂલોનું શું કામ? તોડી જ નાખો. નકામા મારાં બાળકો અને એમનાં બાળકોના પ્રતિસ્પર્ધીઓ પેદા કરવા! અંગ્રેજી કહેવત છે કે કુતરાને મારવો હોય તો પહેલાં એને કઈંક નામ આપવું જોઇએ. દા.ત. ‘હડકાયો કૂતરો’. બસ, પછી મારી નાખો. એ જ રીતે સ્કૂલોને બંધ કરાવવી હોય તો આ સારી દલીલ રહેશે કે એમાં સામાન્ય બુદ્ધિ પણ નથી મળતી…એટલે બંધ કરો.
        ૪. આ પણ મારૂં કથન છે, પ્રશ્ન નહોતો. અને એ સાચી સ્થિતિ છે. જવાબમાં તમે ઘણા મુદ્દાઓ ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે.પણ એમની અપ્રાસંગિકતા સ્પષ્ટ છે. ચીનનું ઉદાહરણ આપીને તમે આપણી રાજકીય અને સામાજિક વ્યવસ્થા જુદી હોવાનું સ્વીકાર્યું છે. પરંતુ ચીનમાં માત્ર તમે કહ્યું એ જ રીતે કામ નથી થયું એનાં ઘણાંઅને વધારે મોટાં કારણો છે ત્યાં પણ ૬૦ વર્ષ પહેલાં જે રાજકીય અને સામાજિક વ્યવસ્થા હતી તે કઈં આપણા કરતાં બહુ જુદી નહોતી. આ ઇતિહાસ બહુ જૂનો નથી. પણ મેં વાત કરી ત્યારે મારા મનમાં ચીન સઇવાયના દેશો પણ હતા. એમના વિશે પણ બે શબ્દો કહ્યા હોત કે બ્રિટનમાં, અમેરિકામાં (આ બન્ને દેશો ચીનથી જુદા પડે છે) શું થાય છે. હમણાની મંદીમાં ઓબામાએ બેરોજગારી દૂર કરવા માતે ચર્ચો બાંધવાનો આદેશ આપ્યો હોય એમ સાંભળ્યું નથી અને ત્યાં ચીન જેવી શાસનપદ્ધતિ પણ નથી.
        ૫. ખરા અર્થમાં તો આ પ્રશ્નચિહ્ન વાળું મારું કથન જ છે, પણ તમે એને પ્રશ્ન માનીને જવાબ આપ્યો છે. તમે ‘આપણે કોણ’ તેનો પરિચય આપવા સારી ભાષા અને ખરાબ ભાષાના વિકલ્પો આપ્યા છે. આ ભાષાના વિકલ્પો છે કે ગુણાત્મક અંતર પણ છે. પરંતુ તમે માત્ર ભાષાના જ વિકલ્પ આપો છો, એ દેખાય છે. હવે હું સમજ્યો છું કે આપણે એટલે કોણ. હું તો કાઠિયાવાડી વાનગી પસંદ કરીશ. માત્ર મને હજી પણ એક સવાલ ઊભો થાય છે અને તમારી પાસેથી જવાબની આશા રાખું છું – આપણે ગમે તે હોઇએ પણ આ બધું આપણે નહીં વિચારીએ તો એનો કોઈ સ્પેશિયાલિસ્ટ હોય છે? (આ વખતે જવાબ આપો ત્યારે મારો સવાલ કૉપીપેસ્ટ કરવા વિનંતિ છે).
        ૬. આ પણ મારૂં કથન છે, પ્રશ્ન નથી. તમારા જવાબમાંથી એક વાત તરી આવે છે કે તમને લોકશાહી પસંદ નથી પણ એની ચર્ચા અહીં અસ્થાને છે. પરંતુ એનો અર્થ એ થાય કે જેના હાથમાં સત્તા હોય એને હંમેશાં સાચો માનવો પડે. બીજાના અભિપ્રાય તરફ નફરત માત્ર સરમુખત્યારશાહીમાં ચાલે. જે કોઈ માત્ર પોતાને જ સાચો માનતો હોય તે ખરેખર તો બીજાના અભિપ્રાયને કચડી નાખવાની સત્તા મેળવવા ઝંખતો હોય છે. આ ઝંખના સિદ્ધ કરવા માટે રાજકારણ સિવાય પણ બીજા રસ્તા છે. ગુરુપદ આવો એક રસ્તો છે.
        ૭. મેં મંદિરોના ઉદ્દેશની તો વાત જ નથી કરી!
        અંતમાં, મને લાગે છે કે તમે મારા બધા જ ન પુછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા છે, મુદ્દાસર છે કે કેમ તે મારા પ્રતિભાવોમાંથી આ પ્રશ્નો મળી જશે તો, અને ત્યારે, નક્કી થઈ શક્શે, તો ત્યાં સુધી ક્ષમા કરશો.
        દીપક

        Like

      2. રિય દિપકભાઈ;
        પ્રેમ;
        હવે થોડો ઔર સુધારીને લખું કદાચ સમજમા આવી જાય.
        પ્રશ્ન-૧)મંદિરો વિના બેકારીની સમસ્યા વકરશે એમ માનવું યોગ્ય છે?
        જવાબ-૧) આ દેશમા જ્યાં કરોડો લોકો માટે મંદિરો, મસ્જીદો અને ગીરજાઘરો રોજગારીનુ સાધન છે ત્યાં તે બંધ કરતાં બેરોજગારીની સમસ્યા અવશ્ય વકરશે તેમ મારું સ્પષ્ટ માનવું છે.
        કથન-૨)બેકારી દુર કરવા માતે યોગ્ય આર્થિક નીતિઓ જોઈએ.
        જવાબ-૨) કઈ કઈ આર્થિક નીતિઓ અયોગ્ય છે તે જણાવો? અને તમારી દ્રષ્ટિએ યોગ્ય આર્થિક નીતિ કઈ અને કેવી હોય તે દર્શાવો, એટલે તેમા આપણે ફેરફાર કરી નાંખીએ.
        કથન-૩)જેટલાં મંદિરો છે તેના કરતાં અર્ધી સ્કૂલો બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધરીએ તો પણ બાંધકામ ક્ષેત્રમાં કરોડોને રોજગાર મળશે. હજારો નવા શિક્ષકોને નોકરી મળશે. બાળકો માટે પ્રાથમિક શાળાઓ બનશે. શિક્ષણ વધશે.
        જવાબ-૩)મંદિરો બાંધવાના નાણા તો આ બધા ધાર્મિક {તમારી(કહેવાતા રેશનાલીશ્ટ) ભાષામા મુર્ખાઓ કે અંધ શ્ર્ધ્ધાળૂઓ} આપે છે. આ શાળાઓ બાંધવાના નાણા કોણ આપશે? બાંધકામ ક્ષેત્રમા હજી ઘણી બધી પાયાની જરુરીયાતો જ સંતોષાઈ નથી જેમકે રસ્તાઓ, ગટરો, બંધો, નહેરો, રેલ્વે લાઈનો અને બીજી ઘણીબધી સુવિધાઓ બાકી છે તેના નાણા નથી. બાકી નાણા હોય તો બાંધકામ ક્ષેત્રે રોજગારી ઉભી કરવા કાંઈ સ્કુલો જ બાંધવી જરુરી નથી. બીજી પાયાની જરુરીયાતો ઉભી કરી રોજગારી ઉભી કરો. તમને કોણે રોક્યા છે? નાણાના અભાવે? તો આ નાણા ક્યાંથી ઉભા કરશો? હાલનુ શિક્ષણ માણસમાં સામાન્ય બુધ્ધી પણ નથી આપી શક્યું તો તેનો વ્યાપ વધારી શું કરશો?
        કથન-૪)કઈં બધા દેશોમાં મંદિરો નથી અને તેમ છતાં ત્યાંની સરકારો રોજગારના પ્રશ્નો ઉકેલે જ છે.
        જવાબ-૪) બધા દેશની વસ્તી દોઢ અબજ નથી કે જ્યાં ૨૫થી ત્રીશ કરોડ લોકોને રોજગારી પુરી પાડવી પડે. હા. ચીનમા કહી શકાય કે ભારત જેટલી કે તેથી પણ વધુ વસ્તી છે. પરંતુ ત્યાંની રાજકિય તેમજ સામજીક વ્યવ્સ્થ તદ્દન જુદી છે. ટમે રસ્તો બનાવતી વખતે વચ્ચે આવતાં બે મકાનો ૧૦વર્ષ કોર્ટમા લડ્યા સિવાય તોડી નથી શકતા. તમે અફઝલ કે કસાબ જેવાને ગુનેગાર પુરવાર થયાને ૨૦-૩૦ વર્ષ સુધી ફાંસી નથી આપી સકતા. જ્યારે ચીનમા શાંઘાઈ પોર્ટ બનાવવા માટે એક સાથે આઠ વર્ગ માઈલનો ભરચક રહેણાંક વિસ્તાર ચાર મહીનામા જમીન દોસ્ત કરી નાંખેલ. તમે રોજગારીની પ્રગતિની વાતો કરો છો પણ આ દેશની મુળભુત સમસ્યા શું છે તે તમારા ધ્યાનપર આવે છે ખરી?
        પ્રશ્ન-૫) સ્વામી દયાનંદ સરસ્વતી પણ મૂર્તિપૂજા બંધ ન કરાવી શક્યા તો આપણે તો કોણ?
        જવાબ-૫) સારી ભાષામાં આપણે આદર્શ વિચારકો. આ દેશના શુભ ચિંતકો. અને ખરાબ ભાષામાં ચોવટિયાઓ. કે કાઠીયાવાડીમા નવરીનાઓ.
        પ્રશ્ન-૬)પરંતુ, સાચું વિચારવાની છૂટ તો છે જ
        જવાબ-૬) સાચૂ શૂ ખોટું પણ વિચારવાની આ દેશમા છુટ છે. લોકશાહી છે.
        કથન-૭) એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે ટાટા, બિડલા, અંબાણી કે બીજા ઉદ્યોગપતિઓ રોજગારી ઊભી કરવાના પવિત્ર ઉદ્દેશથી ઉદ્યોગો નથી ચલાવતા. જરૂર કરતાં એક પણ વધારાના માણસને નથી રાખતા. એમનો હેતુ નફો રળવાનો છે.
        જવાબ-૭) તમે એમ સમજો છો કે મંદિરોનો ઉદ્દેશ્ય નફો રળવાનો નથી?
        મને લાગે છે હવે તમારા બધા પ્રશ્નો અને કથનોના જવાબ મુદ્દાસર આપી દીધા તેમ લાગશે.
        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

      3. પ્રિય દિપકભાઈ;
        પ્રેમ;
        તમે બાળપણમા એક શેતાનની વાર્તા સાંભળી હતી? કે જેને તમે તલવારથી ગમ્મે તેટલા ટુકડા કરો પણ તેનું લોહીનુ ટીપું જેવું જમીન પર પડે કે તેમાંથી નવો શેતાન ઉભો થઈ જાય.એક મારો અને હજાર ઉભા થાય. આ શેતાન આપણો અહંકાર છે. તમારા એક સવાલનો જવાબ આપીશ કે બીજા હજાર સવાલ ઉભા થશે. કારણ કે ક્યારે શબ્દોથી કોઈનુ પેટ ભરાયું સાંભળ્યું છે? કોરા શબ્દો ગમે તેવા બોધવચનો હોય, સ્વયં બુધ્ધ કે કૃષ્ણના સ્વમુખે ઉચ્ચારાયેલા હોય તો પણ તે અસમર્થ છે ભુખ ભાંગવા.ભુખ હોયતો સુકી રોટી પણ જાતે ખાવી પડે અને તો જ પેટ ભરાય. ચલો ડહાપણની વાત અહી બંધ કરી તમારા મુદ્દા પર આવીએ.(કોપી પેસ્ટ કરીને)
        પ્રશ્ન-૧)પરંતુ મારો ખરો પ્રશ્ન એ હતો કે સૈદ્ધાન્તિક રીતે તમે શું માનો છો – સ્કૂલોની સંખ્યા વધવી જોઈએ કે મંદિરોની? એનો જવાબ તમે નથી આપ્યો, તો હવે આપશો.
        જવાબ-૧) હું રિપીટેડલી કહી રહ્યો છું કે મારા માનવા ન માનવાથી કે તમારા માનવા ન માનવાથી આ જગતમા કાંઈ ફેર પડવાનો નથી. આ જગત નિયમથી ચાલે છે આપણા મનવાથી કે ન માનવાથી નહીં. જરા વિચારો તો ખરા કે કે હું એમ કહું કે સ્કુલોની સંખ્યા વધવી જોઈએ તો એનાથી સ્કુલોની સંખ્યા વધી જશે ખરી? અથવા હું એમ કહું કે ના ના મંદિરોની સંખ્યા વધવી જોઈએ તો મંદિરોની સંખ્યા વધી જશે ખરી? મંદિરોની કે સ્કુલોની સંખ્યા વધારવા જરુર શેની છે તમારા કે મારા મંતવ્યોની કે અભિપ્રાયોની? કે અન્ય? મને એટલી વાત સનજાય છે કે મારી બાયડી માટે લાલ સાડી લેવી કે લીલી તે પણ હું નક્કી નથી કરી શકતો અને મારે એની પસંદગી પુછવી પડે છે (પૈસા હું ખરચું છું તો પણ) તો મંદિર બનાવવા કે સ્કુલ તે હું શું નક્કી કરવાનો હતો? ( આ બન્ને માથી એક પણ કાર્યમાં હું રુપિયો ખરચવાનો પણ નથી). તો જે વાત માર હાથમાં નથી તેમા મારે ચોવટાઈ કરવાની શી જરુર? સુખે થી હરી ભજન ન કરું?
        અમે લૉ ભણતા ત્યારે આમારા પ્રોફેસર તમે પુછ્યો છે તેવા ટ્રેપ પ્રશ્નો કેમ પુછવા તે શિખવતા. જેમ કે, ” બીન લાદેનનુ ખુન તમે છુરી મારી ને કર્યું કે કે રીવોલ્વરથી?” જવાબ આપો.
        પ્રશ્ન-૨)માત્ર મને હજી પણ એક સવાલ ઊભો થાય છે અને તમારી પાસેથી જવાબની આશા રાખું છું – આપણે ગમે તે હોઇએ પણ આ બધું આપણે નહીં વિચારીએ તો એનો કોઈ સ્પેશિયાલિસ્ટ હોય છે? (આ વખતે જવાબ આપો ત્યારે મારો સવાલ કૉપીપેસ્ટ કરવા વિનંતિ છે).
        જવાબ-૨)હા, હોય છે. પણ કોણ છે તે સ્પેશિયાલીસ્ટ તે જાણવા કન્સલ્ટન્સી ફી ચુકવવી પડે. ભાઈ, હું એક પ્રોફેસનલ કન્સલટન્ટ છું. અઘરા પ્રશ્નોના જવાબો વગર ફી લીધે આપું તો મારા પરિવારજનો ભુખ્યા મરે.
        શેષ શુભ
        પ્રભુશ્રિના આશિષ;
        શરદ.

        Like

  21. શ્રી શરદભાઈ,
    આ મંદિરો કશું ઉત્પાદન કરતા નથી,જે કઈ મેળવે છે તે પ્રજાના ખીસામાંથી રોળવી લે છે.આ ૬૦ લાખ બાવાઓ તો વેસ્ટ છે.આ લોકો પણ કશું ઉત્પાદન કરતા નથી કે સેવા વેચતા નથી અને એમનો ખર્ચનો બંદોબસ્ત સામાન્ય પ્રજાના માથે છે.ભલે વાયા મંદિરો પણ આ લોકોનો બોજો જનતાના માથે છે.આ કામચોરોને આપણે નિભાવીએ છીએ વાયા મંદિરો અને ડાયરેક્ટ પણ.વગર મહેનતે મફતમાં રોટલા રળવાની આદત એટલે ભારતના સાધુઓ અને ગુરુપ્રથા.એક ઉદ્યોગપતિ એના સ્વાર્થ માટે તો સ્વાર્થ માટે પણ લોકોને રોજી રોટી આપે છે.આ સાધુઓ આળસુ સાધુઓ બેઠા બેઠા ખાય છે.રોજના ખાલી એક જણના ફક્ત ૫૦ રૂપિયા ખર્ચ ગણો તો ૫૦ લાખ સાધુઓનો ખર્ચ વર્ષે ૯૦૦૦ કરોડ રૂપિયા થાય.જે પ્રજાના માથે છે.આ સાધુઓને શું આત્મકલ્યાણની પડી છે?શું મોક્ષની પડી છે?શું સમાજમાટે કોઈ સેવાની પડી છે?એમના આત્મ કલ્યાણ અને મોક્ષના બીલો પ્રજા શું કામ ભરે?માટે ઓશો કહેતા કે મારો સન્યાસી અનપ્રોડકટીવ ના હોવો જોઈએ.

    Liked by 1 person

    1. પ્રિય ભુપેન્દ્રસિંહજી;
      પ્રેમ;
      ફ્કત ઓશો જ શા માટે? છેલ્લા સો વર્ષમાં થએલા તમામ બુધ્ધ પુરુષો/સ્ત્રીઓએ પોતના સન્યાસીઓને કે શિષ્યોને ભીખ પર ન નભતાં પગ પર ઉભા રહેવાની અને પરિવાર કે સંસારમાં જ રહી ને સાધનાની કે જાગવાની વાત જ કરી છે. કદાચ આજથી બે પાંચ હજાર વર્ષો પહેલાનો યુગ એવો હશે કે માણસનો અહંકાર તોડવા ભીખ માંગવાને સાધનાના ઉપયોગી અંગ તરીકે ગણવામા આવ્યું હોય. પણ કાળ ક્રમે દવા પણ તેની અસરકારકતા છોડી દે છે તો આ તો સાધનાની તરકીબ માત્ર છે. ઓશો તો કહેતાં કે કોઈ પણ ધ્યાન ત્રણ માસથી વધુ કરવામા આવે તો તે મિકેનિકલ(યંત્રવત) બની જાય છે. તેથી ધ્યાન પણ વધુમાં વધુ ત્રણ માસ કરવું જ યોગ્ય છે. પાંચ હજાર વર્ષોથી ભીખની ટેકનીકને આપણે વંઢોરી રહ્યા છીએ તે પછી તેમાંથી દુર્ગંધ નહી તો શું સુંગંધ ઉઠશે?
      શેષ શુભ.
      પ્રભુશ્રિના આશિષ;
      શરદ.

      Like

    2. પ્રિય ભુપેન્દ્રસિંહજી;
      એક ટીવી સમાચાર. “ઓસામા બીનલાદેનને મારવા અમેરિકાને ૫૭લાખ કરોડ રુપિયાનો ખર્ચ થયો”
      આપણે ૫૦લાખ સાધુઓને જીવાડવા વર્ષે ૯૦૦૦ કરોડ ખરચીએ તો અમેરીકા કરતાં બુધ્ધીમાન ખરા કે નહીં?
      શરદ

      Like

  22. જુગલકીશોરભાઇના શબ્દે શબ્દમાં સત્ય છે-આ આપણું “અરણ્યરુદન” છે.વરસોથી આની આ જ વાતો સાંભળીએ છીએ-તમે લેખો લખો-ચર્ચાઓ કરો-ફિલ્મો બનાવો-ભ્રષ્ટાચાર વિષે નાટકો રચો- સરવાળે મીંડું-આઝાદી પછી બે પેઢી રામરાજ્યના સપના જોતી જોતી પોઢી ગઇ. મારી પેઢી પણ આ વાતો કરતી કરતી જવાની-
    “મોટા મગરમચ્છો રંજાડે છે ને આપણે માછલીઓ ચર્ચાઓ કર્યા કરીએ છીએ.”

    વાતો ના વડાં ઉતારો-લાંચિયાઓને કશી અસર નથી થવાની. ભગવાન હોય કે ન હોય પણ શયતાન તો છે જ અને એના ભક્તોની સંભાળ લે છે.

    Like

  23. શ્રી જુગલભાઈએ અરણ્યરુદન વિશે જે કહ્યું છે તે સાચું છે.
    રેશનલિસ્ટ મૂવમેન્ટનો અભાવ છે.
    માત્ર લખ્યા કરવાથી કઈં નહીં થાય.
    કોશિશ કરૂં, એક ડગ ભરી જોઉં. ખબર નથી શું અને કેમ.
    બ્લૉગમાં લખવાનો આત્મસંતોષ છે, પણ એ મઝા લેવાનું આજથી બંધ કરૂં છું.

    Like

    1. કાર્લ માર્ક્સે એક પુસ્તક લખ્યું હતું,તે કોઈ ક્રાંતિ કરવા નીકળી પડ્યો નહોતો.પણ એના પુસ્તકે ક્રાંતિ કરેલી.લખવું તે પણ એક વૈચારિક ક્રાંતિનો ભાગ જ છે.આપણે લખવાનું બંધ જ કરી દઈશું તો લોકો શું વાંચશે?આજે એક વિચારનું બીજ તમારા અચેતન મનમાં પડે છે તે કાલે વૃક્ષ બને છે.એ વિચારનું બીજ આવું વાંચવાથી પડતું હોય છે,આજે નહિ તો કાલે લોકો વિચારશે,આસ્થા રાખો,જેવી આસ્થા જોયો નથી તેવા ઈશ્વરમાં રાખો છો તેવી અહીં વંચાય છે તેવા લખાણોમાં રાખો.અરણ્ય રુદન શબ્દ વાપરવો તે વૃદ્ધાવસ્થા તરફની ગતિ બતાવે છે.પણ મને અરવિંદભાઈ જેવા વડીલની સ્ટાઈલ વધુ ગમે કે તેઓ પણ અરણ્ય રુદનની વાત કરીને બમણા જોરથી લખતા હોય છે તે વડીલનો જુસ્સો જુઓ અને જુગલભાઈ,હરનીશભાઈ,અને દીપકભાઈ નિરાશા ખંખેરી નાખી બમણા જોરથી લખો.આપણા બધાના રસ્તા જુદા જુદા હશે મંજિલ એક જ છે કે દેશમાંથી પાખંડ,દંભ અને ધર્મના નામે ચાલતા ધતિંગો અને ભ્રષ્ટ પ્રજાનું લાગેલું લેબલ દૂર થાય.

      Liked by 1 person

  24. શ્રી દીપકભાઈની લખવાનું બંધ કરવાની વાત કૂછ હજમ નહિ હુઈ. અરે મારા ભાઈ આપ સૌ તો વિશાળ વાચન-ચિતન અને મનન ધરાવનારા છો. આપ એમ પણ કહો છો કે બ્લોગ ઉપર લખવાથી આત્મસંતોષ જરૂર મળે છે તો શા માટે લખવાનું બંધ કરવું ? એક વાત તો નક્કી છે કે લખવાનૂં કદાચ આપ બંધ કરી શકશો પણ વિચારવાનૂં કોઈ સંજોગોમાં બંધ થઈ શકે તેમ હું માનતો નથી. કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગો આપણે એક હાથે બદલી શકવાના નથી જ તેવી સભાનતા સાથે ઉપરાંત આપણૂં લખેલું કોઈ વચશે કે વિચારશે તેની પરવા કર્યા વગર આપણાં નિજાનંદ માટે ઉપરાંત સાંપ્રત સમયમાં બની રહેલા બનાવો તથા વાચન મનમાં ઘુંટન પેદા કરે તે કોઈક સમક્ષ ઠાલવી હળવા થવું ખૂબ જ જરૂરી હોય છે અને તે માટે બ્લોગ મારા મતે સુંદર માધ્યમ બન્યું છે.સાચું કહું તો મેં જ્યારે બ્લોગ લખવાનું ચાલુ કર્યું ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હતો કે મારું લખાણ કોઈ વાચશે અને પ્રતિભાવો પણ જણાવશે. પણ આજે અઢી વર્ષના ગાળા બાદ મને આપ સૌ જેવા મિત્રોનો પરિચય થયો આપની સાથે વિચારોનો વિનિમય કરતો થયો પરિણામે મારા વિચારોમાં સ્પષ્ટતાઓ થવા લાગી ઉપરાંત મારા જેવા સમાન વિચારો ધરાવનારાઓ પણ છે તે જાણી આનંદની અનુભૂતિ પણ થવા લાગી. મારા વિષે લખેલ છે તેમાં પણ મેં સ્પષ્ટ જણાવેલ જ છે કે હું મારા નિજાનંદ માટે લખું છું માટે દીપકભાઈ આપ કૃપા કરી લખવાનૂં બંધ નહિ કરશો અને જો અન્ય કોઈ આવું વિચારતા હોય તો તેઓને રોકશો. ઉપર શ્રી ભુપેંદ્રસિંહએ લખેલ છે તેને મારું 100% અનુમોદન છે. અસ્તુ !

    Like

  25. કબુલ, કબુલ, કબુલ !

    લખવાનું બંધ કરવાની વાત તો થાય જ નહીં. એમાં વૃદ્ધાવસ્થા જ પ્રદર્શીત થાય છે – કબુલ.

    અરે, હું તો હજી થોડા દીવસ પહેલાં જ દીપકભાઈને કહેવાનું વીચારતો હતો કે તમે ફક્ત બીજાના બ્લોગ પર જ નહીં, તમારો પોતાનો બ્લોગ બનાવીને લખો.

    એમની પાસે ઉંડાણમાં ડુબકી મારીને વીચારમૌતીકો વહેંચવાની શક્તી છે. આપણા બ્લોગજગત પર પ્રજ્ઞાબહેન અને દીપકભાઈ જેવી વ્યક્તીઓ છે જેમણે પુષ્કળ વાંચ્યું–વીચાર્યું ને લખ્યું છે. આપણે દીપકભાઈનો બ્લોગ તત્કાલ માગીએ !

    જોરથી કે ધીમેથી, પણ લખવું તો પડે જ. હું મારી નીરાશા પાછી ખેંચી લઉં છું – સૌના આભાર સાથે.

    Like

  26. આભાર આભાર જ નહિ પરંતુ આનંદ આનંદ થયો આપનો જવાબ વાંચીને જુગલકિશોર ભાઈ ! એક વાત મારા કહું ગોવિંદભાઈના આ જ બ્લોગ ઉપર ભ્રષ્ટાચાર અંધશ્રાધ્ધાનું મુખ્ય કારણ છે તેવો લેખ વાંચી મારું મન તે કોઈ રીતે સ્વીકારવા તૈયાર થતું નહિ હતુ તો મનોમન આ વિષે ઘુંટ્ન પણ વધી રહ્યું હતું અને આપ સૌના પ્રતિભાવોનો પ્રત્યુત્ત્રર આપવા જેટલી મારી સક્ષમતા વિષે લઘુતગ્રંથી અનુભવતો હતો. તેમ છતાં આખરે મારા મનમાં ચાલી રહેલા ઘુંટનને ઠાલવી દેવાનો નિર્ણય કર્યો અને મારા વિચારો બ્લોગ ઉપર સ્વતંત્ર લેખ દ્વારા મૂકી દેતા હળવો થઈ ગયો.
    આપની શ્રી દીપકભાઈ પોતનો બ્લોગ શરૂ કરે તે માંગણી સાથે હું સંપૂર્ણ સહમત છું. તેઓએ બ્લોગ શરૂ કરી અમારા જેવા ઉપલકીયાઓને ઉંડાણથી વિચારતા કર્યા છે અને કરતા રહેવું જોઈએ તેમ મારું દ્રધતા પૂર્વક માનવું છે મને વિશ્વાસ છે કે દીપકભાઈ આપણને નિરાશ નહિ કરે !

    Like

  27. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી જુગલભાઈ અને શ્રી ગોવિંદભાઈ,
    તમારી લાગણી બદલ આભાર તો માનું જ છું.પરંતુ એ ખાતરી પણ આપું છું કે હું સક્રિય રહીશ. લખવાનું પણ ચાલુ રાખીશ. ખરેખર તો નિરાશ થયા વિના વધારે સક્રિય બનવાની જરૂર અનુભવું છું.માત્ર લખીને સંતોષ કરી લેશું?

    એક સક્રિય ગ્રુપ હોવું જોઇએ જેમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર અથવા અસ્વીકાર કરનાર બધા જ હોય. પરંતુ ધર્મને નામે ચાલતા પાખંડ, શોષણ અને વિતંડાવાદની વિરુદ્ધ તો બધા જ એકીઅવાજે બોલી શકે. સામાન્ય લોકો તો ધર્મમાં માનતા હોય તો એમને આપણે મૂર્ખ, બિચારા, લોભિયા કહીને કામ ચલાવી લઈશું પરંતુ એમાં ચાલાક, અને ધૂતારા લોકો તો મુક્ત રહે છે. મુખ્ય કામ તો ધર્મની વ્યખ્યાનો ઇજારો લઈ બેઠેલા વર્ગ સામે થવાનું છે.

    આમાં માત્ર હિન્દુઓ નહીં, મુસલમાનો અને ખ્રિસ્તીઓ પણ આવી જાય છે. હિન્દુઓમાં તો આવી ચર્ચાઓ કરવાનું સહેલું છે, કારણ કે ઉપાસનાની બાબતમાં હિન્દુ ધર્મ ઉદાર છે (સામાજિક બાબતોમાં અનુદાર).ઉપાસનાની બાબતમાં હિન્દુ ધર્મ મલ્ટી-ટ્રૅક છે પરંતુ કાસિમભાઈ અબ્બાસ જેવા સન્મિત્રો કહી શકશે કે યૂનિ-ટ્રૅક ધર્મની વ્યાખ્યા કરવાનો અધિકાર કઈ રીતે થોડા હાથમાં આવી જાય છે. અસગર અલી એન્જીનિયર અને એ.બી. શાહ તથા હમીદ દલવાઈના સંઘર્ષોથી પરિચિત મિત્રો પણ આ સમજી શકશે. જુદીજુદી ધાર્મિક અસ્મિતા ધરાવતા લોકોમાં ગૂંગળાતા, જુદું વિચારતા લોકો હોય છે.આવા લોકોએ એકઠા થવું જોઇએ. (દરમિયાન, ઓસામા બિન લાદેન માર્યા જવાના સમાચાર અત્યારે બીબીસી વર્લ્ડ પર ચાલે છે. આ શખ્સે ઇસ્લામની વ્યાખ્યાનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો હતો. હવે મુસલમાન સાથીઓ રાહતનો શ્વાસ લેશે એવી આશા છે).

    Like

  28. શ્રી દીપકભાઈ
    આપે લખવાનું ચાલુ રાખવાનું સ્વીકાર્યું ખૂબ જ આનંદ થયો. આપ જે સક્રિય જૂથ રચવા વિચારો છો તેવું મેં પણ વિચારેલું પરંતુ જામનગર આ માટે ખૂબ જ નાનું શહેર છે વળી હું એકલો જ હોવાથી મોટા ભાગનૂં ઘરકામ પણ હું જાતે જ કરતો હોય સમયનો અભાવ નડતર રૂપ બને છે અને તેથી લાઈક માઈંડેડ વ્યકતિઓ શોધવાનૂં પણ અત્યંત મુશ્કેલ બની રહે છે. તેમ છતાં મારા વિચારોનો અમલ હું મારા પૂરતો વફાદારી અને નિષ્ઠા સાથે કરતો રહુ છું. અગાઉના પ્રતિભાવોમાં “હું “ની શોધ વિષે લખાયું છે તે કઈ રીતે કરી શકાય તે જાણવા હું ખૂબ જ ઉત્સુક છું. મારા મતે તો જો આપણે પોતે આપણા વિચારો-વાણી અને વર્તન દ્વારા એક સંવાદિતા/સમાનતા સાધી શકીએ અને કોઈ ક્યારે ય મજાકમાં પણ કહેણી અને કરણીમાં આપણાં આચરણ વિષે ટીકા ના કરી શકે તે રીતે જીવનશૈલી ગોઠવવી તથા કોઈને પણ નડવું નહિ-અપેક્ષા વિહિન બની રહેવું અને શાક્ષી ભાવ કેળવી નિઃસ્પૃહી બની રહેવું તેમાં જીવનની સાર્થકતા ગણાય તેવી મારી માન્યતા છે. શકય છે કે આમાં હું ભૂલ પણ કરતો હોઈ શકું. ફરી આભાર અને આનંદ સાથે-
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. મુ. શ્રી અરવિંદભાઈ,
      જે શોધીએ તે મળે. ‘હું’ શોધીએ તો ‘હું’ જ મળે!પછી ‘હું’માં રાચ્યા કરીએ. પણ આ દુનિયામાં ‘હું’ને શોધનારાને પણ પોતે ‘હું’ છે એ જાહેર કરવા માટે ‘તું’ અને ‘તે’ની ઉપસ્થિતિની જરૂર પડે છે. કારણ કે ‘તું’ અને ‘તે’ વિના ‘હું’ પણ અર્થ વગરનો બની જાય છે. ‘હું’ની શોધ કર્યા પછી આવા ‘હું’ઓ ‘તું; ‘તે’ની શોધમાં નીકળી પડે છે.
      તમે શાંત, સરળ અને પ્રામાણિક જીવન ગાળો છો, એ તો સ્પષ્ટ છે. બસ,તે સિવાય ‘હું’ શોધવાના પ્રયાસો બધા ધખારા છે. કોઈ ગુરુના ઉપદેશ, જૂના કે નવા આધ્યાત્મિક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની કે પ્રમાણ પત્રની જરૂર નથી.

      Like

  29. રૅશનલીસ્ટ્સમાંના ઘણા તો મારા ખુબ નજીકના મીત્રો છે. ધાર્મીકોમાં તો પારાવાર. આ સૌની વચ્ચે તટસ્થ રહેવું ક્યારેક અઘરું પડી જાય છે…!

    કદાચ એમાંથી જ સૌને સાચવવાનું શીખવા મળ્યું હશે. છતાં ક્યારેક બન્નેને માઠું લગાડી દેવાનુંય બની જાય છે ! સાવ છેવાડેની બે વીચારસરણીને સાચવવી સહેલી તો નથી જ.

    એટલે જ જ્યારે બન્નેને તટસ્થ રીતે જોતાં જોતાં કેવળ વૈચારીક ભુમીકાએ એક સંયુક્ત પ્રયાસ કરવાનો વીચાર અહીં મુકવામાં આવ્યો ત્યારે આનંદ થયો. તેમાં મને જે સુઝ છે તે આટલું –

    આપણે કોઈ મંદીરો તોડવાં નથી કે નવા વૈચારીક બાંધકામો કરી નાખવા નથી. ધર્મને સમજવાનીય જરુર નથી કે એની તરફેણ–વીરોધમાં નેટ–ઝુલુસ કાઢવા નથી. આપણો વીરોધ આપણી આત્યંતીક નબળાઈઓને સમજવી–સમજાવવી; અંધશ્રદ્ધા, ખોટા રીવાજો કે જે સમય–શક્તીનો બગાડ કરતા હોય તેના ઉપાયો વીચારવા; આપણને ખોટે રસ્તે લઈ જનારાઓ જેમ કે ગુરુઓ–બાપુઓ–કથાકારો વગેરેની ભુમીકાઓને સમજાવવી; સાચી વૈજ્ઞાનીક બાબતોના લાભો પ્રચારવા વગેરે ઘણાં કામો છે. ભૂસિંહજી, ગોવીંદભાઈ, અરવિંદભાઈ આ જ કામ ઈચ્છે છે એવું હું માનું છું.

    આ બધામાં કોમન ચીજ એ રહે કે આપણે પોતે આત્યંતીક ન બનવું. સામો પક્ષ પણ આપણી દલીલને સમજતો થાય ને એમ કદાચ ટેકો આપતો થાય તેમ કરવું. પણ ચર્ચા તો ચાલુ જ રાખવી. ભુ.સિંહ, અરવિંદભાઈ, ગોવીંદભાઈ, શરદભાઈ સહીત આપણે સૌ આપણી સામાજીક નબળાઈઓ સામે પડીએ. સાચા અર્થમાં રૅશનલ બનીને વધુમાં વધુ લોકોને વધુમાં વધુ લાભ મળે તેવા માર્ગોની વીચારણા કરીએ.

    નવો બ્લોગ બનાવવાની જરુર હોય તો જ બનાવીએ, કારણકે ભૂ.સિંહ, ગોવીંદભાઈ, અરવિંદભાઈ વગેરેના બ્લોગ આ જ કામ કરે છે. એ દરેક બ્લોગ પર એક વૈચારીક ભુમીકાનો વીભાગ (કેટેગરી) રાખવામાં આવે.

    ને હા, દીપકભાઈ પોતાના વાચન–ચીંતન–અનુભવોની વહેંચણી માટે એક બ્લોગ શરુ કરે.

    એમની મંજુરી મળે તો પ્રજ્ઞાદીદી પણ આમાં સક્રીય બને.

    શુભમુહુર્ત જોવડાવવાની વાત આપણામાં ન હોય પણ સારાં કામોમાં ઝડપી તીથીને ઝડપી લેવાનું જ મહત્ત્વનું હોય છે. શુભને શીઘ્રતાથી જ પોંખવાનું હોય.

    Like

    1. શ્રી જુગલભાઈ,
      સૌથી છેલ્લી વાત સૌ પહેલાં. તમે લખો છો કે બ્લૉગ માટે મંજૂરી આપું તો પ્રજ્ઞાબહેન મદદ કરશે. અરે, મંજુરીની વાત જ ક્યાં છે, ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું હોય તો. અહીં તો હાલત એવી છે કે અનશન પર બેઠા છીએ અને કોઈ પારણા કરાવે એની રાહ જોઈએ છીએ!
      હવે તમારા રેશનલિસ્ટો અને ધાર્મિકો સાથેના સંબંધોની વાત કરૂં તો, શ્રી મુરજીભાઈએ એક વાર આ બ્લૉગ પર લખ્યું હતું કે આજના રેશનાલિસ્ટો પણ ધાર્મિક વાતાવરણમાંથી જ આવે છે. અને એમણે નવો માર્ગ લીધો હોય તો બરાબર વાંચીને, સમજીને. બીજી બાજુ, ધર્મના માર્ગે ચાલનારા આડા ફંટાયા નથી.
      આના સંદર્ભમાં એક-બે વાત કરૂં. વિચાર મહાન ફિલસૂફીના હોય પણ બીજાને સીધી અસર કરે તે તો આપણું વર્તન છે.
      એક વડીલ મિત્ર અને સાથી જૈન છે. બહુ જ ધાર્મિક માણસ છે. જૈનોનાં બધાં ધાર્મિક વ્રતોનું પાકું પાલન કરે. ૧૯૭૫ની વાત છે. એમણે કોઈને પૈસા આપ્યા હતા. પણ પેલો તો ડૂબતો જ ગયો. મારા મિત્રે આ પ્રસંગ કહ્યો ત્યારે મેં પૂછ્યુ કે તમારા પૈસા કેમ પાછો આપશે? મારા મિત્રનો જવાબ હતોઃ “આપશે. બિચારો એ પણ શું કરે? હું ય બહુ દબાણ નથી કરતો.” પૈસા ડૂબ્યા તો પણ ડુબાડનારા માટે સહાનુભૂતિ! કેટલા જણ આમ કરી શકશે? એમની સાથે સપ્તનયની ચર્ચા કરો તો એમ લાગે કે જૈન ધર્મ વિશે એ ખાસ જાણતા નથી. પણ એમને જે પાયાનું જ્ઞાન છે તે મોટા મુનિઓમાં પણ નહીં હોય.
      એક મુસલમાન મિત્ર એકવાર કાગળનો રિમ બજારમાં ખરીદતા હતા. મેં કહ્યુ કે મારી પાસે રિમ પડ્યો છે, લઈ લેવો હતો ને! તો કહે “આપણું ઘરનું કામ કરવા માટે ઑફિસના કાગળ ક્યાં વાપરીએ?” હું પણ એ જાણતો હતો તોય બેધડક વાપરતો હતો! એટલે આપણું જ્ઞાન માહિતીથી વધારે ક્શી કિંમતનું નથી હોતું.
      આ બન્નેને મેં ગુરુપદે સ્થાપ્યા છે, જો કે એમને ખબર નથી.
      બન્ને કેસમાં જ્ઞાન નથી પણ શુદ્ધ આચરણ છે.
      શી વસ્તુ, કઈ પ્રવૃત્તિ ધર્મને નામે ગેરરસ્તે લઈ જાય છે તે કહીએ. શરદભાઈએ એક વાત (બે-પાંચ હજાર વર્ષ પહેલાં ભીખ માગવાના નિયમ વિશે) લખી છે એના પરથી મને શબ્દ સૂઝ્યો કે કેટલાયે રિવાજોની date of expiry પણ નીકળી ચૂકી છે તો પણ આપણે ઉપયોગ છોડતા નથી! આ બધું સંગઠિત થઈને કહીએ તો?

      Like

  30. શ્રી જુગલકિશોર ભાઈ
    આપના આ સુચનને હું હ્ર્દય પૂર્વક અનુમોદન આપી સ્વીકારું છું. આપણે આપણાં વિચારોને આત્યંતિકની કક્ષાએ નહિ જ લઈ જવા જોઈએ. દરેકના દ્રષ્ટિ બિંદુ સમજવા માટે ખુલ્લા મને ચર્ચાઓ કરવી જોઈએ દલીલ બાજી નહિ ! કોઈ પણ પ્રકારના બાયસ અને પૂર્વગ્રહ અને પ્રી કંડીશંડ્માઈંડથી કરવામાં આવતી વિચારોની આપ લે ક્યારે ઉગ્ર રૂપ ધારણ કરી ઝ્ગડાનું સ્વરૂપ પકડી લે છે તે દ્લીલ કરનારાને પણ ધ્યાન રહેતું નથી. આ માટે જે પ્રયાસો કરવા જરૂરી જણાય તે તાત્કાલિક કરવા. શુભસ્ય શીઘ્રમ ! કોઈ વાર તિથી કે શુકન માટે રાહ જોવાની જરૂર ના જ હોઈ શકે !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  31. Bhanela. Ganela, koy pan vishay ni chhanavat kari shakechhe ne pote samjechhe e samjavava praytanshil rahe chhe ke thai jay chhe. Mane mara vicharo sara lage.

    Sarva sadharan vat bhuli javay chhe. Karodo garibo karan vagar ke koy pan karne sukhi dukhi thai ne rahe chhe, jive chhe marijay chhe.

    Joytun sikhshan na male ke melvi shake. vanchan vagar ke
    bhanela samju saath na male ke samanya pargaju vykti ono sang na male/satsang na male to vicharo fule fale nahi ne vicharva ni shakti pan na khile.

    Rotlo rade ke path padhava jay?

    Paynau shikshan atyant jaruri je apne api shakiye to kadach khota bhram bange toj sara narsa no vichar kari shake.

    Ishvar ne mane tema kai khotu na ganavun joiye. Prabhu ne manva vala badha vediya nathi bani jata ke bhram ma nathi rachta hota. Narshin Mehta na gaghya padya vanchiye to sidhi sadi akkal ma utare evi vato lakhai chhe.
    Ishta dev ma rachya pachyaj rahetne?

    Like

    1. શ્રી નટવરભાઇએ મુદ્દાની વાત કરી છે. શિક્ષણ મળવું જ જોઇએ. પણ ભણવા બેસે તો ખાય શું? એટલે ખાવાનું પણ પૂરતું મળે એવી આર્થિક નીતિઓ હોવી જોઈએ.તે પહેલાં જ્ઞાન, આત્માનુભૂતિ એ બધી વાતોનો અર્થ નથી હોતો. આત્માનુભૂતિ થઈ જાય તો પણ સમાજને એનો ઉપયોગ શો?

      Like

  32. શ્રીમાન શરદ ભાઈ નમસ્કાર .
    ======================
    આપના ચિંતન સભર લેખમો , આવેલ મંતવ્યો , વાંચી ,સુખ દુખ ની,
    વ્યથાની,આશ્ચર્યની, દયાની,મૂર્ખતાની,બુદ્ધિની, ભય ની, નીડરતાની,
    ઈશ્વર વિશેની શ્રદ્ધા ને અંધશ્રદ્ધા લેખો દ્વારા ઇશારા કરી ,સમાજની
    શુદ્ધતાની વાતો વાંચી, ઘણી લાગણીઓ ઉધભવી,

    આ મંત્વ્યોમો કોઈએ સચોટ માર્ગ બતાવ્યો નથી , બધાજ મંતવ્યો
    પાસે ,તેમના ખુદની સમજણ નાં પ્રતિ ભાવો છે કોઈ સચોટ માર્ગ દર્શન
    કે જે પૂર્ણ સત્ય હોય , એવું દેખાતું નથી , દરેક સિક્કાની બે બાજુ સમાન
    આ મંતવ્યોને પણ સારા નરસાન ગુણ અવગુણ નાં ભાવો વરેલા છે

    સત્ય શું છે એની ખોજ અધુરી છે
    ખેર ભાવે ક્ભાવે આપણે સમાજનું ભલું કરીએ ,ઇચ્છીએ એજ સત્ય હોઈ શકે

    Like

    1. પ્રિય પ્રહલાદભાઈ;
      પ્રેમ;
      અહીં ચર્ચાતા જુદા જુદા વિષયો પર હું મારા અભિપ્રાયો કે મંતવ્ય આપું છું જેથી જુદા જુદા વિષયને ને એક નવા પરિપ્રેક્ષ્યમા પણ જોઈ શકાય વિચારી શકાય. આપણે જાત જાતની રુઢીગત માન્યતાઓ, સંસ્કારો, અને માહિતિઓથી ભરેલા છીએ જેથી કરીને ઘણીવાર સાવ સીધી સાદી વાતને પણ જે છે, જેમ છે, તે જોઈ શકતા નથી અને આપણને ખબર પણ પડતી નથી કે આપણે કાંઈક ભુલ કરી રહ્યા છીએ. મને સાધના દરમ્યાન જાત નિરીક્ષણ કરતાં કેટલીક પાયાની બાબતો સમજાઈ અને હું કેવી કેવી ભ્રમણાઓમા જીવતો હતો અને વગર કારણે કે નજીવા કારણોને લીધે દુખી થતો હતો તે સમજાયા પછી આવા દુખો અને પીડાઓ ઘણી ઓછી થઈ ગઈ છે જે ખરેખર હતી જ નહી પણ મેં જ પેટચૉળીને ઉભી કરેલ પીડાઓ હતી. અહીં મિત્રો સાથે શેર કરું છું. બાકી તો હું પણ બીજા બધા પરમાત્માના ખોજી જેમ જ એક ખોજી જ છું. મારી કોઈ વાત તમારા હૃદયને સ્પર્શી જાય તો સમજજો એ પરમાત્માએ તમને કહી છે. અને મારી કોઈ વાત તમને અખરે કે ખટકે તો સમજજો કે શરદ વચમાં આવી ગયો અને તેને માફ કરી દેજો.
      શેષ શુભ.
      પ્રભુશ્રિના આશિષ.
      શરદ.

      Like

  33. ખુબ સારો લેખ છે, ઘણું જાણવા જેવું છે
    આભાર
    ઈશ્વર ના સહારે જીવતી વ્યક્તિ ને બિચારા માનવા કરતા,
    જો શક્ય હોય તો એમની નજદીક જઈ એ કહેવાતા બિચારા –
    માનવ ને જાણવા પ્રયત્ન કરીએ તો ?
    એમના મન માં એવી કેવી વેદના છે કે જે ઈશ્વર ના ચરણો-
    માં શાંતિ શોધે છે , બની શકે કે ઈશ્વર માં માનનાર બધા –
    ખરે ખર ઈશ્વર માં માનતા ન પણ હોય , બની શકે કે એમણે-
    કરેલ કોઈ કર્મ નો અદ્રશ્ય ભય એમને ઈશ્વર ભણી લઇ જતો હોય,
    ઈશ્વર ,કર્મ, પાપ ,પુણ્ય એ બધું શું છે એ બધું જ્યાં સુધી ન સમજાય ,
    ત્યાં સુધી મંદિર ના ધ્વાર ખટ ખટાવા નો અર્થ ખરો ?
    આમ તો હું પણ બુઢાપા ના બારણે ઉભી છું,કદાચ હું નાસ્તિક છું.
    સીમા દવે

    Like

  34. અરે, ભાઈઓ અને બહેનો – હજુ વધારે ચર્ચા કરો આપણી પાસે આ લેખ માટે ૫૮ અને હવે આ ૫૯મો અભીપ્રાય થઈ ગયો.

    ક્રીકેટ અને આઈ.પી.એલ. ની મોસમમાં સદી નથી કરવી?

    કે પછી હવે લાદેનના મોત વિશે ચર્ચા કરશું?

    મુરખાઓ – ચર્ચા કરવામાં જેટલો વખત બગાડે છે એટલો કામ કરવામાં આપતા હોય તો?

    કસાબ/અફઝલને ને ફાંસી આપી નથી શકતા – અમેરીકા પાકિસ્તાનમાં જઈને લાદેનને મારી આવ્યું.

    વાતો કરનારી પ્રજા પાસે વધારે શું અપેક્ષા રાખી શકાય?

    Like

  35. માફ કરજો પણ એક સામાન્ય વાચક તરીકે મને લાગે છે કે અત્રે હવે ચર્ચા જે રીતે આગળ વધી રહી છે તે મારા નમ્ર મત પ્રમાણે નિર્ર્થક અને પરિણામ લક્ષી જણાતી નથી. મને તો આ FUTILE EXCERCISE જણાય છે અને કંઈક નક્કર કરવા સૌ સાથે મળી વિચારશે તો જ ધાર્યું પરિણામ મળવાની સંભાવના છે. મેં અગાઉ પણ લખ્યું છે કે ચર્ચા પ્રી કંડીશંડ માઈંડ અને બાયસ માઈંડથી થતી રેહે તો એ એંડ લેસ બની રહે માટે ચર્ચા કરનારાઓમાં એક બીજા ના મુદાઓ સમજવાની/સ્વીકારવાની ખેલદિલિ પાયાની મૂળભુત આવશ્યકતા રહે છે. અલબત્ત આપ સર્વે મારાથી અનેક ઘણાં સમર્થ વિદ્વાન છો, વિશાળ વાચન ધરાવનારા છો ,અભ્યાસુ છો, ચિંતક છો તેમ છતાં હું નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું તેવું લાગે તો મને માફ કરશો.
    મને તો શ્રી જુગલકિશોર ભાઈની વાત ગમી છે બોલો તે રીતે શરૂ કરવાની આપ સૌની તૈયારી છે ? અને તો તમામ પિષ્ટ પિંજણ છોડી નક્કર સ્વરૂપ આપવા શૂં કરવું તે વિષે વિચારવાનું શરૂ કરવા હાર્દિક અપીલ કરું છૂં.

    Like

  36. ખૂબ સુંદર, સૌમ્ય ભાષામાં, એકબીજાના વિચારોના આદર સાથેની ચર્ચાઓ વાંચવી ગમી. સૌ ને ધન્યવાદ. વિક્રમભાઈનો લેખ સાચે જ વિચારતા કરે તેવો છે.
    ગોવિંદભાઈ, તમારો બ્લોગ એક વૈચારિક યુનિવર્સિટી બનતો જાય છે, અભિનંદન.

    Like

  37. પ્રિય વિક્રમભાઇ,
    તમે અમદાવાદના રહીશ છો એટલેે “પી. આર. એલ” ના ડૅા. ઉપેન્દ્ર દેસાઇને ઓળખતા હો તો મને પણ ઓળખી જશો. હું છું એમનો નાનો ભાઇ ગિરીશ. તમે એમને મળવા ઘણી વાર અમારે ઘેર આવતા એ તમને યદ હશે. જુગલ કીશોર ભાઇ એ તમારા ફોટોગ્રાફી અંગેના જ્ઞાન નો જે ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી હું આ અટકળ કરી શકયો છું. મારી દ્રષ્ટિએ રેશનાલીટી એટલે સમ્યક વિચાર અર્થાત વિચારોની સમતુલા.
    જયારે કોઇ પણ બે ચસ્તુની સરખામણી કરીએ ત્યારે બેઉના ગુણની અને બેઉના દોષની સરખામણી અલગ અલગ કરવી જોઇએ. જે વિજ્ઞાને માનવને માટે સુખ સગવડો કરી આપી છે તે જ વિજ્ઞાને માનવના ધન સંપત્તિ અને તેના તથા અન્ય પ્રાણીઓના વિનાશ માટેના સાધનો પણ બનાવ્યા છે. હું તો માનુ છું કે પાષાણ યુગથી આજ સુધીના બધાં જ યુદ્ધમાં વિનાશ કરવામાં વિજ્ઞાનો ફાળો મુખ્ય છે.
    વિજ્ઞાનથી ઉભી થતી બીજી દુવિધા એ છે કે જેમ જેમ સગવડો વધતી જાય છે તેમ તેમ માનવનું મન વધુને વધુ સગવડોની ઇચ્છામાં તડપતું રહે છે.અને આ ઇચ્છા એ તો ટીસ્યુ પેપર જેવી છે. એક પછી એક આવ્યાં જ કરે.મારા આ વિધાનના વિરોધમાં કોઇ એમ કહી શકે ખરું કે એમાં વાંક વિજ્ઞનનો નહીં પણ વિજ્ઞાનનો દુરઉપયોગ કરતા માનવનો છે.તો એ તર્ક ધર્મની બાબતમાં પણ લાગુ પડે છે. કારણ ધર્મમાં દેખાતી ક્ષતીઓ માટે પણ માનવની દુરબુદ્ધિ જ જવાબદાર ગણાય.
    હવે ધર્મ વિશે વિચારીએ તો આ દુનિયના બધા જ ધર્મો ફરજ, પ્રેમ, કરુણા, સહીષ્ણુતા, અહીંસા, શ્રદ્ધા,મૈત્રીભાવ ઇત્યાદિ ઇત્યાદિ વિવક વિચારો અપનાવવાનો આગ્રહ રાખે જ છે. પતંજલીએતો જીવનમાં આવા વિવેક વિચારો કેળવવા માટે યમ, નિય, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર વગેરે નિયમોનું પાલન કરવનો આગ્રહ રખ્યો છે. એ વાત સાથે હું સંમત નથી કે ધર્મ પરલોકની કાલ્પનિક વાતો કરી લોકોને ખોટા વિધિ વિધાનો અને કર્મકાંડમાં પરોવે છે. સત્ય તો એ છે કે પોતાના સ્વાર્થ અને અહંકારને વશ થઇ ગુરુપદ પામવાની લાલચમાં ધર્મધૂર્તોએ ધર્મની આ દશા કરી છે.વળી આ સમસ્યા વેદ કાળમાં પણ હતી જ અને અત્યારે છે તેના કરતાં પણ વધુ જોશમાં અને વધુ પ્રમાણમાં હતી. ઉપનશિદોનો ” વેદાંતનો” ઉદ્ભવ થવાનું મુખ્ય પ્રયોજન આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ હતો એમ હું માનું છું. ઉપનીશદોનો આ પ્રહાર વિવેક બુદ્ધિહીન થતાં કર્મકાંડ ઉપર હતો ધર્મ ઉપર નહી. જો આપણે આ જમાનામાં સમાજમાં પ્રવર્તતી અર્ધદગ્ધ શ્રદ્ધા દુર કરવી હોય તેની અવહેલના કે કુથલી કરવા કરતાં તો ભારતના નાના નાના ગામડામાં શિક્ષણ અને સ્વાથ્ય માટે જરુરી શાળાઓ,તબીબો,દવાખાનાઓ વગેરે વગેરે સહેલાઇથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવાનો યજ્ઞ કરવો જરુરી છે. જો આમ થાય તો લોકો આપોઆપ તેના ઉપયોગ કરતાં થઇ જશે. જયાં બળિયાની રસી ઉપલબ્ધ નથી કે એ અંગેનો શો ઉપાય છે તેની માહિતી ન હોય તે બળિયા બાપજીની પૂજા કરવા પ્રેરાય તેમાં આશ્ચર્ય શું છે. દોરા ધાગામાં માનતા અને ખોટા હવનો કરતા લોકોને જયારે આ સગવડો મળશે ત્યારે ધીરે ધીરે તે બધા અદ્રશ્ય થઇ જશે.
    જયાં સુધી આપણે સહુ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધર્માચરણ નહીં કરીએ અને ધાર્મિક વૃત્તિથી વિજ્ઞાનમાં પ્રગતિ નહી કરીએ ત્યાં સુધી હતાં ત્યાંના ત્યાં જ રહેવાના.અને આ તો ત્યારે જ શકય થશે જયારે કહેવાતા ધાર્મિકો અને વિજ્ઞાનીઓ એક બીજા સામે આંગળી ચીંધવાનુ બંધ કરશે.મારી દ્રષ્ટિએતો વિજ્ઞાનિકો તેમના પ્રયોગો કરતી વખતે તેમાં વપરાતા સાધનો અને આ સાધનોની ગોઠવણી અતિ ઝીણવટથી, પાકી નિષ્ઠાથી અને વિવેક બુદ્ધિથી કરે છે. એમના આ પ્રયાસોને શું આપણે વિધિ પુર્વક થયેલા યજ્ઞ કહી શકીએ કે નહીં ? આ પણ કર્મકાંડ કહેવાયને?
    જો વળતો જવાબ આપશો તો આનંદ થશે.

    ગિરીશના યથા ઘટીત.

    Like

    1. tamaari atakal saachi chhe.
      vignan chappu banavi shake. tenathi shaak samarvu, opareshn karavu k khun karvu te manas upar athar rakhe chhe. uddho rajakaranio ane dharmaguruo karavata houy chhe ane vagovay chhe vignan. vignan maate uyddho thya nathi. tame amadavad aavo to mane 65427508 upar fon karsho. rubaruma adhare vigatthi vaat thay.
      aa nimntran sau maate chhe.

      Like

      1. શ્રી વિક્રમભાઈ એ મારી એક કોમેન્ટના પ્રતિભાવ રૂપે આ પ્રમાણે લખ્યું છેઃ
        “(મે 21, 2011 at 4:27 pmVikram Dalal
        ધર્મ અને સંપ્રદાય બે જુદા છે. ધર્મ કહે છે, ” જે સારા તે મારા “. સંપ્રદાય કહે છે, ” જે મારા તે સારા ” .
        વીક્રમ દલાલ”
        એ જગ્યાએ ‘Reply’ની વ્યવસ્થા ન હોવાથી અહીં લખું છું –
        વિક્રમભાઈ,
        અહીં ધર્મ અને સંપ્રદાય વચ્ચે પિતાપુત્રનો સંબંધ છે. બન્ને જુદા છે એ સાચું હોવા છતાં એમને તદ્દન અલગ ગણવામાં ઐતિહાસિક ભૂલ કરીશું. અહીં વિજ્ઞાનનો Atrophyનો નિયમ લાગુ પડે છે. એક વસ્તુ કશા જ કારણ વગર ઘસાવા લાગે. ચોપડીનાં પાનાં બરડ થઈ જાય, પીળાં પડી જાય.. ટેબલ પરની વસ્તુઓ થોડી થોડી ખસ્યા કરે. આપણે કામ ચલાવવા માટે ટેબલ લૅમ્પને આઘોપાછો કરી લઈએ. પછી ત્યાં જ રહેવા દઈએ.

        ધર્મ સંભાળ ન લેવાથી એટ્રોફીના નિયમ મુજબ સંપ્રદાયમાં ફેરવાઈ જાય છે અને સંપ્રદાયનાં ધારા ધોરણો આપણે ધર્મને પણ લાગુ કરીએ છીએ. એટલે બન્ને વચ્ચે દેખાય છે એટલું અંતર પણ નથી રહેતું. ઉદાહરણ તરીકે ‘હિન્દુ’ અને ‘ઇસ્લામ’ સંપ્રદાય નથી ધર્મો છે. પરંતુ આ બન્નેમાં ‘ જે મારા તે સારા’ લાગુ પડતું જ હોય છે. કારણ કે ધર્મની પરંપરાઓ ‘કોમ’ બનાવે છે. આ કોમો ધર્મના અમૂર્ત વિચારો કરતાં વધારે સશક્ત હોય છે. એટલે મને નથી લાગતું કે ધર્મ અને સંપ્રદાય વચ્ચે બહુ મોટો ભેદ હોય. જીનસંબંધી આવશ્યકતાઓને બાદ કરો તો પ્રચલિત ધર્મો પણ માત્ર વિચાર છે.

        Like

  38. મે લગભગ બધી જ કોમેન્ટો વાંચી છે,હવે જો હુ તમને બધાને સત્ય કહેવા માંગુ છુ.કદાચ આપન ન પણ ગમે.

    (૧) પહેલા તો આપ લોકોને રેશનાલીઝમ કંઇ બલાનુ નામ છે!?, તે સમજાવો,લોકો આપને નાસ્તિક જ સમજે છે.

    (૨) આપ લોકો ગ્રાઉન્ડ લેવલ કેવા સારા કાર્ય કરો છો? જેમકે આપ કેટલા ગરીબો,અનાથ બાળકો,વૃધ્ધો વગેરેને ક્યા,ક્યારે અને કેવી રીતે મદદ કરી છે? (તમે અમારુ હિત જ ઇચ્છો છો!,તેવી સાબિતી તો જોઇએ ને ભાઇ? નહી ક્યાંય એવુ ના થાય મંદિરોની હાટડીઓ બંધ થઇ જાય,તમારી હાટડીઓ ન ખૂલી જાય?)

    (૩) આપ વૈશ્વિક માનવતાવાદ માં માનો છો! તો શુ હિન્દુ ધર્મના જ પાંખડો તમને દેખાય છે,શીખ,મુસ્લીમ,ખ્રિસ્તી,જૈન,યહુદી ધર્મો શુ પાખંડ મૂક્ત છે?

    (૪) આપ લોકો હંમેશા સાધુઓ પ્રત્યે નકારાત્મક (રાજકિય વિપક્ષ માફક) જ વિચારધારા ધરાવો છો,જો કોઈ સારુ કામ કરે તો તેમના વિષે પણ લખો.

    આ મારા અંગત સવાલો નથી,પણ મારી જેવા ઘણા લોકોની મુઝવણ છે.

    મારા કોન્ટેક માટે
    મારુ નામ ધ્રુવ ત્રિવેદી છે,મારુ ઇમેલ dhruvtrivedi1986@gmail.com છે.

    Like

    1. From: Subodh Shah [mailto:ssubodh@yahoo.com]
      Sent: 15 October 2012 20:55
      To: Govind Maru;

      Dear Shri Dhruva Trivedi,
      Your questions are excellent and very relevant. May I attempt a brief answer?
      1. Rationalism is not a belief about God or no God; it is an attitude, a mindset, that judges all issues by Reason and Reason alone. No mysticism there, no subjectivity.
      2. Actions should follow words. Mere benevolence is neither religion nor rationalism, nor enough nor effective; though we do appreciate benevolence.
      3. All religions are irrational, though not to the same extent.
      4. We agree with you about appreciating goodness in all, even in a Sadhu. (Between you and me, I like Vivekanand and Sachchidanand, but certainly not the likes of Asharam Bapu).
      Please remember this :You need not be godly in order to be good. We do believe in good Ethics. I welcome questions. I answered only because I liked your frank skepticism.
      Thanks.
      — Subodh Shah —

      Liked by 1 person

  39. Manavatavadi hovu ,eno arth e nathi ke aapne emni nabali baju ne,bichara kahi poshavi.Manavata no arth etlo j ke aapne emna taraf nafarat ke angamo na karata,emna taraf pan anya jetlo j prembhav rakhie.AAPNI GALTHUTHI MA J ,JANMTHI J ISHVARVADI BANAVI DIDHA HOVATHI..GAME ETLA RATIONALIST THAVA JAIE,TO PAN SANKAT NA SAMAYE,ISVAR NU AVLAMBAN SODHIE J CHHIE.Enu karan aapna sanskar chhe.Baki,ek balak ne janma thi j ishvar nu avlamban sanskrut na karavama aave,to e mushkel ke dukhad paristhiti ne kudarati mani swikari leshe,kasha j avlamban vagar.
    BAKI BHUT BHUVA NA AAPNA DESHMA ISHVAR HOVA CHHATANY,MANOROGIO NI KOI KAMI KYAN CHHE??

    Liked by 1 person

Leave a comment