‘ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ’

‘ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ’


તા. ૧લી ઑક્ટોબરે ‘વૃદ્ધ–દીવસ’ છે. આ દીવસ નીમીત્તે શ્રી. કશ્યપ દલાલ લીખીત ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએપુસ્તીકાના કેટલાક અંશો આપણે જોઈએ કોઈ પણ વાચકને આ પુસ્તીકાની નકલ–નકલો વીના મુલ્યે, આ લેખના અન્તે આપવામાં આવેલ અમદાવાદના સરનામેથી ની:સંકોચ મળશે… ઈ–મેઈલ કે પત્ર લખી, પુરું નામ, સરનામું વગરે વીગતો લેખકને મોકલવા વીનન્તી…  

–ગોવીન્દ મારુ

વૃદ્ધ થવું એટલે શું ?

વૃદ્ધ થવું એ કુદરતનો અફર નીયમ છે. આ નીયમ અફર નીયમ હોવાને લીધે હજુ કોઈ તેમાંથી છટકી શક્યું નથી. વૃદ્ધ થવાની ક્રીયાને અનીવાર્ય અનીષ્ટ કહેવું હોય તો કહી શકાય. વૃદ્ધ થવાની આ ક્રીયાને લાખ ઉપાય કરીએ તો પણ અટકાવી શકાવાની નથી. તો પછી એને શા માટે આનન્દપુર્વક, સમજણપુર્વક સ્વીકારવી નહીં, આવકારવી નહીં ? પરન્તુ એને આનન્દપુર્વક, સમજણપુર્વક આવકારવા માટે, સ્વીકારવા માટે, આપણામાં કેટલીક ‘સમજણ’ હોવી જોઈએ.

મારી નમ્ર સમજ મુજબ ‘વૃદ્ધ’ શબ્દનો અર્થ થાય છે : ‘વૃદ્ધી પામેલું’. પણ ‘વૃદ્ધી પામેલું’ એટલે શું ? ‘વૃદ્ધી પામેલું’ એટલે ‘સમજણ’માં પણ વધેલું !!! ભારે અફસોસની વાત એ છે કે ‘સમજણ’ને અને ‘ઉમ્મર’ને કોઈ જ સીધો સમ્બન્ધ નથી હોતો. આપણામાંના મોટા ભાગનાને એવો ભ્રમ હોય છે કે, મારા જેવું કોઈ ડાહ્યું નથી. હું વડીલ હોવાથી અને મેં ઘણાં ચોમાસાં જોયાં હોવાથી મારા જેટલી સમજણ કોઈને પડે જ નહીં. આ ભ્રમ જ અનેક વીટમ્બણાઓની ગંગોત્રી છે. હકીકતમાં આ ભ્રમ એ બીજું કશું નથી પણ આપણો એક સુક્ષ્મ ‘અહમ્’ જ માત્ર છે.

તો ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ

વૃદ્ધ થતાં શીખવાની આ વાતને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ :

૧.    સંયુક્ત કુટુમ્બમાં રહીને આપણે વૃદ્ધ થતાં શીખીએ.

૨.    અલગ રહીને આપણે વૃદ્ધ થતાં શીખીએ.

૩.    વૃદ્ધાશ્રમ જેવી કોઈ સંસ્થામાં રહીને આપણે વૃદ્ધ થતાં શીખીએ.

 

બચત જ ખરી મીત્ર

આપણે બરાબર ધ્યાનમાં રાખીશું કે આપણી બચત જ વૃદ્ધાવસ્થામાં આપણી ખરી મીત્ર થવાની છે. કોને ખબર છે કે આપણને ભવીષ્યમાં કયા ખર્ચા આવશે અને કયા નહીં આવે ? અને તેવે વખતે આપણાં સન્તાનો આપણને મદદ કરશે/કરી શકશે કે કેમ ? તેવા સંજોગોમાં સન્તાનોને ‘ભાઈ–બાપા’ કરવાં પડે તેના કરતાં આપણે જો બચત કરી હશે તો અણીના વખતે કામમાં આવશે. લાચારીથી કોઈની પાસે હાથ નહીં લંબાવવો પડે.

જો આપણી પાસે વધારાની મુડી હોય તો એને એવી રીતે રોકીશું કે જેથી થોડા થોડા સમયના અન્તરે મુડી વ્યાજ સાથે પાછી આવતી રહે. જો આપણે થોડો લામ્બો વીચાર કરી આપણી જરુરીયાત મુજબ વધારાની મુડીનું રોકાણ કરીશું; તો આપણો રોજ બરોજનો ખર્ચો સહેલાઈથી કાઢી શકીશું અને કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડે. કોઈના પણ ઓશીયાળા બન્યા વગર સ્વમાનભેર આપણું શેષ જીવન વીતાવી શકીશું.

વર્તમાનમાં જીવીએ

આપણે બને ત્યાં સુધી ભુતકાળને ભુલી જઈશું. શક્ય છે કે આપણા જીવનમાં ભુતકાળમાં આપણને ન ગમતા હોય તેવા અનેક પ્રસંગો બન્યા હોય. જો એવા પ્રસંગોને ભુલી નહીં જઈએ તો, જીન્દગી આખી તે આપણને અંદરથી કોરી કાઢશે. ભુતકાળનો ભોરીંગ ભયંકર રીતે આપણા મનનો ભરડો લેશે. આપણે હમ્મેશાં યાદ રાખીશું કે ‘ભુતકાળને ભુલી જવામાં જ મઝા છે’. જો કે એનો અર્થ એ નથી કે આપણે ભુતકાળને છેક જ ભુલી જવાનો છે. ભુતકાળમાં જે અનુભવો થયા હોય તે તો ખુબ જ કામના છે; કારણ કે આપણને ખબર છે કે અનુભવ જ આપણો સૌથી મોટો ગુરુ છે, ચીરન્તન સાથી છે, સાચો મીત્ર છે. અનુભવથી મોટો કોઈ ગુરુ નથી, અનુભવથી વધારે સાચો કોઈ મીત્ર પણ નથી. એટલે ભુતકાળમાં થયેલા અનુભવો આપણે ક્યારેય ભુલવાના નથી; પણ આપણે તો માત્ર ભુતકાળના કડવા પ્રસંગો જ ભુલવાના છે. ભુતકાળના કડવા પ્રસંગો ભુલીને આપણે વર્તમાનમાં જીવવાનું શીખવાનું છે. વર્તમાનમાં જીવવાનું માત્ર શીખવાનું નથી; વર્તમાનને સાચા અર્થમાં માણવાનો છે ! વર્તમાનને સાચા અર્થમાં ભોગવવાનો છે !! વર્તમાનને સાચા અર્થમાં ઝીન્દાદીલીથી ઝીલવાનો છે !!! વર્તમાનમાં રમમાણ થઈ જવાનું છે. જો કે વર્તમાનમાં જીવતાં જીવતાં પણ આપણે ભવીષ્યને મગજમાં તો રાખીશું જ. જો આપણે ભવીષ્યની દરકાર નહીં કરીએ તો પસ્તાવાનો વારો અવશ્ય આવશે જ આવશે !

ટુંકમાં, આપણે કટુભુતકાળને ભુલી જઈશું અને ભવીષ્યને મગજમાં રાખીને વર્તમાનમાં જીવીશું.

Let us forget the past and live in the present, keeping future in the mind.

અપેક્ષા : દુ:ખની જનની

જે કોઈ પણ પ્રવૃત્તીમાં આપણે આપણી જાતને જોડીએ ત્યારે, આપણે એ વાત માટે સમ્પુર્ણ સભાન અને સતર્ક રહીશું કે આપણે તે પ્રવૃત્તી પુર્ણ રીતે નીષ્કામ ભાવથી કરીશું, ફળની કોઈ પણ આશા રાખ્યા વગર કરીશું. આપણે નીષ્કામ કર્મ કરતાં રહીએ. આપણે ફળની અપેક્ષા ક્યારેય નહીં રાખીએ; કારણ કે આપણે સારી પેઠે જાણીએ છીએ કે ‘અપેક્ષા જ દુ:ખની મા છે.

માત્ર પ્રવૃત્તી જ નીષ્કામ ભાવનાથી કરીએ તેટલું પુરતું નથી; અન્ય વ્યક્તીઓનું કોઈ કામ કરીએ ત્યારે પણ આપણે એ જ ભાવના સેવીશું. કોઈ વ્યક્તીનું કામ કરીએ ત્યારે આપણે માત્ર આપણી ફરજ બજાવ્યાનો પરમ સન્તોષ માનીશું. આપણે ક્યારેય એવી અપેક્ષા નહીં રાખીએ કે આપણે એનું કામ કર્યું છે; એટલે એણે પણ આપણું કામ કરવું જોઈએ. જો આપણે એવી અપેક્ષા રાખીશું અને પેલી વ્યક્તી આપણી અપેક્ષા મુજબનું કામ નહીં કરે તો, એને કશું નુકસાન નહીં થાય; પણ  આપણે દુ:ખી દુ:ખી થઈ જઈશું. આપણે આપણી ફરજ સમજી કોઈનું કામ કર્યું; કારણ કે આપણને તેમ કરવું યોગ્ય લાગ્યું; પરન્તુ એનો અર્થ એમ નહીં કે આપણું કામ કરવું તેને યોગ્ય લાગવું જ જોઈએ. આપણે એવું નક્કી કરનાર કોણ ? આપણને જે યોગ્ય લાગ્યું તે આપણે કર્યું. એને જે યોગ્ય લાગે તે એ કરે ! એટલા માટે જ જગતની ડાહી વ્યક્તીઓનું કહેવું છે કે ‘અપેક્ષા એ દુ:ખની જનની છે’. અપેક્ષા પોતાની સાથે અનેક દુ:ખોને ઢસડી લાવે છે. દુ:ખોથી દુર રહેવા માટે આપણે અપેક્ષાઓથી હમ્મેશાં દુર રહીશું.

માટે આપણે આપણાં સન્તાનો પ્રત્યેની ફરજો બજાવતી વખતે પણ ધ્યાન રાખીશું કે બદલામાં સન્તાનો પણ આપણા પ્રત્યેની ફરજો બજાવે જ એવી અપેક્ષા નહીં રાખીએ. એવી અપેક્ષા રાખવાનો અર્થ જ એ કે દુ:ખોને સામે ચાલીને આમન્ત્રણ આપવું. આ વાત આપણે બરાબર કોઠે કરી લઈએ.

સમ્બન્ધો

આપણે હમ્મેશાં અન્ય વ્યક્તીઓ સાથે સમ્બન્ધો જોડવાના પ્રયત્નો કરીશું – તોડવાના તો નહીં જ. કદાચ સંજોગોવશાત્ કોઈ વ્યક્તી સાથે બગડેલા સમ્બન્ધો સુધારવાના સન્નીષ્ટ પ્રયત્નો કર્યા પછી પણ; એમ લાગતું હોય કે સમ્બન્ધો સુધરવાની કોઈ જ શક્યતા નથી, તો આપણે સમ્બન્ધો ઓછા કરીશું; પરન્તુ સમ્બન્ધો છેક તો નહીં જ કાપી નાંખીએ. સમ્બન્ધો છેક કાપી નાંખવાની મુર્ખામી આપણે ક્યારેય નહીં કરીએ. આત્મનીરીક્ષણ કરતાં એમ માલુમ પડે કે આપણે તેવી એક કે બે વ્યક્તીઓ સાથે સમ્બન્ધ કાપી નાંખ્યા છે, તો ત્યાં સુધી કાંઈક પણ ક્ષમ્ય છે; પરન્તુ જો એમ માલુમ પડે કે તેથી પણ વધુ વ્યક્તીઓ સાથે આપણે સમ્બન્ધો કાપી નાંખ્યા છે; તો આપણે સમજવું જોઈએ કે આપણા મનોવ્યાપારમાં કંઈક પાયાની ગરબડ છે. આપણને સમ્બન્ધો છેક કાપી નાંખવાની કુટેવ પડી ગઈ છે, જે અક્ષમ્ય છે. તે બધાને માટે ખુબ જ નુકસાનકારક છે. આપણે શક્ય તેટલી જલદીથી મનોચીકીત્સકની સલાહ લેવી જોઈએ.

–કશ્યપ ચન્દુલાલ દલાલ

લેખક-સમ્પર્ક :

શ્રી. કશ્યપ દલાલ,

13, ભારતી સોસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ-380 006

ફોન: (079)2644 5889, સેલફોન: 94285 03249

ઈ-મેઈલ: kashyapcdalal@yahoo.com

લેખકશ્રીની પુસ્તીકા ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ(પ્રકાશક: હું (લેખક) પોતે, ટાઈપ–સેટીંગ: મારું (લેખકનું)પોતાનું, આવૃત્તી: ત્રીજી સંવર્ધીત, જુન ૨૦૧૧, કુલ પ્રત:  5,000, કૉપીરાઈટ: આપનો(વાચકનો) પોતાનો; પૃષ્ઠસંખ્યા:48, મુલ્ય: આપનું (કોઈ પણ વાચકનું) છેલ્લા પાના સુધીનું સમજણપુર્વકનું વાચન)માંથી, લેખક, અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.. -ગોવીન્દ મારુ

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા, વાગોળાયેલા અને જીવન–વ્યવહારમાં મુકાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન ગોવીન્દ મારુ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29– 09 – 2011

કરજદારછીએ !

બોલે તેને બોલાવજો, જે આવે તેને ઘેર જજો, જે રીસાય તેને રીઝવજો..

ને બધું તેમના ભલાને માટે નહીં; પણ તમારા ભલાને સારું કરજો !

જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.

મો. . ગાંધી

 

29 Comments

 1. It is a very good & very helpful article. We all should accept the facts of life & start implementing in our daily life.I have become verty glad to read it.

  Thanks so much.

  Pradeep H. Desai
  USA

  Like

 2. પુસ્તકના થોડા અંશો પરથી પુસ્તકનું તુલ્ય અને મૂલ્ય સમજી શકાય છે. ગોવિંદભાઈ, સુંદર પુસ્તકની ઓળખાણ કરાવવા માટે ખૂબ ખૂબ આભાર. આવી જ કાંઈક વાતો કરીને સંતો-બાવા અને મનોચિકિત્સકો લાખો કરોડો બનાવે છે ત્યારે લેખક શ્રી. કશ્યપ દલાલ આ જીવનનું ભાથું વિનામુલ્યે લોકોની લ્હાણી તરીકે પીરસી રહ્યા છે એમને લાખો વંદન.

  લેખકશ્રી વિષે વધુ જાણવાની તૃષા જાગી છે. જો શક્ય હોય તો ઈમેલથી મોકલી આપશો ગોવિંદભાઈ? આપનો આભાર.

  Like

  1. ભાઈશ્રી જગદીશભાઈ,

   આપનું ઈ મેઈલ સરનામુ નીચેના સરનામે મોકલશો તો મારો પરીચય મોકલી આપીશ

   kashyapcdalal@yahoo.com

   કશ્યપ ચંદુલાલ દલાલ

   Like

 3. વૃદ્ધ થવું કોઈને ગમતું નથી પણ કુદરતને પણ
  પાલવતું નથી કે સદા જુવાન રહો, તેથી સરસ રીતે
  ગોઠવણ કરી કે જે જન્મે તેને વૃદ્ધ થવાનું પછી
  ગમે કે નહિ,કોઈ અપવાદ ના જોઈએ!!
  પણ કોઈ વાર જીવન અધવચ્ચેજ ટુકું થઇ જતું હોય છે.
  જે લોકો વૃધ્ધાવસ્થાને નીચી નજરે જોતા હોય છે
  તેમને ત્યારે જાણ નથી હોતી કે ‘મુજ વીતી તુજ વીતશે
  ધીરો બાપલીયા’ પણ ત્યારે ઘણીવાર મોડું થઇ જતું
  હોય છે.વૃદ્ધ થવાની મજા કોઈને હોતી નથી પણ
  ‘ખોળા’માં આવી જતું હોય છે!! હવે રહી વાત તેને
  કેવી રીતે ઓળખવું,તો જેમ આ લેખમાં કહ્યું છે તેમ
  ‘વૃદ્ધ બનતા શીખો અને તે પ્રમાણે જીવતા શીખો.
  લેખ પ્રેરણાદાયી છે.લેખક ‘ખુદ્દાર’ આદમી માલુમ પડે છે

  Like

 4. It is nice knowing of this book.
  But…
  I liked the saying..>>>

  કરજદારછીએ !

  ન બોલે તેને બોલાવજો, જે ન આવે તેને ઘેર જજો, જે રીસાય તેને રીઝવજો..

  ને આ બધું તેમના ભલાને માટે નહીં; પણ તમારા ભલાને સારું કરજો !

  જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.

  –મો. ક. ગાંધી
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo Fari Chandrapukar Par !

  Like

 5. ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
  ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
  હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
  બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

  બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
  મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
  ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
  બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

  ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
  એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
  સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
  બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

  બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
  એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
  વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
  બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

  – સુરેશ દલાલ

  Like

 6. જે વૃદ્ધ છે અને થવાના છે એમના માટે આ પુસ્તિકા જરૂર મદદ રૂપ થશે.

  લેખકને અભિનંદન . એમની ફ્રિ ઓફર માટે ખાસ.

  વિનોદ આર. પટેલ

  Like

 7. ખૂબ સરસ સલાહ આપવામાં આવી છે.ઇપુસ્તક રુપી વંચાવશો એવી આશા છે.આભાર.

  Like

 8. ખુબ જ સુંદર લેખ માટે આભાર.

  છેલ્લે તો આપણે બે જ હોઈશું…
  ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
  એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
  જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
  એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
  હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
  એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
  આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
  ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
  ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
  ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
  ‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
  એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
  સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
  ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

  Like

 9. સરસ વીષય પસંદ કર્યો ગોવીંદભાઈ. આભાર. કશ્યપભાઈને પણ સુંદર માહીતી માટે હાર્દીક આભાર, ખાસ કરીને વીના મુલ્યે પુસ્તીકાની ઑફર માટે.
  -ગાંડાભાઈ વલ્લભ

  Like

 10. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ આ ચારેયને દાર્શનીકોએ આપત્તીરુપ ગણાવ્યા છે. જન્મની સાથે મૃત્યુ અનીવાર્યપણે આવે છે તેવી જ રીતે શરીરની સાથે રોગ અને વૃદ્ધાવસ્થા અનીવાર્યપણે આવવાના છે.

  સંબધો સ્થાપવા અને કાપવાની પ્રવૃત્તિ કરવા કરતાં વર્તમાનના સંબધો હોય તેને માણવા જોઈએ.

  જીવનને આનંદથી માણવું હોય તો અબાલ વૃદ્ધ સહુ કોઈએ આ ગીત દિવસમાં એક વખત ગણ ગણવા જેવું છે.

  Hum hain rahi pyaar ke, humse kuchh na boliye -3
  Jo bhi pyaar se mila, hum usi ke ho liye
  Hum usi ke ho liye
  Jo bhi pyaar se mila, hum usi ke ho liye

  http://www.hindilyrix.com/songs/get_song_Hum%20Hain%20Rahi.html

  Like

 11. Really this book needs to be distributed to every one crossing 60…Expectations are the greatest – bloodpressure – raising, misery and gloomy mind making thoughts….Let’s teach them. Really good one.

  Like

 12. આજ વિષય ઉપર મારાં બ્લોગ ઉપર થોડા સમય પહેલાં અર્થાત જુલાઈ 2010 ના રોજ એક પોસ્ટ મૂકેલી જે રસ ધરાવતા મિત્રોને વાંચી જવા વિનંતિ લીંક નીચે આપી છે. “વૃધ્ધાવસ્થા ક્યાં વિતાવશો પરિવાર સાથે કે વૃધ્ધાશ્રમમાં ? ” આપના પ્રતિભાવની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ.

  http://arvindadalja.wordpress.com/2010/07/28/%e0%aa%b5%e0%ab%83%e0%aa%a7%e0%ab%8d%e0%aa%a7%e0%aa%be%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be-%e0%aa%95%e0%aa%af%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be%e0%aa%b5/

  Like

 13. વૃધ્ધાવસ્થા મારાથી દસ વરસ આગળ હોય છે.
  Harnish Jani.

  Like

 14. સૌથી પહેલા ચાલો બાળક થતા શીખીયે, કારણકે બાળકો ભગવાન નું રૂપ છે.
  પછી ચાલો જવાન થતા શીખીયે, કારણકે “જવાની“ એક દીવસે જવાની છે.
  આ બધું શીખ્યા પછીજ ચાલો આપણે વ્રુદ્ધ થતા શીખીયે – બાળપણ અને જવાની ના અનુભવ થકી.

  કાસીમ અબ્બાસ

  Like

 15. Nice article. As we age our thinking and approach to the world has to mature.
  Once maturity is attained….we know the world around and can design our approach to the world. Age and maturity, both has to grow side by side otherwise life will be limping……Physical aging and mental aging has to be on same page. Self confidence is the outcome.
  I am with Harnish…I am having self confidence that at any age, mentally I am young and can meet with any challenge.

  It is hilarious to quote…BUDHHA HOGA TERA BAAP…….

  Amrut Hazari.

  Like

 16. ખુબજ વાસ્તવિક અને પ્રાસંગિક દર્શન અને રજૂઆત. વૃધોને જોમ બક્ષી વધુ જીવવાની પ્રેરણા પૂરી પડી શકે તેવું ઉત્તમ પ્રકાશન. મારી એક નકલ જરૂરથી મોકલશો.પુસ્તક VPP દ્વારા મોકલશો જેથી આપની પર બોજો ના પડે.હ્રુદય્પુર્વકના અભિનંદન.
  કલ્યાણ સી. શાહ
  ૧૦, ગુંજન પાર્ક, સાંદીપની સોસાયટીની બાજુમાં,
  AMC ઓફીસ માર્ગ, થલતેજ, અમદાવાદ -૩૮૦૦૫૯.
  ટે. ન. ૨૬૮૮૧૦૦૧
  મો. ૯૨૨૭૪ ૫૧૧૫૧
  ઈમેલ : kalyanshah@gmail .com

  તા. ૧-૧૦-૨૦૧૧
  શનિવાર
  વૃદ્ધ દિન

  Like

 17. ‘ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ’ પુસ્તીકા વિશે ખુબ સરસ માહિતી આપી તે બદલ આભાર.

  Like

 18. I have read ……………………
  We cool ones never age…….
  What we do is MELLOW..
  – Snoopy.

  I am trying to remain cool

  Cool yourself.

  Amrut Hazari.

  Like

 19. main article and many comments are found very good.i am 72.
  thanks to rajaram and dholakia for the poems.

  Like

 20. મારી પુસ્તીકા “ચાલો, આપણે વ્રુધ્ધ થતાં શીખીએ” વીશે આપના પ્રતીભાવો વાંચીને હૈયું ગદ્ ગદ્ ગદીત્ થઈ જાય છે. બાકી હું કોઈ પણ હીસાબે સાહીત્યનો માણસ નથી. આતો લખતાં લખતાં લખાઈ ગયું છે.
  કશ્યપ ચંદુલાલ દલાલ

  Like

 21. Aadarniy Govindbhai,

  Khub j saras !!!!!!!!!!!!!!

  Jivan no aantim padav, aapda dwara thayela karmono hisab chukav vano samy ane je vavyuje ene lanvano samy
  pan………….vrudh thavathi dar aapna mathi ketlayne hase kadach tamne ke pachi koik bijane…………

  pan……… jivan nu chakra samjvu muskel chatay ramniy jivan ne je najrothi juvo em j mano …..

  khab aj saras************
  once again abhinandan ………………

  Like

 22. Dear Kashyap,
  Sahitya to ek purti chhe. Madadgar chhe.Sahitya na niyamoma rahine lakho to uttam. Pan,Tamara jivan na ANUBHAVONE shabdoma dharo ane e shabdo bijana jivan ujagar kare te tamari safalta. Aapna sano kaya chhandma kavita lakhta ? Kabir, Narsinh, Mira, Dula Kag, Akho ? Temne to jivan no nichod / Amrut loko saame dhari didhu hatu.LOK SAHITYA PIRSINE TO TEMNE LOKCHAHNA MELVI HATI.

  LAKHO. TAMARA JIVANNA ANUBHAVO JE BIJANE MATE PATHDARSHAK BANE TE LOK SAHITYA.

  ABHINANDAN.

  Amrut Hazari.

  Like

 23. બહુ સરસ કામ તમે કર્યું છે. અમે હાઈસ્કુલમાં હતાં ત્યારે એક પાઠ ભણેલા, તેમાં એક વાક્ય આવતું હતું, ‘આ દુનિયામાં હું હવે પાછો ક્યારેય આવીશ નહિ. માટે મારાથી કોઈનું જે કંઈ સારુ ભલું થઈ શકે તે મારે કરવું છે, કારણ હું હવે આ દુનિયામાં કદી પાછો આવવાનો નથી. અને વિલંબ કરવામાં કોઈ સાર નથી’ લોકોનું જે કંઈ સારુ થઈ શકે તે કરી નાંખવામાં સાર છે. વૃદ્ધો ધારે તો ઘણા કામો જાહેર સેવાઓ કરી શકે તેમ છે. તમે ગાંઠનું ગોપીચંદ કરીને જે સેવા કરી તેની સુખદ નોંધ લઈએ છીએ.
  –ભરતભાઈ આર. પંડયા, સુરત

  Like

 24. I cannot understand even after living more than 60 long years and passing through all kinds of religious, social, political and economical ups and downs, many old people still do not want to change their life path. Still, they would like to continue their un-holy, uncivilized and anti-social activities, for what? This is the time, people has to take a deep breathe and analyze their own life journey and make serious efforts to correct their path. If 10% old people correct their path, the world will be more peaceful, resourceful, compassionate, just and fair for the remaining millions and billions.

  Like

 25. નમસ્તે,
  ભાઈ શ્રી કશ્યપ દલાલની “ચાલો આપણે વૃધ્ધ થતાં શીખીએ” પુસ્તીકા આખી જેમણે ઓનલાઈન વાંચવી હોય તો એની લીન્ક:
  http://gandabhaivallabh.wordpress.com/2012/03/03/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AA%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B6%E0%AB%80%E0%AA%96%E0%AB%80-book/

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s