‘ઈશ્વરીય’ કણમાં કશું જ ઈશ્વરીય નથી

૧૯૯૩માં, લીયોન લેન્ડરમેન નામનો નૉબેલ પ્રાઈઝ વીજેતા- અમેરીકી વીજ્ઞાની બટેવીયા (ઈલીનોઈસ)નો વતની, પોતાનું નવું લખેલું એક પુસ્તક લઈને પ્રકાશક પાસે પહોંચ્યો. પુસ્તકનું નામ હતું: ‘God-Damned Particle’ (કમબખ્ત કણ). લેખકે આ કણને ‘ગૉડ–ડૅમ’ એટલા માટે કહેલો કે એક કણ–કડીનો અણસાર વીજ્ઞાનીઓને આવ્યા કરતો; છતાં તે પકડાતો નહીં, અકળ અને અવ્યકત જ રહેતો. એની સર્વ ગતીવીધી વીચીત્ર હતી; છતાં ખુબ જ અગત્યની હતી. ‘ગૉડ–ડૅમ’ એ અંગ્રેજી ભાષામાં એક હળવી ગાળ છે, ‘કમજાત’, ‘કમબખ્ત’ કે ‘બદમાશ’ જેવી જ ! એ એક સહજોદ્ ગાર કહો કે રુઢીપ્રયોગ છે, ગુજરાતીમાં ‘અરે ભગવાન !’ જેવો. એને ‘ઈશ્વર’ સાથે કોઈ નાહવા–નીચોવવાનોય સમ્બન્ધ નથી એમ નથી કહી શકાતું; કારણ કે એને કેવળ ‘નામ’નો સમ્બન્ધ તો છે !

વીજ્ઞાનીઓને આ કણના અસ્તીત્વનો એની અગત્યનો અને એની આદ્ય સૃષ્ટી રચનાની કામગીરીનો ખ્યાલ આવી ગયેલો; પણ અનેકવીધ પ્રયોગો હોવા છતાં હજી એ ગોચરીભુત થતો નહોતો. લેડરમેને છાતી ઠોકીને લખ્યું તો ખરું જ કે, મહાવીસ્ફોટ (બીગ બેંગ) પછી આવો આદીમ કણ જ સર્વ પ્રથમ ઉદ્ ભવેલા કણોમાં પ્રાધાન્યે હતો; જેણે આ પ્રકારની સૃષ્ટીની રચનામાં પ્રથમ ક્રમે નીર્ણાયક કામગીરી અદા કરી હતી. પણ એ પકડાતો કેમ નથી ? મુંઝાયેલા લેડરમેને લાડમાં એને ‘ગૉડ–ડેમ પાર્ટીકલ’ એવું નામ આપ્યું અને પોતાના એ વીશેના પુસ્તકનું નામ પણ એણે એ જ આપ્યું. હકીકતે તો આ કણોને બોઝોન (હીગ્સ બોઝોન) પાર્ટીકલ્સ એવું નામ, આપણા એક ભારતીય વીજ્ઞાની સત્યેન્દ્ર બોઝની અટક પરથી આપવામાં આવેલું; કારણ કે આ કણના દીર્ઘ અને કઠણાઈભર્યા સંશોધન પાછળ મંડી રહેલા વીજ્ઞાનીઓમાંના એક આ શ્રી બોઝ પણ હતા. (એમના સાથી તે હીગ્સ)

પ્રકાશકે પ્રકાશનાર્થે પુસ્તક તત્કાળ હાથમાં લીધું તો ખરું; પરંતુ એનું નામ જોતા જ એ ચોંક્યો ! તેણે લેખકને કહ્યું, ‘વીજ્ઞાની મહાશય, પુસ્તક તો તમારું છે, એટલે સત્ત્વશીલ તથા મુલ્યવાન હોય જ; પરંતુ એનું નામ લોકોને પસંદ પડશે નહીં; પુસ્તક લોકો સહેલાઈથી ખરીદશે નહીં, માટે નામ બદલો !’ સ્વાભાવીક જ પ્રકાશકને તો વેચાણની જ પડી હોય ! લેડરમેને પુસ્તક પાછું હાથમાં લીધું ને Damned શબ્દ છેકી નાખ્યો. એથી નવું નામ બન્યું: ‘ગૉડ’ પાર્ટીકલ. સંભવત: આ નાસ્તીક વીજ્ઞાનીએ ‘ગૉડ’ શબ્દ અવતરણ ચીહ્ નોમાં મુકી દીધો. આવું બધું હળવે હૈયે, અર્ધગમ્ભીરતાથી તથા અમુક અંશે રમુજમાં જ કરવામાં આવેલું; અને વળી અન્ય વીજ્ઞાનીઓને તો આવો શબ્દપ્રયોગ ગમેલો પણ નહીં. તેઓ તો સાથી વીજ્ઞાનીના નામને સામેલ કરી, એને ‘હીગ્સ બોસોન’ તરીકે જ ઓળખતા… ‘ગૉડ’ શબ્દ ટાળતા.

આમ, આ કણમાં કશું જ, કશું જ લેશમાત્ર પણ ‘ઈશ્વરીય’ કે ‘દૈવી’ નથી અને હવે જે એ કણ ખરેખર શોધાયો હોય તો એમાં પણ કશું જ ઈશ્વરી યા દૈવી નથી. એ સમ્પુર્ણ જડ, વીચારહીન એવો કુદરતી પદાર્થ માત્ર છે. ‘કુદરતી’ એટલે જડ અને અન્ધ પ્રકૃતીનો જ એક અંશ; એણે કોઈ સ્વેચ્છાએ કે નીજી યોજનાનુસાર આ સૃષ્ટીની રચના કરી નથી. એટલું જો યથાર્થ સમજાઈ જાય કે પ્રાકૃતીક પદાર્થોની પોતાના ગુણધર્મ પ્રમાણેની ગતીવીધીને પરીણામે જ આ આવી સૃષ્ટી રચાઈ ગઈ છે. એમાં કોઈ સભાન, સર્વજ્ઞ તથા સર્વશક્તીમાન એવા કોઈ ‘ગૉડ’ (ઈશ્વર)નો લેશમાત્ર ફાળો નથી. એવું જ ‘ગૉડ’ પાર્ટીકલનું પણ છે. તે કેવળ એક જડ અને અન્ધ પદાર્થ જ છે. પરન્તુ એના આવા નામકરણથી આસ્તીકોને તો બસ મજા જ મજા પડી ગઈ! ભારતમાં તો ખાસ ! આમેય આસ્તીકોમાં વીવેકબુદ્ધીનો અભાવ અને સામાન્ય બુદ્ધીની, કૉમનસેન્સની સહેજ કમી તો હોય જ છે. એટલે તેઓએ જોરશોરથી હોબાળો મચાવી મુક્યો કે, ‘ઈશ્વર શોધાયો ! ભગવાન સાક્ષાત્ જડી ગયો ! વીજ્ઞાનીઓએ ભગવાનને શોધી કાઢ્યો, હવે ઈશ્વરનું અસ્તીત્વ નક્કર તથા સીદ્ધ !’

પરગજુ, જીજ્ઞાસુ તથા સમ્પર્ક–નીષ્ણાત એવા ઉત્તમભાઈ ગજ્જરે (ઉત્તમ–મધુ) જાપાન ખાતે વીજ્ઞાનવીદ્ યુવાન ભાઈશ્રી જયેશ જરીવાલાનો સમ્પર્ક સાધ્યો, પુછાવ્યું કે, ‘ભાઈ, આ ‘ગૉડ’–પાર્ટીકલનો ચોમેર બુલંદ ઘંટારવ ગાજે છે, એ આખર છે શું ? અહીં તો લોકો નાચવા–કુદવા ને ગાવા લાગ્યા છે કે, લ્યો, ઈશ્વર શોધાયો… હવે તો વીજ્ઞાને પણ ભગવાનનો સ્વીકાર કર્યો !’ જયેશે જવાબ મોકલ્યો કે, ‘આવો હોબાળો એ પછાત તથા અજ્ઞાની અને અન્ધશ્રદ્ધાળુ પ્રજાનું કુલક્ષણ છે. ભારતનાં મીડીયા સહીત તમામ સાધનોએ ‘ગૉડ-પાર્ટીકલ’ શોધાયાની ઘટનાનો જે ખોટો અર્થ કર્યો છે, એ કેવળ ઘેટાંશાહી, જાણ્યા–સમજ્યા વીનાનો જ પાગલ ઉત્સાહ છે. બાકી અહીં જાપાનમાં અને અન્ય સુધરેલા દેશોમાં પણ; જાહેર માધ્યમોએ જે ઠરેલ તથા વીચારશીલ અને સમજપુર્વકનો અભીગમ દાખવ્યો છે, એ આપણે ‘સંસ્કૃત પ્રજા’ બનવું હોય, તો સમજવા જેવો છે. અહીં કોઈએ જ આ શોધને ‘ઈશ્વરનો સાક્ષાત્કાર’ ગણાવ્યો જ નથી. ઉંડા સમજ–જ્ઞાનપુર્વકની શુદ્ધ વૈજ્ઞાનીક ચર્ચા જ કરી છે.’ ભાઈ જયેશે નમુના દાખલ તે જ દીવસના જાપાનના પ્રસીદ્ધ દૈનીક ‘જાપાન ટાઈમ્સ’ (આ લેખને અંતે ‘જાપાન ટાઈમ્સ’ની પીડીએફ છે)નું પ્રથમ પાનું પણ મોકલી આપ્યું ને લખ્યું કે : ‘જુઓ, એક મોટી વૈજ્ઞાનીક શોધની ઘટનાની જાહેર ચર્ચા તો આવી હોય !’

ટુંકમાં મીત્રો, કોઈ ઈશ્વર શોધાયો જ નથી. આ ઘટના કેવળ તથા શુદ્ધ એવી વૈજ્ઞાનીક શોધ જ છે. શોધ જરુર મહાન પણ છે, કીન્તુ હજી શંકાસ્પદ પણ લેખાવાય છે… અને સર્ન લેબોરેટરીમાં વીજ્ઞાનીઓ જે તનતોડ શ્રમ કરી રહ્યા છે, તે ‘મહાવીસ્ફોટનો સીદ્ધાંત’ સીદ્ધ કરવા માટે જ. ત્યાં કોઈ ઈશ્વરની શોધ લેશમાત્ર ચાલી રહી નથી, અને કોઈનેય એની એવી પડી પણ નથી. યાદ રાખો કે, થોડા ઘણા વીજ્ઞાનીઓ આસ્તીક જરુર છે; જેઓ ઈશ્વરની હસ્તીમાં માને છે. અરે, ખુદ આઈન્સ્ટાઈને પણ ઈશ્વરના અસ્તીત્વનો ઈશારો કરેલો, અને પાછળથી તેણે ખુબ ચોખવટો પણ કરવી પડેલી કે, ‘મારો ભગવાન તે આ છે, અને આ નથી !’ પરન્તુ જાણી લો કે, આમાંનો એક પણ વીજ્ઞાની હાલ ‘ઈશ્વર છે કે નહીં ?’ – એનો લેબોરેટરીમાં કોઈ પ્રયોગ કરી રહ્યો નથી. માટે એવી સુફીયાણી દલીલ કરવી કે, ‘લેબોરેટરીમાં જ્યારે પ્રયોગથી સીદ્ધ થશે કે ઈશ્વર છે યા નથી; ત્યારે એના સ્વીકાર– અસ્વીકારની ચર્ચા કરીશું. આજે નાહકના આવા બુમબરાડા શા માટે કરો છો ?’

અરે મીત્રો, વર્તમાન પરીસ્થીતી એવી નથી જ કે, લોકો શાંતીથી બેઠા હોય, અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી રહ્યા હોય અથવા તો એનો ઈન્કાર કરી રહ્યા છે, યા તો ઈશ્વર બાબતની વૈજ્ઞાનીક શોધની પ્રતીક્ષા કરી રહ્યા હોય. ના, નહીં જ ! એથી ઉલટું, ૯૯.૯૯ ટકા માનવજાત ઈશ્વરમાં દૃઢપણે માને છે અને એને પરીણામે જ વીરાટ-વીશાળ ધર્મસ્થાનો, જંગી ખર્ચા, રાક્ષસી મેળાઓ, ભીડ અને મોત, અન્નકુટો, લાગણીહીન, અમાનવીય બગાડ, શોષણ અને પાશવી ક્રુરતાઓ, ખુનખાર લડાઈઓ અને લોહીયાળ આતંકવાદ – એવું બધું ધર્મ તથા ઈશ્વરને નામે જ ચાલી રહ્યું છે. ત્યારે લેબોરેટરીના ચુકાદાની રાહ જોઈ, નીષ્ક્રીય  બેસી તો ન જ રહેવાય; ઈશ્વર વીષયક માન્યતાઓનો બુલંદ તથા સક્રીય વીરોધ કરવો, એ સમજદાર માનવી માત્રની ‘ધાર્મીક’ ફરજ બની રહે છે.

–રમણ પાઠક (વાચસ્પતી)

ભરતવાક્ય

         આપણામાં આપણી જાતને જ છેતરવાની અમુક પ્રખર બુદ્ધીશક્તી રહેલી છે. પરંતુ સત્યના શોધકે તો પોતાના ભાથામાં સંશયવાદનું તીક્ષ્ણ હથીયાર સદાય સજ્જ રાખીને જ ફરવું જોઈશે; નહીં તો આપણે આપણો સત્યનો માર્ગ ગુમાવી દઈશું, આડે રસ્તે ચઢી જઈશું. બ્રહ્માંડમાં તો અસંખ્ય આશ્ચર્યજનક રહસ્યો છે. એ વીશે ઉતાવળા નીર્ણયો ન લો ! –કાર્લ સાગન

 ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી એમની, (શનીવાર તા.૧૪જુલાઈ, ૨૦૧૨ની) લોકપ્રીય કટારરમણભ્રમણ માંથી, લેખક અનેગુજરાતમીત્ર ના સૌજન્યથી સાભાર

સમ્પર્ક: પ્રા. રમણ પાઠક, –4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

()

એક ખાસ નોંધ : ૩૦મી જુલાઈ ૧૯૨૨ના દીને જન્મેલા પ્રા. રમણ પાઠક, ત્રણ દીવસ પછી આયખાંના નવ દાયકા પુરા કરી એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. એ નીમીત્તે સુરતમાં શરુ થયેલા ‘રમણ પાઠક સ્મૃતી વ્યાખ્યાનમાળા’ના બીજા મણકામાં મુમ્બઈના પ્રસીદ્ધ લેખક અને ચીન્તક પ્રા. નગીનદાસ સંઘવીનું વ્યાખ્યાન પણ યોજાયું છે. પ્રા. રમણ પાઠકને આપણ સૌ વતી જન્મદીન નીમીત્તે અનેકાનેક શુભેચ્છાઓ પાઠવું છું..ગોવીન્દ મારુ..

()()()

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમપેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, રૅશનલવાચનયાત્રા માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોરપોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ 27/07/2012

()()()()()

21 Comments

  1. ઈશ્વરીય કણ એટલે પદાર્થ જ થાય. સૃષ્ટી કોઈ પદાર્થ ના સંયોગિક સંયોજન યા વિભાજન થી જ ઉત્પતિ થઇ છે.
    આ મહાકાય ઘટના ને વિજ્ઞાનીયો શોધવા માટે મથામણ કરી રહ્યા છે. પરમાણું ના પરમાણું ની શોધ દ્વારા સૃષ્ટી ની ઉત્પત્તિ ના
    કારણો શોધવા એટલે ઈશ્વરીય કાનો શોધવા તેમ થાય નહિ. ગોડ પાર્ટીકલ ના ગોડ નું ઈશ્વર સાથે કોઈ જ સંબંધ નથી તે સમજી શકાય છે.
    પરમાણું માં પણ પરમ તો આવી જાય એટલે ભગવાન ના કહેવાય. સૃષ્ટી કે કુદરત તેના ઘડેલા નિયમો મુજબ ચાલે છે. જન્મ અને
    મૃત્યુ એતો કુદરતી ઘટના માત્ર છે. ઈશ્વર સાથે કોઈ જ લેવા કે દેવા નથી. પાંચ તત્વો માંથી જીવ ઉત્પન્ન થાય છે અને સમયાંતરે
    પાછો એજ તત્વો માં જીવ ભળી જાય છે. આ છે કુદરત નો ક્રમ. કર્મ ના સુખ કે દુખ એતો તમારી હયાતી માં જ તેના ફળ જોવાના હોય છે.
    કુદરત ને માણો અને જાણો તેમાં જ જિંદગી નો સ્પષ્ટ ઉદ્દેશ અને આનંદ છે. વધુ પડતા ભગવાન કે ગોડ માં શ્રદ્ધા રાખવાથી કટ્ટરતા
    આવે છે અને પછી નરક અહી જ ઉભું કરીએ છીએ .

    Like

  2. પહેલા તો આ લેખની લીંક ફેસબુકમાં મૂકી આવું. ભલભલા તેજાબી રેશનલ લેખકો ઉંમર થતા ઈરેશનલ બનવા તરફ ઢળી જતા હોય છે. ૯૧ વર્ષના ગુજરાતના આ રેશનાલીસ્ટ હજુ અડીખમ ઉભા છે.

    Like

  3. Sheetal Mehta સરસ માહિતીપ્રદ લેખ…. ગોડ પાર્ટિકલની પુંગી બજાવનારાઓને જડબેસલાક લપડાક!

    Abhishek Raval ઓહ નો…મંદિર માં ગોત્યા, મસ્જીદ માં ગોત્યા, ક્યાય નો જડ્યા ને છેલ્લે ભગવાન “કણ” માં જડ્યા…ને હવે એમાંથીયે ગુલ્લી ?????

    Yograjsinh Zala રાઓલજી, આપણી એક ખાસિયત છે દુનિયા માં ક્યાય પણ ઈશ્વર નો નાનો સરખો પણ ઉલ્લેખ આવે કે તરત આપણા મીડિયા સહીત ચાલુ કરી દે અમે કેહતા જ હતા
    અમે કેહતા જ હતા , જાણે ઈશ્વર નો આપને ઠેકો લીધો હોય,પોથી, પુરાણો અવતારનો ટાંકવા માંડે આનાથી તો પુરાણો નું પણ અપમાન કરીએ છીએ.

    Like

  4. —-લેડરમેને પુસ્તક પાછું હાથમાં લીધું ને Damned શબ્દ છેકી નાખ્યો. એથી નવું નામ બન્યું: ‘ગૉડ’ પાર્ટીકલ. સંભવત: આ નાસ્તીક વીજ્ઞાનીએ ‘ગૉડ’ શબ્દ અવતરણ ચીહ્ નોમાં મુકી દીધો.——–

    I really truly hope that this is exactly what had happened, and not that someone made up the story afterwards. In such a case it would put us in line with all those people who jump on the band wagon if it suits their beliefs.

    Regardless of the truth, this “God Particle” misnomer is going to stay with us for a very long time to come. So unfortunate.

    Like

      1. Thanks for your research. I read the part you referred to. This is good enough for me, unless someone else comes up with some other evidence to counter this.

        Like

  5. વિજ્ઞાનીઓ કુદરતની કળાનુ વિશ્લેષણ કરી રહ્યા છે તે સારી વાત છે.
    વિજ્ઞાનીઓને તેમનુ કામ કરવાદો, કુદરત પોતાનુ કામ ક્રર્યા કરશે.
    આપણે આટલો હોબાળો શા માટે મચાવવો ?
    પ્રા. શ્રી. રમણ પાઠકને જન્મદિનની શુભેચ્છા..
    ઉલ્લાસ ઓઝા

    Like

    1. If you really believe in this Avatar business, you have a very long wait, if it ever happens. Besides there are two problems with this.

      1) All so called Avatars took place in India, while this experiment is being carried out in Europe. That would cause some problem, don’t you think so?

      2) The existence of Higgs-Boson particle was theoretically proven decades ago. Scientists wanted to verify that experimentally and they did it at a very high cost and human effort. This is how science works. It does not just take something for granted no matter who says it.
      There could never come a living being out of this tunnel. Life is a result of specific chemical reactions between all kinds of elements. Here they re dealing with sub-atomic elementary particals.

      Like

      1. વાચસ્પતિ

        ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
        1 પું○ વાણીનો સ્વામી મહાવિદ્વાન. (૨) બૃહસ્પતિ, દેવગુરુ. (૩) એવો એક ઇલકાબ (‘ડી.લિટ’જેવો)

        2 પુંo બૃહસ્પતિ; દેવોના ગુરુ

        Like

      2. Thanks Mr.Gajjar

        I did try both long and short ( I )but didn’t get answer.
        if we drop short( I ) they may need to revise dictionary.

        How did he get awarded this Upnaam? is he good at public speaking? any videos?

        Like

  6. ગોડ પાર્ટીકલ વિશેની ગેરસમજ દૂર કરતો સુંદર આર્ટીકલ લખવા બદલ પાઠક સાહેબનો આભાર અને ધન્યવાદ. બહુ આનંદની વાત છે કે પાઠક સાહેબ ૯૧ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના જેવા પ્રબુદ્ધ લેખકની સમાજને બહુ લાંબી જરૂર છે, આપ ઘણા વર્ષો નીરોગી અને સક્રિય જીવન જીવો એ જ આશા સાથે … . નીરવ પટેલ

    Like

  7. શ્રી રમણભાઈને વંદન. આ સુંદર લેખ માટે એક જ કડી મનમાં આવે છે. “ઘાટ ઘડીયા પછી નામરૂપ ઝૂઝવા અંતે તો હેમનું હેમ હોય!”

    Like

  8. સહેજે પણ સમજમા નથી આવતુ કે આટલી સઘન અને ખર્ચાળ શોધને અંતે ફકત ” કણ” જ શોધાયો ?
    જેના કદ, વીસ્તાર, સ્થળ કે આકારની કોઇ જ માહિતી નહી?
    આ “કણ” થી અનંત સ્રુષ્ટી અને બ્રહ્માંડ્નુ નીરંતર સંચાલન કેવી રીતે શક્ય બને ?
    કોઇ અભ્યાસુ અને ગ્નાનીઓ પ્રકાશ પાડે?

    Like

    1. કણ અને મણની વચમા માણસ ફસાઈ ગયો છે. એમંથી નિકળવાના ધમપછાડા કરે છે પણ ક્યારેય નિકળી શકવાનો નથી. બેય કોર કોશીશ કરે છે. સુક્ષ્મ તરફ અને વિરાટ તરફ. પોતાના સુર્ય મંડળની બહાર નિકળવાની તાકાત નથી અને આકાશગંગાઓની ગણતરી અને શુન્યાવકાશની દિવાલો ગોતવાની મથામણ કરે છે. શુન્યાવકાશની પેલે પાર શું છે ?
      અને આ બાજુ, હજી સુધી માણસ વઈરસ જેવા નાના કણને જોઈ શક્યો છે. આનાથી વધારે સુક્ષ્મમાં જઈ શકાય નહી. એટલે ગપગોળા ચલાવ્યા અણું પરમાણુના. વ્યવહારમાં એનો ઉપયોગ થતો હોવાથી ગપગોળા સાચા માનવા પડ્યા. અણું કોઇ માયનો લાલ જોઇ શકવાનો નથી તો પરમાણુની વાતજ ક્યાં કરવી. પરમાણુમાય ઘુસી એના ટુકડા કર્યા ઈલેક્ટ્રોન, પ્રોટોન, ફોટોન અને બીજા દહ પન્દર. એનો વ્યવહારમાં કોઇ ઉપયોગ નથી, અણુબોંબ સિવાય. આ બધા કણના ટુકડા કરી મૂળ કણ ગોતે તો પણ પાયાના સવાલો તો ઉભા જ રહેવાના. ઈ કણ આયો ક્યાંથી ? કોઇ જવાબ દે કે બિગબેંગના વિસ્ફોટ માંથી. તો આ વિસ્ફોટ કર્યો કોણે, એની પાહેં એટલી શક્તિ આવી ક્યંથી ? કોઇ ઉત્તર આપી નહી શકે. ઉત્તર આપવા જાય તો સવાલો પણ લાંબા થતા જાય. એનો બાપ કોણ, તો પછી એનો બાપ કોણ, મરઘી પહેલા કે ઈંડુ પહેલા ?
      હિન્દુ દર્શન પ્રમાણે એક ગપગોળો ચલાવી શકાય. ગતિ એ ભગવાન શંકરનુ નર્તન છે. વિવિઘ આકર્ષણો મા પારવતિની શક્તિ છે. ગતિ દ્વારા લય મુજબ જ ગ્રહો અને તારાઓ, અણુઓ અને પરમાણુઓ, ઈલેક્ટ્રોનો અને પ્રોટોનો ચાલતા હોય છે. આકર્ષણ એક બીજાને પકડી રાખે છે જેથી આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહે કોઇ એક બેજા થી દૂર ચાલ્યા નો જાય.
      કોઇ કારણસર શીવજીને ગુસ્સો આવે તો નર્તનનો લય બદલાય જાય, ડિસ્કો જેવી સ્પિડ પકડે, એ તાંડવ થી ગતિ એકદમ વધી જાય. ગહો તારાઓ મંડે ભાગવા. એક બીજા સાથે ભટકાઈ ને મંડે ભડાકા કરવા. અણુઓની ગતિ વધવાથી પદાર્થો ગરમી થી લાલચોળ થઈ જાય. આખરે વરાળ બની જાય.
      પાર્વતિ પણ ગાંજ્યા નો જાય આ બધો ઉડતો બળતો કટમાળ પોતાના ગુરુત્વાકર્ષણ થી પોતાનામા સમાવી લે. બ્રહ્માન્ડ થઈ જાય ઝિરો. નાશ. સમાપ્ત.
      બ્રહ્મા આવીને શીવજીને શાન્ત કરે અને આદ્યશક્તિ પાર્વતિ ને સમજાવે કે હવે તમે જે ગ્રહણ કર્યું છે એ બધુ છોડી દો. કરી નાખો બીગ બેન્ગ, પછીનું, નવરચનાનું કામ હું સંભાળી લઈશ.
      રેશનાલિસ્ટ ભાઈઓ એ સમજી લેવું જોઈએ કે અંધશ્રધ્ધા માત્ર ધર્મમાં જ નથી. દરેક ક્ષેત્રમા છે.
      રાજકારણમાં, વિજ્ઞાનમા મનોરંજનમા, ઘણી જગ્યાએ.
      મનોરંજનવાળી અંધશ્રધ્ધાનો કાલે ખૂબજ ખરાબ દાખલો જોવા મળ્યો. પવિત્ર ઓલમ્પિક મંદિરમા, નકકી કરેલા ભક્તોની વચ્ચે, ઓલંપિક મંદિરની જ સ્વયંસેવિકા, બેંગલોરની છોકરી ઘુસી ગઈ. એમાં તો આસમાન જાણે હેઠુ પડી ગયુ. ભારતની આબરૂના લિરે લિરા થઈ ગયા. ભારત થી લઈ અમેરિકા સુધીના ફટટુ ખેલભક્તો ટુટી પડ્યા, ગાળોનો ધોધ વરસાવી દિધો. ધમકી પણ આપી કે ભારત આવ તો માથે ટોપો પહેરીને આવજે, પથ્થરમારો થઈ શકે છે. કટ્ટરવાદના મામલે આપણે તાલિવાનોને ખોટા બદનામ કરિએ છીએ એ વાત કાલે સાબિત થઈ ગઈ.
      પારકા દેશમા પોતાનાદેશનુ કુતરુય પોતાનુ લાગે. તો આતો ખેલાડિઓ હતા. પોતાના સમજી આ છોકરી ચાલી નિકળી એમની સાથે, એ પણ અંધશ્રધ્ધાળુ જ હતી, કોઇ મોટો ગુનો નથી થઈ ગયો. સુરક્ષાનો સવાલ નોતો. એ નિયમ થી જ અંદર હતી.
      આના થી એક દાખલો મળે કે સચા કુતરાનો ભરોસો રખાય અંધશ્રધ્ધાળુ કુતરાથી દૂર રહેવુ.

      Like

  9. Sharp and incisive dissection as always without pulling any punches. What a pleasure it has been to discover his pieces here. Thanks Govind bhai.

    Like

  10. On Wed, 8/8/12, F. J. Dalal wrote:
    From: F. J. Dalal
    Subject: Fw: New Post No. 220 ‘Ishvariya’ Kan maa Kashu J Ishvariy nthi
    To: “govindmaru” ,

    Dear Govindbhai Maru, Navsari; Mrugesh Shah, Baroda; Uttambhai & Madhuben Gajjar, Surat; Dineshbhai Panchal, Navsari; and Others:

    Thank you. As always, this discussion Topic is as worthwhile for discussion, as many Others. You may publish this as my comment, as it appears that `I am Late’.

    We are living in the Scientific and Technological world. We are enjoying many Benefits of Science in our day-to-day life. Scientists are doing their work quietly, as if it is their Religion. All New inventions do not have their full impact right away. Their value comes out in due course of time. Religions have made out Stories since past centuries without Any Basis whatsoever. Their Biggest Success is in Inventing GOD and HEAVEN/HELL. These are Non-Entities, i.e. They Don’t Exist. It is a Creation for Cheating Innocent Believers. Here, they Don’t have to give any Proof, as the Believers are going to achieve them, in FUTURE Life. No one has come back from such places.

    As we call in U.S.A., it is the Creation of The Creative Fertile Minds of Marketing People of 5th Avenue (in New York) and “K” Street of Washington, D.C., Capital of U.S.A. (where we are Living for over 42 years, in its Suburban Metropolitan area). They Created An Object Called “GOD” for Creation of “BUSINESS OF RELIGIONS”. TEMPLES and IDOLS followed for Worship and Rituals. This is the Function and Purpose of Advertisers in Marketing ALL Products at PROFIT, by Deceiving People through Creating IMAGES in their Minds. A LIE told over and over again, becomes A TRUTH. This is what we call an art of Making “BAKRAANU KUTRU”. A Typical Example of this is putting an Attractive Young Lady for the Advertisement of A Cosmetic Item. This is what people CONSUME in America and now, around the World.

    Religion is The Biggest Business around the World, now. Gurus, Pundits and Leaders `Make Hay’ out of this. I am Born in the JAIN Family of Surat in December 1926. I believed in AHINSA i.e. “NON-VIOLENCE” during my N.G. Jhaveri JAIN High School years, when Individual Satyagraha of 1939-40 started by Mahatma Gandhi. I did Not Learn about “AHINSA PARAMO DHARMA” i.e. “NON VIOLENCE IS THE BEST RELIGION” during my younger years in Jain Pathshala. There, they make you CRAM `Sutras and Stotras’, i.e. DOGMAS without really explaining their Meaning, as we are very young for that . I later on undrstood the MEANINGS when I `Grew Up’.

    One thing that I have understood from it, is worth considering. “THE WORLD / UNIVERSE IS BIGINNINGLESS AND ENDLESS”. This is as Correct an answer till A Real Answer is Found by Research Scientists. “WHO CREATED THE WORLD?” is the Other aspect.. Jains Don’t Believe in The Trinity of “BRAHMA, VISHNU & MAHESH” as Creator, Maintainer and Destroyer. They Believe in “THEORY OF KARMA” that desides about “LIFE, DEATH & REBIRTH i.e. RE-INCARNATION”. I thought, I should place this here, for some exploration.

    With Respect and Regards.

    Fakirchand J. Dalal
    U.S.A.

    Like

Leave a comment