અત્રૈવ વીશ્વ ભવત્યેકનીડમ્

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

એક શીક્ષક મીત્રે હસતાં હસતાં, છતાં ખેદપુર્વક કહ્યું: ‘શો પ્રજાસત્તાક દીન અને શેનું ધ્વજવંદન? આજે સવારે અમારી સ્કુલમાં ધ્વજવંદન પ્રસંગે પંદર શીક્ષકો અને અગીયાર વીદ્યાર્થીઓ હાજર હતા !’

બીજા એક સાથીએ દલીલ કરી કે, પ્રજા મોંઘવારી, બેકારી, આપત્તીઓ તથા સમસ્યાઓથી ત્રાસીત્રાસી ગયેલી છે એને એવો ઉત્સાહ જ ક્યાંથી રહે કે ચાલો, ભાવ તથા ભાવનાપુર્વક રાષ્ટ્રધ્વજને વન્દના કરીએ !

મેં કહ્યું: ‘પ્રજા સમસ્યાઓ તથા જીવનનાં સુખાનંદ નષ્ટ કરતી આપત્તીઓથી ત્રાસી ગઈ છે. એટલે એને પ્રજાસત્તાક દીનમાં આવો કશો રસ નથી – એવો તમે બચાવ કરો છો, મંજુર ! પરંતુ આજે રજુ થતાં ટી.વી.નાં દૃશ્યો તરફ તમને નજર કરાવું.’ મેં તેઓશ્રીને ચાલી રહેલા એક મહાપર્વરુપ મેળાનું દૃશ્ય બતાવ્યું. લાખો લોકો ઉભરાતા હતા ! નદીના ‘પવીત્ર’ જળમાં મહાસ્નાન કરવા પડાપડી કરતા હતા ! આજના સ્નાનનો મહીમા અપરમ્પાર હતો. એટલે સાંભળેલા આંકડા મુજબ, દસ લાખ માણસો એનું પુણ્ય કમાવા સાત પેઢીનાં પાપ ધોવા પડાપડી કરતા હતા.. પછી અખબારમાંથી વળી અન્ય એક ધાર્મીક જુલુસનું દૃશ્ય મેં તેઓને બતાવ્યું; જેઓ હજારોની સંખ્યામાં રોડ પર નીકળી પડી, ભયંકર ભીડ જમાવી, નીર્દોષ લોકનો ટ્રાફીક જામ કરી રહ્યા હતા. જાતજાતના ‘ધાર્મીક’ (?) પોકારોથી સમગ્ર નગર ધ્વની પ્રદુષણથી ત્રસ્ત હતું. લોકો વધારામાં ફટાકડાય ગજવતા હતા.. એ પછી, મેં પેલા બચાવકર્તા મીત્રને પ્રશ્ન કર્યો કે, ‘તમને લાગે છે કે આ પ્રજા મોંઘવારી, બેકારી, તંગી કે સમસ્યાઓ આપત્તીઓથી ત્રાસીત્રાસી ગઈ છે ? અરે, આ પ્રજા તો ઉત્સાહ – ઉત્સવથી થનગની ને ધમધમી રહેલી સ્પષ્ટ દેખાય છે. એને પોષક ખાણીપીણી કે શુદ્ધ હવા–પાણીની કોઈ તંગી પડતી નથી. એને તો પુણ્યની તંગીની જ ફીકર છે અને એથી વધુને વધુ પુણ્ય કમાવા તે આમ માઈલોના માઈલો દોડે છે, અને આવી કડકડતી ઠંડીમાં નદીનાં  ‘વીશુદ્ધ (!)’ જળમાં ઝંપલાવે છે ! કેટલા અકસ્માત થયા, કેટલા મર્યા, કેટલા દાઝી ગયા ? – એના વીવીધ આંકડા મીડીયા આપતા રહે છે; પરન્તુ કોને કેટલું પુણ્ય મળ્યું ! એનો આધ્યાત્મીક અમુલ્ય આંકડો કે સર્વે જાહેર થતા જ નથી ! અધધધ ! આટલા બધા અને આટલી બધી જાતના બાવાઓ જોઈને જ હું તો દુ:ખીદુ:ખી થઈ ગયો: કશું જ સર્જનાત્મક કામ કર્યા વીના આટલા બધા લાખો માનવીઓ મફતનું ખાઈને આવી અવનવી વેશભુષાનું પ્રદર્શન કરી રહ્યા છે ! આ બધો બોજ તો આખરે આ ગરીબ દેશની દરીદ્ર તથા અભાવગ્રસ્ત પ્રજાને માથે જ ને !

મેળા જેવાં જ વરઘોડા, યાત્રાઓ વગેરેમાં હજારો માથાં હાથી–ધોડા–પાલખી પર સવાર થઈને ધીમી ગતીએ, રોડ રોકી, આગળ વધતાં વારમ્વાર નજરે ચઢે છે અને તે પાછું આ એકવીસમી સદીના (આ દેશમાં તો ‘કહેવાતા’) વીજ્ઞાન યુગમાં ! હે તેઓના ઈશ્વર, તું એમને માફ કરજે; કારણ કે પોતે શું કરી રહ્યા છે તે એ તેઓ ખુદ જ નથી જાણતા !

બોલો, ક્યાં છે મોંઘવારી ? ક્યાં છે જીવન જરુરીયાતની ચીજોની તંગી ? અહીંની પ્રજાને તો હજીય ‘પુણ્યની તંગી’ જ ઘનઘોર પીડી રહી છે અને એથી જ પુણ્યદાયક તહેવારે–પ્રસંગે લોકો ભુરાંટા થઈને પુણ્ય કમાઈ લેવા આમથી તેમ લગભગ બારેમાસ દોડતાં જ રહે છે ! અને સરકારો પણ પોતાના ‘પાપ’ ધોવા આવા પ્રસંગોએ લોકોને બેફામ દોડવાની તમામ સગવડોય કરી આપે છે ! મને ભારે કુતુહલ થયું. એટલે એક અનુભવી કાકાને પુછ્યું, ‘કાકા, આ પુણ્ય એટલે શું ? કથળેલા પાણીમાં ટોળાબંધ ડુબકાં મારવાથી પુણ્ય કેવી રીતે મળે ?’ … કાકા ક્રોધે ભરાયા ને બોલ્યા, ‘હે પાપી જીવ, તું ઘોર નરકમાં જ જવાનો !’ મેં હસતાંહસતાં જવાબ આપ્યો, ‘કાકા એ સ્થળ અહીંના કરતાં તો જરુર વધુ સારું હશે !’ તેઓ વધુ ખીજાયા ને બોલ્યા કે ‘તમારા લોકોમાં રાષ્ટ્રીય ભાવના જ નથી, ધીક્કાર !’

પછી વળી મેં કેટલાક કીશોર વીદ્યાર્થીઓને રોકીને પુછ્યું, ‘અલ્યા ભાઈ, તમે લોકો ધ્વજવંદનમાં કેમ જતા નથી ?

એ ઉગતી પેઢીના ઉત્તરોય સાંભળવા ને સમજવા જેવા છે: એક જણ કહે, ‘કંટાળો આવે છે.’ તો બીજો વળી બોલ્યો કે ‘ત્યારે જ ટી.વી. પર એક મસ્ત કાર્યક્રમ ચાલતો હતો…’

વાસ્તવમાં આ પ્રત્યુત્તર તો બહુમતી યુવાજગતનો જ છે. ત્રીજાએ વળી કહ્યું કે, ‘ઠંડી બહુ લાગે છે !’ અને ચોથાએ તો વળી સૌથી સુંદર જવાબ વાળ્યો અર્થાત્ તેણે તો વળતો પ્રશ્ન જ કર્યો કે, ‘આમ સવારે સવારે ધ્વજવંદન કરવા દોડી જઈ, રજાનો દીવસ બગાડવાની કાંઈ અનીવાર્યતા ? હું તો ઉઠ્યો જ નવ વાગ્યે !’ આવી ઉંઘણશી પ્રજાની જ આ ભાવી પેઢી !

મને લાગે છે, આવા જવાબો એ આપણી અધુરી કે અવળી કેળવણીની જ નીશાની છે. થોડાં વર્ષો પુર્વે કેટલાક ‘સુશીક્ષીત’ ગૃહસ્થો અમને (વગદાર સમજીને) મળવા આવ્યા કહે: ‘આપણાં પાઠ્યપુસ્તકોમાં બધા જ ધર્મના મોટા ધર્મપુરુષો વીશે યા તેઓના ચમત્કારો વર્ણવતા પાઠો છે; ફક્ત અમારા જ આદ્ય ધર્મગુરુ વીશેનો કોઈ પાઠ નથી. તો પાઠક સાહેબ એવો પાઠ એમાં દાખલ થાય એવો કંઈક પ્રયત્ન કરશો ? એવું કંઈક યાદ છે કે બેંગલોર યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર શ્રી નરસૈંયાએ એક વાર કહેલું કે ‘આપણી કેળવણી એક જ હેતુ સીદ્ધ કરે છે – અભણ અંધશ્રદ્ધાળુઓ ઘટાડીને સુશીક્ષીત અંધશ્રદ્ધાળુઓ પેદા કરવાનો !’

તેઓશ્રીની વાત કે ફરીયાદ કે વેદના બીલકુલ સાચી : પેલા પોતાના ગુરુનો પાઠ દાખલ કરાવવા ઉત્સુક એવા સદ્ ગુહસ્થો, જેઓ મને મળવા આવેલા તેઓ, બધા જ  ભણેલા ડીગ્રીધારીઓ હતા, અર્થાત્ સુશીક્ષીત અંધશ્રદ્ધાળુઓ ! જો તેઓ ધર્મગુરુને બદલે, ‘આજકાલ વીદ્યાર્થીઓ ધ્વજવંદનમાં હાજર નથી રહેતા એનું કંઈક કરવું જોઈએ; અભ્યાસક્રમોમાં આજની પેઢીમાં રાષ્ટ્રભાવના પ્રગટે એવા જોરદાર પાઠો દાખલ કરવા જોઈએ.’ એવી કોઈ દરખાસ્ત લઈને આવ્યા હોત તો મને આ દેશના ભાવી વીશે થોડોકેય આશાવાદનો અનુભવ થાત.

આજની પેઢીમાં ‘હું એક ભારતીય છું. ભારત મારો દેશ છે..’ એવી કોઈ સભાન ભાવના પ્રવર્તતી જોવા જ મળતી નથી. યુવાપેઢીને લેશ માત્ર પડી નથી કે, આપણો દેશ કેવી ભયાનક કટોકટીઓમાંથી પસાર થઈ રહ્યો છે અને એવા આ દેશના નાગરીક તરીકે આપણે કંઈક કરવું જ જોઈએ ! એ આપણી ફરજ છે અરે, કેવળ યુવા પેઢીને જ શા માટે દોષ દેવો ? પુખ્તોની જમાત પણ ક્યાં કશી રાષ્ટ્રીય જવાબદારીના ખ્યાલથી સંચીત છે ? ના, એ બધાને તો ઐહીક અસ્તીત્વમાં લખલુટ પૈસા કમાવા છે અને પછી પરલોકમાં ‘સુખી’ થવા માટે પુણ્યનું ભાથું બાંધી જવું છે !

અકસ્માત એ જ પ્રજાસત્તાક દીનની મોડી સાંજે વળી એક વયોવૃદ્ધ સ્વાંત્ર્ય સેનાનીને મળવાનું બન્યું. તેઓ કહે, ‘પાઠક સાહેબ, આવું રાષ્ટ્ર સર્જવા આપણે સ્વાતંત્ર્યસંગ્રામ ખેલેલો, લાઠીઓ ખાધેલી અને કારાવાસ વેઠેલા ?

મેં કહ્યું, ‘એ જ આપણી ભુલ થઈ, આ પ્રજાને સાચા સ્વરુપે ઓળખ્યા વીના જ, આપણે એને માટે આઝાદી લાવવા નીકળી પડ્યા – મોટામાં મોટી ભુલ તો ગાંધીજીની થઈ; જેઓ આ પ્રજાની નાડ પારખી જ નહોતા શકતા, આ પ્રજાને એના સાચા સ્વરુપે બીલકુલ ઓળખતા જ નહોતા. બાકી આપણે સૌ ત્યારે અંગ્રેજ શાસકો પાસે એવી જ માંગણી કરત કે, ‘એમને આઝાદી ભલે આવતાં સો વર્ષ પછી આપજો ! દરમીયાન એમને એક સ્વતંત્ર લોકશાહી પ્રજાસત્તાકના જવાબદાર નાગરીકો તરીકે પાક્કા તૈયાર કરવાની યોજના અમલમાં મુકો !’ વાસ્તવમાં તો અંગ્રજો એ જ સુકાર્ય બનાવી રહ્યા હતા; પણ હીટલરે આખી દુનીયાની સુખશાન્તી, પ્રગતી તથા વ્યવસ્થીત પ્રવૃત્તી અને આયોજન સદન્તર અસ્તવ્યસ્ત કરી નાખ્યા ! બાકી, કૉંગ્રેસની સ્થાપના તથા પંચાયતો, લોકલ બોર્ડ અને પ્રાંતીય ધારાસભાઓ સહીતની અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીય પ્રજામાં લોકશાહી માનસ તથા રાષ્ટ્રીય અભીગમનું ઘડતર નક્કર તથા આવશ્યક રીતે અચુક જ કરી રહી હતી. આ દૃષ્ટીએ આમ અધકચરા તૈયાર થયેલા એક લઘુમતી ભારતે જ ગાંધીજીને ભ્રમમાં નાખી દીધા ! ગાંધીજીએ હીંદીની મહાનતા તથા ભાવી વીશ્વવમાં તેણે પ્રદાન કરવાના મુલ્યવાન (આધ્યાત્મીક) ફાળા વીશે જે મોટામોટા દાવા કર્યા છે. એ વાંચતા આજે તો હસવું જ આવે.

ભરતવાક્ય

એક યુવકને પુછતાં એણે જ સુંદર તથા સાચો જવાબ વાળ્યો કે, ‘વર્તમાન પરીસ્થીતીમાં ભલે આપણે રાષ્ટ્રપ્રેમ યા નાગરીક જવાબદારીની આવશ્યક્તા ચર્ચીએ; પરંતુ એ કોઈ ઈલાજ નથી. માટે જ હું રાષ્ટ્રવાદી નહીં; વૈશ્વવીકતાવાદી છું. માનવજાતને કેવળ સમસ્યાઓથી જ નહીં; સર્વનાશ યા નીકન્દનમાંથી પણ એને ઉગારી લેવાનો આજે એક માત્ર માર્ગ વીશ્વસરકાર જ છે. આજે વીજ્ઞાનની અજોડ તથા અદ્ ભુત પ્રગતીએ વીશ્વને એક નાનકડું રાષ્ટ્ર જ બનાવી દીધું છે.’  –આ યુવક રેશનાલીસ્ટ છે.  

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 2 ફેબ્રુઆરી, 2013ની) લોકપ્રીય કટારરમણભ્રમણ’માંથી.. લેખકના અનેગુજરાતમીત્ર’ ના સૌજન્યથી સાભાર…

 લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક (વાચસ્પતી), એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 ફોન: (02622) 222 176 સેલફોન: 99258 62606

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભસંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNENavi Mumbai 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 08/02/2013

3

62 Comments

 1. ==

  કુમ્ભ કે મહા કુમ્ભના મેળામાં અંતે ધર્મ સંસદ કહેશે રામ મંદીર બનાવો. પછી તો ગૌ હત્યાથી લઈ વડા પ્રધાન માટે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર થશે….

  વાહ !!! વાહ !!!!!!

  હે તેઓના ઈશ્વર, તું એમને માફ કરજે; કારણ કે પોતે શું કરી રહ્યા છે તે એ તેઓ ખુદ જ નથી જાણતા ! –પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

  Like

 2. ભારતમાં આશરે ૫૦ લાખ સાધુઓ છે,એવું કાંતિ ભટ્ટનાં આર્ટીકલમાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું.જો એ સાચું હોય તો?
  આ ૫૦લાખ સાધુઓ કશુજ કરતા નથી.નથી કોઈ વસ્તુ નું ઉત્પાદન કરતા.નથી કોઈ સેવા વેચતા.મફતમાં પ્રજા ના પૈસે લહેર કરે છે.એક સાધુ પાછળ ઓછામાં ઓછા રોજ ૫૦ રૂપિયા પ્રજાના વપરાતાં હોઈ શકે. કારણ ભૂખ્યા તો રહેતા નથી. ૫૦ રૂપિયા કરતા પણ વધારે વપરાતા હોઈ શકે બીડી ગાંજાના પૈસા કોણ આપતું હશે? એમનું ખાવાનું, એમની ચા, દૂધ, ભગવાં કપડા, ફલાહાર, એ તો કમાવા જતા નથી.તો સાદો હિસાબ ગણો.રોજ એક સાધુ પાછળ ૫૦ રૂપિયા એટલે ૫૦ લાખ સાધુઓ પાછળ રોજના કુલ્લે થઇ ૨૫૦૦ લાખ રૂપિયા થયા. અને વર્ષના ૩૬૫ દિવસના થઇ ૯૧૨૫ કરોડ રૂપિયા વપરાતાં હશે. આ તમામ પૈસા પ્રજાના ખીસામાંથી જાય છે. આ તો સીધા સાદા ફેમસ ના હોય તેવા સાધુઓનો પ્રજાના માથે પડતો ખર્ચો છે. ફેમસ ગુરુઓ તો બીજા કરોડો રૂપિયા પ્રજાના ખીસામાંથી ખંખેરી લે છે, કશું કર્યાં વગર. ભારતની ઈકોનોમી માટે ખતરા રૂપ છે, આ સાધુ સંસ્થા. દેશના વિકાસ માટે કોઈ જરૂર નથી આ સાધુઓની. આ સાધુઓ નહિ હોય તો દેશનો વિકાસ સારો થશે. ઈકોનોમી સુધરશે. પ્રજાના મહેનતના રૂપિયા બચશે. ઉપરનું ગણિત ખોટું હોય તો જણાવશો, સુધારી લેવામાં આવશે. આજની મોંઘવારીમાં એક સાધુ પચાસ રૂપિયા વાપરતો હોય તેવું જણાતું નથી..વધારે જ વાપરતો હશે..
  રમણકાકાનો આંખ ઉઘાડનારો લેખ. પહેલા ઘેટાઓ અભણ હતા હવેનાં ઘેટાઓ ભણેલા હોય છે. હહાહાહા

  Like

  1. પહેલા ઘેટાઓ અભણ હતા હવેનાં ઘેટાઓ ભણેલા હોય છે. હા..હા…હા……હા..હા…હા……હા..હા…હા……

   Like

  2. ચોંકાવનારા તાજા વાંચેલા સમાચાર !!

   ૧ અટ્ટો ગટ્ટો તાજો તગડો લોકોનુ ખાઇ પીને મારકણા સાંઢ જેવો એક સાધુ મહાશય અશક્ત અશ્વના રથમા કુંભમેળામા “પાપો ” ધોવા જતો હોવો જોઇએ.
   બીમાર ઘોડો બેસી જતા એને પરાણે રથ ખેંચવા ચાબુકથી ફટકારતા હતા.
   અંતે ઘોડો બેસી પડ્તા વેટરેનેરિયનની સારવાર માટે લઈ જતા ઘોડો મરણ પામ્યો. વે આ નીર્દય, ધાતકી, ક્રુર, ખાટકી, હરામનુ ખાઇને તાગડ્ધિન્ના કરનારઓને શુ કહેવુ ???

   Like

 3. ફક્ત બે સવાલ –
  શ્રી પાઠક સાહેબને – “સ્વતંત્ર લોકશાહી પ્રજાસત્તાકના જવાબદાર નાગરીકો તરીકે પાક્કા તૈયાર કરવાની યોજના અમલમાં મુકો !’ ના જવાબમાં અંગ્રેજોએ નોકરશાહી પૃષ્ઠ બનાવવા શરુ કરેલી ‘કેળવણીની પધ્ધતિ’ અંગે આપને શું જણાવવાનું છે ? (સ્વાતંત્ર્ય પછી કેમ સુધારા ન થયા એ પ્રશ્ન ના પુછશો) પાઠક સાહેબની પહોંચ હતી તો તેઓશ્રીએ રાષ્ટ્રભાષા માટે કેવા પ્રયત્ન કર્યા ?
  શ્રી કંન્તિભટ્ટને – ક્રિશ્ચિયન દેશોમાં આવેલા પાદરીઓની સંખ્યા અંગે આપની પાસે કોઈ આંકડો છે ?
  વધારાની માહિતિ –
  રાયગઢમાં શ્રી નવીન જીન્દાલની ટ્રસ્ટની કોલેજના પટાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકે છે, જે ફરકાવવા માટે તેમને સરકાર સાથે લડત કરવી પડેલી.

  Like

 4. જગદીશભાઇ,
  જગદીશભાઈ સાહેબ, માફ કરજો, પરંતુ :
  1. આજે દેશનું તંત્ર કોનાથી ચાલે છે? સંગીતખુરશી રમતા રાજકારણીયોથી કે તમે જેને “નોકરશાહી” શબ્દ વાપરીને વગોવો છે તે વહીવટ કરતા અમલદારોથી?
  2. ખ્રિસ્તી પાદરીઓ પશ્ચિમના દેશોમાં કેવાં કેવાં ને કેટલાં પ્રજાકીય કામો કરે છે, એ તમે જોયું-જાણ્યું છે? ભારતમાં છે, તેમ તેઓ વસ્તીના અર્ધા ટકા જેટલા તો નથીજ નથી એ તો આખી દુનિયાને ખબર છે.
  પાઠક સાહેબના મુખ્ય મુદ્દા વિશે તમારે કશું જ કહેવાનું નથી? અને કુંભમેળા વિશે પણ?
  —સુબોધ શાહ.

  Like

  1. સુબોધભાઈ,
   માફી માગવાનો સવાલ ઉપસ્થિત થતો નથી, અહી આપણે સૌ વિચારોની આપ-લે માટે આવીએ છીએ. દરેકને પોતપોતાના પર્સેપ્શન હોય છે એ વ્યક્ત થતા હોય છે.
   મારુ જીવન ગાંધીનગરમાં જ પસાર થયું છે અને સરકારમાં ક્લાસ વન ઓફીસર તરીકે પણ લોકોને ધ્યાનમાં રાખી ‘નોકરી’ કરવા બદલ ૨૩ વર્ષની નોકરીમાં પનીસમેન્ટ ભોગવવા સ્વરુપે ૧૧ વર્ષ કુટુંબથી દુર રહ્યો છું. આમ અમલદારી અને અમલદારોનો અનુભવ છે જ. મારો મુદ્દો અંગ્રેજોએ દાખલ કરેલી કેળવણીની પધ્ધતિ અંગેની હતો, જ્યાં અને જે સમયે ખરેખર દેશદાઝનું ઘડતર થાય.
   ભારતના ઘણા ધાર્મિક સંસ્થાનો સમાજોપયોગી કાર્યો કરે છે જ એ પણ નોંધ લેવી ઘટે.
   બાકી રહી વાત લખાણની તો, હું જે TAT (Thematic Aperception Test,)
   http://en.wikipedia.org/wiki/Thematic_Apperception_Test
   શીખ્યો છું એ મુજબ લખાણ Unrelated Imagery ની કક્ષા માં આવે. આપને આંકડાકીય માહિતીમાં રસ હોય તો http://lermanet.com/cisar/usa/040101.htm જોઈ જશો.
   છેલ્લે, મને મંદીરો અને ભગવાનમાં રસ નથી મનુષ્યમાં જ રસ છે. આથી કુંભમેળા વિષે શું લખું ?

   Like

 5. A scholar said, ” Never underestimate the power of stupid people in large group.”

  With referance to those DHARMIC people going to KUMBHMELA…..
  Osho said,” The real question is not whether life exists after death.
  The real question is whether you are alive before death.”

  Today in India / Hindustan / Bharat, we do not have any Indian / patriot with patriotism.
  We have Gujaratis, Marathis, Bengalis, Telugu, Kannad, Punjabis and…….but NO INDIAN….
  We have, Hindu, Muslim, Christian………..
  We have, Brahmin, Khshtriya, Vaishya and politically recognised Shudras.
  We have, Nagar Brahmin, ….Bhrahmin.( How many subcasts ?)…Vaniya ( How many wadas ? ), Jain (2 subcasts ?), Suthar, Lohana, mochi, and Patels( How many subcasts ? )….and….
  Muslims…Shia, Sunni, and many more different other kind of muslims…..
  We have politicians and common man, (Citizen ? )
  We have Rich and Poor…..
  Voltaire said, ” The comfort of the rich depends upon an abundant supply of the poor.”
  Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of truth.”

  and……………..

  Some one defined Blind Faith as, ” BElief without true understanding, perception, or discrimination.”

  Prof. Raman Pathak’s article is eye opening.
  Shri, Raol’s economics is making the reader, ‘ think.’

  India, today, is divided into two……Pre and post independant India.

  Having known the truth about the desire to get independence and the reality of current ‘state of the indipndant India’……, a lyric comes to my mind….

  ” Woh subaha kabhi to aayegi…..Woh subaha….
  ……….
  ……….
  Jis subaha ki khatir jug jug se
  ham sab mar mar ke jite hai,
  jis subaha ke Amrutki dhun me,
  Hum jhaharke pyale pite hai,
  In bhukhi pyasi ruhon par ek din to karam farmayegi
  woh subaha kabhi to aayegi……

  India, today, is passing through political & religious conflicts..
  ..No one can pridict it’s future after 15 – 20 years…..

  Will there be 15th August or 26th January ?????????????????????????for INDIA ???????????????????????????????????????????????????????

  Who is responsible ??????????????A difficult question.(Hundreds of factors worked and working………)

  Amrut Hazari.

  Like

 6. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લોકોને રસ નથી પડતો તે એક કડવી અને વાસ્તવિક હકીકત છે.

  કારણો ?

  આપણે રાષ્ટ્રીય ભાવના કે નાગરીકત્વ ની સમજ જ નથી વીકસાવી શક્યા. હજુએ આપણે પ્રાંતીય / ભાષાકીય / ધાર્મીક / સામાજીક / આર્થીક રીતે વર્ગીકૃત અને વીભાજીત ટોળાઓ જ છીએ. આપણામાં ભારતીયો કેટલા? સાચો ભારતીય કદાચ એકે નહીં હોય.

  કુંભને આટલો મોટો જન સમૂહ કેમ મળે છે?
  પુણ્યની લાલચ. આટલા બધા બાવાઓ અને તેમના ચેલાઓ આ બધા કુંભમાં ઉમટી પડે અને જીજ્ઞાસાથી કેટલાંક વીદેશીઓ આવી ચડે. તે બધાનું કવરેજ કરવા મીડીયાવાળાની ફોજ ઉપડે. અને રાજકીય રોટલો શેકવા રાજકારણીઓ પહોંચે એટલે પછી ઘેંટાઓ અને ગોવાળો ખાબોચીયામાં નહાવા અને નવરાવવા પહોંચી જાય. ઘરે બેસીને શુદ્ધ પાણીમાં નહાઈને થોડો વખત ધ્યાન કરે તો યે અંત:કરણ વધારે શુદ્ધ થાય. સાચું સમજાવે તો બાવાઓનો ધંધો કેવી રીતે ચાલે?

  અંગ્રેજો ગમે તેટલા કુશળ હતા તો યે ગુલામી ઈ ગુલામી. ગુલામ રહીને જીવવા કરતાં તો હાલની સ્વતંત્રતા સારી જ ગણાય. જરુર છે માત્ર કકળાટ કરીને બેસી રહેવાને બદલે નાગરીકત્વ જગાડવાની. ધર્મ / રીત રીવાજો / કર્મકાંડો / વિધિઓ આ બધું પેઢીઓથી જન માનસમાં ઘુસી ગયું છે. તેને ધ્યાન અને વૈજ્ઞાનિક સમજ દ્વારા બદલવું પડશે. વિજ્ઞાનને ય અધ્યાત્મ દ્વારા લાવવું પડશે અને નાગરીકત્વએ અદ્યાત્મ દ્વારા લાવવું પડશે. આ દેશની પ્રજાના રંગસુત્રોમાં ધાર્મિકતા ભળી ગઈ છે. અહીં સઘળા સુધારાઓ ધર્મની મારફતે જ કરાવવા પડશે.

  એક વખત પ્રજા સ્વનિર્ભર બની જશે અને સ્વતંત્ર રીતે વિચારતી થશે પછી આપોઆપ બીનજરુરી બાબતો દૂર થતી જશે.

  સહુથી વધુ પાયાની બાબત છે શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમ. ધર્મની બાબતે ગમે તેટલા બખાળા કાઢવાથી પ્રજાની ધાર્મિકતા નહીં જાય પણ શિક્ષણ આવશે, દેશ દાઝ આવશે એટલે સંકુચિતતા / ધર્માંધતા આપો આપ છુટશે.

  આવા મેળાઓ હિંદુઓને એકત્ર રાખવામાં ઉપયોગીએ છે. જ્યારે હિંદુસ્તાન માટે કોઈ નથી બોલી શકતું તેવે વખતે બાવાઓ અને તેમના આંધળા ચેલાઓ ગુરુઓના એક ઈશારે પ્રાણ દેવાએ તૈયાર થઈ જાય છે તે ય ન ભુલવું જોઈએ.

  Like

   1. ગુરુઓના આંધળા ચેલાઓના નામ જાણવા છે?
    તો જાણી લ્યો ગુરુ ગોવીંદસીંહે આખે આખી વેપારી પ્રજાને લડાયક બનાવી દીધી.

    સમર્થ રામદાસે શીવાજી જેવા ચેલાઓ દ્વારા મજહબી મુલ્લાઓને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધેલું

    શંકરાચાર્યે નાગા બાવાઓની જમાત દ્વારા બૌધ્ધોના માથા વાઢી ને તડીપાર મોકલી દીધા.

    ક્યારેક એકાદ નાગા બાવાને છંછેડી જોજો – બ્લોગ પર એકે કોમેન્ટ કરવા લાયક નહીં રહેવા દે.

    Like

   2. હવે પછી મારી સાથે અસંદર્ભ કોમેન્ટ કરવી નહી. વિષયને સુસંગત મુદાવાર લખવું.

    Like

 7. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાની ગાંધીજીની આગેવાનીમાં જે લડત ચાલી એ વખતે જે સર્વત્ર દેશ ભક્તિનો જુવાળ હતો એ સ્વતંત્રતા મળ્યા પછી દેશ ભક્તિમાં
  ઓટ કેમ આવી ?

  સ્વાતંત્ર્ય દિવસે ધ્વજ વંદન વખતે શિક્ષકો કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એ
  શું બતાવે છે ? નવી પેઢીની રાષ્ટ્રભાવના પ્રત્યેની ઉદાસીનતા એક દુખદ હકીકત છે .

  કુંભમેળામાં દશ લાખની મેદની એક જ જગાએ ગંગા નદીમાં નાહીને પુણ્ય કમાવા
  ભેગી થાય એ 21મી સદીનું મોટું આશ્ચર્ય જ કહેવાય !

  સૌને બે ઘડી વિચારતા કરે એવો સરસ લેખ લખવા માટે પ્રા .રમણ પાઠકને અભિનંદન .

  Like

 8. It is a good article to read & think over it. I have agreed with Hazari Amrut’s comment s & opinion. I have enjoyed your article & I fully agree with author.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 9. બાવાઓ પૈદા કરવાનો તેઓને પોષવાનો વિચાર આપણને કેમ આવે છે .એમનો નાશ કરવાનો વિચાર કેમ નથી આવતો .ભણેલા તેજસ્વી યુવાનો કે જેઓ દેશ સેવા માટે કેમ તૈયાર કરવામાં નથી આવતા ?તેઓને બાવા બનાવીને ગર્વ લેનારા અભણ મહંતોને કેમ પડતા નથી મુકાતા .?એમની પાછળ પાછળ ગાંડા ની જેમ ફરે છે . ખબર નથી પડતી

  Like

 10. Friends,
  Here I am posting some interesting informations published in most current TIME magazine dated Feb 18, 2013, published from New York USA. This post will be read all over the world.

  WORLD Briefing :

  India’s Ultimate Pilgrimage.

  India untill March 10, masses of Hindu devotees will assemble to bathe in the Ganges River as part of Kumbh Mela, a once-every-12-years religious pilgrimage that’s billed as ” the largest gathering on earth.” Here are three essential facts.
  (1) IT’S HUGE. For 55 days (which began Jan.14), up to 80 million pilgrims will descend on Allahabad in the northen Indian state of Uttar Pradesh, making Kumbh Mela the largest pilgrimage in the world. By comparison, last year’s Muslim pilgrimage to Mecca participants.

  (2) IT’S (SOMEWHAT) CLEAN. To prevent disease, 6000 day laborers will clean up about 56 tons of garbage a day and bury human waste in 4,000 pits, spraying bleach and DDT along the way. There are also 250 doctors and 15 field hospitals to deal with medical emergencies, along with 14,000 police officers.
  (3) IT’S GOT ITS OWN ELECTRICAL GRID. To accomodate the influx, the state – run power company put up a temporary electrical grid with 130,000 connection points, 45 disel generators and 53 substations. This is particularly awe-inspiring in a country where almost a third of households don’t have enough juice to power a lightbulb.
  ***************************************************************************************************
  * Wastage of man power, manhours , utility, finance, = Economy ?
  * Environmental pollution. = Hygiene. ? IT’S (SOMEWHAT) CLEAN. ????????????????????????????????????????????????????????????
  * Water pollution. = Hygiene. ?
  and ?????????????????????????????????????????????????
  THIS IS INDIA’S AGE OLD DISEASE. (May be 5000 years old). NO CURE. HINDUS DO NOT WANT CURE….BECAUSE A DIP IN PAVITRA GANGA CAN GIVE THEM……..
  PAP-NASH, SWARGAROHAN, PAVITRATA, MOKSHA – NO OTHER/ NEXT BIRTH……MOKSHA….MOKSHA…..MOKSHA……MUKTI……

  Amrut Hazari.

  Like

  1. પાણીને આંગળીએ લગાડી છંટકાવ કરી ન શકાય એટલા વાઈરસ અને બેકટરીઆથી છલોછલ ગંગામાં ડુબકી મારનારાઓમાં સોનીઆ ગાંધી, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી આવે છે…

   જુઓ બીબીસી હીન્દી ઉપર ગંગાને અપવીત્ર કરનાર કોણ?…..

   Like

  2. THIS IS INDIA’S AGE OLD DISEASE. (May be 5000 years old). NO CURE. HINDUS DO NOT WANT CURE….BECAUSE A DIP IN PAVITRA GANGA CAN GIVE THEM……..
   PAP-NASH, SWARGAROHAN, PAVITRATA, MOKSHA – NO OTHER/ NEXT BIRTH……MOKSHA….MOKSHA…..MOKSHA……MUKTI……

   હઝારી સાહેબ
   આપ કેટલા વખતથી બ્લોગીંગ કરો છો? કોઈ આપને ગુજરાતી લખતા કરી શક્યું નથી તો આ તો ૫૦૦૦ વર્ષથી ચાલે છે. જો તમે થોડુંક ગુજરાતીમાં લખવાનું ન શીખી શકતા હો તો આમને કોણ સુધારી શકે?

   Like

 11. Please add./ correct….(1)…………By comparison, last year’s Muslim pilgrimage to Mecca had about 3 million participants.
  Thanks.
  Amrut.

  Like

 12. For Mr. Hazari – (Something more to note..)
  http://world.time.com/2013/01/15/the-kumbh-mela-inside-the-worlds-single-largest-gathering-of-humanity/
  (By Ishaan Tharoor. Jan. 15, 2013)
  “According to a separate team of academics, what was once “horrid spectacle” for outsiders is now not only instructive but also actually good for you. Based on six years of studying smaller Melas on the Ganges, a group of Indian and Western researchers have published a paper in PLOS One journal arguing that the experience of participating in such mass, collective rites has long-term benefits for the individual. Compared with a sample group not attending the festival, those who did, the study found, reported improvements both in their health and broader state of well-being. The cause for that, researchers say, is not the result of being immersed in the Ganges’ muddied waters, but the act of discovering oneself amid an endless sea of others bent on the same spiritual quest. Stephen Reicher, a psychologist at the University of St. Andrews, in Scotland, who worked on the study, writes in the Guardian: –
  Our analysis… shows it is the sense of intimate social relations – that we are not alone, that we can call on others, that these others form a “social safety net” for us – that creates improvements in well being once [devotees] leave the Ganges and go back to their everyday lives.

  Like

 13. कुंभ के दौरान और ‘मैली हो गई गंगा’

  अब इस बात की पुष्टि हो गई है कि गंगा जल में स्वयं शुद्धि की अपार क्षमता के बावजूद बड़ी संख्या में लोगों के सामूहिक स्नान से नदी में प्रदूषण का स्तर बढ़ जाता है.

  उत्तर प्रदेश प्रदूषण नियंत्रण बोर्ड ने इलाहाबाद में गंगा जल की गुणवत्ता का विश्लेषण किया है. इससे पता चला है कि पिछली 14 जनवरी यानी मकर संक्रांति के दिन गंगा में बायोकेमिकल ऑक्सीजन डिमांड (बीओडी) का स्तर बढ़कर 7.4 मिलीग्राम प्रति लीटर हो गया था.

  यह निर्धारित अधिकतम सीमा से चार गुना ज्यादा है.

  अनुमान है कि मकर संक्रांति के दिन प्रयाग में लगभग एक करोड़ लोगों ने ‘अपने पापों से मुक्ति और सुखी जीवन के लिए’ संगम और उसके आस पास गंगा स्नान किया था.

  बोर्ड द्वारा निर्धारित मानक के अनुसार नदी में अधिकतम बीओडी दो मिलीग्राम प्रति लीटर हो सकता है.

  इस अध्ययन से पता चलता है कि मकर संक्रांति के दिन गंगा की ऊपरी धारा में रसूलाबाद घाट पर बीओडी 5.6 था. यह आगे शास्त्री पुल के पास बढ़कर सात हो गया और संगम पर यह 7.4 प्रतिशत था.

  प्रदूषण नियंत्रण बोर्ड द्वारा तैयार चार्ट के मुताबिक़, मकर संक्रांति से एक दिन पहले यानी 13 जनवरी को संगम के पानी में बीओडी का स्तर लगभग आधा यानी 4.4 दशमलव था.

  Like

 14. પંદર શિક્ષકો અને અગિયાર વિદ્યાર્થી….પાંચ પોલીસ અને પંદર ફોજદાર જેવું થયું ગણાય.ઠીક…ભારતને આઝાદી આપવાની વાત આવી ત્યારે અર્લ એટલી વડાપ્રાધાન હતા અને ચર્ચીલ વિરોધ પક્ષના નેતા હતા…ચર્ચીલે કહ્યું હતું કે ભારત એ લોકોનું ટોળું છે પ્રજા નથી. તમારી પાસે આઝાદી આપવા સિવાય બીજો ઉપાય નથી એટલીએ જવાબમાં એવું કહેલું કે બટકું રોટલો અાપીને હવે એમને ગુલામ રાખી શકાય તેમ નથી….
  જ્યારે વી.કે.કૃષ્ણમેનનને પેટા ચૂંટણી જીતાડવા સને ૧૯૫૪માં દીવ-દમણ-ગોવા પર સ્વ.જવાહરલાલે લશ્કરી પગલું ભર્યું ત્યારે જુવાનીયા એટલા માટે દુ:ખી થયા કે સવારે દશ વાગ્યે ગોવા રેડિયો પરથીઆવતા
  ફિલ્મી ગીતોનો પ્રોગ્રામ બંધ થયો. અા છે અાપણી દેશભક્તિ…મારે વિશેષ કંઇ કહેવું નથી જયહિંદ.

  Like

 15. સમાજ બ્રાહ્મણવાદના વર્ચસ્વમાંથી બહાર અાવતો નથી.અમારા એક મિત્રની દીકરી અમેરિકામાં સારી યુનિવર્સીટીમાંથી એમ.ડી.થઇ તેની સાથે અભ્યાસ કરતા અને એમ.ડી. છોકરાને તેણે પસંદ કર્યો.છોકરીના પિતા
  કાશ્મીરી બ્રાહ્મણ છે અને છોકરાના પિતા દક્ષિણ ભારતના બ્રાહ્મણ છે. હવે વાત એમ છે છે કે છોકરીની મા કહે છે અમે એમનાથી ઊંચા બ્રાહ્મણ છીએ. ઊંચનીચને માપવા માપદંડ ક્યાંથી લાવવો ? ??અમેરીકા અાવીને સુશિક્ષિત એવા અાપણે નાતજાત ભૂલી શકતા નથી તો અભણ પ્રજાને શું કહેવું ?? ? મારા એક પટેલ મિત્રએ વાત વાતમાં મને કહેલું કે અમારામાં અમીન પટેલ અમને પટેલ ગણતા નથી.તો બીજાને તો માણસમાં ન ગણે તેમાં નવાઇ શી ??? જ્યાં સુધી નાતજાત/કોમના વાડામાંથી અાપણે બહાર નહિ અાવીશું ત્યાં સુધી દેશમાં એકતા અાવશે નહિ –અને ત્યાં સુધી દેશ સુખી થશે નહિ એ નિર્વિવાદ વાત છે અસ્તુ.

  Like

 16. કુંભમેળામા જ્ન્મોના પાપો ધોનારા પાપી હોવાનુ પોતે જ પુરવાર કરે છે..
  એવાઓના પાપો ધોવાયા ? ? ? અશક્ય !!! કોઇ કાળે નહીં ! ! !
  સમર્થનમા ૫૫ વર્શ પહેલાની કવીતાનો સાર સાદર રજુ છે.

  ” કડવી તુંબડી રે તું તો હરીભજન કરી લેને, પાપો ધોવા,કાશી ગઈ અને મથુરા ગઈ
  અરે ! પૂનમે પૂનમે ડાકોર ગઈ તોયે કડવી ને કડવી જ રહી.

  પહેલા અભણ અંધશ્રધ્ધાળુઓ હતા અને આજે ભણેલા અંધ્ધશ્રધ્ધાળુઓ છે.
  કંઇ કેટલાઓ ક્મ્પ્યુટરને કારને ચોખા ચાંદલા ને પુશ્પો અર્પણ કરનારાઓનો સુમાર નથી.

  Like

 17. A friend in need is……Atulbhai, mane Gujarati lakhta nathi aavadtu tenu tamne dukh chhe ane gusso pan chhe. Samji saku chhu. Tamari lagani sar aankho par. Gusso aapno potano dushman hoi chhe. I am now trying to write in Guj.fonts. It will take some time. Premthi thodi rah jova vinanti chhe.
  Gussa mat karo…prem se baate karo……Gusso karvo ae pap chhe. Gitama Shri Krishna pan ej kahe chhe.

  One sentence written by Shri Karasan Bhakta is sufficient to sumup the subject…..” Kumbhmerama janmona papo dhonara papi hovanu potej purvar kare chhe.”
  Two comments written by Dr. Kishore Modi are strong enough to clear the doubts in many minds.

  Like

  1. શ્રી અમૃતભાઈ,

   આપની વાત સાચી છે. કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. જો કે યોગ્ય સમયે કરવામાં આવેક ગુસ્સાને મન્યુ કહે છે. કાયમ ક્રોધ કરવો તે બેશક દુર્ગુણ છે. આ રેશનલ લોકોનો બ્લોગ છે તો મને અપેક્ષા હોય કે અહીં રેશનલ રીતે વાત થાય. માણસો કુંભમાં શા માટે જાય છે અને તેને આટલો પ્રતિસાદ કેમ મળે છે તે બાબતે વિચારવાને બદલે તેમને પાપી ઠેરવી દેવા તેને હું રેશનલ વિચાર ગણતો નથી. અમેરીકા સમૃદ્ધ દેશ છે અને લોકો સમૃદ્ધિ મેળવવા ત્યાં જાય છે તો શું તેનો અર્થ તેવો કરી શકાય કે જે લોકો ગરીબ છે તેઓ જ માત્ર અમેરીકા જાય છે? જેઓ અહીં સમૃદ્ધ છે તેઓ વધુ સમૃદ્ધ બનવા માટે ય અમેરીકા જાય છે. હું કુંભમાં લોકોએ જવું જોઈએ કે ન જોવું જોઈએ તે નથી કહેતો પણ લોકો શા માટે જાય છે તે જાણવા પ્રયાસ કરતો હોઉ છું. તેવી જ રીતે દરેક ઘટના કે બાબત શા માટે બની તેનો વિચાર કરતો હોઉ છું.

   પ્રેમપૂર્વક
   અતુલ

   Like

 18. કુમ્ભ કે મહા કુભમાં લોકો જાય છે અને એમાંથી ઘણાં ઓળખીતા અને નજીકના સબંધી પણ હોઈ શકે છે અને આ સંખ્યા હજારો કે લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે.

  છાપામાં સમાચાર છે કે પાંચ કરોડથી વધુ લોકો કુમ્ભમાં સ્નાન કરશે….

  Like

 19. હઝારી અમૃત તો ગુજરાતી શીખીને લખશે પણ ખરા. પણ આ જગદીશભાઈ કેમ અંગ્રેજીમાં લખવા માંડ્યા? ગુસ્સા ઇતના હસીન હૈ તો પ્યાર કૈસા હોંગા??? હહાહાહા હઝારી સાહેબની વાત સાચી છે અહી માનવો નથી રહેતા અહી વાણીયા, બ્રાહ્મણ, રજપૂત, ગુજરાતી, બંગાળી, પંજાબી વગેરે વગેરે રહે છે. ઘણાં દેશોમાં ૫૦ લાખની વસ્તી પણ હોતી નથી ત્યાં પાદરીઓ કેટલા હોઈ શકે? ગ્રેટ બ્રિટન કરતા નિઝામનું હૈદરાબાદ મોટું હતું.. આતો કામ કરતા જોર આવે છે તેવા લોકો બાવા બનતા હોય છે. ગંગાનું પાણી એટલું દુષિત છે કે પીવાની વાત છોડો નાહવા લાયક પણ નથી તેવું કહે છે. ગંગા કિનારે આવેલા આશ્રમોની ગટરો સીધી ગંગામાં જતી હોય છે. કુંભમાં માણસો સ્વર્ગની ટીકીટ બુક કરાવવા જાય છે. અને એ બહાને રામ તેરી ગંગાને મેલી કરતા આવે છે.

  Like

 20. Snehi Shree Atulbhai and Mitro,
  I am with you. Yes, the psychology and belief or reason behind the act, of every individual is differant. COMMON BACKGROUND is “FAITH.”
  The most recent news in Gujarati News paper, Gujarat samachar :” Sonia Gandhi, Rahul Gandhi and Narendra Modi will be going to Kumbh Mela.” They all have their own reason…Narendrabhai is going to have his name announced with the blessings of mahanto, sadhuo…to win and become Prime Minister of India.
  Sonia must be worried to retain congress’s rule in the center.(Political Game)

  Also there is news about film personalities, Ekata Kapoor and Huma Kureshi going to Kumbh Mela…They may have their own reasons.

  Poor is visiting with his/her own problems,…Rich is having his/her own problems…..

  In a way all are having a common reason…”.TO GET OWN PROBLEM’S SOLUTION.”

  COMMON FACTOR is: OWN / PERSONAL PROBLEM. It may be spelled as..PAP…..or…..PERSONAL NEED.

  Very interesting reason has been discussed in the same issue of GS by Bhalchandra Jani. HOTLINE:Heading: ” Dharmik mahatva dharavta Kumbh Melama vipul dhandhadhari tak dekhai chhe… Vepariyone.”

  It is a very furtile subject for research and some one can get a Ph.D degree also.

  Thanks.
  Amrut Hazari.

  Like

 21. for Mr jagdishbhai-
  જ્યાં સર્વાઈવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રીસોર્સીસ ઓછા હોય ત્યારે સર્વાઈવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રીસોર્સીસ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઈવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લીમીટેડ રીસોર્સીસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લીમીટેડ રીસોર્સીસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે. આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર. અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રીઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઓનલાઈન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે એમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.

  Like

 22. ૧૯૫૪માં અલ્હાબાદમાં યોજાયેલા કુંભમેળામાં ભોગદોડથી ૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે હજારો લોકો ઘાયલ થયાં હતાં.
  ૧૯૮૬માં હરિદ્વારમાં પણ આ પ્રકારની ભાગદોડથી ૫૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો
  ૧૯૯૯માં કેરળમાં એક ધાર્મિક સ્થળે ભાગદોડ થતાં ૫૧ લોકો માર્યા ગયાં હતાં
  ૨૦૦૩માં નાસિકના કુંભમેળામાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અનેક લોકો ઘાયલ થયાં હતાં
  ૨૦૧૧માં કેરળના શબરીમાલા મંદિરમાં સર્જાયેલી ભાગદોડથી ૧૦૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો
  ૨૦૧૧માં ઉત્તરાખંડના હરિદ્વારમાં ગાયત્રી મહાકુંભમેળામાં ૨૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં.
  ૨૦૧૨માં ઝારખંડના દેવધર જિલ્લામાં એક આશ્રમમાં ભાગદોડથી ૧૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં.
  ૨૦૧૨માં બિહારના પટનામાં છઠ્ઠ પૂજા દરમિયાન ભાગદોડ થતાં ૧૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  Like

  1. http://sandesh.com/article.aspx?newsid=119685મહાકુંભમાં રવિવારે મૌની અમાવસ્યાનાં બીજાં શાહીસ્નાનના પ્રસંગે સાંજે સેક્ટર-૧૨માં મચેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુ માર્યા ગયા હતા. બીજી બાજુ મહાકુંભની ભારે ભીડને કારણે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર ફૂટબ્રિજ તૂટી પડતાં ૨૦થી વધુ લોકોનો મોત નિપજ્યાં હતાં.

   મુર્ખ મૃતાત્માઓને શ્રદ્ધાંજલી

   Like

 23. ઈ.સ. ૧૭૬૦ કુંભ મેળામાં વૈરાગી સાધુઓ વચ્ચે ઝઘડો થયો. મોટા ભાગે પહેલું કોણ સ્નાન કરે તે બાબત ઝગડા થતા હોય છે. સંસારીઓ તો ઝઘડે માની શકાય પણ વૈરાગી સાધુઓ ઝઘડે? પતિપત્ની ઝઘડે, એ તો ઝઘડવા માટે જ ભેગા થયા હોય છે. હહાહાહા, કેટલા મરાયા? પુરા ૧૮૦૦૦ કરતા પણ વધારે. નો પ્રોબ્લેમો અબજ કરતા પણ વધારે થવાના છીએ.

  Like

  1. ડીકલેર્ડ-અનડીકલેર્ડ યુધ્ધો કરતા, ” ધર્મયુધ્ધોમા ” મોટી સંખ્યામા જાનહાની થયાની ઐતિહાસિક હકીકતથી ભાગ્યે જ કોઇ અજાણ હશે.

   Like

 24. કશું પણ કામ ના કરનારા આ સાધુઓનું પોષણ ભારતના ગરીબ, તવંગર અને મધ્યમ વર્ગના માથે છે. જાણીતા કથાકાર મોરારીબાપુ ૨૦ વર્ષ પહેલા કુંભ ગયેલા ત્યારે ગુજરાતીઓ ગાંડા થઇ, કુંભમાં સંખ્યા વધારવાનું પુણ્ય કમાવા દોડી ગયેલા. ૨૦ વર્ષ પહેલા ૧૫ લાખના ખર્ચે ભવ્ય વ્યાસપીઠ વાળો મંડપ બાંધેલો. ને એમને ટાઢ, તડકા ને વરસાદની અસર ના થાય માટે એક લાખનો એમનો પર્સનલ તંબુ વોટરપ્રૂફ બાંધવામાં આવેલો. કોના પૈસા? જેણે આપ્યા હશે, ગરીબ, તવંગર કે કાળા બજારીયાયે, કમાવા મહેનત તો કરીજ હશે ને?

  Like

 25. *કાંતિ ભટ્ટ શ્રી ઉવાચ,,,,,હજારો લોકો પાણીમાં નહાય એટલે શ્રધ્ધાથી પાણી ઈલેકટ્રીફાય થાય, એનર્જી વાળું થાય, મૌની અમાસના દિવસે સ્નાન કરવા વાળા કુંવારા કન્યા અને મુરતિયાને સારી કન્યા કે મુરતિયો મળે, અદાલતના ઝઘડા શાંત થાય.
  ક્યાં ગયું વિજ્ઞાન? હહાહ્હા

  Like

 26. મહાકુંભમાં રવિવારે મૌની અમાવસ્યાનાં બીજાં શાહીસ્નાનના પ્રસંગે સાંજે સેક્ટર-૧૨માં મચેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુ માર્યા ગયા હતા. બીજી બાજુ મહાકુંભની ભારે ભીડને કારણે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર ફૂટબ્રિજ તૂટી પડતાં ૨૦થી વધુ લોકોનો મોત નિપજ્યાં હતાં.http://sandesh.com/article.aspx?newsid=119685

  મુર્ખ મૃતાત્માઓને શ્રદ્ધાંજલી..

  Like

 27. મહાકુંભમાં રવિવારે મૌની અમાવસ્યાનાં બીજાં શાહીસ્નાનના પ્રસંગે સાંજે સેક્ટર-૧૨માં મચેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુ માર્યા ગયા હતા. બીજી બાજુ મહાકુંભની ભારે ભીડને કારણે અલ્હાબાદના રેલવે સ્ટેશન પર ફૂટબ્રિજ તૂટી પડતાં ૨૦થી વધુ લોકોનો મોત નિપજ્યાં હતાં.http://sandesh.com/article.aspx?newsid=119685
  મુર્ખ મૃતાત્માઓને શ્રદ્ધાંજલી…

  Like

  1. અલ્હાબાદ રેલ્વે સ્ટેશન મેનેજરનું કહેવું છે સ્ટેશનમાં આવનારાઓએ પ્લેટફોર્મ કે બહારગામ જવાની ટીકીટ કઢાવેલ જ નહોતી. કોને ખબર ક્યાં જવાની ટીકીટ કઢાવેલ?

   Like

 28. Dr. Pratapbhai Pandya
  Feb 8 (3 days ago)
  from: Pratapbhai Pandya
  to: Govind Maru

  પરમ સ્નેહી ગોવિદ ભાઈ મારુ

  વંદન અને અભિનન્દન.

  હમણાં હું વ્યસ્ત રહું છું એટલે આપની પોસ્ટ નો પ્રતિભાવ આપવાનું રહી જાય છે પણ આ વખતે રહી શકતો નથી. આપણા દેશ ની પ્રગતિ અને વિકાસ અટકાવી દેનારા ધાર્મિક સામાજિક અને અંધ શ્રદ્ધા વાળા તમામ નાગરિકો ની પ્રવૃત્તિ ની નગ્ન સત્ય હકીકત લેખકશ્રી એ ખુબ જ વિગતવાર પ્રસ્તુત કરી છે સમગ્ર દેશના સુજ્ઞ વાચકો સર્જકો સાહિત્યકારો અને વૈજ્ઞાનિકો તેમજ સમજદાર નાગરિકો સૌ નીડર બની એક સાથે આંદોલન કરી અવાજ ઉઠાવે તો સમાજ ને ભાર રૂપ અને રાજકીય સ્વાર્થી સત્તા લોભી નેતાઓ સાથે ધર્મ ને નામે ધતિંગ ચલાવનારા ઢોંગી નાગરિકો ને ખુલ્લા પાડી દેવાનું કામ આપણે એક જાગૃત નાગરિક તરીકે કરવું પડશે સમગ્ર જન સમાજ આ બાબત ગંભીર તા થી વિચારી અવાજ નહિ ઉઠાવે ત્યાં સુધી આ પરિસ્થિતિ ભોગવવાની રહેશે એવું મને લાગે છે. આ બાબત કોઈ ભાઈ કે બહેન આ દેશને આ ભયંકર અંધ શ્રદ્ધા ના ચક્રવાત થી મુક્ત કરવાનું આયોજન કરે તો હું તન મન ધન થી સાથ આપવાની ખાતરી આપું છું
  લેખક શ્રી ને લાખ લાખ વંદન અભિનન્દન…

  પ્રતાપ પંડ્યા

  પ્રમુખ
  ગુજરાત પુસ્તક પરબ
  વડોદરા

  Like

 29. મેળા એટલે મેળાવડો એટલે મળવું અને સંવાદ પણ કરવો. વિચાર વિનિમય કરવો. પોતાના અભિપ્રાય અને માન્યતાઓ રજુ કરવી. બાવાઓ, સાધુ સંતોને પણ નાગરિકતા છે. તેમને પણ પોતાની ઇચ્છાઓ, માગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર અને હક્ક છે. ઉત્સવો અને મેળાઓ આનંદ માટે છે. જો સરકાર ઈચ્છતી હોય કે લોકો આનંદ કરે, તો તેણે પૂરતી સગવડ આપવી જોઇએ. બાવાઓ, સાધુ સંતો પોતાનો અભિપ્રાય રજુકરે તેથી કોઈએ તંગ થવાની જરુર નથી.

  Like

 30. ATULBHAI,

  નાગા બાવા ને લખતા આવડે.? મુસલમાન રાજ વખતે કયાં હતા ?
  mahesh

  Like

  1. મહેશભાઈ,

   નાગાબાવાઓ સામાન્ય રીતે અઘોરપંથી હોય છે. તેમને લખતા ન આવડે પણ અગડં બગડં મંત્રો બોલતા આવડે. માનવ ખોપરી લઈને ફરતા હોય છે જેને તેઓ ખપ્પર કહે છે. પશુ બલી અને માનબ બલી દેવો તેમને માટે રમત વાત હોય છે. મુસલમાન રાજ હોય કે અંગ્રેજોનું રાજ તેમને કશો ફરક ન પડે. તેમને છંછેડો એટલે આવી બને. સામાન્ય રીતે તેઓ ગીચ ઝાડીઓમાં અને એકાંતમા તંત્ર મંત્રની સાધના કરતાં હોય છે. ક્યારેક અઘોર નગારા વાગે પુસ્તક વાંચજો.

   Like

 31. લોટરીની ટીકીટ ખરીદવી અને બાવાઓના અનુયાયી થવું અને તેમને પોષવા, એ મૂર્ખાઈ ઉપરનો ટેક્ષ છે. સૌ પોત પોતાની મૂર્ખતા પ્રમાણે આ ટેક્ષ ભરે છે.

  Like

 32. Atulbhai,
  Then why they killed Buddhist people? They don’t know Gujarati, then all Bloggers are safe, who write against them.
  mahesh

  Like

  1. શ્રી મહેશભાઈ,

   હું બ્લોગ જગતની વાત નથી કરતો વાસ્તવિક જગતની વાત કરુ છું. શ્રી વોરાસાહેબને કદાચ તેમ લાગ્યું હશે કે ગુરુઓ અને તેના અંધ ચેલાઓ હિંદુસ્તાન માટે પ્રાણ ન્યોચ્છાવર ન કરી શકે પણ વાસ્તવિકતા તે છે કે દરેક ધર્માંધ વ્યક્તિ ધર્મને માટે આતંક ફેલાવતી હોય છે પછી તે હિંદુ હોય, ઈસ્લામ હોય, ખ્રીસ્તી હોય, પારસી હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શીખ હોય કે અન્ય કોઈ હોય.

   દરેક વ્યક્તિ અને સમુહને પોતાનો કક્કો ખરો કરવાની એક દૃઢ ઈચ્છા હોય છે પછી તે વૈજ્ઞાનિક હોય, રેશનાલીસ્ટ હોય, આધ્યાત્મિક હોય, સામાજીક હોય, ધાર્મીક હોય, અસામાજીક હોય કે સામાજીક હોય. આ મતાગ્રહો, હઠાગ્રહો અને હું જ સાચો છું ની જડતાને લીધે ઘણા બધા યુદ્ધો ખેલાય છે. વાસ્તવિક આવશ્યકતા માટે લડાયેલા યુદ્ધો તો ઘણાં ઓછા છે. હું અને મારો સમુહ, હુ અને મારો દેશ, હુ અને મારા ધર્મના લોકો, હું અને મારા જેવી માન્યતા વાળા લોકો જ ટકવા જોઈએ અને બાકીના લોકોને તેમના જેવો દરજ્જો ન જ હોઈ શકે આવી અંધ માન્યતા લોકોના માનસમાં ઘર કરી કરી ગઈ હોય છે.

   વૈદિક સંસ્કૃતિના ઉદ્ધારક શંકરાચાર્ય અને બૌદ્ધો વચેનું યુદ્ધ માન્યતાઓનું તો હતુ જ સાથે સાથે રાજ્ય સત્તા પર અંકુશ પ્રાપ્ત કરવા માટેનું યે હતું. ઘણા રાજાઓ બૌદ્ધ ધર્મ અપનાવી ચુક્યાં હતા, ઘણાં રાજાઓ અપનાવવાની તૈયારીમાં હતાં. તેવે વખતે જો રાજાઓ પર અંકુશ પ્રાપ્ત કરવો હોય તો ધર્મ દ્વારા જ આવી શકે. શંકરાચાર્યજીએ નાગા બાવાની ફોજ તૈયાર કરી હતી. તેમને દરેક પ્રકારના કષ્ટ સહન કરવાની તાલીમ મળી હોય છે. તેઓ જે તે રાજ્યના પાદરમાં જઈને પડાવ નાખતા અને રાજાને કહેણ મોકલતા કે કાં તો વૈદિક ધર્મ સ્વીકારો અને કાં તો યુદ્ધ કરો. વર્ષો સુધી રાજાઓ વૈદિક ધર્મમાં જ રહેલા, પ્રજાએ મોટા ભાગની વૈદિક ધર્મવાળી હતી. પ્રજાને ઈશ્વર પ્રત્યે દૃઢ શ્રદ્ધા હતી જે બુદ્ધે અને બૌદ્ધોએ તોડી પાડી હતી અને નાસ્તિકવાદ ફેલાવી રહ્યાં હતા. માત્ર થોડાક વિચારશીલ લોકો સામે શ્રદ્ધાળું પ્રજાનો મોટો સમુહ હતો. કોઈ રાજાને પ્રજા વિરુદ્ધ જઈને અણગમતું યુદ્ધ કરીને બૌદ્ધોને બચાવવાની આવશ્યકતા ન હતી. મોટા ભાગના રાજાઓએ વૈદિક ધર્મ પુન: અપનાવી લીધો થોડા ઘણાં બચ્યા હશે તેને નાગા બાવાઓએ હરાવીને તગડી મુક્યાં હશે.

   અઘોરપંથી અને ઘણાં સંપ્રદાયના નાગા બાવાઓ આજેય અસ્તિત્વ ધરાવે છે. તેમની સામે લડવામાં તેમને કશું ગુમાવવાનું હોતું નથી લડનારે જ ગુમાવવાનું હોય છે તેથી કોઈ તેમની સાથે સંઘર્ષમાં પડવા માંગતુ હોતુ નથી. કેટલીક તાંત્રીક સિદ્ધિઓને કારણે ય તે લોકો બીજાને નુકશાન કારક નીવડી શકતા હોય છે. અંગ્રેજો અને મુસ્લીમો પહેલાનો એક આખો યુગ તાંત્રીકો અને અઘોરીઓની કથાઓથી ભર્યો પડ્યો છે. મુસ્લીમો સામેની હારમાં તો કોઈ સામુહિક રીતે લડ્યા જ નહોતા. વર્ણ (અ)વ્યવસ્થાને લીધે ક્ષત્રીયો સીવાય કોઈએ યુદ્ધ ન કર્યું. લગાતાર આવતા ઝનુની ટોળાઓ અને દેશી રજવાડાઓના આંતરકલહને લીધે તેઓ દિન પ્રતિદિન ઘટી રહ્યાં હતા તેમાં મુસ્લીમો ફાવી ગયા. જો પ્રજા એકત્રીત થઈ હોત અને ધર્મના નામેય જો તેમને લડવા તૈયાર કરી શકાણી હોત તો મુસ્લીમો કદી ન ફાવત. અંગ્રેજો આવ્યા અને તેમણે દેશી રજવાડાઓને એક છત્ર હેઠળ આણ્યાં. તે ગયા પછી સહુ પ્રથમ વખત આ પ્રકારે આપણે ત્યાં લોક તાંત્રિક રાજ્ય આવ્યું છે. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં આપણે ઘણા પ્રયોગો અને સુધારાઓ કરવા પડશે અને કરવા જોઈએ.

   Like

 33. Atulbhai,
  My point is why you mention ‘naga bava’,instead of discuss about contains of auther’s topic.?

  Like

  1. શ્રી મહેશભાઈ,
   મે મુખ્ય લેખના સંદર્ભે જ પ્રતિભાવ આપેલો. તેની નીચે રેશનાલિસ્ટ અને એથીસ્ટ વોરા સાહેબે ટપકું મુક્યું. વોરા સાહેબ શું કહે છે તે તેમની સીવાય કોઈ સમજી શકતું નથી અને કદાચ કોઈ સમજી શકતા હોય તો યે હું તો સમજી નથી જ શકતો. તેથી તેમના પ્રત્યુત્તર રુપે નાગા બાવાઓ હાજર થયાં.

   તમે ઉપરથી કોમેન્ટો વાંચીને નીચે આવશો પછી આપણે વધારે પ્રશ્નોત્તરી કરશું.

   Like

 34. બૌદ્ધ ધર્મ ભારતથી અન્ય દેશોમાં ચાલ્યો ગયો પછી મુહમ્મદ ગજનવીઓ અને મુહમ્મદ ગોરીઓના મુઠ્ઠીભર લોકોએ આખા હીન્દુસ્તાન ઉપર ૧૦૦૦ વરસ સુધી રાજ્ય કર્યું.

  ઔરંગઝેબ જેવાઓએ રાજની સાથે ધર્મ પરીવર્તનનો ધંધો પણ કર્યો અને એ ધંધો ખુબ ફાલ્યો ફુલ્યો.

  હવે મહા કુમ્ભમાં સ્નાન કે શાહીસ્નાન કરવાથી ગંગાનો સંગમ દીવસે દીવસે અપવીત્ર બનતો જાય છે.

  જે પાણીને આંગળીએ લગાડી છટકાર પણ ન કરી શકાય એવા બેકટરીઆ અને વાઈરસથી ભરેલા ગંગાના પાણીમાં સ્નાન કરવાથી શીતળા અને પોલીયો જેવા રોગને પ્રોત્સાહન મળશે અને વીચારોનું પ્રદુષણ વધશે.

  Like

 35. “બૌદ્ધ ધર્મ ભારતથી અન્ય દેશોમાં ચાલ્યો ગયો પછી મુહમ્મદ ગજનવીઓ અને મુહમ્મદ ગોરીઓના મુઠ્ઠીભર લોકોએ આખા હીન્દુસ્તાન ઉપર ૧૦૦૦ વરસ સુધી રાજ્ય કર્યું.” આવું કહેવું શું એક ફેશન છે?

  ઘણા તો સિકંદરે પોરસને હરાવ્યો ત્યારથી ભારત હારતું આવ્યું છે એવું માનીને પોતે દેશના બુરા ઇતિહાસની બુરાઈ કહેવામાં કેટલા બધા નિડર છે તેમ માને છે.

  જો ભારત એક વાર હાર્યું હોય અને વળી બીજી વાર પણ હાર્યું હોય તો તે વચ્ચે ક્યાંક ચોક્કસ જીત્યું હોવું પણ જોઇએ જેથી તે બીજીવાર હારી શકે. જો તે વચ્ચે ક્યાંક જીત્યું હોય, તો તે લગાતાર હાર્યું કેવીરીતે કહેવાય?

  જો મહમ્મદ ગઝનીએ હિન્દુસ્તાનને એક હજાર વર્ષ પહેલાં હરાવ્યું હોય તો મહમ્મદ ઘોરી ભારતને કેવીરીતે હરાવી શકે?

  તો ચોક્કસ મહમ્મદ ઘોરીએ મહમ્મદ ગઝનવીને જ કે તેના વંશજ ને હરાવ્યો હશે.

  જો ૧૦૦૦ વર્ષથી મુસ્લિમોએ આખું ભારત જીતેલ તો, સોલંકીઓ, ગોહિલો, પૃથ્વીરાજ ચૌહાણો, રાણા પ્રતાપો, પેશ્વાઓ, શિવાજીઓ ક્યાંથી પાક્યા?

  વાસ્તવમાં મુસ્લિમોને ભારતને જીતતાં છસો વર્ષ લાગેલા અને તે પણ સંપૂર્ણ ભારતને જીતી શકેલ નહીં. ફક્ત અંગ્રેજોએ સંપૂર્ણ ભારતને (૧૬૧૫ થી ૧૮૨૫ સુધી એટલેકે ૨૧૦ વર્ષના સંઘર્ષ પછી) જીતેલ અને ૧૮૨૫ થી ૧૯૪૭ (૧૨૨ વર્ષ) સુધી રાજ કરેલ. ભારતીય પ્રજાની અહિંસક લડત આગળ તેઓ ૨૭ વર્ષમાં હારી ગયેલ. પણ આજ અંગ્રેજોએ દક્ષિણ આફ્રિકામાં આફ્રિકનોને મચક આપી ન હતી.

  આ બધી વાતોમાંથી એજ સાર નિકળે છે કે ભારતીય સંસ્કૃતિમાં જ એવું કશું છે જેનો બીજે અભાવ છે. ભારતીય સંસ્કૃતિ હારતી નથી અને ટકી રહે છે.

  કદાચ એવા અજ્ઞજનો જેવા સુજ્ઞ જનો દેશમાં વિચરતા હોય છે જેઓ આંચકાઓ આપવા અને ફેશન ખાતર “બકરીની ત્રણ ટાંગ જેવી વાતો કરે છે.”

  જ્યાં જ્યાં વિશ્વમાં મુસ્લિમોએ અને યુરોપીયનોએ જીતીને રાજ કર્યું છે ત્યાં ત્યાં તેમણે ત્યાંની કમસે કમ ૯૫ ટકા જનતાને મુસ્લિમ કે ખ્રીસ્તી બનાવી છે. મહાન ઈજીપ્ત અને મહાન માયાના દેશો પણ બકાત નથી. ભારતમાં ૨૦૦૦ કે ૧૦૦૦ની ગુલામી હોવા છતાં પણ કેમ ૨૦ ટકા જ વટલાયા અને ૮૦ ટકા હિન્દુઓ કેમ ન વટલાયા?

  Like

 36. શ્રી દવે સાહેબ,

  આર્યન ઈન્વેઝન થીયરી અને બીજી અનેક થીયરીઓ વૈજ્ઞાનિકો પોતાની માન્યતાઓ ઠસાવવા માટે ઘડતા હોય છે. વિજ્ઞાન કાઈ સંપૂર્ણ ભરોસાપાત્ર નથી. તેવી રીતે વાસ્તવિક ઈતિહાસ ગમે તે હોય લોકો પોતાનો મનઘડન ઈતિહાસ ઘડી કાઢતા હોય છે. ઈતિહાસ જે હોય તે વર્તમાન માં માણસે કેમ જીવવું અને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કેમ ગોઠવવી તે જાણવાનું, શીખવાનું અને અનુસરવાનું જરુરી હોય છે.

  વોરા સાહેબ તુક્કાઓ લગાવવા માટે જાણીતા છે. સામાન્ય રીતે તેમને જવાબ આપવાથી અંતર ક્લેશ જ થતો હોય છે. જ્યારે શીતળા સંપૂર્ણ પણે નાબુદ થઈ ગયા છે તેવો વૈજ્ઞાનિકો અને તબીબો દાવો કરે છે ત્યારે તેઓ કહે છે કે કુંભમાં નહાવાથી શીતળા ફેલાશે.

  Like

  1. શ્રી અતુલભાઈ, ઐતિહાસને લગતી થીયેરીઓને તેના મેરીટ્સ અને મટીરીયલ ઉપરથી સ્વિકારવી જોઇએ. જો કોન્ટ્રાડિક્સન હોય તો જ્યાંસુધી તાર્કિક રીતે તે દૂર ન થાય ત્યાં સુધી કેવીરીતે સ્વિકારી શકાય?

   Like

 37. આ બધી ચર્ચા વાંચીને થોડું મારી સમજ પ્રમાણે વ્યક્ત કરુછું::
  ભારતમાં અંધ શ્રધા વધારે છે. આ વૈજ્ઞાનિક જમાંનામાંપણ લોકો ગંગામાં નહાવાથી પાપ ધોવાઇ જશે એવી માન્યતા રાખે છે.બાવાઓ લોકો પર વધારે અસર કરી કરી શકે છે.
  ધર્મમાં શ્રદ્ધા રાખનાર ને વખોડવા પોતાને રેશનાલીસ્ત કહેવાદાનાર ખુબ તત્પર હોય છે.
  આઝાદી મળ્યા પછી લોકોને આઝાદીને લાયક બનાવવા માં નેતા નિષ્ફળ ગયા. જે નેતા રાજ્ય કરવા બેઠા તેમને પોતાનો વંશ શરુ કર્યો અને તેથી અંગ્રેજોના ગયા પછી પણ આપને ત્યાનાત્યાજ રહ્યા.

  Like

 38. ==

  ‘તમને લાગે છે કે આ પ્રજા મોંઘવારી, બેકારી, તંગી કે સમસ્યાઓ આપત્તીઓથી ત્રાસીત્રાસી ગઈ છે ? અરે, આ પ્રજા તો ઉત્સાહ – ઉત્સવથી થનગની ને ધમધમી રહેલી સ્પષ્ટ દેખાય છે. એને પોષક ખાણીપીણી કે શુદ્ધ હવા–પાણીની કોઈ તંગી પડતી નથી. એને તો પુણ્યની તંગીની જ ફીકર છે અને એથી વધુને વધુ પુણ્ય કમાવા તે આમ માઈલોના માઈલો દોડે છે, અને આવી કડકડતી ઠંડીમાં નદીનાં ‘વીશુદ્ધ (!)’ જળમાં ઝંપલાવે છે ! કેટલા અકસ્માત થયા, કેટલા મર્યા, કેટલા દાઝી ગયા ? – એના વીવીધ આંકડા મીડીયા આપતા રહે છે; પરન્તુ કોને કેટલું પુણ્ય મળ્યું ! એનો આધ્યાત્મીક અમુલ્ય આંકડો કે સર્વે જાહેર થતા જ નથી ! અધધધ ! આટલા બધા અને આટલી બધી જાતના બાવાઓ જોઈને જ હું તો દુ:ખીદુ:ખી થઈ ગયો: કશું જ સર્જનાત્મક કામ કર્યા વીના આટલા બધા લાખો માનવીઓ મફતનું ખાઈને આવી અવનવી વેશભુષાનું પ્રદર્શન કરી રહ્યા છે ! આ બધો બોજ તો આખરે આ ગરીબ દેશની દરીદ્ર તથા અભાવગ્રસ્ત પ્રજાને માથે જ ને !……–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

  Like

 39. કહેવાતા મોટા સંતો વધારે બાવા બનાવે છે .અને તે બાબત ગર્વ લ્યે છે .એટલે બાવા બનાવવાની ફેક્ટરી બંધ થાય એમ નથી .

  Like

 40. વીકી વોરા ભાઈ કહે છે કે બધા બાવાને મારીને સ્વર્ગમાં મોકલીશું .મનેતો એમ લાગે છે કે બધાબવાઓને ખસ્સી કરી નાખવા .નવો બાવો થાય એટલે પહેલા એને ખસ્સી કરવો અને પછી ગીરના જંગલમાં તારની વાડ માં રાખવાના અને જેમ જરૂર પડે એમ સિંહને ખવડાવતા જવા .અને ચિત્ર ગુપ્તને ઈ મેલ લખવો કે આ બધા જીવોને સૌ થી નીચેના નરકમાં મોકલજો . આવા નરકને ઉર્દુમાં હાવિયા કહેવાય આ મારો વિચાર કેવો લાગ્યો ?

  Like

 41. જ્યાં જ્યાં વિશ્વમાં મુસ્લિમોએ અને યુરોપીયનોએ જીતીને રાજ કર્યું છે ત્યાં ત્યાં તેમણે ત્યાંની કમસે કમ ૯૫ ટકા જનતાને મુસ્લિમ કે ખ્રીસ્તી બનાવી છે. મહાન ઈજીપ્ત અને મહાન માયાના દેશો પણ બકાત નથી. ભારતમાં ૨૦૦૦ કે ૧૦૦૦ની ગુલામી હોવા છતાં પણ કેમ ૨૦ ટકા જ વટલાયા અને ૮૦ ટકા હિન્દુઓ કેમ ન વટલાયા?….
  એસએમ દવે સાહેબનું ઉપરોક્ત અવતરણ ખૂબ સૂચક લાગે છે.

  Like

 42. શ્રી પરભુભાઈ મીસ્ત્રી, મારા પોઈન્ટની કદર કરવા બદલ આભાર. વીકી વોરાભાઈ, બાવાઓ તેમના કર્મના ફળ ભોગવશે જો સમાજ તેમને શુદ્ધબુદ્ધિથી સમજશે તો. બાવાભાઈઓ પણ માણસ છે અને તેમને પણ પોતાના વિચારો દર્શાવવાનો અને તેમની ઈચ્છાપ્રમાણે ધંધો કરવાનો અધિકાર છે. જો લોકો ફસાઈજવા તૈયાર હોય તો બાવા ભાઈઓ તેમને ફસાવશે. પહેલાં મોબાઈલના કોલના એક મીનીટના ૧૪ રુપીયા હતા. હવે મોંઘવારી આસમાને હોવા છતાં એક મીનીટનો એક રુપીયો કે તેથી પણ ઓછો ભાવ છે. ધૂતનારા ધૂતે છે. ક્યાંક સરકારનો સાથ હોય છે. ક્યાંક નથી હોતો. ક્યાંક ગરજ હોય છે ક્યાંક લોભ હોય છે ક્યાંક ફેશન હોય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s