(1) મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે (2) આધુનીક ધર્મસ્થાનો !

મન્દીરમાં ચોરી થયાના ન્યુઝ મને ગમે છે

–રોહીત શાહ

 ‘નો પ્રોબ્લેમ’

મને ડાઉટ છે કે આ વાત સાંભળ્યા પછી તમને મારા માટે અણગમો થશે, મારા વીચારો પ્રત્યે તમને નારાજગી થશે. કદાચ તમને મારા પ્રત્યે નફરત પણ થઈ જાય ! છતાં મારે વીનમ્ર નીખાલસતાથી કહેવું છે કે જ્યારે હું કોઈ મન્દીરમાં ચોરી થયાના સમાચાર સાંભળું છું કે કોઈ સન્ત–સાધુના કૌભાંડોનો ટેટો ફુટતો સાંભળું છું ત્યારે ભીતરથી ખુબ રાજી રાજી થઈ ઉઠું છું. ‘સારું થયું’ એવું ફીલ કરું છું.

મન્દીર પ્રત્યે અશ્રદ્ધા પેદા થવા માટે આપણું નાસ્તીકપણું જવાબદાર નથી હોતું; પણ આસ્તીકોની અન્ધશ્રદ્ધાનો અતીરેક જવાબદાર હોય છે. દુધ વગર ટળવળતું ગરીબ બાળક જોયા પછી આપણને છપ્પન ભોગ અને નૈવેદ્ય પ્રત્યે અશ્રદ્ધા પેદા ન થાય તો આપણી સમજણને સંકોરવાની જરુર છે એમ સમજવું પડે. ટાઢમાં ધ્રુજી રહેલા કોઈ દરીદ્ર વૃદ્ધની કાયા પર એક કામળો પણ ન હોય અને બીજી તરફ પથ્થરની પ્રતીમા સોના–ચાંદી, હીરા–માણેકના આભુષણોથી સજાવાતી હોય ત્યારે આપણું હૈયું કચવાટ ન અનુભવે તો આપણે સમ્વેદનશુન્ય થઈ ગયા છીએ એમ માનવું પડે.

આસ્તીકોને મારે એટલું જ પુછવું છે કે શું તમે જાણો છો કે ઈશ્વર જેવું કોઈ તત્ત્વ હોય તો એ કોને મળે અને ક્યારે મળે ?

ઈશ્વર હમ્મેશાં શબરી અને સુદામા પાસે સામે ચાલીને જાય છે. એ કદી શ્રીમંતોના ઘરે નથી જતો.

ઈશ્વર એઠાં બોર અને તાંદુલથી રાજી થાય છે એને છપ્પનભોગની કશી જ જરુર નથી.

મહાભારતના સંગ્રામ પહેલાં શ્રીકૃષ્ણ વીષ્ટી માટે હસ્તીનાપુર ગયેલા ત્યારે એ કૌરવો સાથે રાજમહેલમાં નહોતા રહ્યા, વીદુરજીના ઘરે રહેલા અને ખીચડી ખાઈને રાજી થયેલા. મહાવીર પણ ચંદનબાળાને ઉગારે છે અને બુદ્ધ પણ ગણીકા વાસવદત્તાને તારે છે. ઈશ્વર કદી શ્રીમંતોની ફેવર કરતો જોવા મળ્યો નથી. જો ઈશ્વરને મોંઘા ચઢાવા ગમતા હોત, સોના–ચાંદીનાં આભુષણો–આંગીઓ ગમતાં હોત તો એ શ્રીમંત માણસોની ફેવર તરફેણ કરતો હોત. ભગવાન મહાવીર જ્યારે તપશ્ચર્યા કરવા માટે વનમાં ગયા ત્યારે કેટલાક ભોળા–ઉત્સાહી લોકોએ એમના માટે ઘાસની કુટીયા બનાવી દીધી હતી. ટાઢ–તાપ અને વરસાદમાં એમને તકલીફ ન પડે એની ચીંતા ભોળા ભક્તો કરતા હતા; પરંતુ ત્યાં ચરતી–ફરતી ગાયો આવીને કુટીયાનું ઘાસ ખાવા લાગી એ જોઈને લોકોએ મહાવીરને કહેલું ધ્યાનમગ્ન ભલે બનો; પરંતુ આ કુટીયાનું ધ્યાન રાખવાનું ન ભુલો. ત્યારે મહાવીરે કહેલું કે, ‘જ્યારે મને મારી આ કાયાનું જ ધ્યાન નથી; ત્યાં કુટીયાનું ધ્યાન શી રીતે રાખું ?’

આપણાં દીમાગ ચસકી ગયાં છે કે આપણે આરસપહાણનાં મંદીરો બનાવીએ છીએ. ઈશ્વરને તો ઘાસની કુટીયાનોય ખપ નથી ! મન્દીરનો પરીગ્રહ ભલે ચોરને કામ આવતો !

એક મજબુર ઓરત બસો–પાંચસો રુપીયા માટે પોતાના ચારીત્ર્યનો સોદો કરતી હોય એવી ક્ષણે કયા ભગવાનને બાવન ગજની ધજાના ઓરતા હોય ? નક્કી, આપણને કોઈકે અવળા રવાડે ચઢાવ્યા છે. ઈશ્વરને વળી એવી શી ગરજ હોય કે એ તમારી પાસે પુનમો ભરાવે અને પ્રસાદના થાળ ચઢાવરાવે ? કોઈક ખોટી એજન્સીએ આપણને ગુમરાહ કર્યા છે.

થોડાં વર્ષ પહેલાં એક સાધ્વીજીએ વૈરાગ્ય છોડીને સંસારમાં પાછા વળવાનો નીર્ધાર કરેલો. તેમણે એ નીર્ણય સાકાર કર્યો ત્યારે મેં ‘સંસારમાં તમારું સ્વાગત કરું છું’ એવા શીર્ષકથી એક લેખ લખેલો. ઘણા લોકોએ મારા એ લેખ પ્રત્યે નારાજગી બતાવેલી; પણ એના કરતાં વધારે લોકોએ મારી વાતમાં પોતાનો સુર પુરાવ્યો હતો. સાધુવેશમાં રહીને ખાનગીમાં દુરાચર કરવા કરતાં; સાધુવેશ છોડી દેવામાં એના પ્રત્યેનો વીશેષ આદર પ્રગટ થાય છે. સાધુઓના હાથે લખાયેલા પ્રેમપત્રો મેં સગી આંખે વાંચ્યા છે. એ સાધુ અત્યારે મુમ્બઈમાં રહીને ઠેર–ઠેર પોતાની લોભામણી વાણીથી પોતાના ભક્તોને ધર્મના નામે છેતરી રહ્યા છે. એની પાસે ચમત્કારની કથાઓ અને મંત્રતંત્રના ધતીંગો છે.

સાધુને બગાડવામાં સંસારીઓ જ જવાબદાર છે. શા માટે આપણે વેવલા થઈને તેમને બીનજરુરી ચીજો અર્પણ કરી આવીએ છીએ ? શા માટે આપણે તેમના આશીર્વાદ લેવા અને વાહીયાત ઉપદેશો સાંભળવા લાઈનમાં ખડા રહી જઈએ છીએ ? વાસક્ષેપ અને ભભુતી કે કંકુની ચપટીઓ પાછળ આપણે આપણું પ્રજ્ઞાતંત્ર કેમ સ્થીર કરી દઈએ છીએ ? જે સાધુ જેટલો મોટો આડંબર કરે એને આપણે બહુ મોટા બાપજી કેમ સમજીએ છીએ ? આપણી ભોળી ભક્તી સાધુને એના ત્યાગનો રાહ ભુલાવડાવે છે અને આપણને એ પાપના અધીકારી બનાવે છે. ભક્તી અને સેવા–વૈયાવચના નામે આપણે અજાણતાં જ કેવાં ઘોર પાપ તરફ ધકેલાઈ રહ્યા છે એ સમજાય તો તો ‘નો પ્રોબ્લેમ’…..                                                  

  –રોહીત શાહ

લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : 079-2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com  મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડડે’ (‘શનીવાર સ્પેશ્યલ’, 11 ફેબ્રુઆરી, 2012ની આવૃત્તી)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ’માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

(2)

આધુનીક ધર્મસ્થાનો !

(એક ચર્ચાપત્ર)

–વીરલ વ્યાસ

        હાલ મન્દીરોમાં તસ્કરી વધી ગઈ છે. તસ્કરી ક્યાં નથી ? કામ ચોરી, નામ ચોરી, દામ ચોરી… મન્દીરોમાં ચોરી થવી જ નહીં જોઈએ. ચોરી એવા લોકોને ત્યાં થવી જોઈએ જેઓ મન્દીરમાં ધન ઓકે છે–ઠાલવે છે. પરભુ–પ્રેમી તથા બાળકો ઝુપડાંમાં રહે તેનો અફસોસ નથી. ધનવાનો, સત્તાધીશો–રાજકારણીઓ કરચોરી કરી મન્દીરોમાં ધન નાંખે છે. ચોરો તે ઉશેટી જાય છે. કેટલાક તો મન્દીરોમાં ધન નાંખી ધન પરત મેળવે છે. દુકાનદારો કરચોરીથી ધનવાન બને છે. અને રંકો કરચોરી નથી કરતા; રંક તો બાપડા ભોગ બને છે. ત્યારે મન્દીરોમાં છપ્પન ભોગ ધરાવાય છે. પાષાણની પ્રતીમાને દહાડામાં ત્રણ વાર વાઘા બદલવા મળતા હોય છે અને જીવન્ત મનુષ્ય નીર્વસ્ત્ર છે કે સાવ ઓછાં વસ્ત્રોથી ચલાવી લે છે. મન્દીરો–દેરાસરોમાં દાન કરનારાઓનો; અન્ધ, અપંગ, રક્તપીત્તીયાને બે પૈસા આપતા જીવ નીકળી જાય છે. મન્દીરોમાં પાંચસો–હજાર ની:સંકોચ નાંખી દેનારા, કામવાળી પાસે નીસાસા નંખાવે છે. અલંકારીક ભાષામાં ભગવાનને ભજનો સંભળાવનારા ઉપરોક્ત દાતાઓ, નોકરને બીભત્સ ગાળો દેતા અચકાતા નથી. કાર સાફ કરનારની ‘પેટ માટેની વેઠ’, શેઠને નહીં સમજાય. ઓફીસોમાં કામ કરતા, પાંચ આંકડામાં કમાતા કર્મચારીઓને – સેવકોને, વર્ષે એક વાર બોણી આપતા અને જરુર પડયે બસો–પાંચસો ઉછીના આપતા જીવ નીકળી જાય. આ તમામ મહાનુભવો તીરુપત્તી અથવા વૈષ્ણોદેવી ખુબ એશથી ફરી આવે છે. રીલાયન્સ કે જે હજારો પરીવારને પોશે છે તેને મંદીરનો દરજ્જો નહીં મળી શકે ? સ્ટીવ જોબ્ઝનું ‘એપલ’ દેવળમાં નહીં આવી શકે ? તાતાનું કારનું કારખાનું દેરાસરજીની પંગતમાં નહીં બેસી શકે ? પાકીસ્તાની ઉર્દુ કવી અહમદ ફરાઝની પંક્તીઓનું સ્મરણ થાય છે; ‘મૈને યહ સોચકર તસબી તોડ દી હૈ ફરાઝ, ક્યાં ગીનકર માંગુ ઉસસે જો બેહીસાબ દેતા હૈ’. ઈશ્વર કે મગન કે છગન યા ગંગા કે ભાણકી યા કમળીને પગથીયે ચડી પ્રભુ પાસે ન જઈ શકાય ?

–વીરલ વ્યાસ

લેખક–સંપર્ક: ‘સ્મીત‘ સાઘના સોસાયટી પાસે, મહાત્મા ગાંઘી રોડ, બારડોલી – 394602  ફોન: (0262) 222 3702 સેલફોન: 99792 80939 ઈમેઈલ: viralwrites@yahoo.in

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.30/04/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી મીત્ર અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel Housing Co-Op. Housing Society, (Krishna Apartments, B Wing), Opp. Ayyappa Temple , Sector 12 E, Bonkode, KOPARKHAIRNENavi Mumbai – 400 7009 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 17/05/2013

 

 

 

32 Comments

 1. ‘આસ્તીકોની અન્ધશ્રદ્ધાનો અતીરેક જવાબદાર હોય છે.
  એકદમ સત્ય.
  ભગવાન એવું કરે આવી ચોરી થતી રહે અને ચોરો દ્વારા ધન ગરીબોને પહોંચતુ રહે.

  Like

 2. Fact is that God is creation of human. It is only imagination. Weak mind accepts that imagination as God.

  Like

 3. Dear Rohit Shah and Viral Vyas with Govind Maru:

  This is the most Truthful Article written to expose the Blind Faith Religious Believers. It exposes Building of Expensive Temples, their Rich Characterless Doners, and Money Maker Sadhus along with their Agents – The LEADERS (?).
  Religions in India are the Biggest and Most Profitable Business, now.

  Morality, Simplicity, Honest Worker, etc. are at a Discount. Let us NOT GIVE A PENNY to these Temples and GURUS.

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, MD 20706.

  Phone: 301-577-5215
  E-mail: sfdalal@comcast.net

  May 16, 2013.

  Note: I am a 86 year old Retiree, Living in U.S.A. with Family, since 1969. I Write/Speak at all kinds of Community Organizations/Newspapers. The NRI Community, doing NO work Benefitting its People, such as Schools, Hospitals, Retirement Communities, etc.. I Love Exposing the Hypocrisy of Irreligious Community, particularly its Rich Doctors, Business persons, etc.

  Like

 4. મને આ સમયે એક હમણાનો જ એક કિસ્સો યાદ આવે છે કે જ્યારે એક સંપ્રદાયનાં માટે મંદિરના નિર્માણ માટે મોટી કથા યોજાઈ હતી [ મુંબઈમાં ] . . . અને માઈક પરથી એક [ કહેવાતા ] સાધુ આવનાર દાનની ઘોષણા કરતા હતા અને જ્યારે જ્યારે કોઈ મોટી રકમનું દાન આવતું ત્યારે અને જ્યારે કોઈ અત્યંત નાની [ મતલબ ઓછામાં ઓછી 1000 / 2000 તો ખરું જ ! ] રકમનું દાન આવતું ત્યારે . . . એ બે ઘડીઓની વચ્ચે તે વ્યક્તિના ચહેરા પરના લાલચ અને ક્રોધના ભાવ સ્પષ્ટ દેખાઈ આવતા હતા . . . અને જોતજોતામાં 20 લાખની માથે રકમ ભેગી થઇ ગઈ અને છતાં પણ તે કહેવાતો સાધુ , જનતાની માથે બરાડા પાડતો હતો અને તેમને વધુ તાળીઓ પાડવા કહેતો હતો ! . . . જાણે તેને કોઈ સંતોષ જ નહતો અને વીમા એજન્ટની જેમ તેનું કોઈ લક્ષ્યાંક હતું !

  અને મુખ્ય વક્તા તો કથા કરતા કરતા જો વચ્ચે કોઈ મોટું દાન આવે તો કથા પડતી મુકીને તેમનું અભિવાદન કરવામા મંડી પડતા હતા 😉 . . .

  ક્યારેક તો કોમેડી સર્કસ કરતા આવા કાર્યક્રમો વધુ હસાવે છે 🙂

  Like

 5. બન્ને લેખ ગમ્યા અને વાંચવાનો આનંદ તો સાતત્ય છે .તમે આપો અને હું વાંચીશ કશું નવૂ શોધવા.

  Like

 6. મિત્રો,
  રેફરન્સ: ચન્દ્રકાંત બક્ષી : સ્ટાર્ટર : પા: ૧૩૮ : ક્લોઝ અપ :
  દેશભરમાં ભ્રમણ કરતાં ૮૦ લાખ ભગવાઘારી માણસોમાંથી સાચા સાઘુઅો કેટલાં છે, પંડિત જવાહરલાલ નેહરુઅે પ્રશ્ન કર્યો હતોં. આમાંના ઘણા આ સરળ માર્ગ અેટલા માટે અપનાવે છે કે અેમને કંઇ જ કામ કર્યા વિના ખોરાક અને આશ્રય મળી રહે છે. આ જરાં પણ સારું નથી.
  ……………જવાહરલાલ નહેરું.

  ( ન્યુ દિલ્હીની સ્ત્રીસંસ્થાઅો સમક્ષ પ્રવચન આપતાં…હિન્દુ : ૨૫ મે, ૧૯૫૫ )

  Like

 7. પોપની જાહોજલાલી ?????? ચર્ચની જાહોજલાલી….ઇસુને શરમાવે તેવી છે.
  મંદિરો અને જુદા જુદા પંથોના વડાઅોની જાહોજલાલી…??????? મંદિરમાં સ્થાપેલા પેલાં ભગવાનની જાહોજલાલી………..
  બની બેથેલાં સાઘુઅોની જાહોજલાલી?????????????????અને સાથે સાથે સાબિતિ માંગતી ????????????ગુડાંગીરી ??????????ની જાહોજલાલી……………???????????????

  આ બઘુ આપવા માટે, આપવા વાળા અનુયાયીઅો જવાબદાર ગણાય.

  સ્વામિ સચ્ચિદાનંદની બુક, ‘ ગુરુ નહિ, માર્ગદર્શકમાં ‘ તેઅો કહે છે કે………….
  કોઇઅે સાઘુ ના થવું પણ સેવક થવું. સાઘુ થઇને પરાવલંબી જીવન જીવવું તેના કરતાં સેવક થઇને સેવાભાવી જીવન જીવવું સારું. બને ત્યાં સુઘી પોતાની મહેનતનો હક્ક્નો રોટલો ખાવો. અણણહક્કના લચપચતા લાડુ મળે તો પણ તેનો ત્યાગ કરવો.

  Like

 8. ‘તે દિન આંસુભીનાં હરિનાં લોચનિયાં મેં દીઠાં’ એ સ્વ.કવિશ્રી કરસનદાસ માણેકની પંક્તિઓ મને યાદ આવી
  ગઇ પણ લોકો કંઇ સમજવા માગતા નથી.મહાવીર સ્વામી,ભગવાન બુધ્ધથી માંડીને ગાંધીજી સુધી કૈં કેટલાયે
  સુધારકો મળ્યા પણ કોઇનું કશું ઉપજ્યું નથી એમ કહું તો કંઇ ખોટું નથી.આ તો એવું કે એલ્યુમિનિયમનાં
  વાસણ પર કદિ કલઈ ચડે નહિ.

  Like

 9. Both the articles are very good and ALL the comments above are in full agreement.
  Now: We, as a nation, need to think seriously about this: Why do almost a billion people in our country continue to act against these very sensible and praise-worthy sentiments of these authors? Any — –Subodh Shah —

  Like

 10. રોહિતભાઇ શાહ સાથે સમ્મત છું.
  પલ્લવી.

  Like

 11. એકનાં એક ભગવાનથી પણ લોકો કંટાળી જતા હોય છે જેમ બટેટાનું શાક રોજ નાં ભાવે. હવે સાઈબાબાનાં ઘોડાપૂરમાં હિંદુઓ તણાવા લાગ્યા છે. તેત્રીસ કરોડ દેવતાઓ ઓછા પડ્યા, એક મુસ્લિમ સંતની પાછળ પાગલ બન્યા. માંસનું નામ પડતા ગાળાગાળી કરતા હિંદુ ગુજરાતીઓ માંસાહારી સંત પાછળ કેવા દીવાના બન્યા છે? એક ડોકટર સાહેબે સાઈબાબાની સ્તુતિ લખેલી વાંચી ખુબ હસવું આવ્યું. ડોક્ટર્સની આવી હાલત હોય ત્યાં સામાન્યજનને શું શીખવવાનું ? જીવતા તો સાઈબાબાને એક સારી ખુરશી પણ ઉપલબ્ધ નહોતી પણ હવે સોનાના સિંહાસન ઉપલબ્ધ થઇ ચુક્યા છે. સાઈબાબા હાલ પાછા આવે તો બધાને દંડો લઇ ફટકારે કે મુરખાઓ ગરીબોને ખવડાવો મારી પાછળ આમ મંદિરો બનાવી રૂપિયા વેડફો નહિ. મહાવીરે એમની આખી જિંદગીમાં ક્યારેય પ્રાર્થના નથી કરી. નથી એમના જીવનકાળમાં એકપણ દેરાસર બાંધ્યું.

  Like

 12. રિલાયંસનાં નીતા અંબાણી શ્રીનાથજીમાં ટ્રસ્ટી બન્યા છે. છતાં કોઈ પણ જાતનું ઉત્પાદન કર્યા વગર કે કોઈ પણ જાતની પ્રોડકટીવ સેવા આપ્યા વગર કરોડો ભેગા કરી લેતા સાધુઓ અને કથાકારો કરતા એક ઉદ્યોગપતિ ઘણો સારો, જે હજારોને નોકરી આપે છે.

  Like

 13. ચાલો ઉમાશંકર જોશીનો પ્રકોપ સમજીને વઘુ વિચારીઅે……………

  રચો રચો અંબરચુંબી મંદિરો,
  ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
  મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
  રંગે ઉડાવો જળના ફૂવારા !

  રચો રચો ચંદનવાટિકાઅો,
  રાચો, રચી કંચનસ્થંભમાળા !
  ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો,
  ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા,
  રચો ભલે !
  અંતરૂંઘતી શિલા,
  અે કેમ ભાવિ બહુ કાળ ઉપહાસલીલા
  સંકેલવા, કોટિક જીભ ફેલતો
  ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે;
  ખંડેરની ભસ્મકણી ના લાઘશે!
  ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  (1) Poverty is the parent of revolution and crime.
  (2) Blind belief in authority is the greatest enemy of truth.
  (3) Blind Faith, is, Belief without true understanding, perception, or discrimination.
  (4) The real question is not whether life exists after death. The real question is whether you are alive before deah.
  (5) Absolute proof of blind belief is destructiveness.

  ***************************************************************************************
  Let us learn what Ravindranath Tagore said in his Geetanjali…………

  ” Leave this chanting and singing and telling of beads !
  Whom dost thou worship in this lonely dark corner of a temple with doors all shut ?
  Open thine eyes and see thy God is not before thee !

  He is there where the tiller is tilling the hard ground and where the pathmaker is breaking stones. He is with them in Sun and in shower, and his garment is covered with dust.
  Put off thy holy mantle and even like him come down on the dusty soil !

  Deliverance ?

  Where is this deliverance to be found ?
  Our master himself has joyfully taken up on him the bonds of incense !
  He is bound with us all for ever.

  Come out of thy meditations and leave aside thy flowers and incense !
  What harm is there if thy cloths become tattered and stained ?
  Meet him and stand by him in toil and in sweat of thy brow.”

  **************************************************************************************
  અને તે સમજીને જ રાજકપુરે ફિલ્મ ફિર સુબહ હોગીમાં સવાલ પૂછેલો છે…..કે…..
  વો સુબહ કભી તો આયેગી,
  વો સુબહ કભી તો આયેગી ?
  ઇન કાલી સદીયોંકે સરસે,
  જબ રાતકા આંચલ ઢલકેગા,
  ………………………………………
  ………………………………………..

  Faith and doubt can not exist in the same mind at the same time, for one will dispel the other………………………………………..
  ………………………………………….

  Like

 14. સાઉથ ઇન્ડીયાના મંદિરોમાંથી મળેલી અઢળક સંપત્તિનો કારભાર કરવા સરકારે પગપેસારો કીઘો…………………..

  ચોરને ઘેર, ચોર પરોણો…………..હાં….હાં….હાં…….મેરી ભી ચૂપ….તેરી ભી ચૂપ……..

  કોની માંઅે સવા સેર સુંથ ખાઘી છે કે તે બન્ને ને અડકી તો જૂઅે……

  ગામના નાના મંદિરમાં ચોરી ક્યાંતો પૂજારી કરે અથવા ગામનો જ કોઇ ગરીબ કે પછી કોઇ રીઢો ચોર કરે…કેટલી કિંમતની ચોરી ???????અેટલાંમા તો મહાણના લાકડાં પણ ની આવે……

  માટે જ મંદિરમાં ચોરી થયાના સમાચારથી મને આનંદ નથી થતો…
  ….

  Like

 15. ચોર ચોર ચોર ચારે બાજુ ચોર

  પહેલા મંદીરો ચોરી કરે પછી ચોર મંદીરોમાં ચોરી કરે….

  ફીલ્મના કલાકારો અરબ દેશોમાં જઈ નાચ ગાન કરે અને આંતકવાદીઓને આમંત્રણ આપે.

  ક્રીકેટના ખેલાડીઓ સાંઠ ગાંઠ કરી સટોડીયા સાથે મેચ ફીક્સ કરે અને એ સટોડીઆ આંતકવાદીઓ સાથે સમ્બંધ ધરાવતા હોય.

  ધારા સભ્યો જેલમાં જાય. ફીલમી કલાકારો જેલમાં જાય. ક્રીકેટના ખેલાડીઓ જેલમાં જાય. હવે પુજારીઓ અને ભગવાન જેલમાં જરુર જશે.

  ચોર ચોર ચોર ચારે બાજુ ચોર

  Like

 16. જો ખુદકા રખવાલા નહી કર પાતા !
  વો સારી દુનિયાકા રખવાલા ?
  યે બડે તાજ્જુબકી બાત ક્યોંનહી ?

  Like

 17. !00% true. I also believe ,if you worship Lord shiva use only 50-60 grams of milk and rest should be given to needy person. Light only one ‘diva’ in temple and utilise rest ghee for needy person. No need to offer Diva to each God. One is enough for whole temple.God is not like man that each person wants his own. Lots of temples if thinks like this there will be river of Ghee again.
  JB Vyas(9998371597)

  Like

 18. આ બધી માયા મમતા આપણા સમાજે જ ઊભી કરી છે , પોષી છે અને ઈશ્વરને કલંક ચોટાડો છો…સાચી સમજને અણદેખી કરી વધુ પડતું આક્રમક વલણ પણ ગેરમાર્ગે દોરે તેવું લાગે. જરૂર છે સુધારાની પણ

  ચોરવૃતિ પોષવાની ના ગમે. ..મંદિર પછી ઘરોનો વારો.. સોસાયટીનો વારો..!

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 19. મંદિરના ભગવાન કે માતાજીના શણગાર / દાગીના ચોર આસાનીથી ચોરી કરી જાય છે. કહેવાતો ચમત્કારી ભગવાન પોતાના કપડા/દાગીના પણ સાચવી નથી શકતો એ જગતનો તારણહાર કેવી રીતે હોઇ શકે ? આ સમજણ લોકોમાં ક્યારે આવશે ?
  રોહિત કે. દરજી, હિંમતનગર

  Like

 20. The simple religions have been made complicated and simple religious places have been turned into show peaces. Daan, donations, gifts to all religious places should be stopped forthwith. Give these to charities serving mankind. We need many, many Uma Shankar Joshis, Ravindra Tagores and Sahir Ludhiyanvis to educate people. I don’t understand why people help glorify religion and religious places? This applies to every religion. Fight this culture from within and not from outside.

  Firoz Khan
  Journalist/Columnist
  Toronto, Canada.

  Like

 21. મહોમદ ગઝની આવે અને મંદિરો લૂંટી જાય તે કરતાં આપણાં દેશમાં જ આપણું ધન રહે તે ઈચ્છવા યોગ્ય જ ગણાય ને ?

  Like

 22. Intention of theft in mandir or any where is crime in our law and also in court up there who controls us.May be other aspects as mentioned above by all appear true and should be stricltly dealt with about all mahants, maharajs, pujaris, etc.

  Like

 23. “is duniya me sab chor chor, koi dhan ka chor koi murgi chor” Song from BHAI_BHAI
  Kya kare ,CHORO KI DUNIYA HAM SAB CHOR. Ye to KAL- YUG HEY.
  Church,Mandir. Masjids where people contribute little or big amount of money in the faith of GOD is nothing wrong if, the money managed well, building hospital, schools, public places and flurished desrted area like STYA SAI BABA,SWAMINARAYAN, CATHOLIC CHURCH, are doing. Some of the Saints played tricky roll and also have luxary life, show up thing as long as they generate money. People (common) never contribute or donate if you try to collect money for hospitals, schools ,public places. but, these religious places collect like, TIPE TIPE SAROVAR BHARAY.
  SIDHI ANGLI SE NA NIKALE To ANGLI VANKI KARI PAISO BHEGO KARVO>Nothing wrong.
  I’m sure some people will agree with me.

  Like

 24. Chori or Abuse the system is the same thing, either in churches or public organisations,/ politics.Of course the leader of churches,Saints,Priests or politicians,they having luxury life abusing system but pump up big money from rich and poor people and filling up tresury, like in Swaminarayan, Venketswar temple , Churches, Masjids. As long as they using the money in building schools, collages, hospital and helping poors, nothiing wrong, it’s GOD “s work.So ignor the chori by these people.
  You can not collect money directly from people to build schools collages and hospitals,but in the name of GOD,donations turn like TIPE TIPE SAROVAR BHARAY.
  Only bad thing and I hate religions because of DHARMA NE NAME LADAY. and KHOONA KHARABI

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s