નથી, નથી મુજ તત્વો વીશ્વથી મેળ ખાતાં

…યાસીન દલાલ

હમણાં ચોથી જાન્યુઆરીએ વીશ્વવીખ્યાત ફ્રેંચ સાહીત્યકાર આલ્બેર કામુની જન્મજયન્તી હતી. કામુ, સાર્ત્ર અને નીત્શેનો એક યુગ હતો. યુરોપની પ્રજા ઉપર આ બધા લેખકોએ ખુબ ગાઢ અસર કરી. એમનાં મનમાં અનેક આંદોલનો ઉભાં કર્યાં; એમનાં ચીત્તને ખળભળાવી નાખ્યાં. આજે પણ પુરી દુનીયા એમની કૃતીઓને યાદ કરે છે અને વંદન કરે છે.

કામુની અમુક કૃતીઓ હમ્મેશ માટે યાદગાર બની ગઈ છે. ખાસ કરીને ‘આઉટ સાઈડર’ અને ‘પ્લેગ’ ઉપરાન્ત એ ‘હેપ્પી ડેથ’. એક પછી એક નવલકથામાં કામુએ માણસના મનમાં એવી ડુબકીઓ લગાવી છે કે વાચકનું ચીત્ત ખળભળી જાય અને ઝંકૃત થઈ જાય. એણે ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ હજી માનવજાત શોધવા માટે ફાંફાં મારી રહી છે. કામુ માનતો કે : ‘જીન્દગી નીરર્થક છે એનો કોઈ અર્થ જ નથી.’  આવી નીરર્થકતાની અનુભુતી આપણને સહુને ક્યારેક તો થાય જ છે. આધુનીક સમાજનો ઢાંચો જ એવો કૃત્રીમ રીતે ગોઠવાયેલો છે કે એમાંથી માણસને હતાશા જ મળે. અત્યારના વીશ્વમાં ક્યાંય સમાનતા નથી, ક્યાંય શાન્તી નથી અને ક્યાંય ન્યાય નથી. અમીર વધુ અમીર બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. લોકો અનૈતીક બને તો પણ એમની પુજા થાય છે. માલદાર માણસ વગદાર હોય છે. આવા ઢાંચા સામે કોઈ બળવો પોકારે ત્યારે ટોચ ઉપર બેઠેલી પેલી મંડળી એને ચુપ કરી દે છે અને કાયદાની અદાલત પણ એને મદદ કરતી નથી. પરીણામે માણસ અન્તે ઉદાસીન બની જાય છે. સમાજ અને ‘સંસ્કૃતી’ એને ‘રોગ’ લાગવા માંડે છે. એનાથી એ છેટો ભાગે છે અને ‘આઉટ સાઈડર’ કે અજનબી બનીને જીવ્યે જાય છે. અંગત રીતે આ નીરર્થકતાની એના ઉપર વ્યાપક અસર પડે છે. કામુએ આવી નીર્લેપતા ધરાવતા માણસની કલ્પના કરીને એના સાહીત્યનું સર્જન કરેલું.

 ‘આઉટ સાઈડર’નો હીરો મ્યુરસોલ્ટ છે એ સાચો માણસ છે, મહોરા વગરનો માણસ છે. મા મરી જાય છે તો પણ; એને દુઃખ નથી થતું. એટલું જ નહીં; પણ એ કૃત્રીમ રીતે દુઃખ દર્શાવતો પણ નથી. આજની દુનીયામાં માણસ હરખ દર્શાવે છે એ પણ કૃત્રીમ રીતે અને શોક દર્શાવે છે એ પણ કૃત્રીમ રીતે. આ નાયકને કૃત્રીમતા આવડતી જ નથી. એને દુનીયાના નીયમો, કાનુન, કે રીતીરીવાજો સ્પર્શતા જ નથી. એને ફક્ત તડકો, ઠંડી, ખોરાક અને સેક્સ જેવા કુદરતી આવેગો જ સ્પર્શે છે. એ સંવેદનશીલ છે; પણ દુન્યવી રીતે નહીં. એક વખત દરીયાકાંઠે બેઠાં બેઠાં એનાથી એક આરબનું ખુન થઈ જાય છે; પણ અદાલતમાં એ પસ્તાવો વ્યક્ત કરતો નથી. બીજા માણસો જેવો એ ‘સમજુ’ નથી. સમજુ માણસ હોય તો અદાલતમાં સ્વીકારી લેત; પણ મ્યુસોલ્ટ એવો ‘સમજુ’ માણસ નથી. એ એવો માણસ છે જે હીરો હોવાના કોઈ દેખાડા વીના સત્ય ખાતર મરવાનું પસંદ કરે છે. એ એટલો સાચો માણસ છે કે જે લાગણી એણે અનુભવી નથી, એનો દેખાડો કરવા પણ એ તૈયાર નથી. અમથેઅમથી દુનીયામાં, અમથેઅમથું જીવન જીવતો માણસ, નીયમો અને નૈતીકતાના વર્તુળની બહાર નીકળીને સાચેસાચું જીવે તો એનું જીવન કેવું હોય એની આ નવલકથામાં અદ્ ભુત વાત છે.

કામુ 30 વરસની ઉંમરે જ પોતાની કલમના જોરે સમગ્ર યુરોપમાં મશહુર થઈ ગયા; પણ એમને 34 વરસની ઉમ્મરે જ કેટલાક વીવેચકો ફાડી ખાવા માટે ટાંપીને બેઠા હતા. એમણે ‘આઉટ સાઈડર’ પછી ‘પ્લેગ’ નામની નવલકથા લખી. બીજા વીશ્વયુદ્ધમાં જર્મનીએ ફ્રાંસ જીતી લીધું અને પેરીસ પણ જર્મન તાબા હેઠળ આવ્યું. કામુ ત્યારે પેરીસમાં રહેતા હતા. એમણે જર્મનીનો જુસ્સાથી પ્રતીકાર કર્યો. જીવના જોખમે આમ કર્યું. ત્યારે બળવાખોરોનું ‘કોમ્બેટ’ નામનું સામયીક હતું. કામુ એના સહતંત્રી હતા. સાર્ત્ર અને કામુ ખભેખભા મીલાવીને કામ કરતા; પણ ધીમે ધીમે બન્ને સમજી ગયા કે એમના અભીગમ જુદા પડે છે. ન્યુયોર્ક શહેર વીશે સાર્ત્રનો અભીગમ જુદો હતો અને કામુનો જુદો હતો. સાર્ત્રે એમ કહ્યું કે : ‘અમેરીકા રંગભેદી છે અને ભાગલાવાદી છે. ત્યાંનો માણસ યાંત્રીક બની ગયો છે. ત્યાં માણસને નીર્જીવ વસ્તુ ગણવામાં આવી છે.’ કામુ પણ અમેરીકાની મુલાકાતે ગયા. એમને ન્યુયોર્ક ગમ્યું, ત્યાંની ગગનચુંબી ઈમારતો વીશે એમને કાંઈ વાંધાજનક લાગ્યું નહીં. ઉલટું ન્યુયોર્કના ખોરાક, આઈસક્રીમ, બ્રોડવેની રોશની, ત્યાંના ઝાઝબાર  તેમ જ સીગરેટની જાહેરાતમાં મોંમાંથી ધુમાડો કાઢતા અમેરીકી સૈનીકનાં કામુએ વખાણ કર્યાં. ત્યાંથી સાર્ત્રને કામુ સામે વાંધો પડ્યો. એમણે ટીકા કરી કે કામુ કોઈ મુદ્દે સ્પષ્ટ બનવાને બદલે ગોળગોળ વાત કરીને છટકી જાય છે. સાર્ત્ર એ દીવસોમાં બીજા વીશ્વયુદ્ધ અંગે ધડાધડ લખતા હતા અને ખોંખારીને બોલતા હતા ત્યારે કામુ કહેતા કે હું કોઈપણ જાતની જાહેર અભીવ્યક્તી બાબતે કંટાળો અનુભવી રહ્યો છું. અન્યાય અને શોષણ સામે બન્ને લડવા માંગતા હતા; પણ સાર્ત્રનો ઝુકાવ ડાબેરી હતો. કામુએ તમામ રાજકીય વીચારધારાથી પોતાની જાતને દુર રાખી હતી. એક તબક્કે એમણે એમ કહ્યું કે આ માટે હું હજુ નાનો છું; પણ કામુ એક વાતમાં સ્પષ્ટ હતા કે કોઈપણ જાતની ક્રાન્તી પાછળનો હેતુ ગમે તેટલો ઉંચો હોય તો પણ; એના પાયામાં તો નીતીમત્તા હોવી જ જોઈએ. આદર્શ સમાજની રચના માટે હીંસાનો આશરો લઈ શકાય નહીં. સાધ્ય ઉમદા હોય, તો શું સાધનશુદ્ધી ગૌણ બની જાય છે ? કામુનું કહેવું ‘ના’ હતું; સાર્ત્રનું કહેવું ‘હા’ હતું. કામુ ભારપુર્વક કહેતા કે સાધન શુદ્ધ હોવું જ જોઈએ. જો કે એટલું સ્વીકારતા કે શોષણ અસહ્ય બની જાય ત્યારે હીંસક વીરોધ જરુરી હોય છે; પણ એમાં પણ બળવાખોરોએ સંયમ રાખવો જોઈએ. પોતાની જ વાત સાચી છે એમ જડતાથી માનવું ન જોઈએ. એણે વીચારવું જોઈએ કે હીંસાથી કોઈનું ભલું નથી થતું.
પોતાની આ વીચારધારા કામુએ 1951માં ‘ધ રીબેલ’ નામની નવલકથામાં લખી. ટીકાકારો તરત એમના ઉપર તુટી પડ્યા. સાર્ત્રને લાગ્યું કે કામુ કોઈ લેખક નહીં; પણ સંત છે. એમના તંત્રીપદે પ્રકાશીત થતા સામયીકમાં સમીક્ષકે કહ્યું કે કામુને જે પ્રસીદ્ધી મળી છે એને માટે એ લાયક નથી અને એમ પણ કહ્યું કે આદર્શોની આડશમાં કામુ પોતાનો પલાયનવાદ છુપાવી રહ્યા છે. જવાબમાં કામુએ 16 પાનાંનો પત્ર લખ્યો. એમાં એ સમીક્ષકનું નામ ન લખ્યું. સાર્ત્રને સંબોધન કર્યું અને એમ લખ્યું કે તમે એમ માનો છો કે માત્ર ડાબેરી વીચારધારા જ સાચી છે; પણ એ ખોટું છે. એમણે એમ પણ કહ્યું કે પ્રતીકાર વખતે જીવનું જોખમ લેવું પડે છે. સાર્ત્ર ભડકી ગયા અને કામુ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે બધા જાણે છે કે આપણે 10 વરસથી મીત્રો છીએ મને લાગે છે કે તેં મજાકમાં લખ્યું છે; પણ હું તને પુછું છું કે દુર ઉભા ઉભા વાતો કરનાર તું છો કોણ ? તું સ્વાતંત્ર્યનો મુદ્દો બરાબર સમજ્યો નથી. એક વખતે તું અમને કેટલો પ્યારો હતો !

કામુની પ્રસીદ્ધ નવલકથાઓમાં ‘ધ પ્લેગ’નો પણ સમાવેશ થાય છે. કામુ માત્ર આરામખુરશીમાં બેસીને લખનારા લેખક જ નહોતા; પણ કર્મશીલ પણ હતા. એમણે અલ્જીરીયામાં રહીને ઘણી ચળવળોમાં સક્રીય ભાગ લીધો હોઈ વીરોધીઓએ તેઓને સમગ્ર માનવજાત ઉપર આક્રમણ કરનાર શેતાન ગણાવ્યા. એક શહેરમાં મરેલા ઉંદર ચારે તરફ દેખાય છે. તાવ અને ચાંઠાંથી પીડાતા માણસોની સંખ્યામાં પણ વધારો થતો રહે છે. થોડાક ખચકાટ બાદ ડૉક્ટરો પ્લેગનો સ્વીકાર કરે છે અને એ શહેરને બહારથી વીખુટું પાડી દેવાય છે. કોઈ અંદર ન આવી શકે અને કોઈ બહાર પણ ન જઈ શકે. બહારગામ ગયેલા લોકો બહાર જ અટવાઈ જાય છે અને શહેરમાં આવેલા મુલાકાતીઓ શહેરમાં જ ફસાઈ જાય છે. ગામમાં અંધાધુંધી ફાટી નીકળે છે. ચીજવસ્તુઓની આયાત–નીકાસ પર પ્રતીબંધને લીધે લોકો ચીજવસ્તુઓ ખરીદીને સંઘરો કરવા માંડે છે. વેપારીઓ ભાવ વધારી દે છે. કાળાબજાર ફાટી નીકળે છે, લોકોનો ડૉક્ટરો પરથી પણ વીશ્વાસ ઉઠી જાય છે, આખી નવલકથા એક ડૉક્ટરની ડાયરીરુપે લખવામાં આવી છે. એક પાદરી આને ‘માણસના પાપની ઈશ્વરે કરેલી સજા’ કરીને ગણાવે છે ત્યારે ડૉક્ટર સવાલ કરે છે કે, ‘બાળકો આ રોગનો આસાનીથી ભોગ બને છે. પાપ કરવા જેટલાં મોટાં પણ નથી થયાં; તો પછી ઈશ્વર એમને કયાં પાપની સજા કરે છે ?’ ડૉક્ટર નીરુત્તર રહે છે અને એ પણ માંદા પડે છે. એમને પ્લેગ નથી; છતાં મરી જાય છે. લેખક કહેવા લાગે છે કે એમનું મોત શ્રદ્ધાથી થયું છે. અહીં ટેરો નામનો માણસ ફરવા આવ્યો છે એ નાસ્તીક છે; છતાં નૈતીકતા અને આદર્શોનો આગ્રહ રાખે છે. એમને નવાઈ લાગે છે કે ડૉક્ટર પણ આસ્તીક નથી; છતાં દર્દીઓની સારવારમાં ડુબેલા કેમ છે ? ડૉક્ટરને પ્રશ્ન પુછે છે. એ માને છે કે ઈશ્વરીય આદેશને નામે માણસને પ્રલોભન આપવામાં આવે છે. એ એમ પણ માને છે કે ધર્મને વચ્ચે લાવ્યા વીના સમાજમાં નૈતીકતા જાળવી શકાય છે. એ પ્રશ્ન પુછે કે : ‘શું ઈશ્વર વીના માણસ સંત બની ન શકે ?’ ભલાઈ ખાતર ભલાઈ શક્ય છે. ઈશ્વરના ડરથી કે સ્વર્ગની લાલચ વીના પણ માણસ સારો બની શકે છે.

કામુ નીત્શેથી પ્રભાવીત હતા. નીત્શે નીરીશ્વરવાદી હતા. બીજા વીશ્વયુદ્ધ સમયે એમણે પેરીસનાં અખબારોમાં એક જાહેરાત આપેલી. જેનું શીર્ષક હતું : ‘ઈશ્વરનું અવસાન થયું છે એમનું ઉઠમણું ફલાણા સ્થળે અને આટલા વાગ્યે રાખ્યું છે.’ એ દીવસે 50 હજાર માણસો એકઠા થયા. એમની સમક્ષ નીત્શેએ જે ભાષણ કર્યું એ નીરીશ્વરવાદીઓનું બાઈબલ ગણાય છે. એમણે પ્રશ્નો પુછ્યા કે : ‘ઈશ્વર હોય તો હીટલર જેવા ક્રુર માણસને પેદા શા માટે કરે ? અને વીશ્વયુદ્ધમાં જે કરોડો માણસો મર્યા એની જવાબદારી કોની ? માર્યા ગયેલાઓમાં પાદરીઓ પણ હતા, બાળકો પણ હતાં, મહીલાઓ પણ હતી અને વૃદ્ધો પણ હતા. આ બધાં નીર્દોષ જીવોની હત્યા કોણે કરી ?’ કામુએ શક્યતા બતાવી કે ઈશ્વર વીના પણ સારા માણસ બની શકાય છે. સારા બનવા માટે શ્રદ્ધા જરુરી નથી. કોઈપણ માણસ નીષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવે એ સાચો શ્રદ્ધાળુ કહેવાય. પછી એ ડૉક્ટર હોય કે વકીલ હોય, કે પછી સાધારણ ખેડુત હોય અથવા સરકારી કર્મચારી હોય, મુળ મુદ્દો પ્રામાણીકતા અને નીષ્ઠાનો છે. એમાં ઈશ્વરને વચ્ચે લાવવાની કોઈ જરુર નથી.

કામુ અને સાર્ત્ર સાહીત્યકારો હતા. ફ્રાંસ, જર્મની અને ઈંગ્લેન્ડના સાહીત્યકારોએ પોતાની કૃતીઓમાં વીશ્વયુદ્ધની અસરોને બરાબર ઝીલી હતી અને સાબીત કર્યું હતું કે ‘સાહીત્ય એ જીવાતા જીવનનો અને સમાજનો અરીસો છે.’ બીજા વીશ્વયુદ્ધ પછી યુરોપની પ્રજામાં વ્યાપેલી ઘેરી હતાશા એમણે બરાબર સાહીત્યમાં ઝીલી બતાવી ત્યારે પ્રશ્ન થાય છે કે ગુજરાતી સાહીત્યમાં આવું કેમ જોવા મળતું નથી ? આજનો ગુજરાતી લેખક જમીન ઉપર પગ રાખવાને બદલે હવામાં ઉડે છે. એવું કેટલાક તટસ્થ નીરીક્ષકોને લાગે છે. ગુજરાતના ગોઝારા રમખાણો વીશે ભાગ્યે જ કોઈ નવલકથા લખાઈ છે. કવીતા કે વાર્તામાં પણ એના પડઘા બહુ ઓછા પડ્યા છે. શું આ ‘પ્રો–એસ્ટાબ્લીસમેન્ટ’ વલણ કહી શકાય ?

…યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા.13 જાન્યુઆરી, 2013ના અંકમાંથી ડૉ. યાસીન દલાલના અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281-257 5327) .મેઈલ: yasindalal@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B,  Opp. Balaji Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 24/01/2014      

11 Comments

  1. It is true that ‘સાહીત્ય એ જીવાતા જીવનનો અને સમાજનો અરીસો છે.’ But today’s human is not for Shahitya. I do believe that their is meaning of life. One must establish them self this meaning. However, today, everyone is for “MINE” (Maaroo Maroo). Because of this attitude, meaning of life has be devastated.

    Well informative article.

    Like

  2. યાસીનભાઇ,
    ગુજરાત, ગુજરાતીઓ અને આજના ગુજરાતી સાહિત્યકારોને માટે આપનો આ લેખ આંખ ઉઘાડનારો છે. તમને ઝુકી ઝુકીને સલામ. ( હું પણ ગુજરાતી જ છું ). કામુના જીવનની વાતો થકી તમે પ્રેરણાના શબ્દો ગુજરાત, ગુજરાતીઓ અને ખાસ કરીને ( જેમણે જેમણે કામુને વાંચ્યા છે તે તે ) સાહિત્યકારોને કહ્યું છે કે મનકી આંખે ખોલ…

    ગોવિંદભાઇ તમારો પણ આભાર..આ લેખ અભીવ્યક્તિ દ્વારા પ્રસિઘ્ઘ કરવા માટે.

    લેખમાં યાસીનભાઇએ લાલ ઇન્કમાં જે વાક્યો લખ્યા છે તે બઘા સત્યો છે…સવાલના રુપમાં કે સમજણના રુપમાં…..(૧) શું ઇશ્વર વીના માણસ સંત બની ન શકે ? ભલાઇ ખાતર ભલાઇ શક્ય છે. ઇશ્વરના ડરથી કે સ્વર્ગની લાલચ વીના પણ માણસ સારો બની શકે છે. આ વખતે મને સંત રાબિયાની પ્રાર્થના યાદ આવી…( મારી ર્ક્વેસ્ટ છે કે ઘાર્મિકતાને સાંકળવી નહિં)

    હે પ્રભુ, હું નરકના ડરથી તારી પૂજા કરતી હોંઉ, તો તું મને અે નરકની (દુ:ખ ) આગમાં સળગાવી દે; અને સ્વર્ગના ( સુખ ) લોભથી જો તારી સેવા કરતી હોંઉ તો અે સ્વર્ગનું દ્વાર મારે માટે બંઘ કરી દે; પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ તારી ભક્તિ કરતી હોંઉ, તો તું મને તારા અપાર સુંદર સ્વરુપથી વંચિત ન સાખીશ.‘ ( પરમ સમીપેમાંથી…કુંદનીકા કાપડીયા ) (૨) ‘ઘર્મને વચ્ચે લાવ્યા વીના સમાજમાં નૈતીકતા જાળવી શકાય છે.‘ સાચી વાત.

    કામુના વિચારો જાણીને કહેવાનું મન થાય છે કે….‘ પોતાના મન સાથે જીવવું, પોતાની સાથે જીવવું, કુદરતની સાથે જીવવું, દૂન્યવિ જીવન જીવવું નહિં.

    દુન્યવિ વહેવાર માટે…પૈસાવાળા…ગરીબ…અન્યાય….માટે જ કદાચ કોમ્યુનિસ્ટોનો જન્મ થયો હશે. તેની સફળતા..નિસ્ફળતાનો વિચાર અહિં અત્રે નહિં કરીયે.

    મ્યુરસોલ્ટ કદાચ ગાતો પણ હશે કે…‘ સબકુછ શીખા હમને, ના શીખી હોંશીયારી, સચ હે દુનિયાવાલોં કે હમ હે અનાડી.‘

    ગુજરાતી સાહિત્યની વાત લખાઇ જ છે ત્યારે સવાલ ઉઠે છે કે…ન્યાય તોલવાના સ્ટેજ ઉપર બેઠેલાઓમાં…..તટર્થ કેટલાં ? દંભી કેટલાં ? પોલીટીશીયનો કેટલાં ? અને પ્રો–અેસ્ટાબ્લીસમેન્ટ કેટલાં ? સાચા ન્યાયી કેટલાં ?

    વેસ્ટના સાહિત્યકારો પાસે આપણે હજુ ઘણું શીખવાનું બાકી છે. સાહિત્ય તો ખરું જ પણ જીવન જીવવાની કળા પણ શીખવાની હજુ બાકી છે. ( The Art of Living. )………….

    આભાર.
    અમૃત હઝારી
    ન્યુ જર્સી . અમેરીકા.

    Like

  3. Yasin Bhai Kuub saras Lekh Amrut Bhai ni koment pramane lal akshare lakhela badhaj vakyo lal nahi pan suvarna gani Sakai. Mari namra vinanti Gujarat na ramkhan upar chokkas naval katha lakhavi joiye. ( modathaya chhiye pan tame lakhavanu bandh nathi karyu to tamej lakho Karan ke vishayj avo chhe ke koi aagal padavani himmat nathi kartu )

    Like

  4. ખુબ જ સુંદર લેખ. અભીનંદન અને હાર્દીક આભાર યાસીનભાઈ અને ગોવીંદભાઈ.

    કેટલી સાચી વાત કહી છે!!! “ ઈશ્વર વીના પણ સારા માણસ બની શકાય છે. સારા બનવા માટે શ્રદ્ધા જરુરી નથી. કોઈપણ માણસ નીષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવે એ સાચો શ્રદ્ધાળુ કહેવાય. પછી એ ડૉક્ટર હોય કે વકીલ હોય, કે પછી સાધારણ ખેડુત હોય અથવા સરકારી કર્મચારી હોય, મુળ મુદ્દો પ્રામાણીકતા અને નીષ્ઠાનો છે. એમાં ઈશ્વરને વચ્ચે લાવવાની કોઈ જરુર નથી.”
    ગુજરાતનાં રમખાણો વીશે લખી શકે તેવા નીષ્ઠાવાન, જાગૃત ગુજરાતી સાહીત્યકારો આપણી પાસે નથી? કે એ સમયે પ્રગટ થયેલી અધાર્મીક, નીષ્ઠુર જંગાલીયતની એવા સાહીત્યકારો પર કોઈ અસર થઈ ન હતી?

    Like

  5. મિત્રો,
    ડો. દલાલના આ લેખને વાંચતાં વાંચતા મને રશીયન નોવેલીસ્ટ અને લીટરેચરને માટે ૧૯૫૮માં નોબેલ પ્રાઇઝ વિજેતા , બોરીસ પાસ્ટરનાકની નોવેલ ડોક્ટર ઝીવાગોની યાદ આવી. થોડી વિગતો જાણવા યોગ્ય છે…..
    This novel depicts the life of a Russian doctor / poet, who although married, falls for a political activit’s wife., and experiences hardships during the Bolshevik Revolution of 1905.
    Due to its (Novel’s) independent minded stance on the October revolution, Doctor Zhivago, was (Novel) refused publication in the USSR. (Russia). At the instigation of Giangiacomo Feltrinelli, the manuscript was smuggled to Milan and published in 1957.
    Writer novelist Boris Pasternak was awarded the Nobel Prize for literature in 1958. The writer also had to live hardship in communist Russia.
    I wish those who are interested, may find out the film Doctor Zhivago and see.It was and is one of the best films I have seen.

    મુરખકો તુમ રાજ દિયત હો, પંડીત ફિરત ભિખારી…..જેવી જ વાત પરંતુ આજની ભારતની પોલિટીક્સથી રંગાયેલી જીંદગીમાં પૈસાવાળા અને ગરીબોની જીંદગી વિશે , ગુંડાગીરીવાળી જીંદગી વિશે,ઉભરતા કવિ સુરેન ઠાકર ‘મેહુલ‘ લખે છે…..સત્ય વચન…..

    ‘ દુનિયા જરુર પૂજતે અમને ઝૂકી ઝૂકી,
    અફસોસ કે ખરાબ થતાં આવડયું નહીં.‘
    આભાર.
    અમૃત હઝારી.

    Like

  6. Children learning more of English, says Javed Akhtar:

    Acclaimed Bollywood lyricist Javed Akhtar says that children from the middle class are learning English at the “cost of vernacular languages”.

    The middle and upper middle classes have abandoned them in preference to English, which has become a necessity now, Akhtar said at the Kolkata Literary Meet here Saturday.

    “It is a tragedy… The educational system, the globalisation and liberalization has corporatised society,” he said.

    “English has become … crucial to connect to the rest of the world. But what is happening is that children from middle and upper middle class families are learning English at the cost of the vernacular languages. So, where will they go?” he asked.

    “The middle and upper middle classes have abdicated the vernacular languages, and these classes are mainly responsible for the literature, beauty and aesthetics of the language.

    “It is being given to the slum dwellers. It would be unfair to demand from the lower classes (who struggle for food) to make a contribution to the development of literature.”

    According to Akhtar, destroying a language is akin to causing the death of history and tradition.

    “Language is a vessel that carries history, culture and tradition. You kill a language, you kill history, your culture, you kill tradition, and that is what is happening.”

    He contended that Urdu had suffered because of the two-nation theory that led to the partition of India in 1947.

    “Urdu, the language of nationalists, has been enveloped in a shroud, and that is unfair.”

    Like

  7. Some time back you had published artical onVasiatnamu .can you please send copy or give me date on which day that mail was send . ?

    Like

      1. વહાલા મુરજીભાઈ,
        શ્રી. નલીનભાઈને (૧) ‘અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)’ અને (૨) ‘રૅશનલ વસીયત – ક્રાંતીકારી નેમજી મુરજી છેડાની’ બન્ને પોસ્ટની પીડીએફ To nalin41@rediffmail.com આઈડી પર તા. Jan 27 at 9:02 PM થી મોકલી હતી.
        ધન્યવાદ..
        ..ગો.મારુ

        Like

  8. Nitzsche was dead by 1900, so how could he give lecture on ” Death of God “, during 2nd world war in Paris? Other than that the article is very well written. Gives a pertinent message to be Good for the sake of Goodness, while in the current society we see daily to hide behind the so called God and keep on doing whatever to achieve a goal or success( in short ‘ mukh me ram or bagal me chhuri’)
    Many thanks

    Like

Leave a comment