સ્વામી સચ્ચીદાનન્દ લખે છે : ‘મહાભારતની જીવનકથાઓ’

Swami-Sachidanand

સ્વામી સચ્ચીદાનન્દ લખે છે :

‘મહાભારતની જીવનકથાઓ’

ડૉ. ગુણવંત શાહ

એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરીબળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !

જગતમાં એવો એક પણ ધર્મ નથી, જેમાં કાળક્રમે કચરો જમા ન થયો હોય. એ કચરાને પણ પવીત્ર ગણવાનો અને સાચવી રાખવાનો બોધ આપે તેવા માણસને લોકો ‘ધર્મગુરુ’ કહે છે. મહન્તમુલ્લાપાદરી’ જેવા ત્રણ ખલનાયકો સદીઓથી જામી પડેલા ‘ધાર્મીક’ કચરાનું રક્ષણ કરતા આવ્યા છે. પ્રત્યેક ધર્મમાં માર્ટીન લ્યુથર, દયાનન્દ, વીવેકાનન્દ, નર્મદ, દુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાન્તરે પેદા થવા જોઈએ.

જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતા કે જ્યોતીબા ફુલે કે ડૉ. આંબેડકર પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખનારી પ્રજાને પછાત રાખવામાં સફળ થાય છે. ખ્રીસ્તી ધર્મસુધારક માર્ટીન લ્યુથરને પ્રતાપે પોપની સત્તા સામે પડકાર ઉભો થયેલો. ‘પ્રોટેસ્ટ’ પરથી ‘પ્રોટેસ્ટન્ટ’ શબ્દ બન્યો છે. લ્યુથરના વીદ્રોહને પ્રતાપે ખ્રીસ્તી પરમ્પરામાં પ્રોટેસ્ટન્ટ મીજાજ પેદા થયો. એ મીજાજ યુગપ્રવર્તક બની રહ્યો. એ મીજાજને કારણે પોપની અન્ધશ્રદ્ધાળુ માયાજાળમાંથી ખ્રીસ્તી પ્રજા તે કાળે મુક્ત બની. સ્વામી સચ્ચીદાનન્દજી હીન્દુ પરમ્પરાના ભગવાંધારી સાધુ છે અને એમનો પ્રોટેસ્ટન્ટ મીજાજ સદીઓથી જામી પડેલા એવા પવીત્ર ગણાતા કચરા સામે વીદ્રોહ જગાડનારો છે. આવો પ્રાણવાન વીદ્રોહ જ ધર્મને બચાવી લેતો હોય છે.

સ્વામીજીએ ગુજરાતને અનેક સુન્દર પુસ્તકો આપ્યાં છે. લાંબા પ્રવાસો કરીને એમણે ગુજરાતનાં દુર દુરનાં ગામોમાં જઈને સુધારાનો શંખધ્વની પહોંચાડ્યો છે. એમનાં પુસ્તકો ખુબ વંચાય છે અને વેચાય છે. સાધુવેશ ધારણ કરનારા આ સન્ત, લોકોને દમ્ભી સાધુઓ સામે નીર્ભયપણે ચેતવે છે. પંકજ ત્રીવેદીની હત્યા થઈ ત્યારે એમણે જે ઉચીત ‘ક્રોધ(મન્યુ)’ પ્રગટ કર્યો તેમાં ગાંધીજીને ગમી જાય તેવી નીર્ભયતા હતી. અહીંસા જ્યારે કાયરતા, અનીર્ણાયકતા અને મધુર છતાં જુઠા શબ્દને પનારે પડે ત્યારે એ મહાત્મા ગાંધીની કે મહાવીરની અહીંસા રહેતી નથી.

મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : ‘અભય વીનાની અહીંસા તો અહીંસા જ નથી.’ સાચી વાત ગોળ ગોળ વાણીમાં દબાતા સાદે કહે તે કદી પણ ‘ગાંધીજન’ ન હોઈ શકે. મધરાતે આશ્રમમાં થયેલા હુમલામાં સ્વામીજી બચી ગયા એ ગુજરાતનું સદ્ નસીબ ગણાય.

એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરબીળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !

સ્વામીજીએ લખેલા એક એવા પુસ્તકની વાત કરવી છે, જે પ્રત્યેક ગુજરાતીએ વાંચવું જોઈએ. સાવ સરળ ભાષામાં લખાયેલી મહાભારતની કથાઓ એટલી રસપુર્ણ છે કે વાચકને પુસ્તક છોડવાનું મન ન થાય. (‘મહાભારતની જીવનકથાઓ’, સ્વામી સચ્ચીદાનંદ, ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ1, રુપીયા : 120/-) આ કથાઓને અંતે સ્વામીજીએ જે મૌલીક ટીપ્પણી કરી છે તે કથાનો મર્મ અદ્યતન સન્દર્ભમાં પ્રગટ કરનારી છે.

અહીં માત્ર એક જ પ્રસંગકથા પ્રસ્તુત છે :

પુત્ર ઉત્પન્ન કરતાં પહેલાં (અગસ્ત્ય) ઋષીએ લોપામુદ્રાને પુછ્યું હતું : ‘તારે હજાર પુત્રો જોઈએ છે કે સો પુત્રો ?’ પછી ફરી પુછ્યું : ‘તારે સો પુત્રો જોઈએ કે દસ પુત્રો?’ ફરી પુછ્યું : ‘તારે દસ પુત્રો જોઈએ કે એક પુત્ર ?’ લોપામુદ્રાએ કહ્યું કે : ‘મારે તો હજારની બરાબરી કરે તેવો એક જ પુત્ર જોઈએ છે. કુરકુરીયાંને ભેગાં કરીને હું શું કરું ?’ આ રીતે ઋષીને એક પુત્ર ઈધ્મવાહ થયો. પીતૃઓ તૃપ્ત થયા. સન્તાનપ્રાપ્તી પણ જીવનનો લહાવો છે. તે પુરો થયો. બોધપાઠ છે : સંસારથી ભાગો નહીં. પારકાં છોકરાંને ચેલા બનાવવા તેના કરતાં પોતાનાં જ સન્તાન પેદા કરો. (મહાભારત : વનપર્વ 96–97મો અધ્યાય)

પુસ્તકને પાને પાને એકવીસમી સદીને સુપેરે સમજનારા ક્રાન્તીકારી સાધુનું જીવનદર્શન પ્રગટ થતું દીસે છે. એ જીવનદર્શન કેટલું અદ્યતન છે તેનો પરચો કરાવે તેવા પ્રાણવાન શબ્દો સાધુના સ્વમુખેથી પ્રગટ થયા છે. સાંભળો :

‘કામ સ્વયં ઉર્જા છે, મહાઉર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી. પણ આ ઉર્જાને મીત્ર બનાવતાં ન આવડે, તો તે વીનાશક પણ છે. કામને મીત્ર બનાવવા માટે નીતીશાસ્ત્રો છે. તેમણે મર્યાદા બાંધી છે. ઉર્જા મર્યાદામાં રહે, તો જ મહાનીર્માણ કરી શકે. અગ્ની ચુલામાં રહે તો જ રસોઈ બને. જો ચુલા બહાર આખા ઘરમાં ફેલાઈ જાય તો મહાવીનાશ નોતરી મુકે. કામનું પણ આવું જ છે. જ્યારે જ્યારે કામ, મર્યાદા મુકીને બહાર નીકળ્યો છે, ત્યારે ત્યારે મહાવીનાશ થયો છે.’

આવા શબ્દો નવી પેઢી સુધી કોણ પહોંચાડશે ? એમાં ક્યાંય કાન પર જનોઈ ચડાવીને કે નાક બંધ કરીને દુર્ગંધથી બચવાની વાત નથી. ‘સેક્સ’ નામની પવીત્ર બાબતનો આવો તન્દુરસ્ત સ્વીકાર, સ્વસ્થ સમાજના નીર્માણ માટે જરુરી છે. બેજવાબદાર સેક્સ સુનામી સર્જે છે. આ લખાણ વાંચી રહ્યા પછી દોડીને આ પુસ્તક ખરીદવા જેવું છે.

આ પુસ્તક કોને અર્પણ થયું છે ? સાંભળો :

‘મારી દૃષ્ટીએ મહાભારતનું સૌથી વધુ વાસ્તવવાદી અને મારું પ્રીય પાત્ર, જેણે પ્રત્યેક વીપત્તીમાં પાંડવોને બચાવ્યાં છે, તેવા ગદાધારી ભીમને આ પુસ્તક અર્પણ કરું છું.’

સ્વામીજીની આ અર્પણનોંધમાં એમની આગવી જીવનદૃષ્ટી પ્રગટ થતી જણાય છે. તેઓ માનવીય દૃષ્ટીબીન્દુના સમર્થક છે; પરન્તુ કાયરતામુલક અહીંસા પ્રત્યે એમને સખત અણગમો છે. તેઓ રાવણના માનવ–અધીકારોની પણ ચીન્તા કરે તેવા મધુર મધુર અને નરમ નરમ સાધુ નથી. જે અસમર્થ હોય એની ક્ષમાનું કોઈ મુલ્ય નથી.

આતંકવાદ સામે ઝુકી પડતી પ્રજાને પણ ‘અહીંસક’ ગણે તેવું નીર્વીર્ય ભોળપણ સ્વામીજીને માન્ય નથી. બકાસુરનો વધ કરનાર ભીમ માનવ–અધીકારનો રક્ષક ગણાય કે ભક્ષક ? નીર્દોષ મનુષ્યોની સામુહીક હત્યા કરવા માટે તત્પર એવા કોઈ આતંકવાદીને હણવામાં કોઈ પાપ ખરું ? સ્વામીજી આવા કેટલાક પ્રશ્નો અંગે બીલકુલ સ્પષ્ટ છે. પોતાની વાત પુરી નીર્ભયતા સાથે રજુ કરવામાં એમની વાણી જબરી અસરકારક સાબીત થઈ છે. ગુજરાત એમનું ઋણી છે. ભીમનો આવો ઋણસ્વીકાર સ્વામીજી સીવાય કોણ કરે ?

ઓશો રજનીશ જ્યારે ભગવાન બની ગયા ન હતા અને કેવળ આચાર્ય હતા, ત્યારે એમણે એક પ્રશ્ન જાહેર પ્રવચનમાં ઉઠાવ્યો હતો : ‘યહુદી પ્રજાની નીર્દય કત્લેઆમ કરનારા હીટલરનું કોઈ મનુષ્યે શરુઆતમાં જ ખુન કરી નાખ્યું હોત, તો લગભગ પન્દર લાખ યહુદીઓ ગેસ ચેમ્બરમાં ખતમ થતાં બચી ગયા હોત. આપણે એ ખુનીને ‘પાપી’ કહેવો કે ‘પુણ્યશાળી’ ?’ રજનીશે જવાબ પણ પોતે જ આપ્યો હતો : એ ખુનીને ‘મહાત્મા’ ગણવો રહ્યો ! થોડાક પરીચયને આધારે કહેવાનું મન થાય છે કે હીન્દુ ધર્મમાં પેઠેલાં અનીષ્ટો સામે આટલી હીમ્મતથી બંડ પોકારનારા બીજા સાધુ ઝટ જડતા નથી. લોકો તેમને કાન દઈને સાંભળે છે અને આંખ દઈને વાંચે છે. એમનો સહજ સ્થાયીભાવ છે : ‘પાખંડ–ખંડન’.

પાઘડીનો વળ છેડે

‘આપણું ઘડતર એવી ભક્તીથી કરવામાં આવ્યું, જે અન્તે વેવલી થઈ ગઈ. શોષણનું માધ્યમ બની. વીરતા વીનાની વેવલી ભક્તીથી પણ પ્રજા તો દુર્બળ જ થઈ. ભગવાન અને ગુરુને નામે સદીઓથી તેનું શોષણ થઈ રહ્યું છે… ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરીદ્ર થઈ ગઈ. એકલી દરીદ્ર જ નહીં, દુર્બળ પણ થઈ ગઈ. આ વેવલી ભક્તી પણ વીરતા વીનાની, શસ્ત્રો વીનાની, પડકાર વીનાની, મોટે ભાગે સ્ત્રીઓ માટેની થઈ ગઈ, થઈ રહી છે… જો જગત્ મીથ્યા જ હોય, તો ગુલામ રહો કે આઝાદ રહો, કંગાળ–દરીદ્ર રહો કે સમૃદ્ધ રહો. શો ફરક પડે છે ? બધું સ્વપ્ન જ છે. વીરતા, શૌર્ય, કર્મઠતા, સાહસનું તો નામ જ ન રહ્યું… ફરીથી ઋષીમાર્ગનું મહત્ત્વ સમજાય તો હજી પણ નવીનર્માણ થઈ શકે છે. –સ્વામી સચ્ચીદાનંદ (‘મહાભારતની જીવનકથાઓ’)

–ડૉ. ગુણવંત શાહ

Khush_Khabar_Fotor

ગુજરાતના દૈનીક દીવ્ય ભાસ્કરમાં, ચીન્તક–લેખક ડૉ. ગુણવન્ત શાહની અતી લોકપ્રીય કટાર ‘વીચારોના વૃન્દાવન’માં વર્ષોથી પ્રકાશીત થતી રહે છે. તેમાં રવીવાર તા 11 જુલાઈ, 2010ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને દીવ્ય ભાસ્કરના સૌજન્યથી સાભાર..

લેખકસંપર્ક :

ડૉ. ગુણવન્તભાઈ શાહ, ‘ટહુકો’– 139,વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા  390020 બ્લોગ : http://gunvantshah.wordpress.com

 ‘અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીયવેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી સેલફોન : +919537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgujjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10/06/2016

 

19 Comments

  1. પ્રત્યેક ધર્મમાં માર્ટીન લ્યુથર, દયાનન્દ, વીવેકાનન્દ, નર્મદ, દુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાન્તરે પેદા થવા જોઈએ. જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતા કે જ્યોતીબા ફુલે કે ડૉ. આંબેડકર પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે.
    Very very true.
    But we did have all these and many more. Right from Budddha to Gandhi. So why did we come to such a sorry pass?
    Perhaps we need our better intellectuals like Dr. Gunvant Shah to adress this basic problem of our society in much more depth.

    Thanks for an excellent article. —Subodh Shah — USA.

    Liked by 1 person

  2. Khub khub dhanya vaad govind bhai ane swami sachchidanand swami sachchidanand ni lokpriya column LOKSAGAR NE TEERE ane pustak AAPNE ANE PASCHIM pustak pan saras chhe abhivyakti parivar na vachako ne mate abhivyakti par mukva mate vinanti.

    Liked by 1 person

  3. હજુ સૂધી મને ગુરુની જરૂર નથી પડી. પણ જો મારે સાંપ્રત સમયના કોઈ વિચારકને ગુરુ બનાવવા હોય તો એક માત્ર વ્યક્તિ “સ્વામિશ્રી સચ્ચિદાનંદજી” છે. માત્ર બે ત્રણ પુસ્તકો જ વાંચ્યા છે, અને એમને માત્ર એક વાર જ સાંભળ્યા છે. મેં મારી નોવેલ “શ્વેતા” માં પણ એમની વિચાધારાનો ઉલ્લેખ કર્યો છે.

    Liked by 2 people

  4. સ્વામી સચ્ચીદાનંદજી ખુબ જ નીખાલસ છે. ઈશ્વર અંગે તેમને પુછતાં મને કહે, ” ઈશ્વર છે તે અંગે ઘણી દલીલો છે અને નથી તે અંગે પણ ઘણી દલીલો છે. મને ઈશ્વરના દર્શન થયા નથી, બીજાને થયા હોય તો એ જાણે, પણ હું એની કૃપા અનુભવુ છું.
    તેમને વીગ્નાનમાં રસ અને શ્રદ્ધા બંને છે. જયારે મેં પૂછ્યું કે ધર્મશાસ્ત્રો, પાણીને એક મુળતત્વ માને છે, પણ વીજ્ઞાન તો કહે છે કે તે હાઇડ્રોજન અને ઓક્સીજનનું બનેલું છે તો એ વીશે તમારે શું કહેવાનું છે? તેમણે કહ્યું, ” જયારે વીજ્ઞાન અને શાસ્ત્રો વચ્ચે તફાવત પડે ત્યારે હમેશાં વીજ્ઞાનની વાત માનવી.
    મારી 85 વર્ષની જીન્દગીમાં ભગવાધારી આ એક જ વ્યક્તી છે જેને મેં નીચા વાળીને પ્રણામ કર્યા છે.

    Liked by 2 people

  5. સત્ય સ્વીકારવામાં પણ હિંમત જોઇએ… ધર્મ અને ધર્મગુરૂઓએ વિચારવાની હિંમત પર જ લુણો લગાવી દીધો હોય ત્યાં માર્ટીન લ્યુથર, દયાનંદ,વિવેકાનંદ કે સચ્ચિદાનંદ પેદા થાય એની રાહ જોવી જ રહી.

    Liked by 1 person

  6. સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકો વાંચીઅે અેટલે સત્યના સુરો સાંભળવા મળે.. દા.ત. ‘અઘોગતિનું મૂળ…વર્ણવ્યવસ્થા.‘ …પોતાને સાચી સમજ વગર હિન્દુ ગણાવનાર કયો અવતાર આ પુસ્તક વાંચીને ક્રોઘી ના થાય ?….સ્વામીજીને મારવા અેટલાં માટે જ પ્રયત્ન થયેલો….અને સ્વામીજીને પોતે અેક ગન..સ્વબચાવ માટે લેવી પડેલી.
    હિંસા અને અહિસાના વિષયે અહિથી જ વિચારવાનું રહ્યુ. અહિંસા અેક થીયરી છે….અેવું હું માનુ છું. ભગવાન બુઘ્ઘે પહેલી વાર અેક ગાલ અને બીજા ગાલની વાત કહી હતી…..તેમણે હિંસા સહન કરવાની શીખ તેમના શિષ્યોને આપી હતી….સાથે સાથે અહિસા પાળવી કેટલી અઘરી છે તે પણ સમજાવ્યુ હતું. બૌઘ ઘર્મના આ નિયમને ગાંઘીજીઅે પોતાના જીવનમાં ઉતારવાની કોશીશ કરેલી. તેમણે પણ તે પાળવી કેટલી મુશ્કેલ છે તે સમજીને સમજાવેલું.
    ભારતની આઝાદીની લડતના ઇતિહાસે ‘ હિંસા‘ જ યુનિવર્સલ છે તે સાબિત કરી દીઘુ જ છે.
    થીયરી અને પ્રેક્ટીસ બન્નેમાં આસમાન જમીનનો ફર્ક હોય છે. કદાચ નિરંજન ભગતના શબ્દોમાં ઇશુના વિચારો આવા હતાં….‘ જેણે પાપ કર્યું ના અેકે….તે પહેલો પથ્થર ફેંકેં‘. કહેવાયુ છે કે..‘.ઉદાહરણ આપવું તો સહેલું છે…..પરંતુ…..ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘
    Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of truth.
    શાંતિથી બેસીને અંતરમનમાં ઝાંખી કરીઅે અને ‘સત્ય‘ શોઘવાની કોશીશ કરીશું તો અેક જ સત્ય લાઘશે અને તે છે કે સિક્કાને બે બાજુઓ છે અને અેક ઘાર. જીવનની જે જે ઘડીઅે જે જે વર્તાવ કરવાનું ફરમાન મગજ કરે છે તે છે સમયને યોગ્ય રીતે સાચવી લેવો….અને આ કર્મને સાચુ વિચારીે તો કહેવાય કે તે છે…‘ સ્વાર્થ‘ તેના પ્રકાર અને માત્રા જુદા જુદા હોઇ શકે. સત્ય અને અહિંસા આજના માનવ જીવનમાં ચલનમાં નથી. ૨૦૧૬ વરસો પહેલાં ઇશુ અહિંસાની વાત કરતાં અને હિસા દસે દીશાઓમાં પ્રવૃત હતી….બુઘ્ઘે…મહાવીરે…ગાંઘીઅે પણ સત્ય અને અહિંસાની વાત કરી…પોતે હિંસાના શીકાર બન્યા પરંતુ ૨૦૧૬ના જૂન મહિનાની ૧૧મી તારીખે પણ હિંસાનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યુ છે. ઘરમાં,. મહોલ્લામાં, ગામમાં, તાલુકામાં, જીલ્લામાં, રાજ્યમાં અને દેશમાં..બઘે જ…અને પુરી પૃથ્વિ ઉપર અહિંસા શીવાય બીજું કાંઇ નજરે નથી ચડતું તે પ્રેક્ટીકલ લાઇફ છે…થીયરી નહિં.
    ડાર્વિને કહેલું…૧. વિપુલ જન્મપ્રમાણ…૨…જિવન જીવવા માટેનું સંઘર્ષ્…અને…૩. શક્તિશાળીની જીત……અને જીવિત રહેવું…..આ વિજ્ઞાનનો સાચો ઠરેલો નિયમ છે…વિજ્ઞાન અને ઘર્મ…કે પછી…ફીલોસોફી…..અેક બીજાથી દૂરનની અને સામ સામેની..ક્ષિતિજો છે….
    આપણને તો જમીન ઉપર ચાલવાનું છે…હવામાં ઉડવાનું નથી…..
    આભાર,
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. પ્રિય ગોવિંદભાઈ મારું
    તમે વાંચવા આપેલી સ્વામીસચ્ચીદાનન્દની મહાભારતની કથા વાંચી ઘણી ગમી .મને સ્વામી ની વાતો ઘણી ગમે છે . અને મને એમના ઉપર માન પણ ઘણું છે , અગસ્ત્ય અને લોપા મુદ્રાની એક પુત્રવાળીવાતગમી .એક અભણ ગામડિયા કવિનો દુહો યાદ આવ્યો. આ કવિ પિંગળશાસ્ત્ર વિષે કશું પણ જાણતો ન હતો . કે ભરત મુનીએ “સારેગમપધની” જે સાત સુરો શોધેલા એ વિષે કે હાલ શોધાએલ”ગા ગા ગા ગા લાગાભાગા” વિષે કશું જાણતો નોતો .
    તેનો દુહો ,
    કાઉં ઝાઝાં કાગોલીયા, કાઉં ઝાઝાકપૂત,
    હિક્ડતો ધૈડી ભલી હિક્ડ ભલો સપુત
    ભાવાર્થ :- કાગડાના ઝાઝા બચ્ચાં શું કામના અને એવી રીતે ઝાઝા કુપુત્રો શું કામના ગધેડી 8 બાળકોને જન્મ આપે એ બધાં બાળકો અને પોતે ભાર ખેંચતાં હોય છે . પણ કવિ કહે છે કે સિંહણ એકજ બચ્ચાને જન્મ આપેછે . પણ પછી એ નિર્ભય રીતે પોતાના ઘરમાં પગ પહોળા કરીને મસ્તીથી સુતી હોય છે .(આ કવિની વાતો સિંહણ બિલાડીના વર્ગનું પ્રાણી એકજ સુવાવડમાં ચાર ચાર બચ્ચાં આપતી હોય છે .) ધૈડી=પુત્રી એકજ અને સુપુત્ર એકજ ઘણું થઇ ગયું .

    Liked by 1 person

  8. મિત્રો,
    સુઘારો…મારા લખાણમાં….
    ….રાજ્યમાં અને દેશમાં…બઘે જ…અને પુરી પૃથ્વિ ઉપર હિંસા શીવાય બીજું કાંઇ નજરે નથી ચડતું.
    ‘ અહિંસા‘ ભૂલથી લખાયુ છે. ‘ હિંસા‘ વાંચવા વિનંતિ છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  9. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી એક વિચક્ષણ માનવ છે,એક સાચા સુધારક પણ છે તેમના પુસ્તકો વાંચનાર ગુજરાતીઓની સંખ્યા પણ ઘણી છે,તમના વિચારોથી ઘણા લોકો પ્રભાવિત થઈને પોતાના જીવનમાંથી અન્ધશ્રધ્ધા,વહેમ, રૂઢિઓ ને તિલાંજલિ આપીને ગંગામાં સ્નાન કર્યું હોય એવું અનુભવે છે અર્થાત મુક્ત થયા છે તેની સંખ્યા કંઈ ઓછી નથી.
    સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકો પુરુષવર્ગમાં જેટલાં વંચાય છે તે જ પ્રમાણે સ્ત્રીવર્ગમાં પણ સ્વામીજીના પુસ્તકો વંચાતા હોય તો સાચા ધર્મને સમજવામાં સમાજના દરેક સ્તરમાં તેનો ફેલાવો વધુ અસરકારક પણ નીવડશે…! આ કંઈ કોઈ જાતનું ‘ધર્મપરિવર્તન’ નથી પણ ‘ઊંડા અંધારેથી પરમ તેજે લઈજા’ની
    સાદી પ્રકિયા છે !
    લોકો ઘરમાં ભજનાવલિ, જેના તેના ‘ચાલીસા’ના પુસ્તકો ખરીદતા રહેતા હોય છે પણ સારા વિચારોને લગતા પુસ્તકો લેનારની સંખ્યા ગણીગાંઠી કહી શકાય તેટલી છે.
    ગુજરાતીઓની વાત કરતાં કહેવાનું કે ઘણા વર્ષોથી ગુજરાતના શિક્ષણમાં જે અંગ્રેજી શીખવાની કે પોતાના બાળકોને ‘અંગ્રેજી મીડીયમ’ ભણવાની જે હઠ કે ‘ધૂન’ ખાતાપીતા કુટુંબોમાં પેસી ગઈ છે તે ધૂને ગુજરાતીભાષાને ના માની શકાય તેટલું નુકસાન કર્યું છે અને તેના પરિણામો પણ બધાં જાણે છે.
    જો આવી સૂગ કે અણગમો માતૃભાષા માટે હોય તે સમાજમાં આવા નીડર અને સાચા સ્વામીજીના વિચારોનો ફેલાવો કેમ થાય ? અગર તે વાત મૂકી દો કે સ્વામીજી ના પુસ્તકો નાં વંચાય તો પછી શ્રી ગુણવંત શાહ જેવાના તેમજ અન્ય સારા લેખકોના વિચારોનો ફેલાવો કેવી રીતે આગળ વધે ? આ એક વાત કે દલીલ થાય છે.

    કેટલાય ગુજરાતીઓ વિદેશમાં પોતાના બાળકોને ગુજરાતી શીખવા માટે જે સ્થાનિક ગુજરાતી સામાજિક સંસ્થાઓમાં ગુજરાતી શિખવાના ‘ક્લાસ’ ચાલતા હોય છે તેમાં મોકલતા રહેતા હોય છે પણ તેમાં તેમના બાળકો કેટલું માતૃભાષાનું જ્ઞાન મેળવે છે તે પણ સવાલ છે. એક આડ વાત થઇ.

    સ્વામી શ્રી સચ્ચિદાનંદજી, શ્રી ગુણવંત શાહ, શ્રી રોહિત શાહ, શ્રી મુરજી ગડા,શ્રી વલ્લભ ઈટાલીયા, જેવા બીજા અનેક વિચારકોનું સાહિત્ય વાંચવા માટે ગુજરાતીનું જ્ઞાન પણ આવશ્યક છે જે માટે પણ જાહેર કે ખાનગી શિક્ષણ સંસ્થાઓની જવાબદારી ઓછી નથી થતી.

    ઉપરોક્ત લેખકોનું સાહિત્ય ગુજરાતીમાં જ લખાતું હોઈને આટલી ટીપ્પણી કરી છે.

    આજકાલ વપરાતા ‘સ્માર્ટફોન’માં ગુજરાતી, હિન્દી અને અન્યેતર પ્રાદેશિક ભાષા
    ‘WhatsAPP’માં જે ગુજરાતી ‘અંગ્રેજી મુળાક્ષરો’ વાપરનારા લખે છે તેનાથી હસવું કે
    રોવું…!! કે શું દશા કરી છે ? આવું કદાચ ગુજરાતીઓ જ કરતા હશે એવું લાગે છે !

    Liked by 1 person

  10. In Islam religion also, reformer like Kamal Ata Turk, Allama Mashriqi, Ghulam Ahmed Pervez etc. have born, which should also be noted for information.

    Liked by 1 person

  11. મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર ! ગોવિંદભાઈ !

    Liked by 1 person

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘સ્વામી સચ્ચીદાનન્દ લખે છે : ‘મહાભારતની જીવનકથાઓ’’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  12. ૧૯૮૭માં સ્વામી સચ્ચિદાનંદજીના ચાર પુસ્તકો વાંચવાં મળ્યા. બહુ જ ગમ્યા. ખૂબ આનંદ થયો કે કોઈક આપણા જેવું વિચારે છે. પણ આ વિચારનાર કોણ? એક પ્રખર જ્ઞાની, જેમણે ધર્મને સમય અને ઈતિહાસની પરીપાટી પર મૂકીને, વિજ્ઞાનની કસોટીએ ચકાસીને, પૂરાવા સહિત, નહીં કે દંતકથાઓના દાખલાઓ આપીને સાચા અર્થમાં સમજાવ્યો છે. સ્વામીજી એક મહાન ધર્મશાસ્ત્રી, આધૂનિક ધર્મસુધારક, તેમજ સામાજીક સ્પષ્ટ વક્તા અને કાર્યકરતા છે. આધ્યાત્મિકતાનો આંચળો ઓઢીને બીજા બધા કહેવાતા ધર્મના ધૂરંધરોની જેમ એ સામાજીક પશ્નોના ઉત્તર આપવામાં પીછે હઠ નથી કરતા, પરંતુ મક્કમતાથી છાતી કાઢીને સમાજ અને વ્યક્તીઓની વિરુધ્ધ જઈ જવાબ આપે છે. સચ્ચિદાનંદજી સાચું કહેવામાં ક્દી અચકાતા નથી. એમની વાતો અર્થસભર અને સચોટ હોય છે પણ ઘણાંને ગમતી નથી.

    પછી તો એમના ઘણાં પુસ્તકો વસાવીને વાંચ્યા. ૧૯૯૧માં દંતાલી જઈને મળ્યો. જેવા એમના પુસ્તકો એવુ એમનું વ્યક્તિત્વ, કાચ જેવું પૂરેપૂરું પારદર્શક. એક અલ્પજ્ઞાની ની થોડી વાતો – ચર્ચા-વિચારણા એક જ્ઞાતા સાથે થઈ. વાતો કરતા મેં સ્વામીજીને પૂછ્યું – “આપને લાગે છે કે આ પુસ્તકોથી આપણા સમાજમાં લોકોની વિચાર ધારામાં ફેર પડશે? અને પડશે તો ક્યારે? અને કેટલો પડશે? ” એમણે હસતા હસતા જવાબ આપ્યો “મારે તો આશાવાદી રહેવું પડેને!” પછી કહ્યું – “ના, ના, જરૂર પડશે, થોડી વાર લાગશે.” મેં કહ્યુ – “આ પુસ્તકો વાંચનાર વર્ગ કેટલો? અને વાંચીને વિચારનાર, તેમજ આચરનાર કેટલાં? કોઈ ઉંચા સ્તરે, મોટા પાયા પર, આપના વિચારો વિશાળ જનસમુદાય સુધી પહોંચે, એવુ કાંઈક, ગમે તે રીતે થવું જોઈએ.” એમણે કહ્યું – “ભાઈ, ટોળા તો હું પણ ઉભા કરી શકું, પણ મનને એ ગમતુ નથી.” પચ્ચીસ વર્ષ પહેલાની આ વાત છે. સ્વામીજીએ તે સમયનુ વાતવરણ, પરિસ્થિતિ જોઈને જવાબ આપ્યો હશે. આજે તેઓ કેવું વિચારે છે એની ખબર નથી.
    ભગવા પહેરીને લાખો કરોડોના ટોળા ઊભા કરી શકવાનું સામર્થ્ય ધરાવનાર, ધર્મને પૂરાવા સહિત સાચી રીતે સમજાવી શકનાર આ સાધુનું જ્ઞાન પુસ્તકોમાં જ કેદ થઈને ન રહે એ જોવાનું ઉત્તરદાયિત્વ આપણું છે.

    Like

  13. સ્વામી સચ્ચદાનંદ માટે મને ઘણું માન છે .એક ઓડીઓ કેસેટ એમના પ્રવચનની સાંભળી એમાં એમની ભૂલ પ્રત્યે મારું ધ્યાન ગયું મેં એમનું ભૂલ પ્રત્યે ધ્યાન દોર્યું અને મેં કાગળ લખ્યો . અને એમાં લખ્યું કે તમે કહ્યું એ વાત ખોટી છે પણ સાચી વાત આ છે . એ મહાપુરુષે મારા જેવા અદના માણસ આગળ ભૂલ કબૂલ કરી . અને પોતે આ વાત કોની પાસેથી સાંભળી એ પણ કીધું .

    Liked by 1 person

  14. પ્રિય ગોવિંદ ભાઈ
    આપણો સમાજ કેજેને લોકો હિન્દુ કહે છે તેને ગમે એટલો ભાર દઈને ઉપદેશ આપો પણ એને કોઈ અસર થવાની નથી . એનામાં એટલો બધો સડો પેસી ગયો છે કે . કોઈ ઈલાજ લાગુ પડે એમ નથી . દવા કારગત નીવડે એમ નથી .
    અમેરિકા સમજી ગયું છે કે ભીષ્મ પિતાનો ઉપદેશ બરાબર છે . તેણે ઇસુનો ઉપદેશ કોઈ એક ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ તમાચો મારવા માટે બીજો ગાલ ધરવો .
    વર્ડ ટ્રેડ સેન્ટર તોડી પાડવામાં આવ્યું ત્યારે તેણે અલ કાયદા વાળાને એવું નો કીધું કે હવે તમે શિકાગોમાં બે મિનારા છે . એ તોડી પાડો . અમેરિકાએ ભીષ્મ પિતાનો ઉપદેશ લીધો અને અફઘાનિસ્તાન , ઇરાક જેવા દેશોને છિન્ન ભિન્ન કરી નાખ્યા .અને અલ કાયદાના સ્થાપક લાદેન ના દીકરા ઓસામાની લાશનો પણ પત્તો લાગવા નથી દીધો .
    હિન્દુઓએ પોતાનું મન્દિર તોડ્યું તો બીજે ઠેકાણે બીજું મંદિર બાંધી લેવાનું અને ત્યાં ટોકરીયું વગાડવા મઁડીપડવાનું પણ મન્દિર તોડવા વાળાઓને અને એમને મદદ કરવા વાળાઓને ગોતી ગોતીને આકરી સજા કરવાનું ન કર્યું . કેમકે એવી ત્રેવડ નથી , અને એવી ત્રેવડ આવવાની પણ નથી .મૂર્તિઓને ખવડાવવી નવડાવવી સુવડાવવી એમાંથી નવરા થઈએ તો ત્રેવડ આવેને ?
    ઇઝરાયલે હિટલરે બાળી નાખેલા યહૂદીઓને જે જે લોકોએ બાળી નાખવામાં મદદ કરેલી એમને ગોતી ગોતીને મારી નાખેલા .

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s