સૃષ્‍ટીનું સર્જન… અકસ્‍માત કે આયોજન…?

32

સૃષ્‍ટીનું સર્જન… અકસ્‍માત કે આયોજન…?

– દીનેશ પાંચાલ

માણસ કેવી રીતે જન્‍મે છે તેનું જ્ઞાન માણસને પ્રાપ્‍ત થઈ શક્‍યું છે; પણ તે શા માટે જન્‍મે છે તેનો જવાબ હજી તેને જડ્યો નથી. પ્રશ્ન થાય છે ગર્ભાશયમાં સ્‍ત્રી–પુરુષના બીજના સંયોજન વડે ગર્ભધારણની પ્રક્રીયા થવી એ કામગીરી કોની છે? કોણ ઈચ્‍છે છે કે સ્‍ત્રી–પુરુષોના મીલનથી પ્રજોત્‍પત્તી થવી જોઈએ. એથીય મહત્‍વનો પ્રશ્ન એ છે કે માણસે શા માટે જન્‍મવું જોઈએ? માણસ ન જન્‍મે તે કોને પરવડે એમ નથી? સદીઓથી સ્‍ત્રીનું ગર્ભાશય સ્‍વયંસંચાલીત યન્ત્રની જેમ પ્રજોત્‍પત્તી કરતું રહ્યું છે. એ ઘટના પાછળ કોનો હાથ છે? માણસે આવા ઘણા પ્રશ્નોનો તાતણો પકડી મુળ પુણી સુધી પહોંચવાની કોશીષ કરી છે. તે આખા પ્રોસેસમાંથી શ્રદ્ધાનો જન્‍મ થયો છે.

શ્રદ્ધાળુઓને ઉદ્‌ભવતા થોડાક વધુ પ્રશ્નો જોઈએ. પુરુષ કરતાં સ્‍ત્રીનું દૈહીક બન્ધારણ નાજુક અને સૌંદર્યમંડીત હોય છે. પુરુષ દૈહીક રીતે થોડો સખત અને સ્‍વભાવે બરડ હોય છે. બન્‍નેના દેખાવથી માંડી પ્રકૃતી અને મનોશારીરીક લક્ષણો વચ્‍ચે આટલો ગાઢ તફાવત શા કારણે છે? કોણે રાખ્‍યો છે એ તફાવત? એવી ભીન્‍નતા રાખવાનો આશય શો હોય શકે? પુરુષોને બરછટ દાઢી આપી અને સ્‍ત્રીનો ચહેરો કોમળ બનાવ્‍યો. શું એ કેવળ એક અકસ્‍માત હશે? સ્‍ત્રી થકી બાળકનું પેદા થવું એ સ્‍વયમ્‌ એક અત્‍યન્ત અદ્‌ભુત અને ઐશ્વર્યમય ઘટના છે. (અલબત્ત વસતીવીસ્‍ફોટને કારણે ઉદ્‌ભવેલી ગમ્ભીર પરીસ્‍થીતીને કારણે હવે એ પ્રકારના ઐશ્વર્યનો આપણે સૌએ ઈન્‍કાર કરવો રહ્યો. એવી નાસ્‍તીક્‍તામાં જ માણસજાતનું ભલું છે!)

સૃષ્ટીમાં રોજબરોજ એવી ઘટના બને છે જેમાં માણસને પરમેશ્વરનો પરીચય થાય છે. કેટલાંક સાધારણ પ્રશ્નો જોઈશું તો સમજાશે કે સૃષ્ટીનું સર્જન કરનાર કોણ છે તે આપણે જાણતા નથી; પણ તેની પ્રત્‍યેક રચનામાં બુદ્ધીપુર્વકનું આયોજન જોઈ શકાય છે. જેમ કે બાળકના જન્‍મની જવાબદારી સ્‍ત્રીને માથે નાખીને એણે પુરુષને સ્‍તન આપ્‍યાં હોય એવું અળવીતરું કર્યું નથી. અથવા સ્‍ત્રી પુરુષ, બન્‍નેને સરખાં જનન અવયવો આપવાની ભુલ કરીને પ્રજોત્‍પત્તીની શક્‍યતાના દ્વાર બન્ધ કરી દીધાં હોય અવુંય કર્યું નથી. બીજો પ્રશ્ન એ છે કે સ્‍ત્રી પુરુષ ભેગાં થવાથી શા માટે બાળક પેદા થાય છે? વીજ્ઞાન બાળક પેદા થવાની તમામ કુદરતી પ્રક્રીયાઓનો તાગ મેળવી શક્‍યું છે. બલકે હવે તો વીજ્ઞાને કુદરતની એ પ્રક્રીયાનું અનુકરણ કરીને ટેસ્‍ટટ્યુબ બેબી જન્‍માવવામાં પણ સફળતા મેળવી છે; પણ બાળકો શા માટે પેદા થાય છે એનો જવાબ વીજ્ઞાન પાસે નથી. ઋતુ ઋતુના મોસમી પરીવર્તનો અને પ્રકૃતીની લીલાઓ જોતાં એવું અવશ્‍ય લાગે છે કે આ બધું સાવ કારણ વગર થયું નથી. પ્‍લાનીંગ વગર થયું નથી. અકસ્‍માતે ઉત્‍પન્‍ન થઈ ગયું નથી. કોકની બુદ્ધી એ બધામાં વપરાઈ છે.

સર્જનહારના અદ્દલ સ્‍વરુપનો ખ્‍યાલ આવતો નથી; પણ માણસની દરેક શોધોમાં ચોક્કસ કાર્યકારણના વૈજ્ઞાનીક સીદ્ધાંતો સમાયેલા હોય છે, તેમ સૃષ્‍ટીના સર્જન પાછળ પણ કોઈકનું ભેજુ વપરાયું હોય એવું પ્રતીત થાય છે. કોકે ચોક્કસ હેતુ માટે ચોક્કસ ચીજવસ્‍તુઓનું સર્જન કર્યું છે. ઠંડી, ગરમી, વરસાદ જેવી ઘટના જ નહીં હવા, પાણી, પ્રકાશ, ખોરાક, ઑક્‍સીજન જેવી અનેક જીવનજરુરીયાતની વ્‍યવસ્‍થા પાછળ કોઈકનું આયોજન છે. કોકનો હેતુ છે. કોકનો કશોક ઈરાદો છે. નહીંતર સદીઓથી માણસજાત વ્‍યવસ્‍થીતપણે જન્‍મે છે અને મરે છે. અકસ્‍માતે કોઈ માણસ ત્રણસો વર્ષ કેમ જીવતો નથી? અકસ્‍માતે કોઈ માણસ અમર કેમ થઈ જતો નથી? કોના અદ્રશ્‍ય દોરી સંચારથી એ બધું થાય છે? એ કીમીયાગર કોણ છે… ક્‍યાં છે… કેવી રીતે તે આ બધું કરે છે… શા માટે કરે છે… તે કેમ દેખાતો નથી એવા અનેક પ્રશ્નો આસ્‍તીકોને થાય છે. જે કદાચ સદીઓ સુધી અનુત્તર રહેવાના છે. કેમ કે ઈશ્વર પોતે જ એક ‘અનઆન્‍સરેબલ ક્‍વેશ્ચન’ છે. વીજ્ઞાને દરેક ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતી કરી છે; પણ હજી ઘણા ક્ષેત્રોમાં ઈશ્વરનો એકહથ્‍થુ ઈજારો રહ્યો છે. માણસે અત્તર બનાવ્‍યું; પણ અન્તર બનાવી શક્‍યો નહીં. માણસ હજાર ગણા સારા કૃત્રીમ હાથપગો બનાવી શકે છે; પણ તેમાં કુદરતી અંગો જેવી સ્‍પર્શ અનુભુતી હોતી નથી. કોઈ કોલેજ કન્‍યાના હાથ પર તેનો પ્રેમી ચુમ્બન કરે છે ત્‍યારે છોકરીના હાથના રુંવાડા ખડા થઈ જાય છે. એ હાથ લાકડાનો હોય તો એવું થઈ શકે ખરું?

કબીરજીની એક સુંદર પંક્‍તીનું સ્‍મરણ થાય છે. ‘કસ્‍તુરી મૃગમેં બસે મૃગ ઢુંઢે બનમાંહી… વૈસે ઘટઘટ રામ બીરાજે દુનીયા દેખે નાહીં…!’ અલબત કબીરે ઉપર્યુક્‍ત વાત ધર્મના દૃષ્ટીકોણથી કરી છે; પણ વીજ્ઞાનના દૃષ્ટીકોણથીય એ વાત સાચી છે. માણસ ઈશ્વરની શોધ માટે નાહક બહાર ભટકે છે. ભગવાન તેની નસેનસમાં ધબકે છે.  સ્‍વામી સચ્‍ચીદાનન્દજીના ઉદાહરણથી આ વાત ઠીક રીતે સમજાશે. સ્‍વામીજી કહે છે– ‘કોઈ ડૉક્‍ટર કદી નાસ્‍તીક ના હોય શકે. કેમ કે તે દેહની ભીતર પહોંચી તેના પ્રત્‍યેક ફંક્‍શનો નજરે નીહાળે છે. હૃદયની ધડકન, રુધીરાભીસરણ, શ્વાસોચ્‍છ્‍વાસ, ખોરાકનું પાચન અને તેના સત્‍વોનું દરેક અંગોમાં પહોંચવું એ તમામ ઘટનાના મીકેનીઝમમાં ઈશ્વરને બહુ નજીકથી જોઈ શકાય છે! માણસનું હૃદય એ ઈશ્વર નામના એંજીનીયરે બનાવેલી અત્‍યન્ત સફળ ડીઝાઈન છે!’ વીનોબાભાવે કહેતા– ‘જો આપણને હાથ, પગ, અને મો–માથાવાળા ઈશ્વરની અપેક્ષા ના હોય તો પ્રકૃતીમાં ચોમેર પ્રભુના દર્શન થઈ શકે છે!’

માણસે રંગબેરંગી વસ્‍ત્રો બનાવ્‍યા પણ ચામડી બનાવી શક્‍યો નથી. અન્‍ન પકવ્‍યું પણ અન્‍નનળી બનાવી શક્‍યો નથી. રોબો બનાવ્યો પણ રોબોની આંખમાં હર્ષ અને આનન્દના ઝળઝળીયાં આવી શકતાં નથી. માણસ સમયની ગતીવીધી માપી શક્‍યો પણ સમયને થમ્ભાવી શકે એવી બ્રેક બનાવી શક્‍યો નહીં. માણસે માઈક્રોફોન બનાવ્‍યું; પણ અવાજ બનાવી શક્‍યો નહીં. અવાજ ચાલ્‍યો જાય છે ત્‍યારે તે મુંગો બની જાય છે. કદાચ મુંગા માણસના મૌનમાં ઈશ્વરના અસ્‍તીત્‍વની ખામોશ સાબીતી છે. માણસે સેંકડો મન્દીરો બાંધ્‍યા; પણ ભગવાનને બાંધી શક્‍યો નહીં. એ કરવા ધારે તો નદી, પર્વત કે સમુદ્રનો ક્ષણમાં નાશ કરી શકે; પણ તેની પુનઃરચના કરવાનું તેનું ગજુ નથી. માણસ કાંડાઘડીયાળ બનાવી શકે છે; પણ કાંડુ નહીં! માણસ લોખંડ બનાવી શકે છે; પણ લોહી માટે તો એણે ઈશ્વરે બનાવેલા માનવલોહીનો જ ઉપયોગ કરવો પડે છે. ભવીષ્‍યમાં એ કદાચ દાંતના ચોક્‍ઠાંની જેમ જીભનું ચોક્‍ઠુંય બનાવી શકશે; પણ તે કૃત્રીમ જીભ સ્‍વાદ માણી શકશે ખરી? રોબોના મોઢામાં બરફીનો ટુકડો મુકો તો તે ઝુમી ઉઠતો નથી!

દેહના પ્રત્‍યેક અંગો પાસેથી ચોક્કસ પ્રકારનું કામ લેવાનું કુદરતનું વ્‍યવસ્‍થીત આયોજન હોય છે. આ કારણે કુદરતે નખને સખત બનાવ્‍યા અને જીભને કોમળ. દાંતને જીભ જેવી કોમળતા ન બક્ષી કેમ કે દાંતે ઘંટીના પડીયા જેવું સખત કામ કરવાનું હતું. આંખ નાજુક અંગ છે. એને સુરક્ષાની જરુર હોવાથી આંખને ગોખલામાં ગોઠવી. હૃદયને વળી એથીય વીશેષ સુરક્ષાની જરુર હોઈ તેનું સ્‍થાન છાતીની પાંસળીઓના બખ્‍તર વચ્‍ચે રાખવામાં આવ્‍યું. આવું બુદ્ધીપુર્વકનું આયોજન એ કેવળ અકસ્‍માત ના હોઈ શકે.

મન ક્‍યાં આવેલું છે? તે શી રીતે વીચારી શકે છે? દીલમાં લાગણી કેવી રીતે પેદા થાય છે? નફરત, ક્રોધ, પ્રેમ, કરુણા, માયા, આશા, નીરાશા અને ભય જેવી લાગણીઓ શું કેવળ અકસ્‍માત છે? અને બુદ્ધી? એ ક્‍યાં અને કેવી રીતે પેદા થાય છે? માણસ બુદ્ધીવર્ધનના વ્‍યવસ્‍થીત ટ્રેનીંગ ક્‍લાસ ચલાવે તોય આઈનસ્‍ટાઈન કે સૉક્રેટીસ જેવા બુદ્ધીશાળી માણસો પેદા કરી શકાતા નથી. પ્રશ્ન થાય છે– આ બુદ્ધી કોની દેન છે? બધાં માણસો સરખાં બુદ્ધીશાળી કેમ હોતા નથી? એક માતાના બે દીકરાઓની દીમાગી ક્ષમતા કેમ જુદી હોય છે? વીચાર એ કયું તત્ત્‍વ છે? માણસ શી રીતે વીચારી શકે છે? ગાય, બળદ, ભેંશને વીચારો કેમ આવતા નથી?

માણસ ઑક્‍સીજન બનાવી શક્‍યો; પણ વૃક્ષનું સર્જન કોઈ લેબોરેટરીમાં થઈ શકતું નથી. કરોડો માઈલની ઝડપે હવામાં મોજા ફેલાય છે. તે વડે માણસે ટીવી જેવા દૃશ્‍યશ્રાવ્‍ય યંત્રોની શોધ કરી; પણ ક્‍યારેક બન્ધ આંખે સેકન્‍ડના છઠ્ઠા ભાગમાં વીદેશમાં બેઠેલા સ્‍વજનનું મુખારવીંદ મનના ટેલીવીઝન પર ઉપસે છે એ કરામત કેવી રીતે શક્‍ય બને છે? માણસનું મન પ્રતીસેકન્‍ડે અબજો માઈલોની ઝડપે દોડે છે. એ દોડ કોણે શક્‍ય બનાવી? માણસ હાડ, ચામડુ અને માંસનો બન્‍યો છે; પણ એ કેવળ હાડ, ચામડુ અને માંસ નથી. એમાં એક ત્રીજું અનીવાર્ય તત્ત્‍વ છે– તે જીવ છે. વીજ્ઞાન હાડ અને માંસ ભેગું કરી તેમાં પોતાનું પેસમેકર નાંખી જીવતો માણસ બનાવી શકતો નથી. તેમાં ચૈતન્‍ય કે લાગણી પ્રગટાવી શકતો નથી. માણસે દેહના બધાં અંગો બનાવ્‍યા; પણ માણસની અન્દર ધબકતું હૃદય બનાવી શક્‍યો નહીં. રોબો બનાવી શક્‍યો; પણ રોબોને બનાવી શકાય એવું મગજ બનાવી શક્‍યો નહીં. પેસમેકર બનાવી શક્‍યો; પણ લાગણીથી ભીનું ભીનું થઈ શકે એવું દીલ બનાવી શક્‍યો નહીં. બળ પેદા કરી શક્‍યો; પણ બુદ્ધી ઉત્‍પન્‍ન કરી શક્‍યો નહીં.

માણસે વીજ્ઞાનની મદદથી ઘણી ચીજવસ્‍તુઓ બનાવી; પણ જીવ અને ચૈતન્‍ય ઉત્‍પન્‍ન કરી શક્‍યો નહીં. જીવ ક્‍યાંથી આવે છે– ક્‍યાં જાય છે? આજ સુધી વીજ્ઞાન એ જાણી શક્‍યું નથી. એ માટે સામાન્‍ય માણસની જેમ વીજ્ઞાન પાસે પણ એક જ જવાબ છે–‘ભગવાન જાણે!’ પ્રશ્નોનો પાર નથી. એવી અગણીત બાબતો છે જેને કારણે લાગે છે કે કંઈક એવું છે જે હજી માણસની પકડની બહાર છે. ઔશ્વર્યની અનુભુતી થઈ શકે છે; પણ ઈશ્વર હાથમાં આવતો નથી. સદીઓથી માણસ તેની શોધમાં છે; પણ હજી તેનું સંપુર્ણ સાચું સ્‍વરુપ માણસ જાણી શક્‍યો નથી. આસ્‍તીકોના આ તમામ મનોવ્‍યાપારો પર વીજ્ઞાને અને ખાસ તો નાસ્‍તીકોએ ચીંતન કરી સત્‍યની પ્રતીતી કરાવવી જોઈએ. આસ્‍તીકોને એવી અપેક્ષા રહે છે.

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/–)માંનો આ 32મો લેખ, પુસ્તકનાં પાન 109થી 112 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 23/04/2018

36 Comments

  1. સૃષ્‍ટીનું સર્જન… અકસ્‍માત કે આયોજન…? Shri Dineshbhai Panchal
    You are a good philosopher. Nice article.

    Liked by 2 people

  2. શ્રી. દીનેશ પાંચાલ નો લેખ ઍ વાતને પુષ્ટિ આપે છે કે આવું બુદ્ધીપુર્વકનું આયોજન એ કેવળ અકસ્‍માત ના હોઈ શકે.

    તે અનુસાર મનુષ્ય, ગમે તે ધર્મ સાથે તેનો સંબધ હોય, તેણે અવશ્ય કુદરતનું વ્‍યવસ્‍થીત આયોજન ધરાવનાર ઍક અલૌકિક શક્તિ – બીજા શબ્દો માં અત્‍યન્ત સફળ ડીઝાઈન બનાવનાર ઈશ્વર નામના એંજીનીયર – પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈઍ. ઍ એંજીનીયરને પોતપોતાના ધર્મ અનુસાર જુદા જુદા નામ આપાયેલ છે, પરંતુ ઍ તો માનવું રહ્યું કે તે અલૌકિક શક્તિ ઍક જ છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 3 people

  3. વિજ્ઞાન અનુસાર આ પૃથ્વી કરોડો વર્ષો પહેલા સર્જાયેલ ગ્રહ છે, જે પરના દરેક જીવ સૂર્યના પ્રતાપે ઉત્પન્ન થયેલ છે, આ બ્રહ્માંડમાના કણ કણમાં વિજ્ઞાન છે, જેમાં નુ માનવશરીર પણ એક જટિલ વિજ્ઞાન છે, આવા ઘણા વૈજ્ઞાનિક કોયડાઓ ઉકેલાવાના બાકી છે.. ઉકેલાશે.
    આ બધું જ કોઇ ભગવાન કે જાદુઈ શક્તિ ની નહીં પણ…વિજ્ઞાનની દેન છે.

    Liked by 4 people

  4. ઉપર Hetu Tailor દ્વારા જે કહેવામાં આવ્યું છે એ સાથે હું સંમત થાઉં છું.
    વળી વીજ્ઞાન કહે છે તે મુજબ આ આપણી પૃથ્વી જ એક માત્ર પૃથ્વી નથી, એવી તો અનેક પૃથ્વી આ બ્રહ્માંડમાં હશે, અને ક્યાંક જીવન પણ હશે. એ બધું વૈજ્ઞાનીક પ્રક્રીયા દ્વારા બન્યું છે અને બને છે, એમાં કોઈ કર્તાની જરુર નથી. કર્તાની કલ્પના માત્ર માણસે કરી છે. માત્ર એક ઉદાહરણ: શું પાણીનું વાષ્પીભવન થાય છે તે કોઈ કરે ત્યારે થાય છે?

    Liked by 2 people

  5. ખાસ તો નાસ્‍તીકોએ ચીંતન કરી સત્‍યની પ્રતીતી કરાવવી જોઈએ. આસ્‍તીકોને એવી અપેક્ષા રહે છે…..

    પોસ્ટના અંતે લેખકે ઉપરનું લખાંણ મુકેલ છે.

    નાસ્તીકોએ ચીંતન કરી છેલ્લા બે ચાર સો વરસમાં આસ્તીકોની ઉંઘ ખરાબ કરી નાખી છે. વાઈરસ અને બેકટરીયા ની ઘણીં વીગતોથી આસ્તીકોને ખબર પડી ગયી આ પૃથ્વી ઉપર જે જીવન કે ચેતના થયી એ ખરેખર કેમીકલ લોચાનો અભ્યાસ કરવા જેવો છે.

    એસ્ટ્રોનોમીના અભ્યાસથી ગ્રહો, તારાઓ, નીહારીકાઓ અને બ્રહ્માંડ વીશે ખબર પડી અને એમાં આપણી પૃથ્વીને ક્યાંયે સ્થાન નથી. સુરજ દાદાના વજન હીસાબે પૃથ્વી, મંગળ, ગુરુ બધા ગ્રહો કીડી મંકોડા જેવડા છે.

    કમાલ તો જુઓ હજારો લાખો વરસથી ગોળ દડા જેવી પૃથ્વી સુર્યની આસપાસ ફેર ફુદરડી જેમ ફરે છે અને તે પણ નીયમીત સમય બદ્ધ અને આપણે હજી સીતલા તેરસ કે અક્ષય તૃતીયા ઉજવીએ છીએ. જે દર વરસે અલગ અલગ તારીખે આવે છે….

    Liked by 2 people

  6. દિનેશભાઈએ સાચા નાસ્તિક થઈને શ્રદ્ધાને સ્વીકૃતિ આપી છે. જે પાયાના પ્રશ્નો છે તેનું નિરાકરણ મુશ્કેલ દેખાય છે.
    વિજ્ઞાને ઘણું કર્યું છે અને કરશે. રોબોટમાં સંવેદનાઓના પ્રોગ્રામો પણ મુક્યા છે. પણ ..
    પ્રકૃતિના બે મુખ્ય ગુણધર્મ છે – અનિયમિતતા અને અકસ્માત
    અત્યારે જે બધું નિયમિત લાગે તે તો કાલખંડનો એક નાનકડો ભાગ છે. અનંત કાલને ધ્યાનમાં લઈએ તો પ્રકૃતિની અનિયમિતતા ધ્યાનમાં આવશે. ગ્રહોના પરિભ્રમણમાં સમયમાં ફેરફારો નોધાતા જાય છે. એક્સપાન્ડીંગ યુનિવર્સને ધ્યાનમાં લઈએ તો ઘણી અનિયમિતતા ધ્યાનમાં આવે.
    બીજો ગુણ અકસ્માત – અચાનક ધરતીકંપ આવવો કે અચાનક જ્વાળામુખીનું ફાટવું, એવા અકસ્માતો થતા જ રહે છે. બ્રહ્માંડમાં કેટલાય સુર્યો/ગ્રહોનું સર્જન કે વિનાશ એ બધા અક્સ્માત જ છે.
    લાખો સ્પર્મમાંથી કોઈ એક સ્પર્મ અંડકોષને સ્પર્શે અને ગર્ભનું નિર્માણ થાય, એ અકસ્માત નથી તો શું છે ?
    માનવીના જીવનકાળને ધ્યાનમાં લઈને ‘પ્રકૃતિ’ ને ‘ઇશ્વર’નું સ્વરુપ આપી જીવન જીવીએ એ જ સારું છે.

    Liked by 4 people

  7. તદ્દન અવૈજ્ઞાનિક અને ઈરેશનલ લેખ છે. કાચા રેશનાલિસ્ટ ભ્રમિત થાય તેવો લેખ છે. લેખક દીનેશ પંચાલ આવુ માનતા હોય એ જાણી નવાઇ લાગી. સૃષ્ટિના સર્જનને શબ્દોના વાઘા પહેરાવી વિજ્ઞાનને શરમાવ્યુ છે. કાલે તમે એમ કહેશો કે આંબા ઉપર કેરીઓ શા માટે ઉગતી હશે.પક્ષીઓ ઉડે છે ને માણસ કેમ ઉડતો નથી. હાથી જેવડું શરીર માણસને કેમ નથી.
    લેખનુ ટાઇટલ હોવુ જોઇએ : ‘સ્રૃષ્ટીનુ સર્જન.. એક અદ્ભુત વિજ્ઞાન’
    જીવ વિજ્ઞાન સમજવાની જરૂર છે. કોષથી શરૂ કરી કાયા સુધી વિસ્તરવાની જીવની જીવનલીલાના અભ્યાસની જરુર છે. બાકી, અબુધ લોકોના દિમાગમાં એક તૂત ઘુસેલુ જ છે– આ સૃષ્ટિને ચલાવનારી કોઇ શક્તિ તો છે.
    ભાઇ, એ માટે ઉપરની હેતુ ટેલરની કોમેન્ટ થોડામાં ઘણું કહી જાય છે.
    ભગવાન નથી, વિજ્ઞાન છે.
    @ અંધશ્રદ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી”કર્મ”, હિંમતનગર
    મો. 94267 27698

    Liked by 2 people

    1. ઓહો !!! કાલે તમે એમ કહેશો કે આંબા ઉપર કેરીઓ શા માટે ઉગતી હશે.પક્ષીઓ ઉડે છે ને માણસ કેમ ઉડતો નથી. હાથી જેવડું શરીર માણસને કેમ નથી.

      Liked by 2 people

  8. માણસે વીજ્ઞાનની મદદથી ઘણી ચીજવસ્‍તુઓ બનાવી; પણ જીવ અને ચૈતન્‍ય ઉત્‍પન્‍ન કરી શક્‍યો નહીં. જીવ ક્‍યાંથી આવે છે– ક્‍યાં જાય છે? આજ સુધી વીજ્ઞાન એ જાણી શક્‍યું નથી. એ માટે સામાન્‍ય માણસની જેમ વીજ્ઞાન પાસે પણ એક જ જવાબ છે–‘ભગવાન જાણે!’
    complete article is brain storming with minute details to believe in some unseen – ever present- omniscient super power
    ..thx

    Liked by 1 person

  9. mhthaker સાહેબે સત્ય કહેલ છે કે:

    complete article is brain storming with minute details to believe in some unseen – ever present- omniscient super power

    વીજ્ઞાન શું છે? વીજ્ઞાન ના પણ નીયમો હોય છે. આ બ્રહભાંડ માં કશું આપમેળે નથી થતું. ધરતીકંપ, વાવાઝોડા, પ્રલય, વરસાદ, અક્સમાતો વગેરે જ્યારે થાય છે, તો તેના પાછળ “કારણો” હોય છે. કશું કારણ વગર નથી થતું. કરોડો વર્ષ પહેલા જ્યારે પૃથ્વી અસ્તિત્વ માં આવી તેના પાછળ પણ ઍક કારણ છે, અને તે કારણ છે ઍક અલૌકિક શક્તિ. આ અલૌકિક શક્તિ ને કોઈ પણ નામ આપી શકાય – વીજ્ઞાન, કુદરત, બુદ્ધીપુર્વકનું આયોજન વગેરે.

    વીજ્ઞાન દ્રારા જો પૃથ્વી આપોઆપ સર્જાઈ, તો કરોડો વર્ષ પછી બિલકુલ આબેહુબ આ પૃથ્વી જેવી બીજી પૃથ્વી શા માટે આપોઆપ ના સર્જાઈ? ધરતીકંપ, વાવાઝોડા, પ્રલય, વરસાદ, અક્સમાતો થોકબંધ થતા રહે છે, અને તેનું કારણ વીજ્ઞાન છે, તો આ જ વીજ્ઞાન શા માટે આબેહુબ આ પૃથ્વી જેવી બીજી પૃથ્વી નથી સર્જી શકતો???????????

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  10. ઍ સત્ય છે કે “Knowledge is Power” ઍટલે કે “જ્ઞાન” ઍ શક્તિ છે”. જો જ્ઞાન ઍ શક્તિ છે, તો વીજ્ઞાન ઍ પરમશક્તિ. કેવી પરમશક્તિ? અનન્ય, અનુપમ, આગવી તથા તદ્દન અલગ પ્રકારની પરમશક્તિ. આ પરમશક્તિ ને “કુદરત” કહી શકાય. “કુદરત” ઍ અરબી ભાષા નો શબ્દ છે અને તેનો અર્થ થાય છે “મહાશક્તિ” કે “પરમશક્તિ”. અરબી ભાષા માં “કુદરત” શબ્દ પરથી બીજા બે શબ્દો બનેલ છે . “કાદીર” અને “કદીર” અને બંને શબ્દો નો અર્થ થાય છે “મહાશક્તિ શાળી”.

    ઉપસંહાર માં ઍ કહી શકાય કે ખરી રીતે જોતા કુદરત જ વીજ્ઞાન છે ઍટલે કે મહાશક્તિ છે, જેના નીયમો બનેલ છે અને આ બ્રહભાંડ માં જે થઈ રહ્યું છે, તે કુદરત ના નીયમો અનુસાર જ થઈ રહ્યું છે. મનુષ્ય તે નીયમો માં ફેરફાર નથી કરી શકતો, પરંતુ તે જ નીયમો અનુસાર તેમાં લચક (લવચીકતા) ઉત્પન્ન કરી ને તેનો ફાયદો ઉપાડી શકે છે, અને મનુષ્ય વૈજ્ઞાનીક આધુનિક શોધખોળો થકી તેનો ફાયદો ઉપાડી જ રહ્યો છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  11. Utterly disappointed by reading this article from the pen of Sri Dineshbhai Panchal. I don’t know what he tries to say. Is he telling that there is some super or supreme power behind all this creation? Is he a true rationalist or just sitting on the fence, believing in some invisible power behind all of this. Many of the commentators also disappointed me, particularly Kasimbhai, whom I thought to be a true rationalist and nonbeliever, but he also jumped on the train and says there is some power behind all this creation, which is God who is known by different names in different cultures and religions.
    I agree many things are still not known, but what we don’t know today will be known in the future,so we can not hide behind God for the things we don’t know by present knowledge.Newton discovered the rules and laws of gravity and mechanics. he did not know about relativity,which Einstein discovered in early 20th century, and he did not have idea of quantum physics which was discovered later on. so what we don;t know today will be known in future, in 50,100 or 200 years.We can not hide behind the name of God which we do not understand in the context of present knowledge..Even in the vedic philosophy of Samkhya there is no concept of God, every thing is created by union of Prakriti and Purush, in short by rules and laws of nature.
    Finally I would like to complement some commentators like Rohit Darji, Hetu Taylor, VK Vora and Gandabhai Vallabh and Vikram Dalal who took issue against the thought expressed in the main article.
    Sorry to suggest but put forward articles conveying pure rationalist thinking, rather than this kind of confusing thoughts.
    Thank you for your patience, and keep up the other wise good work.

    Liked by 2 people

    1. કોઈ પણ પોસ્ટ મુકવી અને વાંચ્યા પછી એના ઉપર કોમેંન્ટ આવે છે એ પણ મહત્વનું છે.
      દીનેશભાઈ પટેલે કોમેન્ટમાં જણાવેલ છે કે પોસ્ટ અને સહમત નથી એવાએ કોમેન્ટમાં વીચારો જણાંવેલ છે.
      ભારતમાં તો રાજ્ય કે કેન્દ્રમાં સરકાર બને એ પણ મંદીર કે રામ મંદીરના મુદ્દા ઉપર બનતી હોય છે અને વડા પ્રધાન વાર તહેવારે આરતી કે દીવો લઈ કેદારનાથ કે બદ્રીનાથના મંદીરે જતા હોય એટલે એ સહન તો કરવું જ પડે.

      Liked by 1 person

  12. Quote from post by Shreeman DINESH A PATEL:

    “Even in the vedic philosophy of Samkhya there is no concept of God, every thing is created by union of Prakriti and Purush, in short by rules and laws of nature.”
    My comments:

    I reiterate that it is RULES AND LAWS OF NATURE, which are interpreted/transformed/translated by different religions as SUPREME POWER and they have given different names according to their religions. Rationalists have given the name “RULES AND LAWS OF NATURE” to this SUPREME POWER.

    It is also the fact that RULES AND LAWS are MADE (with the intention), and not made AUTOMATICALLY in the air. So, let us believe that these RULES AND LAWS OF NATURE are made with the intention by some UNKNOWN, UNSEEN POWER, which are named differently by different religions, while rationalists and atheists have given the name as RULES AND LAWS OF NATURE made by NATURE itself i.e. KUDRAT (Arabic word), which is translated as SUPREME POWER, whoever or whatever he/it be.

    The bottom line is RULES AND LAWS OF NATURE means POWER OF NATURE i.e. UNKNOWN, UNSEEN POWER, by whatever name you identify it.

    Liked by 1 person

  13. I agree with Dinesh Patel and the names he mentioned: Rohit Darji, Hetu Taylor, VK Vora, Gandabhai Vallabh and Vikram Dalal above. May I offer some food for thought for all of us, including the good writer himself?
    1. The big problem here is a lack of adequate knowledge of modern science. It is surprising that hardly anyone above (including the good writer DP) has NOT mentioned or discussed Darwin and Evolution. Without a DEEP understanding of these, it is impossible to discuss such issues. Most of us may be Commerce and Arts graduates or bright professionals like engineers. But knowledge of how modern science developed step by step is also a critical requirement.
    2. Modern science can answer (with solid proof) ALMOST all questions of what ancient philosophers only speculated about.
    3. I said ALMOST, not all, because man’s wonderful yet small and developing brain can hardly grasp the whole world of truth. Yet, it has done amazing things so far. We must first admit and then accept the fact that Man is a mere speck of dust in the vast
    universe. Can an ant measure how big the earth is? Think.
    —Subodh Shah — USA.

    Liked by 2 people

  14. Thank you Subodhbhai for your comment. I had in my mind the theory of evolution and also of Big Bang , when I wrote the comment. Even though both are theories, they have proved their merits, over the years.So in short everything went according to the laws of physics and biology, as such there is no supreme being or mind behind all this.If somebody wants to call these laws as God by various names, then I don’t have an objection. Thank you again for your nice and pertinent comment.

    Liked by 3 people

  15. Vehemence, be it in support of theism or atheism, itself is irrational.

    One does not have to be a staunch atheist (or a staunch theist) for being rational. The truth lies between the two. Did not Buddha recommend ‘Madhyam pratipada’?. We should adopt good aspects of both sides and reject the bad ones.

    I have read literature supporting both sides. I do reject some aspects of the spiritual literature but not all. Same for science. Currently, I am reading “A Theory of Everything” by Stephan Hawking. I have completed reading five out of seven chapters. I am not fully convinced of its statements. There are many assumptions upon which it is based. Some of them are debatable. An interested reader can obtain my marked up copy of the book from me.

    Not everything spiritual is good for mankind, nor is all science. Let us not worship gurus or scientists as if they are infallible. Even a pacifist gentleman that Albert Einstein was inadvertently caused great harm to mankind by writing those four letters to U.S. president insisting that America make the atom bomb.

    What is important is that the concept of God should not prevent us from working hard. Also, it should not be commercialized as is being done by all religions.

    Liked by 1 person

    1. God should not prevent us from working hard.

      કોમેંન્ટના અંતે ઉપરનું લખાંણ છે.

      આમાં ગોડ હોય કે શયતાન સરખા સમજવા. એટલે કે જ્યાં જ્યાં ભગવાન નું નામ આવે ત્યાં શેતાન વાપરી વાંચવું…

      Liked by 1 person

      1. You did not read my comment properly. I had written, “…. concept of God …..” . You missed the ‘concept of’ part. Satan is very industrious and makes his followers work hard at evil intentions. Only the concept of god makes people inactive.

        Like

  16. સૃષ્ટિનું સર્જન અકસ્માત કે આયોજન ?
    સરસ સવાલ.
    આ સવાલ વરસોથી ચર્ચામાં છે. આ વિષય અેવો છે કે આપણે સૌ….આ પૃથ્વિ ઉપર વસતાં પ્રાણિ અને વનસ્પતિને માટે પોતાના જીવનને વણી લેતો પ્રશ્ન છે.
    આ વિષયને ૨૦૧૮ના વરસમાં બે રીતે જોવો જોઇઅે, વાંચવો જોઇઅે, સમજવો જોઇે અને સમજીને ઊંડા ઉતરીને બ્રહ્મજ્ઞાન મેળવવું જોઇે.
    (૧) ઘર્મો દ્વારા જે કાંઇ આજ સુઘી કહેવાયુ છે તેનો અભ્યાસ. દરેક ઘર્મોનો અભ્યાસ…હિન્દુ, મુસ્લીમ, ઇસાઇ, બુઘ્ઘ, જૈન, અને બીજા બઘા ઘર્મોના પુસ્તકોમાં સમજાવેલું છે તેનો હૃદયથી અને મગજથી અભ્યાસ કરીને.
    (૨) ૨૦૧૮ની સાલ સુઘીમાં વિજ્ઞાનની બઘી જ બ્રાંચ દ્વારા થયેલી રીસર્ચ અને સાબિત થયેલી રીસર્ચ કે જે માણસના જીવનમાં વપરાઇ રહી છે.
    સૃષ્ટિની ઉત્પત્તિ વિષયે ખૂબ રીસર્ચ થઇ છે જેનું આપણને ખૂબ ઓછું જ્ઞાન છે.તે સૌ વિજ્ઞાનની બ્રાંચનો અભ્યાસ કરીને. અને પછી બન્ને અભ્યાસને તારીને જે કાંઇ સમજ પડે તેને મનવું.
    હૃદયથી સમજીને અેક વાત માની લેવી તે સાચી સમજ નથી.
    મગજથી , વિજ્ઞાને આપેલાં જ્ઞાનને સમજીને સ્વિકારવું તે જ્ઞાન સાચુ હશે.
    મારું રેકેમેંન્ડેશન….વિજ્ઞાન દ્વારા આજસુઘીમાં મેળવેલાં જ્ઞાનનો સ્વિકાર કરવો જોઇઅે.
    પહેલું પગથીયું….આપણે સૌ આજે વિજ્ઞાનયુગમાં જીવી રહ્યા છીઅે. આપણી આવતી પેઢી પુરી વિજ્ઞાની હશે…તેનો અનુભવ આપણને આજે દરરોજ આપણા ઘરમાં થઇ રહ્યો છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  17. There can be some SUPER power which created the universe , give any name —GOD or whatever you like.

    Like

    1. The SUPER power is RULES OF LAWS AND NATURE in rationalists language. In the language of each religion, different names are there and different houses of worship is established.

      Like

  18. My questions to satisfy my curiosity:

    As per Charles Darwin theory, human has been transformed/converted from apes gradually, as a continued process, millions of years ago based on RULES AND LAWS OF NATURE. Agreed.

    Based on above fact:

    Question 1: Based on same theory, as a conituned process, from what, apes have been transformed/converted billions of years ago? Worms? Insects? Bugs?

    Question 2: Based on same theory, after millions of years, as continued process, human will be transformed/converted gradually in what? Robots? Monsters? Giant figure? Dinosaur?

    Thanks.

    Like

  19. આસ્તિકતા હોય કે નાસ્તિકતા, તેનું ઘમંડ રાખવાનું ના હોય કે, બીજાઓ પણ તે સ્વીકારે તેવો આગ્રહ રાખવાનો ના હોય. અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ ટકી રહે તે નાસ્તિકતા સાચી; અત્યંત સરળ સંજોગોમાં પણ યાદ રહે તો તે આસ્તિકતા સાચી.

    Like

  20. Science can provide information only, it cannot provide wisdom. That is why some scientists do engage in activities harmful to mankind. Science alone will not bring lasting peace on this earth.

    Like

    1. ચપ્પુ હોય કે અણુશક્તી – તેનો દુરુપયોગ ન થવા દેવો હોય તો પ્રજામાં શાણપણ હોવું જરુરી છે. સંસ્કાર આપવાનું કામ માવતર, શીક્શકો અને ધર્મગુરુઓનું જ છે – વીગ્નાનીઓનું નહીં.

      Liked by 1 person

      1. 101 % સત્ય કહ્યું તમે… વીક્રમભાઈ,

        Like

      2. ચપ્પૂનું ઉદાહરણ સગવડિયું ઉદાહરણ છે. કેટલાક વૈજ્ઞાનિકો એવા પણ હતા ને છે જેમણે પહેલેથી જ માનવસંહાર માટેના સાધનો શોધ્યા છે. શાણપણ વિનાના વૈજ્ઞાનિકોના આટલા બધા વખાણ કરવા તે પણ શાણપણનો અભાવ દર્શાવે છે.

        Like

  21. Very interesting comments by Dinesh Patel, Shubodh Shah,Robit Darji, Hetu Tailor and Gandabhai Vallabh than the article. Author and Quassimbhai gave shock this time.

    Liked by 1 person

  22. Mr. Panchal is right. If you respect the science then his argument is correct. Science does not have all these answers. I will tell one thing, “God I believe you because you are the only person from whom I took support when I was unable to explain the facts with science.”

    Like

  23. Shri Qasim Abbas has a big question….What man will get converted / TRANSFORMED into Robots? Monsters ? Giant figure? or Dinosaurs ?
    Science is progressing…going ahead…..not backward……For example Write Brothers put their in creating flying thing….eventually the idea got transformed into jet…..Fords put their idea of creating a car….today modern cars are of technical achievements that it does not need a driver to drive….Auto…. Man is ready with artificial intelligence. SEE THE PROGRESS ?…Going forward…..to give bright future……
    For your childhood what science had to offer…And today what science is offering to human is the proof.
    Science has already predicted the future of human of today….He is working using BRAIN. In future he will have bigger brain, so his head will be bigger than he has today and shrink body. If you have read National Geographic magazine for last 10…20 years…you would not have asked this question. READ and have the proof before commenting is the law of science.
    There is one institution named ” freedom from Religion” Phone : 1-800-335-4021 founded in 1978. http://www.free.org
    Purpose: Separation of Church, and state, non-theism, atheism, secularism. We do not have in India such free thought giving thinking institution.
    Likewise we do not have science discussing magazines like, National Geography, Popular science….etc
    મારા ઘરમાં સૌથી મોટા ભાઇ આજથી ૬૫ વરસો પહેલાં ઇલેક્ટરીકલ ઇન્જીનીયર બનેલાં તેમના પછી જેઓ વઘુ ભણી શકેલાં નહિ તેઓનું નોલેજ તેમને ખૂબ ઓછું લાગતું. તેઓ સૌને સમજાવવાની કોશીષ કરતાં કે ભાઇ દુનિયા ખૂબ આગળ વઘી ગઇ છે ખૂબ પ્રગતિ કરી રહી છે….તે પ્રગતિની.સાથે થઇ જવાના પ્રયત્નો કરો…પાછળ રહી જશો તો ઘણું ગુમાવવાનું બની જશે.
    આ દાખલો અઘુરા જ્ઞાનનો …..બઘે કામ કરે છે. ચલના જીવન કી કહાણી…રુકના મૌત કી નિશાની. વિજ્ઞાનને,…..જો કોઇને ગોડ કહેવો જ હોય તો….ગોડ કહો…તે તમને વગર માંગ્યે ‘કુદરત‘ની સિક્રેટ ખોલી ખોલીને આપી રહ્યુ છે….જેના થકિ સામાન્ય માનવને સેલ ફોન કોણે બનાવ્યો? કેવી રીતે બનાવ્યો?….અેવું તો શું કર્યુ કે સેલ ફોન બની ગયો….? જેવા સવાલોના જવાબ પૂછવા નથી પડતાં….સીઘો ઉપયોગ….કરવાનો..તેવી જ રીતે બીજી નવી સુખ સગવડો જે વિજ્ઞાને આપી છે તેને જેટલી સહેલાયથી વાપરીઅે છેઅે તેને બનાવતાં તે વિજ્ઞાનીઓને કેટલી મુશ્કેલીઓ પડી હશે તે સમજવું સામાન્ય માવીને ભારે પડે. જે પાણી વિના માનવ જીવન જ નહિ પરંતુ દરેક જીવો…વનસ્પતિઓ નિર્જીવ બની જાય છે તેને H2O…તરીકે સાબિત કરીને લેબમાં બનાહ્યુ….બે હાયદ્રોજન અને અેક ઓક્સીજનનું કોમ્બીનેશન…પાણી બનાવે…. પૃથ્વિ ઉપર અબજો વરસો પહેલાં અેક કોશી જીવો જ્યારે બનેલાં ત્યારે તે પાણીમાં બનેલાં…

    .ઓક્સિજન અને પાણી વિના ‘જીવ‘ નથી.

    વિજ્ઞાન માનવ અને દરેક જીવ માટે કર્મશીલ છે. તેને કુદરતમાં રહેલી સિક્રેટના નિયમો શોઘીને …તે નિયમોને વાપરીને જીવોને સારું જીવન આપવું છે.

    રાવણો પણ પૃથ્વિ ઉપર છે જે વિજ્ઞાનનો દુરુપયોગ કરી રહ્યા છે.

    અેક hiNdI ફિલ્મ જોઇ…નામ : ન્યુટન. NEWTON.
    સરસ મઝાની ફિલ્મ. ન્યુટનના નિયમને સરસ હસતાં હસતાં સમજાવે છે….અંબાણી અને ચા વેચવાવાળી છોકરી જો ઉંચેથી અેક સાથે નીચે પડે તો તે બન્ને અેકી સાથે પુથ્વિ ઉપર પડે….
    મઝા આવી….
    અમૃત હઝારી..

    Liked by 1 person

  24. મુખ્ય પ્રશ્ન એ છે કે રેશ્નાલિઝમનો હેતુ શો છે? માનવજાતના હિતનો વિચાર કરવાનો કે બસ નાસ્તિકતાનું સમર્થન કર્યા કરવાનો?

    Liked by 1 person

Leave a comment