(8) આત્મા તથા (9) ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મનો પ્રચાર

શું આત્મા છે? શું આત્મા અમર છે? ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મના પ્રચારમાં રોકાયેલા વર્ગોએ સમાજને કયો ચેપ લગાડ્યો? જગતના લગભગ તમામ ધર્મો જન્મતાંની સાથે જ માણસને ભીખ માંગતા શીખવે છે?  

આત્મા

–સ્વપુર્ણ મહારાજ

આત્મા અમર છે એમ મેં સાંભળ્યું છે, વાંચ્યું છે અને ધર્માચાર્યો–શાસ્ત્રો લખે છે. મને ખબર નથી કે આત્મા અમર હોઈ શકે; પરન્તુ વરસોની મહેનત પછી મને જે ઉપાય મળ્યો છે એ તમને કહી નાખું, તો તમે કોઈ લાલચમાં રહીને છેતરાઓ નહીં.

જો આપણે અમર રહેતા હોઈશું, તો જે ઠીક લાગશે તે કર્યા કરશું અને આપણે મટી જઈતા હોઈશું, તો એથી આપણને કંઈ ખોટ લાગવાની નથી. મટી જઈએ તો બધી ઉપાધી જાય. સરખું રહેવું, નીયમોમાં રહેવું, બધી ઝંઝટ મટે. આ નીશ્ચય સીવાય મારી પાસે બીજું કાંઈ નથી. મટી જવા હમ્મેશાં તૈયાર રહું છું; છતાં મરવા કરતાં જીવવા માટે થોડાં ફાંફાં વધારે મરાતાં હોય એવું લાગે છે. મારું શરીર ખુબ નબળું પડતું જાય છે, ચાલતા ચક્કર આવી જાય છે. કાંઈ જ ન કરવાનું મન કહ્યા કરે છે; પરન્તુ જો હું આહાર બન્ધ કરી દઉં તો આનાથી વધારે ગંદો થાઉં એમ લાગે છે. સાથે સાથે બીજાની જેમ, જે આપે તે અને જે આવે તે ખાઈ લેવામાં વધારે ગોબરાઈ અનુભવું છું.

આજે તમારા જગતની સ્થીતી છે, તેના કરતાં મેં મારી સ્થીતી સારી માની અને અનુભવી છે.

મને ત્રણ વસ્તુ હમ્મેશાં દેખાય છે :

  • મરવા માટે તૈયાર રહેવું.
  • કામ કર્યા જ કરવું.
  • રોજેરોજનું રોજ જીવી લેવું.

તમને કોઈને કાંઈ વધુ સારું મળ્યું હોય તો મને પણ ચીંધજો!

વીશ્વ ચૈતન્ય અનન્ત છે; જે કાંઈ કોઈ કરે છે તે અંશો છે. જેને ઉપાધી કરવી હોય તે સ્વતન્ત્ર છે, જેને અનન્તમાં આત્મસાત્ થવું હોય તે પણ સ્વતન્ત્ર છે.

જે વીશ્વચૈતન્ય છે તે અંશનું જ વ્યાપકરુપ છે. જગતમાં જે કાંઈ થયું છે, તે પોતાના અભ્યાસથી જ થયું છે. જેવું થવું હોય તેવો અભ્યાસ કરવો. નેતી–નેતી કહેવાની કાંઈ જરુર નથી. એ એક નાદાની જ છે.

વ્યાપકમાં અનુશાસન કરવાની શક્યતા જ નથી. જેને અનુશાસન કરવું હોય એને અંશ જ થવું પડે. જેની ઉપર અનુશાસન કરવું હોય તે પણ વ્યાપકનો જ અંશ છે. કોઈ કોઈનો ધણી છે જ નહીં, કરે એવું ભરે.

જીવ અને બ્રહ્મની વાત તો હું સમજ્યો છું; પણ વચમાં કરાવનારો કોઈ ઈશ્વર છે એ મારી બુદ્ધીમાં બન્ધબેસતું નથી.

કામ કરવું અને વીચારવું; અન્દર અપુર્ણતા પડી હોય તો શેનાથી દુર થાય, કામ કરવાથી કે વીચારવાથી?

પરોક્ષ ઈશ્વરને આરાધવાની રીત મને ગમતી નથી. હું અને તું એ બે જ પુરુષોમાંથી કામ ચાલે એવું છે. ધર્મોપદેશકો મધ્યમાં ત્રીજો પુરુષ રાખીને કામ કરે છે. એવા સંસ્કાર પુરા બેસાડી દીધા પછી કાઢવાનું અઘરું છે. તમે જ ચૈતન્ય–આત્મા છો; તમારી ઉપર બીજો કોઈ ઈશ્વર નથી. આ જ સાચી, સહેલી અને ટુંકી વાત છે.

તત્ત્વનો સ્વભાવ સમજીએ :

નીયતીના નીયમ જાણી લેવાની ઈચ્છા–કર્મ એ જ મુખ્ય બાબત છે. કર્મનું પરીણામ આવે જ છે. વીશ્વમાં અભ્યાસ–પ્રેક્ટીસ જ મુખ્ય બાબત છે. જે બાબતનો જ્યાં સુધી અભ્યાસ કરો, ત્યાં સુધી તે બાબત બની જ રહે છે; વર્તમાનમાં જે બાબતની કમી–ઘટ દેખાય છે, તેનું કારણ એ કે પહેલાંનો પ્રયત્ન ઓછો હોય છે.

જગત આત્માની નીંદ્રા–પરાધીનતા છે એમ માનવું ભુલ ભરેલું છે. જગત પોતાનો વીલાસ જ છે, માટે વીલાસ કરો. વીલાસ, લીલા, ઉપાધી ગમે ત્યાં સુધી યોજનાપુર્વક કર્મ કરતા રહો અને વીલાસ ન ગમે તો વ્યાપક ભાવ કેળવીને સ્થીર રહો! અસ્તીત્ત્વમાં વીલાસ અને સ્થીરતા બન્ને સમ્ભવીત છે.

વીલાસમાં જ્યારે રસ આવતો નથી અને સ્થીર રહી શકાતું નથી, ત્યારે દુ:ખ, બન્ધન લાગે છે. એમાંથી છુટવાના બે રસ્તા છે : (1) માનવસેવા – માનવરક્ષા (2) વીચાર – તત્ત્વજ્ઞાન.

તત્ત્વજ્ઞાન એટલે : હું શું છું?, તું શું છે?, આ બધું શું છે? અને તે શું છે?– એ પ્રશ્નોના ઉત્તરની શોધ.

વીચાર કરતાં કરતાં મનન–ચીંતન ખુટી જશે અને શાંતી જ બાકી રહેશે. આ હું અનુભવું છું. મારો ગૌણ ઉપાય માનવરક્ષા છે અને મુખ્ય ઉપાય વીચાર – તત્ત્વજ્ઞાન, જીવન–ચીંતન છે. ટેવ, પ્રારબ્ધ, સંસ્કારને લીધે ચેષ્ટા થયા કરે છે. એનો વેગ–બળ ખુટી જશે ત્યારે શરીર નાશ પામશે. જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી માનવરક્ષા અને આત્મબોધ આપવાનું કામ કરીશ. હવે મને પ્રવૃત્તી અને નીવૃત્તી બન્નેમાં સમાન રસ છે. બન્નેમાં અનુકુળતા પણ છે.

કોઈ એક જ ધણી ન હોય; પહેલાં રાજાઓ હતા. હવે નથી; તોયે ચાલ્યું. પહેલાં ઈશ્વર હશે, હવે નહીં હોય; તોયે ચાલશે.

આપણે એક–બીજાને છેતરવા ન જોઈએ. આત્મવંચના કે બીજાને છેતરવા એ બન્ને બાબતો સમાન જ ખરાબ છે.

(9)

ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મનો પ્રચાર

આપણા ધર્મગ્રંથોએ, સાધુ–સંતોએ અને ધર્મપ્રચારકોએ ભક્તી અને ધર્મના પ્રચારને ખુબ મહત્ત્વ આપ્યું છે. ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મના પ્રચારમાં રોકાયેલા આ ત્રણેય વર્ગોએ મળીને, ખોટાં વ્યસનો વધારીને, સમાજને ચેપ લગાડ્યો છે. આ ત્રણેય પ્રકારના નશામાં માનવજાતના આગેવાનો રહેવા લાગ્યા અને માનવતાનું ક્ષેત્ર નબળું પડતું ગયું. ગુરુભક્તી, ઈશ્વરભક્તી અને ધર્મના પ્રચારમાં લીન રહેનારને ખાવા જોઈએ છે અને એથી એનો બોજો સામાન્ય જનતા ઉપર વધતો ગયો છે. વળી, એથી અર્ધો સમાજ પાખંડી બન્યો અને બાકીનો સામાન્ય અર્ધો સમાજ એ પાખંડીઓની જાળમાં અન્ધશ્રદ્ધાનો ભોગ બન્યો.

કહેવાતા આગેવાનો, ભક્તો, સંતો અને નેતાઓ, ઈશ્વરભજન, બોધ અને અનુશાસન પડતાં મુકો! અન્નયજ્ઞ માટે શરીરશ્રમમાં લાગી જાઓ! તો જ માનવસમાજ સુખશાંતીથી રહી શકશે. રાક્ષસોનાં બહુ વર્ણનો પુરાણોમાં સાંભળ્યાં છે; પણ એનાં રુપ કેવાં હશે એ જાણવું હોય તો જે લોકો ધર્મના નામે અધાર્મીક પ્રવૃત્તીઓમાં રોકાણાં છે એમને જ જોઈ લો!

લઈને દે નહીં – એ રાક્ષસ કહેવાય;

તારું એ તારું, મારું એ મારું – એ માણસ કહેવાય;

તારું એ તારું જ; પરન્તુ મારું એ પણ તારું એ ઋષી કહેવાય.

કામે લાગો અને માનવતા લાવો!

અશ્વમેઘ યજ્ઞની નહીં, અન્નયજ્ઞની શ્રમની જરુર છે.

સન્યાસની નહીં, શ્રમની જરુર છે.

ઈશ્વરની નહીં, અન્નની જરુર છે.

ધર્મના પ્રચારની નહીં, ધર્મના પાલનની જરુર છે.

જગતમાં જેટલા ચમત્કાર થયા હશે, એ બધા જ કરનાર અને જોનારની સહીયારી કલ્પના છે. તમારી કળા અને બુદ્ધીની અસર જેના ઉપર થાય; એના તમે ગુરુ, ઈશ્વર થઈ શકો છો. સમગ્ર જગતનો ઈશ્વર કોઈ પણ થઈ શકે જ નહીં. વીચાર, વીવેક, યુક્તી, તર્કથી તપાસ કરતાં ઈશ્વર, ધણી એ અસમ્ભવીત બાબત છે.

અત્યારે જેટલા ઈષ્ટદેવ છે; એ બધા સૌ સૌની માન્યતા અને કલ્પના જ છે.

જે વ્યક્તી જેનાં દર્શન, નમસ્કાર, સ્પર્શ, ચરણામૃત, પ્રસાદ ખાય છે; એ પુજ્ય વ્યક્તીના ગુણધર્મ પુજા કરનાર વ્યક્તીમાં પ્રયત્નના પ્રમાણમાં દાખલ, ઉત્પન્ન થાય છે ખરા?

સમ્મોહન કરનાર વ્યક્તી, સમ્મોહીત થનારને ધારે તેમ કરાવી, નચાવી શકે છે. જગતમાં જેટલા ધર્મો–સમ્પ્રદાયો છે એના મુળમાં સમ્મોહન જ છે; પ્રજ્ઞા કે ભાન નથી.

માત્ર હીન્દુ ધર્મમાં જ નહીં; પરન્તુ જગતના લગભગ તમામ ધર્મોમાં મોટી ખામી એ છે કે, જન્મતાંની સાથે જ માણસને તે ભીખ માંગતા શીખવે છે. શુરવીરતા અને બહાદુરીની જરુર છે. જ્યાં શુરવીરતા, બહાદુરી અને ઉદારતા નથી; ત્યાં સુખને સ્થાન જ નથી.

હે પ્રભુ!(જો હોય તો!) તું આપ! બુદ્ધી આપ! ધન આપ! સુખ–શાંતી આપ! – આવી બધી ભીખ માંગવાનું શીખવવામાં આવે છે.

અત્યાર સુધીના ઉપદેશકો અને અત્યારના ઉપદેશકો પણ ડરપોક છે. કાં તો એ પોતે જ સમજ્યા નથી અને હજુ શરીરનો મોહ છુટ્યો નથી; એટલે જ સમ્મપત્તી, વ્યભીચાર અને ભોળી પ્રજાને અન્ધારામાં અટવાવે છે.

તમે પુરુષાર્થી બનો અને બીજાને કંઈક આપો – હવે આવું શીખવવાનો સમય પાક્યો છે.

વ્યક્તી પોતે સ્વતન્ત્ર, સ્વયમ્ભુ કર્તા છે. પરપ્રેરીત નહીં; પરન્તુ સ્વસ્ફુરીત છે. કોઈ ઈશ્વર કે ગુરુને ફરજીયાત આધીન નથી. વ્યવહારમાં કોઈ કોઈના શરીરનો હકદાર નથી. ધન–સમ્પત્તી સહીયારી હોઈ શકે; પરન્તુ શરીર ઉપર કોઈનો હક લાગતો નથી.

લીલા, વીલાસ, રમવું એ જ જીવનનો સ્વભાવ, સ્વરુપ અને સાર છે.

વ્યાસ, વાલ્મીકી કે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, જે. કૃષ્ણમુર્તી, આચાર્ય રજનીશ, વીમલાતાઈની મહાવીચારધારાઓ, શ્રી અરવીંદનો યોગ કે શ્રી રમણ મહર્ષીની સીદ્ધ અવસ્થાનો સાર ‘હું’ તમને આ એક જ વાક્યમાં કહી દઉં છું :

ઉર્જાનો એક અનન્ત નીધી છે અને એ સુખનો સાગર છે. હવે એ નીધીરુપ તમારે રહેવું છે કે વ્યક્તી રહીને એનો રસભોગ કરવો છે? ઉપરની બન્ને સ્થીતીમાં તમે સ્વતન્ત્ર છો.

–સ્વપુર્ણ મહારાજ

લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.

ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ ‘માનવતા’ [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

    

17 Comments

  1. ખુબ સરસ લેખ. ઘણાં બધાં ક્વોટેશન ટાંકવાં જેવાં છે, અને એ લગભગ બધાં જ સરખાં મહત્ત્વનાં પણ છે. આથી સમય અને વધુ પડતી જગ્યા ન રોકવાના આશયથી કશું લખવું ઉચીત લાગ્યું નથી. પણ આ એક વાત થોડા સમયથી મારા મનમાં ઘુંટાતી રહે છે-“ઉર્જાનો એક અનન્ત નીધી છે” એ જણાવવાની ઈચ્છા છે. હાર્દીક આભાર ગોવીન્દભાઈ અને સ્વપુર્ણ મહારાજનો.

    Liked by 1 person

  2. અંધભક્તો અને અંધશ્રધ્ધાળુઓની આંખો ઉઘાડતો સરસ લેખ..
    આભાર ગોવીન્દભાઈ અને સ્વપુર્ણ મહારાજનો.

    Liked by 1 person

  3. Happy New Year 2021 and may this be a blissful time for everyone!
    And now to the main subject. Such an excellent Article, thank you Swapurna Maharaj and Govindbhai for sharing it.
    As usual, I will try to express my response in a simple format.

    If you ask a young person or a child,’ Where is God?’ We will get different replies depending upon which deity, God, Guru or Sampraday their families follow. There isn’t a simple answer these days. People are confused so much that many decide to be Atheist ! Which is quite acceptable because at least they are honest about their beliefs.

    I would like to go back in time about 5000 + years ago when the Vedic Culture flourished in India. People understood their Religion pretty well. They were honest with having good values.

    Whenever the country was invaded, they were frightened and brain washed into ‘other belief systems’ which was when the Religious Leaders took advantage and turn the Temples into Businesses until today. We just need to look around and we will notice that there are far to many Temples very much like Corporate Companies! Non of those teach or even share good values nor feed the hungry. I guess this applies to all major World Religions except Sikhism.

    When the British came, they changed our beliefs into ‘God’ which is totally wrong because our religion does not have a single God! And we all know how they took the advantage of our Naivety and played the game of the Caste System. The rest is very painful History.

    All I know is;
    Our thoughts become our actions
    Actions become our habits,
    Habits become our life or Destiny.
    Right?
    So who am I ?
    I am myself, my Atma, I am Jivatma. I am Shiv and I hold my life in my hands…

    We need to look inside of ourselves that’s where the main Power lies and make the most of our lives, this LIFE!
    ‘વીશ્વ ચૈતન્ય અનન્ત છે; જે કાંઈ કોઈ કરે છે તે અંશો છે.’ We are all connected to the Nature. We all are a part of the Creation!
    We need to share, care and respect this Grand Design!

    Please read and understand: Nirvana Shatakam or peek into our 4 Ved which are the Treasure Trove of knowledge.
    Read the Bhagwat Gita, the main source of all the answers…
    I feel proud of my Indian Heritage and the way I think for myself. All our Scriptures are my Guru!
    Sat
    Chit
    Anand
    Paramatma
    Acccept my Pranam!

    Liked by 2 people

  4. નૂતન વર્ષ ૨૦૨૧ ના અભિનંદન
    જતા જતા ઉદાસ વર્ષ કાનમાં કહી ગયું,
    ન બનવું જોઈતું હતું,ઘણું બધું બની ગયું.
    યામિની વ્યાસ
    મા –સ્વપુર્ણ મહારાજની સટિક વાત-‘ ઉર્જાનો એક અનન્ત નીધી છે અને એ સુખનો સાગર છે. હવે એ નીધીરુપ તમારે રહેવું છે કે વ્યક્તી રહીને એનો રસભોગ કરવો છે? ઉપરની બન્ને સ્થીતીમાં તમે સ્વતન્ત્ર છો.’ગમી
    ઇશ્વર વિષે અનેક મતભેદો હોઈ શકે તેમા ‘તમે પુરુષાર્થી બનો અને બીજાને કંઈક આપો – હવે આવું શીખવવાનો સમય પાક્યો છે.’વાત સમાજના સગુણાત્મક પરીવર્તન માટે અત્યંત જરુરી છે

    Liked by 2 people

  5. મિત્રો,
    નવા વરસની શુભેચ્છાઓ સ્વીકારજો.
    તુંડે તુંડે મતિર્ ભિન્ના……
    કોઇ કોઇનું લખેલું વાંચીને પોતાની જ્રંથી બાંઘે છે. કોઇ કોઇનું બોલેલું અને મોઢે મોઢે બદલાયેલા સ્વરુપનું કહેવાતું જ્ઞાન સંપૂર્ણ હોય તેવી ગ્રંથી બાંઘે છે.
    દરેક ઇન્ડીવીજ્યુઅલ જ્યારે પોતે સંપૂર્ણ અભ્યાસ કરીને પછી પોતાના મન હૃદય સાથે ચર્ચા કરીને પરિણામ તાળવે..તે જ્ઞાન તે વ્યક્તિ માટે પૂર્ણ કહેવાય.
    બીજાના બોલેલા કે લખેલા કે ભેગા કરેલા જ્ઞાનનો તે વ્યક્તિના જીવનમાં કોઇ અર્થ નથી હોતો.
    ઉછીનું લીઘેલું કેટલું કામ લાગે ?
    રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતાના પોતાને સાક્ષર કહેવડાવનારા કાંઇ ઓછા છે ? કોને મોક્ષ મળ્યો ?
    સ્વામી સચ્ચિદાનંદજીઅે સ્વાનુભવોને સચ્ચાઇના શબ્દોમાં બાંઘીને પુસ્તકો લખ્યા છે. વાંચીને સમજવા જેવા લાગ્યા છે. સત્ય અને અસત્યને તેના સ્વરુપે ચીતર્યા છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતાના અે બે દાખલા જોઇઅે…તે પહેલાં સ્વમી સચ્ચિદાનંદજીનું કહેવું….‘ હિન્દુ ઘર્મ જેવો કોઇ ઘર્મ નથી. તે સંસ્કૃતિ છે…સિંઘુ નદીને કિનારે વિકસેલી સંસ્કૃતિ. જેને આપણે હિન્દુ ઘર્મ કહીઅે છીઅે તેનું કોઇ ઓથેન્ટીક ઘર્મપુસ્તક નથી. ગીતાજીપણ નહિ.

    ગીતાજી : અઘ્યાય : ૩ : શ્લોક :૧૦…૧૧…૧૨…( વાચકો પોતે પોતાની રીતે તેને પોતાને માટે સમજશે.)
    સંસ્કૃત લીપીમાં લખતો નથી.
    ૧૦ : સૃષટિના આરંભમાં યજ્ઞસહિત પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માઅે કહ્યુ.: આ યજ્ઞથી તમે વૃઘ્ઘિ પામો. આ યજ્ઞ તમારી ઇચ્છિત કામનાઓ પૂર્ણ કરનાર થાઓ.
    ૧૧ : યજ્ઞ વડે તમે દેવોને સંતુષટ કરો અને પછી તે દેવો તમને સંતુષટ કરશે. આમ અેક બીજાને સંતુષટ કરતાં તમે પરમ કલ્યાણને પામશો. ( શું આજકાલ મંદિરોમાં દેવોને આર્ઘ્ય ચડાવીઅે છીઅે તે કે જૂના જમાનામાં પ્રાણિનું બલીદાન ચડાવતા તેદેવોને સંતુષટ કરવાની રીત છે ? અને તે વિઘિ ….આજકાલ ઓફીસોમાં બાસને સંતુષટ કરવાની પઘ્ઘતિ છે ???)
    ૧૨ : યજ્ઞ વડે સંતુષટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. પણ તેમણે આપેલા ભોગો તેમને સમર્પ્યા વગર જે પોતે જ ભોગવે છે તે નિશ્ચય ચોર છે.
    ( માનવે પોતાના બળે પોતાની મહેનતથી કમાયેલ અન્ન ખાવુ પડે છે. મંદિરોમાં મૂકેલા પૈસા કામ લાગતા નથી….બીજા કોઇ તે પૈસાને વાપરે છે………..)
    અઘ્યાય: ૪ : શ્લોક : ૧૩ : કૃષણ ઉવાચ :
    ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
    વર્ણવ્યવસ્થાનો જન્મ અહિ થયો હતો…..જેને મનુ આગળ વઘારે છે.
    (ભારત જો ફક્ત ‘ માનવ ઘર્મ પાળે…માનવતાને અમલમાં મુકે તો ભારતનો ઉઘ્ઘાર થઇને રહે.)

    માનવી પોતે જ ઇશ્વર છે. પોતાની જાતનેઓળખે અને જીવન જીવે…માનવતાના…વૈશ્ણવજન તો તેને રે કહીઅે…ના બઘા નિયમો પાળે તો તે પોતે ભગવાન છે…. પ્રાણિ માત્રની સેવા કરનાર ડોક્ટરોમાં દેવને જૂઓ………..
    પ્રાણિ….પ્રાણ….અને પાણિને ….વોટરને સાથે વિચારી જૂઓ….સાથે…. હવા…ઓક્ષીજન વિના જીવન શક્ય નથી….તે અેસ્ટાબ્લીસ્ડ ફેક્ટ છે…..તેને દેવ માનો…. મંદિરોમાં બેઠેલી પત્થરની મૂર્તિઓમાં દેવને જોઇને પૈસા ના વેડફો. …જે તમે જાતે કરી શકો તે જાતે કરો….કોઇ દેવ કે દાનવ તમને મદદ કરવા નથી ઉતરવાના….ગીતાના વચનને યાદ કરો…યદા યદા હી…..કોઇ સાઘુ સંત મોક્ષ અપાવી શકતો નથી. માંદગીમાંથી ઉભા થવા તે સાઘુ…સંતોને હોસ્પીટલના ડોક્ટરો ની સારવાર…માટે જવું પડે છે……
    ગીતાજીના અઘ્યાય : ૯ : શ્લોક : ૩૨ જૂઓ….
    અઘ્યાય : ૧૮ : નો અભ્યાસ પણ કોઇક જ્ઞાન આપશે…..૨૧મી શદીમાં તમારા રોજીંદા જીવન જીવવા માટે ગીતાજી કે રામાયણ કે મહાભારત કેટલી મદદ કરી શકે છે તે વિચારવા જેવી વાત છે.
    દરેક રીલીજીઅઅ ફીલોસોફી આપણને રોજીંદા જીવન જીવવા કેટલું કામ લાગે છે.
    ઓશો કહે કે : ‘ માણસો જિવન જીવવાની ચિંતા કરવા કરતાં ‘ મોક્ષ ‘ ની ચિંતામાં જીવન ગુમાવી દે છે.‘ જે નથી…જેને જોયુંનથી…જેનો અનુભવ નથી….તેને મેળવવા માટે અનોખું જીવન પણ ગુમાવી દેવાની વાત કેવી ?
    આદર્શો સરસ વસ્તુ છે. કોણ તેને સંપૂર્ણ પાર પાડી શક્યુ છે ?
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  6. મિત્રો,
    આત્મા : જેને આપણે જોયો નથી…અનુભવ્યો નથી…..જેનો આપણને કોઇ સ્પર્શ નથી…..તેને આપણે આત્મા તરીકે ઓળખીઅે છીઅે. બીજી ઘણી વ્યાખ્યા હશે.
    સાચા સ્વરુપનો જીવંત ‘ આત્મા ‘ જેને આપણે ઓળખીઅે છીઅે…અનુભવી શકીઅે છીઅે….જે નહિ હોય તો પ્રાણિ જીવન નહિ….જીવન મરણને આઘિન…..

    પાણી અને હવા ( ઓક્ષીજન ) પ્રાણ…પ્રાણિ અને પાણી….પ્રાણિ કે વનસ્પતિ…જીવંતોનો જીવ…આત્મા….અટલે પાણી અને હવા…ઓક્ષિજન….

    વિજ્ઞાનના સાબિતિ આપતા જમાનામાં જીવતાં આપણે જેની સાબિતિ મળે છે તેને માનીઅે..

    …મારો આત્મા અેટલે…..પાણી અને ઓક્ષીજન….જે નહિ તો હું પણ નહિ…..

    Liked by 2 people

  7. Atma means:
    The Energy
    The Life
    The breath, Pran
    The Power that flows through our body whilst alive, the energy that fuels the brain and the body, the spark that gives Life to All Living Things: humans, animals, plants etc
    However,
    Atma is Individual.
    Brahman is the Universal power or energy.
    Very much like the relationship of The mango tree is to a single mango.
    Atma consists of three energies combined; Sat, chit and ananda, or
    Asti = existence
    Bhanti = Consciousness
    Priya = Bliss
    In other words it’s;
    eternity, knowledge and bliss.
    This is my understanding. I need to study little more on this.
    I think ‘Atma or life’ enters the body through the top of the head we call ‘Tadvu’ in Gujarati and that’s why that part of a new born baby is extremely soft and feels hollow.
    Atma is not visible that’s why there are very many definitions around.
    Soul is not the correct translation of Atma!
    Every Religion and every individual has their own interpretation of Atma.

    Liked by 2 people

  8. “excellent Article, thank you Swargiya Swapurna Maharaj and Govindbhai for sharing it.”
    open lot of thinking-and our learned readers comments are also very thought provoking. Thx
    i like this broad definition of Atma:
    “Atma consists of three energies combined; Sat, chit and ananda, or
    Asti = existence
    Bhanti = Consciousness
    Priya = Bliss
    In other words it’s;
    eternity, knowledge and bliss.”

    Liked by 1 person

  9. મિત્રો,
    આપણે જે કાંઇ વાંચીઅે છીઅે, સાંભળીઅે છીઅે. કોઇને પોતાના મેંટોર માની લઇને તે જે કહે તેને બ્રહ્મ….સનાતન સત્ય માની લઇઅે છીઅે. ભારતીયો બાળકોને પણ અેવી સલાહ ાાપતાં કે મોટા કહે તેને અવગણીને સામેથી સવાલ ના કરાય. શાળામાં ટીચર જે શીખવે તેને પૂર્ણ માનીને સામે સવાલ ના કરાય…..અને પછીની પેઢી સવાલ પૂછવા વિના કહેલું માની લઇને જીવન જીવે છે…તે પછી તેની નવી પેઢીને તે રસ્તે ચલવે છે.( ખોટું પણ માની લઇને આગળ વઘે છે) પશ્ચિમમાં શાળામાં કે ઘરે બાળકોને સામે સવાલ પૂછીને પોતાની સાચુ જાણવાની જીજ્ઞાસાને સંતોષે છે. જેથી કરીને ‘ વિજ્ઞાનીઓ ‘ જન્મે છે અને રીસર્ચ થાય છે…નવું નવું જ્ઞાન પ્રપ્ત થાય છે. પૃથ્વિ ૨૧મી સદીમાં જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે ક્યાંથી ક્યાં હરણફાળ ભરી રહી છે.
    ઘાર્મિક જીવનમાં પણ આપણે ત્યાં સવાલ નહિ પુછવાનો આદેશ છે.. લગ્ન કે મરણના પ્રસંગોઅે જે કાંઇ વિઘિ કરવામાં આવે છે તે પુતળાની જેમ કરીઅે છીઅે. કઇ વિઘિ નો અર્થ શું ? કેમ કરવામાં ાાવે છે ? તેના કરવાથી જીવનમાં શું થાય ? મીકેનીકલ મશીન તરીકે વર્તણુક કરીઅે છીઅે. કથાકારો મહાભારત કે રામાયણ કે ગીતાજીના શ્લોકોનો પોતાની રીતે પોતાના નોલેજના પ્રમાણે અર્થો કરીને સમજાવે…દરેક કથાકાર જુદી વાત શીખવે. અને શ્મશાનવૈરાગ્યનું જીવન જીવીઅે છીઅે.
    ગીતાજીના કથાકારો જે બોલે તેને સનાતન સત્ય માની લઇને …નો…સવાલ….
    ગુજરાતીના કવિઓ પોતાની કવિતા લખે ત્યારે તેમના મન હૃદયમાં શું લાગણીઓ હોય છે તે અને શાળાઓમાં ગુજરાતીના શિક્ષકો તેનો જે અર્થ વિદ્યાર્થિને ભણાવે છે તે જુદું જ્ઞાન હોય છે.

    આપણે જ્ઞાન મેળવવા બઘુ કરીઅે…જીજ્ઞાશા કેળવીઅે…સાંભળીઅે, વાંચીઅે…સમજવાની કોશીષ કરીઅે…સલાહ લઇઅે…ચર્ચા કરીઅે…ચિંતન કરીઅે…નિર્ણય આ બઘા કર્મો પછી લઇઅે…તેમાં પણ જે જમાનામાં જીવતા હોઇઅે તેના સંદર્ભમાં કેટલું ફીક્ષ થાય તેનો વિચાર કરીને નિર્ણય લઇઅે… તો જે જીવન જીવીઅે છીઅે તેને સુઘારી શકાય. ૫૦૦૦ વરસો પહેલાના જનજીવનમાં જે ચલણ હતું તે ૨૧મી સદીમાં કેવી રીતે મેચ થાય ?

    ટૂંકમાં જે જ્ઞાન મેળવવાની તૈયારી કરી હોય તેને ૧૦૦ ગળણે ગાળીને પછી તેની સત્યતાની ખાત્રી કરીને માનીઅે.
    કોઇ બોલ્યુ…તે કથાકાર છે….તો માની લઇઅે તે યોગ્ય નથી…..
    સત્યને તો દરેક ઘર્મ માન્યતા આપે છે. તો પછી કેટલાઓ જમાનાથી સ્વરુપો બદલી બદલીને ૨૧મી સદી સુઘી પહોંચેલી વાત તેના અસલ રુપમાં કેટલું હશે ?
    વિજ્ઞાન જે કોઇ જ્ઞાન સમાજ સામે મુકે છે તે ૧૦૦ ગળણે ગાળીને સમજીને મૂકે છે….છતાં તે વિષય ઉપર વઘુ રીસર્ચ કરીને નવા નવા જ્ઞાનને સમાજને આપે છે. દા.ત. ટેલીફોન તેના જન્મ પછી કેટ કેટલા નવા સ્વરુપે માનવસમાજને મળ્યા છે…..સાચા કામને સારા નોલેજ સાથે મળે છે.
    મને લાગે છે કે …….
    મહાભારત, રામાયણ, ગીતાજીના ( તે જ રીતે બીજા ઘર્મો કરે તે પણ ઉચિત બને…આપણે આપણી જ વાત વિષે વિચારીઅે.))આજસુઘીમાં લખાયેલાં જુદા જુદા સ્વરુપોને સંકલીત કરીને નવી રીસર્ચ કરીને …વિક્રમ સંવત : ૨૦૭૫ …૨૦૭૬ના વરસમાં તે દિવસોનું લખાયેલું જનજીવન કેટલું મેચ થાય છે તે શોઘ કરવી જોઇઅે. તે વરસોનું લખાયેલું જન જીવન આપણાથી જીવી શકાશે ?
    સમયની સાથે જીવીઅે…. પોતે જાતે આજે જે જીવન જીવી રહ્યા છે તેને જ જીવીઅે. જૂના નોલેજમાંથી ગાઇડન્સ લઇઅે અને તે પણ ૨૦૨૧ના વરસમાં જે માફક આવે તે નોલેજ….

    ખૂબ વિચારીઅે . આપણી ચર્ચાનું ‘ માખણ ‘ આજના સમાજને કામ આવે……આવતી નવી પેઢીના બાળકોને કામ આવે તેનો વિચાર કરીઅે. સમય…અેવો આવે કે બાળકો પ્રશ્નો પૂછતા થાય અને ….તેઓ ઘર્મના નિર્દેશોને સવાલ કરતાં થઇ જાય.
    વિચારતા રહીઅે…….
    અમૃત હઝારી.

    Liked by 2 people

  10. This is getting very interesting. I agree with Amrutbhai that;
    1. People don’t ask questions…
    Answer;
    Many people are scared or polite or even too laid back or even ignorant to ask questions.
    At one of the Religious gatherings I asked the Priest, if there is a Mool Mamtra! He said no, all Mantras are important. Well, I know that there is a Mool Mantra, I was just checking on his knowledge because during the puja, he recited the same Mantra many times only because the Host don’t know the Sanskrit Language so the Priest was taking them on a ride!
    Many teachers won’t allow pupils to ask questions because they themselves are not equipped with information.
    Many parents don’t have answers so they ignore their children’s queries.
    My mum would not allow me to ask questions ever, she would say I will learn when I am older. What?

    2. 5000 years old Theories are not applicable n this Century
    Answer;
    The events and the location would be different but the Philosophy and the Teachings would apply to any Era. Every Story or a Poem has different layers. We need to read closely and apply it to Modern Era.
    For example, Shree Krishna ~Arjun conversation can be applied even today in our lives. How?
    For that, I would need another session..

    3. Writers express their thoughts according to their emotional level etc
    Answer;
    Indeed correct. What I am writing right now is my current mind set and this COVID virus has given me time to think. At other times I would not be able to express this freely.

    4. Science is based on experiments so is always right
    Answer;
    Science is based on experiments but the scientists are not always right. They make many errors and sometimes are covered up by their Organisations.
    I make mistakes in my Kitchen Laboratory many times and my husband covers them with a smile. LOL

    5. We need to do something about the future generation.
    Answer;
    We have to take drastic steps to to teach the young pupils ‘The Logical’ way of thinking and asking questions without fear. We should never stop them learning in whatever they want to do. We must not impose our ideas on them, let them make mistakes but don’t scold them or even correct them. They have to find the way out themselves.
    This is how we practice in our family. If a little one falls down, I would not run to pick her up, she gets up by herself! No, I am not horrible, I want her to learn that it’s ok to get hurt.

    In conclusion, the year 2020 has given me lots of opportunities to observe and learn from various groups which is a positive reflection of my time spent.

    Please forgive me if I have misquoted anything here.
    I have a good excuse, I lost my sight a few years ago due to head injury so I am Blind, leading a normal life like any sighted person.

    This platform is a good start to make changes in our lives by learning from one another.
    Thank you Govindbhai and Team, the Readers and the Writers of these Blogs.

    Liked by 2 people

  11. સ્નેહી ઉર્મીલાબેન,
    ખૂબ આનંદ થયો…તમારા વિચારો જાણી, સમજીને.
    તમારી આંખોની વાત જાણી દુ:ખ થયું. તમારા અભ્યાસની ઊંડાણ સમજીને ખૂબ આનંદ થયો.
    સ્વામી સચ્ચિદાનંદજીના અેક પુસ્તકની પ્રસ્તાવનામાંથી ક્વોટ….
    પુસ્તક : ગીતા અને આપણા પ્રશ્નો.
    પ્રકાશન: ગૂર્જર પ્રકાશન; પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૮૮.
    સમર્પણ : હિન્દુપ્રજાને પ્રગાઢ ઘાર્મિક અંઘકારમાંથી મુક્ત કરવા જે અેકલવીર થઇને જીવનભર ઝઝૂમતા રહ્યા, જે ગુજરાતના સપૂત હોવા છતાં ગુજરાત જેને ઓળખી ના શક્યું., જેમણે પ્રજાને જગાડવા તથા સાચો માર્ગ બતાવવા વિરોઘીઓના હાથે અનેકવાર વિષપાન કર્યું અને અંતે ઘર્મજાગૃતિનો પ્રચંડ શંખ ફૂકતાં ફૂકતાં જે સ્થાપિત હિતો દ્વારા ઘર્મવેદી ઉપર હુતાત્મા થઇ ગયા…..તે પ્રખર જ્યોતિર્ઘર મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં પાવન ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વક સમર્પિત.
    આ પુસ્તકની પ્રસ્તાવનારુપ…‘ ભૂમિકા ‘ નો અભ્યાસ કરવા મારી હાર્દિક રીક્વેસ્ટ છે. ઘણું ઘણું જ્ઞાન વાંચવા મળશે અને તેને સચોટટાના અેરણ ઉપર ચકાસવાની પણ મઝા આવશે.
    સ્નેહી ઉર્મિલાબેન તમારા અંત: પૂર્વકનો આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  12. Namaste Amrutbhai,
    Thank,you for the compliment. I have yet so much to learn about many things in life…
    Please don’t feel sad, Sight~Loss can happen to anyone at any age, mine was by accident that left me extremely traumatised until my inner voice told me to get on with it. I have to do a lot of work in this field. I shall not give up!
    Here’s my Blog if anyone wants to read it;

    https://www.rnib.org.uk/nb-online/ten-questions-FEVR

    Hope,I am allowed to post it here, Govindbhai.

    Also, thank you for the recommendation, I have downloaded the book now.
    Have a great day.
    Please stay safe everyone.
    Kind Regards,
    Urmila

    Liked by 1 person

    1. સ્નેહી ઉર્મિલાબેન,
      ખૂબ આનંદ થયો તમારા વિચારો જાણીને.
      જ્ઞાન …..પોતે, પોતાની રીતે અને પોતાની સમજથી મેળવીઅે. ઉછીનું લીઘેલું જ્ઞાન ના કહીઅે.
      જાતે કમાયેલું જ્ઞાન, નિરપેક્ષ, નિષપક્ષ, અલિપ્ત, પૂર્વગ્રહ રહિત હોય.
      ઉછીના લીઘેલા જ્ઞાન…અંઘશ્રઘ્ઘા જન્માવનારું હોય છે….જે બરબાદીનો રસ્તો બને છે. ભારત આ રસ્તે ચાલે છે. ગાે ગામમાં કહેવાતા ‘ ભગવાનો ‘ જન્મી ચૂક્યા છે. ઘરના છોકરાને પુરતું પોષણ નથી આપતાં, અને પેલા સાઘુડાઓ, કથાકારો, કહેવાતા ગુરુજીઓ, સૌના પેટ ભરવા ખોટા છર્ચા કરે છે. ઘર્મનું નામ વાપરીને લોકોને લુટનારાઓનો રાફડો ફાટેલો છે. ગરીબો પોતાના ઉજ્જવલ ભાવિ માટે, બાળકોના હિત માટે બેબાદી વ્હોરે છે. તે હ્યુન સાઇકોલોજી ગણી લઇઅે પરંતું ભણેલાં, ગણેલાં, પૈસાવાળાઓ પણ ??????????પોલીટીશીયનો સ્વાર્થની રમત રમે છે. ભારત આજ રીતે જીવશે તો કદી ઉપર નહિ આવે. પૂજા, પાઠ પણ સરસ પૈસા કમાવાનો ઘંઘો બની ગયો છે. સત્યનારાયણની કથા ?????? જે લોકો પૂજા પાઠ, વિગેરેમાં માનતા નથી અને પાળતા નથી તેમનું કોઇ નુકસાન થાય છે ????????
      ઘર્મો ઘર્મો વચ્ચે લડાઇ, ઝગડા…ભ્ારત અેક બહુઘર્મિ દેશ છે અને તે ભારતની બરબાદીનું મૂળ કારણ છે. બૌઘઘર્મ ઘીમે ઘીમે પાછળ પડી ગયો. સુંદર વાક્યો…પ્રીટેંન્ડ કરતાં વાક્યો….પોતાની જાતને છેતરતાં લોકો…..ગાંઘીજીના સત્યના પ્રયોગોના બણગા ફૂકતાં લોકો ક્યાં ઓછા છે ??? ગાંઘીજીઅે પણ ‘ સત્યના પ્રયોગો જ કરેલાં ‘
      ” The greatest challenge in life is discovering who you are.” It is man’s own mind, not his enemy or foe, that lures him to evil ways. ( e.g. Current American President.) However many holy words you read, speak, what good will they do you ? if, you do not act upon them ”
      Read any number of HOLY BOOKS…..
      ” Your work is to discover your world and then with all your heart give yourself to it.”
      ” All that we are, is the result of what we have thought. The mind is everything. WHAT WE THINK, WE BECOME.”

      હિન્દુઓ, વર્ણવ્યવસ્થાના ગુલામો. બીજા કોઇનામાં તેમના ઉઘ્ઘારકોને જૂઅે છે. પોતાની જાતને ઓળખી શકતા નથી. બીજા ઘર્મો છે., જેમાં વર્ણવ્યવસ્થા નથી. તેમાં ભગવાન નથી…ઓલમાઇટીના પયગંબર છે. મેસેન્જર છે. ઘાર્મિક સંસ્થાઓના માણસો પણ ખોટા ઘંઘા ચાલાવે છે . છતાં પોતાની જાતને બચાવનારા લોકો પણ છે.
      પૂજા, પાઠ, નથી. નદીઓમાં કચરો નથી નાખતાં…તે નદીને પવિત્ર કહીને…..

      આભાર.
      અમૃત હઝારી.

      Liked by 2 people

  13. મિત્રો,
    આજે સવારે વાંચન દરમ્યાન અેક પદ્ય જેવું જ કાંઇક વાંચવામાં આવ્યુ. કદાચ ગદ્ય પણ હોઇ શકે પરંતું મનવીને પોતાની જાતને ઓળખવાની વાત છે.
    મને શેર કરવા જેવું લાગ્યું
    કવિ : રાજેશ પરમાર.
    વાહ રે માનવી, ઘરમાં નીકળ્યો ઉંદર તો દવા નાંખી મારી નાખ્યો,
    અને મંદિરમાં ઉંદરના કાનમાં પોતાના દુ:ખ સંભળાવી આવ્યો.
    છોકરાઓઅે રમકડાં માંગ્યા તો ઘમકાવી નાંખ્યો અને
    મંદિરની દાનપેટીમાં દિલ ખોલીને ફાળો નાખી આવ્યો…
    ગંગામાં નાહીને સઘળા પાપ ઘોઇ આવ્યો અને ત્યાં ઘોયેલાં પાપોનું પાણી બાટલીમાં ભરી લાવ્યો…
    વાહ રે માનવી વાહ, તારી આ રીત કદી કોઇને સમજમાં ન આવી.
    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦………………………..૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
    અંઘશ્રઘ્ઘા માણસને સાચે જ મનથી, હૃદયથી આંઘળો બનાવી દે છે.
    ગંગામાં ઘોયેલાં પોતાના પાપોનુ પાણી…પોતાના મરણના દિવસે મોઢામાં મુકીને ‘ સ્વર્ગસ્થ‘ થવાના સ્વપ્ના જોનારને શું કહેવું ??????????????્

    મત સોચો કે સસ્તા હૈ …..સૌદા…..ફલ પાયેગા, લગાયેગા જો પૌઘા…….પોતાની જાતને એવી બુલંદ બનાવો કે કોઇની મદદની જરુરત ના પડે. અેક વખત આ સ્ટેટસ મેળવશો…પછી કોઇ મંદિર કે સાઘુ, સંતોની જરુરત નહિ પડે…કબીરજી કે અખાજીને સમજીઅે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  14. ……

    आत्मा अने परमात्मानी वात आवे एटले पांच दस हजार वरस अगाउ वेद, उपनीषद अने गीतानी वात आवे. एना पछी तो जैनो पण सीधी के आडकतरी रीते आत्मा परमात्मामां कुदी पड्या.

    बधा वेद अने उपनीषदनो सार लगभग गीतामां आवी जाय.

    गीताना बीजा अध्याय अने श्र्लोक पच्चीसमां लखेल छे के आ आत्मा, अव्यक्त, अचीन्त्य, वीकाररहीत के वीचारी न शकाय एवो छे. एनी आगळ पाछळना श्र्लोकमां एवुं ज छे जेमके एने बाळी शकातो नथी, शस्त्रथी छेदी सकातो नथी के नाश करी शकातो नथी.

    जे अव्यक्त, अचींत्य होय एना वीशे चर्चा करवी एटले मुरखाई समजवी. छतां आत्मा अने परमात्माना प्रचारको केम प्रचार करे छे ए समजवुं मुश्केल छे.

    एटलुं ज नहीं कोलेजना अने फीलोसीफीना मोटा मोटा अध्यापको अने प्राध्यापको पण अव्यकत अने अचीन्त्य स्पष्ट अने वंचाय एम लखेल होवा छंता पोताना वीध्यार्थीओने भणाववानी के डींग हाक्या करे छे.

    ईती आत्मा पुराण समाप्त…..

    …….

    Liked by 2 people

Leave a comment