ટર્નીંગ પોઇંટ

‘દૂરદર્શન પર દરેક મહીનાના પહેલા રવીવારે સાંજે 5-05 કલાકે પ્રસારીત થનાર નવી સીરીયલ ‘ટર્નીંગ પોઇંટ’ નો તા. 1/09/1991 અને 6/10/1991 ના રોજ પ્રસારણ પામેલ હપ્તાઓમાં વીજ્ઞાનની અવનવી સીદ્ધીઓ જોવા જાણવા મળી. એમાય અનુક્રમે જ્યોતીષ અને ચમત્કારોનો પર્દાફાસ કરવામાં આવ્યો તેનાથી અંધશ્રધ્ધાળુઓના દીલો દીમાગ ખુલસે. પરંતુ આ દેશમાં અંગ્રેજી સમજનારની વસ્તી કેટલી? જે દુનીયાની યુનીવર્સીટીઓ અંગ્રેજી વગરના સ્નાતાકોને પદવી એનાયત કરતી હોય એવા ભારત દેશમાં જ્ઞાનવર્ધક માહીતી ટેલીવીઝન ઉપર  અંગ્રેજીમાં આપવામાં આવે તેનો લાભ કેટલાક લોકો મેળવી શકવના?

વીજ્ઞાનની અવનવી સીધ્ધીઓથી અજાણ અંધશ્રધ્ધામાં માનનારો બહુજન સમાજ અંગ્રેજી તો ઠીક હીંદી પણ સારી રીતે સમજી સકતો નથી. જેથી ‘ટર્નીંગ પોઇંટ’  તથા અન્ય જ્ઞાનવર્ધક માહીતી આપતી શ્રેણીમાં અંગ્રેજીમાં પ્રસારીત કરી તેના સબ ટાઇટલ્સ અંગ્રેજીમાં દર્શાવવામાં આવે તો ભારત દેશનો બહુજન સમાજ વિજ્ઞાનની અવનવી સીધ્ધીઓથી સુમાહીતગાર થશે. અન્યથા આ કાર્યક્રમનો લાભ ધુતારાઓ ઉઠાવી અંધશ્રધ્ધાળુઓને ઠગશે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૯/૧૦/૧૯૯૧ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s