મુસ્લીમો પછાત શા માટે છે ?

         શ્રી સુરેશભાઇ દેસાઇનું ચર્ચાપત્ર ‘ ઉર્દુ શાળાઓમાં શીક્ષણ ‘ (ગુ.મી.૨૨-૦૭-૯૩)માં મુસ્લીમ વીદ્યાર્થીઓના શૈક્ષણીક પછાતપણાના અનેક કારણોમાં આ શાળાઓમાં સવાર-સાંજ અપાતું ધાર્મીક શીક્ષણ પણ એક કારણ હોઇ શકે તેવું જે પ્રશ્નાર્થ સુચન તેમણે કરેલ છે તેમાં ભારોભાર તથ્ય છે.

        દરેક બાળક પછી તે હિન્દુ હોય, મુસ્લીમ હોય, શીખ હોય કે ઇસાઇ હોય, કાળુ, ગોરું કે પીળું હોય, સ્વભાવગત વીજ્ઞાની છે. તે વીજ્ઞાનીની જેમ બાહ્ય જગતનું નીરીક્ષણ કરે છે,  આ શું છે ? શા માટે ? કેવી રીતે ? એવા સવાલો કરે છે. તેની આવી વૈજ્ઞાનીક જીજ્ઞાસાના જવાબમાં તેને એમ કહેવામાં આવે, કે આ બધું ભગવાન કરે છે, ખુદા કરે છે- Godની ઇચ્છાથી થાય થાય છે, ત્યારે તેની વૈજ્ઞાનીક બુદ્ધીનો વીકાસ રુંધાય જાય છે. એટલે કે બાળકને સ્વતંત્રપણે વીકસવા દો, તેના પર આપણા રુઢીગત ધાર્મીક વીચારો ન ઠઠાડો. આવું સ્વતંત્રપણે વીકસીત બાળક બૌદ્ધીક સ્તરે આગળ આવશે.

        મુસ્લીમ જમાત પર મુલ્લાઓ અને મૌલવીઓ- જેઓ હજુ મધ્યયુગી વીચારો ધરાવે છે, તેમની પકડ વીશેષ છે, એટલે મુસ્લીમ શાળાઓમાં સવાર સાંજ ધાર્મીક શીક્ષણ આપવામાં આવે છે, જેના પરીણામે મુસ્લીમ વીદ્યાર્થીઓનો સ્વતંત્ર વીકાસ થતો નથી, અને શૈક્ષણીક ધોરણે પછાત રહે તેની કોઇ નવાઇ નથી.

        એક અબજની વસ્તી ધરાવતી મુસ્લીમ જમાત અન્ય દેશો કરતાં ખુબ પછાત છે, તેનું કારણ પણ એ જ છે કે, તેમના પર મદ્યયુગી વીચારસરણી ધરાવતા મુલ્લાઓ અને મૌલવીઓની મજબુત પકડ છે, બાળપણથી ધાર્મીક શીક્ષણ આપવામાં આવે છે અને તેમની ઉગતી પ્રજાનો સ્વતંત્રપણે માનસીક વીકાસ થયો નથી.

        ૫૦ લાખની વસ્તી ધરાવતું ઇઝરાયલ એક અબજ વસ્તી ધરાવતા આરબ દેશોને ધમરોળે, ઇરાકના હાલહવાલ કરે, બોસ્નીયાના મુસ્લીમોની સર્બ લોકો નીર્દયપણે કતલ કરે, એ બધું સમૃદ્ધીમાં આળોટતા આરબ રાષ્ટ્રો મુંગે મોઢે જોયા કરે, એ શું સુચવે છે ? એ જ કે તેઓ વૈજ્ઞાનીક રીતે ખુબ પછાત છે અને વીજ્ઞાન અને ટેકનોલોજીમાં વીકસીત દેશો તેમના પર આધીપત્ય જમાવી શકે છે.

        જો મુસ્લીમ જમાતે ધાર્મીક શીક્ષણના સ્થાને વીજ્ઞાનના શીક્ષણને પ્રાધાન્ય આપ્યું હોત, તો તેઓ વીજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે આગળ હોત, અને અમેરીકા કે ઇઝરાયલની તાકાતની સામે સફળતાપુર્વક સામનો કરવા સમર્થ હોત.

        ભારતની મુસ્લીમ પ્રજાએ ઉપરોક્ત ઐતીહાસીક હકીકત પરથી સબક લેવાની તાતી આવશ્યકતા છે, કે જો તેમને આગળ આવવું હોય તો તેમની શાળાઓમાં બાળકોને અપાતું ધાર્મીક શીક્ષણ બંધ કરે- વીજ્ઞાનના શીક્ષણને પ્રાધાન્ય આપે અને મુલ્લાઓ અને મૌલવીઓની પકડમાંથી બહાર આવે. જો આમ કરવામાં આવે તો બે દાયકામાં જ મુસ્લીમ જમાત અન્ય કોમોની સાથે સમકક્ષ થઇ જશે, તેમા કોઇ શક નથી.

ગુજરાત મીત્ર ૧-૦૯-૧૯૯૩

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૦૫


13 Comments

  1. કોઈ મુસ્લીમે આ લેખ લખ્યો હોત તો વધારે અસરકારક થાત.

    Like

  2. Greetings & Peace,

    Whatever Mr. R. K. Mehta has written in his letter, some points are valid. However, I do not agree with the remarks that “જો તેમને આગળ આવવું હોય તો તેમની શાળાઓમાં બાળકોને અપાતું ધાર્મીક શીક્ષણ બંધ કરે” I am of the view that religious education is also necessary for every student, but in a correct perspective in order that the student can know his Creator and His correctCommads.

    However, I fully agree with the remarks “તેઓ વીજ્ઞાનના શીક્ષણને પ્રાધાન્ય આપે અને મુલ્લાઓ અને મૌલવીઓની પકડમાંથી બહાર આવે.” Muslim Holy Scripture Holy Quran has several Verses about scientific facts, and time and again it reminds human beings to search for God’s signs everywhere in this universe, where there are a lessons, guidance and some message for human beings. See below just 3 Verses out of several such Verses:

    “It is He (Allah) Who makes the stars (as beacons) for you, that you may guide yourselves, with their help, through the dark spaces of land and sea: We detail Our signs for people who have knowledge.” (6:97)

    “He (Allah) has made subject to you the Night and the Day; the sun and the moon; and the stars are in subjection by His Command: verily in this are Signs for men who are wise.” (16”12)

    “Verily in the heavens and the earth, are Signs for those who believe.” (45:3)

    But alas, in this 21st century, still there are fundamentalist Muslims, including mullahs and moulvis, who are still in dark age of 1,400 years ago and have no faith in today’s science, though they follow certain scientific inventions for their benefits only, and still they believe in “aladdin and magic lamp”, “alibaba & forty thieves”, “khul ja sim sim”. “alif layla”, and “layla majnu” type fairy tale stories in the name Islam Religion. Even in North America, there are thousands and thousands of such fundamentalists and backward Muslims, including misguided Muslim mullahs and moulvis, who themselves are misguided and they misguide millions innocent Muslims as well.

    Based on above, there is no doubt that the reasons for Muslims’ backwardness is that they are misguided by fundamentalists, and misguided mullahs and moulvis, and at the same time, they are away from modern days scientific facts e.g. the seeing the moon with physical eyes versus scientific/astronomical calculations of moon sighting based on what has been said in Muslim Holy Scripture at various places e.g.

    “The sun and the moon follow courses (exactly) computed.” (55:5)

    “It is He (Allah), Who made the sun to be a shining glory and the moon to be a light (of beauty), and measured out stages for her; that you may know the number of years and the count (of time). Nowise did Allah create this but in truth and righteousness. (Thus)s He explain His Signs in detail, for those who understand.” (10:5)

    I have written in detail about કુરાન અને આધુનિક વિજ્ઞાન i.e. Quran and Modern Science in English, Urdu and Gujarati, which have duly been published in periodicals of North America, India and Pakistan..

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

  3. Tamari vaat khari chhe? But, Muslims do not have appropriate arguments/reasons as they lack education.

    Like

  4. આ વિશે ઘણું બધું લખવું હતું પણ પછી લાગ્યું કે કદાચ કોઈને એમાંથી કટ્ટરતાની ગંધ આવે એટલે ન લખ્યું… any way, ખૂબ સારા વિષય પર પ્રકાશ પાડયો ગોવિંદભાઈ….

    Like

  5. Quaseem Abbas Saheb-Thank u for ur nice response-I liked it–
    Check Google for ‘Al Jahziri’ a very brilliant Moslem engineer who invented lots of machinary without electricity-His design for irrigation is still working in Syria= It was in 12th century–Islam produced most brilliant scientists and mathemeticians in that century– Later on Religious ppl took over and killed xcience-

    Like

  6. આપણે આ વાત વધારે ને વધારે લોકો પાસે શી રીતે પહોંચાડી શકીએ?
    અમેરીકન ખ્રીસ્તી સમાજની એક માનવતા સભર વાત વાંચો –
    http://gadyasoor.wordpress.com/2008/03/25/help/

    Like

  7. મને આ ચર્ચા વાંચી. આદરણીય શ્રી કાસિમ અબ્બાસ સાહેબ, શ્રીઅબ્દુલ ગફાર અને શ્રી હનીફભાઈએ જે સ્વસ્થતાઅને સ્થિરતાથી આ ચર્ચામાં ભાગ લીધો છે તે દાદને પાત્ર છે.( દાદ સાથે સૅલ્યુટ! ).હું ૧૯૯૬-૯૭માં બાટલીબૉય કંપનીમાં કામ કરતો હતો ત્યારે મારા મૅઈંટેનન્સ વિભાગનો ૪ ધોરણ ભણેલો ફ્લૉકાર ડ્રાઈવર મલિક કોમી તોફાન થતાં વ્યથિત થઈ જતો! અને કહેતો – ‘ભાઈ,આ બધું
    કેવી રીતે અટકાવી શકાય?…કોઈ રસ્તો ખરો કે નહીં? મને તો કશી સમજ નથી પડતી? ને હું તેનો કહેતો કે હનીફ, તું ફક્ત ચાર ધોરણ ભણ્યો છે; છતાં તારી સમજમાં ભાઈચારાની ભાવના છે. તું તારી દિકરી રાબિયાને ભણાવજે તેની મરજી હોય ત્યાં સુધી.સદનસીબે તેણે દિકરીને ભણાવી.આજે તે મોટી કંપનીમાંસારા પગારે નોકરી કરે છે.અને બાપથી સવાઈ લાગણીશીલ અને સર્વ ધર્મ માટે
    સમભાવ ધરાવે છે.

    કમલેશ પટેલ
    http://kcaptel.wordpress.com/

    Like

  8. કાસીમભાઈ કહે છે,
    I am of the view that religious education is also necessary for every student, but in a correct perspective in order that the student can know his Creator and His correctCommads.

    ભાઈ, આપની વાત સાચી છે, જો એ ધર્મ એટલે SCIENCE OF SOUL હોય. જેમ સ્થુળનું વીજ્ઞાન સમગ્ર વીશ્વમાં એક જ હોય છે, એનાં તથ્યો ભારત કે એમેરીકા બધે સરખાં જ હોય તેમ ધર્મ એટલે આત્માનું વીજ્ઞાન અને એનાં તથ્યો સમગ્ર વીશ્વમાં સમાન હોય. એમાં માન્યતાને સ્થાન નથી, માત્ર તથ્યને જ સ્થાન હોય. પણ મુશ્કેલી એ છે કે આપણે અલગ અલગ માન્યતાઓને ધર્મનું નામ આપી દીધું છે.

    બાળકના કુમળા માનસ પર માન્યતાઓ ઠોકી બેસાડવી એ મોટો અત્યાચાર છે, અપરાધ છે. પછી એ માન્યતા કહેવાતા કોઈ પણ ધર્મની હોય. મોટા થયા પછી એના પોતાના તર્કના વીકાસ બાદ એને નીર્ણય કરવા દેવો જોઈએ.

    આપ કહો છો કે, “but in a correct perspective in order that the student can know his Creator and His correct Commads.” પણ આપણે એને એ તક ક્યાં આપીએ છીએ? આપણે તો આપણી માન્યતા એને આપવાનો આગ્રહ રાખીએ છીએ. અને એ “Creator and His correct Commads” કહેવાતા બધા ધર્મો માટે તો અલગ અલગ છે. અને એના લીધે તો બધા ઝઘડા છે. સ્થુળના વીજ્ઞાનમાં એ ઝઘડાઓ નથી.

    Like

  9. પ્રકૃતી સાથે સંબધ જોડીને બાળક નવું નવું શીખે, હસે, નાચે, રમે, કુદે, ગીતો ગાય, તોફાન કરે અને ધીમે ધીમે આ સંસર્ગ દ્વારા પોતાની અંદર રહેલી શક્તીમાંથી તે આ જગતને ઓળખે તો તેનો સાહજિક અને કુદરતી વિકાસ થાય. પરંતુ નાનપણથી જ જે બાળકને માન્યતાઓના ઢગલા નીચે દબાવી દેવામાં આવે અને વડિલોની સાચી ખોટી માન્યતાઓના બોજ હેઠળ પરાણે કચડવામાં આવે તે બાળકનો કુદરતી વિકાસ કુંઠિત થઈ જાય છે. આ વાત માત્ર મુસ્લિમ નહી પણ કોઈ પણ બાળક માટે સાચી છે.

    અત્યારે જરૂર છે દરેક બાળકને સાહજિક રીતે વિકસવા દેવાની અને વડીલોની માન્યતાઓ તેના ઉપર પરાણે ઠોકી બેસાડવાની જડતામાંથી બહાર આવવાની.

    દરેક મા-બાપની આ પવિત્ર ફરજ બને છે કે તે પોતાના બાળકને માન્યતાઓના બોજથી દબાવે નહી પણ તેને તેનું જીવન કુદરતી રીતે આનંદથી જીવવા દે અને તેના સુંદર પરીણામો થોડા જ વખતમાં આપણી સમક્ષ આવશે અને આ બાળકો જ આપણને મોટેરાઓને સાચું જીવન કેમ જીવાય તે શીખવશે.

    Like

  10. Mr.R.K.Mehra’s boservaton is correct. We Muslims have stop asking question as far as we
    were asing question we were both progersve in science and otherfeild. Seconly Muslim’s have
    stop learning quran through reason and question.
    This two prblem develope in muslims
    when they develop docrin of only Quran is enough for their guidence and they started ignorng among them Ijtehad.
    The goup of muslim who practise Ijtehad
    and follows wise and learned among them with
    reasn are more prograsive.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s