દારુબંધી પ્રત્યે ર્દષ્ટીકોણ બદલીએ

‘સ્ત્રી શક્તીનો પરચો’ (આ લખનારની પોષ્ટ તા.૧૬/૦૧/૨૦૦૯) અન્વયે ‘સખી મંડળ’ નું આંદોલન સરાહનીય હોવા સાથે મીત્ર શ્રી અનીલભાઈ મીસ્ત્રી (નવસારી)ની ઉગ્ર રજુઆતને ધ્યાને લઈ હું મનોમંથન અને ચીંતન કર્યા પછી  નીચે મુજબના તારણો પર આવ્યો છું:

મોટાભાગના રાજ્યોમાં દારુની છુટ છે- ત્યાંના  પીઠા-બારમાં લોકો પોતાની પસંદગીનો અને જરુરીયાત મુજબનો ઉચ્ચ ગુણવત્તા વાળો દારુ આશાનીથી તેમજ વાજબી કીંમતે મેળવીને ચાખણું સાથે દારુની લીજ્જત લે છે. તે રાજ્યોમાં દારુ પી ને લથડીયા ખાતા લોકો ભાગ્યે જ જોવા મળે છે. તે રાજ્યોમાં અપવાદ સીવાય દારુ પીનારાઓના ઘર બરબાદ થતાં નથી કે દારૂબંધી માટે કોઈ આંદોલન થતા નથી. આનાથી વીપરીત ગુજરાતમાં અમીરો આરોગ્યના લાયસન્સના બહાને કે ચોરી-છુપીથી દારુની બોટલના રૂપીયા ૧૦૦/- થી રૂપીયા ૫૦૦/- ચુકવીને પણ મનોરંજન માણવા દારુ પીતા હોય છે. જ્યારે આખો દીવસ કોદાળી-પાવડાથી તનતોડ મહેનત કરનાર શ્રમીક પાસે શરીરનો થાક ઉતારવા માટે મનોરંજનના સાધનો નથી. અને  સાધન હોય તો તે માણવાનો સમયના અભાવે તેઓ દારુબંધીને કારણે ઉપરોક્ત મોંઘો દારુ પી શકતા નથી.

ગંદી ગટર કે મેલું સફાઈ કરનાર સફાઈ કામદારને દુર્ગંધ દૂર કરવા કે જમવા-ઉંઘવાના ટાઈમે ગંદી ગટર-સંડાસનું ચીત્ર નજર સમક્ષ આવતું હોય તેઓ જમી કે ઉંઘી શક્તા નથી. જેને ભુલવા માટે જેવો મળે તેવો નવસાર, અખાદ્ય ગોળ, યુરીયા, બેટરીના સેલ વગેરે જીવલેણ દ્રાવણવાળો આરોગ્યને માટે હાનીકારક ગુણવત્તા વગરનો દારુ પીવાય છે. ‘દારુ ઢીંચવાવાળો ગમે ત્યાંથી અને જેવો હોય તેવો દારુ પીવાનો જ, અને પીવાય જ છે.’ આ સીધ્ધાંતને ધ્યાનમાં રાખવો જરૂરી છે.

ગુજરાતમાં વધુ NRI હોવા છતાં દારુ બંધીને કારણે જ ગુજરાતનો પ્રવાસન વીભાગ વધુ વીકસીત થઈ શક્યો નથી. ભારતભરમાં ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કી.મી. નો દરીયા કીનારો હોવા છતાં અને દરેક NRI પોતાની સાથે ફક્ત એક વીદેશી પ્રવાસીને સાથે લાવે તેવા પ્રયાસો થઈ શકે તેમ હોવા છતાં દારુબંધીને કારણે ગુજરાત પ્રવાસન કરતાં ગોવા પ્રવાસન ખુબ જ આગળ છે. દારુબંધીને કારણે ગુજરાત સરકાર કરોડોની આવક ગુમાવે છે. કારણ કે પકડાયેલ દારૂની બોટલો રોલર નીચે કચડી નાખેં છે. તેને બદલે આ દારૂનો જથ્થો અન્ય રાજ્યોમાં વેચીને થનાર કરોડો રૂપિયાની આવક દ્વારા ગરીબ પ્રજાના હીતકારી આયોજનો કરી શકાય છે.

ચાર્વાક ઋષીએ ‘ચાર્વાક સંહીંતા’ માં ફળના રસનો દારુ(આસવ)ના સેવનથી થતાં ફાયદાઓનું સુંદર વર્ણન કરીને ખુબ જ તંદુરસ્ત ચર્ચા કરી છે. દારૂના સેવનથી અખબારોમાં આવતા વૈજ્ઞાનીક તારણો મુજબ જો યોગ્ય માત્રામાં દવા તરીકે દારુ પીવાથી આરોગ્યમાં ફાયદા થાય છે. જેને ધ્યાનમાં રાખી સરકાર અસરકારક પ્રયત્નોથી પ્રજા સમક્ષ પોસ્ટરો, બેનરો, ચલચીત્રો કે અન્ય કાર્યક્ર્મો દ્વારા આરોગ્ય શીક્ષણ(Health Education) થકી દારુના લાભા-લાભ અંગેની વૈજ્ઞાનીક સમજ આપવાની જરૂર છે. દારુબંધી દુર કરવા ‘સખી મંડળે’ પોતાના આંદોલનનું સ્વરૂપ બદલીને ‘સખી મંડળ’ની બહેનો ઘરના સભ્યો સાથે Counseling તથા Picketing (સરકારી દારુના પીઠાઓ ઉપર મહાત્મા ગાંધીજીએ બહેનો પાસે પીકેટીંગ કરાવેલ) કરવાની જરૂર છે. જો ‘સખી મંડળ’ની બહેનો તેમ કરશે તો યુવાન બહેનોના સેંથાના સીંદુર નહીં ભુંસાય ! સંસાર ઉજડશે નહીં !! વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાશે નહીં !!!

ગોવીન્દ મારુ


18 Comments

 1. ખૂબ ક્રાંતિકારી વિચારધારા… હું કંઈક અંશે સહમત છું પણ ખબર નહિ કેમ એવું લાગે છે કે અહીં આ સ્વીકૃતિ આવતાં બહુ વાર લાગશે…

  Like

 2. આ તો મહાત્મા ગાંધી આપણા રાજ્યમાં જનમ્યા એટલે દારૂબંધીનુ દૂષણ આપણા રાજકારણીઓ પોષી રહ્યા છે. અને પોતાના ગજવા પણ ભરી રહ્યા છે. મારો એક મિત્ર પોલિસ ઈંસ્પેક્ટર છે અને તેના ખુદના કહેવા મુજબ બુટલેગરોને એમણે સલામ મારવી પડે કારણ કે એઓ રાજકારણી સાથે સારો ઘરોબો ધરાવે છે. અને હપ્તાના પૈસા ઉપર સુધી પહોંચે છે. આખી લિંક છે. અને જનતા ભેળસેળીયો દારૂ પીને પાયમાલ થાય છે.
  જો માફકસર સારો શુધ્ધ દારૂ પિવામાં આવે તો એ દવાનું કામ કરે છે એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થઇ ચુકેલ છે. વાઇનના તો ઘણા ય ફાયદા છે. આપણા આયુર્વેદમાં આસવના ગુણગાન ગાયેલ છે. શિવજીને પણ મદિરા પ્યારી હતી. મોડી મોડી મોદીસાહેબને (આપણા પ્યારા સીએમ ) સદબુધ્ધી મળે એવી પ્રાર્થના.
  દારૂબંધ્ધીને કારણે પિનારા પીવાનું મળે ત્યારે પીને છાટકા થઇ જાય કારણ કે બીજી વાર મળે યા ન મળે. બાકી જો છુટ હોય તો કોઈ એટલું ન જ પીએ.

  અહિં મારી ગઝલનો એક-બે શેર રજુ કરું છું.

  થાક્યો હું તો વારંવાર જઇ દવાખાને
  મેં તો હવે જવા માંડ્યુ છે મયખાને..

  દવામાં દારૂ તો હવે છે જીવને સારૂં
  ભલે એ વાત કોઇ માને યા ન માને..

  તો આપ સહુને નટવર મહેતાના ચિયર્સ….!!

  Like

 3. Hello Everybody,
  I dont belive in this. Right now situation is best. First we all have to follow Law n Order. We never follow that. We all want our solution anyhow. I think Govindbhai are in USA. He knows how here Public follow rules. So First we should be honest then we can fired our Politicians.

  Like

 4. વર્ષોથી ચવાઈ ગયેલી વાત!

  સુગ-સૌંદર્ય વસ્તુગત નથી ભાવના ગત છે.

  નશાની છૂટ છે ત્યાં પણ તે અંગેના કાયદાઓ ખૂબ કડક હોય છે જ.

  સ્થાપિત હિતો આ અંગે પોતાના મંતવ્યો રજુ કરે છે.
  કહેવાતો સમજદાર તબીબો પણ !

  હાર્ટને માટે રેડવાઈન લો તો લીવરનો નિષ્ણાત કહેશે લીવરના ભોગે નહીં!

  આમ સાંપ્રત સમય અને સમાજની જરુરીઆત મુજબ પ્રબુધો સમાજહિતમા જે નીર્ણય કરે તે પ્રમાણે અમલ કરીએ એ આદર્શ ગણાય…

  Like

 5. દારૂ કરતા ય સતાનો નશો વધારે ખરાબ છે તે રાજકારણીઓને કોણ સમજાવશે? દેવો પણ આસવ લેતા જ હતા.યોગ્ય માત્રામાં લેવાયેલ દારૂ દવાનું કામ કરે છે તો વધારે માત્રામાં લેવાતું પથ્ય પણ અહિતકારી છે. આજે દુનિયામાં ઠેરઠેર દવાખાનાઓમાં ભીડ છે તેમાં અતિઆહાર પણ સમસ્યા છે જ.જરૂરિયાત વગરના આહાર વગરનું વ્યસન પણ હાનીકારક છે.આમ કડક દારૂબંધી એ લાદેલુ શિસ્ત છે.એનો કોઈ લાંબાગાળાનો ફયદો હોઈ શકે નહી.સ્વયંશિસ્ત દરેક ક્ષેત્રે ફાયદો કરશે.

  Like

 6. દારુબંધી અને તેનો પ્રવાસન અને રાજ્ય સરકારની રેવન્યુ પર પ્રભાવ — આ બાબત વારંવાર ચર્ચાતી આવે છે. દારુને માણવાની સમજદારી હજી કદાચ આપણા સમાજમા નથી આવી (જ્યાં દારુબંધી નથી ત્યાં પણ). પુરતા statistical dataના અભાવે આ ચર્ચા ફરીથી દ્રશ્ટીકોણ આધારીત વીચારમંથન બની રહેશે. એ તો નીર્વીવાદ છે કે રાજ્ય સરકાર ટેક્ષ રેવન્યુ ગુમાવી રહી છે, પણ નીચેની બાબતોના આંકડા આપણી પાસે છે?

  – બીજા રાજ્યોમા દારુની લતે ચડી ગયેલા લોકોને કારણે બરબાદ થતા પરીવારોની સંખ્યા કેટલી? ગુજરાતમા એ સંખ્યા કેટલી?
  – ગુજરાતના શહેરોમા “છોકરીઓ અડધી રાતે આરામથી ફરી શકે” – કહેવાય છે કે બીજા રાજ્યોમા એ એટલુ સાહજીક નથી (અનેક બીનગુજરાતીઓના મોઢેથી સાંભળેલી વાત છે). આ બાબતમા દારુબંધી કેટલો ભાગ ભજવે છે? આ બાબતને quantify કરવી પણ અઘરી છે.

  Like

 7. Not my cup of tea, as the only addiction I have is for TEA !!!
  Frankly …
  Morals can not be inposed/ enforced by law. Social environment can do it.

  Like

 8. કંઈક અંશે હું પણ આ વાત સથે સહમત છું. ગુજરાત ને દારુબધિ ની જરુર લાગતી નથી.કેમકે ગુજરાત મા દારુબઘિ જેવુ કઈજ છેજ નહિ.

  Like

 9. જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,
  આપનો વિચાર સારો છે પણ મારી દ્ર્ષ્ટીએ વ્યસન એ વ્યસન જ છે.અને પ્રજ્ઞાજુ દાદીમાની જેમ હું કહીશ કે
  હાર્ટને માટે રેડવાઈન લો તો લીવરનો નિષ્ણાત કહેશે લીવરના ભોગે નહીં!
  એટલે વ્યસન એટલે તો વ્યસન.અને એક વાર લાગે પછી તે વધતું જ જાય.
  અને પછી અતિ સર્વત્ર વર્જયતે..અને માત્ર પ્રવાસન માટે સ્વાસ્થ્યને તો નુકસાન ન જ કરાય ને.આ મારા વિચાર છે.
  આપનો ડો,હિતેશ ચૌહાણ

  Like

 10. પીનારા ગમે ત્યાથી દારુ મેળવી પીવાના છે જ…એ સત્ય સોને ખબર છે જ…. અને દારુ બન્ધીને કારણે જરા મોઘો અથવા ગુણવતા વગરનો દારુ ગરીબ તેમજ મધ્યમ વર્ગ મેળવી પીસે એ અમીરો તેમજ નેતાઓને ખબર છે જ …. જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગ વધુ બર્બાદ થશે એની પણ કદાચ ખબર હશે જ…… અને દારુ ન પીનારા પોતાનો બાર હશે તો પણ ન પીસે આ બધી સત્યતા ભણેલા ગણેલા ફીલોસોફરોને પણ ખબર હશે જ તો આ ” દારુ બન્ધી ” શા માટે ?

  Like

 11. Dear govindbhai
  Darubandhi yogya rite amalma nathi mate daru pivanl chut apvi e aparipakva ukel che.sha mate apne yogya darubandhi mate mahenat n karie?
  kardam modi-dediapada

  Like

 12. ગોવીંદભાઈ

  * 4 નં. ના ફકરામાં આપે બક્ષીજીએ એકથી વધુ વાર કહેલી વાત કહી છે.

  * હું પણ ડ્રિન્ક્સ લઉં છું (દારૂ નહી!) 😉

  * છતાંપણ કહીશ કે ભલે દારૂબંધી જેવુ ન હોય, ભલે સરકારને ટેક્સ ન મળે પરંતુ દારૂબંધી છે એના નુકસાન કરતા ફાયદા છે , છે અને છે જ. દંભ તો દંભ પરંતુ (દારૂબંધી) જરૂરી છે જ

  * આ વિષય માટેની ચર્ચા માટે જગ્યા અને માધ્ય્મ વ્યવહારૂં અભિગમ બધા ટુંકા પડે!

  # મેં ગુજરાતી-અંગ્રેજી માધ્યમ અને આ ,આમ બે ટોપિક વાંચ્યા બાદ એક વણમાગી સલાહ આપું તો મુદ્દો ઉઠાવ્યા બાદ લોકોની કોમેન્ટના અનુસંધાનમાં મુદ્દો ઉઠાવનારે પોતાના પ્રતિભાવ આપવા જોઇએ.

  Like

 13. gujrat mathi jo daru bandhi hataway to butlegro thi bethako jitata neta o ni khurshi nu su?

  tunka pagar ni nokari karta police vala o nu budget kem puru padse?

  gujrati loko daur piva rajsthan na aabu temaj div mumbai vagere jagya a jai gujrat no paiso vapri, any rajyo ni tijori o bhare chhe, rajy sarkar ne khabar nathi padati?

  jo gujrat mathi daru bandhi hati jawa mate , darek neta o ne j bar no eejaro male tevo kanun hoy to darubandhi hati jay!!!!!

  jaju to dudh pio to pan mari jaway, dosh pinara o no chhe, vastu no nahi

  vevalaveda muki ne daru ni chhut thai jawi jaruri chhe

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s