શાંતી મેળવવી છે ?

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી.

સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી

ભગવાનને કર્તાહર્તા માનનારા લોકો જાતજાતના માનસીક તનાવ લઈને એ વીચારથી મંદીરમાં જતાં હોય છે કે ભગવાન તેઓનાં દુ:ખ દુર કરી દેશે. મોટા ભાગના લોકો મંદીરમાં ભગવાનને પગે લાગવાથી જ શાંતી મળે એવી અંધશ્રદ્ધા ધરાવે છે. પણ એ લોકો ક્યારેય એવો વીચાર કરતાં નથી કે બીજે ક્યાંય નહીં પણ મંદીરમાં જ જવાથી શાંતી મળે એનું કારણ શું છે ? એનાં ઘણાં કારણો પૈકી મંદીરનું બાંધકામ મહદ્ અંશે  આરસપહાણના પથ્થરનું બનાવવાથી ઠંડક અને શાંતી મળે છે, અગરબત્તીની સુવાસ મનને પ્રફુલ્લીત કરે છે, ઘોંઘાટ અને પ્રદુષણ વીનાના પર્યાવરણમય વાતાવરણથી પણ શાંતી મળે છે જે ઘરમાં નથી હોતી.

જો આ રીતનું બાંધકામ અને વાતાવરણ આપણા ઘરમાં કે મંદીર સીવાયના અન્ય કોઈ સ્થળે કરીએ તો ત્યાં પણ અવશ્ય શાંતી મળે જ.

ઉદાહરણ રુપે [૧] સરદાર સ્મૃતી કેન્દ્ર, નવસારી કૃષી યુનીવર્સીટી, દાંડી રોડ, નવસારી. [૨] શ્રી પ્રવીણચંદ્ર સવજીભાઈ કોઠારી બહેરા-મુંગા વીવીધલક્ષી વીદ્યાલય (મમતા મંદીર), દાંડી રોડ, નવસારી. [૩] ગાંધી સ્મૃતી કેન્દ્ર, કરાડી તા. જલાલપોર જી. નવસારી. ઈત્યાદી ‘ભગવાનની મુર્તી વીનાનાં મંદીર’ જેવાં સ્થળોમાં પણ અપાર શાંતીનો અનેરો આનંદ મળે છે. મોટા ભાગનાં મંદીરોમાં ગંદકી હોય છે. જ્યારે ગંદકી વીનાના આ સ્વચ્છ અને સુંદર સ્થળોએ મલીન વીચારો, માનસીક તનાવ કે દુ:ખ સાથે જનારો માનવી આમાનું સઘળું ભુલીને શાંતીનો જરુર અનુભવ કરે છે. અર્થાત્ જીવનને સમજવામાં અને સમાજને ઉપકારક બનવાનું શીખવા મળે યા ઉન્નતીકારક વીચાર મળે તે જ સ્થળ મંદીર છે.

મંદીરમાં ન જનારા અને ભગવાનમાં ન માનનારાઓ કોઈ સમસ્યા/દુ:ખ આવે તો સારાં પુસ્તકો, સારા મીત્રોનો સંગાથ, મનને રુચે એવી રચનાત્મક પ્રવૃત્તીઓ, નયનરમ્ય વાતાવરણમાં હરવું– ફરવું, સંગીત અને કળામાં મન પરોવી શાંતી મેળવે છે.દુ:ખ/સમસ્યાને સમજીને હલ કરવામાં આવે તો તેમાંથી કાયમને માટે છુટકારો અને શાંતી અવશ્ય મળે જ.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૨/૦૩/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

Mukbadhirમમતા મંદીર, નવસારી.

12 Comments

 1. સરસ માહીતી ગોવીંદભાઈ. હાર્દીક આભાર.

  મને લાગે છે કે “ગાંધી સ્મૃતી ભવન” નહીં પણ “ગાંધી સ્મૃતી કેન્દ્ર” નામ આપેલું છે અને તે મટવાડમાં નહીં પણ કરાડીમાં છે. દાંડી સત્યાગ્રહ વખતે ગાંધીજી આ જ સ્થળે ઝુંપડી બાંધીને પંદર દીવસ રહ્યા હતા અને ૫મી મે ૧૯૩૦ના રોજ રાત્રે એમની ધરપકડ કરવામાં આવેલી. અહીં દરરોજ સાંજે પ્રાર્થના પણ કરવામાં આવે છે.
  મટવાડમાં લાયબ્રેરી નજીક સ્મારક બાંધવામાં આવ્યું છે, જે ૧૯૪૨ની લડતમાં ત્યાં થયેલા ત્રણ શહીદોની યાદમાં છે. એની સાથે ગાંધીજીનું નામ જોડાયેલું નથી.

  Like

  1. આદરણીય વડીલ,

   ભુલ સ્વીકારીને સુધારો કરેલ છે.
   ખુબ ખુબ આભાર.

   Like

 2. ગોંવિદભાઈ,
  તમારી વાત એકદમ સાચી. મંદિર કે પ્રાર્થના સ્થળ જેવા સ્થળોમાં એકઠાં થયેલ માણસોમાં રાગદ્રેષ કે ઈર્ષા વિગેરેથી પર અને માત્ર શુભ સંદેશ ભરી પ્રાર્થના હોવાથી હવામાં શ્વેતકણો પ્રસરે છે તેથી આવા સ્થળે શાંતિનો અહેસાસ થાય છે. કાશ, ઘરમાં પણ જો આવું શુભ વિચારીને આવું વાતાવરણ ખડું કરવામાં આવે તો?!..

  Like

 3. મંદીરોમાં ખરેખર શાંતી હોય છે? એ પણ નેટવર્કીંગ અને સમ્પત્તી પ્રદર્શનનાં સ્થાન બની ગયાં છે.
  અમુક આશ્રમોમાં સારું વાતાવારણ જોવા મળે છે ખરું . પણ મોટા ભાગના આશ્રમોમાં સત્તાનું કેન્દ્રીકરણ જોવા મળે છે.
  માનસીક શાંતી બહારી નહીં પણ અંદરી હોય છે. સૌએ પોતાની ચીત્ત્વૃત્તી પ્રમાણે એ શોધી લેવીની હોય છે.
  પણ કૌટુમ્બીક/ સામાજીક ઘડતરના કારણે જે ગાડરીયો પ્રવાહ બની ગયો છે, તેને ખાળવો કે વાળવો એ લહભગ અશલ્ય વાત છે.

  Like

 4. Peace is opposite of agitation. Proper tuning of mind reduces agitation and brings peace. Places (Religious/ Educational/ Charitable/ Any type ) where exploitation of others is minimal induces peace. This is a general rule.
  But human mind is very complex. There is no surprise if one finds comfort where many others are agitated. Meerabai was sinle-mindedly involed in Krishna Bhakti against many odds. If some one has total faith in some object or place or person or activity it is not impossible to gain peace provided no harm is done to others.
  The ideal goal should be , not obtaining peace for self but to bring peace to others. The net result is
  always satisfying.

  Like

 5. સુંદર લેખ. મનને દિર્ણ કરે તે મંદિર. એટલે કે જ્યાં જવાથી મનના સંકલ્પ-વિકલ્પના ધસમસતા પ્રવાહો શાંત થાય, ચિત્ત એકાગ્ર થાય તે સ્થળ મંદિર. ત્યાં કોઈ મુર્તિ હોવી જરૂરી નથી. અને આ રીતે જોઈએ તો શાંતિ માટે ધાર્મિકસ્થળો કરતાં કુદરતી સ્થળો વધુ અનુકુળ રહે છે. બાકી મોટા ભાગના ધાર્મિકસ્થાનો અત્યારે વેપારના કેન્દ્રો બની ગયા છે કે જ્યાં લોકોની આસ્થાનો ગેરલાભ ઉઠાવીને વેપાર કરવામાં આવે છે. કોઈ સાચા આદ્યાત્મિક કેન્દ્રોની આ વાત નથી કરતો પણ જ્યાં લોકોના ટોળે ટોળે ઉભરાતા હોય, પ્રસાદ પણ વેચાતો મળતો હોય, દર્શનની લાઈનોમાં વહેલો વારો આવે તે માટે પૈસા દેવા પડતા હોય આવા સ્થળોએ શાંતિની કલ્પના પણ દુષ્કર બની જાય છે.

  Like

 6. Dear Gobindbhai,
  Happiness is connected with object..any objects give us
  happiness but it is not permenent….
  pleaser is for ever and it is inside us..Bhagvad Geeta
  teach us GOD is inside with you..we experience in our
  life…
  I do agree with you A man can get relief any where…..
  prakash…

  Like

 7. મન શાંત થાય તો શાંતિ મળે છે..ધ્યાનથી, ઇશ્વરભક્તિથી, સત્કર્મથી શાંતિ મળે છે..શુભ મનન, ચિંતન અન્દ તેના કથનથી પણ શાંતિ મળે તેમજ તમે કહ્યું તેમ પ્રદૂષણર્હિત જગ્યાઅએ પણ શાંતિ મળે છે..સુંદર વાત તમે લેખ દ્વારા કરી છે…

  Like

 8. મારા મતે મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા કે દેવળના નિર્માણનું કારણ એ છે કે પોતાના ઘરની અંદર પ્રાર્થના કરતી વખતે ઘરનું વતાવરણ, ઘરના પ્રશ્નો, ઘરના સભ્યો ઈશ્વર સાથે એકાકાર થવામાં અડચણરૂપ થઈ શકે છે. અલિપ્ત જગ્યા પર એ શક્ય બને છે. આરસપહાણ કે અગરબત્તી તો આપણે બનાવેલા પર્યાય છે. એકાંત એ પ્રાર્થના માટે સર્વોત્તમ સ્થાન છે. અને એકાંત એટલે પોતાના દૈનિક, કૌટુંબિક અને સામાજીક પ્રર્વુતીથી વિમુખ્ત થઈ ઈશ્વર સાથે સંવાદ કરી શકીએ તે જગ્યા.

  Like

 9. Nice Informations !
  Now, the subject is SHANTI ( PEACE )…It can be in Karyalaya or Mandir without MURTI & it cam be in the Traditional Mandir with the MURTI…BUT only possible if one has made his MIND STABLE..Without that, a place becomes irrelevent….Yes, I agree a Pustakalay can play a POSITIVE ROLL in stablilising the MIND with GOOD THOUGHTS or GYAN.
  And, this transformation is NOT ENOUGH…..as one has to translate that INNER PEACE with ACTIONS..Jankalyan Karyo.
  I invite you & your Readers to my Blog CHANDRAPUKAR to view a Recent Post on this subject>>>Chandravadan.
  http://www.chandrapukar.wordpress.com

  Like

 10. ખૂબ જ સરસ વાત છે ૫ણ્‍ા મંદિર મસ્‍િજદ કે કોઇ ૫ણ્‍ા ઘર્મ સ્‍થળ શાંતિ મળે શકે છે ૫રંતુ શાંતી માટે તલપા૫ડ આત્‍મા તમારી પાસે હોવો જોઇએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s