નક્કર વાસ્તવીકતા

–મુરજી ગડા

          નીયમીત રીતે થતાં અનેક સર્વેક્ષણોમાં આપણે એકનો ઉમેરો કરીએ છીએ. આ એક કાલ્પનીક મહાવરો છે. એની અન્દર એક સત્ય અને સન્દેશ છુપાયો હોવાથી એની ચર્ચા ઉપયોગી બને છે.

ધારો કે :

        ધારો કે દુનીયાના બધા દેશ એક મતે એવું નક્કી કરે કે  : જેને પણ પોતાનો દેશ છોડી અન્ય કોઈપણ દેશમાં જઈને રહેવાની ઈચ્છા હોય ત્યાં એ સહકુટુમ્બ જઈ શકે છે. એને માટે એમણે અત્યારે માત્ર નામ નોંધાવવાની જરુર છે. એમનો વારો આવે ત્યારે સરકાર એમના માટે પાસપોર્ટ, વીસા, ટીકીટ વગેરેની વ્યવસ્થા કરી આપશે. આને લીધે ગરીબ તેમ જ અશીક્ષીતને પણ સરખો લાભ મળી શકશે. સામાનમાં માત્ર એક સુટકેસ સાથે લઈ જઈ શકાશે.

        નવા દેશમાં દરેકને લાયક કામની તેમ જ એક વરસ માટે રહેવાની અને શીક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર પછી બધાએ પોતપોતાની રીતે સગવડ કરી લેવાની રહેશે. નવા દેશમાં સૌ પોતાનો ધર્મ, તહેવાર વગેરે અંગત રીતે પાળી શકશે; પણ જાહેર સરઘસ અને દેખાવો પર પ્રતીબંધ રહેશે.

        આવી તક મળે તો કેટલા લોકો તે ઝડપી લે, તે જાણવું રસપ્રદ રહેશે. જો કે આવી શક્યતા જરા પણ નથી. અત્યારે આપણે માત્ર આપણી કલ્પના દોડાવવાની છે.

હવે દોડાવીએ કલ્પના :

        દેખીતી રીતે જેમની પાસે ગણનાપાત્ર મીલકત હોય એમની, આવી રીતે દેશાન્તર કરી અજાણ્યા પ્રદેશમાં જવાની ઈચ્છા, ઓછી હશે. જેમને પોતાની વર્તમાન સ્થીતીમાં ખાસ કશું ગુમાવવા જેવું નહીં લાગે એવા લોકો જ તૈયાર થશે. જેમને દુનીયાના અન્ય દેશો વીશે થોડી ઘણી માહીતી છે, તેઓ પોતાના પસન્દગીના દેશમાં જવા ઈચ્છશે. જેમને બહારની દુનીયા વીશે ખાસ ખબર નથી, એવાઓને ભાષા અને સંસ્કૃતીની સમાનતા હોય એવા પડોશના દેશમાં અથવા એમના સમ્બન્ધી જ્યાં હોય ત્યાં જવાની ઈચ્છા થશે.

સૌ પ્રથમ ભારતમાં શું થઈ શકે તે વીચારીએ. આ લખનારનું વ્યક્તીગત મન્તવ્ય છે કે : આજે જે દીશામાં પ્રવાહ ચાલુ છે તે દીશામાં જ વધુ ઝડપી બનશે. આપણા પડોશી એવા બાંગલાદેશ, પાકીસ્તાન, નેપાળ વગેરે દેશોમાંથી વધુ ને વધુ લોકો ભારત આવવા માગશે; જ્યારે ભારતમાંથી ઘણા વધારે બહાર જવા તૈયાર થશે. એમાંથી મોટા ભાગના લોકો પશ્વીમના વીકસીત દેશોમાં જવા માગશે. એકંદરે ભારતમાં આવનાર કરતાં ભારત છોડી જવા તૈયાર લોકોની સંખ્યા કેટલાયે ગણી વધારે હશે. આ બધું દેશાન્તર કોઈ પણ જાતના દબાણ વગર સ્વેચ્છાએ કરેલું હશે. નવા આવનાર અને જનાર વચ્ચે સમતોલન સધાય ત્યાં સુધી દેશની વસ્તી ઘણી ઓછી થઈ ગઈ હશે.

પોતપોતાનાં કારણોસર ભારતમાં જ રહેનારમાંથી એક વર્ગ સાધનસમ્પન્ન પરીવારોનો હશે, જે નોકરચાકરોથી ટેવાયેલો છે. તેઓ નોકરોની સખત તંગી અનુભવશે. તેમને પોતાનાં ઘણાં કામ જાતે કરવાની વાસ્તવીકતા સ્વીકારવી પડશે. ઉજળી બાજુ એ કે, સામાન્ય રીતે બધે નડતી ગીરદીનો સામનો કરવો નહીં રહે.

અન્ય દેશો વચ્ચે થતી દેશાન્તરની પ્રક્રીયા પણ લગભગ ભારત જેવી જ હશે. પડોશના ગરીબ દેશના લોકો ત્યાં આવવા ઈચ્છશે અને એ દેશના લોકો એમનાથી વધુ વીકસીત અથવા તો વધુ અનુકુળ દેશમાં જવા ઈચ્છશે. આ પ્રવાહ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી આવા અનુકુળ કે ઈચ્છનીય દેશોની વસ્તી ઘણી વધી જાય જેથી એ દેશ પણ હવે એટલા ઈચ્છનીય ન રહે.

હવે કેટલાક પાયાના સવાલો :

આ કાલ્પનીક કવાયતનાં તારણો જો યોગ્ય હોય તો, કેટલાક સવાલ ઉભા થાય છે. ‘ધાર્મીક, આધ્યાત્મીક, પવીત્ર, સંસ્કારી’ ગણાતો ભારત દેશ છોડી, ‘ભૌતીકવાદી, ભોગવાદી, અનૈતીક’ ગણાતા પશ્વીમના દેશોમાં આટલી મોટી સંખ્યામાં લોકો શા માટે જવા માગતા હશે ? વળી, આપણી નજરમાં અનૈતીક ગણાતા પ્રદેશના લોકોને સંસ્કારી ભારતમાં આવવાની ઈચ્છા કેમ નહીં થતી હોય ?  અને માત્ર ને માત્ર વધુ ગરીબ દેશના લોકો જ શા માટે ભારત આવવા માગે છે ?

આ બધા સવાલોનો સીધો સાદો ઉત્ત્તર એ છે કે બધાની નૈતીકતાની તેમ જ સંસ્કારીપણાની સમજ અલગ હોય છે. આપણી સમજનાં ત્રાજવે બધાને ન તોળાય. મોટા ભાગના લોકોને કુટુમ્બ સાથે રહેવા મળે અને પોતાનો ધર્મ, તહેવારો પાળવા મળે તો એમના માટે બીજું બધું ગૌણ બને છે. એમના માટે રોજબરોજની જરુરીયાતો વધુ અગત્યની હોય છે. એમને પોતાના પરીવારનું આજનું જીવન–ધોરણ સુધારવામાં વધુ રસ છે. ‘પરભવ’, ‘અધ્યાત્મ’, ‘સંસ્કૃતી’, ‘દેશપ્રેમ’ વગેરે બધું પછી આવે છે.

ગીતામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થનાં ચાર ક્ષેત્રો ગણાવ્યાં છે. આ ક્રમ ચોક્કસ હેતુસર રાખવામાં આવ્યો છે કે કેમ; તે ખબર નથી. વર્તમાન સમાજની મનોવૃત્તી પ્રમાણે ‘અર્થ’નો ક્રમ સૌથી પહેલો છે. દેશાન્તર કરનારનો હેતુ ચોખ્ખો દેખાય છે. તેમ જ દેશાન્તર નકારનારનું મુખ્ય કારણ પણ સંપત્તી ન છોડવાનું છે. સામાન્ય માણસનું સંપત્તી માટેનું વળગણ નક્કર વાસ્તવીકતા છે.

આની પાછળ ત્યાંની પાયાની સગવડો, વસ્તુઓની વીપુલતા, કાયદો–વ્યવસ્થા, સ્વતંત્રતા અને આનંદલક્ષી અભીગમ કારણ–ભુત છે. દરેક વાતને પશ્વીમદ્વેષના ચશ્માંથી જોનાર ‘ઉન્નતભ્રુ’ માટે આ એક આંખ ખોલનારું – ‘eye opener’ છે.

આ કંઈ નવું નથી; બલકે આદીકાળથી ચાલ્યું આવે છે. આર્યોથી શરુ કરી અંગ્રજો સુધીના બધા સમૃદ્ધીની શોધમાં ભારતમાં આવ્યા હતા. બીજા આગળ નીકળી ગયા અને આપણે પાછળ રહી ગયા; એટલે હવે પહેલાનાં કારણસર અહીં કોઈ આવતા નથી. ઉલટા આપણે સમૃદ્ધીની શોધમાં પશ્ચીમના દેશોમાં જવા લાગ્યા. તે પણ રાજ કરવા નહીં; નોકરી કરવા ! પ્રાચીન સાહીત્યમાં આવતી દૃષ્ટાંત કથાઓમાં આમપ્રજાની વાસ્તવીકતા ઓછી અને લખનારનું ‘વીશફુલ થીંકીંગ’ વધુ છે.

માણસની જરુરીયાતો, એમની પ્રાથમીકતા, અગત્ય, એની નૈતીક/આધ્યાત્મીક ઉન્નતી વગેરે વીશે 20મી સદીના મનોવૈજ્ઞાનીક અબ્રાહમ માસલોએ સુંદર અને સચોટ ચીતાર આપ્યો છે. એની વીસ્તૃત ચર્ચા માટે અલગ લેખ કરવો પડે.

એક ડગલું આગળ :

આ કાલ્પનીક કવાયત હજી એક ડગલું આગળ વધારીએ. બધા દેશો વચ્ચે જો મુક્ત દેશાન્તર શક્ય બને તો, આવતા સમયમાં બધા દેશોનું જીવન ધોરણ ઘણું સરખું થવા લાગે. સાંસ્કૃતીક અંતર ઘટે, ધાર્મીક મતભેદ ઓછા થાય અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની કલ્પના સાકાર બનતી લાગે.

નરી વાસ્તવીકતા તો એ છે કે દરેક સ્થીતી એક ચોક્કસ વર્ગ માટે ફાયદાકારક હોય છે. કોઈને પોતાનો વીશેષ દરજ્જો ગુમાવવો ગમતો નથી. આ વર્ગ ચાલુ સ્થીતીમાં કોઈપણ પ્રકારના બદલાવનો વીરોધ કરવાનો છે. પરીણામે આવું મુક્ત દેશાન્તર પ્લાનીંગથી ક્યારે પણ થવાનું નથી.

પ્લાનીંગથી નહીં; પણ ટૅકનૉલૉજીનો વીકાસ અને વીકસીત દેશોની જરુરીયાતને લીધે, વૈશ્વીકીકરણના માધ્યમથી, દુનીયા ધીરેધીરે એકરુપ થઈ રહી છે. ગરીબ દેશોનો શીક્ષીત યુવાવર્ગ મર્યાદીત દરે પણ વીકસીત દેશોમાં જઈ રહ્યો છે. પરીણામે એમનાં કુટુમ્બીઓનું જીવનધોરણ ઝડપથી બદલાઈ જાય છે. બીજી બાજુ સસ્તી મજુરીની ખોજમાં વીકસીત દેશોની કંપનીઓ ગરીબ દેશોમાં જવા લાગી છે, જે બધાના લાભમાં છે.

ધરમુળથી બદલાતી પરીસ્થીતીને ક્રાન્તી કહે છે. આજસુધીની બધી ક્રાન્તીઓ લોહીયાળ હતી. ધાર્મીક વીચારધારાઓની શરુઆત પણ આમાં અપવાદ નથી. આજની ધીમી ગતીથી બદલાતી પરીસ્થીતી, શાન્તીપુર્ણ ક્રાન્તીની શરુઆત છે કે પછી આજનો પ્રવાહ ભવીષ્યમાં અટકી જશે એવી શંકા ક્યાંક સેવાય છે. થોડા દાયકાઓથી શરુ થયેલ આ પ્રવાહમાં આર્થીક મન્દીઓના લીધે અવારનવાર અવરોધ આવ્યા કરે છે; પણ પ્રવાહ અટકતો નથી. સાહસીકો માટે ભાવી ઉજ્જવળ છે. ઉત્ક્રાન્તીવાદનો સીદ્ધાન્ત ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ને બદલે ‘સક્સેસ ફોર ધ પ્રોગ્રેસીવ’ અત્રે વધુ લાગુ પડે છે.

બીજા શબ્દોમાં કહીએ તો હવેની સફળતા, નવું વીચારનારના પક્ષમાં છે. પરમ્પરાવાદીઓની પીછેહઠ નીશ્વીત છે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા-390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ:  mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર ‘પગદંડી’ માસીકના 2009ના એપ્રીલ માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ..

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel CHS, Krishna Appt. B Wing, Opp. Ayyappa Temple, Samata Nagar, BONKODE, Koperkhairne,  Navi Mumbai – 400 709 સેલફોન: 8097  550  222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ12/06/2013

13

 

20 Comments

  1. મુરબ્બી શ્રી મુરજીભાઈ ગડાએ નક્કર વાસ્તવીકતા રજુ કરી છે. વીઝા અને પાસપોર્ટની માથાકુટ પહેલાં ક્યાં હતી?

    ભાષા કે પ્રાંતવાદને કારણે દેશ અને દુનીયાને નુકશાન થઈ રહ્યું છે એ સમજણ હવે બધાને આવતી રહી છે.

    ૧૬૭૦માં શીવાજીએ સુરતને લુટ્યું અને સુરતની આઠ લાખની વસ્તી એંસી હજાર થઈ ગઈ.

    અંગ્રેજોએ ૧૬૮૭માં સુરતની કોઠી મુંબઈ ફેરવી પછી તો દુર દુરથી કમાણી કરવા લોકો મુંબઈમાં આવવા લાગ્યા.

    સુએઝ કેનાલ, થડઘાટ અને બોરઘાટની આસાન આવન જાવનથી મુંબઈમાં વસ્તી વધતી જ ગઈ. ૧૯૭૯માં નવી મુંબઈ વસાવવામાં આવ્યું.

    ૧૯૮૨ની કપડાં મીલની હડતાલથી મીલોના ભુંગળામાંથી ધુમાડા નીકડવાના બંધ થયા. આજના છાપામાં સમાચાર છે કે મુંબઈ, ઠાણે અને નવી મુંબઈની વસ્તી ૨.૧૫ કરોડ થઈ ગઈ છે.

    મુરજી ભાઈએ બરોબર લખ્યું છે કે બધાનું જીવન ધોરણ ઘણું સરખું થવા લાગે. સાંસ્કૃતીક અંતર ઘટે, ધાર્મીક મતભેદ ઓછા થાય અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની કલ્પના સાકાર બનતી લાગે.

    Like

  2. સુંદર લેખ. શ્રી. મુરજીભાઈ ગડા તેમ જ ભાઈ શ્રી ગોવીંદભાઈનો હાર્દીક આભાર અને ધન્યવાદ.
    ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો ક્રમ હેતુસર છે. અર્થનું ઉપાર્જન ધર્મના આચરણ થકી કરી, પોતાની કામનાઓ યોગ્ય રીતે સંતોષાતાં મનુષ્ય મોક્ષ મેળવી શકે, એવી હીન્દુ ધર્મની માન્યતા.

    Like

  3. આવી સારી કલ્પના આપવા છતાં શ્રી મૂરજીભાઈ એ વાત ચૂક્યા નથી કે અમુક વર્ગને યથાસ્થિતિ ટકાવી રાખવામાં રસ હોય છે. આ વર્ગ બહુ સમર્થ હોય છે. એ જ દેશોની સીમાઓ નક્કી કરે છે. દેશનું અર્હ્તતંત્ર પણ એના અભિપ્રાય પ્રમાણે ચાલે છે. બાકી તો ગરીબને તો જે રોટલો આપે તે ભૂમિ એનું વતન.ગિરમીટિયાનો આખો વર્ગ જ એમ પ્ર્દા થયો. આજે આફ્રિકા અને ફિજીમાં જે ભારતીયો છે. તેઓ રોટલાની શોધમાં જ પરદેશ ગયા અને હવે ત્યાંના જ થઈને રહી ગયા.

    Like

  4. કલ્પનાની સાકાર થવાની ઇચ્છા પાર પડે તો પછી ખરા અર્થમા આ પ્રુથ્વિ ઉપર માનવ ઘર્મની સ્થપાવાના થવાના યોગો પણ દેખાવા માડે.
    પરંતુ આ લેખ ફક્ત કલ્પનાની પેદાશ નથી….આ લેખમાં હું કલ્પનાકારના દિલો દિમાગમાં ચાલતી માનવીની જીવન જીવવાની હાંલાકીઓને , કશ્મકશને, ચિંતાના રુપે ઉભરતી જોંઉ છું. તેઓ આ મહાન પ્રશ્નનો ઉકેલ શોઘવાની વિમાસણમાં પડેલા છે. તેઓ સુંદર શબ્દોમાં, માણસ જાત ઉપર જે પ્રશ્ન હાવી થયેલો છે તેને કેમ કરીને સોલ્વ કરવો તે માટે સજેશનો મંગાવે છે., રસ્તાની શોઘ કરી રહ્યા છે.
    માનવ જાતનો ઇતિહાસ કહે છે કે જયારે આર્થિક ચલણ અસ્તિત્વમા ન્હોતું ત્યારે શારિરિક શક્તિ નબળાઓ ઉપર રાજ કરતાં હતાં.(might is Right). આર્થિક ચલણ આવ્યુ નથી ને પૈસો પરમેશ્વર બની બેઠો. ( Rich is Right). પછી તે રીચ માણસ હોય કે પછી, દેશ હોય. રીલીજીયન અને ઘર્મના સ્વાર્થી વાહકો તેમાં કેટાલીસ્ટ તરીકે ભાગ ભજવતા થયા.
    માનવ પોતે માનવીનો દુ:શ્મન બની બેઠો છે. વાડ જ ચીભડાં ગળે તો પછી કોનો દોષ ?
    SURVIVAL OF THE MIGHTY……..is the LAW……….
    Let us express ourselves to understand this article…….in more details…..

    Like

  5. શ્રી મુરજીભાઇ ગડાનો લેખએ કાલ્પનિક રીતે પણ કેટલીક વિચારવા જેવી વાતો આ લેખમાં

    કરી છે .માણસો દેશ છોડીને વિદેશ કેમ જાય છે એનો જવાબ એમાં કઇંક અંશે મળી જાય

    છે .હવે વિદેશમાંથી દેશમાં પરત આવવાનો કર્મ શરુ થયો છે એ દેશ માટે શુભ ચિન્હ

    છે .

    Like

    1. Very true. NRIs are returning back to India. Most of them are coming back for better business opportunities here or for family reasons. I do not believe anyone is really coming for ‘અધ્યાત્મ” as some people would like to believe so.

      Like

  6. વાંચક મિત્રો,

    ભૌતિક વાદ અને પૈસા થી પ્રભાવિત આ લેખ .. “નક્કર વાસ્તવિકતા” જે સિકંદરે કહેવડાવેલી તે વિસરી ગયો છે ..
    કે ” આ દુનિયા હું “ખાલી હાથે” છોડી જાવું છું”
    વળી ચાર્વાક વાદ ની સ્તુતિ પણ કરે છે .. અને આજકાલ નું ઉદાહરણ અપાયું છે .. જે ને જ્ઞાન જોડે કોઇજ સંબંધ નથી ..
    નક્કર વાસ્તવિકતા કે છેવટે “ખાલી હાથે” મારવાનું છે … તો તે જ્ઞાન થી ઉદ્ભવતો આજની ફરજ કે ધર્મ ને વિસરી ઘેંટા ની જેમ ટોળા માં તણાવા ના નિર્દેશો કર્યા છે ..
    અર્થ અને કામ ને ધર્મ અને મોક્ષ ની મર્યાદામાં રહી આચરવા ના પશુ માં થી માનવ બનાવવાના સંસ્કાર ને પ્રશ્નાર્થે જોવા નો તર્ક આપ્યો છે .. ( આ સંસ્કાર શ્રીમદ ભાગવતે આપ્યા છે … ભગવદ ગીતાએ નહિ)
    હજુ મોડું નથી થયું .. ચાર્વાક/ભૌતિક વાદ માં થી બહાર નીકળી, માનવતા યુક્ત જીવન ધર્મ આચરી, મોક્ષ પ્રતિ પ્રયાણ કરવા અંતર્ચાક્ષુ અને મન ના દ્વાર ખોલવાનો અવસર છે ..
    થોડામાં ઘણું સમજજો ..

    Like

  7. Dear mehtasp25,

    This article talks about the ground reality and ends with the prospects of a slow but steady improvement in so far very unfair world order.

    Constant talk of life after death, which nobody really knows of, and actions in its pursuit is a very popular escapism.

    Like

    1. મુ. મૂરજીભાઈ,
      દરેક કાર્ય પાછળ કારણ હોય..
      જો કારણ ભોગ વાદી હોય તો વિચારો ભગવદ ગીતા માં વર્ણવેલા ‘અસુરી સંપદા’ ના હોય .. જેનો ત્યાગ નીર્દેશ્યો છે..
      પશ્ચાદ વાદ તેનો નમુનો છે.. જેને પૃથ્વીની સંપત્તિ નું સમતોલન બગડ્યું છે..
      અસુરી સંપદા થી વિરુદ્ધ ના તે દૈવી સંપદા ના વિચારો જે આનંદ અને સંતોષ પૂર્ણ નું સાશ્વત ત જીવન જીવવાની દર્ષ્ટિ આપે છે.. તેને પલાયન વાદ કેમ કહેવાય? તેતો જીવવાથી અનુભવાય .. તેના પર્ચા ના હોય..
      જેમ ઝેર ના પારખા ના હોય તેમ..અમૃત ના પણ અનુભવ હોય .. તેની વાતો કે વાર્તાઓ- તર્ક વિતર્ક ના હોય..
      જો ખાલી હાથે જ મરવાનું હોય તો આટલી બધી ધાંધલ ધમાલ નું શું કારણ?
      જેમ માતા બાળકના સુખ માટે બધી વ્યથા સહન કરે તે .જ ત્યાગમય જીવન.. જે માતાને આનદ આપે છે .આ સમજણ માટે વધુ દુર સુધી જોવાની જરૂર /ગરજ નથી..
      બુદ્ધ-મહવીર ને લોકો યાદ કરે છે.. કારણ કે તેઓ ત્યાગી હતા.. ના કે ભોગી કે પલાયન વાદી હતા..!!
      જીવન સંઘર્ષ મય ભલે હોય.. આનંદ મય તો હોવું જ જોઈએ.. જે ભોગ ઉપભોગ નથી આપી શકતું … માટેજ પશ્ચાદ દેશ-વાસીઓ આજકાલ ભીંસ અનુભવી રહ્યા છે.. સુખ નથી માણી રહ્યા.. દેટ્રોઈટ શહેરે bankruptcy જાહેર કરી.. બીજા શહેરો તેનું અનુકરણ કરવામાં છે..
      ઊંઘ છોડી જાગવાનો અવસર છે..
      This is ground reality..
      Perhaps you may not understand these
      SO ..LET US AGREE TO DISAGREE

      Like

      1. Mr. mehtasp25,

        You said, “SO ..LET US AGREE TO DISAGREE”

        This is the only thing you have said in years that makes sense in 21st. century.

        Like

      2. Mu. Murjibhai,

        The laws of nature & truths of life are constant thru all ages & time, including 21st century & beyond..
        The Instant of Detroit city is of present time.. where, after what you think is “progress” have to go on back foot with defeat ..

        Please forget about agree or disagree.. Please accept that you remain indifferent/adamant to “not to understand”

        This being Rational view’s Blog.. does not mean that truth can not be derived on this blog.. So what even if so many appreciates your views..I surely think those thoughts are very shallow…

        So i pray that God give you courage to do good things in life … see things in light of truth/constant laws of nature…
        Not important to make sense of whatever i express..

        Like

  8. શ્રી ગોવિંદભાઇ,
    શ્રી મુરજી ગડા લેખીત કાલ્પનીક મહાવરો ખરેખરે કાલ્પનીક નહી પણ વાસ્તવિક છે.અને આ અનુભવમાંથી હું પાસ થઈ ચુક્યો છું અને એજ વાસ્તવિકતા મારી સામે ગુંજ્યા કરે છે.
    પ્રફુલ ઠાર

    Like

  9. This is Not Only an Imagination, but a Thought Provoking Alternative for a Better World for the Most, who are Looking for a CHANGE. The Ultimate IDEALISM is Hidden into it. There is a Possibility of `One World’ where Freedom for ALL may be a Possibility.

    Although Human Difference is a Fundamental Fact and All are Not Going to be EQUAL, Yet, there is a Possibility of a Contented World Living in PEACE with All Others. It is an Idealistic Imagination with a Potential. Mankind Needs this Change for quite some time. It is Possible through a Constructive Reorganization of our Mother Earth. Let us HOPE for A Bright Future, for ALL.

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, MD 20706.
    U.S.A.

    July 15, 2013.

    Like

  10. Well, good article with an excellent imagination. This is also a good wishful thinking. Long back the noted Urdu shayar Sahir Ludhiyanvi had the same thinking and he said:

    Qudrat Ne To Bakshi Thee Hamen Ek hi Dharti,
    Ham ne Kahin Bharat Kahin Iran Banaya.

    Who knows this may come true i another 100, 200 or 500 years to come provided there is no end of the world.

    Like

  11. WOW! What a Imagination?

    Recently, I have pleasure of attending SHIVPOORAN KATHAA discourse by Shree Giri Bapoo in Atlanta. In his Kathaa, he mention ” Tamaaroo America to Swarg chhe” He continue ” Aatli badhi sagvad ……… ” Ant ma emne vakiya pooro kariyoo by ” Jo tamne rehta aavde to… kharekhar aahi swarg chhe”

    Jo tamne rehta aavde to….. aa emni vaat mane khub gami. Yes, anywhere on this Earth, we can make Swarg or Narak Jo aapan ne rehta aavde to!!

    Is America or Western countries are really Swarg? What about all personal and family ties we have with our loved one? What about our “Janambhumi ni sodum’ ? I can list so many things that I have missed in last 36 years including some of my culture that I should have enjoyed in my childhood.

    In my opinion, it is one who has to find what will take for them to be happy. Financial growth is and may not be answer.

    As far as Detroit city claiming Bankruptcy : it is not Detroit citizen who drove city to bankruptcy, it is city government and their poor management. If you poorly manage your sources then you are bound to fail.

    Bottom Line: We human has tendency of not being satisfied of what we have…. we need to start appreciating what we have and work to achieve what we need. We can make this happen wherever we are.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s