ગુરુ : કંઠે પહાણ શકે કયમ તરી ? – અખો

વીશ્વભરમાં વસતા સર્વ સુજ્ઞ વાચકમીત્રો અને સ્નેહીજનો,

દીપાવલીનાં કીરણોની સાથે સૌનું જીવન રોશનીથી ઝળહળી ઉઠે તથા અન્ધશ્રદ્ધા અને વહેમરુપી અંધકારને દુર કરી, વીવેકબુદ્ધીરુપી પ્રકાશના અજવાળામાં, સર્વ દીશાઓ પ્રકાશમાન બને એવી શુભકામનાઓ…

નવલા વર્ષનું પરોઢ, આપના આદર્શ અને નવા વીચારો મુજબનાં આપ સૌનાં સોનેરી સોણલાં સાકાર કરે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..

વીશેષ વાત..

અમે તા. 4 થી તા. 25 નવેમ્બર સુધી દક્ષીણ ભારતના પ્રવાસમાં હોઈશું. છતાં આગામી તા. 8, 15 અને 22 નવેમ્બરની અભીવ્યક્તી ની ત્રણે પોસ્ટ, રાબેતા મુજબ બ્લોગ પર આપોઆપ પ્રકાશીત થશે.

‘અભીવ્યક્તી’ની મુલાકાત લઈ આપનાં અમુલ્ય પ્રતીભાવ આપવા હાર્દીક નીમંત્રણ છે..

ગોવીન્દ અને મણી મારુ

Happy Newyear

ગુરુ : કંઠે પહાણ શકે કયમતરી ? અખો

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

ગુરુ, ગોવીન્દ દોનોં ખડે,

કીસકો લાગું પાય ?

બલીહારી ગુરુ આપકી

જીન ગોવીન્દ દીયો બતાય !

(એક ભજન)

ગુરુજીનો મહીમા ઉંચા આસમાને સ્થાપીત કરતો અન્ય એક સંસ્કૃત શ્લોક પણ આટલો જ વીખ્યાત છે, અને વળી એ તો આજેય શાળાઓની પ્રાર્થનાઓમાં રાગોટાય છે: ગુરુર્બ્રહ્મા, ગુરુર્વીષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર: ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ…

જ્યારે મારા જેવા ઉંધી ખોપરીના જણને સદાય એ પ્રશ્ન મુંઝવતો રહ્યો છે કે, ગુરુની વળી જરુર જ શી ? અને એ પ્રશ્ન આ વીસમી – એકવીસમી સદીમાં તો ખરેખર ગંભીર સંશયનું કારણ બની રહ્યો છે: કારણ કે જ્ઞાનના ભંડાર સમાં સમૃદ્ધ પુસ્તકાલયોથી માંડીને તે કમ્પ્યુટર સુધીના જ્ઞાનના વીરાટ દરવાજા આજે એકદમ હાથવગા ખુલી ગયા છે, ત્યારે ગુરુની શી જરુર ? જો જ્ઞાન માટે જ ગુરુદેવ પાસે ખરેખર જવું પડતું હોય તો !

મને તો સદાય પ્રતીતીપુર્વક એવું જ લાગતું રહ્યું છે કે, બ્રાહ્મણોએ પોતાનું મહત્ત્વ વધારવા, સામાજીક સ્થાન સર્વોચ્ચ સ્થાપીત કરવા, પોતે જ પોતાને બ્રહ્મા, વીષ્ણુ, મહેશ્વર અને સાક્ષાત્ બ્રહ્મા ઘોષીત કરી દીધેલા ! બાકી વ્યવહારના કોઈપણ ક્ષેત્રમાં જેમ એજન્ટ એક અવીશ્વાસુ અને કુટીલ પાત્ર તરીકે જ પ્રગટ થાય છે, એવો જ આધ્યાત્મીક ગુરુ પણ શંકાસ્પદ, શકમંદ લેખાવો જોઈએ; કારણ કે તે પણ ભગવાનો એજન્ટ જ છે !

ગુરુ એક મહાજ્ઞાની પુરુષ હોય છે – એવી છાપ સમાજમાં છલનાથી પ્રચલીત બનાવવામાં આવી છે. બાકી મેં તો અનેક ગુરુઓનાં પ્રવચનો સાંભળ્યા છે; ત્યારે સદાય અભીમાનપુર્વક વીચાર આવી જ ગયો છે કે, આ આસનસ્થ ઈસમની સરખામણીમાં તો હું ખરેખર ઘણું વધુ અને સાચું સમજી શકું છું. દા.ત. એક ગુરુજી ‘અહં વૈશ્વાનરો ભુતવા…..’ વાળો શ્લોક બોલતાં વદ્યા કે, ‘હા, ભગવાન જરુર તમારા શરીરમાં વસીને તમે ખાધેલો ખોરાક પચાવે છે. પરન્તુ પછી તમે વાલ–ચોળા ખાઓ કે આખો દી આઈસ્ક્રીમ ને પાણીપુરી ચગળતા ફરો તો અપચો થાય જ ને ?’ કેવી હાસ્યાસ્પદ બાલીશ દલીલ ! આ સો ટકા સત્ય ઘટના છે. ત્યારે મને લાગ્યું કે, ગુરુ થવા માટે પ્રજ્ઞા કે જ્ઞાનની નહીં; ભગવાં વસ્ત્રો તથા લાંબી દાઢી–મુછની જ અનીવાર્યતા છે ! પ્રસ્તુત ગુરુ તો વળી કૅનેડા – અમેરીકામાં પણ આશ્રમો ચલાવે છે. જો કે આ કાંઈ તેઓની મહાનતાનું મોટું પ્રમાણપત્ર નથી; કારણ કે વીદેશમાં વસતા આપણા ઘણા બાંધવોના IQનો તો મને સારો એવો પરીચય છે.

કહેવાતી આધ્યાત્મીકતા માટે, કહેવાતી આ કે તે સીદ્ધી માટે જ્યાં સુધી વ્યક્તી ગુરભક્તી અનીવાર્ય માનશે, ત્યાં સુધી બળાત્કારોય થતા જ રહેવાના. એને માટે એક જોરદાર ઐતીહાસીક સમર્થક પ્રસંગ આપણાં પુરાણોએ જ આપ્યો છે. પાંચ હજાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા તપનાર ઋષી વીશ્વામીત્ર મેનકાનાં પાંચ મીનીટના નાચનખરાંથી એવા તો કામવીહ્ વળ થઈ ગયા કે, મનોમન વીચારી ઉઠ્યા હશે કે, ખરેખર તો તપશ્ચર્યામાં કશી જ મજા નથી આવતી; બાકી આમ મેનકાનો સાક્ષાત્કાર થાય, તેય તપશ્ચર્યાનું જ શુભમંગલ ફળ ગણાય ને?

ગમે તેટલા કડક કાયદા કરો સમાજમાંથી બળાત્કાર કદીય સમ્પુર્ણ નાબુદ થવાનો નથી જ; કારણ કે એ પુરુષ જાતની સ્વાભાવીક કુદરતી વૃત્તી જ છે. શેક્સપીયરે ક્યાંક કહ્યું છે કે : ‘એડલ્ટરી ધાઉ શેલ્ટ નોટ ડાઈ!’ – ‘વ્યભીચાર, તું કદીય નષ્ટ થવાનો નથી.’ અને આમ જોઈએ તો બળાત્કાર પણ વ્યભીચારનો જ એક પ્રકાર છે ને ? પરસ્ત્રીનો ઉપભોગ એ પુરુષ માટે એક સર્વોચ્ચ આનન્દ, બ્રહ્માનન્દ છે: ઈન્દ્ર જેવો દેવોનો રાજા કાંઈ અમસ્તો પુજનીય ઋષીવર્યની ઝુંપડીમાં આકુળવ્યાકુળ મનોદશા સાથે કપટથી ઘુસી નહોતો આવ્યો ! એક વાત યથાર્થ જાણી – સમજી લો કે, રમખાણો દરમીયાન, અરાજકતામાં જે સેંકડો બળાત્કારો થાય છે, એ આચરનારા કાંઈ બધા ગુંડા–મવાલીઓ જ નથી હોતા, બલકે સજજનો પણ જાણે વીવશ થઈને ઝંપલાવી દે છે… યાહોમ કરીને !

યાદ રાખો કે, એકાંત હોય, સામે લાચાર તથા સુંદર, કમસે કમ યુવાન તથા આકર્ષક સ્ત્રી ખડી હોય અને તમે એના ઉપરી જેવા સત્ત્તાધારી કે અધીકારી પુરુષ હો, ત્યારે તમે અડપલાં કર્યા વીના ભાગ્યે જ રહી શકો. અને ત્યારે જો પેલી યુવતી અનાકાની કરે, તો તમે જબરજસ્તી કરવાના… એમાંય જો પુરુષ વળી ‘સેડીસ્ટ’ જેવો દર્દી હોય તો બાઈનો બાપડીનો વગર વાંકે જ મરો, બેફામ પીડન ! એક અફર સત્ય બરાબર સમજી લો કે, માનવ ઈતીહાસમાં આજ પર્યંત કોઈ નૈષ્ઠીક – અવીચળ બ્રહ્મચારી પાક્યો જ નથી, અને ભવીષ્યમાંય કદાપી પાકશે નહીં; કારણ કે એ પ્રકૃતીના નીયમ વીરુદ્ધની અપેક્ષા કે એવો પ્રયાસ છે. તો બાપડા સામાન્ય બાવા–બાવટાઓનું તો શું ગજું ? જ્યાં કુદરત આટલી બધી મક્કમ હોય, ત્યાં બાપડી સ્ત્રીઓના પહેરવેશને અકારણ વખોડવો અને એના પર જાતભાતની મર્યાદાઓ મુકવાની ભલામણ કરવી, એ કેવળ અજ્ઞાનજનીત ખ્યાલો છે: ‘પાડાને વાંકે પખાલીને ડામ !’ બાકી, હું તો સાવ છેવાડાના ગામડામાં ઉછરેલો; જ્યાં બીચારી મહીલાઓ પાસે ફેશનેબલ ડ્રેસ કે મેકઅપની તો શક્યતા જ અસંભવ; છતાં ત્યારેય બળાત્કારો થતા. ફરક એટલો જ કે મીડીયાદીના અભાવે ઝાઝો ઉહાપોહ થતો નહીં…

ક્ષમા કરશો જ મીત્રો, આવું બધું ‘શાસ્ત્રીય’ લખીને, હું બળાત્કારનો યા બળાત્કારીનો બચાવ કરવા જરાય નથી ઈચ્છતો; કારણ કે હું બળાત્કારનો સખત વીરોધી જ છું. અને એનું કારણ વળી એ કે, હું સ્ત્રીને પણ એક સમાન તથા સન્માનનીય સ્થાનની અધીકારીણી એવી સમ્પુર્ણ સ્વતંત્ર માનવ વ્યક્તી માનું છું. એથી એના દેહ સાથે એની ઈચ્છા વીરુદ્ધ એક આંગળી પણ સ્પર્શવી, એ જબરજસ્ત અસંસ્કારી વર્તન અને વ્યાવહારીક ગુનો જ ગણાય અને છે જ. આ અપરાઘ તો વળી, ચોરી કે લુંટફાટ કરતાંય ગંભીર ગણાવો જોઈએ અને ગણાય જ છે; કારણ કે એમાં જડ માલમીલકતને બદલે, એક સ્વતંત્ર માનવ વ્યક્તીના દેહ સાથે, તેની મરજી વીરુદ્ધ છેડછાડ કરવામાં આવે છે.

મને લાગે છે કે કાયદાની કડકાઈ કરતાંય નાગરીક સુવ્યવહારનું શીક્ષણ વધુ કામીયાબ નીવડે. એ છે, સ્ત્રીને એક સમાન અધીકારવાળી માનવવ્યક્તી તરીકે ભારપુર્વક સમાજમાં પ્રતીષ્ઠીત કરવી તે. એને માટેનો એક કામીયાબ માર્ગ એ ગણાય કે, સમાજમાં સ્ત્રી – પુરુષના સહવાસની, સહકારની ને હળવા–મળવાની ઘણી વધુ સ્વતંત્રતા – માન્યતા હોવી જોઈએ. સ્ત્રી એક અજાણ્યું, અસ્પૃશ્ય, આપણામાંથી ભીન્ન એવું ઈતર આકર્ષક પ્રાણી છે – એવી લાગણી પુરુષમાનસમાંથી નાબુદ થવી જ ઘટે. બીજી બાજુ, સ્ત્રીએ વધારે સશક્ત તથા હીમ્મતબાજ બની રહેવું જોઈએ, બને તો સશસ્ત્ર ફરવું. અલબત્ત્ત, ગાઢ પરીચય આક્રમકતા ઘટાડે જ, એ મનોવૈજ્ઞાનીક વ્યાપાર બરાબર સમજી લઈ, એનો સક્ષમ અમલ થવો જોઈએ. હું ધારું છું કે, શીક્ષણથી આવી આબોહવા સીદ્ધ થઈ શકે. સંસ્કારીતાને ઉપરથી લાદેલી નહીં; પરન્તુ લોહીમાં ભળી ગયેલી બનાવવી જોઈએ; જેથી વ્યક્તી એવું માનસ કેળવે કે અમુક કૃત્ય તો આપણાથી થાય જ નહીં.

એ જ રીતે ગુરુઓનો પ્રભાવ, અહોભાવ તથા ખોટી ઉમદા છાપ સમાજમાંથી નાબુદ થવી જ જોઈએ. આજે તો ગુરુપદ એ જાણે કે એક સર્વસાધક વ્યવસાય બની બેઠો છે, જેમાં મબલખ સમૃદ્ધી મળે, તેમ આજ્ઞાંકીત કે પ્રભાવીત શીષ્યાઓ પણ મળે ! સરકાર વીચારે કે સમાજના તથા રાષ્ટ્રના ઉત્થાનમાં આવા જરીપુરાણા બાવાસાધુઓની કશીય આવશ્યક્તા છે ખરી ? અને લોકોને તેઓ સમજે એવું શીક્ષણ આપવું જોઈએ કે, ગુરુ વગર પણ જ્ઞાન મળી શકે છે; ઉપરાંત કશોય ચમત્કારીક લાભ કરાવી દેવાની શક્તી કોઈપણ માનવવ્યક્તીમાં સંભવી શકે જ નહીં.

ભરતવાક્ય

સંસ્કૃતમાં એક સુભાષીત છે કે : ‘યૌવન, ધનસમ્પત્ત્તી તથા સત્ત્તા; છુટક રીતેય ભુંડા કૃત્યો કરાવનારી ઉપલબ્ધી છે, તો એક સામટી જ્યાં એ  ભેગી થાય, ત્યાં પછી શું થાય – એ સમજી શકાય.’ હવે જુઓ કે, ગુરુઓનાં નીવાસસ્થાનોમાં તો આ બધાં જ અનીષ્ટો એકત્ર થયેલાં હોય છે ! પછી ગુરુઓનો વીશ્વાસ તો રખાય જ કેમ ? (અને પુરુષનું યૌવન એટલે 70–80–90 વરસ સુધી !)

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ચીંતક–લેખક પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 14 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Village, KOPARKHAIRNE (West), Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 01/11/2013

 

 

24 Comments

 1. It is a good article for reading & thinking. The people should use their common sense. Do not trust people blindly.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Like

 2. ગુરુ કે કેવળજ્ઞાની એ તો ઉભુ કરેલું તુત સમજવું. કેપલર, કોપરનીક્સ કે ગેલેલીયોને જે ખબર પડી કે પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્ય આસપાસ ફેરફુદરડી ફરે છે એ સમજતાં આ ગુરુ અને કેવળજ્ઞાનીઓને ઘણાં અવતાર લેવા પડશે. ગુરુ દંભ ખબર પડી જાય છે….

  Like

 3. હિન્દુઓએ “ગુરુપદ” ને ખૂબ જ મહત્વ આપી દીધું છે,તેના મૂળ એટલાં ઉંડા છે કે ઘડીકમાં નીકળે તેમ નથી,શ્રી રમણ પાઠક કે બીજા કોઈ પણ ગમે તેટલી “બાંગો” પુકારે પણ હિન્દુ સમાજ એમ સુધરી જાય તેમ નથી ,કેટલાય આવ્યા અને ગયા અને હજુ પણ આવતા રહેશે,પણ કોઈજ ફરક પાડવાનો નથી, “આતો અમારા ધર્મ અને સંસ્કારમાં છે” આવું ગાણું અનેક વાર સાંભળ્યુ છે,પશ્ચિમના “નાચ, નખરાં અને આંધળું અનુકરણ કરશે” પણ તેમની સારી રીતરસમો અપનાવશે નહીં,આ આજકાલનું નથી સદીઓથી ચાલ્યા કરે છે,જે લોકો શાણા અને સમજુ છે તેઓ પોતાની ફરજ અને જીવનમાં ફેરફાર કરીજ લ્યે છે.પણ બહુધા લોકો જલ્દીથી નવા આચારવિચાર અને ફેરફારો અપનાવતા નથી.
  દિવાળી અને નવા વર્ષે આ લેખ યોગ્ય સમયે શ્રી ગોવિંદભાઈ એ ચૂંટીને પ્રસિધ્ધ કર્યો છે બે શબ્દો પછી તેમને અને બધા વાંચકોને દિવાળી/નવા વર્ષના અભિનંદન.

  Like

 4. હિન્દુઓએ “ગુરુપદ” ને ખૂબ જ મહત્વ આપી દીધું છે,તેના મૂળ એટલાં ઉંડા છે કે ઘડીકમાં નીકળે તેમ નથી,
  શ્રી રમણ પાઠક કે બીજા કોઈ પણ ગમે તેટલી “બાંગો” પુકારે પણ હિન્દુ સમાજ એમ સુધરી જાય તેમ નથી, કેટલાય આવ્યા અને ગયા અને હજુ પણ આવતા રહેશે,પણ કોઈજ ફરક પાડવાનો નથી,
  “આતો અમારા ધર્મ અને સંસ્કારમાં છે” આવું ગાણું અનેક વાર સાંભળ્યુ છે,
  પશ્ચિમના “નાઝો નખરાં અને આંધળું અનુકરણ કરશે” પણ તેમની સારી રીતરસમો
  અપનાવશે નહીં,આ આજકાલનું નથી સદીઓથી ચાલ્યા કરે છે,જે લોકો શાણા અને સમજુ છે
  તેઓ પોતાની ફરજ અને જીવનમાં ફેરફાર કરીજ લ્યે છે.પણ બહુધા લોકો જલ્દીથી નવા આચારવિચાર અને ફેરફારો અપનાવતા નથી.દિવાળી અને નવા વર્ષે આ લેખ યોગ્ય સમયે શ્રી ગોવિંદભાઈ એ ચૂંટીને પ્રસિધ્ધ કર્યો છે બે શબ્દો પછી તેમને અને બધા વાંચકોને દિવાળી/નવા વર્ષના અભિનંદન.

  Like

 5. The meaning of Guru is big. In Guajarati it means Moto. One who is big in knowledge, in understanding and humanity is Guru. Not the one who wears saffron robe and keeps beard and some rosaries. Also knowledge and understanding has no relation with age, caste or sex (female/male). Gunaha puja sthanam Guneshu, na cha lingam na cha vayam. If this is clear in our mind then these fake bavas will get rooted out.

  Like

 6. Happy Diwali and Prosperous New Year to every one. Thank you sharing your wisdom through your comments on each article. I have enjoyed and learn lot from each of an articles follow by your wisdom.

  Like

 7. ગુરૂ, એટલે જે લઘુ નહી તે ગુરૂ. . આજના જમાનાના ઢુંગી , ધુતારા, ઠગ ગુરૂ નહી.

  વિવેક, બુદ્ધિનો ઉપયોગ કરવો રહ્યો…

  Like

 8. ખરેખરતો આજના જમાનાના ઢોંગી, ધુતારા, ઠગ ગુરૂઓ થકીજ ખરેખરા ગુરૂઓ બદનામ થઈ રહ્યાં છે. ગુરૂની જરૂર તો પડેજ, બધા કાંઈ “એકલવ્ય” જેવા હોંશિયાર નથી હોતા, જોકે એકલવ્ય હોંશિયાર તો ન કહેવાય, નહીંતો જાતે શીખેલી વિદ્યાની “ટ્યુશન ફી” બીજો કોઈ કેવી રીતે માંગી શકે….???? ભલેને કોઈ અદૃશ્ય વ્યક્તિને મનમાંજ ગુરૂ ગણી લીધા હોય…….તોય તે…….

  Like

 9. આરંભમાં જે ભજનની પંક્તિઓ ટાંકવામાં આવી છે તેમાં નોંધવા જેવી વાત એ છે કે તે ગુરુએ શિષ્યને ગોવિંદ બતાવ્યા, પોતાની જાતને ગોવિંદ ગણાવીને પોતાની પૂજા ના કરાવી. બીજા ગુરુઓ તો પોતાને જ પરમેશ્વર ગણાવતા હોય છે!

  અને પેલા ગવાઈ ગવાઈ ને કુચો થઇ ગયેલા સંસ્કૃત શ્લોકનો અર્થ ખરેખર તો એવો થાય કે ગુરુ બનાવવા હોય તો બ્રહ્મા, વિષ્ણુ, શિવજી કે પરબ્રહ્મને બનાવવા જોઈએ, હાલી નીકળેલા બાવાને નહીં.

  Like

 10. ગુરુ કોને બનાવવા? જે “નિર્મમ નિરભિમાની” હોય. જેને પોતાના આધ્યાત્મિક જ્ઞાન વિષે અભિમાન ના હોય તે બીજાને શિષ્ય બનાવે? અભિમાની વ્યક્તિ જ પોતાની જાતને ગુરુ ગણાવે. આવાને ગુરુ બનવાનું યોગ્ય ગણી શકાય?

  Like

 11. “યત્ર નાર્યસ્તુ પૂજયન્તે ___?____ તત્ર દેવતા:” માં ખાલી જગ્યા પૂરો.

  Like

 12. મિત્રો,
  શુભ દિવાલી અને શુભ હિન્દુ નવું વષૅ….૨૦૭૦….સાથે સાથે ખ્રિસ્તી નવું વષૅ…૨૦૧૪ માટે મારાં કુટુંબની શુભેચ્છાઓ સ્વીકારજો.
  વિષય પ્રત્યે ઘ્યાન દઇઅે…..
  ગુરુ નહિ……માર્ગદર્શક શોઘો…..
  ગુરુ નહિ……શિક્ષક શોઘો……
  જ્ઞાનપિપાસા સંતોષવા અેકલવ્ય બનો……અર્જુન નહિ…..

  અમૃત હઝારી

  Like

 13. ગુરુ અંગે ઘણાં ગુરુઓએ ઘણું કહ્યું. મને જ્ઞાન અને ડહાપણની વાતોની એલર્જી છે. મને માત્ર માહિતીની જરૂર છે. શક્ય છે કે, જે માહિતી અન્ય પાસે છે તે મારી પાસે નથી. હું માહિતી, ઈન્ફર્મેશન માંગું છું. તમે આપો છો. તમે મારા ગુરુ નથી બની જતા. ઈન્ફર્મેશન પ્રોસેસીંગ અને ઈન્ટરપ્રીટેશન એ મારા દિમાગની વસ્તુ છે. હું જ મારો ગુરુ છું.
  આજે એક યા અન્ય રૂપે અનેક વિદ્વાનોને સલાહકારી કે ટીકાકારી બની ગુરુ તો બનવું જ છે. હું શીખવું તે શીખો. હું માનું તે માનો. હું જ સાચે રસ્તે છું. આપ સૌ અજ્ઞાની અબુધ છો. અનેક વડીલો આ ગ્રંથીમાંથી ક્યારે મુક્ત થશે?

  Like

 14. ટીલા-ટપકા, ભગવાધારી, સાધુબાવા કે ગુરુ મહારજો વિષે કોઇ રેશનાલીસ્ટ પાસે આવા સુંદર લેખની લાંબા સમયથી અપેક્ષા હતી. કારણકે…….
  ગુરુ ગોવિંદ દોનો……….ગોવિંદ દિયો બતાય અને ગુરુ બ્ર્હ્મા…………..ગુરુવે નમઃ
  સામાન્ય માણસો આવા શ્લોકો ના રચી શકે. ગુરુલોકોએ જ ઉચ્ચાસન માટે આવા શ્લોકો બનાવ્યા અને કથા પ્રવચનની શરુઆત પણ આવા સ્લોકોના ગાન અને રટણથી જ કરે છે.
  કોઇપણ ગુરુએ ગોવિંદને સદેહે હાજરા હજુર જોયા હોય તે ઠોસ પૂરાવા સાથે બહાર આવે.

  Like

  1. શ્રદ્ધા નો હોય જ્યાં વિષય, ત્યાં પુરાવા ની શી જરૂર છે,
   કુરાન માં પણ ક્યાં પયગંબર ની સહી છે………..!!!!!!!

   Like

 15. ખુદની સમજ એજ મોટો ગુરુ. દોરાઈ જઈ સ્વને ના ભૂલો તો શીખવું તો જરુરી છે..સરસ વૈચારિક લેખને માણતાં નૂતન વર્ષાભિનંદન.

  નવલા વર્ષનું પરોઢ, આપના આદર્શ અને નવા વીચારો મુજબનાં આપ સૌનાં સોનેરી સોણલાં સાકાર કરે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન….shrI Govidbhai and family.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 16. વિશ્વામિત્ર તો એટલા નિષ્ઠુર હતા કે નવજાત બાળકીને વનમાં રઝળતી મુકીને ચાલી ગયા હતા. (કદાચ દોડીને ગયા હશે.) તે કણ્વ ઋષિને મળી ના હોત તો પશુ પક્ષીઓએ તેને ફાડી ખાધી હોત. આવી વ્યક્તિને બ્રહ્મર્ષિ કહેવાનું વસિષ્ઠને કેમ ગમ્યું હશે?

  Like

 17. “બ્રાહ્મણોએ પોતાનું મહત્ત્વ વધારવા, સામાજીક સ્થાન સર્વોચ્ચ સ્થાપીત કરવા, પોતે જ પોતાને બ્રહ્મા, વીષ્ણુ, મહેશ્વર અને સાક્ષાત્ બ્રહ્મા ઘોષીત કરી દીધેલા ………”

  આજ લોકો એ દેવનાગરી લીપી ની પવિત્રતા ગુજરાતી લોકોને એટલી હદે સમજાવી છે કે ગુજરાતી લોકો શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીની સરળતા શિક્ષણ વિભાગ ને સમજી શકતા નથી.

  Like

 18. મિત્રો મેં એક ભજન બનાવ્યું છે એમાં એક કડી આ પ્રમાણે છે
  ગુરુ ગોતવા આતાએ ઘણા ફાંફા માર્યા (પણ )મનના ગુરુએ ભ્રમણાઓ ભાંગી રે સદ્ગુરુ એને નો મળ્યા રે ji

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s