‘સત્યમેવ જયતે’નું સાતત્ય

–મુરજી ગડા

ભારત સરકારે એને રાષ્ટ્રનો મુદ્રાલેખ બનાવ્યો છે. અવારનવાર સાંભળવા કે વાંચવા મળતી આ ઉક્તી સાચે જ કેટલી યથાર્થ છે ? શું સત્યનો વીજય હમ્મેશાં નીશ્વીત છે ?

સત્યપાલન એ સાચું બોલવા ઉપરાન્ત ઘણું વધારે છે. એમાં પ્રામાણીકતા, વચનપાલન, ન્યાયપરસ્તી વગેરે બીજું ઘણું આવી જાય છે.

અનુભવે ઘણી વખત સત્યને હારતાં જોયું છે. રોજીન્દા બનાવોમાં સત્ય કે અસત્ય ગમે તેનો વીજય થતો દેખાય છે. ચોરી કરનારો ક્યારેક પકડાય છે; પણ મોટે ભાગે છટકી જાય છે. એ સામાન્ય વ્યાખ્યા પ્રમાણેનો ઘરફોડ ચોર હોય, હાથચાલાકીવાળો હોય, પરીક્ષામાં ચોરી કરતો વીદ્યાર્થી હોય કે પછી ધંધા વ્યવસાયમાં કરવામાં આવતી અપ્રામાણીકતા હોય. એનો વીજય થયો એટલા માટે કહેવાય કે થોડા સમયમાં એ બનાવ ભુલાઈ જાય છે અને ગુનેગાર કાયદાના હાથમાંથી હમ્મેશ માટે છટકી જાય છે. ક્યારેક પકડાય, તો એ નીયમ નહીં; પણ અપવાદ હોય છે.

જુઠ બોલીને છટકી જવું એ સાવ સહેલું અને સલામત લાગે છે. સાચી વાત જાણવા છતાં; જુઠ આગળ આપણે નીરુપાય હોઈએ છીએ. ઉપકાર પર અપકાર કરનારા, વાયદો આપીને ન નીભાવનારા, કામ પતી ગયા પછી મોઢું ફેરવનારાઓનો અનુભવ ઘણાને હશે. આ બધામાં સત્યની હાર ઉપરાન્ત લાચારી પણ છે.

આ બધી નાની અને સામાન્ય વાતો થઈ. થોડી ગમ્ભીર બાબત જોઈએ. આપણી કાયદા અને ન્યાયની વ્યવસ્થા સત્યના વીજય, નીર્દોષના રક્ષણ અને ગુનેગારને સજા કરવા માટે બનાવવામાં આવી છે. જ્યારે કોર્ટના ચુકાદા હમ્મેશાં સત્યની તરફેણમાં નથી આવતા. ત્યાં વીજય થાય છે પુરાવાઓ અને રજુઆતનો. કમનસીબે આજની પરીભાષામાં લાંચરુશ્વત, ધાકધમકી વગેરે રજુઆતનાં પાસાં બની ગયાં છે. સાધનસમ્પન્ન, શક્તીશાળી અને ચાલાક લોકો જીતી જાય છે. પરીણામે સત્ય કે અસત્ય ગમે તે વીજયી બની શકે છે.

નૈતીકતાની અદાલતમાં આ બધા હમ્મેશ માટે ગુનેગાર રહે છે. એમનો ન્યાય કોણ અને ક્યારે કરે છે તે એક કોયડો છે.

જ્યારે મોટા ભાગનો જનસમુદાય ગમે તે રસ્તે વીજય મેળવવાની કોશીશ કરતો હોય એનો મતલબ ચોખ્ખો છે કે એમને સત્યના વીજય પર વીશ્વાસ નથી. પછી ભલેને આપણે રાષ્ટ્રનો મુદ્રાલેખ બનાવીને જાહેરમાં એનો પ્રચાર કરીએ કે ધાર્મીક આદર્શોમાં એને આગવું સ્થાન આપીએ !

વીકસીત દેશો જ્યાં કાયદા પાલનનું પ્રમાણ વધારે છે, ત્યાં ઘણા ગુનેગારો પકડાય છે. એમને સ્વબચાવની તક મળે છે અને ગુનો સાબીત થતાં વાજબી સજા પણ થાય છે. મોટા ભાગના કીસ્સાઓમાં સત્યનો વીજય થતો હોય છે. આનો યશ એમનાં ન્યાય અને વ્યવસ્થાતંત્રના ફાળે જાય છે. જો તાત્ત્વીક રીતે સત્યનો વીજય થતો હોય તો એનાં પરીણામ બધે જ સરખાં હોત. એમાં આવો સ્થળભેદ જોવા ન મળત. કાયદાની જેટલી વધારે સ્થાપના એટલી વધારે નીતીમત્તા અને સાથે સાથે એટલું વધુ સત્યપાલન પણ. જ્યાં સુધી કાયદાનું પાલન સર્વસ્વીકૃત ન થાય ત્યાં સુધી આપણો મુદ્રાલેખ કાગળ પર જ રહેવાનો છે.

સૌથી મોટી અને ગમ્ભીર ઘટના છે યુદ્ધ. એમાં ઘણાની જીન્દગી પુરી થઈ જાય છે અને એનાથી કેટલાયે વધારેની હમ્મેશ માટે બદલાઈ જાય છે. જો યુદ્ધમાં સત્યનો જ વીજય થવાનો હોત તો આક્રાન્તા–આક્રમણખોર હમ્મેશાં હારતો હોત અને પોતાના દેશની રક્ષા કરનારા હમ્મેશાં જીતતા હોત. પણ વાસ્તવીકતા ઘણી જુદી છે. આક્રમણખોર જીત્યા હોય એવા દાખલાઓથી ઈતીહાસ છલકાય છે.

યુદ્ધમાં વીજય માટે ધર્મયુદ્ધ કે રક્ષણાત્મક પક્ષે હોવું પુરતું નથી. વીજય થાય છે કાબેલ અને શક્તીશાળીનો. જેની વ્યુહરચના સારી હોય, સૈનીકો તાલીમબદ્ધ હોય, શસ્રો વધુ અસરકારક હોય તે જીતે છે. બે ધાર્મીક વીચારધારાઓ વચ્ચે ઘણાં સશસ્ત્ર યુદ્ધો થયાં છે. બન્ને પક્ષે ધર્મયુદ્ધનો દાવો હોય; છતાંયે હારજીત બદલાતી રહી છે. અહીં પણ વીજય સત્ય–અસત્યથી પર રહ્યો છે.

પ્રાણી જગત કુદરતી નીયમો પ્રમાણે ચાલે છે. એમના પોતાના કોઈ આદર્શો હોતા નથી. એમાં શક્તીશાળી અને ચાલાકની જીત થાય છે. શીકારી પ્રાણી એના શીકાર કરતાં વધારે શક્તીશાળી હોય છે. શીકાર જ્યારે ચાલાકી અને ચપળતા દેખાડે છે, ત્યારે તે બચી જાય છે અને જ્યારે ગાફેલ રહે છે, ત્યારે એનું મોત થાય છે અને શીકારીનું ભોજન બને છે.

આપણે પણ જ્યારે આપણા ઉપરીપણાનો, શક્તીનો કે ચાલાકીનો ઉપયોગ કરીને બીજા પર વીજય મેળવીએ છીએ, એ આપણી અન્દર રહેલા પાશવીપણાની જીત છે. પ્રામાણીકપણે કે ન્યાયીપણે કંઈ મેળવીએ છીએ, તે આપણા સંસ્કારોની અને સાથે સત્યની પણ જીત છે.

આ બધી રજુઆત જુઠની તરફેણમાં નથી કરવામાં આવી. આના દ્વારા ‘સત્યમેવ જયતે’ની મર્યાદા તરફ ધ્યાન દોર્યું છે.

દુનીયાના બધા જ તત્ત્વચીન્તકોએ સત્યની ઉપાસના કરી છે, હીમાયત કરી છે અને માનવીય આદર્શોમાં ‘સત્ય’ને આગવું સ્થાન આપ્યું છે. બીજા કોઈ પણ આદર્શ માટે આટલી એકમતતા નથી.

દુનીયાની બધી જ ધાર્મીક અને આધ્યાત્મીક  વીચારધારાઓ એમના સામુહીક તત્ત્વજ્ઞાન પર રચાયેલી છે. એમાંથી જ બધી સંસ્કૃતીઓ ઉભી થઈ છે. સમય અને સ્થળની મર્યાદાથી પર એવા આટલા બધા વીશ્વમાનવોએ જે એક અવાજે કહ્યું છે તે ખોટું ન હોઈ શકે.

તો પછી આ બધી જ વીચારધારાઓમાં અને આગળ જણાવેલી, રોજેરોજ નજર સામે બનતી અને અનુભવાતી વાસ્તવીકતામાં આટલો વીરોધાભાસ કેમ છે ? એના કેટલાક ચીલાચાલુ ખુલાસા અને પ્રત્યુત્ત્તર આ પ્રમાણે છે.

અ)   પહેલો ખુલાસો છે; ‘આ કળીયુગ છે’

અન્યાય, અત્યાચાર અને જુઠ તો સદાકાળથી ચાલ્યાં આવે છે. કેટલીક ધાર્મીક કથાઓ પ્રમાણે અત્યાચારીઓનો નાશ કરવા માટે, કહેવાતા સતયુગમાં ઈશ્વરને પોતાને આવવું પડ્યું હતું. અત્યારે કોઈ આવતું નથી; કારણ એની જરુર જણાતી નથી. હકીકતમાં સ્વાસ્થ્ય, આવરદા, સમ્પત્ત્તી, શાન્તી, સ્વતન્ત્રતા વગેરે બધી રીતે વીચારીએ તો અત્યારે આપણે શ્રેષ્ઠ સમયકાળમાં જીવી રહ્યા છીએ. ભલે એને બીજા ગમે તે નામ આપે. યુગોની કલ્પના ને માન્યતા ભુતકાળને વટાવનારાઓની લોકોને છેતરવાની એક તરકીબ છે. માનવસંસ્કૃતી દસ હજાર વરસથી વધુ પુરાણી હોવાના કોઈ પુરાવા નથી અને જે પુરાવા છે એના પરથી વધુ પુરાણી હોવાની શક્યતા થતી નથી.

બ)    બીજો ખુલાસો છે; ‘અન્તે સત્યનો વીજય થાય છે’

અહીં ઉમેરેલો ‘અન્તે’ શબ્દ મહત્વનો છે. એના લીધે કોઈ સમયમર્યાદા ન રહેતાં એના અર્થઘટનમાં ઘણી મોકળાશ મળે છે. કોઈ ચોખવટ ન કરવાથી એ બનાવને અન્તે, આપણા જીવનના અન્તે, કે પછી વીશ્વના અંતે પણ બની શકે.

ઘણી જ વજુદવાળી અને યથાર્થ એવી એક અંગ્રેજી કહેવત છે. ‘Justice delayed is justice denied.’ ‘ન્યાયનો વીલમ્બ એ ન્યાયનો ઈન્કાર છે.’ ‘અન્તે’ થતા સત્યના વીજયનો આ કહેવત સાથે મેળ ખાતો નથી. ‘અન્તે’ સ્વીકારીએ તો પણ હમ્મેશાં સત્ય બહાર આવે જ છે એવું દેખાતું નથી. ભુતકાળના કેટલાયે કોયડા સદીઓથી વણઉકલ્યા પડ્યા છે.

જો લાંબા સમય પછી જ સત્યનો વીજય થવાનો હોય તો એ દરમીયાન ભોગ બનતા નીર્દોષ લોકોની યાતનાનો ઉકેલ શો ? વીલમ્બની આવી વીચારસરણી લોકોને નીષ્ક્રીય બનાવવાનું કામ કરે છે.

ક)    ત્રીજો ખુલાસો છે: કર્મના સીદ્ધાન્તનો

આ માન્યતા આગલા ખુલાસાથી પણ બે ડગલાં આગળ જાય છે. પુર્વજન્મ અને પુનર્જન્મને સ્વીકારવાથી બધા જ પ્રશ્નોના ઉત્ત્તર આપી શકાય છે. આનાથી સમય મર્યાદાનો સદન્તર છેદ ઉડી જાય છે. દુર્ભાગ્યે આવી માન્યતાની વાસ્તવીકતાના કોઈ સચોટ પુરાવા નથી. એની તરફેણ કે વીરુદ્ધમાં કંઈ સાબીત કરી શકાતું નથી. એ વ્યક્તીગત વીચારસરણીનો મુદ્દો બની જાય છે.

જે લોકો પુનર્જન્મમાં ન માનતા હોય એમના માટે સત્યની વેળાસર ન થયેલી જીત એ હાર સમાન છે. એમના માટે કર્મનો સીદ્ધાન્ત એ અઘરા સવાલોના સાચા જવાબ ટાળવા માટે શોધી કે ઉપજાવી કાઢેલો એક ચાલાક રસ્તો માત્ર છે. વૈશ્વીક સ્તરે પુનર્જન્મમાં ન માનનારા લોકોની બહુમતી છે.

જ્યારે ધર્મના નામે કે સત્ત્તા માટે લાખો લોકોની સામુહીક કતલ કરવામાં આવે છે, કોઈ એક જાતીનું નીકન્દન કાઢી નાંખવામાં આવે છે, ત્યારે કર્મનો સીદ્ધાન્ત પાંગળો લાગે છે. એને સ્વીકારવું બુદ્ધીગમ્ય નથી લાગતું. આવા સીદ્ધાન્ત હોત તો સમસ્ત માનવજાતને લાગુ પડત. કોઈ ચોક્કસ વીચારધારા અનુસરનારાઓ માટે ન હોત. કેટલાકને મતે કર્મનો સીદ્ધાન્ત એ પોતાની ભુલોની જવાબદારી ન સ્વીકારવાનો ચોખ્ખો પલાયનવાદ છે. બધો ન્યાય અહીં, આ જન્મમાં અને સમયસર મળે તો જ સત્યનો વીજય થયો ગણાય.

‘સત્યમેવ જયતે’નો આદર્શ અને રોજરોજ જોવાતી કે અનુભવાતી વાસ્તવીકતા વચ્ચે જે વીરોધાભાસ છે એના ત્રણ ચીલાચાલુ ખુલાસા અને એમનું ખંડન આગળ વર્ણવ્યું છે. વાચકો તરફથી બીજા નવા ખુલાસા કે પછી આ ખુલાસાઓની તરફેણમાં ‘શાસ્ત્રોમાં લખ્યું છે’ સીવાયની કોઈ તાર્કીક દલીલો હોય તે આવકાર્ય છે.

વાસ્તવીકતા એ છે કે, ‘સત્યનો હમ્મેશાં વીજય થાય છે’ એ એક વીશફુલ થીંકીંગ છે. આના બદલે ‘સત્યનો વીજય થજો’ એને આપણો આદર્શ બનાવી શકાય. તેમ જ ‘વહેલું મોડું સત્ય પ્રકટ થાય છે’ એવું આશ્વાસન લઈ શકાય.

હકીકતમાં જેનો વીજય થાય છે એના દૃષ્ટીકોણને જ સત્ય હોવાનું ઠસાવવામાં આવે છે. આનું કારણ જોઈ શકાય છે. ઈતીહાસ વીજયીના હાથે લખાય છે. જેમાં હારનારનો દૃષ્ટીકોણ દબાઈ જાય છે. સાચો નીષ્પક્ષ ઈતીહાસ પણ સત્યની જેમ જ એક વીશફુલ થીંકીંગ છે.

સત્યનો વીજય થાય જ એ કુદરતનો નીયમ નથી; કારણ કે કુદરતી નીયમોમાં સત્ય–અસત્ય જેવું કશું નથી. સત્ય–અસત્ય જે તે સમાજના નીયમો આધારીત અર્થઘટન છે. એટલે સત્યનો વીજય થાય એ આડકતરી રીતે સમાજના નીયમોનું પાલન થાય એવી અપેક્ષા છે, એવો આગ્રહ છે.

આનો અર્થ એ થાય છે કે સત્ય–અસત્યના આધારે કોઈ દૈવી શક્તી પાસેથી કૃપા કે દંડની અપેક્ષા ન રખાય. આપણા આચરણના જે પણ ફાયદા – ગેરફાયદા થાય તે સમાજના પ્રત્યાઘાત રુપે ભોગવવાના આવે છે. ખોટું કરનાર કાયદામાંથી છટકી જાય તો પણ; આડકતરી રીતે તે સમાજ પાસેથી કોઈ પ્રકારની સજા પામતો હોય છે. ગમે તેટલું ખોટું કરનાર ‘મોટાં માથાં’ છટકી જાય છે, જ્યારે સામાન્ય માણસ ફસાઈ જાય છે એ વાસ્તવીકતા એ સમાજની મનોભાવના અને બેવડી નીતી છતી કરે છે. (અહીં ‘સમાજ’ શબ્દમાં રાજ્યવ્યવસ્થા, ધર્મ તેમ જ જ્ઞાતી–વર્ણ બધાનો સમાવેશ થાય છે.)

સત્યના વીજયની બીજી બાજુ પણ છે. દરેકના જીવનમાં અત્યન્ત ખાનગી કહેવાય એવી થોડી ઘણી બાબતો હોય છે. ખાનગી એટલા માટે કે સમ્બન્ધી વ્યક્તી તે જાહેર ન થાય એવું ઈચ્છે છે. ભુતકાળમાં બનેલ કોઈ અનીચ્છનીય બનાવ કે પછી છાનાંછપનાં લગ્નેતર સમ્બન્ધ આના દાખલા છે. ઘણા Victimless Crime છે. આવાં સત્ય જ્યારે પ્રકાશમાં આવે છે, ત્યારે લાગતા– વળગતા બધાને ગુમાવવાનું હોય છે. એમાં બધાની હાર છે, જીત કોઈની નથી.

રાષ્ટ્રીય કે આન્તરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો દરેક સરકાર પાસે અને સરકાર વીશે કેટલીય ગુપ્ત બાબતો હોય છે. જો એ બધી તેમ જ એમના ગુપ્તચરખાતાનાં કારસ્તાન બહાર આવે તો એનાં અતીગમ્ભીર પરીણામ આવી શકે છે. આવાં ગમ્ભીર પરીણામોના ભોગે પણ બધાં જ સત્યોનું પ્રગટ થવું અને સત્યનો વીજય ઈચ્છવો કેટલું વાજબી છે ? એવું કહી શકાય કે માત્ર બહુજન હીતાય, બહુજન કલ્યાણકારી સત્ય પ્રગટે અને એનો વીજય થાય. જો એ શક્ય હોય તો કોણ નક્કી કરે શું ‘બહુજન હીતાય’ કે ‘બહુજન કલ્યાણકારી’ છે ? બહુમતી પણ હમ્મેશાં સાચી નથી હોતી.

અન્તે એટલું જ ફલીત થાય છે કે સત્યનો વીજય ઈચ્છનીય ખરો; છતાં એ એક આદર્શ છે, વાસ્તવીકતા નથી. આપણે સાચા હોઈએ એટલે સત્યની જીતની આશામાં બેસી ના રહેતાં, જીત માટે જરુરી બધા જ પ્રયત્નો કરી છુટવા જોઈએ..

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન:  (0265) 231 1548 સેલફોન:  97267  99009  ઈ.મેઈલ:  mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર ‘પગદંડી’ માસીકના 2006ના ડીસેમ્બર માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2010ના માર્ચ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ... ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing – B,  Opp. Ayyappa Temple, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 15/11/2013

34 Comments

 1. This is a great presentation. It can open the eyes of many eyes-in-the-sky kind of idealists.
  Truth is a great ideal, a highly desirable value. Unfortunately, it is not always a fact of life. We must admit and accept real life. Scriptural sayings like these are for inspiration, they are not the whole truth.

  Congratulations to Shri Murjibhai Gada. —Subodh Shah , NJ, USA.

  Like

 2. શ્રી મુરજીભાઇ ગડાનો જેટલો આભાર માનીયે અેટલો ઓછો પડશે. શ્રી સુબોઘભાઇના વિચારો પણ રાહ દેખાડનારા છે. સત્યમેવ જયતે નો ઇતિહાસ પણ જોવો રહ્યો. સારનાથમાં અશોકસ્તંભ ઉપર લખાયેલા આ મંત્રને ભારતે પોતાના નેશનલ ચિન્હ : શાન અને સન્માનનું પ્રતિક બનાવ્યુ હતું. મુંડક ઉપનિષદમાંથી અશોકે સ્વીકારેલા આ ઉપદેશને ભારતની સરકારે સ્વીકારેલો છે.

  મુંડક ઉપનિષદનો આ મંત્ર્ છે.

  સત્યમેવ જયતે નાનૃતં
  સત્યેન પંથા વિતતો દેવયાન: I
  યેનક્રમન્તયષયો હાસકામા
  યત્ર તત્ સત્યસ્ય પરમં નિઘાનમ્ I 6 I

  ભાવાનુવાદ….અગ્રેજીમાં,
  Truth alone triumphs , not falsehood.
  Through truth the divine path is spread out by which the sages whose desires have been completely fulfilled, reach where that supreme treasure of truth resides. ( from English Wikipedia)
  હવે……..

  લેખક શ્રી દિવ્યેશ વ્યાસના લેખમાંથી કાંઇક મેળવીયે…..

  ’ ભારતના ભ્રષટાચારને ઉઘાડો પાડવા કાર્ટુનિષટ અસિમ ત્રિવેદીને જેલભેગા થવું પડેલું….કારણકે તેમણે લખેલું…’ ભ્રષટમેવ જયતે ’

  હવે મારાં વિચારો…..
  ૧. દરેક ખોટું કરનારને કે જુઠું કરનારને પહેલેથી જ ખબર હોય છે કે સત્ય શું છે.સત્ય જાણીને જ તે જુઠું કરવાના વ્યુહો રચી શકે છે.
  ૨. શ્રી ગડાજીનાં લેખમાં જે ખુલાસાઓ લખ્યા છે તે રોજીંદા જીવનમાં દરેક વ્યક્તિ જાણે અજાણે કરતી જ હોય છે. તે, ખુલાસાઓ આપનાર, ટૂકમાં પોતાની જાતને છેતરવાનું કર્મ કરીને જ આપે છે.
  ૩. દરેક વ્યકતિ આજે જે જીવન જીવી રહી છે તે પોતાની જાતને છેતરીને જ જીવી રહી છે.તે સત્યોતો જાણે જ છે. પરંતુ ખુલાસાઓની જીંદગી પરાણે જીવવી પડે છે. આ વ્યકતિ પછી અમેરિકાના પ્રેસિડન્ટ હોય કે પછી મુરારી બાપુ હોય. આ જાતને છેતરવાના કર્મ
  કરવા પાછળ ઉપયોગી કે પછી બિનઉપયોગી સ્વાર્થ ક સ્વ રહેલાં હોય છે.
  ૪. આજે જે સામાજીક કે રાજકિય જીવન દરેક નાગરિક જીવી રહ્યો છે તેનું વાતાવરણ જ તેને સત્યને બાજુ પર મૂકીને જીવતાં શીખવે છે.
  ગાંઘીજીના પેલા ત્રણ વાંદરા શું શીખવે છે.?

  તો શું વિજ્ઞાને જે કહ્યુ છે તે, સાચું છે ?

  – High rate of birth,
  – struggle for existance….and….
  – survival of fittest (/ luckiest / lier …….).

  Don’t you think that survival of lier is the most appropriate law ?

  Amrut Hazari.
  Iselin, NJ, 08830
  USA.

  Like

 3. Whatever is stated by Murjibhai is absolutely the truth, nothing but the whole truth. We experience it in our day today life. As for the judgement in some cases are concerned I say many times that ‘Judgement is pronounced. but that doesn’t mean the ‘Justice’ is done. Chori kartaa pakdai jai ej chor. Chori karnaro chor nathee. Pakdai janaro chor chhe.

  In our Bollywood movies the villain is punished at the end but throughout the movie he enjoys everything!. And in many case he is pardoned. Then we have to say ‘asatyamev Jayate.’

  Like

 4. સત્યનો મુદ્દો વધારે જટિલ છે. સત્ય એટલે ભૌતિક આધાર દર્શાવીને સાબીત કરી શકાય એવું કોઈ કથન અથવા વાત. જેનો આધાર ન દેખાડી શકાય તે સત્ય ન હોય.

  આમ છતાં દરેક સત્ય ભૌતિક આધાર ન પણ મેળવી શકે.દાખલા તરીકે, “મેં ગાંધીજીને જોયા નથી” એ વાક્ય સત્ય છે. આનો આધાર શો> મેં જોયા નથી, એ સત્ય હોવા છતાં ‘ગાંધીજી’ રૂપે આધાર હોવો જોઇએ અને એ પણ નથી. તો મારું વાક્ય સાચું હોય તો ગાંધીજી હોવા જ જોઇએ, જેને મેં ન જોયા હોય.આમાં મારે ગાંધીજીને જોનારા લોકોના વિધાનને ‘નક્કર પુરાવા’ તરીકે માનવું જોઇએ.

  એ જ રીતે, “હિમાલય સૌથી ઊંચો પર્વત છે” એ પણ સત્ય વાક્ય છે, જો કે મેં પોતે માપ નથી લીધું. પણ માપ લેનારને હું આધાર તરીકે સ્વીકારું છું.

  જ્યાં પણ નક્કર આધાર હોય ત્યાં સત્યનો જાય થાય જ છે.

  અહીં સત્ય કરતાં મૂલ્યોની અને એની સામે થતા હુમલાઓની વાત હોય તો એ બરાબર છે. મૂલ્યોની આખી શ્રેણી છે. સરમુખત્યારશાહી કરતાં લોકશાહી સારી,એ મૂલ્યનો વિષય છે..

  વ્યવહારમાં પણ આધારભૂત તથ્યનો ઉપયોગ થાય તો સત્યનો જ જય થાય.જ્યાં પણ સત્યનો જય થતો ન જણાય ત્યાં નક્કર તથ્યોની પણ અવગણના થતી હોવાનું જણાશે.
  વળી સત્ય પોતે પણ મૂલ્ય તરીકે આવે ત્યારે સનાતન નથી હોતું.

  ઘણી વાર સારી ભાવનાને પણ આપણે ‘સત્ય’ની વ્યાખ્યા લગાડીએ છીએ. “પાડોશીને પ્રેમ કરો” આ સારી ભાવના છે, એમાં સત્ય કે અસત્ય જેવું પણ કંઈ નથી.એ સહજીવનનું મૂલ્ય છે. આ મૂલ્યનું પાલન ન થવાથી આપણે તકલીફમાં મુકાઇએ, તો કહી દઈએ કે સત્યનો જય ન થયો.

  શ્રી સુબોધભાઈ કહે છે કે “Truth is a great ideal, a highly desirable value. Unfortunately, it is not always a fact of life. We must admit and accept real life.

  હું કહીશ કે સત્ય મહાન આદર્શ નથી. એ યથાર્થ છે.હું યથાર્થ જોઈ ન શકું કે જોવાની કે એને માનવાની મારામાં શક્તિ ન હોય અથવા એમાં જાણ્યેઅજાણ્યે અવરોધ આવતો હોય તેટલા કારણસર એ માત્ર અત્યંત ઇચ્છનીય મૂલ્ય નથી બની રહેતું. એ વાસ્તવિક જગતનું ભાષા કે વિચાર દ્વારા પ્રગટ થતું તથ્ય છે. એ હંમેશાં fact of life હોય છે. આ આપણે સ્વીકારવું જ જોઇએ અને વાસ્તવિક – જે સત્યના આધારે રચાયું હોય એવું – જીવન સ્વીકારવું જોઇએ.

  દુનિયામાં ૯૫ ટકા માણસો નબળા છે, પરંતુ પાંચ ટકા માણસો પોતે જેને સત્ય માનતા હોય તેને વળગી રહ્યાના દાખલાપણ છે જ. આપણી નબળાઇ સાર્વત્રિક અને વ્યાપક હોવા છતાં એ સાર્વત્રિક અને વ્યાપક નિયમ નથી બની શકતી.

  Like

  1. Dear Dipakbhai,

   There is lot of merit in what you say. I will take it little further by using a phrase from your comment, “પાડોશીને પ્રેમ કરો”…….

   After all the reading, writing and thinking, there are two widely used words i do not understand properly. they are “Love and spirituality (aadhyatma)”. To me,These words have complex and confusing meaning.

   We really do not HAVE TO love our neighbor or anyone else for that matter. All we have to do is to be fair and Just (judicious) to strangers, neighbors, friends and even to our own family. If we start doing this as a group, most of our social problems will be over. Truth and justice will prevail naturally.

   Like

   1. પ્રિય મુરજીભાઈ,
    માણસજાતે ભાષાનો વિકાસ કરીને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે ઘણા નવા શબ્દો શોધ્યા છે. તમે છેલ્લા પૅરાગ્રાફમાં કહો છો તે જ સાચું છે.
    પ્રેમ કરવો એટલે સહકારથી રહેવું. તે સિવાય માનવ પ્રજાતિ સર્વાઇવ ન થઈ શકે. આ આપણી બાયોલૉજિકલ જરૂરિયાત છે.આના સિવાયનું જે હોય તે સત્ય નથી. એ અસત્યનો જય થાય છે તેવું લાગે, પણ જય થતો હોય તો દુનિયા બરાબર ચાલવી જોઇએ. આપણે બહુ ખરાબ સ્થિતિ જોઈએ છીએ તે બધાને કારણે સત્ય સક્રિય દેખાતું નથી, પરંતુ શાંતિથી વિચારીએ તો જે ખોટું છે તેનાં ખોટાં પરિણામો પણ જોઈએ છીએ.

    Like

   2. Traditionally, love is considered as a highest form of emotion or a virtue. However, when we love someone or something too much, we tend to be unfair to others. People who love their religion or a country too much, tend to die for it, (which is not bad) but also they are ready to kill for it which IS Bad.

    Even in case of parents, who are suppose to be full of love for their children become unfair to one child (very likely girl child) if they love the other (boy) child too much.

    That is why I say “LOVE” is a complex emotion. I like to put fairness and justice above love.

    Like

   3. શ્રી મુરજીભાઈ,

    સાચી વાત છે. આપણે મોટા ભાગે જ્યારે મૂર્ત પરિસ્થિતિને બદલે અમૂર્ત વિચારોને
    વધારે પ્રેમ કરીએ છીએ ત્યારે આવું જ બને છે. એ અમૂર્ત વિચારની પાસે વ્યક્તિ
    અથવા મૂર્ત પરિસ્થિતિ ગૌણ બની જાય છે. ધર્મને નામે થતી ખૂનામરકીનું કારણ એ જ
    છે. એમાં વ્યક્તિને ગૌણ માની લઈએ છીએ.

    એ જ રીતે દીકરાને દીકરી કરતાં વધારે મહત્ત્વ આપવામાં પણ આવો જ અમૂર્ત વિચાર
    કામ કરે છે.

    આપણે ક્યારેક કોઈ એક વ્યક્તિને વધારે પ્રેમ કરીએ છીએ એ પણ સાચું છે. પણ એ
    વિકાર છે અને માનસિક બીમારીઓનું કારણ બની રહે છે.

    Like

 5. મૂળ લેખ કરતાં પણ ‘કોમેન્ટસ’ વધારે ગમી. મૂળ લેખ તદ્દન વ્યાવહારિક અને સામાન્ય સમજની વાત છે. શ્રી દિપક ધોળકિયાએ સત્યના મૂલ્યાંકનની વાત વધારે સારી રીતે રજુ કરી. મુળજીભાઈએ કશું જ ખોટું નથી કહ્યું. એમને અને ધોળકિયાને ધન્યવાદ.

  Like

 6. એક તાજો દાખલોઃ દીલ્હીની નાની કોર્ટે “રામલીલા” ફીલમ દર્શાવવા ઉપર પ્રતિબંધ મુક્યો, સંજય લીલા ભણશાળી મુંબઈ હાઈ કોર્ટમાં ગયો તો ત્યાં હારી ગયો, પણ એજ દીલ્હીની નાની કોર્ટે પ્રતિબંધ ઉઠાવી લીધો……!!!! તો દીલ્હીની નાની કોર્ટ મોટી કે મુંબઈની હાઈકોર્ટ મોટી….!!!!?????? આમાં “સીધી આંગળીએ ઘી” નીકળ્યું હશે….????? નાની કોર્ટના ન્યાયાધીશનું ગજું પણ નાનુંજ હશેને……!!!! હવે આમાં સત્ય ક્યાં આવ્યું…..!!!!!????

  તમારા લખેલા શબ્દો કેટલા બધા સાચા છે…..

  “ન્યાયની વ્યવસ્થા સત્યના વીજય, નીર્દોષના રક્ષણ અને ગુનેગારને સજા કરવા માટે બનાવવામાં આવી છે. જ્યારે કોર્ટના ચુકાદા હમ્મેશાં સત્યની તરફેણમાં નથી આવતા. ત્યાં વીજય થાય છે પુરાવાઓ અને રજુઆતનો. કમનસીબે આજની પરીભાષામાં લાંચરુશ્વત, ધાકધમકી વગેરે રજુઆતનાં પાસાં બની ગયાં છે. સાધનસમ્પન્ન, શક્તીશાળી અને ચાલાક લોકો જીતી જાય છે. પરીણામે સત્ય કે અસત્ય ગમે તે વીજયી બની શકે છે.”

  Date: Fri, 15 Nov 2013 16:31:16 +0000
  To: mdgandhi21@hotmail.com

  Like

 7. સત્યનું બહાર આવવું અને સત્યનો જય થવો એ બે જુદી બાબતો છે.
  ભુતકાળમાં થઈ ગયેલા રાજાઓ, રાજકારણીઓ, ધર્મગુરુઓ તથા આપણાં પુર્વજોએ આચરેલાં અસત્યો પાછળથી બહાર આવ્યાં છે. એમના વર્તન ઉપરથી બોધપાઠ લઈને જો તેનું પુનરાવર્તન થતું ન હોય તો જ સત્યનો જય થયો ગણાય. ઈતીહાસ સાક્શી પુરે છે કે સત્યનો જય કદી થયો જ નથી.
  ‘સત્યમેવ જયતે’ એ આપણો માનોવાન્છીત વીચાર અને સત્યનીષ્ઠ વ્યક્તીની મશ્કરી કરતું સરકારી કચેરીઓમાં લટકાવેલું માત્ર પાટીયું જ છે.

  Like

  1. શ્રી વિક્રમભાઈ,

   તમે કહ્યું છેઃ ” ઈતીહાસ સાક્શી પુરે છે કે સત્યનો જય કદી થયો જ નથી.”

   આ સાથે તમે અમને સૌ વાચકોને એક તાર્કિક વિરોધાભાસમાં લઈ જાઓ છો. તમારું આ વાક્ય પોતે સાચું છે? વાક્યના બે ભાગ છેઃ
   મૂળ વાક્ય છે – સત્યનો કદી જય થયો જ નથી;
   અને ગૌણ વાક્ય છે – ઇતિહાસ સાક્ષી પૂરે છે!

   આનો અર્થ એ કે ઇતિહાસ મૂળ વાક્યની સત્યતાની એટલે કે જે યથાર્થ (એટલે કે સત્ય) હોય તેની જ સાક્ષી પૂરે છે!

   મેં મારી પહેલી કૉમેન્ટમાં કહ્યું છે તેમ ભૌતિક કે વાસ્તવિક જગતમાંથી જેના પુરાવા મળે તે વિધાન સત્ય હોય. એટલે ઇતિહાસમાંથી તમે ખરેખર માત્ર એવાં જ દૃષ્ટાંતો દેખાડી શકો કે સત્યનો પરાજય થયો, તો મારે તમારું આખું સળંગ વાક્ય સત્ય તરીકે સ્વીકારી લેવું જોઇએ કે ” ઈતીહાસ સાક્શી પુરે છે કે સત્યનો જય કદી થયો જ નથી.”

   મને લાગે છે કે તમારા વાક્યમાંથી ‘કદી’ અને ‘જ’ બે શબ્દો કાઢી નાખીએ તો ચાલે?
   તે પછી પણ એક સમસ્યા રહે છે. તમે કહો છો કે “જય થયો નથી” તમે ‘થયો’ વાપરીને આ વાક્યની ઇતિહાસમાં જ બંધ કરી દીધું છે. વર્તમાનમાં લાવવા માગતા હોત તો તમે કહ્યું હોત કે “જય થતો નથી”. આખું વાક્ય એમ હોત કે “ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સત્યનો હંમેશાં જય થતો નથી”. આ વાત સ્વીકારવા માટે ઘણા વાચકો સહેલાઇથી તૈયાર થઈ જાત, કારણ કે એ સત્યની નજીક હોત.
   .

   Like

   1. I reprint one sentence from my article above.

    ” સાચો નીષ્પક્ષ ઈતીહાસ પણ સત્યની જેમ જ એક વીશફુલ થીંકીંગ છે.”

    Like

   2. ઇતિહાસ (મહાગાથાઓ પણ) રાજકર્તાઓને અનુલક્ષીને લખાય છે. ઇતિહાસ નિષ્પક્ષ તો નથી જ હોતો, તે ઉપરાંત એમાંથી મનફાવતાં તારણો પણ કાઢી શકાય છે.

    વિનોબા ભાવેએ એક સવાલ ઊભો કર્યો છે. તુલસીદાસ અકબરના જમાનામાં થઈ ગયા. પરંતુ આપણે એમ નથી કહેતા કે અકબર તુલસીદાસના જમાનામાં થઈ ગયો! આમ કેમ? શું અકબર કરતાં તુલસીદાસનું મહત્ત્વ ભારતીય જનમાનસ માટે ઓછું છે?

    ઇતિહાસમાં જનતાની કે સામાન્ય વ્યક્તિના પ્રદાનની વાત નથી હોતી. એટલે આપણે ઐતિહાસિક તથ્યો તરીકે મળેલી સામગ્રીને નવી રીતે મુલવવી જોઇએ. આમ કરીએ તો જ ઇતિહાસમાંથી સત્ય તારવી શકીએ. સત્ય પર ક્યારે દબાણ આવ્યું અને એનું શું પરિણામ આવ્યું તે આપણે જ તારવવાનું રહે.

    શ્રી હઝારીસાહેબની વાત સાચી છે કે વ્યક્તિગત સ્વાર્થ સત્યની સામેનો મોટો પડકાર છે.

    Like

 8. મુરબ્બી મુરજીભાઈ ગડાની પોસ્ટ સત્ય મેવ જયતે અને નીચે એક કોમેન્ટમાં મુરબ્બી અમૃતભાઈએ મુંડક ઉપનિશદમાંથી આખી લાઈન સત્ય મેવ જયતે નાનૃત્મ એટલે કે સત્ય સીવાય કોઈનો જય નથી થતો લખેલ છે.

  આ મોબાઈલ, કોમ્પ્યુટર અને નેટ વેબના જમાનામાં વધુને વધુ ટ્રાન્સપરન્સી એટલેકે પારદર્શકીતા આવતી જાય છે. પહેલાં કાર્ટના ચુકાદા મેળવવા ફાંફા મારવા પડતા હતા. હવે બટન દબવવાથી ખબર પડી જાય છે. રેશનીંગમાં ઘંઉ ચોખા કોને કેટલા મળે છે અથવા લેન્ડ રેકોર્ડ હવે નેટ ઉપર દેખાશે. બસમાં બહુ જ ગીરદી છે અને પાછળ હજી ૨-૩ બસો છે એ હવે સીસીટીવી કે અન્ય સગવડથી બસના ડેપોમાંથી મોનીટર થાય છે. સ્ટેટેસ્ટીકલ રીપોર્ટ કે ભોપાલ ગેસ કાંડના રીપોર્ટ બધી વીગતો હવે નેટ ઉપર મફત ફ્રી ઓફ ચાર્જ મળે છે.

  સત્ય આસ્તે આસ્તે બહાર આવે છે અને ઝડપથી બહાર આવે છે. થોડીક ગરીબાઈ હટતાં લોકો વીચારવાનું જરુર શીખશે. અન્ન સુરક્ષા કાયદા પછી ભુખમરો ઓછો થવાની શક્યતા છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પછી બધા રાજકીય પક્ષો પણ લોકોની સેવા માટે આગળ આવશે. મોબાઈલ અને નેટનો વપરાશ વધતાં વધુને વધુ સત્ય બહાર આવશે. ગરીબાઈ ઓછી થતી જશે અને છેવટે સુખ સમૃદ્દી સત્ય દેખાશે. બણંગા ફુંકવાનું હીન્દુ મુસ્લીમના બાબા ગુરુઓને બન્નેને ભારી પડી જશે.

  Like

 9. સરસ મઝાની ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનની આપ લે જરુરથી કાંઇક આપી રહી છે.
  શ્રી વી.કે.વોરા કહે છે કે અમૃત હઝારીઅે મુંડક ઉપનિષદની લાઇન ટાંકી છે. હાં મે તે ટાંકી છે. પરંતુ તે કહેવા માટે લખી છે કે આ મંત્ર ક્યાંથી ઉદ્ભવ્યો છે, નહિ કે અેવું કહેવા કે, સત્ય સીવાય કોઇનો જય નથી થતો. તમારી ગેરસમજ થતી લાગે છે.

  હવે……….

  Let us study the subject using human psychiatry……
  દરેક માણસ જનમથી કોઇ ને કોઇ જીવન જીવવાની જરુરીઆત સાથે આ પૃથવી ઉપર આવે છે. સ્વાર્થ બે પ્રકારના હોય છે. બાળપણનો સ્વાર્થ પોતાની જીવન જીવવાની જરુરીઆત મેળવવા માટેની નિસ્વાર્થ જરુરીઆત છે. જ્યારે અેકવાર ખરા ખોટાની સમજથી સ્વાર્થ જીવનમાં પ્રવેશે છે ત્યારથી સત્ય અને અસત્યની રમત શરુ થાય છે. આ સમજ સભાનતા પૂર્વક અથવા કોઇક વાર અસભાન અવસ્થામાં રમત રમાડે છે. માણસને બે પ્રકારના વ્યક્તિત્વ હોય છે. દા.ત.
  A Scotish author, Robert Luis Stevanson in the year 1886, wrote a world famous novel, named, ” Dr. Jekyll and Mr. Hyde.” This, eventually became a phrase in the literary world. The basic concept of the story is psychiatry…..A rare mental condition called ‘Split personality’….i.e. dissociative identity disorder.
  Every human being is born with this personality. the percentage may differ/ vary. This is the conflict beetween GOOD and BAD qualities in one man. સત્ય અને અસત્ય.
  યુઘિસ્થિરે શું કહેલું ?……ન રો વા કુંજરો વા…..સત્યવાદી યુઘિસ્થિર ? કેવું લાગે છે ?
  પોલીટીશીયન બનવા માટે ફક્ત અેક જ ડીગ્રીની જરુરત હોય છે અને તે….લુચ્ચાઇ, જુઠુ,લફંગાઇ, બેવફાઇ જેવા વિષયોમાં ફર્સટ ક્લાસ. ભારતમાં તો શ્કુલે પણ જવાની જરુરત નથી હોતી….આ બઘા ગુણો તો લોહીમાં હોય છે.
  જો કોઇ પણ માનવી પોતે જીવનમાં ફક્ત સત્ય જ આચર્યુ છે તવું સાબિત કરી આપે તો આ દુનિયા સ્વર્ગ બની જશે.
  સત્યના પ્રયોગો લખવાવાળા ગાંઘીજીઅે પણ કબુલ કરેલું છે કે તેમણે પણ ખોટું કરેલું છે. મણિલાલ નભુભાઇઅે પણ તેમને સિફિલિસ થયેલાના કારણોની કબુલાત કરેલી છે.
  ચાલો ચર્ચા ચાલુ રાખીયે………
  અમૃત હઝારી.

  Like

  1. You said, “સત્યના પ્રયોગો લખવાવાળા ગાંઘીજીઅે પણ કબુલ કરેલું છે કે તેમણે પણ ખોટું કરેલું છે”.

   True but that was in his earlier years. Once he started preaching what he believed in, he followed that very strictly. He did not cheat. We have to give him credit for that. He is the one who truly was honest.
   We may not agree with some of his views, but that is a different subject.

   In my opinion, Truth, honesty, non-violence, etc. are interlinked with each other. You can not have one while you ignore others.

   Like

 10. ષ્રી મુરજીભાઈ, તમારું આ મંતવ્ય સો ટકા સાચું છે કે In my opinion, Truth, honesty, non-violence, etc. are interlinked with each other. You can not have one while you ignore others.

  Honesty એટલે કે પ્રામાણિકતા અથવા ‘પ્રમાણ’ અથવા આધાર કે પુરાવા (અભિપ્રાય નહીં)માં નિષ્ઠા. અહીં પ્રમાણ એટલે સ્ટૅન્ડર્ડ એવો અર્થ પણ લઈ શકીએ.

  Like

 11. Dear Murjibhai:
  Wonderful article!
  If I understand Shri Dipakbhai’s comment, his point is that there are some truths (facts) that may be self – evident or scientifically correct and provable. Those will eventually triumph. Fair enough. But even there, we often see justice delayed and denied, as in case of Galleleo. In any case, if I understand your point correctly, you are talking about the social truths or justice. There we routinely see delay and denial. Our justice system uses Satyamev Jayate as its motto, and we routinely see that failing.
  Thank you!
  A. Dave

  Like

  1. શ્રી દવેભાઈ,

   મારી પહેલી કૉમેન્ટનું પહેલું વાક્ય જ એ છે કે સત્યનો મુદ્દો જટિલ છે. ગૅલીલિયોની
   બાબતમાં પણ એણે કહ્યું તે સત્યનો જ જય થયો છે.

   મેં ભૌતિક સત્યનું ઉદાહરણ આપ્યું છે (હિમાલય સૌથી ઊંચો પર્વત છે). આ તમારી વાત સાચી છે. તમે એમ કહીને ઉમેર્યું છે કે શ્રી મુરજીભાઈ (કદાચ) ‘સામાજિક સત્ય’ની વાત કરે છે. આના પછી તમે કોર્ટોનું ઉદાહરણ આપ્યું છે.

   હકીકતમાં કોર્ટનું ઉદાહરણ ‘વ્યક્તિગત ન્યાય’નું છે, ‘સામાજિક ન્યાય’નું નહીં. શ્રી અમૃતભાઈ હઝારીના શબ્દોને હું ફરી યાદ કરીશ કે અસત્યની પાછળ અંગત સ્વાર્થ કામ કરતો હોય છે. અનેક અને અસંખ્ય વ્યક્તિગત અન્યાયો સામૂહિક બનીને સામાજિક ન્યાયની સ્થાપના કરે છે. પરંતુ શું બધા વ્યક્તિગત કે સામૂહિક અન્યાયોનો મુદ્દો કોર્ટ સમક્ષ આવતો હોય છે? ના. ઘણા ખરા અન્યાયો (એટલે કે અસત્યો) આપણી સામાજિક વ્યવસ્થામાં જ હોય છે. અંતે એમનો પરાજય થતો જ હોય છે.

   બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં પણ, ભૌતિક સ્થિતિઓ કે ઘટનાઓની જેમ, નિર્ભેળ સત્ય જ આધાર બને છે. જેને આપણે ‘સત્યનો પરાજય’ કહેવા લલચાઇએ છીએ તેને હું સંઘર્ષ તરીકે ઓળખાવીશ.જેમ સંઘર્ષ વિના સુખ નથી મળતું,તેમ સંઘર્ષ વિના સત્ય પણ સ્થાપિત થતું નથી. ભારતમાં વિદેશી હકુમત એક મહા અસત્ય હતું. સંઘર્ષ પછી જ સત્ય સ્થાપિત થયું

   સત્યનો પોતાનો સામાજિક સંદર્ભ હોય છે. સમાજની બહાર, એક ટાપુ પર એકલા હોઇએ ત્યારે આપણાં જાણીતાં કોઈ સત્યો કે અસત્યોનો અર્થ નથી હોતો. સત્ય માત્ર સર્વાઇવલના મૂલ્ય તરીકે જ શાશ્વત છે. તે સિવાય સાપેક્ષ છે એટલે સામાજિક સંદર્ભ અને જનચેતના બહુ મહત્ત્વની બની રહે છે. મારા માનવા પ્રમાણે લેખનો સૂર એ છે કે સત્યનો પરાજય થતો હોય એવું દેખાડતી સ્થિતિનું વિશ્લેષણ કરીને સત્યની સ્થાપના કેમ થાય તે માટે આપણે સક્રિય બનવું જોઇએ અને યથાસ્થિતિ સ્વીકારી ન લેવી જોઇએ.

   Like

   1. માનનીય દીપકભાઈ,
    આપની વાત તદ્દન સાચી છે કે સત્યનો મુદ્દો ઘણોજ જટિલ છે. એમાં મારી બહુ ચાંચ ડૂબતી નથી પણ મને જે સમજાય છે તે પ્રમાણે થોડું કોમેન્ટ કરવાની હિંમત કરું છું. આપણે બધાય કદાચ એકજ વાત ને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ.

    શ્રી મુરજીભાઇ એ પશ્ચિમ નું સુવાક્ય ટાંક્યું છે કે ન્યાયમાં વિલંબ એ પણ એક અન્યાય જ છે. ગેલીલીઓને જેલમાં ગોંધી રાખવામાં આવ્યો, યાતના આપીને તેની પાસે કબૂલ કરાવ્યું કે તે ખોટો છે. આજે ભલે આપણે તેણે આપેલા સત્યને સ્વીકારીએ છીએ, પરંતુ તેના જીવતાજીવ તો અસત્યનો જ જય થયો કહેવાય ને?

    મને આપનું છેલ્લું વાક્ય એકદમ ગમ્યું કે “સત્યનો પરાજય થતો હોય એવું દેખાડતી સ્થિતિનું વિશ્લેષણ કરીને સત્યની સ્થાપના કેમ થાય તે માટે આપણે સક્રિય બનવું જોઇએ અને યથાસ્થિતિ સ્વીકારી ન લેવી જોઇએ.”. મારા માનવા પ્રમાણે પણ શ્રી મુરજીભાઈ ના લેખનો એ જ મત છે કે સત્યનો એની મેળે વિજય થશે જ એમ માની બેસી રહેવું એ ખોટું છે. આપણે જ સત્યના જય માટે સંઘર્ષ કરવો પડશે, જે વાત આપે પણ ઉપર કરી છે.
    With Respect,
    A. Dave

    Like

   2. After reading all this discussion, I have an open question for everybody. Don’t we all deserve to be an honorary members of a legislative council? 🙂 🙂 🙂
    (I am in a humorous mood today)

    Like

   3. ના. હવે લોકસભા કે વિધાનસભાઓમાં આવી ચર્ચાઓ થતી નથી! આ ચર્ચામાંથી વૉક-આઉટ કરે અથવા દેકારો કરે તેને જ ધારાસભ્ય કે સંસદસભ્યનો દરજ્જો આપી શકાય!

    Like

  2. Welcome A.D. It is nice to read you after a long time.

   Nature’s truths and society’s truths are different. We try to understand nature’s truths, adopt to them/ learn to live with them, but we can not change them.

   So called society’s truths, are all man made. It is in the hands of powerful to make them, judge them and also execute them. All these three stages are not always done with the best interest of mankind in mind.

   Like

 12. Bharatiya sansad ane vidhansabha ma satyamev jay te ne badle jutha Meva khai te barabar lagu pade chhe

  Like

  1. 100% agreed sir!
   I would even relax the first criteria and simply say the second item you mention is enough for everyone – do good. Period. Nothing else is needed.
   Respectfully,
   A. Dave

   Like

 13. Satya means ” jenathi maru, bijanu ane whole universe nu bhalu thai te” . ” je satya thi bijane nuksaan ane fakta mane fayado thay te asatya:…………………

  Like

 14. After reading all this discussion, I have an open question for everybody. Don’t we all deserve to be an honorary members of a legislative council?
  A COMMENT by Gadaji.
  Well, Can the TRUTH be really defined ?
  One Society’s truth can be different form the Other’s.
  The Science can tell “some” as the TRUTH….but the later research will REDEFINE that Truth ….Changing ?
  Is there the CREATION (World & the Planets Etc) ?
  Is there a CREATOR for it all ?
  The ULTIMATE TRUTH will be seen after the above Question is ANSWERED.
  Dr. Chandravadan Mistry

  Like

  1. Sir,
   my above comment was made in a lighter tone 🙂
   I repeat other rather serious comment I made. It said, “So called society’s truths, are all man made. It is in the hands of powerful to make them, judge them and also execute them. All these three stages are not always done with the best interest of mankind in mind”

   We can not wait to solve our everyday problems until we find “The Ultimate Truth”.The question of creation and evolution has been discussed on this blog several times in past. If we accept the creator concept, the next question is “Who created the creator?” If he is omnipresent, where did he reside before his creation called “Universe”?.

   Evolution is proved by hard evidence and is widely accepted path to our existence.

   There are some widely accepted laws for any civilized society. For example, murderer can not be let go unpunished. In such case, truth has be be uncovered and justice delivered. failure to do so is the failure of that society’s law and order system. That does not mean we stop trying to improve the system.

   Like

 15. Whoever is a Creator, we are Not concerned. We Live as honestly as possible for our Living and Do NOT harm any one else in doing so has to be the Goal. We may Try, but yet the Fact remains that our World is Not a Perfect one.

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  February 5, 2014.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s