‘એક મુલાકાત’

ભગતથી ઓળખાતા સુરતના એક અઘોરી–તાન્ત્રીકને તા. 10/09/2001ના રોજ રંગે હાથ પકડી પાડી, તેની પાસે તેના કુકર્મોની કબુલાત કરાવનારી ટીમનો મુખ્ય હીરો અને સત્યશોધક સભા, સુરતના સહમન્ત્રી મધુભાઈ કાકડીયા 136 – અમ્બીકા નગર – 2, કતારગામ, સુરત સાથે લેખક પ્રા. સુર્યકાન્ત શાહની વાતચીતનો સાર પ્રસ્તુત છે. આપણો માંદો સમા પુસ્તકની લેખમાળા અહીં સમાપ્ત થાય છે.

11

એક મુલાકાત

–પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકનો 10મો લેખ https://govindmaru.com/2019/12/09/suryakant-shah-15/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

(1) ‘સત્યશોધક સભા’ના અનેક કાર્યકરો છે. સભા અનેક કાર્યક્રમો કરે છે. તમે મોટેભાગે આ ભગતો જેવાઓના પર્દાફાશમાં વધારે રસ લેતા દેખાઓ છો. આવી તમારી પસન્દગીનાં કારણો જણાવવા વીનન્તી.

મધુભાઈ : ગાંધીજીએ જેમ પરદેશીઓ તરફથી થતાં શોષણને દુર કર્યા તેમ લોકોની શ્રદ્ધાનું શોષણ કરનારાઓને અને તે શોષણને પણ દુર કરવા જોઈએ તેમ હું માનું છું. એકવાર આપણે જાણીએ કે શ્રદ્ધાળુઓનું શોષણ થાય છે; પછી આપણે કશું કરીએ નહીં તો તે આપણી મુર્ખાઈ છે. આ કામ ની:સ્વાર્થ ભાવે કરતાં મને શોષણ દુર કર્યાનો ઘણો આનન્દ મળે છે.

(2) આ ભગતના પર્દાફાશ માટે તમને કોણે જણાવ્યુ? એણે ફરીયાદમાં તમને શું કહ્યું? ભગતે એ માણસને જે ખાતરી આપેલી તે શું સાચી પડી હતી?

મધુભાઈ : કોટસફીલ રોડ, સુરતના શ્રી. અરવીન્દસીંહ રાણાએ મને ફરીયાદ કરી હતી. ‘સત્યશોધક સભા’ના ઉપક્રમે અમે જ્યારે પર્દાફાશ કરીએ છીએ ત્યારે સમાચાર તરીકે એને અખબારોમાં પ્રસીદ્ધી માટે મોકલીએ છીએ. અખબારો પણ અમારા આ કાર્યને સમાજસુધારણાના કાર્ય તરીકે સ્વીકારીને પ્રસીદ્ધી આપે છે. અમારા આવા અન્ય સમાચાર વાંચી શ્રી. રાણાએ મારા સેલફોન નમ્બર : 98255 32234 પર મારો સમ્પર્ક કર્યો અને ફરીયાદ કરી. ફરીયાદમાં એણે ગમ્ભીર હકીકત જણાવી કે, ‘મારી ઓળખાણમાં એક બહેનને સામાન્ય બીમારી લાંબા સમય માટે રહેતા આ ભગત પાસે લઈ ગયા હતા. આ ભગત ઘરની બહારની જમીનમાંથી સાત ફુટ ઉંડેથી ત્રીશુલ કાઢવા જેવો ચમત્કાર કરી બતાવે છે. એ પોતાની પાસે તલવાર રાખે છે અને બે હાથના ઉપરના ભાગ પર એકન્દરે ચાર પોટલીઓ બાંધે છે. એ જ પ્રમાણે ગળા અને કમર પર પણ પોટલીઓ બાંધી એવું દર્શાવવા માંગે છે કે તે પોતે રક્ષીત છે. આ ભગતનો દાવો છે કે પોતે તાન્ત્રીક ભુવો છે અને અઘોરી જાણકાર છે. અમે આ બધું સાંભળીને પેલા બહેનની સારવાર માટે લઈ ગયા. એ બહેન કુંવારા હતા. આ ભગતે એકાદ બે બેઠકો બાદ એ બહેન સાથે એકાંતમાં સાધના કરવાનું ગોઠવ્યું. પરીણામે એ બહેન સગર્ભા થઈ ગયા. આથી અમને સમજાયું કે આ ભગત કોઈ બીમારી દુર કરતા નથી; પરન્તુ પોતાનો હવસ સન્તોષે છે. આથી અમે તેમને ફોન પર વીનન્તી કરીએ છીએ કે આ ભગતને ખોટાં કામ કરતાં અટકાવો. હું મારા તરફથી બધી મદદ કરીશ.’ આમ ભગતે એ બહેનની બીમારી તો દુર કરવાને બદલે એને ગર્ભવતી બનાવી. એ બાઈને તો આપઘાત કરવાનો વીચાર આવેલો; પરન્તુ શ્રી. રાણાએ અને અન્યોએ એને આપઘાત કરતા અટકાવી. બાઈનો ગર્ભ પડાવી નાંખ્યો અને એ બાઈ બચી ગઈ; પણ બીજી બહેનોને આવી દુ:ખદ પરીસ્થીતીમાં મુકાવું નહીં પડે તે માટે શ્રી. રાણાએ અમારો સમ્પર્ક કર્યો. શ્રી. રાણાએ કહી તેવી જ પરીસ્થીતી ભગતને ત્યાં હોય તો તેનો પર્દાફાશ કરવાની અમે તૈયારી કરી.

‘સત્યશોધક સભા’, સુરતના મન્ત્રીશ્રી સીદ્ધાર્થ દેગામી, એડવોકેટ જગદીશ વક્તાણા, સભાના કારોબારી સભ્યો શ્રી. ગુણવંત ચૌધરી, સુશ્રી. બેરોઝબહેન દારુવાલા, શ્રી. પરેશ લાઠીયા તેમ જ શ્રી. મહેશભાઈ જોગાણી સાથે ‘ઈન–ચેનલ’ અને ‘આઈ–વીટનેસ ચેનલ’ના વીડીયોગ્રાફરની સાથે અમે ભગતને ત્યાં ગયા હતા.

અમે ભગતના ઓરડામાં ગયા ત્યારે ઘણા માણસો હતા. આ ભગત એક રુપાળી બાઈ સાથે વીગતવાર વાતો કરતો હતો. અમે જે ચોપડા મેળવ્યા તેને જોતાં કહી શકાય કે તે એના વક્ષસ્થળનું ચીત્ર દોરતો હતો. એ પેલા બહેનની જાતીય બાબતો અંગે સવાલો કરતો હતો. અમારો નમ્બર આવતા અમારા પૈકી સુશ્રી બેરોઝબહેન એની પાસે જઈને બેઠા એટલે એણે બેરોઝબહેનમાં રસ લેવાનો ઓછો કર્યો. એણે ઉડાઉ જવાબ આપવા માંડ્યા. બેરોઝબહેને પોતાનો પતી ખુબ દારુ પીએ છે તે અટકાવવા ‘કંઈક’ કરવાને વીનન્તી કરી. ભગતે એમની વાત સાંભળીને બીજી તારીખ આપી. ત્યાર બાદ અમે મરદો ઉઠ્યા. આ તબક્કે અમે અમારું અસલ સ્વરુપ જાહેર કર્યું. આ દરમીયાન વીડીયોગ્રાફરો ઓરડામાં બનતી ઘટનાઓની ફીલ્મ ઉતારતા હતા. મેં ઓળખાણ આપી કે અમે ‘સત્યશોધક સભા’માંથી આવીએ છીએ, પરીણામે એનો ચહેરો બદલાઈ ગયો.

(3) ત્યાર પછી શું થયું?

મધુભાઈ : અમે અમારી ઓળખાણ આપી એટલે શરુઆતમાં તો એના હાજર ભક્તોની હાજરીમાં અમારી સાથે દલીલો કરી કે એ ખરેખર ચમત્કારી પુરુષ છે. એણે અનેકને સારા કર્યા છે; પરન્તુ અમે એના ચમત્કારોના અને સારા કર્યા હોય તેમનાં નામ, પુરાવા માંગતા એણે કબુલ્યું કે એ છેતરપીંડી કરે છે. એની પાસે એક કબાટ હતો એમાં એણે અમ્બા માતા અને અન્ય દેવ–દેવીઓના ફોટા રાખેલા. એ બધાંને પ્રકાશના શણગાર કરેલા. કબાટની ઉપર ચાર–પાંચ શીવલીંગ હતા. વીંટીઓ હતી. રોગ સારા કરવા માટે ભક્તો પાસેથી મોટી રકમ પડાવીને એ વીંટી આપતો હતો. આ નફાખોરીવાળો ધન્ધો એ કરતો હતો તે એણે સ્વીકાર્યું. અમારા સવાલોના એ પ્રતીતીકારક જવાબ આપી શકતો નહોતો તેથી તે મનોમન તુટી પડ્યો હતો. એણે પોતાના ગોરખધન્ધાનો સ્વીકાર કર્યો અને એના ધન્ધાના રહસ્યને સમાવતા ચોપડા પણ અમને આપી દીધા. મને આનન્દ છે કે એ ચોપડાઓનો અભ્યાસ કરી તમે તેમાંથી આ પુસ્તક લખીને વાંચકો સમક્ષ મુકવાના છો. વાચકો આ પુસ્તકનો સન્દેશો સમજે અને પોતપોતાનાં વર્તુળોમાં આવા ભગતપીરને ત્યાં લોકો જાય નહીં અને વાચક પણ નહીં જાય તો જ આપણા સમાજમાં મોટું કામ થયેલું ગણાશે. ભગતની બાબતમાં મને આગળ કહેવા દો કે મને એવી શંકા છે કે એણે અનેક સ્ત્રીઓ સાથે સંસર્ગ કરવાનો રહેતો હતો તેથી એ પોતાની ઉપરાંત અન્ય પુરુષો પાસેથી પૈસા લઈને તે એમને ‘પુરુષ વેશ્યા’ તરીકે રાખતો હોવો જોઈએ. જે દીવસે ભગતે શરણાગતી સ્વીકારી તેના બીજા દીવસે એક પુરુષ મારે ત્યાં આવ્યો અને જે હકીકત દર્શાવી અને જે ધમકીભરી ભાષામાં વાતો કરી તેણે મને આ શંકા સેવવાનું કારણ આપ્યું છે. એણે ખાસ તો આ ચોપડા પરત મેળવવા આગ્રહ કર્યો. એને એવી શંકા હતી કે ચોપડામાં કોઈ કોઈ સ્ત્રીનાં નામ–સરનામાની સામે એનું નામ લખેલું હશે. એ દીવસે તો મેં એ ચોપડા જોયા નહોતા તેથી મારે એની સાથે કાયદાની ભાષામાં વાત કરવી પડી. મેં જણાવ્યું કે, ‘હવે જો એ આ પ્રકારની ધમકીની ભાષામાં વાત કરશે તો એ બન્નેના ગુનાની ગમ્ભીરતા જોતાં કાયદેસરના ફોજદારી રાહે મારે આગળ વધવાની ફરજ પડશે.’ આ ધમકીથી એ ગભરાયો અને વધારે મગજમારી કર્યા વીના ચાલ્યો ગયો. ફરીવાર એ આવ્યો નહીં. તમે જાણો છો કે આપણું કામ સમાજસુધારાનું છે. રૅશનાલીઝમને લોકો અપનાવતા થાય તે જોવાનું છે. આથી, કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રશ્ન ઉભો થતો નહોતો. આમ, આ કીસ્સામાં લોકોમાં પ્રવર્તતી અવૈજ્ઞાનીક શ્રદ્ધાને પરીણામે જે શોષણ થઈ રહ્યું છે તેમાંના એક ભગત તરફથી થતાં શોષણને અમે સૌ અટકાવી શક્યા તેનો મને આનન્દ છે.
(આપણો માંદો સમાજ પુસ્તકની લેખમાળા અહીં સમાપ્ત.)

પ્રા. સુર્યકાન્ત શાહ

પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક ‘આપણો માંદો સમાજ’ (પ્રકાશક : સત્યશોધક સભા, C/o શ્રી શં. ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66,મુલ્ય : રુપીયા 30/)માંનો આ 11મો લેખ( લેખમાળા અહીં સમાપ્ત.), પુસ્તકનાં પાન 63થી 65 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક-સમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત – 395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

 

9 Comments

 1. 2001 નો કિસ્સો અત્યારે મુકવા નો શુ અર્થ છે….
  હજુ પન પીર બાબા ના કિસ્સા બનેજ છે….જેનું સેંટર સુરેન્દ્રનગર..બોટાદ…લીમડી અને નાસિક અને આજુબાજુ ના ગામડા બેધડક ચાલે છે…મુંબઇ માં તેમના દલાલો ઓપરેટ કરે છે….
  આ બ્લોગ હવે લુપ્ત થવા ના કાગરે છે….
  નવા કોઈ કિસ્સા મલતા નથી કે સત્યા શોધ.ક સભા હોવી બ ધ છે
  ભાઈ શ્રી ગોવિંદભાઇ ને ઘટતું કરવા વિનંતી ….

  Like

 2. સત્યશોઘક સભા સરસ કામો કરે છે.
  આનંદ થાય છે જ્યારે સમાજમાં હાજર અંઘશ્રઘ્ઘાને દૂર કરવાના તેમના કાર્યો ફળદાયી બને છે.
  વઘુ સફળતા ઇચ્છું છું.
  અમૃત હઝારી

  Liked by 2 people

  1. વહાલા અમૃતભાઈ,
   હમ્મેશાં આપના પ્રતીભાવો વીદ્વતાસભર હોય છે અને આપના પ્રતીભાવથી મને મીનરલ્સ અને વીટામીન્સ મળે છે.
   ખુબ આભાર 🙏

   Like

  1. વહાલા દીનશભાઈ,
   ‘અભીવ્યક્તી’ બ્લૉગના લેખક પરીવારમાં સોથી વધુ રૅશનલ લેખો આપના છે. આપ મને રુબરુ અને ફોન દ્વારા મીનરલ્સ અને વીટામીન્સ પુરા પાડો છો તે બદલ આપનો ખુબ આભાર 🙏

   Like

 3. પ્રા. સુર્યકાન્ત શાહના ગોવીન્દભાઈએ એમના બ્લોગ પર મુકેલા બધા લેખ મેં રસપુર્વક વાંચ્યા છે. આ લેખ પણ આ શ્રેણીમાં મને તો આવશ્યક જણાયો છે. આભાર ગોવીન્દભાઈ.

  Liked by 1 person

  1. વહાલા ગાંડાભાઈ,
   હમ્મેશાં આપના પ્રતીભાવો વીદ્વતાસભર હોય છે અને આપના પ્રતીભાવથી મને મીનરલ્સ અને વીટામીન્સ મળે છે.
   ખુબ આભાર 🙏

   Like

 4. ખરેકર તો આવાધુતારાઓને સાચા ધર્મનું જ્ઞાન હોતુ નથી. અભણ અને ડિપ્રેશ લોકોને છેતરતા બાવાઓ જ ધર્મને બદનામ કરે છે. એવા ધુતારાઓને કવા દેવા એ પણ મોટી ભૂલ છે. પકડ્યા પછી એને છેતરપીંડીના ગુના અને બળાત્કાર જેવા ગુનાની સજા મળવી જ જોઈએ.

  Liked by 2 people

 5. સત્યશોઘક સભા નું સરાહનીય કામ…
  .
  સાથે જે પ્રજા આવા ઠગોથી છેતરાય છે
  તેને પણ યોગ્ય દોરવણી આપવી જોઈએ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s