‘મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો!’ દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે. ધર્મની મેઝરટેપ… શીક્ષણની મેઝરટેપ…! સમાજની મેઝરટેપ…! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, તે છે ‘વીજ્ઞાન અને સત્યની મેઝરટેપ’ તેનું નામ છે રૅશનલીઝમ! [………………]
સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ
–દીનેશ પાંચાલ
માણસ નીત્ય નવી શોધખોળો કેમ કરતો રહે છે? જવાબ છે : ‘નેસેસીટી ઈઝ ધી મધર ઑફ ઈન્વેન્શન!’ (‘જરુરીયાત એ શોધખોળની જનેતા છે’) વાત ખોટી નથી. કહો જોઉં, ભુખ ના જન્મી હોત તો ખેતીની શોધ થઈ હોત ખરી? વસ્તીવધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે કુટુમ્બનીયોજનની શોધ ના કરી હોત. મચ્છરો સખણાં રહ્યાં હોત તો ડી.ડી.ટી. છાંટવાની જરુર ના પડતી હોત. માણસે વાહનોની ગતી પર નીયન્ત્રણ રાખવા માટે બ્રેક બનાવી; પણ યુવાનો જીવલેણ ગતીની છન્દે ચઢ્યા એથી ડામરરોડ વચ્ચે માણસે ટેકરા ઉભા કરવા પડ્યા. (જો કે માણસ નામનું માકડું નાના ‘બમ્પ’ કુદાવી જાય છે) અમારા મીત્ર બચુભાઈ કહે છે : ‘એક્સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધીક વ્યવહાર હદ ઓળંગી જાય છે ત્યારે ઓર્થોપેડીક હૉસ્પીટલોના પાયા નંખાય છે!’
ભાલા… ખંજર… છુરા… ગુપ્તી… તલવાર એ બધાં હીંસાસંસ્કૃતીના પુર્વજો ગણાય. ભાલાસંસ્કૃતીનું મોર્ડન કલ્ચર એટલે મશીનગન… રાઈફલ… હેન્ડગ્રેનેડ… અને અણુબોમ્બ. ફાંસીના માચડાનો જન્મ તો બહુ પાછળથી થયો. (છુરા–ખંજરોનું કામ પતે પછી ફાંસીના માચડાની જરુર પડે) ટુંકમાં, જુલ્મગાર… ગુનેગાર… અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્યારે કાયદો… કારાગાર… અને ફાંસીગરની જરુર પડે છે. તાત્પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળા ના બનાવ્યાં હોત… તાળા તુટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતારાવતો હોત… અને વીમા કમ્પની અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્થાપવાની જરુર ના પડી હોત…! માણસની સમસ્યાઓ અને સમાધાનો એકમેક સાથે (દાંતાવાળા ચક્રોની જેમ) જોડાયેલાં છે. વીચારો, ઉંટને ઢેકા ના હોત તો માણસે કાંઠા કરવાની જરુર પડી હોત ખરી? જરુરીયાત અને શોધખોળ એ જીન્દગીના સમાન્તર પાટા પર હાથમાં હાથ નાખીને દોડતી બે સગી બહેનો છે.
માણસે જીવનમાં કાપકુપ ભેગી સાંધસુંધ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્ને વીના એને ચાલતું નથી. મદારીના કરંડીયામાં સાપ અને નોળીયો સાથે રહે તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય તે પહેલાં મેઝરટેપ પોતાનો ચુકાદો સમ્ભળાવે છે. ક્યાંથી કેટલું કાપીને દુર કરવું… અને ક્યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભુમીકા, સોય અને કાતર કરતાં વધુ મહત્વની છે. ‘મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો!’ (કાયદાનો ધરમકાંટો રંગ લાવે છે ત્યારે સંજય દત્તને છ વર્ષની જેલ થાય છે) દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે. ધર્મની મેઝરટેપ… શીક્ષણની મેઝરટેપ…! સમાજની મેઝરટેપ…! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, તે છે ‘વીજ્ઞાન અને સત્યની મેઝરટેપ’ તેનું નામ છે રૅશનલીઝમ! શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતાં નથી. એથી રૅશનલીઝમનું નામ પડતાં જ તેમનું મોં ચઢી જાય છે. આસ્તીકોની ફુટપટ્ટીમાં દશ ઈંચ હોય છે. નાસ્તીકોની ફુટપટ્ટીમાં 14 ઈંચ હોય છે. એક માત્ર વીજ્ઞાન પાસે બાર ઈંચની સાચી ફુટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનીક તારણો પર આઈ.એસ.આઈ.નો માર્ક લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવા સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે સોનાને સોનું અને કથીરને કથીર કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી; પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોનું કે ચાંદી ખરીદતો માણસ કહેવાતા ભગવાનના મામલામાં જરાય ગમ્ભીર નથી. તે જ્યાંથી જેવો મળ્યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં ખરીદી લે છે. (કોઈ જોરદાર ચમત્કાર કરી બતાવે તો તે ‘સત્યશોધક સભા’ના સભ્યોને પણ ભગવાન ગણી લેતાં અચકાતો નથી) વીજ્ઞાનના ઘડીયાળમાં સત્યના સાચા ટકોરા પડે છે. (વીજ્ઞાન પોતાના ટેસ્ટરથી ચકાસીને જાહેર કરે છે– ‘ના આ ગાંધીજી નથી બેનકીંગ્સલે છે!’) આસ્તીક નાસ્તીક વચ્ચે હમ્મેશાં એક અદ્રશ્ય ગજગ્રાહ ચાલતો આવ્યો છે. બન્ને સમ્પુર્ણ સાચા ના હોય શકે અને સમ્પુર્ણ ખોટા પણ ના હોય શકે. પણ સત્ય તો એક જ હોય છે. અર્થાત્ બેમાંથી કોઈ એકની પાસે અસત્ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જીદ્દ પર અડી જાય છે ત્યારે વીજ્ઞાનની બાર ઈંચવાળી અસલી ફુટપટ્ટીની જરુર પડે છે. થાય છે એવું કે આસ્તીક સમક્ષ કોઈ અજાણ્યા બાળકને એમ કહીને રજુ કરવામાં આવે કે આ તમારો નાનપણમાં ખોવાઈ ગયેલો દીકરો છે તો તે કોઈ પણ ચકાસણી વીના સ્વીકારી લે છે. નાસ્તીકોનું દુઃખ એ છે કે ખુદ તેમના માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારા માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ ટેસ્ટ કરાવવાની જીદ્દ પકડે છે. બન્ને તરફનું આવું જડ વલણ નુકસાનકારક છે. દોસ્તો, બન્ને વચ્ચે કેવળ સત્યની જ લડાઈ હોત તો સત્ય સાબીત થયા પછી હારજીતની નામોશી વીના સૌએ તે સ્વીકારી લીધું હોત. પણ, બન્ને ઈચ્છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્ય તરીકે સ્વીકારે. ન્યાયનો તકાદો એ છે કે પ્રત્યેક બૌદ્ધીકોએ એવું વલણ રાખવું જોઈએ કે આસ્તીક નાસ્તીક જે માનતા હોય તે; પણ વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું– ‘સત્ય’; પણ મુશ્કેલી એ છે કે વીશ્વભરના તમામ વૈજ્ઞાનીકોમાં પણ ઈશ્વર અંગે મતમતાંતરો પ્રવર્તે છે એ સંજોગોમાં શું કરવું? કંઈક એવું સમજાય છે કે થર્ડ અમ્પાયર પણ સત્ય વીશે અવઢવમાં હોય તો એ આખો પ્રશ્ન ભવીષ્ય પર છોડી દઈ સૌએ પૌતપૌતાનું કામ કરતાં રહેવું જોઈએ. આમેય ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય ન હોય માનવીની રોજીન્દી જીન્દગીમાં કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુઃખદર્દો ઓછાં થઈ જવાનાં નથી. અને ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.
ધુપછાંવ
વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે.
એ દીવડાનું તેલ એટલે બુદ્ધી..!
–દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 26 મે, 2019ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : 02637 242 098 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ખુબ સરસ લેખ ગોવિંદભાઈ અને દીનેશભાઈ આભાર. મને યાદ છે. જ્યાં સુધી ઈન્ડીયા હતો ત્યાં સુધી ‘ગુજરાત મીત્ર’માં દીનેશભાઈના એકેએક લેખ વાંચ્યા હતા. આ લેખ પણ વાંચેલો. ફરીથી વંચાવવા બદલ આભાર.
LikeLiked by 2 people
સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ
–દીનેશ પાંચાલ
ખરી રીતે જોતા સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ – અને એ સ્વર્ગ પૃથ્વી પર નું સ્વર્ગ છે. આ પૃથ્વી પર ના સ્વર્ગ નો ફાયદો ધર્મ ઝનૂનીઓ ઉપરાંત પૃથ્વી પર પોતાને પરમેશ્વર ના એજન્ટ માનતા સાધુઓ, પંડિતો, મુલ્લાઓ, બાબાઓ, પાસ્ટરો, પણ ઉઘાડે છોગે ઉપાડે છે. બીજા અર્થ માં એ કહી શકાય કે તેઓ સાયન્સ ને અંતઃકરણ પૂર્વક સ્વીકારે છે. તેમ છતાં તેઓ અંધશ્રદ્ધા ને છોડતા નથી અને બીજા અંધશ્રદ્ધાળુઓ ને પણ નથી છોડવા દેતા. આને કરમ ની કઠણાઈ જ કહેવાય.
LikeLiked by 1 person
It is a very thoughtful article. I really appreciate the author.
Thanks so much.
Pradeep H. Desai
USA
LikeLiked by 2 people
” Wonder rather than doubt, is the root of all knowledge.”
Nelson Mandela said, ” Education is the most powerful weapon, we can use to change the world.”
India’s great scientist & President said, ” Dream, is not what you see in sleep. It is the thing which does not let you sleep.”
Albert Einstein said, ” Gravitation is not responsible for people falling in LOVE.”
” Follow your heart , but…take your BRAIN with you. ”
” Your past mistakes are meant to guide you, not define you.”
શ્રી દીનેશ પાંચાલની આજના લેખની છતાં જુદી જ છે. ખૂબ ગમી. આખો લેખ સરસ મઝાનો અને આંખ ખોલનારો બન્યો છે. વિજ્ઞાનને જ ઘર્મ બનાવીને જૂઓ….તેના નિતી, નિયમો જીવનમાં પાળીને જૂઓ….તમારી પ્રગતિ…. સચ્ચાઇના પયગંમ્બર બની જશો. જ્યાં સુઘી પરિણામ સફળતાવાળું અને સંતોષજનક હોય તેમાં માનતા થઇ જશો.
૨૦૨૦નું વરસ જે રીતે માણીઅે છીઅે તે વિજ્ઞાન વિના શક્ય નહી હોત.
પૃથ્વિ ઉપર ફક્ત અેક જ ઘર્મ હોવો જોઇઅે….વિજ્ઞાનઘર્મ.
અમુત હઝારી.
LikeLiked by 1 person
ખુબજ સરસ અને સુંદર વિવરણ
LikeLiked by 2 people
મા દીનેશ પાંચાલનો સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ સ રસ લેખ
‘વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું– ‘સત્ય’’;સત્ય છેવટનું નહી પણ સાપેક્ષ ..દા ત
Einstein invented E=mc^2. The equation, in different form, existed for about a year before Einstein published his first paper.
The equation is derived from and contained in Henri Poincaré’s thought experiment equation, M=S/c^2. for the momentum of radiation. It’s a 1 kg light emitting apparaાન્દ્tus(LEA) that shoots, like a cannon, 3 million joules of radiation in one direction with a LEA recoil of 1cm/sec.
Einstein made the speed of light relative to the observer’s frame. It is true, as Einstein claimed, that all observers will measure the speed of light to be (c) in any frame. … Just because you can’t measure absolute rest doesn’t mean it can’t exis +DARK ENERGY. Einstein thought his biggest mistake was refusing to believe his own equations that predicted the expansion of the Universe. Yet we now know he actually missed out on predicting something even bigger: Dark Energy. The trouble began when he first applied General Relativity, to the entire Universe આવા તો અનેક સત્યો છેવટના નથી રહ્યા પણ તબીબી વૈજ્ઞાનીકોએ ઘણુ નુકશાન કર્યું કે અમેરીકામા ત્રીજા નંબરે મૃત્યુના કારણમા આવે છે ! ખૂબ જાણીતી વાત કે તબીબો હડતાલ પર હોય ત્યારે દર્દીઓના મરણ પ્રમાણમા ઘટાડો થાય છે ! અમેરીકાના ફાર્મસી ઉદ્યોગના વૈજ્ઞાનીકોએ છેવટના સત્યને ઘણી જગ્યાએ નુકશાનકારક ગણી છે !
‘વીશ્વભરના તમામ વૈજ્ઞાનીકોમાં પણ ઈશ્વર અંગે મતમતાંતરો પ્રવર્તે છે એ સંજોગોમાં શું કરવું? કં
ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય ન હોય માનવીની રોજીન્દી જીન્દગીમાં કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુઃખદર્દો ઓછાં થઈ જવાનાં નથી. અને ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.’ આ સત્ય સ્વીકાર્યું તે સારી વાત છે પવન જેવી અનેક વાત અનુભવવાની છે તે દેખાતી નથી તે સત્ય નથી.
LikeLiked by 1 person
“થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવા સત્યનો સ્વીકાર કરે છે.” આ રીતે જીવનના દરેક ક્ષેત્રમાં સાચી વાતનો સ્વીકાર થઈ શકતો હોય તો ઘણાં અણબનાવ શાંત થઈ જાય. સરસ લેખ. સરયૂ પરીખ
LikeLiked by 1 person