દેશની પ્રથમ મહીલા ડીજીપી કંચન ચૌધરી ભટ્ટાચાર્ય

દેશની પ્રથમ મહીલા ડીજીપી
કંચન ચૌધરી ભટ્ટાચાર્ય

–ફીરોઝ ખાન

આજે ફરી એકવાર નારીશક્તી વીષે વાત કરવી છે. કંચન ચૌધરી એક મહીલા છે; સાથેસાથે જાંબાઝ પોલીસ ઑફીસર પણ હતા. ભારતીય પ્રથમ મહીલા આઈ.પી.એસ. અધીકારી કીરણ બેદી હતા. 1973માં કંચન ચૌધરી પણ દેશના બીજી મહીલા આઈ.પી.એસ. અધીકારી બન્યા હતા. તેઓએ પોતાના કરીયરમાં અનેક ઉપલબ્ધીઓ હાંસલ કરી, તેઓ દેશના સૌ પ્રથમ મહીલા સર્વોચ્ચ પોલીસ ઑફીસરડીજીપી (Director General of Police) થયા.

કંચનના નામ માત્રથી અપરાધીઓ થરથર કાંપતા હતા. એક મહીલા હોવા છતાં અપરાધીઓમાં પોલીસનો ડર પેદા કરવામાં તેઓ સફળ રહ્યા હતા. એટલું જ નહીં પોલીસ ખાતામાં રહી ને તેમણે ઘણા સારા કાર્યો પણ કર્યાં. કહેવાય છે કે 3 ફેબ્રુઆરી, 1967ના  રોજ એમના પીતા મદન મોહન ચૌધરી સાથે પોલીસે અમાનુષી વર્તન કરેલું. કંચન અને  તેમની નાની બહેન કવીતાએ આ અમાનુષી વર્તનના ફોટા જોઈ, બંને બહેનોએ પ્રણ લીધો કે મોટા થઈને બંને બહેનો કૈંક મોટું કાર્ય જરુર કરીશું. નાની બહેને ‘ઉડાન’ ટી.વી સીરીયલ દ્વારા એમના પીતા પર પોલીસે જે જુલ્મો વર્તાવેલા એ પુરા દેશને બતાવ્યા. અને મોટી બહેન કંચન આઈ.પી.એસ. અધીકારી બની.

કંચન અને કવીતા આમ તો હીમાચલ પ્રદેશના હતા; પરન્તુ બંનેએ અમૃતસર અને દીલ્હીથી શીક્ષણ પ્રાપ્ત કર્યું હતું. કંચન અંગ્રેજીમાં એમ.એ. થઈ. 1973માં પહેલી વાર કંચને આઈ.પી.એસ.ની પરીક્ષા અને ઈન્ટરવ્યુ  આપ્યા અને પહેલા જ પ્રયત્ને સફળ થયા. તેઓ ઉત્તર પ્રદેશના પહેલા ડી.આઈ.જી. બન્યા. પોતાના લગભગ 33 વર્ષના સેવાકાળમાં એમણે અનેક સંવેદનશીલ કેસો, જેમાં બેડમીન્ટન ખેલાડી સઈદ મોદી અને રીલાયન્સ – બોમ્બે ડાઈંગ પણ હેન્ડલ કર્યાં. આ જાંબાઝ ઑફીસરે ઉત્તર પ્રદેશના 13 ખુંખાર ડાકુઓને ઘુંટણીયે લાવી દીધા હતા.

15 જુન 2004ના રોજ ઉત્તરાખંડના પહેલા ડીજીપી બની એક નવો ઈતીહાસ રચ્યો. ડીજીપી તરીકેની પોતાની પહેલી સમીક્ષા બેઠકમાં એમણે પોલીસ ઑફીસરોને ચોખ્ખું પરખાવી દીધું કે ‘સુધરી જાઓ અથવા ઘરે જાઓ.’

1997માં તેઓને બહાદુરી માટે ‘રાષ્ટ્રપતી ઍવોર્ડ’ આપવામાં આવ્યો. 2004માં મેક્સીકોમાં થયેલી ઈન્ટરપોલની બેઠકમાં ભારતનું પ્રતીનીધીત્વ કરેલું. એમણે ભારત સરકાર તરફથી અફઘાનીસ્તાનનો પ્રવાસ પણ કરેલો. અમુક સમય માટે તેઓએ ‘ઈન્ડીયન હ્યુમન રાઈટ્સ કમીશન’માં પણ સેવા આપેલી.

એક પત્રકારે તેમને એક વખત પુછ્યું કે, “તમે પોલીસ ઑફીસર શા માટે બન્યા?” એમનો જવાબ બહુ જ સુંદર હતો. તેમણે કહેલું, “ભારતમાં નારીને દેવી ગણી પુજા તો કરવામાં આવે છે. આપણા ધાર્મીક ગ્રંથોમાં પણ નારીને બહુ ઉંચા સ્થાને બેસાડેલી છે; પરન્તુ હકીકતમાં આપણા સમાજમાં એવું થતું નથી. નારીને અબળા ગણી ઘરની ચાર દીવાલોથી લઈ ભરબજારમાં કે જાહેર રસ્તામાં નારી પર તેજાબ ફેંકવાના ને બળાત્કાર કરવાના કીસ્સા મીડીયામાં આવતા રહે છે. મેં નક્કી કર્યું હતું કે હું નારીનું બીજું સ્વરુપ પણ આપણા દેશ અને સમાજને બતાવીશ. એમને ન્યાય અપાવીશ.”

“હું અને મારી નાની બહેન કવીતા જયારે નાના હતાં ત્યારે પ્રોપર્ટીના એક વીવાદમાં અમારા પાપાને પોલીસે ખોટી રીતે સંડોવી એમના પર જુલ્મો કરેલાં. તે અમે નજરે જોયા હતાં. મને ખબર છે કે આપણા દેશની પોલીસ કેવી છે. બધાં જ ખરાબ નથી. કાગડા બધે જ કાળા હોય છે. મારા પાપાનો બદલો લેવા હું પોલીસ અધીકારી બની નથી. પોલીસ ખાતામાં પણ ખુબ ભ્રષ્ટાચાર છે. હું દાવો નથી કરતી કે હું એને સમુળગો દુર કરીશ. પણ હા, મારા વીભાગમાં એને શક્ય એટલો ઓછો જરુર કરીશ. કાયદાનું સન્માન કરનારા લોકોએ પોલીસથી ડરવાનું ન હોય. અમુક કીસ્સાઓમાં તો પોલીસ જ સીધા સાદા લોકોને અપરાધી બનાવી દેતી હોય છે. શક્ય હોય ત્યાં સુધી હું એ બનવા નહીં દવું. હું તો કહું છુ કે વધુને વધુ મહીલાઓએ પોલીસ અધીકારી બનવું જોઈએ”

એમની નાની બહેન કવીતા ચૌધરીએ કંચન ચૌધરીના જીવન પર આધારીત ‘ઉડાન’ ટી.વી સીરીયલ બનાવી. એમાં પોલીસ ઑફીસર કલ્યાણી સીંહનું પાત્ર મોટી બહેન કંચન ચૌધરીના જીવન પર આધારીત હતું.

વય નીવૃત્તીથી નીવૃત્ત થયા બાદ કંચન ચૌધરીનું 26 ઓગસ્ટ, 2019ના રોજ લાંબી બીમારીના કારણે નીધન થયું. કંચન એક ઈતીહાસ રચી ગયા.

દાસ્તાને તો બહોત હોતી રહેગી દુનીયામેં,
કંચન તેરા નામ મગર મીટાયા ના જાયેગા.

દીલ સે કંચનને સેલ્યુટ..

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 21 મે, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

8 Comments

 1. A positive performance in a demanding environment! I salute her from the bottom of my heart … she inspires a lot of young women not to give up!

  Liked by 1 person

 2. ખુબ ઉત્તમ પ્રકારની માહીતી ગોવીન્દભાઈ લઈ આવ્યા એથી આનંદ થયો. આ માટે આપનો તથા ફિરોઝ ખાનનો હાર્દીક આભાર. બહુ જ રસપુર્વક લેખ વાંચ્યો પણ જાણે હજુ વધુ માહીતીની ઉત્કંઠા રહી હતી. ફરીથી આપ બંનેનો આભાર.

  Liked by 1 person

 3. શ્રીમાન ફિરોઝ ખાન સાહેબ ને વિશિષ્ટ વ્યક્તિઓ ના એન્સાઇક્લોપીડિયા કહી શકાય, કારણ કે તેઓ વાંચકો ને આવા unsung heros વિષે માહિતી ભર્યા લેખો પુરા પાડે છે. ધન્યવાદ.

  Liked by 1 person

 4. શ્રી ફોરોઝખાને આપણને અેક સુંદર સજીવ, જીવંત દાખલાને જીવીત કર્યો.
  આર્યો અને હિન્દુઓના સમયમાં રુષિપત્નિઓ પણ મુનીઓની સાથે આશ્રમો ચલાવવામાં મદદરુપ થતાં. જ્ઞાન પીરસતા.
  વર્ણવ્યવસ્થાના સમયમાં મનય મહારાજે સ્ત્રીઓને કાયદાના બંઘનમાં બાંઘીને સજાને પાત્ર પણ બનાવી દીઘી હતી. મનુસંહિતા વાંચનારને સમજમાં આવશે.
  મઘ્યયુગમાં પણ રાજ્યોને ચલાવવામાં સ્ત્રીઓ મદદરુપ થતી.
  જેને કલીયુગ કહેતા તે યુગમાં સ્ત્રીઓને ઘરકુકડી બનાવી દીઘી હતી. પુરુષયુગ હતો.
  મોગલોના જમાનામાં લગભગ ૧૧૦૦ વરસો સ્ત્રીઓને કોઇ અઘિકારો ન્હોતા.
  બ્રિટીશ રાજયના દિવસોમાં ભારતીય સ્ત્રીઓને પોતાના મનનું ભણતર મેળવવાની, આઝાદીની ચરવળમાં ભાગ લેવાનીથી માંડીને બીજા કાર્યોમાં ભાગ લેતા થયા….
  અને તે સમયથી ાાજસુઘી….સ્ત્રીઓને આઝાદી મળી છે….તેઓ પોતાને ગમતા અભ્યાસ કરવાની આઝાદી છે ઇન્જીનીયર બની છકે છે, ડોક્ટર બની શકે છે, ટીચર બની શકે છે…પોલીસ માં જોડાઇ શકે છે અને પોતાની શક્તિ બતાવી શકે છે. પુરુષ સમોવડી બની શકે છે. લશ્કરમાં ઉપરી અઘિકારી બની શકે છે.
  કદાચ અેવું પણ બને કે પુરુષોને તેમની અંડરમાં કામ કરવાની શરમ લાગે.
  ડી.અેસ. પી, કંચન ચૌઘરીને હાર્દિક અભિનંદન. અને ઇચ્છા ઘરાવીઅે કે તેઓ મહિલાઓને આગળ આવવા મદદ કરે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s