સ્ત્રી શક્તીનો પરચો

દારુના દૈત્યથી કેટલીય યુવાન બહેનોના સેંથાના સીંદુર ભુંસાયા, કેટલીય બહેનોના સંસાર ઉજડયા, કેટલાંક વૃધ્ધ માતા-પીતાનો સહારો છીનવાયો તો કેટલાંક બાળકોના પીતા અને ઘરનો મોભ ન રહેવાથી બહેનોને પરીવારના ભરણ પોષણ માટે સંઘર્ષ કરવો પડે છે. દારુના દુષણથી યુવા પેઢીમાં ટી. બી. ના દર્દી વધી રહ્યા છે. સમાજમા ફેલાયેલા દારુના આવા દુષણોથી ત્રસ્ત સુરત અને તાપી જીલ્લાના ‘સખી મંડળ’ની સ્ત્રી શક્તી જાગૃત થઈ, રેલી કાઢીને વહીવટી તેમજ પોલીસ તંત્રને આવેદન/ અલ્ટીમેટમ આપ્યા.. પોલીસે સહકાર આપવાને બદલે નીષ્ક્રીયતા દાખવીને સખી મંડળની બહેનો ઉપર રોફ જમાવ્યો !!! ત્યારે ‘સખી મંડળ’ની બહેનોએ દીવસ અને રાત્રે દરોડા પાડીને દેશી-વીદેશી દારુનો હજારો લીટરનો જથ્થો પક્ડી પાડ્યો. એટલું જ નહીં નશો વધારવા માટે દારુમાં વાપરવામાં આવતી ટીકડી, નવસાર, અખાદ્ય ગોળ, બેટરીના સેલ વગેરે જીવલેણ પદાર્થોના મુદ્દામાલ પણ કબજે લઈ તેનો ખુરદો બોલાવીને  દારુડીયાઓ, બુટલેગરો અને પોલીસની પોલ ખોલી નાંખી છે. આ ઝુંબેશ દરમ્યાન મહુવા તાલુકાના સાંબાગામે દારુ પીનારાઓને  ‘સખી મંડળ’ની બહેનોએ ઉઠાડી મુકતાં તેઓમાંની એક બહેનને માર મારવામાં આવેલ. જે ખુબ જ આઘાતજનક છે ! આમ છતાં આ બહેનો મક્કમ મનોબળ સાથે બુટલેગરોને સજા કરવા કટીબધ્ધ છે. બ્લોગ ઉપર પોષ્ટ કરવાના સમયે મળેલ જાણકારી મુજબ ‘સખી મંડળ’ની બહેનોએ રેલ્વે મારફત ઠલવાતો દારૂનો જથ્થો ઝડપી લઈને રેલ્વે પોલીસની પણ પોલ ખોલી નાંખી છે. સ્ત્રી શક્તીની જાગૃતી અને ક્રાંતીકારી પગલા લેવા માટે  ‘સખી મંડળ’ ની બહેનોને ખુબ ખુબ અભીનંદન…

સમાજમાં વ્યાપેલ અન્ય સામાજીક પ્રદુષણો તેમજ અંધશ્રદ્ધા નીર્મુલન અંગે વ્યાપક આંદોલન હાથ ધરીને જનજાગૃતી કેળવવાની પણ ખુબ જ  જરુર છે. ‘સખી મંડળ’ ની બહેનો જો આ આંદોલન શરુ કરશે તો સમાજનું દર્પણ અવશ્ય ઉજળું થશે.

સુરત અને તાપી જીલ્લામાં ક્રાંતીકારી વીચારધારાને વરેલા સખી મંડળોની કામગીરીની મશાલ ધીરે ધીરે અમારા નવસારી જીલ્લાના વાંસદા, ચીખલી તેમજ ગણદેવી તાલુકાઓમાં ‘જ્યોતસે જ્યોત જલે’ની જેમ પ્રજ્વલીત થઈને વહીવટી તેમજ પોલીસ તંત્રને દારુના અડ્ડાઓ પાંચ દીવસમાં બંધ કરાવવા માટે રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. વાંસદા તાલુકાના ૯૫ ગામોમાં દેશી-વીદેશી દારુની હાટડીઓ ધમધમે છે. જે પૈકી લાખાવાડી ગામમાં દારૂનું એક પણ ટીંપુ મળતું નથી. જે લાખાવાડી ગામના સરપંચ શ્રી બાબુભાઈની સામાજીક સજાગતાને આભારી છે. રણમાં વીરડી સમાન સરપંચ શ્રી બાબુભાઈમાંથી પ્રેરણા લઈને અન્ય ગામના આગેવાનો, સર્વોદય કાર્યકરો અને પોલીસ તંત્ર લાખાવાડી ગામનો દાખલો લે તો સખી મંડળને આવા આંદોલન કરવાની આવશ્યકતા જ ન રહે.

‘સખી મંડળ’ ની બહેનોનો ઉત્સાહને બુલંદ બનાવવા માટે ‘જ્યોતસે જ્યોત જલે’ ની જેમ સાચા દિલથી તેઓની આ સાચી લડતમાં આવો આપણે પણ યથા યોગ્ય સહકાર આપીએ.

ગોવીન્દ મારુ

17 Comments

 1. સખીમંડળ ની બહેનો ને હર્દિક અભિનન્દન …!! એમના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે એવી હર્દિક શુભેચ્છા..!

  Like

 2. સ્ત્રી શક્તીની જાગૃતી અને ક્રાંતીકારી પગલા લેવા માટે ‘સખી મંડળ’ ની બહેનોને ખુબ ખુબ અભીનંદન…

  Like

 3. આ તો અ મા રો પ્ર દે શ
  અમે આસરકારક રીતે ન કરી શક્યા તે કામ થયું !
  સખીમંડળ ની બહેનો ને હર્દિક અભિનન્દન

  Like

 4. Congratulations to Sakhimandad. It is a good way to solve this drinking problem. Alcohol not only kills the person who is drinking but also the whole family.

  Avajo,

  Vinod Patel, USA

  Like

 5. This type of reform movement makes people more daring,courageous,and bring out MILI BHAGAT of corrupt police and other BABUS in administrations in limelight,expose their crook cronies of their evil and unsocial acts and practices.We all ordinary LOGS should always give cooperation in such movements and activities.Our big Salute and SALAMS to the sisters of SAKHI-MANDAL,keep it up and destroy them who has helped to destroy our familes.

  Like

 6. ખુબ જ સરાહનીય કામ સખીમંડળની બહેનોએ શરુ કર્યું છે. એ બહેનોને ખુબ ખુબ ધન્યવાદ. એમાંથી પ્રેરણા લઈ દરેક જીલ્લામાં, તાલુકામાં અને દરેક ગામોમાં આ પ્રવૃત્તી ચાલુ થાય અને માત્ર બહેનો જ નહીં ભાઈઓ પણ એમાં જોડાય અને સહકાર આપે એમ ઈચ્છીએ.

  આ સમાચાર ન્યુઝપેપરમાં વાંચેલા, પણ આપે આપના બ્લોગ પર પણ બહુ જ સરસ રીતે મુક્યા એ બદલ આપને પણ હાર્દીક અભીનંદન ગોવીંદભાઈ.

  Like

 7. આપનો લેખ વાંચી ઘણો આનંદ થયો. સખી મંડળ ની બહેનો એ ખુબજ સારું કામ હાથમાં લીધું છે. સખી મંડળ ની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.જો સમાજના બધા લોકો સખી મંડળ ની બહેનો ને સાથ આપે તો આ દૂષણ દૂર થઈ જાય.

  Like

 8. LEKH KHUB SARO LAGIO,
  SAKHI MANDAL NI RELY AMJ CHALTI RASHE TOU BAPU NI GUJRAT MA DARU NU TIPU RAHSE NAHI.ANE EJ BAPU NI SACHI “SHRNDHANJALI”THASE.

  Like

 9. આ આંદોલનમાં બહેનોની સાથે છેતરપીંડી થવાનો મને ભય છે. જેથી રાજકારણીઓને બદલે સ્વાતંત્ર્ય સેનાનીઓ કે સર્વોદય કાર્યકરો ‘સખી મંડળ’ની બહેનોને માર્ગદર્શન અને આગેવાની પુરી પાડે તે જરુરી છે. સમાજમાં વ્યાપેલ અન્ય સામાજીક પ્રદુષણો પૈકી અંધશ્રધ્ધા નીર્મુલન માટે વીજ્ઞાન મંચ, નવસારી વતી સંપુર્ણ સહકાર આપવાની ખાતરી આપુ છું..
  ગોવીન્દ મારુ

  Like

 10. Daru Bandhi eeaj Gujarat Mate Kharab Chhe samjo…. Vichhro…ane….Lakho….

  Karan Daru Bandine Karanej abadhi smashyao
  chhe….Karan….Kudarat na niyam nu Virudh karya chhe…jem ke Shankar Bhagvane kahyu hatu ke thran time nahvanu….eek time Khavanu….jyare Kashmir na pandit ” Hoshiyar Loko a…..Bhartni praja alshi bani rahe tee mate…..charcha vicharna baad….ultu kari nakhiyu..tran time khavu ane eek time nahvanu
  avuj kaink Bhart ni agna praj pate chhe…Daru bandhi

  Like

 11. આપનો લેખ વાંચી ઘણો આનંદ થયો.ખુબ જ સરાહનીય કામ સખીમંડળની બહેનોએ શરુ કર્યું છે,ખુબ ધન્યવાદ

  Like

 12. ‘સખી મંડળ’ ની બહેનોનો ઉત્સાહને બુલંદ બનાવવા માટે ‘જ્યોતસે જ્યોત જલે’ ની જેમ સાચા દિલથી તેઓની આ સાચી લડતમાં આવો આપણે પણ યથા યોગ્ય સહકાર આપીએ.

  Like

  1. પ્રીય નટવરભાઈ,
   આવો ‘જ્યોતસે જ્યોત જલે’ ની જેમ સાચા દિલથી આપણે પણ ‘સખી મંડળ’ ની બહેનોનો ઉત્સાહને બુલંદ બનાવીને તેઓને સાથ અને સહાકાર આપીએ.
   આભાર.
   ગોવીન્દ મારુ

   Like

 13. દારૂ અને જુગાર જેવા દુષણોના કારણે અનેક પરિવારો ઉજડી ચૂક્યાં છે ત્યારે આવા ભયંકર દુષણો સામે બેબાકીથી લડતાં ‘ સખી મંડળ ‘ ના બહેનો ને મારા દિલ થી સલામ . ‘ સખી મંડળ ‘ ના બહેનો ને તેમના ધ્યેયમાં સફળતા મળે તે માટે ખુબ ખુબ શુભેચ્છાઓ .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s