સત્તા અને પરીવર્તન

આજકાલ કેટલાંક લોકો કહે છે કે, સત્તા પરીવર્તનથી જ વ્યવસ્થા પરીવર્તન થશે. વળી કેટલાંક વ્યવસ્થા પરીવર્તનથી જ સત્તા પરીવર્તન થશે એવું કહે છે. એક જ વાતને બે મોઢે ઉચ્ચારવામાં આવે ત્યારે બોલનારા કરતાં સાંભળનારાએ નીર્ણાયક ભુમીકા ભજવવી જોઈએ. બહુજન સમાજે આ બાબત સમજી લેવાની ખાસ જરુર છે. વ્યવસ્થા પરીવર્તન પહેલાં કે સત્તા પરીવર્તન પહેલાં? આ વીતંડાવાદમાં ફસાવાને બદલે બહુજન સમાજે સ્વમાનભેર જીવન જીવવું જોઈએ. બહુજન સમાજને બન્ને પરીવર્તનોની જરુર છે. વ્યવસ્થા પરીવર્તન વીના સત્તા પરીવર્તન સ્થીર થઈ શકે નહીં. સત્તા પરીવર્તનને સ્થીર કરીને જ સાધ્યનું સાધન બની શકે છે. ફક્ત સત્તા પરીવર્તન કેટલાંક લોકોને એશોઆરામની જીંદગી જીવવાનો સ્વાર્થ પ્રાપ્ત કરવાનું સાધન બની રહેવાની સંભાવના છે. સત્તા પરીવર્તન વ્યક્તીલક્ષી હોય છે. જ્યારે વ્યવસ્થા પરીવર્તન સમાજલક્ષી હોય છે. જો વ્યવ્સ્થા પરીવર્તનથી સત્તા પરીવર્તન થાય તો તે સત્તા સમજોપયોગી હોય છે. એથી જ તો આ સત્તાને સ્થીર રાખવાની જવાબદારી સમાજની હોય છે.

વ્યક્તી વીકાસ માટે જેમ વીભીન્ન અંગ હોય છે. એવી જ રીતે સમાજ વીકાસના પણ વીભીન્ન અંગ હોય છે, આ તમામ અંગોને પોતપોતાનું કાર્યક્ષેત્ર હોય છે. આ તમામ અંગોનો સંતુલીત વીકાસ થાય ત્યારે જ સમાજસુર્દઢ થાય. જો કોઈ એકાદ અંગનો જ વીકાસ થાય અને અન્ય અંગ અવીકસીત રહે તો આ અસંતુલનથી પંગુતા આવી જાય. સામાજીક, સાંસ્કૃતીક, શૈક્ષણીક, આર્થીક, રાજનૈતીક ઈત્યાદી ક્ષેત્રોમાં સમાજનો સર્વાંગી વીકાસ થવો અત્યંત આવશ્યક છે. આ તમામ ક્ષેત્રોનો એક્મેકમાં આવશ્યક સંતુલન પણ હોવું જરુરી છે. એ જ રીતે વ્યવસ્થા અને સત્તા પરીવર્તનનું સંતુલન પણ આવશ્યક છે. આ બન્નેનાં ક્ષેત્રો અલગ અલગ હોવા છતાં સમાજના વ્યવસ્થા પરીવર્તન માટે સામાજીક આંદોલનની તાતી જરુર છે. આમ બન્નેના કાર્યક્ષેત્રો વીભીન્ન હોય એકમેકમાં થતો ટકરાવ અનાવશ્યક અને ગેરવાજબી છે. બહુજન સમાજે પોતાના સ્વમાન પ્રાપ્તીના ધ્યેય માટે પોતાના જ બુધ્ધીજીવીઓને કાર્યરત કરી યોજનાઓ બનાવીને સંતુલીત ગતીવીધીથી શક્તીશાળી બનાવવાની ખુબ જ જરુર છે.

ગોવીન્દ મારુ

8 Comments

 1. Dear G.Maru,
  Change the man. Any social or political unit is made up of the human being. If u give any importance to the political Or social institution they will use the man for their interest. This is the history of the man kind. It is the man who has created the all social units for his survival & development. Now these units have overpowered the man. Humanism is for the restorations of the order. Thanks.Bipin Shroff.

  Like

 2. પરિવર્તન એ નિયમ છે પણ તે કહેવાતા બુધ્ધિજીવીઓ દ્વારા સહેલું લાગતું નથી.હંમણાની આવી સ્થિતીમાં …
  અમારી સંસ્કૃતિ પર થયેલા બળાત્કારમાંથી પેદા થયેલી સંતાનો છીએ
  કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર પેદા કરનારી અમારી મા
  અમને સાવ useless લાગે છે
  અમને બસ એક જ વાત ગમે છે, સાચી લાગે છે
  અમારા ગોરા બાપે અમારા મનમાં ઊંડે સુધી
  ઘાલી-ઘુસાડી દીધેલો મંત્ર
  “એક ને એક બે”
  -હેમંત પુણેકરની જેમ ઢંઢોળી
  વ્યવસ્થા પરીવર્તન અને સત્તા પરીવર્તન એક સાથે સગુણાત્મક પરિવર્તનથી થશે
  તેમા અમારા નમ્ર વિચાર પ્રમાણે સર્વોદય વિચાર ક્રાન્તિ લાવશે
  પંક્તીઓ યાદ આવી
  સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
  જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

  મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,
  નયન નિરબળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.

  Like

 3. સતત પરીવર્તન એ કુદરતનો નીયમ હોવા છતાં પરીવર્તન માટે સતત વીરોધ એ માનવ સ્વભાવ રહ્યો છે.
  આપણે જરુર આપણી જાતમાં પરીવર્તન લાવી શકીએ. બીજામાં લાવવાના અભરખા વ્યર્થ છે.

  Like

 4. જય શ્રીકૃષ્ણ Govindbhai

  I’ll agry with sureshbhai,

  if we improve i.e. if every person improve themself the world i changed.

  આપ પણ મારા બ્લોગ પર પધારી આપનો અમૂલ્ય અભિપ્રાય આપી સહકાર આપશો.
  આપનો ડો,હિતેશ ચૌહાણ
  મનનો વિશ્વાસ http://drmanwish.wordpress.com/
  સુલભગુર્જરી http://sulabhgurjari.com/

  Like

 5. પરિવર્તન એ રોજીંદી પ્રક્રિયા છે. આપણે પરિવર્તન પામી રહ્યા છીએ. સત્તાથી પરિવર્તન આવે એ વાત ખોટી!!
  સત્તાધારીઓ પોતાના માટે જ પરિવર્તન લાવે છે.
  ઓબામા હોય કે સોનિયા!!! બધા જ એક જ વહાણના નાવિકો છે.
  રાજકારણથી કહેવાતા બૌધિકો દુર રહે તે ન થવું જોઇએ.

  આજે ભાજપે એની જુની પિપુડી વગાડી-રામ મંદિરની….!!

  આને આપણે પરિવર્તન કહીશું
  ????માફ કરશો…! મારે આવું પરિવર્તન નથી જોઇતું…
  !!

  આપણે સત્તાધારીઓને જ બદલવા જોઇએ!!

  નટવર મહેતા

  http://natvermehta.wordpress.com/

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s