ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ

–દીનેશ પાંચાલ

હમણાં એક સરકારી ઓફીસમાં દાખલો કઢાવવા જવાનું થયું. એવો ધક્કે ચઢાવ્યો કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા બે દીવસની રજા બગાડવી પડી. કર્મચારીઓની અંદરોઅંદરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાખલો કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ્જન ચાલુ ઓફીસે સત્યનારાયણની કથા સાંભળવા ગયા હતા. એ ગાંધીભાઈ જલદી પાછા આવી જાય એવી મેં સત્યનારાયણને પ્રાર્થના કરી; પણ વ્યર્થ !

અમેરીકાથી પધારેલા એક મીત્ર મારી સાથે હતા. ચાલુ નોકરીએ સત્યનારાયણની કથા સાંભળવાની સરકારમાન્ય સુવીધા નીહાળી તેઓ ઈર્ષાના માર્યા બળીને ખાક થઈ ગયા અને હીજરાતાં હૈયે બોલ્યા, ‘અમારે ત્યાં તો ઓફીસે પાંચ મીનીટ મોડા પહોંચો તોય પગાર કાપી લેવામાં આવે છે !’

એક વાત સમજાય છે. માણસના રોજીન્દા કામોમાં રુકાવટ લાવે એવી ભક્તી માણસે મનસ્વીપણે ઉભી કરી છે. ધર્મ કદી ચાલુ ઓફીસે કથા સાંભળવાનું કહેતો નથી. ભગવાનને પણ માણસની એવી ભક્તી સામે ખાસ્સો વાંધો હશે; પણ એનું સાંભળે છે કોણ ? બેંકમાં એક માણસ ડ્રાફ્ટ કઢાવવા ગયો. ડ્રાફ્ટ લઈ એણે ગાડી પકડવાની હતી. બાજુના ક્લાર્કે કહ્યું– ‘વાર લાગશે, ડ્રાફ્ટ લખનાર ભાઈ નમાઝ પઢવા ગયા છે !’ પેલા બીરાદર નમાઝ પઢીને આવ્યા ત્યાં સુધી ગ્રાહકે તેની આતુરતાભરી પ્રતીક્ષા કરી; પણ ગાડી તો નીકળી ગઈ !

સમજો તો દીવા જેવી ચોખ્ખી વાત છે. પ્રત્યેક માણસ માટે કર્તવ્યથી ચઢીયાતો ધર્મ બીજો એકે નથી. ખુદાની બંદગી કે પ્રભુની પુજા એ શ્રદ્ધાનો વીષય છે. તેનો વાંધો ન હોઈ શકે; પરન્તુ તેનો સમય લોકોને અડચણરુપ થાય એવો ન હોવો જોઈએ. ચાલુ નોકરીએ કર્મચારી સત્યનારાયણની કથા સાંભળવા જાય કે નમાઝ પઢવા જાય એમાં ઈશ્વર કે અલ્લાહ રાજી રહેતા હશે કે કેમ તેની ખબર નથી; પણ ગ્રાહકો અચુક મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

જરા વીચારો, એક પારસી ડૉક્ટર ઓપરેશન અધુરું મુકી અગીયારીમાં લોબાન કે સુખડ ચઢાવવા જાય તો દરદીની શી હાલત થાય ? એક હીન્દુ પાયલોટ ચાલુ વીમાને રામની માળા જપવા બેસે તો એવી ભક્તીથી રામચન્દ્રજી રાજી થાય ખરા ? કોઈ જૈનબંધુ બસડ્રાઈવર હોય અને માર્ગમાં જ્યાં દેરાસર નજરે પડે ત્યાં બસ થોભાવીને દર્શને જાય તો પેસેંજરોને પરવડે ખરું ? વીકસીત દેશોની પ્રજા ધર્મ પાછળ સમય બગાડતી નથી. તેઓ કામને જ પુજા ગણે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અદાલતમાં કેસ લડતા હતા તે સમયે તેમની માતાના મૃત્યુના સમાચાર મળ્યા; પરન્તુ સહેજ પણ અસ્વસ્થ થયા વીના તેમણે છેવટ સુધી વકીલાત ચાલુ રાખી અને કેસ જીત્યા. દરેક માણસ સરદાર પટેલ જેવી કર્તવ્યનીષ્ઠા દાખવે તો જીવનમાં તેનાં સારાં પરીણામો પ્રાપ્ત થઈ શકે. પરન્તુ આપણી તો ભક્તીય ભંગાર અને બંદગીય બોગસ ! એવી તકલાદી ભક્તીના એક બે દાખલા જોઈએ.

એક ગામમાં ગણેશોત્સવવેળા એક ઘટના બની હતી. ગણેશમંડળના થોડાક જુવાનીયાઓ મુર્તી ખરીદવા ગયા. બન્યું એવું કે પૈસા પરત કરવામાં મુર્તીવાળાથી એક ભુલ થઈ. પૈસા પરત કર્યા તેમાં સો રુપીયા સમજીને પાંચસોની નોટ અપાઈ ગઈ. થોડે ગયા ત્યાં ખ્યાલ આવ્યો કે મુર્તીવાળાએ ભુલથી ચારસો રુપીયા વધારે આપી દીધા છે. જેવી એ વાતની ખબર થઈ કે બધા યુવાનો ગેલમાં આવી ગયા. એકાદનેય એવો વીચાર ના આવ્યો કે ગરીબ મુર્તીવાળાને ચારસો રુપીયા પરત કરી દઈએ. એક–બે તો હરખના માર્યા ચીલ્લાઈ ઉઠ્યા– ‘ગણપતીબાપા મોરીયા…!’ (અમારા બચુભાઈ હોત તો જવાબ આપ્યો હોત– ‘ને ચારસો રુપીયા ચોરીયા…!’)

ધરમકરમવાળા આ દેશમાં ભગવાનના સોદામાંય લોકો આવી લુચ્ચાઈ આદરે છે ત્યાં બૉફોર્સના તોપસોદાની શી વીસાત ? થોડા વખત પરની એક બીના. એક મુસ્લીમ મીકેનીકે એક માણસનું સ્કુટર રીપેર કરતી વેળા તેમાંથી નવી કોઈલ કાઢી લઈને જુની નાંખી આપી. સ્કુટર માલીકે ઝઘડો કર્યો અને પોતાની નવી કોઈલની માંગણી કરી. મીકેનીકે કહ્યું: ‘અમારા રોજા ચાલે છે. રોજામાં અમે થુંક પણ ગળતા નથી તો ધંધામાં જુઠું શુ કામ બોલીએ ? મેં તમારી કોઈલ બદલી જ નથી !’ પેલા સ્કુટર ચાલકે છેવટે ભારે મનદુ:ખ સાથે વીદાય લીધી.

ચારેક દીવસ બાદ બન્યું એવું કે એના ભાઈના સ્કુટરની કોઈલ ફેઈલ થઈ ગઈ અને યોગાનુયોગ એ જ મીકેનીક પાસે તે ગયો. પેલા મીકેનીકે પેલી ચોરી લીધેલી કોઈલ નાંખી પૈસા ઉપજાવી લીધા. (કોઈલ પર પેલા મુળ માલીકે રંગ વડે નીશાની કરી હતી એથી તુરત ઓળખી ગયા કે આ એમની જ કોઈલ છે.) આ દેશમાં ધર્મને ઓથે ઠગાઈ–ઉદ્યોગનો ખાસ્સો વીકાસ થયો છે. છળકપટ કોઈ કોમનો ઈજારો નથી. માનવીના પ્રપંચો સમ્પુર્ણ બીનસામ્પ્રદાયીક રહ્યાં છે. દગાબાજી, વીશ્વાસઘાત કે લુચ્ચાઈને હીન્દુત્વ કે મુસ્લીમત્વ સાથે કોઈ પક્ષપાત નથી હોતો.

હવે એક સ્ટવ રીપેર કરનાર હીન્દુ માણસનો દાખલો જોઈએ. સ્ટવનું ફક્ત વૉશર બદલવાનું હતું. સ્ટવમાં બીજી કોઈ ખરાબી હતી નહીં. ‘એક ઢાંકણીમાં થોડું તેલ લઈ આવો’ એવું કહી સ્ટવવાળાએ પત્નીને રસોડામાં મોકલી અને તે દરમીયાન પંપનો વાલ્વ બદલી તુટેલો વાલ્વ નાંખી દીધો. પછી કહ્યું ‘પંપમાં કેરોસીન આવે છે. વાલ્વ તુટેલો છે. બદલવો પડશે !’ મીત્રે જોયું કે સ્ટવવાળો લુચ્ચાઈ પર ઉતર્યો છે, એથી ધમકાવ્યો. પેલાએ કહ્યું ‘હું નાગદેવતાનો ભક્ત છું… હું ધંધામાં કદી જુઠું બોલતો નથી’ કહી એણે હાથ પર ચીતરેલો નાગ બતાવ્યો. મીત્રે એને મારવા લીધો અને પોલીસમાં પકડાવવાની ધમકી આપી. ત્યારે તેણે કરગરી પડતાં માફી માગી અને વાલ્વ બદલ્યો હોવાનું કબુલ્યું.

બચુભાઈ કહે છે, ‘માણસના ચારીત્ર્ય પર પડેલા બેઈમાનીના ડાઘ ધર્મના સાબુથી ધોઈ શકાતા ના હોય તો એવા ધર્મનો શો ફાયદો ? રોજામાં થુંક ગળાઈ જાય તો પાપ લાગે એમ માનતો મુસ્લીમ આખેઆખી કોઈલ ગળી જાય તોય તેના રોજા અખંડ રહે છે. એક હીન્દુ નાગદેવતાનો ભક્ત હોવાનો ગર્વ લે છે; પણ ધંધામાં નાગની જેમ ગ્રાહકને ડંખ મારે છે ત્યાં તેનો ધર્મ ભંગ થતો નથી. બધા જ હીન્દુ–મુસ્લીમો એવા હોતા નથી; પણ ઘણા લોકો સગવડીયો ધર્મ પાળે છે. તેઓ ધર્મ પણ પાળે છે અને તક મળતાં બેઈમાની પણ આચરી લે છે. ધર્મને એવા માણસોએ બદનામ કર્યો છે.

ધર્મ અને ભગવાનના માથા પર સૌથી વધુ હથોડા ધાર્મીકોએ માર્યા છે. માણસે ધર્મ અને ભગવાન બન્નેને રાતાં પાણીએ રડાવ્યા છે. એક વડીલે હીન્દુનો દાખલો આપતાં કહ્યું– ‘એક માણસ રોજ વહેલો ઉઠીને મંદીરે જાય. ભાવથી પ્રભુપુજા કરે. પણ પાછા આવતી વેળા એની કાકીના ઘર પર એક–બે પથ્થરો મારતો આવે. કાકી જોડે એને કોઈ મીલકત વીષયક મનદુ:ખ હતું. એ જે હોય તે પણ કોઈ પણ શાણો હીન્દુ પુજા અને પથ્થરના આ અધમ કક્ષાના કોમ્બીનેશનને આવકારી શકે ખરો ? કોઈ ચુસ્ત મુસ્લીમ ત્રણ વાર નમાઝ પઢતો હોય, રોજ કુરાનેશરીફ વાંચતો હોય; પણ ત્યારબાદ આંતકવાદીઓના શસ્ત્રગોડાઉનનું મેનેજીંગ કરતો હોય તો અલ્લાહ તો દુર; શાણા મુસ્લીમોય તેને ટેકો આપે ખરા ?

એટલું ખાસ યાદ રાખવા જેવું છે. શીક્ષણ મેળવ્યા પછી માણસ શું બની શકે છે તેમાં શીક્ષણની ઈજ્જત રહેલી છે. તે રીતે ધર્મનું પાલન કર્યા પછી માણસ કેવો વ્યવહાર કરે છે તેમાં તેના ભગવાનની ઈજ્જત રહેલી છે. ચાલો આપણે જીવનમાં ધર્મનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણા ભગવાનની ઈજ્જતની રક્ષા કરીએ !

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 19 મે, 1996ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Evaz Apparel CHS, (Krishna Apartments, B-Wing), Opp. Balaji Garden, Sector 12-E, Bonkode Village, KOPARKHAIRNE. Navi Mumbai 400 709 સેલફોન8097 550 222  ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 21–06–2013

9

 

 

22 Comments

 1. તદ્દન સાચી વાત છે.ધર્મના ઓઠાનીચે જ લોકોને છેતરવાના ધંધા ચાલે છે.

  Like

 2. આવા ધાર્મીકનો મને પણ અનુભવ થયો છે. વાત લાંબી છે, પણ બહુ જ ટુંકમાં કહું. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. અહીં એક બહુ જ ધાર્મીક હીન્દુ કારડીલર હતો. મેં બીજા ડીલર પાસે જોયેલી કારની વાત એમની સાથે અચાનક જ નીકળી, તો એમણે મને કહ્યું કે એ જ કાર મને ઘણી સસ્તામાં એ અપાવશે. એમણે એ કાર સીધી જ મારી સાથે રહી અપાવી અને એમણે જે રકમ કહી તે મેં એમને ચુકવી દીધી. (જેમાં ખરેખર એમણે મને ૨૦૦૦ ડૉલરનો ફાયદો કરાવ્યો હતો.) મારી પાસેથી એમણે ચેક પોતાના નામનો લખાવ્યો, જે ડીલરની કાર હતી તેમના નામનો નહીં. મેં એમનું જે કમીશન થતું હોય તે પણ લેવાનું કહ્યું. તો એમણે મને કહ્યું કે તમારી પાસેથી મારાથી કમીશન ન લેવાય, તમે બ્રાહ્મણનું કામ કરો છો, આથી તમને તો અમારે દાન આપવાનું હોય. કારના પેમેન્ટનું ડૉકેટ મારા પર જે કારડીલર પાસેથી કાર લીધેલી તેણે મોકલાવ્યું જેમાં મેં ચુકવેલ રકમ કરતાં ૧૦૦૦ ડૉલરનો તફાવત હતો, જે એ ધાર્મીક ભાઈએ પોતાના ખીસામાં મુક્યા હતા.

  Like

 3. શ્રી દીનેશભાઈ પાંચાલે દાખલાઓ આપી હીન્દુ, ઈસ્લામ, જૈન અને છેવટે પારસી ડોક્ટર ઓપરેશન અધુરું મુકી પ્રાર્થના કરવા જાય તો શું થાય એ સમજાવ્યું છે.

  સરકાર, નગરપાલીકા કે પંચાયતની ઘણી ઓફીસમાં ઈશ્ર્વર, અલ્લા, ખુદા કે ભગવાનની મુર્તીઓ દેખાય છે અથવા વીવીધ પ્રકારની છબીઓ હોય છે.

  મંત્રલાય અને ધારા સભ્યો જ્યાં કાયદા બનાવતા હોય તે વીધાન ભવન અને સંસદ પણ બાકાત નથી.

  રામ નવમી કે ઈદના દીવસે સંસદમાં રજા હોય છે એ શું છે?

  Like

 4. શ્રી દિનેશભાઈ પાંચાલ નો ધર્મમાં અને અન્ય જગાઓએ ચાલતી અનીતિના ઘણા દાખલાઓ સાથેનો લેખ આંખ ખોલે એવો છે .

  એકાદનેય એવો વીચાર ના આવ્યો કે ગરીબ મુર્તીવાળાને ચારસો રુપીયા પરત કરી દઈએ. એક–બે તો હરખના માર્યા ચીલ્લાઈ ઉઠ્યા– ‘ગણપતીબાપા મોરીયા…!’ (અમારા બચુભાઈ હોત તો જવાબ આપ્યો હોત– ‘ને ચારસો રુપીયા ચોરીયા…!’)

  ધર્મમાં પણ આવી અનીતિ ! આવા ચોર લોકો ઉપર ગણપતી બાપા શું ખુશ થાય ખરા ?

  Like

 5. કામ ચોરી, ધર્મને નામે, ઈશ્વરને નામે છેતરપીંડી જાણે દેશના મોટાભાગના લોકોના જીંસ્માં વણાઈ ગઈ છે. મારો અનુભવ કહું તો એક વાર જે ગામમાં હું બેંકમા નોકરી કરતો હતો તે ગામમાં જૈન મુનિ શ્રી જનક મુનિ પધારેલ તેમનું પ્રવચન સાંભળવા મારાં એક ક્લાર્કે બેંકના સમય દરમિયાન જવાની રજા માગતા મેં કહ્યું કે, હું તમારી સાથે મુનિશ્રીને એક પ્રશ્ન પૂછવા આવીશ અને પૂછીશ કે. નોકરીના ચાલુ સમય દરમિયાન આપનૂં પ્રવચન સાંભળવા આવી શકાય કે કેમ ? તે કલાર્કે પ્રવચન સાંભળવા જવાનું માંડી વાળ્યું.

  Like

 6. ફરજ માટે એક જાણીતો શબ્દ છે : ‘ધર્મ’ ! આ કામ કરવું તે તમારો ધર્મ છે, એવું ફરજના અર્થમાં બોલાય જ છે.

  ચેનલો પર ધર્મનાં ધતીંગો વીરુદ્ધ રાડો પાડીને બોલાય છે પણ એ જ ચેનલો બાવાઓનાં ધતીંગ–વ્યાખ્યાનો માટે બાવાઓનાં બેંકખાતાના નંબરો પ્રગટ કરે છે !!

  રામનામે પથરા તરે, ને રામ જાતે કરે તો ડુબી જાય. આપણા દેશમાં મોટાં માથાં ચરીને તરી જ જાય છે.

  Like

 7. ખુબ સરસ લેખ. ધાર્મિક અંધશ્રધ્ધા રાખનાર વ્યક્તિએ ખાસ વાંચવા જેવો.
  પલ્લવી

  Like

 8. excellent article. bravo Dineshbhai for expressing our common peoples concerns. we need to implement Holy Gita in real sense through our karmabhoomi that is our workplace or our surroundings. Bela

  Like

 9. In USA-God Bless America. My rellegian is Dollar. Dollar is The God. In God We Trust. Blind Trust.
  लक्ष्मी सहित सत्यनारायण देवकी जय.

  Like

 10. This kind of activity only happen when Human being forgot their original Religion. GOD created Human to observe Humanity. But we Human drift our self into different religion like Hinduism, Islam, Christianity,,,, and so forth. More so we are so saturated with ANDHSHRADHA practice of so called ‘our religion’.

  What if Musalman doing his Namaaj and some one nearby has strok or life claiming emergency happen? Does he still continue with Namaaj or should he get up and help? Same goes for Hindu who is dedicated to attend Sandhiya Aarti and face emergency? Will GOD permit them to continue with their prayer?

  I have also been told and over heard from Kathaa discourse “Our Hindu Dharma is based of “Sanaatan Dharma” and does not require any specific restriction to pray like other religion!! Again, I see that this does not serve ‘HUMANITY’. Human will only comes out of this type of ‘blind faith’ if he start believing that he is HUMAN and his religion is HUMANITY.

  Like

 11. દીનેશભાઇઅે આજે માનવમનના બે પાસાઓથી આપણને પરિચિત કર્યા. પ્રમાણિકતા અને અપ્રમાણિકતા. ( ઘર્મમાં કે ઘર્મની બહાર)
  દરેક માનવીના મનમાં આ ગુણ ને દુર્ગુણ હાજર હોય છે. કયા પાસાનું પ્રભુત્વ તેના જીવનમાં હશે તેનો આઘાર તેની આજુબાજુના અને / તથા તેના ઉછેરના વાતાવરણ પર મહદ્ અંશે રહે છે.

  અેક જમાનો હતો જયારે પ્રમાણિકતા ભારતની જ વખણાતી. આજે જમાનો જુદો આવ્યો છે. પ્રમાણિકતા યુરોપ અને અમેરીકાની વઘુ વખણાય છે.દીનેશભાઇ કહે છે કે “ માનવીના પ્રપંચો સંપૂર્ણ બીનસાંમ્પરદાયીક રહ્યા છે.“ માનવીના મનના બે પાસા …૧. માનવ અને ૨. દાનવ…હિન્દુ નથી કે મુસ્લીમ નથી. કે ખ્રિસ્તિ નથી….કે……….નથી.???????????.પોતાના મનમાં અસુપ્ત અવસ્થામાં રહેલા ક્યા પાસાને ઉજાગર કરવો તે માનવી પોતે નક્કિ કરે છે અને માનવ રુપ લવું કે દાનવ રુપ લેવું તે સજાગ રીતે પોતે નક્કિ કરે છે.

  “ તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા , ઇન્સાનકી અૌલાદ હૈ ઇન્સાન બનેગા.“

  ..અપ્રમાણિક અેટલેકે દાનવને સુઘારવા ઘણા મહાત્મા પ્રયત્નો કરી ગયા છે…..કદાચ નિષ્ફળ ગયા કહેવાય….કેટલાં ટકા સુઘર્યા ?

  ૧. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ છે, પાપી તેમાં ડૂબકી દઇને પૂણય્શાળી બને છે.
  ૨. જેણે પાપ ના કર્યુ અેકે તે પહેલો પત્થર ફેંકેં વિ….વિ….
  ૩. બિચારા ભર્તુહરિનો આત્મા નીતિ શતક લખીને કદાચ ભટકતો જ રહી ગયો હશે.

  ભગવાનને ઇજ્જ્ત છે? દીનેશભાઇના લેખમાં પૂછાયેલો સવાલ છે.

  ભગવાન ???????? મંદિરોમાં પત્થરની મૂર્તિઓમાં બિરાજમાન અવેજી નોકરીયાત ? કે જે બોલતો નથી, હસતો નથી, રડતો નથી, હરતો ફરતો નથી.

  થોડું બેલેન્સ કરીયે…………

  પણ પ્રમાણિકોની પણ ખોટ નથી. ગુજરાત સમાચાર, તા. જૂન ૨૩, ૨૦૧૩ના સમાચાર.
  “ નાઇજીરીયાન મહિલાના ખોવાયેલા ૫,૫૦૦ ડોલર , અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિતાલમાં પેરામેડીકલમાં ભણતા જીજ્ઞેશે પરત કરીને ઇમાનદારીનું જીવતુ. ઉદાહરણ પુરું પાડયુ.

  વલ્લભભાઇ પટેલ અેટલે પ્રમાણિકતાનું જ્વલંત ઉદાહરણ. ખુરશીનો ગેરલાભ કદાપિ નહિં લીઘો કે પોતાનાઓને લેવા દીઘો.

  નહેરુ કુટુંબ ???????????અપ્રમાણિકતાનું જ્વલંત જીવતું જાગતુ ઉદાહરણ.આજે પણ જીવંત છે.

  પ્રમાણિકતા અને અપ્રમાણિકતાની પુરી સમજ આપીને જો થોડો પણ સુઘારો સમાજમાં લાવવો હોય તો ઘર્મવાહકો જેવું ઉત્તમ સાઘન ક્યું હોઇ શકે?

  દા. ત. મોરારીબાપુ કે તેમના જેવા બીજાઓ ,જેટલી જગ્યાઅે કથા કરે ત્યાં પહેલેથી જાહેર કરીને પોતાના ભક્તોને વિનંતિ કરે, સોગંદ લેવડાવે કે…..સરકારી કે બીજા ક્ષત્રોમાં નોકરી કરતાં હોય તે સૌ પ્રમાણિકતા દાખવીને કામચોરી કે સમયની ચોરી નહિં કરે. કથા સાંભરવા નહિં આવે.
  સામાન્ય અને લાગવગ વગરનાં ગરીબોને કાળા નાણાંની લાંચ વિના કામો ત્વરિત કરી આપીશુ.બીજા કર્મચારીભાઇઓને પણ સમજાવીશું.
  આ પ્રતિજ્ઞા જેને પાળવી હોય તે વ્યક્તિને જ કથામાં આવવાની છૂત આપવામાં આવશે.

  હાજરી, વગર કહીયે કદાચ અડઘીથી પણ ઓછી થઇ જશે.

  પરંતુ વાડ જ જ્યારે ચીભડાં ગળે ત્યારે કોને કહેવાં જવું ?

  નારદના સવાલથી વાલિયો તે જમાનામાં કદાચ વાલ્મિકી બન્યો હશે. પરંતુ આજે તો નારદે વાલિયો બનવાનું વિચારવું પડે. વાલિયાને ગુરુ બનાવીને ઘંઘાના દાવપેચ શીખવા માટે વિનંતિ કરવી પડે.

  ભારતમાં રોજીંદા જીવનમાં નીતિ – પ્રમાણિકા અને અનીતિ – અપ્રમાણિકતા વચ્ચે ગજગ્રાહ ચાલતો જ રહ્યો છે. અને અનીતિનો વિજયઝંદો લહેરાતો દેખાય છે. ભૌતિક જીવન – પૈસા વિના નર્ક બની જાય છે. પ્રમાણિક અને નીતિથી જીવનાર ગરીબ તરીકેની ઇજ્જ્ત વિનાની જીદગીતો પોતે તો જીવે જ છે પણ સાથે સાથે તેની પત્નિ અને બાળકો પણ બરબાદ થઇ જાય છે.
  સુદામા યાદ આવે છે ?

  વઘુ શું લખું ? આ તો અનુભવોનો પહેલો પ્રસાદ છે.

  Like

 12. માણસે ભગવાન ને કમાવાનું સાધન બનાવી લીધું છે… ભગવાન ને આગળ રાખી કમાય છે પછી દાન પણ કરે છે(જે ભગવાન ને જરૂર જ નથી)… માનસ પોતાની ઈજ્જત કરતા શીખી જશે તો ભગવાની ની ઈજ્જત આપોઆપ વધી જશે…

  Like

 13. ભારત હોય કે અમેરીકા…કે પછી આફ્રિકા કે સુદાન….કોઇ પણ દેશમાં આજે તે દેશનું બેંકચલણ જ દેવી કે દેવતા છે. મારા મિત્ર પ્રવિણભાઇને ખબર જ છે કે દુનિયા આખી કૌભાંડો પર જ જીવે છે. ગુજરાતીમાં કહેવત છે કે પૈસો મારો પરમેશ્વર. અમેરીકન ડોલરોનો પ્રભાવ આખી દુનિયામાં છે. જુલાઇ ૧, ૨૦૧૩ ના ટાઇમ મેગેઝીનમાં આંખ ઉઘાડનારી માહિતિ ભારત માટે આવી છે.
  Where children can’t get education…….
  According to a UNESCO study, 57 million children lack classroom access. Here are the countries with the most children out of school.

  (1) Nigeria………….10.5 Million
  (2) Pakistan………..5.4 Million
  (3) Ethopia………….1.7 Million
  (4) India………………1.6 Million
  (5) The Philipines…1.4 Million

  અપ્રમાણિકતાનો જીવતો જાગતો દાખલો……….

  દુનિયાનો બીજા કે ત્રીજા નંબરનો ઇન્ડસ્ટરીયલ દેશ……..ભારત, નાઇજીરીયા કરતાં તો સારો….અરે પાકિસ્તાન કરતાં પણ સારો………..નહેરુ કુટુંબના અબજો રુપિયા, ડોલરના રુપમાં સ્વીસ બેંકોમાં પડેલાં છે. આપ મર્યા પછી ડૂબ ગઇ દુનિયા……કોણ વાપરશે ? આવા તો ભારતમાં હઝારો પોલીટીશ્યનો અને ઇન્ડસ્ટરીયાલીસ્ટો મઝા કરે છે અને ગરીબો વઘુ ગરીબ બનતા જઇ રહ્યા છે. અને ૧.૬ મીલીયન ગરીબ બાળકોને બેઝીક ભણતર નથી મળતું.
  બઘા ઘર્મોના વાહકો યુનિટી કરીને શા માટે દેશના ભલાના કામો કરતાં નથી કે પેલા રાજકારણીઓને પાઠ ભણાવતાં ? પોતાની ભાવિ પેઢીનો તો કોઇ વિચાર કરે. ઘર્મોના નામે લડી મરવાનું ગાંડપણ ક્યારે છુટશે ? વિનાશ બાદ ?

  અમ્રત હઝારી.

  Like

 14. I am totaly agree, atyarna loko dekhiti bhakti karine sidha lokone chhetare chhe are bijane to thik pan potana gharna nej chhetre chhe. Ghare thi tiket na paisa kharchine 15, 20 diwas bagadine dur dur aasharmo ma ane mandiroma jay ane apnane pan salah ape k tame pan mandiroma jao katha karavo ane pote aj ghar na loko thi juthu bole amno vishavas tode amne dukh pochade ano su arth. Mane to a nathi samajatu k aatali kathao sambhaliya pachhi pan lokone sara ne kharabno tafavat samajato kem nathi. AAva gaidhiyao karta to nana balako vadhu samaju hoy chhe amne atluto khabar chhe k kidine mariye to pap thay pan ahadhi umare pohchela lokone aa kabar padti nathi.Bhagvan aa loko ne sad buddhi aape biju to su ka sakay….

  Like

 15. Kagda kala every where. In the west more or less in the public sectors, many of upper level people cheat as else where.Good thing is , law and order working in the West.
  At presnt, India have system, cut pockets of each other like “I cut your pocket,someone will cut mine”Indian leaders have to have big account in Swiss and other banks as collateral to big deal against any trade they do for the nation.
  So blaming the leaders is wrong.Also there political play to condem leaders.
  Russian ex president,GOBRACHEVS traveled India after he retired and wrote a book .One place he wrote that Who runs India, having huge population,so much diversified and complex. He come up with the conclusion that no one run INDIA,she run in the faith of GOD.In the sence “RAM BHARO-SE HINDU HOTEL”

  Like

 16. Friends,
  We have started worrying about the reputation of ISHVAR, The God, and how to save / protect that reputation.
  One report under the head of ” Global Economics ” in the magazine, Bloomberg Businessweek, dated June 24 – June 30, 2013, attracted my attention.
  The article / Report is : Population Control : Pushing Indian Women Toward Sterilization.
  If, my friends could go to, Businessweek.com and find this report, I challange that every Indian will hate India and Indian Government and its politicians, industrialists.
  Soft hearted simple citizen will say,”OMG, where is God ? Why can’t He come and save BICHARI GARIB PRAJANE…..GITAMA AAPELU TARU VACHAN YAAD KAR…
  and then they will curse THE SO-CALLED GOD, GOVERNMENT, POLITICIANS and RICH PEOPLE.
  I am sure we all will join that GARIB PRAJA.

  Amrut Hazari.

  Like

 17. એક હકિકત– અમેરિકામાં ,ન્યૂ જર્સીના લોર્ડ એન્ડ ટેયલર નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોરની મુશલમાન એમ્પ્લોઈઝ ધર્મના નામે આઠ કલાકની શિફ્ટમાં બે વખત નમાઝ પઢે છે. જો સ્ટોર તેમ ન કરવા દે તો ધર્મ અસહિષ્ણુતાના નામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપે છે. આ વાત મુશલમાન ટેક્ષીવાળા ઈન્ડિયા બહાર બધે કરે છે. પછી પેરિસ હોય કે ન્યૂયોર્ક હોય.

  No Comment- from me.

  Like

 18. આવા દાખલાઓ એ પ્રતિપાદિત કરે છે કે ધર્મની વાખ્યા તમે જે કરોછો તેનાથી જુદી જ છે. ધર્મનો દંભ ને ધર્મને હલકો પાડતી આવી ઘટનાઓથી ઉપર ઉઠવું એજ શ્રેયનો રસ્તો. જાગૃતિ લાવતો લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. Religion and God things are all bullshit.
   Ignore all activity.because they divide the people,more for power struggle
   and politics.
   Dump this idea,dump GOD and religion and come up new Idea, GOD and religion
   which unite the people.

   2013/6/23 “અભીવ્યક્તી”

   > **
   > Ramesh Patel commented: “આવા દાખલાઓ એ પ્રતિપાદિત કરે છે કે ધર્મની
   > વાખ્યા તમે જે કરોછો તેનાથી જુદી જ છે. ધર્મનો દંભ ને ધર્મનà”
   >

   Like

 19. શ્રી ગોવિંદભાઈ
  ‘ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ’ એક સચોટ લેખ છે જે અમારા સંકુલમાં પણ હમણા આવું જ કંઈિ ઉજવ્વામાં આવ્યું હતું જેના વિષે હું લખી રહ્યો છું કદાચ આપનો લેખ સાધારણ થોડા શબ્દો માટે કામ લાગશે. બાકી આપની દરેક પોસ્ટો આપના લેખકો દ્વાવારા લખાયેલી મળે છે અને દરેકે સુંદર હોય છે.
  લી.પ્રફુલ ઠાર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s