વીવેકશક્તી, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે

અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય એટલે શું? અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની આડે કોણ આવે છે? અને તેઓ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને નીયંત્રીત કરવા માટે શું કરે છે?

વીવેકશક્તી,
અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે

– બીપીન શ્રોફ

નાગરીક જીવનનાં અસ્તીત્વ અને વીકાસનો આધાર અભીવ્યક્તી સ્વતન્ત્રતાના અધીકાર પર સમ્પુર્ણ આધારીત છે. નાગરીક જીવન ઉત્તરોત્તર પ્રગતી કરતું નીરંતર જીવન છે. તે માટે માહીતીના સ્ત્રોતોનો પ્રવાહ, નાગરીકને સહજ રીતે ઉપલબધ બની રહે તે જોવાની રાજ્યની ફરજ છે. નાગરીક જીવનની ક્ષીતીજો સીમાહીન છે. તેને દૃઢીભુત કરવા અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યના કીનારાઓ પણ એટલા લચીલા હોવા જોઈએ કે જેથી તે નાગરીક અને તેનાં સમાજ જીવનને વધુ વૈવીધ્યપુર્ણ અને સમૃદ્ધ બનાવે.

અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય એટલે શું? માનવીને જે યોગ્ય લાગે તે નાગરીક સમાજની મર્યાદાને ધ્યાનમાં રાખીને વ્યક્ત કરવાનો અબાધીત અધીકાર. વીચારો રજુ કરવાની, પ્રચાર અને પ્રસાર કરવાની સમ્પુર્ણ સ્વતન્ત્રતા. વીવેકશક્તીનાં વીકાસ માટે, વૈજ્ઞાનીક અભીગમ આધારીત શૈક્ષણીક કેળવણી જરુરી છે. માનવીની વીવેકશક્તી અથવા બુદ્ધીનીષ્ઠા દ્વારા પ્રાપ્ત કરેલ બૌદ્ધિક પરીપકવતા જ, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલક બળ છે. સમગ્ર સમાજનાં નાગરીકોની વીવેકશક્તી જો વધુ પરીપક્વ હશે તો માહીતીનાં ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી તેઓ પોતાનાં હીતનું શું છે તે સહેલાઈથી નક્કી કરી શકશે.

આધુનીક સમાજ આર્થીક, સામાજીક, રાજકીય, શૈક્ષણીક વગેરે સંસ્થાઓ પર આધારીત છે. રાજસત્તા પોતે સમાચારનાં સ્ત્રોત તરીકે સ્થાપીત હીત બની ગયું છે. ઘણી વખત રાજ્ય પોતે જ સમાજનાં રુઢીગત માળખાને પોષે છે. રાજ્યસત્તા, પોતાનાં સત્તાકીય હીતો ટકાવવા, નાગરીકનાં અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે નીયમો લાદે છે. અને સત્તાના હીત ખાતર અંધારપટ ઉભો કરે છે. ધર્મે પોતાની નાગચુડ પકડમાંથી, વ્યક્તી અને સમાજને હજુ છટકવા દીધો નથી. રાજ્યસત્તા અને ધર્મસત્તાની બેલડીએ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને નીયંત્રીત કરવા માટે અને તેને નામશેષ કરવા માટે સ્વાતન્ત્ર્યપ્રેમીઓ ઉપર ઘણો અમાનુષી ત્રાસ ગુજાર્યો છે. મોતની સજા પણ ફરમાવી છે.

દુનીયામાં ગરીબ અને વીકાસશીલ દેશોમાં લોકશાહીનાં પાયાનાં મુલ્યો– સ્વતન્ત્રતા, સમાનતા, બંધુત્વનું અસ્તીત્વ માત્ર કાયદાની પોથીમાં છે, વાસ્તવમાં નથી. તેથી અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યની લડત, આ રાષ્ટ્રોમાં હજુ ઘણી લાંબી ચાલવાની છે. ચારે બાજુથી અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય પ્રાપ્ત કરવાની મથામણ, જાગરુકતા એ જ મોટી માનવીય આશા છે.

– બીપીન શ્રોફ

લેખક–સમ્પર્ક : બીપીન શ્રોફ, તન્ત્રી, ‘વૈશ્વીક માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 સેલફોન : 97246 88733 – shroffbipin@gmail.com

શ્રી રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  22/04/2022

3 Comments

  1. શ્રી બીપીન શ્રોફજીએ- વીવેકશક્તી,અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનું ચાલકબળ છે અંગે ખૂબ સ રસ સમજુતી આપી.
    બધા જ અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યમા માને છે પણ બધા-‘ માનવીને જે યોગ્ય લાગે તે નાગરીક સમાજની મર્યાદાને ધ્યાનમાં રાખીને વ્યક્ત કરવાનો અબાધીત અધીકાર.’ મા સમજુતી થતી નથી.
    સાંપ્રત સમયે ઘણા મર્યાદાને ધ્યાનમાં રાખતા નથી અને વીવેકશક્તીને નામે ખોટા પ્રસંગો ચર્ચે છે જેમા ઘણાખરાના ઉકેલ નથી હોતા ત્યારે કેટલા રેશનાલીસ્ટોની પોતે પ્રેરણાદાયક જીવન દ્વારા સમાજને ખૂબ સુંદર રીતે, વિતંડાવાદ વગર, સમજાવે છે. તેઓને ધન્યવાદ

    Liked by 1 person

  2. Bipin Shrof has truly expressed fight fir freedom of expression will last long due to political & religious benefits & even few were sentenced to death.
    This is really very sad state.

    Liked by 1 person

  3. આ.શ્રી બીપીનભાઈ શ્રોફે “નાગરિક જીવનનાં અસ્તિત્વ અને વિકાસનો આધાર અભિવ્યક્તિ સ્વતન્ત્રતાના અધિકાર પર સમ્પુર્ણ આધારીત છે.” પાયાની વાત કરી. ધન્યવાદ!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s