ઉષા ગુપ્તા – જીવન આને કહેવાય

– ફીરોજ ખાન

આજે 87 વર્ષનાદાદીઉષાબહેન ગુપ્તાની વાત કરવી છે, આટલી જૈફ વયે પણ તેઓ બીઝનેસ કરે છે અને તેઓને મળતાં નફાના પૈસામાંથી ગરીબોની સેવા કરે છે.

છેલ્લા બે વર્ષો આપણા સહુ માટે ખુબ કપરા ગયા. કોરોનાની મહામારીમાં ભારત અને વીશ્વમાં લાખો લોકો હોમાઈ ગયા. આપણામાંથી ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. મારી પોતાની નાની સગી બહેન મુમ્બઈમાં કોરોનામાં હોમાઈ ગઈ. ભારતની વાત કરીયે તો ઘણાબધા પોલીટીશીયનોએ પોતાની જાત બતાવી. ઘણા  બધા લોકોએ અને સામાજીક સંસ્થાઓએ જનતાની ખરી સેવા કરી.

આવાજ કપરા કાળમાં જીવનની જંગ જીતી ને પાછા આવેલા ઉષાબહેન ગુપ્તા અન્યો માટે એક સારી મીસાલ છે. એક સરસ ઉદાહરણ છે. એક ઉમદા જીવન છે. ઉષાજીએ પોતાના કાર્યોથી સાબીત કરી દીધું કે સમાજસેવા કરવા કે ગરીબોની સેવા કરવા માટે કોઈ ઉંમર આડે નથી આવતી. ફક્ત ઈચ્છા અને મક્કમ મનોબળ જોઈએ. અને એ બન્ને ઉષાજી પાસે છે.

એક સમાચાર સંસ્થાને ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે એમની ઉંમર અત્યારે 87 વર્ષની છે અને તેઓએ પોતાનું બાકીનું જીવન લોકસેવા માટે સમર્પીત કરી દીધું છે. તેઓ પોતે કોરોના સંક્રમીત થયા હતા. કોરોના સામેની લડાઈ જીતી ગયા બાદ તેઓ હવે તન, મન અને ધનથી લોકસેવામાં પોતાનું જીવન સમર્પીત કર્યું છે. તેઓ આ ઉંમરે હોમ મેડ અચાર અને ચટણીઓ બનાવી વેચવાનો કારોબાર કરે છે અને એમાંથી મળતો નફો ગરીબોની પાછળ ખર્ચ કરે છે.

આપદકાલમાં પોતાની કમાઈ માટેના અવસર શોધનારા વીષે આપણે અનેક સમાચારો વાંચ્યા. લોકોએ નકલી દવાઓ અને ઈન્જેક્શનોનો વેપાર કરી લાખો બનાવી લીધા હતા. એવામાં આપદકાલમાંથી લોકોની સેવાનો મોકો શોધનાર ઉષાજી ખરેખર સન્માનને લાયક છે.

ઉષાબહેન પોતાના ઘરે જ અચાર અને ચટણીઓ બનાવી સોશીયલ મીડીયા દ્વારા ભારતભરમાં એને વેચે છે. આ બીઝનેસની શરુઆત પોતાના ઘરેથી 2021ના જુલાઈમાં કરી. તેઓ કહે છે કે બીઝનેસ શરુ કર્યાના ફક્ત એક જ મહીનામાં એમણે 200 બોટલો વેચી હતી. એમનો બીઝનેસ અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યો છે. એમના પતી ઉત્તર પ્રદેશની સરકારમાં ઈંજીનીયર તરીકે સેવા આપતા હતા. એમની ત્રણ દીકરીઓ ડૉક્ટર છે અને તેઓ દીલ્હીમાં રહે છે.

ઉષાબહેને મીડીયાને જણાવ્યું કે એ પોતે અને એમના પતી કોરોનાની બીજી લહેરમાં એક સાથે સંક્રમીત થયા હતાં. લગભગ એક મહીના સુધી હૉસ્પીટલમાં સારવાર લીધી. તેઓ પોતે તો સારા થઈ ગયા પરન્તુ એમના પતી કોરોના સામેની લડાઈ હારી ગયા.

ઉષાજીએ કહે છે કે જયારે તેઓ અને તેમના પતી કોરોના સંક્રમીત થયેલા ત્યારે એમણે લોકોની તકલીફો જોઈ હતી. દવાઓ અને ઑક્સીજન માટે લોકો કેવી હાલાકી ઝીલી રહ્યા હતાં એ એમણે જોયેલું અને એ જ સમયે એમણે નક્કી કરેલું કે જો તેઓ પોતે સાજા થઈ જશે તો બાકીનું જીવન લોકસેવામાં અર્પણ કરી દેશે. અને તેઓ એમ જ કરી રહ્યા છે.

ઉષાજીની એક દીકરીની દીકરી દીલ્હીમાં એક એન.જી.ઓ. ચલાવે છે. ઉષાજી એ પોતાનો સંકલ્પ દીકરીને જણાવતા કહ્યું કેહું અચાર બહુ સરસ બનાવું છું. મારે અચારનો બીઝનેસ કરી જે નફો મળે એને લોકસેવા માટે ખર્ચ કરવો છે.” દીકરીને એ વાત ખુબ ગમી ગઈ.

એમણે પોતાના અચારને ‘પીકલ વીથ લવ’ નામ આપયું. તેઓ કહે છે કે હવે આ ઉંમરમાં વધુ કામ નથી થતું; પરંતુ અન્ય લોકોની સહાયતા કાજે તેઓ આ કામ કરી રહ્યા છે. તેમની નવાસી રાધીકા બત્રા એક ડૉક્ટર છે અને તેઓ પણ એન.જી.ઓ. ચલાવે છે. મારી પીકલ કંપનીની માર્કેટીંગનું કામ એ જ સંભાળે છે.

ઉષાબહેને અત્યાર સુધીમાં પોતાના બીઝનેસમાં મળતાં નફામાંથી હજારો લોકોને મફતમાં ભોજન આપ્યું છે. તેઓનું કહેવું છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ સેવા કરતી રહીશ.

ધન્ય છે ઉષા ગુપ્તા… હેટ્સ ઑફ ટુ યુ ઉષા ગુપ્તા… તમે વધુ લોકસેવા કરી શકો તે માટે  તમે લાંબુ જીવો. આ જગતને તમારા જેવાઓની ખુબ જ જરુર છે.

ફરી એક વખત જુના ફીલ્મની એક ગીતની પંક્તીઓ યાદ આવી ગઈ.

અપને લીયે જીયે તો ક્યા જીયે,
તુ જી, અય દીલ, જમાને કે લીયે.

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 1 એપ્રીલ, 2022)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 3-10-2022

8 Comments

  1. “જીવન જીવવું એ કળા છે”. કળા ગમે તે ઉંમરે ખીલે અને જીવનને ઉમંગ બક્ષે. ધન્યવાદ
    આપ પર ગૌરવ છે.

    Liked by 2 people

  2. શ્રી ફીરોજ ખાનજીનો એક વધુ પ્રેરણાદાયી લેખ
    આજે ૮૭ વર્ષના ‘દાદી’ આટલી જૈફ વયે બીઝનેસ કરે છે અને તેઓને મળતાં નફાના પૈસામાંથી ગરીબોની સેવા કરે છે
    આ ઉષા ગુપ્તાજીને સાદર વંદન

    Liked by 3 people

  3. ભારતના  “કોહીનૂર રત્ન ઉષા ગુપ્તાજીને સાદર વંદન

    Liked by 2 people

  4. અમારા ફિરોજભાઈ કેનેડા થી સારી સારી પ્રેરણાદાયક વાતો લાવે છે.
    ઉષાબેન ગુપ્તાએ જિંદગીમાં કરોના કાળમાં ઘણી તકલીફોમાંથી જીવન પાછું મેળવયુ પોતાના પતિને ખોયા છતાં પણ હાર્યા વગર લોક કલ્યાણ માટે જીવવાની ખેવના કરી.
    ભાઈ તેમનો સોશિયલ મીડિયા કોન્ટેક જરૂર મોકલશો અહીં ના મોકલાય તો પર્સનલી મોકલજો ગોવિંદભાઈ મારુ ને, તો આમે પણ અમારા ગ્રુપમાં તેમનો પ્રચાર કરીશું અને તેમના અથાણા પણ ચાખીશું.

    Liked by 3 people

  5. ઉષા ગુપ્તા સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ૬૩ વર્ષની ઉંમરે ભારત ગઈ હતી.
    એક વર્ષ બેંગ્લોરની ” સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન યુનિવર્સિટીમાં’
    ડિગ્રી લઈને આવી. ૨૦૦૮ થી ૨૦૦૯ પાંચ પૌત્ર અને પૌત્રી હતા. આજે તો
    તેઓ જુવાન થઈ ગયા છે.
    ” SVYASA university, PGDYT Degree
    Post Graduate Degree Yoga Therapy”
    ત્યારથી ( ૨૦૦૯) અમેરિકામાં મ્યુનિટિ સેંટરોમાં મફત
    યોગ ના વર્ગ ચલાવી રહી છું.
    બાળપણની વૈવિધ્ય કલામાં વ્યસ્ત રહી જીવન શાંતિથી ગુજરે છે.

    આભાર

    પ્રવિણા કડકિઆ
    કોમેન્ટ પોસ્ટ થતી નથી…આપ યોગ્ય કરશો

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s